સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગ્રીષ્મ

છંદ વસંતતિલકા

ગાગાલ ગાલ, લલગા, લલગા લગાગા

……………………………..

વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા
આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.
પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે
દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.

વૃક્ષો પસારી લીલુડી રમણીય છાયા
શાતા પમાડી સહુને કમનીય ભાસે
વારિ નદી, સર તણાં, સઘળાં વહે છે
નીલાં, રસાળ, મનની તરસો છીપે છે.

ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
પ્રગટાવતો પરમ શીતળ વાદળીઓ
ઘનઘોર વાદળ નભે ગરજે ન કો’દી
જો ભાનુ આગ ઝરતો ન કદીય ઊગે.

વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.

—————————————————

8 ઓગસ્ટ – 2009

30 ઓગસ્ટ – 2009 ના રોજ ડલાસ- ફોર્ટવર્થના સાહિત્ય વર્તુળ ‘શોધ’ ના ઉપક્રમે યોજાયેલ સ્વરચિત કાવ્યપઠનના કાર્યક્રમમાં રજુ કરેલ ‘શેકસ્પીયરશાયી સોનેટ’.

31 responses to “ગ્રીષ્મ

 1. jjkishor ઓગસ્ટ 30, 2009 પર 8:28 પી એમ(pm)

  સુરેશદાદુ, તમે સરસ રચના કરી ને છંદ માટેની તમારી પ્રબળ ઈચ્છા પુરી કરી, વળી એય તે સૉનેટના ફોર્મમાં. (જોકે આ પહેલાંય છંદમાં તમે લખ્યું જ છે. પણ આ સૉનેટ એના ધોરણો જાળવે છે તેથી ધ્યાન ખેચે છે)

  વસંતતિલકા છંદ માત્રામેળ નથી, એ અક્ષરમેળ છંદ હોઈ એમાં ૧૪ અક્ષરોનું બંધન જાળવવું અનીવાર્ય હોય છે.

  મજાના કાવ્ય બદલ, ખાસ કરીને છંદોબદ્ધ કાવ્યક્ષેત્રને ઝંકૃત કરવા બદલ ને એથીય વીશેષ સૉનેટ બદલ તો ખાસમ્ ખાસ ને ખુબ જ ધન્યવાદ !!

 2. bharat Pandya ઓગસ્ટ 30, 2009 પર 8:46 પી એમ(pm)

  સુંદર રચના.૧૩/૧૪ લાઇનમા સોનેટને જરુરી એવો “અંત” પણ સરસ છે.
  અભિનંદન !
  ભરત પંડયા

 3. himanshupatel555 ઓગસ્ટ 30, 2009 પર 9:33 પી એમ(pm)

  સુરેશભાઈ
  ઉનાળાની શાંત ગતિ અને ભાર ભરેલી ગતિ
  છંદને કારણે અનુભવાય છે, પહેલી બે પંક્તિઓમાં
  શાતાનો ભાવ અને બીજી બન્નેવમાં ગ્રીષ્મનો સોસ.
  ઉનાળો અને જીવન આજ છે શાત કે સોસ,
  સરસ !
  meet me@ http;//himanshupatel.wordpress.com
  thank you

 4. Govind Maru ઓગસ્ટ 30, 2009 પર 9:51 પી એમ(pm)

  ખુબ જ સુંદર રચના.. મઝા પડી…

  અભીનંદન.

 5. pragnaju ઓગસ્ટ 30, 2009 પર 10:47 પી એમ(pm)

  યાદ આવ્યો
  ગઈ સદીનો પાંચમો દાયકો-
  ભાવનગરની એસ.એન.ડી.ટી કોલેજ અને
  અમારા પ્રો સુશીલાબેન ભટ્ટે પ્રશ્ન પૂછાયો
  પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
  છૂરી વતી જરીક કાતળી એક કાપી;
  ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
  ને કૈં વિચાર કરતો નર તે ગયો પી
  .નો છંદ અને મેં કહ્યું… વસંતતિલકા :
  અને…ત્યારે ખબર ન હતી કે અક્ષરો-બંધારણ :
  ત-ભ-જ-જ+ગા-ગા…….તગણ/ભગણ/જગણ/જગણ/ ગા, ગા.
  અને હજુ કાઠા ચઢતા નથી..માજીરાજની સાથે બેસતી સખી પદ્મલા ઝવેરચંદ મેઘાણીએ પંક્તીઓથી છંદ યાદ રાખવાનું સરળ છે કહી આ શીખવ્યું હતું તે યાદ આવ્યું.
  રપાની ‘કુરુક્ષેત્ર’ વખતે ફરી યાદ આવી હતી. પણ સાચું પૂછો તો સંસ્કૃત વૃત્તમેળ છંદોની મને ગતાગમ નહીં. ! વિવિધ લય પણ આમ તો કાન દ્વારા શીખ્યા!!બધા મને હસે કે ફ્લુક તો બીજો દાખલો આપું ?
  એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
  માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
  ‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
  એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’
  મૂળવાત બાજુએ રહી અને મારી કેટલીય વાર કરેલો લવારો લખી જ કાઢ્યો!
  ——————–
  સરસ છંદોબધ્ધ કાવ્ય—ધન્યવાદ

 6. Vino0d Khimji Prajapati ઓગસ્ટ 31, 2009 પર 1:40 એ એમ (am)

  Sundar, ati sundar Rachna, keep it up, thankyou for sending Ucha koti ni Rachnao mate. Aapne Ghanoj Abhar, Bhavishya ma aavi Rachnao jaroor mokalta Rahesho ? ….Vinod Khimji Prajapati, Editor Agnichakra Gujarati Magazine, 3, Vinod Khimji Road, Bharat Compound, Kurla West Mumbai-400 070 mobile:09820373837

 7. Vinod Khimji Prajapati ઓગસ્ટ 31, 2009 પર 1:53 એ એમ (am)

  Very Good Rachanao, keep it up. Vinod Khimji Prajapati, editor Agnichakra, 3, vinod Khimji Road, Bharat Compond, Bail Bazar, Kurla West Mumbai-400 70, Please read Gujarati agazine AGNICHaKRa free of Charge, pl write your postal address

 8. Tejas Shah ઓગસ્ટ 31, 2009 પર 3:22 એ એમ (am)

  Excellent creation. COngratulations. Thanks for sharing

 9. Chirag Patel ઓગસ્ટ 31, 2009 પર 9:30 એ એમ (am)

  અભીનન્દન સુ.દાદા. છન્દ અને એમાય સૉનેટ

 10. dhavalrajgeera ઓગસ્ટ 31, 2009 પર 4:42 પી એમ(pm)

  દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.
  ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
  આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.
  પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે.

  Very expressive…..

  http://www.yogaeast.net

 11. પ્રવિણ કે.શ્રીમાળી ઓગસ્ટ 31, 2009 પર 9:41 પી એમ(pm)

  દાદા,
  ખુબ જ સરસ સોનેટ, ખરેખર સૂરજ વગર આ દુનિયા નું અસ્તિતત્વ નથી.
  આ માટે તમને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછા પડે. આપે સાહિત્યના દરેક ક્ષેત્રે સુપેરે સુપર્બ ખેડાણ કર્યું છે. અભિનંદન !!

 12. Maheshchandra Naik ઓગસ્ટ 31, 2009 પર 10:38 પી એમ(pm)

  SARAS SONET KAAVYA, congratulations, Shri Sureshbhai, a new experience from you, keep it up……..

 13. વિશ્વદીપ બારડ સપ્ટેમ્બર 1, 2009 પર 7:30 એ એમ (am)

  વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
  શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.

  sureshabhai, very nice.

 14. Arpan Bhatt ( Great Britain) સપ્ટેમ્બર 1, 2009 પર 9:51 એ એમ (am)

  Haiyu hachmachaavi de tevi aa rachana aapna samruddh sahitya vaarsa nu ek pratik gani shakay.
  A s t u……………………….

  Norbury,
  london.

 15. B.G.Jhaveri સપ્ટેમ્બર 1, 2009 પર 10:01 એ એમ (am)

  Saras Sureshbhai,
  Chupayali kala nu pragatta.
  Divya Vasant Tilaka kadi kirti Gase.

 16. FUNNYBIRD સપ્ટેમ્બર 1, 2009 પર 5:43 પી એમ(pm)

  સુરેશભાઈ
  ખુબ જ સુંદર રચના.. મઝા પડી…

  Very Nice and Excellent creation

  અભીનંદન.
  કમલેશ પટેલ -કેનેડા

 17. Vinod R. Patel જૂન 1, 2015 પર 2:18 પી એમ(pm)

  ગ્રીષ્મની વિકરાળતાને આબેહુબ નજર સામે લાવતું સુંદર છંદોબધ્ધ કાવ્ય રચના સોનેટ ,ધન્યવાદ

 18. Pingback: છંદકણિકાઓ | સૂરસાધના

 19. readsetu સપ્ટેમ્બર 28, 2015 પર 2:42 એ એમ (am)

  વાહ વાહ, કહેવું પડે હો દાદુ ! કમાલ કરી નાખી… તમે ઓલરાઉન્ડર છો ! સલામ !!

 20. Pingback: ઉનાળો કાળઝાળ થાય છે – ગીતાવલોકન | સૂરસાધના

 21. jugalkishor મે 3, 2018 પર 6:35 એ એમ (am)

  આઠ વરસ થઈ ગયાં ! આજે ફરી જોયું તો તમે કેટલીક જગ્યાએ ૧૫ અક્ષરોના ૧૪ કરવાના ભુલી ગયા છો ?

 22. Pingback: ઉનાળામાં દ્વિચક્રી પર સ્થાનગ્રહણ | હાસ્ય દરબાર

 23. Pingback: ગ્રીષ્મ – વિડિયો | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: