સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વીક્રમ શું કરે?

સુધીરભાઈ પોતાના દીકરા વીક્રમ અને પુત્રવધુ જાગૃતીના ઘેર, બે દીવસ માટે મદદ કરાવવા આવ્યા હતા.

આમ તો દીકરો અને વહુ પહેલાં નાનકડા ફ્લેટમાં ભાડે રહેતાં હતાં. દીકરો પેટે પાટા બાંધીને, સ્વમહેનતે, અમેરીકામાં ભણ્યો હતો. ઉચ્ચ શીક્ષણ મેળવ્યું હતું. સારી અમેરીકન કમ્પનીમાં, સારા પગારે, ઓફીસરની પદવી પર, નવ વર્ષથી નોકરી કરતો હતો. પણ જવાબદાર પદવી પર હોવાના કારણે તેને રોજ આઠ દસ કલાક અને કદીક તો બાર બાર કલાક કામ કરવું પડતું. જાગૃતી નાનીશી, સાવ સામાન્ય, કારકુનની નોકરી કરતી હતી.

કરકસરથી રહેવામાં માનનાર વીક્રમે પોતાની બચતમાંથી ઠીક ઠીક ડોલર બચાવ્યા હતા. જાગૃતીને આવી કરકસર બીલકુલ પસંદ ન હતી. એને તો ફુલફટાક થઈ, ટાપટીપ કરી, મોજમાં મ્હાલવાનું અને પાર્ટીઓમાં જવાનું બહુ ગમતું. બન્ને દર વર્ષ અચુક એક બે અઠવાડીયા માટે જુદી જુદી જગ્યાએ ફરવા પણ જતાં. અલબત્ત આ બધા ખર્ચા વીક્રમની બચતમાંથી જ નીકળતા. જાગૃતી એની આવકમાંથી ઘર ખર્ચ માટે રાબેતા મુજબની રકમ આપતી. પણ એની બચતનું એ શું કરે છે, તે અંગે વીક્રમ કદી પુછતો ન હતો.

છતાં વીક્રમે પોતે કરેલી બચતમાંથી અને બાકીની રકમની લોન લઈ, એક મકાન ખરીદ્યું હતું. થોડા ઝીણા સ્વભાવવાળો એટલે વીક્રમે ઓછી કીમ્મતનું, થોડું જુનું, મકાન પસંદ કર્યું હતું. આથી મકાનમાં ઘણું બધું સમારકામ જરુરી હતું. અમેરીકાના કારીગરોની મસ મોંઘી મજુરી; એટલે ઘણું બધું કામ વીક્રમ જાતે કરતો. નોકરીમાં રોજના દસ બાર કલાક કામ કરવાનું હોવાથી; શની, રવી અને રજાના દીવસે જ આવું કામ થઈ શકતું. જાગૃતીના ખ્વાબ તો મહેલ જેવા સુંદર મકાનમાં મ્હાલવાના હતા. એને વીક્રમનો આ કરકસરીયો સ્વભાવ સહેજ પણ પસંદ ન હતો. ફરવા હરવાનું હોય; તો એનો ઉત્સાહ માય નહીં. પણ આવાં વૈતરાં એને જરાયે પસંદ ન હતાં

છેલ્લા એક વરસથી વીક્રમ માટે બધા શની રવી અને રજાના દીવસો ઘરના મરામતકામમાં આમ જ નીકળી જતા. ઘણી વાર સુધીરભાઈ આમાં મદદ કરવા આવી જતા; અને એમની ઉમ્મર પ્રમાણે, થાય એટલી મદદ કરતા.

તે દીવસે સાંજે બાપ દીકરો સખત થાકીને બેઠા હતા. બે દીવસ સતત કામ ચાલ્યું હતું. જાગૃતીએ એના નીયમ પ્રમાણે લોન્ડ્રીમાં કપડાં ધોયાં હતાં; અને બે ટાઈમ ખાવાનું બનાવ્યું હતું. જમીને જાગૃતીએ ટીવી પ્રોગ્રામ જોયા અને વીડીયો ગેમ પણ રમી. રાત્રે સુતાં પહેલાં સુધીરભાઈએ જોયું કે, એંઠાં વાસણ સીન્કમાં એમનાં એમ પડેલાં હતાં. સામાન્ય રીતે વાસણ માંજવાનું કામ અમેરીકામાં પુરુષોને ફાળે હોય છે; આથી વીક્રમ કે સુધીરભાઈનું આ કામ હતું. પણ સખત મજુરીના થાકના કારણે બન્ને સુઈ ગયા.

બીજા દીવસની સવાર પડી. રોજની આદત પ્રમાણે સુધીરભાઈ વહેલા ઉઠી ગયા. ચા બનાવવા રસોડામાં ગયા. એંઠા વાસણ એમના એમ સીન્કમાં પડેલાં હતાં. જાગૃતી તો પરવારીને નોકરીએ જવા રવાના થઈ ગઈ હતી.

તેમણે વાસણ ધોઈ, ડીશ વોશરમાં મુકવાની શરુઆત કરી ન કરી; અને વીક્રમ ધસમસતો દોડી આવ્યો. એના ગુસ્સાનો પાર ન હતો. તેણે સુધીરભાઈના હાથમાંથી વાસણ લઈ લીધાં; સીન્કમાં પછાડ્યાં અને કહ્યું,” તમારે આ નથી ધોવાનાં. એ સાંજે ઘણીયે ધોશે.”

સુધીરભાઈ,” અરે! એમાં શું? મારો થાક તો ઉતરી ગયો છે. હું ધોઈશ તો મને કોઈ તકલીફ નથી.”

વીક્રમ ,” પપ્પા! આ તો હમ્મેશનું થઈ ગયું છે. એ માંદી પડે કે એને વધારે કામ હોય તો અમે પીઝા કે મેક્સીકન ખાવાનું લઈ આવીએ. પણ મારે ઓફીસમાં વધારાનું કામ હોય, શરીરે ઠીક ન હોય કે આમ શની રવી સખત મજુરીનું કામ ઘેર કરું; તો જાગૃતીને એમ ન થાય કે, એક દીવસ વાસણનું કામ એ કરી નાંખે. કો’ક વાર તો ત્રણ ત્રણ દીવસ એંઠાં વાસણ એમના એમ પડેલાં રહે. એ નોકરી કરે છે ને? એટલે સહેજ પણ વધારાનું કામ એનાથી ન કરાય. મારી જેમ એને નોકરીમાં ઓવરટાઈમ પણ કામ કરવાનું હોતું નથી. અને કોઈ જાતની જવાબદારીની ધોંસ પણ નહીં. ખાલી કારકુનીનું જ કામ. પણ એ સહેજ પણ વધારાનું કામ ન કરે. હું તો એની આ કામચોરીની આદતથી કંટાળી ગયો છું.”

સુધીરભાઈ એમના જમાનામાં, એમની પત્નીએ વેંઢારેલા સંયુક્ત કુટુમ્બના બોજને યાદ કરતા, લમણે હાથ દઈ, ધબ્બ દઈ સોફામાં બેસી પડ્યા. પોતાની માનો જમાનો કેવો હતો? ‘સાત પગલાં આકાશમાં’ની વસુધા એમને યાદ આવી ગઈ.

પોતાની જીંદગીમાં નજરે નીહાળેલી, ત્રણ પેઢીઓની સ્ત્રીઓની, જાણે અજાણે સરખામણી થઈ ગઈ. આ ત્રીજી પેઢીની, ભણેલી, ગણેલી( કે ગણતરીબાજ!), કમાતી, પુરુષ સમોવડી, નારી કે નારાયણી ? કે પછી એના માટે ત્રીજું કોઈ યોગ્ય નામ હશે?

હવે તમે જ કહો? આ પરીસ્થીતીમાં વીક્રમે શું કરવું જોઈએ?

—————————

સત્યકથા પર આધારીત

39 responses to “વીક્રમ શું કરે?

 1. pragnaju ઓગસ્ટ 6, 2009 પર 5:09 એ એમ (am)

  ‘પોતાની જીંદગીમાં નજરે નીહાળેલી, ત્રણ પેઢીઓની’

  અત્યાર સુધી વિદેશમાં વસતા ગુજરાતીઓની બીજી-ત્રીજી પેઢી સુધી ઘરમાં ગુજરાતી ટકી રહેતું હતું. …

 2. Chirag Patel ઓગસ્ટ 6, 2009 પર 7:03 એ એમ (am)

  મારી પટલાણીને તો હું મદદ કરુ એ પણ પસન્દ નથી. એ જૉબ કરીને પણ મને ખાટલેથી પાટલે કરવાનુ પસન્દ કરે છે! પણ, હું રહ્યો ઉત્પાતીયો જીવ એટલે તેને કઈને કઈ મદદ તો કરુ જ, નહીતર થોડી છેડખાની કરી લઉ એટલે એ ચીઢાય.

  કદાચ પહેલા સ્ત્રીઓ કામચોરી પ્રદર્શીત કરી શકે એવી છુટ નહતી, હવે વધુ સ્વતંત્રતા છે. વળી, પુરુષ પહેલા કરતા સમજદાર થયો છે અને સ્ત્રીઓને કામચોરી પ્રદર્શીત કરવાની તક મળી છે!!!

 3. પ્રવિણ કે.શ્રીમાળી ઓગસ્ટ 8, 2009 પર 6:37 એ એમ (am)

  આમાં વિક્રમે શું કરે ?! કે આપણે શું કહીએ?!
  આપણાં કર્યા હૈયે વાગે !! બીજુ શું…

 4. સુરેશ જાની ઓગસ્ટ 14, 2009 પર 7:06 પી એમ(pm)

  આપણાં કર્યા હૈયે વાગે !! બીજુ શું
  ————————
  બદલાતા સમાજની આ તાસીર છે. સાચે જ કુટુમ્બ અન્વે સમાજને હૈયે વાગશે જ … જો આ વાતમાંથી આધુનીક નારીઓ બોધ નહીં લે તો.
  ‘ સાત પગલાં આકાશમાં ‘ નહીં .., હવે સાત પગલાં પાતાળમાં લખાવાય એ સમયની તાકીદ છે.

 5. neetakotecha ઓગસ્ટ 15, 2009 પર 1:01 પી એમ(pm)

  badha gar ni alag alag vato che ane alag alag rit che..kyak beno bahu dukhi che ane kyak purusho ne pan tras che ..pan mara hisabe 20% purusho ne tra herangati hashe..baki 80% beno j dukhi hashe…

 6. pravinash1 ઓગસ્ટ 15, 2009 પર 10:14 પી એમ(pm)

  This is a very delicate issue. Elderly people have to stay out of this picture. Let them figure it out.
  If you say something. Be prepared for THIRD WORLD WAR.

 7. Rekha Sindhal ઓગસ્ટ 16, 2009 પર 1:20 એ એમ (am)

  પતિ અને પત્નીના સંબંધમાં વધુ પડતી અપેક્ષાઓ જ દુ:ખનું મૂળ છે. જુદા પ્રકારની પરંતુ અપેક્ષાઓ બંને પક્ષે હોય છે. અને એ પૂરી કરવાની ક્ષમતાના અભાવે સાચો આનંદ દૂર રહે છે ! એ આનંદની કમી પૂરવા પતિ કે પત્ની પોતાના ગમા – અણગમાને શરણે થઈ સ્વકેન્દ્રી થતા જાય છે અને પરસ્પર ગુંથાઈ શક્તા નથી. જાગૃતિના પક્ષે પણ બીજા પ્રકારની કંઈક અપ્રગટ અપેક્ષા અને અસંતોષ હોઈ શકે છે. વિક્રમે સહિષ્ણુતા રાખી જાગૃતિની મર્યાદાઓ સમજીને જ અપેક્ષાઓ રાખવી એ જ એક મધ્યમ માર્ગ જણાય છે.

 8. Maheshchandra Naik ઓગસ્ટ 16, 2009 પર 5:30 પી એમ(pm)

  It is the NORTH AMERICAN LIFE STYLE, it will be more worsen day by day, it seems, where there is NO UNDERSTANDING between HUSBAND & WIFE…………..Thanks, Shri Sureshbhai for bringing the presentday story of our own families, everywhere, even in India…………….

 9. Capt. Narendra ઓગસ્ટ 16, 2009 પર 7:44 પી એમ(pm)

  વાત ધ્યાનપૂર્વક વાંચી જતાં મને કેટલીક વાતો સ્પષ્ટ જણાઇ આવી. એક તો લેખકનો વિક્રમ પ્રત્યેનો પ્રેમભાવ. બીજું, એક નિ:સ્પક્ષ વાચક તરીકે મને વિક્રમ-જાગૃતિના સંબંધમાં સ્નેહ કે સહિયારાપણું જરાય ન દેખાયું: “અલબત્ત આ બધા ખર્ચા વીક્રમની બચતમાંથી જ નીકળતા. જાગૃતી એની આવકમાંથી ઘર ખર્ચ માટે રાબેતા મુજબની રકમ આપતી.” રાબેતા મુજબની રકમ? આ રાબેતો કોણે નક્કી કર્યો હતો? વિક્રમે? પતિ-પત્નીમાં આવી જુદાઇ ક્યારથી હતી? આ જ વાત ઘરકામમાં કરવામાં આવેલી water-tight વહેંચણીમાં જણાઇ. વાર્તાનું સૂત્ર જોતાં એવું જણાય છે કે જાગૃતિ રાબેતા મુજબ ‘જેમનું કામ તેના પર છોડી’ ગઇ. જેનું જીવન ‘રાબેતા’માં વહેંચાયું હોય ત્યાં તેનો શો દોષ હતો? જે ઘરમાં કામની, ખર્ચની અને કરકસરની સખત વહેંચણી કરવામાં આવી હોય, ત્યાં વિક્રમનું વલણ મને યોગ્ય ન લાગ્યું. એણે ક્રોધ કરવાને બદલે શાંતિથી જાગૃતિ સાથે વાત કરવાની જરૂર હતી. અહીં સુધીરભાઇનું ઠરેલપણું ઘણું ગમી ગયું. તેમ છતાં પુત્રનું વલણ જોઇ તેઓ પણ ફસડાઇ પડ્યા!

  આશ્ચર્યની વાત તો એ લાગી કે વિક્રમ કેટલા સમયથી તેના બધા જ વીક-એન્ડ અને રજાના દિવસો ઘરની મરામતમાં લગાડતો હતો? પોતાની પત્નિ સાથે ભાવનાત્મક bonding માટે કેટલો સમય આપતો હતો? જ્યાં પતિ પૈસા બચાવવા સમગ્ર ફાજલ સમય મજુરીમાં ગાળતો હોય, અને પત્નિ કંટાળીને એકલી જ ટીવી પ્રોગ્રામ જોતી હોય તથા વિડીયો ગેમ રમતી હોય ત્યાં પારિવારીક જીવનનો આનંદ ક્યાંથી હોય?
  વાર્તામાં લેખકે ક્યાંય અણસાર નથી આપ્યો કે પતિ-પત્નિ વચ્ચે વિચારોની આપ લે, પ્રેમસંવાદ અને એકબીજાની જરુરિયાતો જાણવાનો કોઇ પણ પ્રયાસ થયો હોય. આમાં પહેલ કોણે કરવાની જરૂર હતી? મને રેખાબહેન સિંધલની વાત સો ટકા સાચી લાગી. અપેક્ષા ત્યારે જ દુ:ખ પહોંચાડે જ્યારે સામી વ્યક્તિ બીજાની અપેક્ષાથી અણજાણ હોય. વિક્રમની અપેક્ષા કે તેણે તનતોડ મહેનત કરી છે તો વાસણ ડીશવૉશરમાં મૂકવાનું કામ જાગૃતિ કરે, તેના કરતાં તેણે પોતાની પ્રિય પત્નીને જરા’ક પ્રેમથી કહ્યું હોત, “ડાર્લીંગ, અમે થાકી ગયા છીએ તો આજે વાસણ ડીશવૉશરમાં મૂકી દઇશ?” તો બધા પ્રશ્નો ત્યાંજ છૂટી ગયા હોત. સુધીરભાઇ આઘાતમાંથી બચી ગયા હોત. વિક્રમ ક્રોધ નામના શત્રુના કોપમાંથી બચી ગયો હોત.
  લગ્નજીવનમાં વાર્તાલાપ -communication કેટલું અગત્યનું હોય છે તેનો આ સરસ દાખલો છે.

 10. dhavalrajgeera ઓગસ્ટ 16, 2009 પર 9:26 પી એમ(pm)

  Some thing to learn and live this story in life!

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

 11. Mehul ઓગસ્ટ 17, 2009 પર 1:57 એ એમ (am)

  કેપ્ટન નરેન્દ્રના વીચારો સાથે સહમત થાઉં છુ. આપણો સમાજ હજુ પુરુશ પ્રધાન છે, અને એવી પરીસ્થીતીમા ઘરમા પારદર્શીતા, સદભાવના જાળવવાની વીશેશ જવાબદારી ખરેખર પુરુશ પર છે. નવા જમાનામા સ્રીઓ પરનો અત્યાચાર સુક્ષ્મ બન્યો છે, જેમકે એ કામઢુ નથી, એ વધુ પડતી બહીર્મુખી છે, વગેરે વીશેશણો…

  પણ સંબંધોમા અંતેતો વધુ પડતી અપેક્ષાઓ જ તકલીફ પહોંચાડતી હોય છે. બુધ્ધની ઘણી બધી વાતો ઘણી જ વ્યવહારુ લાગે..

 12. Jayendra Ashara ઓગસ્ટ 17, 2009 પર 5:35 એ એમ (am)

  આ જમાના ની જરુરત છે… સન્વાદ. નાના કુટુમ્બ મા કોઇ ની પાસે પોતાની લાગણી દર્શાવવા કે સામન્ય વાત કરવા નો પુરતો સમય નથી. જ્યારે કોઇપણ મોટા નિર્ણય લેવા ના હોય ત્યારે તમારા જીવનસાથી ની સાથે વાતચીત કારો અને વિશ્વાસ મા લો… એમને તમારા નિર્ણય મા ભાગીદાર બનાવો, પછી જુવો.
  જરુરત વગર કરકસર કરી કુટુમ્બ સાથે જીવ્વા નો આન્નદ ગુમાવવો એ કુટુમ્બ ગુમાવવા બરાબર છે. આ વર્તા મા મને સ્ત્રિ ની સ્વછ્નદતા ઓછી અને જીવનસાથી સાથે સન્વાદ કરવા ની જરુરત વધારે દેખાય છે.

 13. sanjay nanani ઓગસ્ટ 17, 2009 પર 5:37 એ એમ (am)

  વાસણ-કપડાં સાફ કરવામાં વરને મદદ કરે તે આ યુગની આદર્શ પત્ની !!

  લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.

  ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !

  માણસના જીવનનો
  ગુરુત્વાકર્ષણના નિયમ જેવો જ
  એક અફર નિયમ છે –
  આપણે વસ્તુઓને વાપરતાં
  અને માણસોને પ્રેમ કરતાં
  શીખવું જોઈએ;
  નહીં કે –
  માણસને વાપરતાં
  અને
  વસ્તુઓને પ્રેમ કરતાં.

  દુશ્મન તો ડાહ્યો ભલો, ભલો ન મૂરખ મિત્ર;
  કદરૂપી પણ કહ્યાગરી, નહી રૂપાળી ચિત્ર.

 14. Arpan Bhatt ( Great Britaine) ઓગસ્ટ 17, 2009 પર 8:20 એ એમ (am)

  This story suggests us the importance of human values and good understading between both the persons can change thier day to day life very positively.

  Norbury, London

 15. Vipin ઓગસ્ટ 17, 2009 પર 9:48 એ એમ (am)

  Their’s marriage is a marriage of convenience. No harmony, no true love. The main purpose of any marriage is progeny. When there is a failure on this count, it is difficult to judge whom to blame.
  In general for Indians and for Gujaratis in particular we are too calculative and money-oriented.

 16. Ullas Oza ઓગસ્ટ 17, 2009 પર 12:49 પી એમ(pm)

  Life is “to live togather” – wether it is with parents, brothers / sisters or with wife and children. This requires “understanding” the needs of the others which can come thro’ open communication. The lack of such understanding can ruin the life.
  “Live and let Live with LOVE !!

 17. Ramesh Patel ઓગસ્ટ 17, 2009 પર 1:57 પી એમ(pm)

  problems begins with more expectation
  than our own limits.
  This is a gift of American life,you have
  to extract out everything forgetting
  real happiness.
  BICHAARA BOTH.

  Ramesh Patel(Aakashdeep)

 18. Devang Vibhakar ઓગસ્ટ 17, 2009 પર 11:33 પી એમ(pm)

  શું વિક્રમ ગુસ્સે થઇને તેની પત્નીને કહેશે તો તેણી સુધરી જશે? મનેતો નથી લાગતુ, સિવાય કે ખુદ જાગ્રુતીના હૈયામાં કરુણા ઉપજે, જેમકે એ એવુ વિચારેકે સુધીરભાઇને બદલે તેના પોતાના પપ્પાએ વાસણ ધોવા પડતતો? તો જ કદાચ વિચારોમાં પરિવર્તન આવી શકે.

  વિક્રમએ ગુસ્સાથી નહિ પરંતુ પ્રેમથી જાગ્રુતીને જીતવી રહિ.

 19. Jayendra Ashara ઓગસ્ટ 18, 2009 પર 5:03 એ એમ (am)

  આપણો પુરુષ પ્રધાન સમાજ ક્યારે સુધરશે? તમે સૌ સહમત હશો કે…”સ્ત્રિ શીક્ષિત હશે તો બાળકો શીક્ષિત થશે”… અને જો સ્ત્રિ શીક્ષિત હશે તો સમાન હક્ક માગશે. લગ્ન જીવન એટ્લે સમાન હ્ક્ક અને ફરજ. આપણે જો નિઃપક્ષતા થી જોઇએ તો આધુનીક સમાજ મા સ્ત્રિ જેટલી ફરજો બજાવે છે, એટલી ફરજ પુરુષો નથી બજાવતા… અને ઉપરથી સ્ત્રિ ને નિમ્ન કક્ષા ની ચિતરવા મા આન્નદ પામે છે.
  અહી રજુ કરાયેલા મન્તવ્યો તટ્સ્થ નથી… જોઇને દુઃખ થાય છે. જયારે સમાજ સ્ત્રિ ને સમાન સમજશે ત્યારે સમાજ ની પ્રત્યેક દીશા મા પ્રગતિ નિશ્ચિત છે.

 20. Asmi ઓગસ્ટ 20, 2009 પર 9:07 એ એમ (am)

  The most balanced views are that of Capt. Narendra.

  Sudhirbhai should not only view from Vikram’s angle but also from Jagruti’s angle.

  Why there is so much formalities between man and wife? Wh is doing what and who is contributing how much for running house. It seems they are living like teenage house sharing boyfriend and girlfriend! It is more of an American culture (not Indian at least) with its so called independent life values.

  It seems, Vikrma’s priority is money, house and materialistic means even at cost of weekend quality time. After working hard for year, going for a week and two on holiday is simply a donkey business. One can have holiday like quality time and freshness in his/her daily schedule if one is satisfied in just sufficient money to live nicely.

  There is no mention about Vikrma and Jagruti’s age and kids. Just for earning and better stability, if Vikram is not allowing Jagruti to have kids then this may have some implications (like Jagruti being more isolated, playing video games etc) on their relationship.

  There are so many tips/comments that Mr Jani should make available to Sudhirbhai, Vikram and Jagruti for one to one discussion.

 21. Sushama ઓગસ્ટ 20, 2009 પર 10:37 એ એમ (am)

  Despite being a woman, I would frankly say that all commentors have taken a traditional pro-woman approach. None has bothered to notice her indifference in governing of house/ family.
  This is a typical approach of half educated , modern women.
  This is a very good srory reflecting the wrong direction many women are drifting. Mostly , the woes of women of earlier generations have swung the balance in this extreme direction.

 22. Digant Jani ઓગસ્ટ 26, 2009 પર 9:56 એ એમ (am)

  I think, Jagrutibahen, she needs to live in India for few years, to understand roles & importance of “Nari” as per Indian Culture.

 23. "Dhavalrajgeera" સપ્ટેમ્બર 2, 2009 પર 8:14 પી એમ(pm)

  અપેક્ષાઓ જ દુ:ખનું મૂળ છે

 24. jennie મે 25, 2010 પર 1:09 એ એમ (am)

  First of all thanks a lot Sureshji for sharing this true story. I read this story couple of times before writing this comment.

  1) What Vikram should do?
  My View:: I dont have idea whether this marriage is arranged or not and whether they have any kid. So taking general assumption of arranged marriage, I would say, Vikram’s attitude was that of normal man, but if he would have put extra effort to communicate with his wife and explain her his situation.
  Now it is not clear that whether she is caring or not. Her attitude to keep things on others was part of nature. Was she like this since the day they married?
  If answers to these question are yes, then nothing can happen, he had married without knowing her properly.
  But if the answer to any or all are negative then, definitely she will understand the situation. It may happen that she would have adopted this attitude deliberately for some reason.

  2) One thing to note is, neither husband nor the wife kept their expectations aside and ever tried to tell what they want from each other. Today living in nuclear family, we have forgot how to deal with each other and work as a team. To make a team, a lot of patience, co-operation, understanding and attitude to let go issues is needed. If you stick on some issue in your mind and expect other to read your mind and act accordingly, it is very difficult co-ordinate then.

  3) the first condition to be husband and wife is to be friend. They should be able to tell worst thing to each other as it is without adding or tempering facts. That is truth is must to get trust and trust is must to build a relationship.

  4) Vikram’s attitude to save and bring happiness or things at home is good, but at the same time he should communicate his feelings with his wife. At the same time, his wife, should spend some part of her head and all parts of her eyes to see that he is working hard to build 4 walls. Its her moral duty and responsibility to make those 4 walls house.

  Chako chokha no dano lave, chaki mug no dano lave, pan khichdi to chaki ej banv va ni hoy.

  5) Both have missed at a point. He missed communication and she missed to be a wife. Both were living together. According to me this is called “live-in” relationship. Being a human being she should have considered his hard working attitude, and attitude to save wherever necessary.

  6) marriage is to learn good things from other person and correct other with love, care and attention whenever required.

  According to me, both of them should first learn to spend at least one hour with each other in a day. In this hour there should not be only and only physical relationship. Rather physical relationship should not be there, priority should be given to know each other’s heart, thoughts and they should talk with each other. Then they should try to do what each other likes. I think if they do this, for sure there will not be any heat wave between them.

  ** Remember, our elders use to make us eat with whole family. Why? put your thought you will know why or else read my blog.
  ** Remember, when dad use to get mom will become silent and listen everything, she will do whatever he wishes at that moment, then she will cook his favorite dish, and while eating when she notices that his anger have come down, she will smartly put her views. Some times accepting defeat is equivalent to win situation.

  I hope soon I will be able to publish “yatra” reading that book I believe answers to many questions will be received.

  Thanks to Captain uncle and Sureshji.

  Captain uncle gave me good thoughts and views.

  • સુરેશ જાની મે 25, 2010 પર 7:30 એ એમ (am)

   તમારો ખુબ ખુબ આભાર . આટલા ઊંડાણથી તમે આ પ્રશ્નનો અભ્યાસ કરી; અત્યંત પાકટ નિદાન કર્યું; તે બદલ આપને સો સલામ.
   Remember, when dad use to get mom will become silent and listen everything, she will do whatever he wishes at that moment, then she will cook his favorite dish, and while eating when she notices that his anger have come down, she will smartly put her views. Some times accepting defeat is equivalent to win situation.
   – જૂની પેઢીની બે ચાર સારી બાબત કહી; તે તમારો નિરપેક્ષ અભ્યાસ બતાવે છે.
   આશા રાખું કે, મૂળ વિક્રમ અને તેના જેવા બીજા અને તેમની પત્નીઓ આ લેખ અને તમારી ટિપ્પણી ધ્યાનથી વાંચી જીવનમાં ઊતારશે – 21મી સદીનાં યુગલો તો ખાસ

  • hirals જુલાઇ 16, 2014 પર 4:53 એ એમ (am)

   Such a thoughtful comment. Agree to all your points.

 25. Sharad Shah મે 31, 2010 પર 7:19 એ એમ (am)

  પ્રિય મિત્રો;
  પ્રેમ્;

  દાદા ભગવાન કહેતા,”જે ભોગવે તેની ભૂલ”. આ વાત પચાવવી બહુ અઘરી વાત છે, પણ સત્ય છે. આપણે જ્યારે પણ પીડાઓ ભોગવીએ ત્યારે સમજવું કે ભૂલ આપણી છે. પછી કારણ અપેક્ષાઓ હોય, લાલચ હોય, કલ્પનાઓ હોય, સ્મૃતિ હોય, સમજણ નો અભાવ હોય કે અન્ય.
  આ કથાના સંદર્ભે વાત કરીએ તો વિક્રમ પીડા ભોગવે છે અપેક્ષાને કારણે ક્રોધની. બાકી તો સંબધોમા જેમ જેમ પ્રેમની બાદબાકી થતી જાય છે તેમ તેમ જે એક સમયે ગુણો લાગતા તે ધીમેધીમે દુર્ગુણોમા પરિવર્તિત થવા માંડે છે. મોટાભાગના પતિપત્નીના સંબંધોમાંથી પ્રેમની મિઠાશ ઉડી જતી હોય છે, પણ બન્ને પક્ષે એકબીજાને નિભાવતા હોય છે કેટલાંય કારણોસર્. બહાર બહાર દેખાવ પણ કરતા રહે છે કે કેટલો બધો પ્રેમ છે અમને એકબીજા માટે.બસ આવા જ મહોરાં પહેરેલા આપણે બધા જ છીએ અને આપણો સાચો ચહેરો પણ ભૂલી ગયા છીએ. પરિણામે આપણે બીજાઓને તો તેમના કૌટુંબિક ઝગડાં કેમ ઉકેલવાં તેની સલાહ આપવામાં નિપુણ હોઇએ છીએ. પણ આપણી પોતાની કૌટુંબિક સમસ્યા સાવ સામાન્ય હોય તો પણ ઉકેલી શકતા નથી. આ કોઈની તરફ ચીધાયેલ આંગળી ન સમજતા, આ મારા પોતાની વાત કરું છૂ. મારી નબળાઈઓ, વ્રુત્તિઓ, મનઃસ્થિતિના અભ્યાસ પરથી કહુ છું. અને મને એ જોતા જોતા એ પણ જણાયૂ કે આવી સ્થિતિ લગભગ બધાની છે પણ કેટલાંકને તેની ખબર નથી કે સ્વિકારી નથી શકતા અને પીડા ભોગવે છે. પણ સ્વિકાર સાથે ઘણી બધી પીડાઓ સમાપ્ત પણ થાય છે તેથી અહીં ઉલ્લેખ કરી રહ્યો છૂં.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

  • સુરેશ જાની મે 31, 2010 પર 7:46 એ એમ (am)

   પચાવવી અઘરી પણ સાવ સાચી વાત.
   જ્યારે માનવ સમાજ અપેક્ષા રહિત થશે; તે ઉત્ક્રાન્તિની તેની દોડમાં સૌથી મોટી હરણ ફાળ હશે.
   કદાચ આ જ કારણે મને હાદઝા લોકો ગમે છે.

 26. dhavalrajgeera મે 31, 2010 પર 8:51 એ એમ (am)

  આશા અપેક્ષા સેવા જીવનમા સ્વભાવિક રીતે જોવા મળે છે.

  બીજા ના માટે પ્રેમ ને સેવા કરવા એ માનવસહજ હોવા છતા, પોતાનો પહેલો વિચાર કરવો એ જીવનો સ્વભાવ છે.

  આ ગુણો વ્યક્તિ ના જીવનમા, કુટુમ્બમા કેવી રીતે વિકાસ પામે છે, ખીલે છે તે માબાપને કુટુમ્બના સભ્યોને બાળક(વ્યક્તિ)ના ગુણગ્રાહી સ્વભાવ પર નિરધારીત છે.

  ને એ સૌના જીવનમા જોવા ને અનુભવવા મળે છે.

  રાજેન્દ્ર ત્રિવેદી

 27. jennie મે 31, 2010 પર 10:51 એ એમ (am)

  Sharadji and Rajendraji,

  My personal experience says, expectations comes itself until you enlighten yourself.
  A wife was expecting, her husband to make 4 walls of house. She was introvert or choose people to communicate. He use to find challenges from opportunities and she find opportunities from challenges. He use to cry on small defeat, while she have swimed across opposite current.

  After marriage she had expected him to be back bone of house. But he made her back bone of house.

  Then she realized, she was expecting something from him which he will never be able to do.

  But it was difficult to avoid expectations like getting financial help, he becoming strong to face difficulties, be in driver seat and behave like a responsible person.

  From her I learned, you have to learn to avoid such expectations. As soon as any expectation comes, just kick that out. You have to put into practice this.

  But question comes, if this snatches your happiness then whats the use of such marriage. Shouldn’t we follow Osho’s view of marriage?

 28. Sharad Shah જૂન 2, 2010 પર 7:23 એ એમ (am)

  Dear Jennieji;
  Love;
  Yes! Expectations are inbuilt and route cause of our misery. But the moment we realize, that I am miserable due my own expectations and desires, the process of happiness starts and we stop blaming others. Several misunderstandings in relations are due to the ignorance, prejudices and ego. Only the right understandings help us to relive from the un-necessary pain. We need to learn to be happy rather then wasting our life in silly things. Every breath is bliss. Enjoy it.
  His Blessings;
  Sharad

 29. Sharad Shah જૂન 2, 2010 પર 7:26 એ એમ (am)

  Expectations and Desires are endless.

 30. Sharad Shah જૂન 2, 2010 પર 7:53 એ એમ (am)

  Dear Jennaie;
  Love!
  You have asked.
  • But question comes, if this snatches your happiness then what’s the use of such marriage.
  The vary purpose of marriage is ruined and it has become a bonding, a slavery, a system to produce child, to satisfy physical sexual and other needs. Read the definition of Khalil Gibran, which is attached. I hope that may appeal you.

  • Shouldn’t we follow Osho’s view of marriage?
  The society is not enough matured to follow views of Osho. But, more the society will become matured, more his views will be accepted.
  His Blessings;
  Sharad

 31. P.K.Davda જુલાઇ 10, 2013 પર 4:57 પી એમ(pm)

  અમેરિકામાં આ પરિસ્થિતિ ઘણાં ગુજરાતી ધરોમાં જોવા મળસે, બલ્કે ઘણાં ભારતીય ધરોમાં જોવા મળસે. ભારતમાં પણ ન્યુક્લીઅર ફેમીલીસમાં આમ થઈ રહ્યું છે. સમયની અસર કહો, સંસ્કારની ખામી કહો, ઉછેરની ખામી કહો પણ હકીકતમાં સમાજમા પ્રવેશી ચૂકેલી બૂરાઈ છે. સંજોગો અનુસાર સાથે મળીને ઘરનું કામ કરે તેમા ખોટું નથી, પણ પરંપરાગત કામની વહેંચણીને ઉલ્ટાવી કાઢવી એ પ્રથમ દૃષ્ટિએ અજુગતું લાગે છે.

 32. hirals જુલાઇ 16, 2014 પર 6:17 એ એમ (am)

  જો કે આ લેખમાં દંપતિ વચ્ચે યોગ્ય સંવાદના સેતુનો અભાવ જણાય છે તેમ છતાં ઉપરછલ્લી નજરે

  તમે વર્ણવ્યા એવા લોકોને ખાસ કરીને એવી સ્ત્રીઓને જોઉં કે ક્યારેક હું મને પોતાને પણ વિચારું (મારા અવગુણોને જોઉં) તો હું ‘સુધા મૂર્તિ’ અને ‘કિરણ બેદી’ ને વિચારું છું. ક્યારેક કોકિલાબેન અંબાણી વિશે વિચારું છું. તેઓને સાંભળીએ તો તેઓ પણ એક વાત કબૂલે છે કે ‘સ્ત્રી શિક્ષણ’ વધ્યું છે પણ ‘સ્ત્રીની સહનશીલતા અને સમજદારી’ ઘટી છે.

  આ એક વાક્યમાં તેઓ જાણે પોતાના જીવનના સંઘર્ષકાળમાં જીવેલી સહનશક્તિ અને સમજદારી યાદ કરતાં હોય તેમ લાગે.

  ધીરુભાઇ અબજોપતિ થયા એ પહેલાં સાવ સામાન્ય હતાં અને ત્યારે કોકિલાબેન પણ ઘરકામનો બધો ભાર વેંઢારતા જ હશે ને! પૈસો આવ્યા પછી પણ પૈસો જીરવ્યો હશે ત્યારે જ બેઉ સંતાનો બધો કાર્યભાર સંભાણી શક્યા ને? (બાકી ઘણાં મીલમાલિકોના ઘણાંનાં દાખલા સામે છે કે એમનાં સામ્રાજ્યો એમનાં કુપુત્રોના લીધે નાશ પામ્યા અને તેમાં એમની માતાઓ જ જાણે અજાણ્યે જવાબદાર હોય છે.)

  સુધા મૂર્તિ પોતે ભણેલા ગણેલા અને શિક્ષિત પરિવારમાં ઉછરેલાં, ને તોયે સિલ્કની પહેલી સાડી એમણે પોતાના લગ્નમાં પહેલીવાર ખરીદેલી. તેઓ સોનું ક્યારેય પહેરતા નથી. (સાઉથમાં સોના માટે ઘણી બધી બદીઓ પ્રવેશેલી છે). તેઓએ તિરુપતિ ગયા ત્યારે ‘પોતાને માટે હવે કાંઇ પણ ખરીદી નહિં કરવાની બાધા લીધેલી’. સેલ પાછળ ઘેલી સ્ત્રીઓ આવા ઉત્તમ ત્યાગના અને સાદગીના ગુણને શું સમજે?
  નારાયણ મૂર્તિ તો કેટલાં સામાન્ય ને ગરીબ ઘરમાંથી હતા? સૂધામૂર્તિને ઘરમાં ભળી જવું પડ્યું હશે ને અઘરું પણ પડ્યું હશે ને સહન પણ કર્યું હશે.

  એવું જ કિરણબેદીનું આટલી બધી પોસ્ટીંગ અહિં – તહિં કરવી પડેલી જે પરિવારમાં મિત્રતા કેળવ્યા સિવાય શક્ય કેવી રીતે બને? એમ એમનાં વક્તવ્યમાં સાંભળેલું. અને આ વક્તવ્ય તેમણે ‘ગુગલ’ માં યંગ જનરેશનને કરેલું.
  —–

  એક બીજી વાત પણ એટલી જ સાચી જણાય છે કે સ્ત્રીઓની ‘વધુ પડતી’ ટાપક-ટીપક, અદેખાઇ, ઇર્ષા, આળસ અને મોટાઇને કારણે પણ ભારતમાં ભ્રષ્ટાચાર ઘણો વધ્યો છે.
  જો સ્ત્રી ઘરમાં ઉપરની આવકનો વિરોધ કરે અને સાદગીથી જીવે તો આટલી હદે મૂલ્યોનું અધઃપતન જ ના થાત.

  અને એ પણ એટલું જ સાચું છે કે પુરુષ સ્ત્રીના બહારી સૌંદર્ય અને દેખાવની ડીગ્રી જોઇને ઘણીવાર થાપ ખાઇ જાય છે. એમાં એમનો પણ એટલો જ વાંક ગણાય.
  —-

  અત્યારે એક બીજો વાયરો પણ વાયો છે કે ડૉ, એન્જીનીયર, સી.એ, એમ.બી.એ જ જોઇએ છે (દેખાવડી તો હોવી જ જોઇએ, એટલીસ્ટ સાયન્સ ગ્રેજ્યુએટ તો જોઇએ જ.) (છોકરીઓ.માં આ પ્રોફેશનલ ડીગ્રી ઉપરાંત સારી કુળવધુ બનવા ઘણી કાબેલિયની જરુર હોય છે) પણ સમાજની આ પણ એક વિચારધારા છે.
  બોલો જ્યારે લોકો કુળવધુના ગુણ કરતાં બાહ્ય વસ્તુઓ પર વધારે પડતું ધ્યાન કેન્દ્રિત કરે ત્યારે તેઓ જાતે કરીને જ ‘કુહાડી પર પગ’ રાખે છે એમ થાય.

  Of course very poor OR lower middle class may have different picture , but upper middle and rich class women are more than liberated.

  • hirals જુલાઇ 17, 2014 પર 12:38 પી એમ(pm)

   સહન કરવાની વાત એટલે અહિં દૂર પણિહારે પાણી ભરવા જવું, કે દળણું દળવું, કે ઘેર વગર નોકર ચાકરે બસ કામ જ કામ કર્યા કરવું એવો સ્થૂળ અર્થ નથી.
   સહન કરવું એટલે નવા પરિવારમાં આપણને ના ગમતી વાતમાં કે ના ગમતા પાત્રો સાથે પણ ગમ મારીને સંબંધોની મર્યાદા જાળવવી કે શાંતિથી સમાધાન કરવું, જતું કરવું. હા કોઇ અત્યાચાર સહન ના જ કરાય.
   પણ વસ્તુ પરિસ્થિતિને લાંબા દ્રષ્ટિકોણથી વિચારી એમાં મધ્યમ માર્ગ અપનાવવો એવો સૂક્ષ્મ અર્થ મારી બુધ્ધિ કરે છે.

 33. mdgandhi21 નવેમ્બર 1, 2014 પર 11:32 પી એમ(pm)

  શ્રી નરેન્દ્રભાઈ કેપ્ટનના વિચારો સાથે હું સંપુર્ણપણે સહમત થાઉં છું… જો તમે પત્ની સાથે લાંબા સમય સુધી પણ કોઈ પણ પ્રકારે ઇન્વોલ્વ ન થાવ, તેને કોઈ પણ પ્રકારનો સમય ન આપો, અને અમેરીકન રીતરસમ પ્રમાણે એકબીજાના કામ અને પૈસાનો વ્યવહાર વહેંચી લીધા હોય તો, તો પછી તો બન્ને વચ્ચે માત્ર ઔપચારીક સંબંધોજ રહે છે.

  અને ખરી વાત છે, અપેક્ષાઓ જ દુ:ખનું કારણ છે…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: