સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મફતનાં કામણ – રમેશ પટેલ(આકાશદીપ)

મફત મફતના મંત્રોથી ગુંજે, નવયુગનો દરબાર
મફતના પાઠ રટી હોઠે , આજ થઈ જાઓ તૈયાર

નામ મારું છે મફતલાલ, કહું ગમતી મફતની વાત
એક ખરીદો વસ્તુ લાલા, મળશે બીજી મફતમાં આજ

સદીઓ પહેલાં મફત લેવામાં, લાગતી શરમ અપાર
પણ નવા જમાને ‘ મફત’ ચલાવે દુનિયાના વ્યવહાર

મફતનો અજંપો લાગે ના માટે નવાજાતી શિષ્ટાચારી
સેવાની કદર કરી શેઠજી, ભાવે આપજો બોણી અમારી

લાંચ શબ્દ છે અણગમતો , પણ બક્ષિસ પ્રેમે ખપે
રોકડ સોગાદ બંગલા ગાડી દેખી આજના મુનીવર ચળે

મફતનો મહિમા ના જાણી,વાંઢાજી કચકચ ના થાજો કાજી
મફત માયલેજ મળે વિમાને ને અમારે ઘરવાલી છે રાજી

રાચ રચીલું નોકર-ચાકરથી શોભે ‘મફત’ મહેલ ચૌટા વચ્ચે
સમજી જાજો શાણા થઈ, મફત મફતમાં કોણ કોને લૂંટે

મફત મફતમાં ભેગું કરેલું, સમય આવે મફતમાં સરી જાય
પુરુષાર્થે રળી દાન દઈએતો , જાણજો સાચે જ સુખી થવાય

– રમેશ પટેલ(આકાશદીપ)

આ કવિતા પરથી મને પણ કાંઈક અળવીતરું કરવા મન થયું અને એક પ્રતિકાવ્ય લખાઈ ગયું .

એ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો.

14 responses to “મફતનાં કામણ – રમેશ પટેલ(આકાશદીપ)

 1. Pingback: મફતમાં જે મળ્યું « હાસ્ય દરબાર

 2. Dr. Chandravadan mistry સપ્ટેમ્બર 1, 2009 પર 6:42 પી એમ(pm)

  મફત મફતમાં ભેગું કરેલું, સમય આવે મફતમાં સરી જાય
  પુરુષાર્થે રળી દાન દઈએતો , જાણજો સાચે જ સુખી થવાય

  Nice one, Rameshbhai ! Enjoyed it !

 3. મુનિ મિત્રાનંદસાગર (Muni Mitranandsagar) સપ્ટેમ્બર 1, 2009 પર 8:38 પી એમ(pm)

  મફત અંગેની તમારી કવિતા વાંચીને, સુરેશદાદાની જેમ, મનેય જરા ‘ચાળો’ કરવાનું મન થયું. પેશે ખિદમત છે –

  ખરીદી તો કરે છે પામરો ને બાપડા લોકો,
  સુખી છે એ જ જેણે સાવ મફતનો માલ ખાધો છે.

 4. mrunalini સપ્ટેમ્બર 1, 2009 પર 9:16 પી એમ(pm)

  જે આપણને મફતમાં મળેલ છે. જો એક-એક વાત ઉપર સો-સો રૂપિયાનો ટેક્સ લગાવી દેવામાં આવે, તો કદાચ આપણે એ વાતનું આદર કરીશું. અને ખૂબ ભટકવા પછી, બદ્રીનારાયણ જેવાં પહાડો પર ફરવા બાદ આ વાત પ્રાપ્ત થાય તો તેને મહત્વ આપીએ અને માની લઇએ. જ્યારે હમણાં ઘર બેઠા આ વાત વગર કિંમતે મળી રહી છે તેથી તેને આપણે મહત્વ નથી આપતા. જે કોઈ વ્યક્તિએ આ વાતને મહત્વ આપ્યું છે, આની કિંમત ચૂકવી છે, તે વ્યક્તિને જરૂર લાભ થયો છે. જે કોઈ વ્યક્તિએ આ વાત બદલ અપમાન સહ્યું છે, નિંદા સહિ છે, કષ્ટ સહ્યું છે, વિપરીત પરિસ્થિતિ સહન કરી છે, તેને અવશ્ય લાભ થયો છે; કારણ કે એણે મૂલ્ય ચુકવ્યું છે. જો જોરદાર લગન અને તડપ થઈ જાય તો તત્ત્વજ્ઞાન તરત જ થઈ જાય છે. તેથી આપણે આ વાતને મહત્વ આપીએ કે હવે તો વાત (સાર રહસ્ય) આપણને મળી ગયું છે, હવે એ કદી વિસ્મરણ નહીં થાય.

  ઉદયપુરના રાણાના વિષે સાંભળ્યું જ હશે કે તે તેઓ સત્સંગની વાત સાંભળતા અને એમાં જે વાત સારી લાગતી તે વાત સાંભળીને તરત જ સત્સંગમાંથી ઊઠી જતાં જેથી વાત વિસ્મરણ ન થઈ જાય. તેથી આજની આ વાત દૃઢતાથી પકડી લો કે આપ સ્વયં નિત્ય રહેવાવાળા છો જ્યારે શરીર અને સંસાર બદલાવવાવાળા અનિત્ય છે. આપણી એ જ ભૂલ છે કે આપણે બદલાવવાવાળા અનિત્ય તત્ત્વો સાથે મળી જઇએ છીએ. જો આપણે આ અનિત્ય શરીર-સંસાર સાથે ન મળીએ તો સમતામાં સ્વતઃ સ્થિતિ છે. આપણે આનાથી ભિન્ન છીએ. આના કારણે જ આપણે અનુકૂળતા-પ્રતિકૂળતાનો અનુભવ કરીએ છીએ. બન્ને પરિસ્થિતિઓમાં અનુભવ એ જ કરી શકે છે જે બન્ને સમય રહે છે. આપણે બન્ને પરિસ્થિતિના પ્રભાવને સ્વીકાર કરીએ છીએ તેથી જ સુખી-દુઃખી રહીએ છીએ. જો પરિસ્થિતિના પ્રભાવનો સ્વીકાર ન કરીએ, એટલે કે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સમભાવ રહીએ, તો ન સુખ થશે, ન દુઃખ. સમતામાં સ્વતઃ સ્થિતિ આવી જશે.

 5. Govind Maru સપ્ટેમ્બર 2, 2009 પર 2:59 એ એમ (am)

  ખરેખર મફતપુરાણ ગમ્યું…

 6. Arpan Bhatt ( Great Britain) સપ્ટેમ્બર 2, 2009 પર 7:46 એ એમ (am)

  Gujarati ma ek kahevat chhe MAFAT KA CHANDAN GHASBE LALIA. evo ghaat thayo.
  astuuuu…………..

 7. Chirag Patel સપ્ટેમ્બર 2, 2009 પર 1:47 પી એમ(pm)

  ભોજરાજ ભોજનકે દાસ – જેવું મજાનું હાસ્યકાવ્ય.

 8. Vipin સપ્ટેમ્બર 2, 2009 પર 2:11 પી એમ(pm)

  Aren’t we witnessing deterioration of values all arround, all inclusive? Decay rates may be different here and there.
  Hope satiric poem as above guide us in the right direction.
  We use or perhaps misuse internet as it is almost free (Mafat).

 9. pragnaju સપ્ટેમ્બર 6, 2009 પર 10:39 પી એમ(pm)

  ..મફત મફતમાં ભેગું કરેલું, સમય આવે મફતમાં સરી જાય
  પુરુષાર્થે રળી દાન દઈએતો , જાણજો સાચે જ સુખી થવાય
  ‘ગણ્યા ગણાય નહીં,
  વીણ્યા વિણાય નહીં,
  તોય મારા ખોબલામાં માય નહીં!’
  . ભારતીય દર્શનમાં ૦ અને ૦૦ નો મહિમા અનેરો છે.
  બૌદ્ધ દર્શનમાં નાગાર્જુને શૂન્યત્વનો મહિમા કર્યોછે, પણ
  વૈદિક ઋષિએ કહ્યું : ‘સત્યમ્ જ્ઞાનમ્ અનંતમ્ બ્રહ્મ.’
  શૂન્ય અને અનંત જુદાં નથી.
  લોભ એક જ કામ કરે છે.
  એ માણસને કદી પણ તૃપ્તિનો અનુભવ થવા દેતો નથી.
  એક,દસ, સો, હજાર, અયુત., લક્ષ,. પ્રયુત., કોટિ. , અર્બુદ., અબ્જ. , ખર્વ., નિખર્વ. , મહાપદ્મ, શંકુ, જલાધિ, અંત્ય, મઘ્ય અને પરાર્ધ અમેરિકામાં મિલિયન અને બિલિયન પછી આવે છે ટિ્રલિયન! બ્રિટિશ ટ્રિલિયન અને અમેરિકન ટિ્રલિયન વચ્ચે તફાવત છે.
  માણસના લોભ અને આકાશ અનંત છે. તે

 10. hemant doshi સપ્ટેમ્બર 10, 2009 પર 7:34 એ એમ (am)

  it very good. keep it up.
  thank you.
  hemant doshi

 11. Pingback: મફતમાં જે મળ્યું « કાવ્ય સૂર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: