સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 33 વ્યુહ રચના

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————

ખાનના તંબુમાં બધા સરદારો ભેગા થયા હતા.

ખાન :” મીત્રો! તમને બધાને ભુલાએ કરેલી બહુ જ અગત્યની શોધ વીશે ખબર છે. આ શોધ વગર આપણે આખી સેના આ દુર્ગમ પર્વતને પાર ન જ કરી શકત. હું આપણા બધા વતી ભુલાને આ માટે મુબારકબાદી આપું છું. હવે અહીં હાજર રહેલ સૌને આગળ આપણે શું કરવું તે માટે સુચન આપવા હું આમંત્રણ  આપું છું.”

બધાએ પોતપોતાના વીચાર રજુ કર્યા. વીષદ અને સર્વગ્રાહી ચર્ચા વીચારણા બાદ, બધા એ વાત પર સંમત થયા કે, ભલે વાર થાય; પણ નવા પ્રદેશમાં પુરી તાકાત સાથે અને પુરી તૈયારી બાદ જ ચઢાઈ કરવી જોઈએ. વળી એ પ્રદેશના લોકોને આવનાર આપત્તીનો આગોતરો ખ્યાલ આવી ન જાય એ માટેની તકેદારી પણ રાખવી જોઈએ.

બહુ જ વીચારવીમર્શ બાદ ખાને નીર્ણય લીધો કે,

“ ભુલા અને જગ્ગાની સાથે ખાસ ચુંટી કાઢેલા, સૌથી બહાદુર,  વીસ સૈનીકોની એક ટુકડી પર્વત પર સીધું ચઢાણ કરી, જગદંબાના મંદીર સુધી પહોંચી જશે અને ગુપ્તતા સાથે, નદીની બીજી તરફ શું ચાલી રહ્યું છે; તેની તપાસ કરતી રહેશે.

ખાન અને બીજા સરદારો ઘાટના નવા રસ્તામાંથી ઝાડ, અને ઝાડી ઝાંખરાં દુર કરી તેને ત્રણ ત્રણ ઘોડેસ્વાર એક સાથે મુસાફરી કરી શકે તેટલો પહોળો બનાવવાના કામ પર યુદ્ધના ધોરણે કાર્યવાહી શરુ કરશે. “

રસ્તાની લંબાઈ જોતાં, ભુલાના અંદાજ પ્રમાણે, આ કામ એક મહીનામાં પુરું થવું જોઈએ. આથી આવતી પુનમ પર આખી સેના નદીકીનારે પહોંચી જાય  તેવો  અંદાજ કાઢવામાં આવ્યો.

આ નીર્ણયની જાણ થતાં, લાંબી સફરથી થાકેલી સેનામાં નવો ઉત્સાહ ફરી વળ્યો.

ઝાડ કાપી રસ્તો કરવાના કઠણ કામ માટે બહુ જ પથ્થરોની જરુર હતી. આથી એક ટુકડી પર્વત પરથી આ માટે જરુરી પથ્થરો ભેગા કરી, કુહાડીઓ બનાવવાના કામમાં લાગી ગઈ. આ બહુ જ મુશ્કેલ કામ હતું કારણકે, ઝાડ કાપી શકે તેવા ધારદાર પથ્થરો તૈયાર કરવા , એ બહુ જ ધીરજનું કામ હતું. વળી ઝાડ કાપવાની શરુઆત કર્યા બાદ, એક કુહાડી બહુ થોડાક જ સમય માટે ધારદાર રહી શકે તેમ હતી. આથી કામ શરુ કરવાની સાથે સતત નવી કુહાડીઓ બનાવતા રહેવાનું હતું. આ  કામના અનુભવી સૈનીકોને આ ટુકડીમાં જોતરવામાં આવ્યા.

આખા પડાવ માટે રોજના ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાનું કામ પણ બહુ જ મોટું હતું. વળી ઘાટના આ રસ્તા પર ઘણી મોટી સંખ્યામાં વાઘનો સામનો પણ કરવાનો હતો. આથી કાબેલ શીકારીઓની એક ટુકડીને  આ જ કામ સોંપવામાં આવ્યું.  જો કે, અત્યાર સુધી રણપ્રદેશમાં  પડેલી આપદાઓ દુર થઈ ગઈ હતી. પર્વત ઉપર ઝરા અને વનસ્પતીના કારણે પુરતા પ્રમાણમાં ફળો, શીકાર અને પાણી ઉપલબ્ધ હતાં.

વનસ્પતીઓના જાણકાર બે વૈદરાજો  અને પ્રમાણમાં કમજોર પણ સેવાવૃતીવાળા બે મદદનીશો ઘવાયેલા કે માંદા પડેલા સૈનીકોની સુશ્રુષામાં સતત જોડાયેલા રહેતા હતા. જંગલમાંથી ઓસડીયાં અને વેલાઓના પાટા તેમની પાસે હમ્મેશ હાજર રહેતા હતા.

એક નાની ટુકડી ઘાટ્ના રસ્તે આગળ અને આગળ રહી; માહીતી એકઠી કરવા માટે રોકવામાં આવી. કયાં કયાં ઝાડ પાડવા તેનો નીર્ણય લેવો અને આવી પડનાર જોખમોનો અંદાજ  કાઢવો, એ આ ટુકડીનાં કામ હતાં. ઓછામાં ઓછી મહેનતે વધુ લાંબો રસ્તો રોજ તૈયાર થાય તે આ સર્વેક્ષણ પર આધારીત હતું.

એમ પણ નક્કી થયું કે દર આંતરે દહાડે ભુલા અને જગ્ગાની ટુકડીના  બે પગપાળા સૈનીકો, આવજા કરી ખાનને  સતત માહીતી આપતા રહેશે; અને ખાનની સુચનાઓ તેમને પહોંચાડતા રહેશે.

ખાનની દુરંદેશી અને વહીવટી કાર્યદક્ષતાના પ્રતાપે, આ આખીયે વ્યવસ્થા ઉભી થઈ શકી હતી.

આગંતુક ચઢાઈનું કામ હવે તડામાર ચાલુ થઈ ગયું હતું. આ અગાઉ નવા પ્રદેશો પર આધીપત્ય જમાવવાના, તેના પીતાના પરાક્રમોમાં ખાનની શક્તીઓ ઘડાઈ હતી. પણ અત્યાર સુધીમાં હાથમાં લેવાયેલ  સાહસો કરતાં આ અભીયાન ઘણું વધારે મહત્વાકાંક્ષી અને વીકટ હતું. બાહોશ રાજકર્તા તરીકે ખાનને માટે આ બહુ જ ઉત્તેજક અને અત્યંત ધીરજ માંગી લે તેવો તબક્કો હતો.

આખીય સેના નવા પ્રદેશમાં આ નવતર સાહસ માટે તલપાપડ બનીને  ઝઝુમી રહી હતી.

4 responses to “પ્રકરણ – 33 વ્યુહ રચના

 1. Chirag Patel ઓગસ્ટ 31, 2009 પર 10:28 એ એમ (am)

  સીકન્દરની પોરસ પરની ચઢાઈ જેવુ વાતાવરણ જામી રહ્યુ છે.

  અંગ્રેજી મુવી “એલેક્ઝાંડર”મા બતાવ્યા મુજબ સીકન્દર પોરસના ભાલાથી ઘવાયો હતો અને એણે પારોઠના પગલા ભરવા પડ્યા હતા અને મરણને શરણ થયો હતો.

 2. સુરેશ જાની ઓગસ્ટ 31, 2009 પર 4:45 પી એમ(pm)

  Alexander the great …

  Born in Pella in 356 BC, Alexander succeeded his father Philip II of Macedon to the throne in 336 BC, and died in Babylon in 323 BC at the age of 32.

  http://en.wikipedia.org/wiki/Alexander_the_Great

 3. pragnaju ઓગસ્ટ 31, 2009 પર 11:43 પી એમ(pm)

  ખાનના જેવી અમારે પણ ગ્રાન્ડ ચાઈલ્ડ નિહારને ડ્રાઇવીંગ ટેસ્ટનીપરીક્ષામાં માટે
  વ્યુહ ગોઠવ્યો હતો અને પહેલી ટ્રાયલે પાસ1
  ડ્રાઇવીંગ ટેસ્ટનીપરીક્ષામાં ૩૦ દીવસ સુધી કાચુ લાયસન્સ રાખ્યા બાદ જ ટેસ્ટ આપી શકાશે.
  કલમ-૯ની પેટા કલમ-૩ મુજબ ડ્રાઇવીંગ યોગ્યતાની ચકાસણી લાયસનસીંગ ઓથોરીટી ક૨શે અથવા અન્ય કે જેને રાજય સ૨કારે માન્યતા આપેલી હોય તે ક૨શે. આ પરીક્ષા જે તે પ્રકા૨ની અ૨જીના વર્ગના વાહન ઉપ૨ લેવાશે.
  ડ્રાઇવીંગ ટેસ્ટ લેના૨ને અ૨જદા૨ પોતે નીચે જણાવેલ કાર્ય કરી શકવા સમર્થ છે. જે દશાર્વવાનું ૨હેશે.
  રીય૨ વ્યુહ મી૨૨ એડજેસ્ટ ક૨વો.એન્જીન ચાલુ ક૨તા પહેલા જરુરી સાવચેતી લેવી.ચુ૨ક્ષીત રીતે અને આંચકા૨હીત શરુાત કરી સીધા આગળ ખુણેથી વધવું અન્ને તે સાથે સાથે બાધા જ ગીય૨ બદલી ટોપ ગીય૨માં પહોચવું.ટ્રાફીકની પરીસ્થીતીમાં જરુરી નીચલા ગીય૨માં બદલવું.
  નીચાણવાળા ઉત૨તા ઢાળમાં ઝડપથી નીચલા ગીય૨માં બદલવુ.
  ઉપ૨ ચઢતા ઢાળમાં વાહન ઉભુ રાખી, વાહન પાછલ ઉતરી ન જાય તે રીતે હેન્ડ બેક, અથવા થોટલ અને ફુટબેકનો ઉપયોગ કરી ફરી શરુ ક૨વુ. ડાબા તેમજ જમણા ખુણા ઉપ૨ યોગ્ય રીતે વળાંક લેવા અને વળાંક પહેલા જરુરી સીગન્લ અને રીય૨ વ્યુહ મી૨૨નો ઉપયોગ ક૨વો.
  સાઇડ કાપો – અન્ય વાહનોને સાઇડ કાપવા દો. ચાવચેતી પુર્વક અન્ય વાહનો સુધી પહોંચો અથવા તેઓની આગળથી પસા૨ થવા અને જરુરી ચેતવણીના ડ્રાઇવ૨ના સીગન્લો દર્શાવો.
  જરુરી સમયે, જરુરી ટ્રાફીક સિગન્લો, દર્શા્વો, હાથથી અથવા ઇલેકટ્રીક સિગન્લથી.
  સાવચેતીપુર્વક લેઇન બદલો – જરુરી સિગન્લો સાથે.
  ઓચીંતુ વાહન ઉભુ રાખો અને ત્‍યારબાદ જરુરી યોગ્ય રીતે, યોગ્ય જગ્યાએ રોડ ઉપ૨, જરુરી સ્ગિનલ દશાર્વી ઉભુ રાખો.
  જરુરી કાળજીપૂર્વક ચોકસાઇભરીરીતે વાહનને ડાબી કે જમણી બાજુ રીવર્સ કરો.
  વાહનને આગળ લઇ જઇ શકે પાછળ (રીવર્સ) કરી દિશા બદલી નાંખો.
  ટ્રાફીક સંજ્ઞાઓના બોર્ડ જોઇ, ટ્રાફીક લાઇટ જોઇ તથા પોલીસમેન દ્વારા દશાર્વાતાટ્રાફીક કંટ્રોલના ચીન્હો જોઇ યોગ્ય અને ઝડપી અમલ કરી અન્ય ૨સ્તો વાપ૨નારાઓનો ખ્‍યાલ રાખી વાહન હાંકો.
  ૨સ્તો ઓળંગવા માટેનાપાટા દોરેલ જગ્યાએ ઇલેકટ્રીક લાઇટ કંટ્રોલ નહોય અથવા પોલીસમેન ન હોય ત્યારે રાહદારીઓને પ્રથમ જવા દો અને યોગ્ય ડ્રાઇવીંગ કરી બતાવો.સામાન્ય ડ્રાઇવીંગસમયે વાહન પુ૨તી જરુરી ડાબી ત૨ફ હાંકો.
  ૨સ્તાની અને ટ્રાફિકની જુદી જુદી પરિસ્થિતિ મુજબ ઝડપો રાખો.
  આત્મવિશ્વાસથી સ્ટીયરીંગ કંટ્રોલ અને આંચકા૨હીત ગીય૨ ચન્જીંગ અનેબેકીંગવાળુ ડ્રાઇવીંગ કરી બતાવો.
  સિગન્લ બતાવતા પહેલા , શરૂક૨તા, આગળ વધતા , સાઇડ કાપતા પહેલાં, જમણી ત૨ફ વળતા અથવા વાહન ઉભુ રાખતા રીય૨ વ્યુહ મી૨૨નો ઉપયોગ કરો.
  વાહનને સીધા જતા, જમણી ત૨ફ વળતા, ડાબી ત૨ફ વળતા અને ૨સ્તાના જંકશન ઉપ૨ ૨હી યોગ્ય ત૨ફ રાખો. (ડાબી, જમણી, વચ્ચે-વગેરે)એકસીલેટ૨, કલચ ગીય૨ ફુટબેક, હેન્ડબેક, સ્ટીયરીંગ અને હોર્ન યોગ્ય ઉપયોગ કરો.
  રાહદારીઓ અને અન્ય વાહનચાલકો શું કરે છે તે અગાઉથી જુઓ, વિચારો.
  ચા૨ ૨સ્તા અને વધુ ૨સ્તાના જંકશન ઉપ૨ નીચેની સાવચેતી રાખો. (1) પહોંચતા પહેલા ઝડપી વધઘટ (૨) રીય૨ વ્યુહ મી૨૨નો યોગ્ય ઉપયોગ (૩) ડાબી કે જમણી ત૨ફ વળાંક લેતા પહેલા અને લીધા પછી વાહનને યોગ્ય જગ્યાએ રાખો. (૪) જમણા વળાંકને ખુણા ઉપ૨થી વાળવું નહી. (પ)ચા૨ ૨સ્તા કે જંકશન ઉપ૨ પહોંચતા કે તેને કોસ ક૨તા પહેલા જમણી ત૨ફ ડાબી ત૨ફ અને ફરી જમણી ત૨ફ જોઇને આગળ વધવું.ડ્રાઇવીંગ ક૨તા સમયે પુ૨તીસમાનતા દર્શાવો. અને ડ્રાઇવીંગમાં ખલેલ પહોંચ્યા વગ૨નુ ડ્રાઇવીંગ કરી બતાવો.
  પગે ચાલતા રાહદારીઓ, અન્ય મોટ૨ વાહનચાલકો તથા સાઇકલસવારો ત૨ફ વિવેકી, સભ્યતાપૂર્ણ અને એકમેકની અનુકુલતા મુજબનો વ્યવહા૨ કરી સુ૨ક્ષિત ડ્રાઇવીંગ કરો.

 4. mrunalini સપ્ટેમ્બર 1, 2009 પર 12:00 એ એમ (am)

  ઝવેરચંદ મેઘાણીની દિકરી વાર્તામા દુશ્મનનો વ્યુહ દિકરી કેવ રીતે નિષ્ફળ બનાવે છે તે યાદ આવ્યું…તૈયાર વાંસો.તૈયાર ભાલો અને દિકરી કેવી ચપળતાથી પરોવી દે છે !

  સિકંદરનો ભારતમાં ભૂંડી રીતે પરાજય થયેલો અને રાજા પોરસે એને હરાવીને હાંકી કાઢેલો એ જે સાચો ઇતિહાસ છે એ દુનિયાને જણાવવાની અને શીખવવાની જરૃર છે

  જગતમાં ભારત જ એવો કમનસીબ દેશ છે કે તેના ઉદાસિન લોકોને લઈને પ્રાચીન ઇતિહાસને નામે નર્યા જૂઠાણાંઓ શાળાઓ અને કોલેજોમાં ભણાવાય છે.
  ઉદાહરણ તરીકે આર્ય શબ્દનો અર્થ સંસ્કારી અને આસ્તિક પુરુષ થાય. પરંતુ આપણા પર ૨૦૦ વર્ષ રાજ્ય કરનારા બ્રિટિશરોએ એવું ઐતિહાસિક અસત્ય વિશ્વભરમાં પ્રચલિત કર્યું છે કે, આર્યો જંગલી જાતિના હતા તેઓનું મૂળ નિવાસસ્થળ મધ્ય એશિયામાં હતું. આજથી ૩,૫૦૦ વર્ષ પહેલા ભારત પર આક્રમણ કરી અહીંની મૂળ દ્રાવિડ સંસ્કૃતિનો આર્યોએ નાશ કર્યો. સિકંદરની ભારત પરની આજથી ૨૩૦૦ વર્ષ પૂર્વેની ચડાઈ અને પોરસની હાર પણ આવું એક નર્યું જૂઠાણું છે.

  આવી વાહિયાત વિચારધારા પર હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે આર્યોનું બહારથી ભારતમાં આગમન અને આર્ય દ્રવિડ સંઘર્ષ જેવી ઘટનાઓને કોઈ આધારભૂત સમર્થન નથી મળતું એ જ રીતે સિકંદર દ્વારા પોરસના પરાજયની ઘટના પણ ગ્રીક ઇતિહાસકારોએ માત્ર ઘડી કાઢેલી કલ્પના કથા છે એવું સાબિત થઈ રહ્યું છે. ઐતિહાસિક સત્ય એ છે કે સિકંદરનો ભારતમાં ભૂંડો પરાજય થયેલો. (આ વિષય પર ઇ.સ. ૧૯૮૫માં શ્રી ગંગારામ સમ્રાટે તેમના પુસ્તક ‘સિકંદર કી પરાજય’માં ઘટસ્ફોટ કરીને રણશિંગુ ફૂંક્યું. આ સિંધીભાષી વિદ્વાન ઇ.સ. ૧૯૫૨ સુધી પોતાની જન્મભૂમિ ન છોડવી તેવા આગ્રહને લઈને પાકિસ્તાન રહ્યા. પછી ભારત આવીને તેઓ શિક્ષણકાર્યમાં જોડાયા અને ‘સિંધુમિત્ર’ નામનું સાપ્તાહિક શરૃ કર્યું. તે ઉપરાંત તેઓએ ૩૦ જેટલા પુસ્તકો પણ લખ્યા જેમાં આર્યવ્રત, સિંધસૌવિર અને ભારતવર્ષનો સમાવેશ થાય છે. ગંગારામભાઈનું અવસાન ઇ.સ. ૨૦૦૪માં થયું.)

  ઇ.સ. પૂર્વે ૩૨૬માં સિકંદરનો ભારતની સરહદમાં પ્રવેશ થયો એ વાત સાચી છે પરંતુ તેમાં ભારતીય રાજવી પોરસનો પરાજય થયો એ વાત અસત્યથી ભરેલી હોવાના એક કરતા વધુ કારણો છે. સિકંદર (એલેક્ઝાંડર)નો ભારતની પ્રાચીન પરંપરામાં નામમાત્રનો ઉલ્લેખ મળતો નથી. આધુનિક વિદેશી લેખકો જે પ્રાચીન ઇતિહાસકારોના પુસ્તકોને આધારે સિકંદરને વિજેતા ચિતરે છે તેમાંનો એક પણ લેખક સિકંદરનો સમકાલીન ન હતો. સિકંદરના જીવન પર પ્રાચીન ગ્રીસમાં લગભગ ૧૬ પુસ્તકો લખાયા હતા એવો એમનો દાવો છે પણ આજે એમાંનું એક પણ પુસ્તક પ્રાપ્ય નથી તેઓ જણાવે છે. જે પાંચ લેખકોએ એરિયન, ડાયોડોરસ, પ્લુહાર, જેસ્ટિનિયન અને કર્ટિયસ સાચા અર્થમાં ઇતિહાસકાર હતા જ નહીં. વળી ગ્રીસના જ અન્ય પ્રાચીન ઇતિહાસકાર સ્ટ્રેંબો જ કહે છે કે ભારત પર જે લોકોએ વિવરણ લખ્યું છે તે બધા જુઠારા છે એટલે આ લેખકોને આધાર રાખીને આધુનિક ઇતિહાસકારોએ જે લખ્યું છે તે સત્યથી વેગળું છે સત્ય તો એ છે કે સિકંદરનું ભારત પરનું આક્રમણ અસફળ રહ્યું હતું.

  સિકંદરને હજારો માઇલ દૂરથી યુરોપ છોડીને એશિયા થઈને ભારત તરફ શા માટે આવવાનું થયું તે માટે એ સમયની વિશ્વની રાજકીય પરિસ્થિતિ સમજવી જરૃરી છે. આજથી લગભગ ૩૦૦૦ વર્ષ પૂર્વે મહાન ગ્રીક સભ્યતાનો પ્રારંભ થયો. આ સભ્યતા નાનાં નાનાં નગર રાજ્યો એથેન્સ, સ્પાર્ટા અને મેસિડોનિયા વગેરેમાં ફેલાયેલી હતી. સિકંદરનો પિતા ફિલિપ્સ જ્યારે યુવાન બન્યો ત્યારે મેસિડોનિયાનો શાસક હતો અને ત્યાં તેનું ખૂન થયું સિકંદરે બે-ત્રણ વર્ષમાં જ પોતાની પરિસ્થિતિ મજબૂત બનાવી. ગ્રીસના અન્ય નગરરાજ્યોને જીતી લીધાં તે સમયે આજનું ઇરાન એટલે કે પર્શિયા એ એશિયાનું સામ્રાજ્ય હતું અને તેના શાસકોને હાથે ગ્રીસનો ભૂતકાળમાં પરાજય થયો. તેથી આ નાલેશીભરી હારનો બદલો લેવા સિકંદર મોટાં સૈન્ય સાથે પર્શિયા તરફ કૂચ કરી ગયો પછી જે યુદ્ધ થયું તેમાં પર્શિયાનો પરાજય થયો.

  સ્વભાવગત સિકંદર થોડો ઘાતકી અને ક્રૂર હતો ત્યાં તેણે સામાન્ય જનતાની ભારે કત્લેઆમ કરીને નગરો તથા સ્મારકોનો ધ્વંસ કર્યો. પર્શિયાની બાજુમાં જ ભારત દેશની સીમા શરૃ થતી હતી.ઇરાન એટલ કે પર્શિયામાં પણ ભારતના આર્યોના સંસ્કાર હતા. વિજયના ઉન્માદમાં સિકંદર હિંદુકુશ અને સિંધુ નદી વચ્ચેના વિસ્તારમાં (આજના અફઘાનિસ્તાન અને પાકિસ્તાન) દાખલ થયો. ત્યાં અશ્વક નામની ભારે બહાદુર ક્ષત્રિય પ્રજા વસવાટ કરતી હતી. સિકંદરને આ પ્રજા સાથે નવ માસ સુધી યુદ્ધ કરવું પડયું. ત્યાં પણ તેણે લોકોની બેરહમીથી હત્યા કરી બહુ થોડા વિસ્તારને જ તે જીતી શક્યો. પછીથી તે આગળ વધ્યો. આધુનિક ઇતિહાસ એવું શીખવે છે કે સિકંદરે અહીં સામ, દામ અને દંડની નીતિ અપનાવી. તેણે ભારતના રાજવી પોરસના શત્રુ તક્ષશિલાના શાસક આંભિ સાથે મિત્રતા કરી. જો કે આવી શત્રુતાની કોઈ સાબિતી ઇતિહાસ પાસે નથી. પછી સિકંદરે તીવ્ર ગતિ દાખવીને પોરસના પડોશી મિત્ર અભિસાર રાજ્યનો નરેશ તેની મદદે આવે તે પહેલાં જ પોતાના સૈન્યને ઝેલમ નદીના કાંઠે ખડું કરી દીધું.

  જે પાંચ ગ્રીક લેખકોનો ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેઓના જણાવ્યા પ્રમાણે આ વખતે નદીમાં ભારે પૂર આવેલું હતું. સામે કાંઠે પોરસ પોતાના વિશાળ પાયદળ, અશ્વદળ અને હસ્તિદળ સાથે તેનો મુકાબલો કરવા સજ્જ હતો. સામાન્ય રીતે ભારતીયોની તરફેણ નહીં કરનારા વી. એ. સ્મિથ નામના આધુનિક ઇતિહાસકારને પણ નોંધવું પડયું કે પોરસની શિસ્તબદ્ધ સેનાને જોઈને સિકંદર સાવ ઢીલો થઈ ગયો. પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર લખે છે કે સિકંદરે હવે એવી હવા ફેલાવી કે તે અહીં છ- સાત મહિના રોકાશે અને સમય અનુકૂળ થતાં યુદ્ધ પ્રારંભ કરશે.

  આવી હવા ફેલાવીને સિકંદરે કડીના મેદાનમાં પોતાના સૈન્યના બે ભાગ કરી નાંખ્યા. સેનાના એક ભાગને તે સ્થાન પર છોડીને પોતે અંધારાનો લાભ લઈ પોરસની સેના હતી તેના પાછળના ભાગમાં પોતે સેના સાથે ગયો. પોરસે આ સમયે આ બધું હળવાશથી લીધું આ પછી જે યુદ્ધ થયું તેના બે જુદા જુદા અહેવાલો છે. એક અહેવાલ પ્રમાણે પોરસનો યુવરાજ સિકંદર સાથે યુદ્ધ કરવા ગયો. યુવરાજે સિકંદરને પરાજય આપ્યો અને તેના અતિપ્રસિદ્ધ અશ્વ બોકાફલસનો વધ કર્યો. જ્યારે બીજો અહેવાલ કહે છે કે જે યુદ્ધ થયું તેમાં સિકંદરના ફક્ત ૩૧૦ સૈનિકો જ મરાયા પરંતુ પોરસના ૨૩,૦૦૦ સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા આ બધી ઉપજાવેલી કથાઓ છે.

  અન્ય એક અહેવાલ પ્રમાણે ભારતીય બાણો કદ અને લંબાઈમાં વિશાળ હતા અને તેના બાણાવળીઓનું નિશાન અચૂક હતું. આમ છતાં છેલ્લા ચરણમાં ગ્રીક સૈનિકોએ યુદ્ધની બાજી પલ્ટી નાંખી. હાથીઓને ઘાયલ કરી નાખ્યા. પોરસના સૈન્યમાં ભાગદોડ મચી ગઈ તેણે સિંકદર પાસે શાંતિની દરખાસ્ત મોકલી ગ્રીક ઇતિહાસકારો એમ કહે છે કે, ત્યારે સિકંદરે પોરસને પૂછ્યું કે, ”તમે મારા તરફથી કેવા વ્યવહારની અપેક્ષા રાખો છો ?” પ્રત્યુત્તરમાં પોરસે કહ્યું કે, ”એક રાજવીને છાજે તેવા.” સમગ્ર વર્ણન વિરોધાભાસોથી ભરેલું છે. સિકંદરનો ખરેખર તો પોરસના હાથે પરાજય થયો હતો. પરંતુ ગ્રીક ઇતિહાસકારોએ આખી હારને સિકંદરની જીતમાં પલટાવી દીધી છે અને સિકંદરને વિશ્વ વિજેતા તરીક જાહેર કર્યો છે.

  (રાજ્યઆશ્રિત ઇતિહાસકારોએ એમ જ કરવું પડે. એમણે પોતાના રાજાની વાહવાહ જ કરવાની હોય.) સત્ય હકીકત એ છે કે ભારતની પ્રાચીન વુતિ પરંપરાએ રાજવીઓને એવી નીતિ શીખવી હતી કે તેઓએ પરાજિત રાજવીનું સન્માન કરવું અને હારેલા સૈનિકોને હાનિ ન કરવી. આ પરંપરા છેક પૃથ્વીરાજ ચૌહાણના યુગ સુધી ચાલી. સદનસીબે પ્રાચીન ગ્રીસમાં એક એપિઓથિક લેખ મળે છે. તે સિકંદરનો પરાજય સ્વીકારતા કહે છે કે પોરસ સામેના યુદ્ધમાં સિકંદરની સેનાની ભારે ખુવારી થઈ અને તેનો પરાજય થયો. તેની સેના દુઃખી થઈ કૂતરાઓની માફક ઘુરકવા લાગી અને રડવા લાગી આ સૈનિકોએ પોરસ સાથે ભળી જવાની ધમકી પણ આપી પરિણામે સિકંદર વિલાપ કરીને પોરસને કહેવા લાગ્યો, ”હે ભારતીય સમ્રાટ ! મને ક્ષમા આપો મેં તમારું બળ અને સેનાનું શૌર્ય જાણી લીધાં છે. મારું દુઃખ મારાથી સહન થતું નથી. હું મારું જીવન સમાપ્ત કરવા માંગુ છું પરંતુ આમ કરવાથી મારું સૈન્ય જોખમાય.” યુદ્ધમાં સિકંદરની હારને ફિરદૌસી નામના પ્રખ્યાત લેખકે પણ શાહનામામાં કરી છે.

  આ બધું જોતાં એમ લાગે છે કે સિકંદરનો જ્યારે પરાજય થયો ત્યારે ઉદારદિલ પોરસે તેને પૂછ્યું હશે કે, ”મારે તેના તરફ કેવો વર્તાવ કરવો જોઈએ ?” આમ કહીને જ તેણે સિકંદરને માફી આપીને તેની સાથે મૈત્રી કરી હશે. પોરસે જ સિકંદરને તેના દેશ ગ્રીસ તરફ પાછા જવા માટે બલુચિસ્તાન અને સિંધનો સરળ માર્ગ બતાવ્યો હતો.પરંતુ પાછા વળતી વખતે પણ ભારતની મસ્સગ નામની જાતિએ સિકંદરના સૈન્યને હંફાવ્યું હતું. બીજી એક શૂરવીર મલ્લ જાતિએ પણ તેના સૈન્યની ખુવારી કરેલી. એક શૂરવીર મલ્લે દૂરથી ભાલાના પ્રહાર વડે સિકંદરને મરણતોલ ઘાયલ કર્યો હતો. પછી બહુ ટૂંકા ગાળામાં ગ્રીસ દેશ પાછા ફર્યા વિના બેબિલોનિયામાં સિકંદરનું સાવ યુવા વયે અવસાન થયું.

  આથી જ ઇ.સ. ૧૯૨૫માં માલ્પ્સ નામના આધુનિક ઇતિહાસકારે લખ્યું છે કે, સિકંદરના ભારત પરના ગ્રીક લેખકોએ લખેલા બધા ગ્રંથોને બાળી મૂકવા જોઈએ. ફાધર સન્ડરલેન્ડને પણ કહેવું પડયું કે, એક ભારતીય સેના હતી કે જેણે ભારતીય સેનાપતિઓની નેતાગીરી હેઠળ સિકંદરના વિજયી જીવન પર રોક લગાવી દીધી. જો કે બહુમતી ઇતિહાસકારો એવું નર્યું જૂઠાણું લખે છે કે, સિકંદરની ભારત પરની વિજયયાત્રાને કારણે ભારતની કળા, સંસ્કૃતિ, ધર્મ અને રાજકારણમાં દૂરગામી પરિણામો આવ્યાં. ભારતને યુરોપની પ્રાચીનતમ સંસ્કૃતિના મીઠા ફળ ચાખવા મળ્યાં. લગભગ ૫૦૦ વર્ષ સુધી ગ્રીકની હેલેનિક સભ્યતા અને શક અને હુણની મિશ્રિત સભ્યતાને કારણે કુશાન સામ્રાજ્ય મળ્યું તેથી ભારત વિશ્વની અન્ય સભ્યતાઓના સંપર્કમાં આવ્યું જાણ કે, ભારત તે પહેલા અસભ્ય અને સંસ્કૃતિવિહિન દેશ હોય આ વાત કોણ માની શકે ?

  ઉપસંહારમાં કહી શકાય કે સિકંદરના આક્રમણને ભારતની સરહદ પર થયેલાં છમકલાં સિવાય મોટું ન આંકી શકાય. ભારતીય સભ્યતાના ૫૦૦૦ વર્ષના ઇતિહાસમાં ગ્રીક સંસ્કૃતિની થોડી ઘણી અસર કોઈ દીર્ઘ કાળની પરંપરા સ્થાપિત કરી ન શકી. ઉલટાનું રહ્યાસહ્યા ગ્રીક લોકોએ હિંદુ અથવા બૌદ્ધ ધર્મ અપનાવીને વિશાળ ભારતીય સમાજમાં ભળી જઈ પોતાનું અસ્તિત્વ મિટાવવાનું વધારે પસંદ કર્યું. આજે ગ્રીસ સભ્યતાનું થોડું સાહિત્ય અને ભગ્નાવશેષો જ મળે છે. જ્યારે ભારત આજે પણ જીવંત અને વિકાસને પંથે છે. કદાચ ”જો જીતા વોહી સિકંદર”નો રૃઢપ્રયોગ બદલવાની જરૃર છે.

  —————————————————-

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: