સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વૃક્ષ અને વેલી – ભાગ : 3

બહુ જ વંચાયેલા……. ભાગ -1 : ભાગ – 2

બે દીવસ રહીને ફરી પાછા એ જ ઝાડ પાસેથી પસાર થવાનું થયું. મનમાં મુસ્કાન હતી. કેવાં રુપકડાં બે અવલોકનો આ ઝાડ અને એ નષ્ટ થયેલી વેલીએ મને આપ્યાં હતાં? સમાજને કોરી ખાતી વીષવેલને જડમુળથી ઉખેડી નાંખવાનું કેવું પ્રેરણાદાયી દર્શન આ જગ્યાએથી મને સાંપડ્યું હતું?

મન પ્રસન્ન હતું.

અને ત્યાં જ એ ઝાડથી અને રસ્તાથી થોડે દુર, ઝાડીઓમાં બીજું એક ઝાડ નજરે ચઢી ગયું.  આમ તો તે પણ તોતીંગકાય હતું, ફુલેલું અને ફાલેલું હતું. પણ આઠ દસ વેલા  એના થડને કસોકસ વીંટળાયેલા હતા. કોઈ વેલો એક ઈંચથી ઓછા વ્યાસનો ન હતો. એક બે તો ખાસ્સા બે ઈંચ જેટલા જાડા હતા. છેક ઉંચે સુધી એમણે કસકસાવીને ઝાડને ફરતો ભરડો લીધો હતો.

અરેરે! આ અજગર જેવા વેલા શી રીતે કાપું? એને કાપવા તો કુહાડી જોઈએ; અને બહુ તાકાત પણ. મારા જેવા નીર્બળનું શું ગજું – આને નીર્મુળ શેં કરાય?

સમાજને  કોરી ખાતી વીષવેલો પણ આમ જ અજગરની જેમ વકરી નથી ગઈ? એ સડો, એ વીકૃતી, એ ભ્રષ્ટાચાર, એ પાપાચાર, એ જાતીવાદ, એ આતંકવાદ, એ હીંસા, એ બીભત્સતા, એ બળીયાના બે ભાગની જમાનાજુની રસમો…એનો અંત ક્યાં, ક્યારે અને કોનાથી?

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति मारत

अभ्युथ्थानाय धर्मस्य, तदात्मानं सृजाम्यहं ।

અરેરે! કેટકેટલા અવતારો આવીને ગયા. પણ એમના ગયા પછી? બધું હેમનું હેમ. પાછી એ જ વીષવેલો ફાલ્યા જ કરવાની- વધારે વીકૃત, વધારે શક્તીશાળી, વધારે રંજાડનારી વીષવેલો.

મનમાં નીર્વેદ, નીર્વેદ અને નીર્વેદ; કાજળઘેરો સ્મશાન વૈરાગ્ય ઉભરાઈ આવ્યો.  આ જ છે જીવનની નીયતી? સતત પીસાતા જ રહેવાનું? સતત અસત્યનો, દુર્જનતાનો, પાપનો જ વીજય? કદી એ ઘડો હમ્મેશ માટે ફુટી નહીં જવાનો?

અને નીરાશાના ગર્તામાં ચારે તરફ નજર  ફરવા લાગી

– અસહાય નજર

– નીર્બળતાથી લથડતી નજર.

વનરાજીની લીલીછમ્મ મોહકતા ચોગમ વ્યાપેલી હતી. વીષવેલો ઘણી હતી; પણ એનાથી અનેક ગણો વધારે વીસ્તૃત ફેલાવો તોતીંગ વૃક્ષોનો હતો. વન અને ઉપવન તો વૃક્ષો થકી જ વીલસે છે ને? વેલીઓની વીસાત કેટલી? એમનું ગજું શું? અને જમીન પર છવાયેલી હરીયાળી? એ ઘાસ તો સમસ્ત પ્રાણીજગતનું  પાયાનું પોષણ નથી વારુ?

વીષવેલની તાકાતથી વધારે તાકાત આ વૃક્ષોની, આ ઘાસની નથી?

ભલે આપણે વીષવેલોને કાપવા સમર્થ નથી, પણ આપણી સીમીત સૃષ્ટીમાં હરીયાળી ફેલાવતાં કોણ આપણને રોકી શકે છે?

અંધારું ભલેને ચોગરદમ વ્યાપેલું રહે. આપણું નાનકડું કોડીયું પ્રગટેલું રાખવાની મજા શેં ન માણીએ?

14 responses to “વૃક્ષ અને વેલી – ભાગ : 3

 1. સુરેશ જાની સપ્ટેમ્બર 15, 2009 પર 10:41 એ એમ (am)

  સ્વર્ગસ્થ હરિવંશરાય બચ્ચનની એક રચનાના છેલ્લા શબ્દો –

  ..
  ઉસ પાત્રકો ટુટા ફુટા કર , હાથકી દોનો& હથેલી
  એક નીર્મલ સ્રોતસે તૃષ્ણા બુઝાના કબ મના હૈ?
  ઇસ અંધેરી રાતમેં દીપક જલાના કબ મના હૈ?

 2. "Dhavalrajgeera" સપ્ટેમ્બર 15, 2009 પર 6:43 પી એમ(pm)

  આપણે વીષવેલોને કાપવા સમર્થ નથી,
  પણ આપણી સૃષ્ટીમાં હરીયાળી ફેલાવતાં કોણ આપણને રોકી શકે છે?

 3. pragnaju સપ્ટેમ્બર 16, 2009 પર 4:36 એ એમ (am)

  ‘વીષવેલની તાકાતથી વધારે તાકાત આ વૃક્ષોની..’
  કવિ કલાપીએ કહ્યું, ‘જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.’ બુદ્ધિજીવીઓ-વ્યાવસાયિકો પરોપજીવી એટલે કે પેરેસાઇટ છે, જળો જેવા છે. જળો અશુદ્ધ લોહી પીએ તો માણસ સાજો થાય, પરંતુ વધુ લોહી પીવાની લાયમાં જયારે શુદ્ધ લોહી પણ પીવા માંડે ત્યારે માણસનું મૃત્યુ થાય. માણસ મરતાં, લોહીનો સ્ત્રોત ખતમ થઇ જતાં, પરોપજીવી એવી જળો પણ મૃત્યુ પામે

 4. સુરેશ જાની સપ્ટેમ્બર 16, 2009 પર 7:24 એ એમ (am)

  પ્રજ્ઞાબેનની વાતથી મનમાં પ્રકાશ પડ્યો.
  નકારાત્મક તત્વોની પણ આવી નીયતી હોય છે; તે સત્ય જાણી વ્યથીત મનને થોડોક સધીયારો મળ્યો.

  રાવણ, હીટલર, ઈદી અમીન.. . દાખલા મોજુદ જ છે.

  અનેકોને શોષીને કરોડપતી બનેલાને ઝુંપડાવાસી શ્રમજીવી જેવી ઉંઘ આવતી નથી; અને ઉંઘની ગોળીઓ લેવી પડે છે !!

 5. B.G.Jhaveri સપ્ટેમ્બર 16, 2009 પર 11:41 એ એમ (am)

  Let us contribute whatever we are able to contribute for the welfare of the society.

 6. Ramesh Patel સપ્ટેમ્બર 16, 2009 પર 12:58 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ,

  સસ્નેહ વંદન

  સહજ રીતે જીવન શૈલીને વિષ વેલના

  વિચારનું દર્પણ ધરી એક મનનીય

  આલેખન એની સુંદરતા પાથરી ગયું.

  ખૂબ જ ગમ્યું

  …. let me add..

  વિટંબણા

  દ્વંદ્વ એવા દિઠા જગે , વિટંબણા ઘોળ્યા કરે

  ઠગોની ટોળી એક છેડે તો બીજા છેડે સંતો મળે

  અન્યાય પક્ષે વકીલો ન્યાયાલયમાં જ જંગે ચઢે

  ન્યાયને પણ પૂરી કેદે ચતુરાઈથી મલક્યા કરે

  હિસાબ જ્યારે ચૂકવવાનો થાય ત્યારે ધરણી ધ્રુજશે

  સમયના બંધને બાંધ્યો હિસાબ ત્યારે સઘળો ચૂકશે

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. sanjay nanani સપ્ટેમ્બર 16, 2009 પર 2:21 પી એમ(pm)

  superb lakhan che. pan aa vruksh veli ne kapse kone??

 8. rekha sindhal સપ્ટેમ્બર 16, 2009 પર 4:20 પી એમ(pm)

  પ્રજ્ઞાબેનની વાત જોડીને વાંચવાની મજા આવી. નેગેટીવ ન હોત તો પોઝીટીવની કિંમત પણ ઓછી જ હોત.

 9. પ્રવિણ શ્રીમાળી સપ્ટેમ્બર 17, 2009 પર 7:56 એ એમ (am)

  વિષવેલો નું આયુષ્ય કેટલું?! જેનું જીવન બીજા પર આધરિત(એક વૃક્ષ પર આધારિત)હોય તે કેટલું ટકવાનું?! બસ, આકરો તાપ પડે એટલે ખતમ!!

  જે પોતાની જાત ને પોતાના બાવડાના બળથી અને આત્મવિશ્વાસથી તૈયાર ન કરે અને કૂવામાં ના દેડકાં જેમ સકુંચિત વિચારસરણી સાથે જીવે, તેને શું જીવ્યું ગણાશે?! તેની પોતાની ઓળખ શું?!

  -બસ આપણો તો એક જ દયેયઃIf Develop & Progressive PERSON, So auto Progressive FAMILY, SOCIETY, VILLAGE, STATE & COUNTRY!!

  મારો મુખ્ય દયેય અને ઉદેશ્ય, દુષયંતકુમાર રચિત આ કાવ્ય માં જ છે.

  હો ગઈ હૈ પીર પર્વત-સી,
  પિગલ ની ચાહિએ
  ઇસ હિમાલય સે કોઈ ગંગા,
  નિકલની ચાહિએ

  સિર્ફ હંગામા ખડા કરના
  મેરા મકસદ નહીં
  મેરી કોશિશ હૈ કિ યે સૂરત
  બદલની ચાહિએ

  -આ વાત ત્યારે જ શકય બનશે જયારે તમારો સાથ અને સહકાર મળશે.

  આવો આપણે આ સાત સૂત્રો ને સાર્થક કરીએઃ સ્નેહ, સંપ, સહકાર, સ્વાલંબન, સેવા, સમાનતા અને સમર્પણ

 10. atuljaniagantuk સપ્ટેમ્બર 17, 2009 પર 12:56 પી એમ(pm)

  વૃક્ષનો આધાર જમીન, વિષવેલીનો આધાર પણ જમીન અને ઘાસનો આધાર પણ જમીન. વૃક્ષ અને ઘાસ સ્વાવલંબી. વિષવેલી પરાવલંબી. વિષવેલી, વૃક્ષ અને ઘાસ જ્યાં સુધી આ સર્વના બીજ જમીનમાં છે ત્યાં સુધી ઉગશે. કાપશો તો યે ઉગશે માટે જે ન જોઈએ તેના બીજનો નાશ કરતા આવડવો જોઈએ અને જે જોઈએ તેના બીજને સંવર્ધિત કરીને ફેલાવો કરતાં શીખવું જોઇએ. અને માટે જ સારા કૃષિકારની જરૂર છે નંદનવન બનાવવા માટે. ભગવદગીતા તો આપણા શરીરોને ખેતર અને તે ખેતરને જાણનારને ક્ષેત્રજ્ઞ કહે છે. અને તેની અંદર જે પ્રકારના સંસ્કારના બીજ હશે તેવો ફાલ આવશે તેમ પણ જણાવે છે. માટે સહુ થી પહેલું કાર્ય તો સહુએ પોતપોતાનું ખેતર સુધારવાનું કરવા જેવું છે.

  જેવો માળી તેવો બાગ, જેવી પ્રજા તેવો દેશ,જેવો ગ્રાહક તેવો વેપારી,જેવું બીજ એવું વૃક્ષ, જેવા સંસ્કાર એવું ચારિત્ર્ય.જેવા માણસો એવો સમાજ. બાપ એવા બેટા અને વડ તેવા ટેટાં.

 11. Pingback: વૃક્ષ અને વેલી : ભાગ -5 « ગદ્યસુર

 12. Pingback: થડ – એક અવલોકન | ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: