સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચા તૈયાર છે – ત્રણ અવલોકન

શ્રીમતિ પન્ના રાજાનું વાચિકં –
સાભાર – શ્રીમતિ પ્રજ્ઞા દાદભાવાળા

2009

ચા તૈયાર છે. ટેબલ પર તાજી, ખુશબોદાર ચાથી ભરેલા, પ્લાસ્ટીકનાં ઢાંકણથી ઢંકાયેલા ત્રણ પ્યાલા પડ્યા છે. ચા તો નજરેય પડતી નથી. ચા જેમાં બનાવી હતી, તે વાસણ, ગળણી, સાંડસી, ચમચી વી. રસોડાના સીન્કમાં ઉટકાવાની રાહ જોઈને પડેલાં છે. ગેસનો સ્ટવ કામ પતાવી, ઠંડો પડી રહ્યો છે. ચા-ખાંડના ડબા એમના યથાસ્થાને ગોઠવાઈને પડ્યા છે. વોલ માર્ટમાંથી લાવેલો, એક ગેલનનો, 2% ફેટવાળા દુધનો કેરબો ફ્રીજમાં એના સ્થાને, થોડો ખાલી થઈને, પાછો ગોઠવાઈ ગયો છે. કાચની ડીશમાં બ્રેડના ટોસ્ટ શેકાઈને તૈયાર પડ્યા છે. બાજુમાં માખણના સ્પ્રેડનો ડબો અને માખણ ચોપડવાની છરી પણ હાજર જ છે. રસોડાની ઓલી’પા લીવીંગ રુમના ટેબલ પર,  મારું વહાલું નોટબુક કોમ્પ્યુટર મને લોગ ઈન કરવા આમંત્રી રહ્યું છે.

બધું સમેસુતર જણાય છે. માત્ર ચા પીનારા આવે એની રાહ જોવાઈ રહી છે. મારી પત્ની આરામથી સુઈ રહી છે. દીકરી અને જમાઈ નોકરીએ જવા માટે તૈયારી કરી રહ્યાં છે. બાળકો એમના અલગ અલગ રુમમાં વેકેશની નીંદર માણી રહ્યાં છે.

પણ બે જ મીનીટ પહેલાં? બધું રમણ-ભમણ હતું. તપેલીમાં ચા ખદબદી રહી હતી. ઉભરો આવવાની રાહ જોવાઈ રહી હતી. તપેલીને સ્ટવ પરથી ઉતારી, ચા ગળવા, સાંડસી અને ગળણી હાથમાં તૈયાર રાખેલાં હતાં. ચા-ખાંડના ડબા, દુધનો કેરબો, આદુ ભરવાની રકાબી, આદુ છીણવાની છીણી, ચાના ખાલી પ્યાલા- રકાબી એ બધાંથી રસોડાંનું કુકીંગ પ્લેટફોર્મ ( ગુજરાતી પર્યાય?) ભરચક ભરેલું હતું. ડાઈનીંગ ટેબલની બાજુમાં ગરમ લ્હાય જેવા ટોસ્ટરમાં પાંઉ શેકાઈ રહ્યા હતા. રસોડું આ બધી ચહલપહલથી ધમધમતું હતું.

અને એના કલાકે’ક પહેલાં? રસોડામાં સ્મશાન શાંતી છવાયેલી હતી. આ બધી ચીજો એમના યોગ્ય સ્થાને સોડ વાળીને સુતી હતી. અરે! ચામાં નાંખેલાં ફુદીનાનાં પાન પણ બેક યાર્ડમાં સ્વપ્રયત્ને વાવેલા છોડની ડાળે, સવારના મંદ પવનમાં ઝુલી રહ્યાં હતાં. એ નાનકડું જગત સાવ સ્થીર અને સુષુપ્ત અવસ્થામાં, ગુપચુપ ઘોરતું હતું. ચા બનાવનાર અને પીનાર સૌ પણ ટુંટીયું વાળીને સુતેલાં હતાં.

અને હું આમ ને આમ સમયમાં, પાછો ને પાછો… પાછો ને પાછો… પાછો ને પાછો… સરતો જાઉં છું.

1979

ત્રીસ વરસ પહેલાંની સવાર… અહીંથી હજારો માઈલ દુર, દેશમાં કમ્પનીએ આપેલા, બગીચા અને કીચન ગાર્ડનથી ઘેરાયેલા, વૈભવશાળી બંગલાના ડાઈનીંગ રુમના ટેબલ પર, નાહી ધોઈને તૈયાર થઈ, હું ચા બની ગયાની આલબેલ સાંભળવા આતુર, ગુજરાતી છાપાંની ઉપરછલ્લી મુલાકાત લઈ રહ્યો છું. મારી પત્ની ભમભમાટ અવાજ કરતા, પ્રાયમસ સ્ટવની પાસે, ચા બનાવવાની સવારી ફરજ નીભાવી રહી છે. ચોવીસ કલાક મદદ કરતી કામવાળી બાઈ રસોડામાં શાક સમારી રહી છે. કલાક પહેલાં જ નજીકના ગામડેથી એક સાઈકલ-સવાર 10 થીય વધારે ફેટવાળું, શેઢકડું, તાજું દોહેલું દુધ આપી ગયો હતો; અને કામવાળી બાઈએ અમારા જાગતાં પહેલાં તે લઈ રાખ્યું હતું. તે દુધ ઉકાળ્યા બાદ, ઠંડું થઈને ફ્રીજમાં મુકાઈ જવાની રાહ જોઈ રહ્યું છે. ગઈકાલના દુધ પર તરતી, રોટલા જેવી મલાઈ નીતારીને કાઢેલું સેપરેટ(!) દુધ ચામાં પધરાવાઈ ગયું છે! દસ દીવસમાં ભેગી થયેલી એ મલાઈનું ઘી બનાવવાની સુચના મારી પત્ની કામવાળી બાઈને આપી રહી છે. કામવાળી બાઈએ ખાંડી આપેલા ચાના મસાલાની ડબી ચા–ખાંડના ડબાની બાજુમાં ચમકી રહી છે. ડાઈનીંગ ટેબલ પર હમણાં જ બનાવેલા ગરમાગરમ બટાકાપૌઆં પણ તૈયાર છે.

હાલ ચાલીસ માઈલ દુર ગાડી ચલાવી, નોકરી માટે જતી, દીકરી માત્ર નવ જ વરસની છે; અને ઘરની પાછળ જ આવેલી, પાવર હાઉસની શાળામાં જવા માટે, હજુ ઘણે મોડેથી ઉઠવાની છે. એ એની પરીકથાઓના ખ્વાબોમાં મશગુલ છે. ચાર વરસના, બે જોડીયા દીકરા એમના રુમમાં, આયાની સાથે આરામમાં પોઢી રહ્યા છે.

બાકી ચા તો એવી ને એવી જ બનવાની છે !!

1949

પોળમાં આવેલા ત્રણ માળના મકાનના ભોંય તળીયે, પેટમાં પાંચમું બાળક લઈને ફરતી મારી બહેને ( અમારી બાને અમે બહેન કહેતા ) વહેલાં ઉઠીને, ધુમાડાના ગોટે ગોટથી બળતી આંખો સાથે કોલસાનો ચુલો, માંડ માંડ પેટાવ્યો છે. રેલવે વાયરલેસ ઓફીસમાંથી રાતપાળી કરીને આવેલા બાપુજી છાપામાં ડોકું ઘાલી ચાની રાહ જોઈ રહ્યા છે. અમે ચાર ભાંડુ વચલા માળે, લાઈનમાં પાથરેલી પથારીઓમાં મીઠી નીંદર માણી રહ્યાં છીએ.

હમણાં જ બાજુની પોળમાં રહેતી રબારણ બાઈ, પીત્તળના બોઘરણામાં તાજું જ દોહીને કાઢેલું, પણ દીલ દઈને પાણી મેળવેલું (!) દુધ આપી ગઈ છે. માપ-પ્યાલી કરતાં અડધી પ્યાલી વધારાની નાંખીને ઉપકારનો ભાર ચઢાવી, તે હમણાં જ વીદાય થઈ છે. અહીં કોઈ કુકીંગ પ્લેટફોર્મ નથી. ચા બનાવવાની બધી સામગ્રી બહેને ઉભા થઈને પાછલા રુમમાંથી લાવી, પોતાની ડાબી બાજુએ ગોઠવેલી છે. સામેની ભીંતના લાકડાના ટોડલા  પર, મોંસુઝણું થતાં હમણાં જ બુઝાવેલું ફાનસ લટકી રહ્યું છે; જેના સહારે ગઈકાલે સાંજે પાટી પેન પર મેં એક્ડૉ અને બગડો ઘુંટ્યા હતા.

પણ એ ચા અમારે માટે નથી. પેટે પાટા બાંધીને, બેય ટંક છોકરાંવને દુધ જ પીવડાવવું, અને પીવડાવવું જ – એવો નીયમ બહેન , બાપુજીએ રાખેલો છે. થોડે દુર પીત્તળના, જાતે કલાઈ કરેલા ડબામાં ગઈકાલની વધેલી રોટલીમાંથી બનાવેલા ખાખરાનો નાસ્તો ગઈકાલ સાંજથી તૈયાર થઈને સંઘરી રાખેલો છે : અમ ચાર ભાંડુ માટે, દુધ સાથે ખાવા માટે.

ચા બની ગયા બાદ, ગેસનો સ્ટવ કે પ્રાયમસ ટાઢા પડી ગયા; તેમ કોલસાનો ચુલો ટાઢો પડવાનો નથી. એને તો બધી રસોઈ બની જશે પછી જ આરામ મળવાનો છે.

બાકી અહીં પણ ચા તો એવી જ બનવાની છે.

ત્રણ ચા ..
એક માની બનાવેલી,
એક પત્નીએ બનાવેલી
અને…..
એક જાત મહેનતની.

સાચું કહું?
આજની ચા વધારે મીઠી લાગે છે!

મારી બનાવેલી છે, માટે નહીં-

આજની છે માટે! 

હું ચાના પ્યાલા પર ઢાંકેલી પ્લાસ્ટીકની ડીશ બાજુએ મુકું છું. એની પર ચાની વરાળ ઠરીને બાઝેલાં પાણીનાં બીંદુઓમાં મને બહેનની આંખમાંથી સરતાં, ધુમાડો સહેવાના કારણે નીકળેલાં, અશ્રુઓ દેખાય છે.

58 responses to “ચા તૈયાર છે – ત્રણ અવલોકન

  1. Chirag Patel ઓગસ્ટ 21, 2009 પર 4:17 પી એમ(pm)

    ક્યા ખુબ… આજ જીન્દગીની સવારી છે, ત્રીઅંકી નાટક…

  2. Ullas Oza ઓગસ્ટ 22, 2009 પર 9:22 એ એમ (am)

    This is story of people like us who are 60+. Today’s generation has NO TIME for a cup of tea. They can fill the cup and carry with them in the car and have it while driving – really missing the flavour and “chuski” of the tea we enjoyed and still like to enjoy !!
    Good reminder of “Past” & “Present”.

  3. Dr Pravin Sedani ઓગસ્ટ 22, 2009 પર 9:24 એ એમ (am)

    wah!!dhumadiya chula thi microwave sudhi ni safar!Atit na ovarethi–

  4. અક્ષયપાત્ર ઓગસ્ટ 22, 2009 પર 9:50 એ એમ (am)

    માની બનાવેલી ચામાં લિજ્જત વધારે હશે તો પત્નીની ચામાં કદાચ ધુમાડા વધારે હશે પણ જાતે બનાવેલી ચામાં વિશેષ આનંદ હોય તો માનવુ કે જીવન સફળ છે.

  5. Bharat Shah ઓગસ્ટ 22, 2009 પર 10:05 એ એમ (am)

    ભાઇશ્રી. સુરેશભાઇ,
    જાત મહેનત ચડે, કે પત્નીની ચા ચડે, કે માતાની, એ વાત જવા દઇએ, પણ તમારી અા કૃતિની યોજના જૂદી જ જાતની છે, અને તે સર્જનાત્મકતાથી સભર છે. હજુ તો મારે એ કૃતિ વાંચવાની બાકી છે, પણ એ વાંચીને પણ મારી ખુશીમાં હવે વધારો થઇ શકવાની શક્યતા નથી.

  6. મુનિ મિત્રાનંદસાગર (Muni Mitranandsagar) ઓગસ્ટ 22, 2009 પર 10:40 એ એમ (am)

    કોઈક જમાનામાં ‘મા’એ ચા ન બનાવી આપી હોત તો આજવાળી ચાને આ જ રીતે વખાણી શક્યા હોત?

    ‘કૂકિંગ પ્લેટફોર્મ’નો પર્યાય ‘રસોઈ-ઓટલો’ થઈ શકે. ‘ભદ્રંભદ્ર’ જેવું લાગે છે ને!

  7. Shah Pravinchandra ઓગસ્ટ 22, 2009 પર 10:46 એ એમ (am)

    ત્રણે ય કપ ગટગટાવી ગયો.
    બહુ સારુ લાગ્યું.

  8. Chiman Patel ઓગસ્ટ 22, 2009 પર 10:52 એ એમ (am)

    Dear Sureshbhai,

    Visited your site today after a long break.

    No doubt, you have now captured a unique style of writing. The important thing is to bring back the past in one’s own mind which some of us do. The more important and special thing is that very few, like you, can described the past with the present similar situation for others to read and enjoy.

    I wanted to write the above in Gujarati but have had the same problem mentioned to you in the past. You may have guided me on this but it didn’t work for me. Hope, you let me know again in a lay man way.

    Enjoyed the article, particularly, I also prepare my own tea with a fresh green tea leaf from my garden and the same breakfast item prepared by me every week end. I enjoy my tea and drink my breakfast while wife is in deep week end morning sleep!

    Chiman Patel “CHAMAN”

  9. Capt. Narendra ઓગસ્ટ 22, 2009 પર 11:11 એ એમ (am)

    વાહ, સુરેશભાઇ, તમે મને ત્રણે’ય ભવમાં લઇ ગયા અને દરેક જગ્યાએ ચાનો આસ્વાદ લીધો. પહેલી ચા – બાપુજીના સમયે બાએ બનાવેલી ચા બાપુજીના ખાસ ક્રાઉન ડર્બીના સેટમાં. બીજી પ્યાલી, ૧૯૪૬માં પિત્તળની ‘અડાળી’ (અમારા મલક કાઠિયાવાડમાં રકાબીને અડાળી કહેતા)માંથી હોઠ દાઝે તો પણ તેની તાજગીનો આનંદ માણીને. ત્યાર પછી અત્યારે…. જીપ્સી ચા બનાવવાની તૈયારી કરી અનુરાધાના પગલાં સાંભળવાની રાહ જુએ છે. જેવો પદરવ સંભળાય, પીજી ટિપ્સની ચા તૈયાર કરે. ત્યાં સુધીમાં ‘રાધાજી આવી પહોંચે અને ત્રણે લોકની યાત્રામાં પીધેલી ચાને યાદ કરી – હિંદીમાં કહીએ તેમ, ચુસ્કી લઇને પતિ-પત્ની ચા આસ્વાદે. તેમાં પણ વચગાળાનો ભવ યાદ આવ્યો: પરિવાર બ્રિટનમાં અને જીપ્સી હિમાલયના પહાડમાં ઠંડીમાં હાડ ગળતા હોય તેવી પરોઢમાં મારો સાથી તોતારામ ‘બેટ-રી’ (બેડ-ટી માટેનો તેનો કાંગડી પર્યાય) લાવે. કાર્નેશનના કન્ડેન્સ્ડ દૂધમાંથી બનાવેલ ઘાટા જેવી ચાનો સ્વાદ લેતા વેંત આંખ ખુલે તેની યાદ, અને આ બધી વાતોનો સાક્ષાત્કાર જીવનમાં પ્રથમ વાર તમારી વાત વાંચીને થયો! ધન્યવાદ!!

  10. B.G.Jhaveri ઓગસ્ટ 22, 2009 પર 11:15 એ એમ (am)

    Sureshbhai,
    Nice presentation!
    Sweetness lies in Present and how do you look at.Teas of sixty years ago and Thirty years ago were as sweet.What was lacking was your invovement in preparation.I always enjoyed self cooked meal.

  11. S R SHAH ઓગસ્ટ 22, 2009 પર 11:37 એ એમ (am)

    Dear sureshbhai,
    I really enjoyed the story and.remembered morning tea time at India.TO-DAY,we have simillar story at USA and TORONTO,we are having morning tea and snack by all family members but missing taste and flavour of mashalawali tea of our time.

  12. સુરેશ જાની ઓગસ્ટ 22, 2009 પર 1:19 પી એમ(pm)

    અહીં ચા મુખ્ય પાત્ર હોવા છતાં સાવ ગૌણ છે !!

    એ તો ભાવની અભીવ્યક્તીનું એક સાધન માત્ર જ છે.
    સ્વાદ ચાનો નથી – માની મમતાનો, જીવનના સતત પરીવર્તન પામતાં જતાં વીવીધ પાસાંઓ સાથે તાદાત્મ્યનો છે.

    આમ જ આપણે જીવનની અનેક નાની મોટી ઘટ્નાઓને મુલવી શકીએ.
    અને ત્યારે એક સમતા ઉજાગર બને કે, જીવન પ્રવાહમાં , જ્યાં હોઈએ ત્યાં એ ક્ષણને માણી લઈએ. એ કદી પાછી આવવાની નથી. મોટી , સુખદ ઘટનાઓથી હરખાઈ ન જઈએ, અથવા મોટી આપત્તીઓથી વ્યગ્ર ન બનીએ – આવો ભાવ બની રહે.

  13. dave.jyotsna ઓગસ્ટ 22, 2009 પર 1:32 પી એમ(pm)

    va-re -va sureshbhai maja padi . i really enjoy.every family missing.

  14. Harish Shah ઓગસ્ટ 22, 2009 પર 1:56 પી એમ(pm)

    Very Interesting. Those of us who are in this country since 60’s know exactly what you are talking and experiencing.
    Very interesting storiy which takes you back and you are day dreaming. Have we done the right thing by being in this country?
    It may be too late to even ask the question.
    Keep sending th stories. We very much enjoy and love to read.

  15. DR. CHANDRAVADAN MISTRY ઓગસ્ટ 22, 2009 પર 2:57 પી એમ(pm)

    Sureshbhai…Nice presentation of 3 Events related to 2 Subject ..TEA !
    I read the Comments & differen OPINIONS for the Post.
    Yet, I seem to see ALL 3 CUPS of TEA with a diifferen prospective.
    Someone wrote tha Self made Tea as the Best..I say, is there is a HRADAYBHAV of acceptance then ALL TEA cups GOOD…..Imagine that you made the tea with a HEAVY HEART & DISLIKE then can it be PLEASEANT then ?
    Just a Thought ! ,>>>>CHANDRAVADAN

  16. કનકભાઈ રાવળ ઓગસ્ટ 22, 2009 પર 5:15 પી એમ(pm)

    જુના અમદાવાદ મા “સાકી અને જામ” ના તો સપના જોવાય એટલે ચા જ માશુક. પણ તેની ચાહના પણ મિઠી એટલેજ તેની સોડમ આટલા વર્ષો પછી પણ મહેકે.

    કીધુ છે કે “શા ઈ શા, બીજા બધા વન વગડાના વા”
    સુરેશભાઈ – ખુબ સરસ

  17. pragnaju ઓગસ્ટ 22, 2009 પર 6:21 પી એમ(pm)

    ચા ખદબદી !
    ચા ખદબદી
    કઠે છે
    સર્વસ્ય ચાહં હ્રુદિ;ની ચાહથી આરાધના કરો
    પછી એક વેંતનો ફાસલો…

  18. bharat Pandya ઓગસ્ટ 22, 2009 પર 10:41 પી એમ(pm)

    Very True. In gujrat day begins with cup of tea.
    Bharatb pandya

  19. Patel Popatbhai ઓગસ્ટ 22, 2009 પર 11:09 પી એમ(pm)

    Dear Jani Saheb

    Chana trija cupma tame bachpan Yad kravava sathe batavyun Aa sathe Cap.Narendrabhai ane surehbhai Jani ni Abhivykti gani sari lagi.

  20. Daksha Jani ઓગસ્ટ 23, 2009 પર 4:46 એ એમ (am)

    I have tasted all three cups with Sureshbhai in India but in this article along with Fidina i get flavor of his heart also!

  21. Daksha Jani ઓગસ્ટ 23, 2009 પર 4:47 એ એમ (am)

    nice article written by a throbbing heart

  22. atuljaniagantuk ઓગસ્ટ 23, 2009 પર 8:09 એ એમ (am)

    માના હાથની, પત્નિના હાથની અને મારી પોતાની બનાવેલી ત્રણેય ચા આજના દિવસે ય પીવા મળી શકે છે તે માટે મારી જાતને નસીબદાર માનુ છું. સાચુ કહું, ત્રણેય ચા માંથી મને એક સરખો જ સ્વાદ આવે છે. ચાલો ત્યારે અત્યારે તો હું બા-બહેન (મારી માતાને બા-બહેન કહું છું) ના હાથની ચા પી આવું.

    ઘણાં દિવસે મળવાનું થયું. આનંદ આવ્યો.

  23. Geeta and Rajendra ઓગસ્ટ 23, 2009 પર 8:55 એ એમ (am)

    Some time think of a friend who made the tea too!
    Drink the tea…….BA CHA PA!!!!

  24. dr.maulik shah ઓગસ્ટ 23, 2009 પર 10:43 એ એમ (am)

    દાદા
    ચા તો ભાઈ સોડમ સભર સંભારણા લઈ આવી…
    એક પરફેક્ટ બ્રેક ફાસ્ટ …
    સુંદરતમ્ રચના..?

  25. B.G.Jhaveri ઓગસ્ટ 23, 2009 પર 11:39 એ એમ (am)

    This aricle remamds me of many forgotten poems, jodakana, kahavat etc.
    I shall be obliged if some of our friends shall be able to complete following:
    Bhai to maro nano ane patle besine Nahyo
    Ato kevi ajab jevi vat chhe;
    Bhai nu nak nanu ane sunghe fool majhanu
    Ato kevi …
    Bhai na kan nana ane sambhale dhamdham sara
    Ato kevi …
    Bhai na pag nana ane dode keva majhana
    Ato kevi …

  26. સુરેશ જાની ઓગસ્ટ 23, 2009 પર 3:05 પી એમ(pm)

    ભાઈ તો મારો નાનો ને પાટલે બેસી નાહ્યો
    પાટલો ગયો ખસી, ને ભઈ તો પડ્યો હસી
    એ તો કેવી અજબ જેવી વાત છે ?

    રાજેન્દ્ર સાથે બોસ્ટનમાં પીધેલી ચા કેમ ભુલાય? અને ઝવેરી સાથે અને દક્ષા સાથે અને ચીમનભાઈ સાથે પણ … આ તો મારા જીવનની ત્રણ જ ઝલક – સ્નેપ શોટ – ચા પીતાં પીતાં આવી ગયાં – અને કીબોર્ડ પર ચઢાવી દીધા .

    બાકી કેટલા બધા મીત્રોનું, સંબંધીઓનું, સમાજનું આપણી ઉપર ઋણ હોય છે? આપણે જે પણ કાંઈ હોઈએ છી, તે એ બધાંને પ્રતાપે જ હોઈએ છીએ. એ વાત કદી ન ભુલીએ તો જ આપણે માણસ.

    પરમાત્માની અસીમ કૃપા કે 66 વરસે , દુનીયાના એક ખુણાની એક્લતામાં આખી દુનીયામાંથી મીત્રોનો આટલો અઢળક અને નીર્વ્યાજ પ્રેમ સાંપડે છે. સૌ વાચક મીત્રોનો ખુબ આભાર.

  27. Devang Vibhakar ઓગસ્ટ 24, 2009 પર 12:09 એ એમ (am)

    “ચા” ને વાંચીને (પહેલીવાર ના પી શક્યો!), એટલુ તો સમજી જ ચુક્યો છુ કે વર્તમાનને ભરપુર માણવો કે જેથી જ્યારે ભવિષ્યકાળમાં તેની યાદ આવે ત્યારે હૈયુ આનંદથી પુલકિત થઇ જાય. સુરેશભાઇ જેવા વડિલ ને જાણ્યાનો તો આ ફાયદો છે જ કે તે સાવ સામાન્યા લાગતી બાબતને લઇને એવી રીતે રજુ કરે છે કે સવારે વાંચવામાં આવી જાય તો દિવસ બની જાય, જેમકે આજે આ ચા વાંચીને થયુ!

    ચાલો ક્યારેક સાથે ચા પીએ!

  28. Govind Maru ઓગસ્ટ 24, 2009 પર 3:55 એ એમ (am)

    સાચું કહું? આજની ચા વધારે મીઠી લાગે છે!

  29. dhufari ઓગસ્ટ 24, 2009 પર 9:48 એ એમ (am)

    શ્રી સુરેશભાઇ
    દુધ ખાંડ વગરની કાળી ચ્હા મારૂં પ્રીય પીણું છે.તોય તમારી ત્રણેય ચ્હા માણી પણ સાથે સાથે મને મારી માતાની યાદ આવી ગઇ જે હું સમજણો થયો એટલે ૧૯૪૭થી આજથી ૨૦ વર્ષ પહેલા સ્વર્ગવાસ સુધી ચ્હાના કપ-રકાબીને અડીને આંખે લગાડી બોલતી “હે કલયુગની દેવી”પછી ચ્હા પીતી.
    અસ્તુ
    પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  30. Arpan Bhatt ( Great Britaine) ઓગસ્ટ 24, 2009 પર 10:56 એ એમ (am)

    Respected Sureshbhai,
    Thank u very much for your sharing your golden memories of three geneations symbolically through the cups of tea.
    We have tested only two cups uptill now and third one is yet to come.
    Keep it up……………….
    when there is a wheel there is a way.
    Thank u…………….

  31. jagadishchristian ઓગસ્ટ 24, 2009 પર 8:18 પી એમ(pm)

    શ્રી. સુરેશભાઈ, જીવનના ત્રણ તબક્કાઓનું વર્ણન સ્વાનુભવના રસપાનથી ખૂબ સુંદર રીતે રજૂ કરવા માટે અભિનંદન. જીવનના ક્રમ પ્રમાણે એને અનુકૂળ થઈ જે જીવે તે હંમેશા આનંદમય રહે છે એ વાત તમે સાબિત કરી. સાથે સાથે નવા આધુનિક ઉપકરણના આગમન અને ઉપયોગના મહત્વને પણ વણી લીધું. તથા ઉંમર વધવાની સાથે આરોગ્ય પ્રત્યેની વધતી કાળજી અને સભાનતા-જાગરૂકતા પણ સહજ રીતે ગૂંથી લીધી. સ્વાવલંબી બનવાની શીખ સાથે એ પણ સૂચવી દીધું કે “રાતે વહેલા જે સૂઈ વહેલા વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર”. જીવનના કોઈ પણ તબક્કે સ્વાવલંબી હોવું જરૂરી છે. કોઈ પણ કામ જરૂરિયાત, ફરજ કે મજબૂરી સમજી કરીએ તો એમાં આનંદ નથી હોતો અને એ કામ ખીલી નથી શકતું. અને એમાં પણ જ્યારે રસોઈની વાત આવે તો એમાં સ્વાદ નથી હોતો કારણ એમાં વહાલની ઊણપ હોય છે. બા, બહેન, બૈરી (પ્રાસ બેસે છે એટલે આ શબ્દપ્રયોગ કર્યો છે) કે બેટીની રસોઈમાં વહાલપ હોય છે એટલે ગમે છે. કોઈ સંજોગ કારણે તમારા ઘર તરફ આવવાનું થશે તો શુક્રવારે તમારા હાથની, શનિવારે તમારી પત્નીના હાથની અને રવિવારે તમારી પુત્રીના હાથની ચા માણવી પડશે. (આ તો જુઓ મેં મારી જાતેજ તમારા ઘરે આવવાનું આમંત્રણ લઈ લીધું!)

  32. સુરેશ જાની ઓગસ્ટ 25, 2009 પર 8:42 એ એમ (am)

    જગદીશભાઈના વહાલથી મન પ્રસન્ન થઈ ગયું.

    એમને જ નહીં પણ સૌ વાચકોને ચા પીવા અને ચાહ પીવડાવવા પધારવા આગ્રહભરી વીનંતી.

  33. himanshupatel555 ઓગસ્ટ 25, 2009 પર 7:01 પી એમ(pm)

    nana anubhavmaa j jindgi smajvaani moti vaat smaayeli che, kevl olkhvaani jarur che.
    surshbhai meet me @ http;//himanshupatel555.wordpress,com
    thank you

  34. mrs urvi uttam padhiar ઓગસ્ટ 27, 2009 પર 4:49 એ એમ (am)

    thanks suresh bhai for this wonderful artical. I realy enjoyed the story it is like a journy through three diffrrent era

  35. anjalee ઓગસ્ટ 27, 2009 પર 11:31 એ એમ (am)

    are kaka,tame to aankh ma pani lavi didha.sarangpurnu ghar,aec colony ane aaje us traney ek sathe aankh same aavi gaya.

  36. arvind adalja ઓગસ્ટ 28, 2009 પર 3:42 એ એમ (am)

    શ્રી સુરેશભાઈ
    તમે તો મને મારું બાળપણ યાદ કરાવી દીધું. આપે લખ્યા મુજબ મારી બા પણ ચા ચૂલા ઉપર બનાવી અમને બાળકોને પીવડાવતી હતી. પછીતો ઘોંઘાટીયા સ્ટવ આવ્યા અને બાદ આવ્યા વાટ વાળા સ્ટવ ગેસના ચુલા તો લગભગ 1956 આસપાસ ચાલુ થયા પણ અમારે ત્યાં આવ્યા 1962માં. અને પછી તો ચા પણ બનાવી સહેલી થઈ પડી. ચા પીવાની જે લહેજત ત્યારે હતી તે આજે એકલા એક્લા નથી આવતી. ખેર ! સમય સમયનુ કામ કરતો જ રહે છે આપણે તો માત્ર પ્યાદા બની શાક્ષી બની ભોગવતા રહીએ છીએ ! ખરું ને ?
    સ-સ્નેહ
    અરવિંદ

  37. Maheshchandra Naik ઓગસ્ટ 28, 2009 પર 4:14 પી એમ(pm)

    genaration to genaration upliftment of life is the growth & progress, your life style of three different age gives immense pleasure for everyone at different stages of life GREAT, Shri Sureshbhai,

  38. pravinash1 સપ્ટેમ્બર 2, 2009 પર 5:44 એ એમ (am)

    I drink TEA may be for last 50 Years. Never got addicted. I just enjoy. T- Truth
    E- Enjoy
    A- Appriciate
    Have that feelings and see what happens?

  39. Pingback: Tea – three observations « Expressions

  40. Pingback: બોર્ન્વિટા – બે અવલોકન « હું સાક્ષર..

  41. saksharthakkar સપ્ટેમ્બર 4, 2009 પર 1:08 પી એમ(pm)

    આ પોસ્ટ પર થી પ્રેરાઈ ને મેં પણ કંઇક લખ્યું છે…અને આપ ના આ લેખની લીંક મારા બ્લોગ પર આપી છે

  42. bharat joshi ઓક્ટોબર 11, 2009 પર 12:43 પી એમ(pm)

    દાદા,
    ૧૯૭૯ની ચા મારા મતે BEST સ્વાદ વાળી છે.
    -ભરત જોશી

  43. Nikita ઓક્ટોબર 30, 2009 પર 8:19 પી એમ(pm)

    Hmm, Sureshbhai – wonderful writing. Do you prepare the tea for the whole family? That would be really a nice experience.

  44. Pingback: Tea is ready « Tusharbhatt’s Blog

  45. Pingback: કુકિન્ગ પ્લેટફોર્મ – એક અવલોકન | ગદ્યસુર

  46. Pingback: અવલોકનહીન – એક અવલોકન! « ગદ્યસુર

  47. readsetu નવેમ્બર 20, 2011 પર 8:21 એ એમ (am)

    aa agaau vaanchelu chhe. atyant sparshee jaay evi anubhuti..

  48. Pingback: રજવાડી સિરિયલ – એક અવલોકન « ગદ્યસુર

  49. hirals ઓક્ટોબર 26, 2013 પર 7:07 એ એમ (am)

    ત્રણ ચા ની દાસ્તાન. લેખના

    સમયને સથવારે ચાલતી જીવનની નૈયા.

    આપણા અમદાવાદી રસોડાના પ્લેટફોર્મ ને મારા સાસરે વટ્ટો કહે છે.

  50. Pingback: રસોઈ અને ધ્યાન! | સૂરસાધના

  51. Pingback: ચાના કૂચા – એક અવલોકન | સૂરસાધના

  52. Pingback: નાન ખટાઈ | સૂરસાધના

  53. Pingback: Tea is ready | Expressions

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: