સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વૃક્ષ અને વેલી : ભાગ -2

વૃક્ષ અને વેલી : ભાગ -1

ફરી પાછો ત્રણ મહીના બાદ હું એ જ વૃક્ષની પાસેથી પસાર થાઉં છું. વસંત ઋતુમાં કાપેલી વેલની યાદ આવી જાય છે. પ્રયત્ન કરીને એ જ આ વૃક્ષ છે કે કેમ, તે યાદ કરવા કોશીશ કરું છું. પણ યાદ કરવાની જરુર જ નથી. વેલનો જમીન તરફનો કપાયેલો છેડો ઉડીને આંખે વળગે છે. આ જ એ વૃક્ષ અને આ જ એ કપાયેલી વેલી.

પણ આ શું? વેલ તો સાવ સુકાઈ ગઈ છે. સમ ખાવા બરાબર એક પણ પાંદડું નજરે ચઢતું નથી. તેના સુકાયેલાં પાંદડાં પણ સુસવાતા પવનમાં ફેંકાઈ અને ખેંચાઈ ગયા છે. માત્ર જુના, મૃત અસ્તીત્વની ચાડી ખાતું, સુકાઈને ભંઠ થઈ ગયેલું તેનું પાતળું થડ જ માંડ માંડ ટકી રહ્યું છે. એણે ઝાડના થડમાં ખોસેલાં મુળ પણ સુકાઈને થડના રંગના બની ગયાં છે. જ્યાંથી કાપી હતી, તે જગ્યાથી ઉપર બે એક ફુટ સુધી તો એમાં સડો પણ થઈ ગયો છે; જાણે કે, ઉધાઈએ તેને ભરખી ખાધી ન હોય.

અને મન વીચારે ચઢી ગયું.

માનવ સમાજને કોરી ખાતી વીષવેલોને જો મુળમાંથી  કાપી નાંખવામાં આવે તો તેમનો પ્રભાવ ખાળી અને ટાળી શકાય છે.

અને શું છે આ મુળ? ક્યાં છે એ? આપણે ધ્યાનથી ચીંતન કરીશું  તો એ સ્પષ્ટ જણાશે કે  માનવજીવનના, માનવસમાજના  મોટાં ભાગનાં દુખોનું મુળ માનવ સ્વભાવ, માનવ મન જ છે ને?

આર્થીક  ભ્રષ્ટાચારની  જ વાત લો. લાંચ રુશ્વત, સગાંવાદ, જાતીવાદ આ બધાંના મુળમાં આપણી સ્વાર્થવૃત્તી જ છે ને? આપણે સમાજને, સરકારને, નેતાઓને આ માટે બદનામ કરીએ છીએ. પણ લાંચ લેનાર છે, તેટલી જ વાસ્તવીકતા એ છે કે, લાંચ આપનાર પણ છે જ.

ધાર્મીક ક્ષેત્રે પ્રવર્તમાન સડાને સૌ વગોવે છે. પણ એને પોષનાર સામાન્ય માણસ જ છે. પરલોક સુધારવાની આશા, અને દુખોથી મુક્તી મેળવવાની આપણી લાલસા  આ બધા તકસાધુઓને ઉત્તેજન આપતાં બંધ થઈ જાય તો?

મુળને વેલથી અથવા વેલને મુળથી કાપીએ તો જ થડના રસકસ ચુસાતાં અટકે.

આપણી સ્વાર્થવૃત્તીને કોરાણે મુકીએ તો જ નીતીપરાયણ સમાજનું વૃક્ષ મહોરે.

હવે રાજા થયો તું તો, મુછોને તાવ તું દેજે
સવારથના મહા આનંદનો, માથે મુગટ ધરજે.

( મારી રચેલી આ વ્યંગોક્તી આખી વાંચવા અહીં ‘ક્લીક’ કરો )

———————————

આ અવલોકનના મુળમાં છે – મનમાં આક્રોશ જન્માવતા, ભાઈ શ્રી. પ્રવીણ શ્રીમાળીના.બે લેખો –

યુવા રોજગાર – 1 : યુવા રોજગાર – 2

આ લેખોમાંથી તારણ

-જો તમારો આત્મા હા પાડતો હોયતો, તમે આટલું જરુરથી કરો .

(૧)તમારાં બાળકો નાં પાછળનાં ધોરણનાં પડેલાં જૂનાં પુસ્તકો, નોટ બુકો, કંપાસ, કલર્સ, દફતર વિગેરે સ્ટેશનરી દાનમાં આપીને… અથવા આ કામ ટ્ર્સ્ટ, સંસ્થાઓ તથા સેવાભાવી મંડળો અથવા તમારી સોસાયટી કે ચાલીના યુવાનો ભેગાં મળીને આ કામ કરી શકે. કચ્છમાં “માનવ જયોત” નામે એક સંસ્થા જબરજસ્ત કામ કરે છે. તેને પોતે આ વાત અમલમાં મુકી દિધી છે.
(૨)તમારી આજુબાજુ જો આવા બાળકો જોવા મળે તો તમારી બાજુની સરકારી સ્કુલમાં ભરતી કરાવો. તેના માતા-પિતાને મળીને સમજાવો કે જે ખર્ચો થાય તે માટે અમે બેઠા છીએ. તેમને મળતાં સરકારી લાભો વિશે માહિતી આપો. સરકારી સ્કુલોમાં પ્રાથમિક શિક્ષણ મફત મળે છે. માત્ર તમારે તમારો કિંમતી સમય આ માટે આપવાનો છે.

(૩)કન્યાઓ ને સરકારી સ્કુલોમાં એડમિશન વખતે તેમના નામે બોન્ડ/વિકાસપત્ર આપવામાં આવે છે. તમારે માત્ર આવાં બાળકોનાં માતા-પિતાઓને સમજાવવા નાં છે. આંગળી ચીંદ્યાયાનું પુણ્ય તમારે લેવાનું છે.

(૪)વિધા દાન જેવું કોઈ મહાદાન નથી. તે નાનાં ભુલકાં નાં ચહેરામાં તમારા બાળકનો ચહેરો નિહાળો. એકવાર આ સેવાનું કાર્ય કરો, તમારે મંદિર માં રહેલાં ભગવાન ને ત્યાં પછી માથું ટેકવવાં જવાની જરુર કદાચ નહીં પડે!! અનુભવો કે આ કાર્ય કરવાથી તમાર મન અને આત્મા ને કેટલો સંતોષ મળે છે !!

ટ્રેનોમાં કે બસમાં, જયાં-જયાં માનવ મહેરામણ એકઠો થતો હશે ત્યાં-ત્યાં લોકો આ દેશની અને સમાજની બહુ ચિંતા થતી હોય તેમ હાલત પર મોટી-મોટી વાતો કરતા રહે છે, પરંતુ જયારે વાત આ પરિસ્થિતીને સુધારવા માટે પોતાનાથી અમલ કરી શરૂઆત કરવાની આવે ત્યારે ભાગે છે…માત્ર વાતો કરે કે ભાષણો થી સમાજ કે દેશ આગળ આવવાનો નથી આપણે જ આવું કંઈક કરીને તેમાં નોંધપાત્ર ફાળો આપવાનો છે..

23 responses to “વૃક્ષ અને વેલી : ભાગ -2

 1. સુનીલ શાહ સપ્ટેમ્બર 6, 2009 પર 6:48 એ એમ (am)

  લેખમાંનું ચીંતન અને તારણ બંન્ને ગમ્યા.

 2. Tushar Bhatt સપ્ટેમ્બર 6, 2009 પર 7:53 એ એમ (am)

  The anguish over our ecological self-destruction is very time. Let us hope cumulative anguish of all of us will result in action.For instance, polluting industries could face heavier taxes.Or,we will not vote for any candidate,irrespective of party label,is he/she is not active in restoring ecological balance. Even the tribals know that life is not self-dependent.Only the so-called civilised think that they are the masters of the Universe.We are not.

 3. Ramesh Patel સપ્ટેમ્બર 6, 2009 પર 11:07 એ એમ (am)

  મન વીચારે ચઢી ગયું.

  માનવ સમાજને કોરી ખાતી વીષવેલોને જો મુળમાંથી કાપી નાંખવામાં આવે તો તેમનો પ્રભાવ ખાળી અને ટાળી શકાય છે.

  અને શું છે આ મુળ? ક્યાં છે એ? આપણે ધ્યાનથી ચીંતન કરીશું તો એ સ્પષ્ટ જણાશે કે માનવજીવનના, માનવસમાજના મોટાં ભાગનાં દુખોનું મુળ માનવ સ્વભાવ, માનવ મન જ છે ને?

  આર્થીક ભ્રષ્ટાચારની જ વાત લો. લાંચ રુશ્વત, સગાંવાદ, જાતીવાદ આ બધાંના મુળમાં આપણી સ્વાર્થવૃત્તી જ છે ને? આપણે સમાજને, સરકારને, નેતાઓને આ માટે બદનામ કરીએ છીએ. પણ લાંચ લેનાર છે, તેટલી જ વાસ્તવીકતા એ છે કે, લાંચ આપનાર પણ છે જ.

  A nacked truth of this age.New generation
  to be shaped with internal moral,but How and
  when….Thoughts and action one day come
  togather,let us Hope.
  Ramesh Patel(Aakashdeep)

 4. pragnaju સપ્ટેમ્બર 6, 2009 પર 11:23 એ એમ (am)

  મુળને વેલથી અથવા વેલને મુળથી કાપીએ તો જ થડના રસકસ ચુસાતાં અટકે.
  આપણી સ્વાર્થવૃત્તીને કોરાણે મુકીએ તો જ નીતીપરાયણ સમાજનું વૃક્ષ મહોરે.આવો આક્રોશ ઘણાએ વ્યક્ત કર્યો છે

  ઋતુઓએ બદલી કરવટ, દીશાઓમાં સમાઈ ગઈ;
  અમૃત દેતી વસુંધરા, વીષ સર્પ બની ફેલાઈ ગઈ.
  રવી પણ તપી રહ્યો, વરસાવી અગનજ્વાળા અતી;
  ગ્રહ નક્ષત્ર તારકવૃંદ, બદલશે પથ ખબર નથી.

  ઝાડ પાન વનસ્પતી ઘટી, વેરાન ઉજ્જડ થયાં વનો;
  જળ સમીર માટી મહીં, સમાણું વીષ ઓ અંધજનો!
  સૃષ્ટી સંસાર બન્યો પ્રદુષીત, ઈશ્વર પણ ક્યાં બાકી રહ્યો;
  ભરમ ભાંગ્યો ધરમ કરમનો, ભેળસેળનો દૈત્ય દોડી રહ્યો.

  મુક્યા નેવે સર્વ નીયમ કુદરત તણાં, હેવાન બન્યાં નર-નાર;
  પશુ પક્ષી પણ બાકી નથી, થોભી ઘડીક કરે વીચાર ઘડનાર.
  અટકશે ક્યાં જઈને સઘળું, વીનાશની ઘડી ગણાતી;
  નથી સર્યો સમય હજી, ચેતે જો નર સ્વને ભણાવી
  અને વિષવેલ જડમાંથી ઉખેડવી જરુરી પણ સાથે વૃશ પણ કપાઈ ન જાય તેનો ખ્યાલ
  સર્વોદય વધુ રાખે છે એમ મારુ નમ્ર માનવુ છે

 5. atul vyas સપ્ટેમ્બર 6, 2009 પર 11:32 એ એમ (am)

  GITA says GOD will take birth when evils cross limits

  V R supposed to do our duty & not expect the results of our liking

  atul vyas

 6. mrunalini સપ્ટેમ્બર 6, 2009 પર 11:39 એ એમ (am)

  માનવ સમાજને કોરી ખાતી વીષવેલોને જો મુળમાંથી કાપી નાંખવામાં આવે તો તેમનો પ્રભાવ ખાળી અને ટાળી શકાય છે.

  અને શું છે આ મુળ? ક્યાં છે એ? આપણે ધ્યાનથી ચીંતન કરીશું તો એ સ્પષ્ટ જણાશે કે માનવજીવનના, માનવસમાજના મોટાં ભાગનાં દુખોનું મુળ માનવ સ્વભાવ, માનવ મન જ છે ને?
  ધી રીતે વિચાર કરતા સ્વામી સચિદાનંદજીના વિચારો સામાજ સુધારણા માટે વધુ યોગ્ય લાગે છે
  “હું તમને તમારા વિશ્વાસમાંથી ચળાવવા કે મારા અનુયાયી બનાવવા નથી આવ્યો. હું કોઇ ધાર્મિક સંગઠનનો પ્રતિનિધિ નથી કે કોઇ દાનની આશા રાખતો નથી. કદાચ હું જે કહીશ તે તમારી લાગણીઓ અને માન્યતાઓને દુભવશે અને કદાચ તે તમારા કાનને ઝે ર સમાન લાગશે. પણ જે ધર્મ સાથે હું ગૌરવ પૂર્વક જન્મ્યો હતો અને જે દેશ મને પ્રાણથી પણ અધિક વ્હાલો છે; તેને માટે હું મારા મનની વાત પૂર્ણ સત્યનિષ્ઠાથી મરીશ ત્યાં સુધી કહેતો રહીશ.”

 7. Capt. Narendra સપ્ટેમ્બર 6, 2009 પર 12:18 પી એમ(pm)

  આ લેખનું વાક્ય, “તમારો આત્મા હા પાડતો હોય તો…” આમ તો સાદું લાગે, પણ તેનો ગુઢ અર્થ મનમાં ઊંડી અસર કરી ગયો.

  પરમાત્મા પૃથ્વી પર આવે અને તે કંઇક કરે ત્યાં સુધી આપણે શું કરવું? તે દરમિયાન આપણું કર્તવ્ય શું? આનો સીમિત અર્થ એ પણ નીકળે છે કે અાપણે જે કાંઇ કરી રહ્યા છીએ તે કરતાં રહેવું: રોજ કામે જવું, પગાર લાવવો, ઘરખર્ચ, બાળકોના શિક્ષણ વિ.નો હિસાબ કરી તેનો નીવેડો લાવી બાકીનો સમય આરામ, વાચન કે કોઇ મનોરંજન/ચિંતન/ચર્ચામાં ગાળવો.

  ઉપર જણાવેલ વાક્યમાં આ વાત સરસ રીતે કહી છે: “તમારો આત્મા હા પાડતો હોય તો….” નો અર્થ નીકળે છે કે પરમાત્મા આપણા હૃદયમાં જ વસે છે. તેને ભૌતિક રીતે કલ્કી થઇને આવવાની જરૂર નથી. આપણે પોતે જ આપણા આત્મામાં રહેલા કલ્કીને મૂર્ત સ્વરૂપ આપવાનું છે. પરોક્ષ રીતે આપણે કરેલી મદદ સ્વીકારનાર માણસને કદાચ ખબર ન પડે કે અણીના સમયે તેને કોણે સહાય કરી છે. એ તો એમજ કહેશે કે પરમાત્માએ તેને મદદ કરી છે. આપણે પણ સંતોષ માનવાનો કે ‘રુદિયામાં રહેલા રામે મને નિમીત્ત બનાવ્યો’.

  અહીં મને એક અમેરીકન લેખકે કરેલ “કરમણ્યેવાધિકારસ્તે..”નું અર્થઘટન ઘણું ગમ્યું: “Let your work itself be your reward..” આવો વિચાર કરીએ તો ફળ – rewardની આકાંક્ષા રહેતી નથી. કર્મ પોતે જ ફળ બની જાય છે.

 8. Harnish Jani સપ્ટેમ્બર 6, 2009 પર 12:41 પી એમ(pm)

  Wah Sunder -filsufivalo lekh-Congratulations.

 9. B.G.Jhaveri સપ્ટેમ્બર 6, 2009 પર 4:41 પી એમ(pm)

  ‘The times of india’ had started a good effort in this direction.It started few month ago ‘Teach India’ movement.Any body who had any knowldge of any kind should teach voluntarily others in whatever time he or she can spare.This has shown good results.If this will continue I believe that supply of nutrition to such rotten,corrupt roots will be cut off.
  Recently in China a 6 year girl was asked “What would you like to become when you will be grown up?”Reply was most unexpected.”A corrupt Officer.”

 10. Suresh Jani સપ્ટેમ્બર 6, 2009 પર 7:57 પી એમ(pm)

  Recently in China a 6 year girl was asked “What would you like to become when you will be grown up?”Reply was most unexpected.”A corrupt Officer.”

  ————–
  This is ground reaslity

 11. પ્રવિણ શ્રીમાળી સપ્ટેમ્બર 6, 2009 પર 10:56 પી એમ(pm)

  દાદા,
  સાદર નમસ્કાર,

  આપે વૃક્ષ અને વેલી ના પ્રતીક દ્વારા તમારા અને મારા વિચારો ને સુપેરે વ્યકત કર્યા છે. આ વિષવેલો આપણાં સમગ્ર અસ્તિત્વ ને વીંટળાઈ ગઈ છે અને તેના બંધન ના ચોકઠામાં આપણે એવાં જડબેસલાક ફીટ થઈ ગયા છીએ કે તે આપણાં બધા જ રસકસ ચૂસતી રહેતી હોવા છતાં આપણે તે બંધન ના ચોકઠાને તોડીને બહાર નીકળવા માંગતા નથી. બસ આ બંધન ના ચોકઠા ને તોડીને તમારા આત્મા ના આવાજને અનુસરો તો સમાજ અને રાષ્ટ્રમાં વ્યાપેલી બધી જ બદીઓ મૂળમાં થી ઉખડી જાય!!

  અરે,વેલ નો આધાર વૃક્ષ છે, વૃક્ષ વેલને આધારિત નથી ! આ વાત ને સમજતા લોકોને વાર થશે પણ સમજશે જરૂર !!

  તમે મારા લેખોની લીંક આપી તે બદલ દિલથી તમારો ખુબ ખુબ આભાર!
  વાચક મિત્રો તમે આ સમાજ અને દેશના હિતરક્ષક કે વતનપ્રેમી હોય તો બેશક ચોક્કસ તમે પણ મારા આ લેખોની લીંક તમારા બ્લોગ પર મૂકી શકો છો કે ઈ-મેલ દ્વારા તમાર મિત્રો ને મોકલી શકો.

  વધુ તો હું કહી શકું એટલું જરૂરથી કહીશ કે આપણાં વિચારોમાં દુષ્કાળ પડયો નથી અને આ દેશ અને સમાજ જરૂરથી વિકાસની હરણફાળ ભરતો વિશ્વ ટોચે બિરાજશે.

 12. પ્રવિણ શ્રીમાળી સપ્ટેમ્બર 6, 2009 પર 11:00 પી એમ(pm)

  તમે મારા લેખોની લીંક આપી તે બદલ દિલથી તમારો ખુબ ખુબ આભાર અને સૌથી મોટો આભાર આ લેખોને વધાવનાર અને પ્રતિભાવ આપનાર તમારો સૌ કોઈનો દિલથી ખુબ-ખુબ આભાર!

 13. Govind Maru સપ્ટેમ્બર 7, 2009 પર 4:35 એ એમ (am)

  લેખમાંનું ચીંતન અને તારણ બંન્ને ગમ્યા.

 14. Falguni સપ્ટેમ્બર 7, 2009 પર 11:22 એ એમ (am)

  We can start teaching our kids good morals and good ethics and make them so strong that they can change minds of people not get manipulated themselves. I already do it.

 15. અક્ષયપાત્ર સપ્ટેમ્બર 9, 2009 પર 7:27 એ એમ (am)

  ખુબ સરસ અવલોકન અને ચિંતન, કર્મ પોતે જ ફળ બની જાયનો સંદેશ ગમ્યો.

 16. hemant doshi સપ્ટેમ્બર 10, 2009 પર 9:23 એ એમ (am)

  send this type of artical to member.
  thank you.
  hemant doshi at mumbai

 17. Pingback: વૃક્ષ અને વેલી – ભાગ : 3 « ગદ્યસુર

 18. Pingback: વૃક્ષ અને વેલી : ભાગ -5 « ગદ્યસુર

 19. Pingback: થડ – એક અવલોકન | ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: