સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

‘ગુગલ’માં એકવીસ વરસનો યુવાન : ભાગ – 2

મૂળ અંગ્રેજી પરથી ભાવાનુવાદ

– મૂળ લેખ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો

———————————————————–

આ માટે મારે નિવાસી શાળામાં રહેવાનું હતું. ઘરની બહાર નીકળવાનો મારો આ પહેલો અનુભવ હતો; અને મારા જીવનમાં એક બહુ મોટો ફેરફાર પણ. ત્યાં સુધી ઘર અને શાળાની આજુબાજુ જ મારું જીવન ગુજરતું હતું. મારાં માબાપ અને બહેન મારી બધી જરૂરિયાતોનો ખ્યાલ રાખતા. સમાજ સાથે આપલે કરવાનો મારે માટે એ પહેલો અનુભવ હતો. આ જીવન સાથે યાલમેલ સાધતાં મને એક વરસ થયું.   કે.કે.ભાસ્કર નામનો એક છોકરો મારી પ્રેરણામૂર્તિ હતો. તે આ સ્પર્ધાત્મક પરિક્ષામાં પહેલા દસમાં આવ્યો હતો અને અમારી કોલેજમાં આવી બધાંને દોરવણી આપતો હતો. મારાં માવતરને તો આ પરિક્ષા વિશે કશી માહિતી ન હતી. પણ તેઓ મને આ માટે હમ્મેશ ઉત્તેજન આપતાં; અને મારે જે કરવું હોય તે માટે કદી ના ન પાડતા.  જો મારાં પરિણામ સારાં આવે તો તે મને આકાશે ચઢાવતાં અને ખરાબ આવે તો, મારી નિરાશા ઓછી કરવા કોશિષ કરતાં. મને સતત પ્રોત્સાહન આપનાર મારાં માવતર ખરેખર મહાન છે.

આ પરિક્ષામાં જો કે. મારો સ્કોર બહુ સારો ન હતો ( 992) પણ શારીરિક તકલીફવાળાઓની કક્ષામાં મારો ચોથો નમ્બર આવ્યો હતો. આથી હું આઇ.આઇ.ટી. – મદ્રાસમાં કોમ્પ્યુટર વિજ્ઞાન ભણવા જોડાઇ શક્યો.

અહીં મારી પ્રેરણામૂર્તિ હતો – શાળામાં મારાથી આગળનો વિદ્યાર્થી – કાર્તિક. મદ્રાસમાં એ હમ્મેશ મને મદદ કરતો અને પ્રોત્સાહન આપતો. તહું મદ્રાસ પહોંચું તે પહેલાં જ તેણે મારા જેવાને બાથરુમ સાથેની રુમ આપવી જોઈએ તેવી રજૂઆત કરી હતી. આના કારણે, જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે પહેલેથી જ મને આવી રુમ મળી ગઈ હતી. એ ચાર વર્ષોમાં વ્યક્તિ તરીકે અને શૈક્ષણિક રીતે  મારું ઘડતર થયું. ત્યાં ભણવું એ મારે માટે અત્યંત મહાન અનુભવ હતો. હું જે બધાંની સાથે કામ કરતો હતો , એ બધાં ઘણા6 જ હોંશિયાર હતાં. એમની સાથે ક્લાસમાં બેસવું એ પણ મારે માટે મોટા ગૌરવની વાત હતી. લેબોરેટરીમાં મારા સહાધ્યાયીઓ સાથે વાતચીત કરીને પણ હું ઘણું શીખ્યો.

અમારા પ્રોફેસત પાંડુરંગન  અને મારા લેબોરેટરી સાથીઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. .પ્રો. પાંડુરંગનની ભલામણના , ચાર સાથીઓ  સાથે તાલીમ માટે મને બોસ્ટન પણ મોકલવામાં આવ્યો હતો.  આ પણ ગામડામાંથી આવેલા મારા જેવા માટે અદ્વિતીય અનુભવ હતો.

મારે આગળ ભણીને પી.એચ.ડી. કરવું ન હતું; કારણકે, મારાં માબાપને હવે આરામ મળે તેવી મને બહુ ઇચ્છા હતી. આથી મેં નોકરી કરવાનું નક્કી કર્યું. પહેલાં તો મોર્ગન સ્ટેનલી કમ્પનીમાં મને નોકરીની ઓફર મળી; પણ મેં ‘ ગુગલ’માં જોડાવાનું નક્કી કર્યું; કારણ કે, મારે મૂળ  કોમ્પ્યુટર વિજ્ઞાન, એલ્ગોરીધમ અને ગેમ થીયરીમાં કામ કરવું હતું.

તમને ખબર છે, હું શા માટે મારી જાતને નસીબદાર સમજું છું? મને કોઈ જાતની મદદની માંગણી કર્યા વિના , સાવ અજાણ્યા લોકોની મદદ મળી છે. આઇ.આઇ.ટી.માં મારા બીજા વરસ બાદ, હું મારા અમૂક મિત્રો સાથે ગાડીમાં એક કોન્ફરન્સ માટે જઈ રહ્યો હતો. તે વખતે ‘ સુંદર’ નામના એક સદગૃહસ્થ સાથે મારી મુલાકાત થઈ. ત્યારથી મારે માટે તેઓ હોસ્ટેલની ફી આપતા રહ્યા છે.

જયપુર પગ અંગે વાત કરું. હું ત્રીજા ધોરણમાં હતો ત્યારે હું તે વાપરતો હતો. પણ બે વરસ બાદ મેં તે વાપરવાના બંધ કર્યા, કારણકે, મારા બન્ને પગ થાપાની તરત નીચે સાવ કપાયેલા છે. આથી જયપુર પગને મારા શરીર સાથે બાંધવાનું બહુ મુશ્કેલ છે. આથી જયપુર પગ પહેરીને ચાલવાનું મારા માટે બહુ જ મુશ્કેલ છે. મને બેસવાની પણ તકલીફ પડતી હતી. મને ટ્રાઈસીકલ વધારે ફાવી ગઈ છે , કારણકે, તેનાથી હું ઝડપી ગતિ કરી શકું છું.

પણ આ જયપુર પગ બનાવી આપતી ઈસ્પીતાલની એક વિશીષ્ઠતા એ છે કે, તેઓ માત્ર પગ બનાવી આપી અટકી જતા નથી; પણ તેઓ સૌને માટે જીવન નિર્વાહની વ્યવસ્થા પણ કરી આપે છે. તેમણે મને પણ મદદ માટે પૂછ્યું હતું.  મેં તેમને કહ્યું હતું કે. આઈ.આઈ.ટી. માં મને પ્રવેશ મળે ત્યાર બાદ મારે નાણાંકીય સહાયની જરૂર પડશે. આથી હું ત્યાં જોડાયો ત્યારથી મારી ફીની રકમ મને તેમના તરફથી મળતી રહી છે.

આના કારણે મારા આઈ.આઈ.ટી.ના અભ્યાસનો સહેજ પણ બોજો મારાં માબાપ પર પડ્યો નથી અને તેઓ મારી બહેનના નર્સીંગના અભ્યાસનો ખર્ચ ઉઠાવી શક્યા છે.

હું પહેલા વરસ પછી ઘેર ગયો ત્યારે બે સંસ્થામાં , મારી જાણ બહાર બે ઘટના ઘટી. ઘેર ગયા બાદ તરત મને કાગળ મળ્યો કે, ‘ખાસ મારે માટે લીફ્ટની અને રસ્તા પરથી ઢાળની વ્યવસ્થા એ લોકો કરવાના છે. આથી હું થોડોક વહેલો પરત આવી શકું તો એ વ્યવસ્થા મારી જરૂરિયાત પ્રમાણેની બનાવી શકાય. બીજી આશ્ચર્યની વાત એ હતી કે, સંસ્થાના ડીન, પ્રો. ઈડીચન્ડી, અને સ્ટુડન્ટ સેક્રેટરી  પ્રસાદે ભેગા મળી બેટરીથી ચાલતી વ્હીલ ચેર બનાવનાર કમ્પની શોધી કાઢી હતી. તેની કિમત 55,000 રૂ. હતી. તે લોકોએ મને વ્હીલ ચેર ન આપી , પણ આ રકમ જ આપી દીધી ; જેથી હું મારા ખર્ચે તે ખરીદી શકું અને તે મારી મિલ્કત બની જાય.

આ ઘટનાઓ બાદ મારું જીવન પૂરેપૂરું બદલાઈ ગયું. હું સાવ સ્વતંત્ર બની ગયો.

આથી જ હું કહું છું કે, હું બહુ નસીબદાર છું. ઈશ્વરે મારે માટે  દરેક તબક્કે યોજના ઘડી રાખી હતી.

મને એમ પણ લાગે છે કે, જો તમે એક લક્ષીતા ધરાવતા હો અને થોડોક તરવરાટ રાખો તો, તમારી આજુબાજુના લોકો જરૂર તમને મદદ કરશે. મને એમ પણ લાગે છે કે, સમાજમાં ખરાબ માણસો કરતાં  સારાં માણસો વધારે છે. “

……………………

જો આટલી અપંગતા હોવા છતાં નરેશ આટલી બધી સિદ્ધિ હાંસલ કરી શક્યો તો  તમે પણ જરૂર કરી શકશો. બીજું એ કે, સમયસર મદદ મળી જાય તો સમાજમાં આવા કેટલાં જ રત્નો ઝળહળી ઊઠે. આપણે આ બાબત સભાન બની જરૂરિયાતવાળા માટે આપણાથી બને તેટલું કરી છૂટીએ.

ભાગ – 1

———————————

આ લેખ સુરતથી પ્રસિદ્ધ થતા દૈનિક ‘ગુજરાત મિત્ર’ માં તા. 22 – સપ્ટેમ્બર -2009 ના રોજ  ‘ શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’કટારમાં માં પ્રસિદ્ધ થયો છે. આ માટે ડો. શશિકાન્ત શાહનો * (એકલવ્ય) અને ‘ગુજરાત મિત્ર’ ના તંત્રીનો હૃદયપૂર્વક આભાર.

11 responses to “‘ગુગલ’માં એકવીસ વરસનો યુવાન : ભાગ – 2

 1. Kartik Mistry સપ્ટેમ્બર 23, 2009 પર 5:43 એ એમ (am)

  એકદમ સરસ ભાષાંતર અને હ્દયને સ્પર્શી જાય તેવા પ્રસંગો. નરેશનાં જીવન પરથી ચાલી-બોલી-સાંભળી શકતા છોકરાઓ બોધ લે તો તેમનું જીવન સુધરી જાય અને તેઓ પણ બીજાનું જીવન સુધારી શકે!

 2. pragnaju સપ્ટેમ્બર 24, 2009 પર 5:33 પી એમ(pm)

  પહેલા વાંચેલો આ લેખ ફ્રરી ગુજરાતીમા માણ્યો
  પ્રેરણાદાયી

 3. pragnaju સપ્ટેમ્બર 24, 2009 પર 5:46 પી એમ(pm)

  “સુરતથી પ્રસિદ્ધ થતા દૈનિક ‘ગુજરાત મિત્ર’ …”

  રોજ ગુજરાત મિત્ર વાંચવું છે?
  ગુગ્ગલ સર્ચમા આવશે
  અમારા હૂ ર ટી ઓ નું મઝાનુ પ્રિય છાપું

 4. Devang Vibhakar સપ્ટેમ્બર 25, 2009 પર 7:17 એ એમ (am)

  સમયસર મદદ મળી જાય તો સમાજમાં આવા કેટલાં જ રત્નો ઝળહળી ઊઠે.

  આ એક વાક્ય જ ઘણુ કહિ જાય છે. યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને યોગ્ય કાર્ય માટે મદદ મળે કે જે કોઇપણ પ્રકારની હોય કે જે જરૂરિયાત સંતોષી શકતી હોય તો, ખરેખર ખોવાઇ જતા તારલાઓ આભમા ઉંચે ચમકે.

  પ્રસ્તુત કરવા બદલ ધન્યવાદ, સુરેશભાઇ.

 5. Nilesh Vyas સપ્ટેમ્બર 25, 2009 પર 8:06 એ એમ (am)

  Wel done dada,

  Back in 2008, i wrote a short post about Naresh… again you remind me the story of success !

  http://kakasab.com/blog/naresh-from-iit-madras/

 6. B.G.Jhaveri સપ્ટેમ્બર 25, 2009 પર 12:32 પી એમ(pm)

  Pramal Jyoti Tahro Dakhavi tu mujha jeevan panth ujaal.(Lead Kindly Light)

  Saras!

 7. પ્રવિણ કે.શ્રીમાળી સપ્ટેમ્બર 27, 2009 પર 8:25 એ એમ (am)

  જયારે કુદરત એક હાથ થી છિનવી લે છે તો બીજા હાથે આપે પણ છે. હિંમત કરનારા માટે હંમેશા કુદરત અને આખી સૃષ્ટિ, સમય અને સંજોગો આપોઆપ મદદ કરવા માટે ઘડાઈ જાય છે. “ઓમ શાંતિ ઓમ” માં પણ ફિલ્મફેર નો એવોર્ડ મેળવતા શાહરૂખ કંઈક આવો જ સંવાદ બોલે છે ને!

 8. સુરેશ જાની મે 4, 2010 પર 7:28 પી એમ(pm)

  આવો જ બીજો એક પરિચય – ચીનમાં બાસ્કેટ બોલની ખેલાડી યુવતિ
  http://www.slideshare.net/lamb_of_god520/qian-hongyan-the-basketball-girl-presentation

 9. aataawaani એપ્રિલ 25, 2015 પર 8:04 એ એમ (am)

  એ વાત ખરી છેકે તમે લ્ક્ષ્ય ધરાવતા હો તો લોકોની મદદ મળી જાય છે .

 10. aataawaani ડિસેમ્બર 25, 2016 પર 12:38 પી એમ(pm)

  તારી વીતાને અજોડ કહેવી પડે .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: