સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

‘ગુગલ’માં એકવીસ વરસનો યુવાન : ભાગ -1

મૂળ અંગ્રેજી પરથી ભાવાનુવાદ

મૂળ લેખ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો

ઇન્ટરનેટ પર ખાંખા ખોળાં કરી, ધારી માહિતી મેળવી આપનાર વિશ્વવિખ્યાત કમ્પનીની બેન્ગ્લોર ખાતેની ઓફિસના પર્સોનેલ ડીપાર્ટમેન્ટમાં તે દિવસે અજીબોગરીબ કુતૂહલથી ભરેલી ચૂપકિદી છવાયેલી હતી. 21 વરસનો એક છોકરડો તે દિવસે કમ્પનીમાં જોડાવાનો  હતો. તે ઈન્ટરવ્યુ  માટે આવ્યો, ત્યારે પણ આવું કુતૂહલ હતું જ; પણ હવે તો તે બધાંની સાથે દરરોજ કામ કરવાનો હતો.

એવું તો શું વિશેષ હતું આ છોકરડામાં?

નાગ નરેશ કરુતુરા આઇ. આઇ. ટી. – ચેન્નાઇમાંથી કોમ્પ્યુટર વિજ્ઞાનમાં હમણાં જ સ્નાતક બની બહાર પડ્યો હતો. આવા તો સેંકડો સ્નાતકો દર વર્ષે પોતાની કારકિર્દી  શરૂ કરતા હોય છે. પણ નાગ નરેશ એક વિશીષ્ઠ વ્યક્તિ છે. સાવ નિરક્ષર માબાપના આ સુપુત્રના બન્ને પગ કપાઇ ચૂકેલા છે. તે બેટરીથી ચાલતી, વ્હીલચેરમાં જ હરીફરી શકે છે.

લો! એના પોતાના જ શબ્દોમાં એની જીવનકથા વાંચો –

……………

” ઈશ્વર મને હમ્મેશ સહાય કરતો રહ્યો છે; મારે માટે બધું ગોઠવતો રહ્યો છે.  હું બહુ જ નસીબદાર છું.

મારા જીવનનાં પહેલાં સાત વરસ મેં આન્ધ્ર પ્રદેશમાં , ગોદાવરી નદીના કાંઠે આવેલા એક નાનકડા ગામ – તીપારુમાં વિતાવ્યાં હતાં. મારા પિતા ‘પ્રસાદ’ એક ટ્રક ડ્રાઇવર હતા અને મારી મા ‘કુમારી’ એક સામાન્ય ગૃહિણી હતી. બન્ને સાવ નિરક્ષર હોવા છતાં, મારી મોટી બહેન શ્રીષા અને મને સારું ભણતર અપાવવા હમ્મેશ આતૂર રહેતાં. મને ખબર નથી કે કઇ રીતે પણ, પહેલાં બે ધોરણ તો મારા પિતાજી મને લેસન પણ કરાવતા! નાનપણમાં નદીના પૂરમાથી હું ડૂબતાં ડૂબતાં બચ્યો હતો. મારા કાકાએ એક ભેંસ પર બેસાડી મને બચાવી લીધો હતો. હું બહુ જ તોફાની હતો. બપોરે રમતમાં અમે બાળકો બહુ જ અવાજ કરતા અને વડિલોની ઊંઘમાં ખલેલ કરતા. આ માટે અમને વઢવામાં આવે તો અમે ખેતરોમાં ભાગી જતા. મારી નિશાળમાં હું બધા કરતાં પહેલું લેસન પતાવી દેતો.

પણ 1993ના જાન્યુઆરીની એ અગિયારમી અને ગોઝારી તારીખ મને બરાબર યાદ છે. મકર સંક્રાન્તિના  તહેવારના એ દિવસોમાં મારી મા, મને અને મારી બહેનને એક નજીકના ગામમાં કોઇક સામાજિક પ્રસંગે લઇ ગઇ  હતી. એ જમાનામાં જાહેર બસો ન હતી એટલે, મારા પિતાજીના એક મિત્રની ટ્રકમાં અનેક માણસોની સાથે અમે ખડકાયેલાં હતાં. હું નાનો હોવાને કારણે, તેમણે મને પોતાની બાજુમાં આગલી સીટ પર, બારણાંની બાજુમાં બેસાડ્યો હતો.

અળવીતરો હોવાને કારણે હું ચાલુ ગાડીએ બારણું ખોલી નાંખતો હતો. અને આમ જ ટ્રક પૂરઝડપે ચાલતી હતી, ત્યારે એક વળાંક આગળ મેં આમ જ  બારણું ખોલી નાંખ્યું. હું બહાર ફેંકાઈ ગયો. ટ્રકમાં ભરેલા અને આગળ સુધી ખેંચાયેલા લોખંડના સળિયાઓથી મારા બન્ને પગ કપાયા. આમ તો એ  સખત રીતે છોલાયા જ હતા, એ જગ્યાની  સાવ નજીક એક મોટી અને ખાનગી ઇસ્પીતાલ આવેલી હતી. પણ પોલિસ લફરામાથી બચવા એ લોકોએ મને સારવાર આપવાની ના પાડી. મને એક સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યો. મારું નાનું  આંતરડું આંટી ખાઈ ગયું હતું , એટલે એને માટે ઓપરેશન કરવામાં આવ્યું અને પગે સામાન્ય પાટો બાંધવામાં આવ્યો. એક અઠવાડીયું મને ત્યાં રાખવામાં આવ્યો.   પણ એ ગાળામાં બન્ને પગ સડવા માંડ્યા હતા.( ગેન્ગેરીન). જિલ્લા કક્ષાની મોટી ઈસ્પીતાલમાં મને લઈ જવામાં  આવ્યો. ત્યાંના સર્જન બેદરકારી રાખવા માટે  મારાં માબાપને ખૂબ વઢ્યા. પણ સડો છેક  ઢીંચણની ઉપર સુધી ફેલાઈ ગયો હતો. મારા બન્ને પગને થાપા સુધી કાપી નાંખવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો. આમ મેં મારા બન્ને પગ ગુમાવ્યા.હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મેં પૂછ્યું કે ‘ મારા પગ ક્યાં ગયા?” અને મારી મા ખૂબ રડી. ત્રણ મહિના બાદ મને ત્યાંથી ઘેર જવા રજા આપવામાં આવી.

અમે ઘેર પાછાં પહોંચ્યા ત્યારે આખું ગામ પગ વગરના આ છોકરાને જોવા આવ્યું હતું. મને તો થયેલા નુકશાનની કાંઈ સમજણ જ ન હતી. મને મળતાં માન, ધ્યાન અને સહાનુભૂતિથી હું તો ખૂબ મજામાં હતો! મને કેટલાં બધાં ફળો અને બિસ્કીટ મળતાં હતાં!

હવે હું મારા મિત્રો સાથે રમી શકતો ન હતો; પણ એ બધા મને ઊંચકીને બધે લઈ જતા; અને હું તેમને રમતા જોઈ શકતો.

પણ આ ગોઝારી ઘટના થયા છતાં, ઈશ્વર મને સહાય કરતો રહ્યો. આના કારણે જ અમારાં માબાપે એ ગામડામાંથી  તનુકૂ નામના, નજીકના એક નાના શહેરમાં સ્થળાંતર કર્યું. હું એક મિશનરી શાળામાં જોડાયો અને મારા પિતાજીએ તેની બાજુમાં એક નવું મકાન બાંધી રહેવા માંડ્યું. દસ ધોરણ સુધી હું ત્યાં જ ભણ્યો. જો અમે તિપારુમાં જ રહ્યાં હોત તો, હું કદી ભણી શક્યો ન હોત : અપંગ અને અસહાય ખેડૂત જ બન્યો હોત. પણ મારે માટે પરમકૃપાળુ પરમાત્માની કાંઇક અલગ જ યોજના હતી. તનુકુમાં મારા કરતાં બે વરસ મોટી હોવા છતાં મારી બહેનને મારી સાથે જ વર્ગમાં દાખલ કરવામાં આવી, જેથી  તે મારી સંભાળ લઈ શકે.   તેને પણ પાછા પડી ગયાનું દુખ ન્હોતું કારણકે, તેને તેના વ્હાલા ભાઈની કાળજી રાખવાનું બહુ જ ગમતું હતું. મારા બધા મિત્રો પણ કહેતા કે, ‘ તું નસીબદાર છે કે, આવી પ્રેમાળ બહેન તને મળી છે. બીજાં કેટલાંય એવાં છે કે, જેમના ભાઇ ભાંડુ તેમની દરકાર નથી કરતા હોતા. ”    થોડાક વર્ષો તે મને તેડીને બધે લઈ જતી. પછી મારા મિત્રોએ એ કામ ઉપાડી લીધું. પછી તો મને હાથથી ચલાવવાની ટ્રાઈસિકલ મળી; અને મારી બહેન તેને પાછળથી હડસેલો મારી આપતી. મારું જીવન સામાન્ય બાળકની જેમ જ ગુજરતું હતું; અને બધાં પણ મને સામાન્ય બાળક જેવો જ ગણતા. આને કારણે મને કદી ઓશીયાળા હોવાનો ભાવ આવ્યો નથી. હું બહુ જ સુખી હતો અને બધાંની સાથે સ્પર્ધા કરી ક્લાસમાં અવ્વલ નમ્બર રાખતો.

શાળામાં મારા ગણિતના શિક્ષક શ્રી. પ્રમોદ લાલ મને ઘણી બધી વિશેષ યોગ્યતાની કસોટીઓમાં ભાગ લેવા  પ્રેરતા. આ ઉપરાંત મારા કરતાં મોટો, અને હોંશિયાર ચૌધરી નામનો વિદ્યાર્થી પણ  મને ઉત્સાહ આપતો. જ્યારે મને ખબર પડી કે ગૈથામ જુનીયર કોલેજમાં જોડાઇને, તે આઇ.આઇ.ટી./જે.ઇ.ઇ પરિક્ષા માટે તૈયારી કરી રહ્યો છે; ત્યારે મને પણ એમ કરવાનું  સપનું જાગ્યું. દસમા ધોરણમાં 600 માંથી 542 માર્ક મેળવી મારી શાળામાં હું પહેલો  આવ્યો હતો.  રાજ્યની પરિક્ષામાં આવો સારો દેખાવ કરવા માટે ગૌથામ જુનીયર કોલેજે વર્ષે 50,000/- રૂ. ની ફી પણ માફ કરી દીધી હતી. પ્રમોદ લાલ સાહેબે પણ આ માટે ભલામણ કરી હતી. મજુરી કરી જીવન ગુજારતાં મારાં માબાપ માટે તો આ ખર્ચ અશક્ય જ હતો.

ભાગ -2  :  આવતીકાલે

———————————

આ લેખ સુરતથી પ્રસિદ્ધ થતા દૈનિક ‘ગુજરાત મિત્ર’ માં તા. 22 – સપ્ટેમ્બર -2009 ના રોજ  ‘ શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ કટારમાં માં પ્રસિદ્ધ થયો છે. આ માટે ડો. શશિકાન્ત શાહનો * (એકલવ્ય) અને ‘ગુજરાત મિત્ર’ ના તંત્રીનો હૃદયપૂર્વક આભાર.

13 responses to “‘ગુગલ’માં એકવીસ વરસનો યુવાન : ભાગ -1

 1. Kartik Mistry સપ્ટેમ્બર 23, 2009 પર 5:45 એ એમ (am)

  એક ડાઉટ છે. ૧૯૯૩માં જાહેર બસો નહોતી?

 2. સુરેશ જાની સપ્ટેમ્બર 23, 2009 પર 7:54 એ એમ (am)

  કદાચ એમ બને કે, બાપ ટ્રક ડ્રાઈવર હોવાના કારણે મીત્રની ટ્રક વાપરી હોય. અથવા એમનું ગામ બહુ નાનું હોવાના કારણે ત્યાં બસની સગવડ ન હોય, અથવા બહુ ઓછી બસો આવતી હોય.
  રીડીફ ડોટ કોમ પરથી નાગ નરેશનો સમ્પર્ક થઈ શકશે.
  http://www.funenclave.com/reality-bites/naga-naresh-karutura-fighter-banks-godavari-20773.html

  તમારા જ ક્ષેત્રની આ વ્યક્તીનો સમ્પર્ક સાધી , એનો ઈન્ટરવ્યુ તો બધાને ઘણી વધારે રસપ્રદ અને મૌલીક માહીતી પીરસી શકશો. ખાસ કરીને આઈ.ટી. બ્લોગરોને ઘણું જાણવા મળી શકશે.

 3. પ્રવિણ કે.શ્રીમાળી સપ્ટેમ્બર 24, 2009 પર 1:24 એ એમ (am)

  Very Very interesting true story. A lot Very strangle and Critical movement this boy in life!!

  જીવન માં બે હાથ-પગ અને બધું હેમખેમ ધરાવતા છતાં નિષ્ફળતાથી હારી જતાં માણસો માટે એક પ્રેરણાદાયી જીવન અને વ્યકિતત્વ!!

 4. pravinash1 સપ્ટેમ્બર 25, 2009 પર 12:42 પી એમ(pm)

  Accident happens, that does not mean you can not fulfill
  your dreams. Positive attitude makes the difference in life. Excellent

 5. Gandabhai Vallabh સપ્ટેમ્બર 25, 2009 પર 5:52 પી એમ(pm)

  સુરેશભાઈ, આપે ખુબ સુંદર ભાવાનુવાદ કર્યો છે. ખુબ ખુબ આભાર. ક્યાંક અંગ્રેજીમાં આ વાંચ્યાનું સ્મરણ છે, પણ આપનો ગુજરાતી અનુવાદ વાંચતાં જે સંવેદના જન્મી તે અંગ્રેજી વાંચતી વખતે ન હતી. ખુબ જ લાગણીસભર ગુજરાતી કરવા બદલ આપને હાર્દીક ધન્યવાદ સુરેશભાઈ.

  બહુ જ પ્રેરણાદાયી જીવનકથા.

  ફરીથી આપનો આભાર.

 6. hanif સપ્ટેમ્બર 26, 2009 પર 12:21 એ એમ (am)

  સાહેબ મારી પાસે નાગનરેશ ના ફોટા છે. સરસ લેખ.

 7. vivektank સપ્ટેમ્બર 29, 2009 પર 12:38 એ એમ (am)

  wah..achanak j aa lekh hath maa aavi gayo……ne naa puchho vat bhare ktuhal thi vanchhi gayo…

 8. aataawaani એપ્રિલ 25, 2015 પર 8:10 એ એમ (am)

  નાગ નરેશને ખરેખર નરનો ઈશ્વર કહેવાય

 9. aataawaani મે 24, 2015 પર 7:13 એ એમ (am)

  સુરેશ ભાઈ
  નાગ નરેશ વિષે માહિતી જાણી આવી પ્રેરણા દાયક માહિતી પીરસવા બદલ તમારો આભાર
  નાગ નરેશ નાં વૃતાંત ઉપરથી જાણવા મળ્યું કે માણસની જો પ્રબળ ઈચ્છા હોય તો પરમેશ્વર ખુબ મદદ કરતો હોય છે . गैबसे जो हर मदद होती है हिम्मत चाहिए
  मुस्त ईद रहिए मुक़ददर आजमाने के लिए

 10. aataawaani ડિસેમ્બર 25, 2016 પર 12:35 પી એમ(pm)

  નાગનેશ કસ્તુર તું ઘણી શાબાશીનો અધિકારી છો . તેંતો હદ કરી નાખી .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: