સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સામાન્ય માણસ – એક અભીયાન

એક સામાન્ય માણસ.

ટોળાંમાંનો માણસ

રસ્તે ચાલતો માણસ

ઓફીસમાં કારકુની કરતો માણસ

શાક સમારતી ગૃહીણી, બાળકને ધવડાવતી મા, ઈજનેર, ડોક્ટર, નર્સ, શીક્ષક, મેનેજર, ખબરપત્રી, પ્રોગ્રામર, સૈનીક, પોલીસ, ડ્રાઈવર, પાઈલોટ .. નાની મોટી નોકરી કે, નાનો મોટો ધંધો કરતો માણસ

થોડો ઉંચો કે નીચો માણસ.

કશું ન ભણેલો, થોડું ભણેલો કે બહુ ભણેલો માણસ.

કામ કરતો કે બેકાર કે મોટો વેપલો કરતો માણસ.

ટોળાંમાં બધાંની લગોલગ કે સહેજ ઉંચા પથ્થર પર કે ઓટલા પર ઉભેલો માણસ

– અરે! બહુ બહુ તો સ્ટેજ પર બેઠેલો અને બે ચાર ભાષણ કરી, વીસરાઈ જતો માણસ.

,,,,,,,,,,,,,,,,,,,

શું વીશેષ છે આ સામાન્ય માણસમાં?

કશું જ નહીં.

અને છતાં પણ  ..

તમારા, મારા જેવા સામાન્ય માણસને આ ઉદબોધન છે. કારણ?

કારણકે,

માદામ મારીયા ક્યુરીએ ભલે એક્સ-રે શોધી નાંખ્યા; એનું ઘડતર થયું પોલેન્ડના એક સાવ સામાન્ય પાદરીની સાવ સામાન્ય દીકરી તરીકે. અને એ એક્સ રે વાપરી, આપણાં હાડકાંની  ચકાસણી કરનાર ઓર્થોપેડીક સર્જનને એની છબી  પાડી આપનાર અમદાવાદ/ રાજકોટની લેબોરેટરીનો ટેક્નીશીયન પણ એક સામાન્ય માણસ છે.

અમેરીકન ખંડના એક ટાપુ પર પગ મુકનાર પહેલો યુરોપીયન, મહાન મુસાફર, ક્રીસ્ટોફર કોલમ્બસ પણ એક સામાન્ય ખલાસી હતો, અને એના સાન્તા મારીયા જહાજના સઢને સંકોરી, જહાજને બરાબર પશ્ચીમ દીશામાં ગોઠવતો ખલાસી પણ એક સામાન્ય માણસ હતો.

ભારતને આઝાદી અપાવનાર ગાંધીજી પણ એક સામાન્ય માણસ હતા; અને એમની ચળવળને મુર્તીમંત બનાવનાર, દાંડીકુચમાં પગે ચાલનાર જણ પણ સામાન્ય માણસ હતો.

અને નોંધી લો …   ..

 • એ સામાન્ય માણસ જ જીવનને ધબકતું રાખે છે.
 • માનવજીવનમાં જે કાંઈ પણ બને છે; એમાં પાયાનું કામ એ કરે છે.
 • એ અનાજ પકવે છે અને કારખાનાંઓમાં માલ પેદા કરે છે.
 • એ જ રસ્તા. મકાનો. મંદીરો, મહાલયો બાંધે છે.
 • એ જ ભગવાનની મુર્તી કોતરે છે.
 • એ જ લડાઈઓ લડી ઈતીહાસ સર્જે છે.
 • એ જ નવાં સામ્રાજ્યો અને સંસ્કૃતીઓનો પાયાનો સર્જક છે;
 • અને એ જ મહાન સામ્ર્રાજ્યો અને સંસ્કૃતીઓનો વીધ્વંસક છે.
 • એ જ ભાષાઓ બનાવે છે.
 • એ જ  સાહીત્ય અને લલીત કળાઓમાં  આલેખાતા જીવનનો ધબકાર છે.

એકવીસમી સદીનો એ સામાન્ય જણ પોતાના અને સમાજના જીવન વીશે શું વીચારે છે?

એનાં શું અરમાન છે?

એનું દર્શન શું છે?

…  આવા દસ હજાર સામાન્ય માણસોના વીચાર ‘ સ્પીક બીન્દાસ ’ પર એકત્રીત કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે.

…  આવા  સામાન્ય માણસની મુલાકાત રજુ કરવાનો અમારો પ્રયત્ન છે.

સ્પીક બીન્દાસ…..

 • સામાન્ય માણસની સામ્પ્રત બોલીને ધબકાર આપતો શબ્દ.
 • તરવરતા તોખાર જેવા જવાન જણનો શબ્દ.
 • કોઈ પંડીતાઈના ભાર વગરનો,
 • ….  પણ સામાન્ય માણસના જુસ્સાને   જબાન આપતો શબ્દ.

સામાન્ય માણસના વીચારોને આમ વાચા આપવાની ખેવના ધરાવતો, છવ્વીસ વરસનો છોકરડો, સ્પીક બીન્દાસ બ્રાન્ડ   દેવાંગ વિભાકર પણ સામાન્ય માણસ છે; અને એને ટચલી આંગળીનો ટેકો કરનાર, લડખડાતા ટાંટીયા વાળો,   આ છાંસઠ વરસનો બાળક પણ સામાન્ય માણસ છે.

લો ત્યારે…

આવા થોડાક જણની મુલાકાત માણો.

———————-

જો તમે એમ માનતા હો કે, તમે સાવ સામાન્ય જણ છો –

 • તો અમારા આ અભીયાન માટે તમે બહુ કામના માણસ છો.

જો તમે એમ માનતા હો કે, તમે ‘કાઈક’ વીશીષ્ટ છો…

 • તો પણ તમે આ અભીયાનમાં આવકાર્ય છો.

તો આવો .

તમારા વીચારો વ્યક્ત કરી આ શૃંખલાને આગળ ધપાવવામાં સહાતભુત થાઓ

તમારા જીવન વીશે બે વાત કહેવા અને  તમારા વીચારો વ્યક્ત કરવા

આ ફાઈલ ડાઉનલોડ કરો

અને સ્પીક બીન્દાસને મોકલી આપો.

speakbindas@gmail.com

————————————

અને છેલ્લે ….

સામાન્ય માણસ શું કરી શકે છે; તેની એક પરીકલ્પના આપતી , અને મને બહુ જ ગમી ગયેલી હીન્દી ફીલ્મનો અહેવાલ આપતો લેખ વાંચવા અહીં ‘ક્લીક’ કરો

10 responses to “સામાન્ય માણસ – એક અભીયાન

 1. Ullas Oza સપ્ટેમ્બર 25, 2009 પર 10:54 પી એમ(pm)

  માના પેટમાથી જન્મેલો દરેક માણસ સામાન્ય જ હોય છે. તેના કર્મ દ્વારા તે સામાન્ય માંથી પોતાની ઍક અલગ ઓળખ ઉભી કરતો હોય છે. આપના અભિયાનને મારો સંપૂર્ણ ટેકો છે. આજે દુનિયાના ખૂણે ખાંચરે આપણને મૂંગે મોહ્ડે માનવતાના કામ કરતા સામાન્ય માણસોના દર્શન થાય છે. જરૂર છે ફક્ત આપણી આંખો ખુલ્લી રાખી તેમની કદર કરવાની.
  આપે ઉઠવેલુ બીડુ પ્રશંસાપાત્ર છે. સફળતા માટે શુભેચ્છા.

 2. M.S.Sharma સપ્ટેમ્બર 25, 2009 પર 11:26 પી એમ(pm)

  Sureshbhai,
  Good Attempt to bring out wishes of a Common Man.
  Wishing you all Success. I understand that a common man becomes uncommon by a Burning Desire.How it comes? By Jerk in Life?
  See Development of Gandhiji. He has been trown out of Train in Africa and he made Britishers to leave India.
  I do not know what is the phenomenon which creates Burning Desire in human beings.
  Thanks.
  M.S.Sharma

 3. Devang Vibhakar સપ્ટેમ્બર 26, 2009 પર 12:38 એ એમ (am)

  Respected Sureshbhai,

  A job indeed well done. You have given a perfect explanation for ‘My Interview – My Life’ mission.

  May I request to all readers to kindly submit answers in ENGLISH only..

  Rest assured, this mission will become one of its kind in days to come where people will find many common details of common people like myself, which to some will be special!

 4. pragnaju સપ્ટેમ્બર 26, 2009 પર 2:29 એ એમ (am)

  સામાન્ય પ્રોગ્રામર
  The technology behind Google’s great results
  As a Google user, you’re familiar with the speed and accuracy of a Google search. How exactly does Google manage to find the right results for every query as quickly as it does? The heart of Google’s search technology is PigeonRank™, a system for ranking web pages developed by Google founders Larry Page and Sergey Brin at Stanford University.

  Building upon the breakthrough work of B. F. Skinner, Page and Brin reasoned that low cost pigeon clusters (PCs) could be used to compute the relative value of web pages faster than human editors or machine-based algorithms. And while Google has dozens of engineers working to improve every aspect of our service on a daily basis, PigeonRank continues to provide the basis for all of our web search tools.

  Why Google’s patented PigeonRank™ works so well

  PigeonRank’s success relies primarily on the superior trainability of the domestic pigeon (Columba livia) and its unique capacity to recognize objects regardless of spatial orientation. The common gray pigeon can easily distinguish among items displaying only the minutest differences, an ability that enables it to select relevant web sites from among thousands of similar pages.

  By collecting flocks of pigeons in dense clusters, Google is able to process search queries at speeds superior to traditional search engines, which typically rely on birds of prey, brooding hens or slow-moving waterfowl to do their relevance rankings.

  When a search query is submitted to Google, it is routed to a data coop where monitors flash result pages at blazing speeds. When a relevant result is observed by one of the pigeons in the cluster, it strikes a rubber-coated steel bar with its beak, which assigns the page a PigeonRank value of one. For each peck, the PigeonRank increases. Those pages receiving the most pecks, are returned at the top of the user’s results page with the other results displayed in pecking order.

  Integrity

  Google’s pigeon-driven methods make tampering with our results extremely difficult. While some unscrupulous websites have tried to boost their ranking by including images on their pages of bread crumbs, bird seed and parrots posing seductively in resplendent plumage, Google’s PigeonRank technology cannot be deceived by these techniques. A Google search is an easy, honest and objective way to find high-quality websites with information relevant to your search.

  Data

  PigeonRank Frequently Asked Questions

  How was PigeonRank developed?

  The ease of training pigeons was documented early in the annals of science and fully explored by noted psychologist B.F. Skinner, who demonstrated that with only minor incentives, pigeons could be trained to execute complex tasks such as playing ping pong, piloting bombs or revising the Abatements, Credits and Refunds section of the national tax code.

  Brin and Page were the first to recognize that this adaptability could be harnessed through massively parallel pecking to solve complex problems, such as ordering large datasets or ordering pizza for large groups of engineers. Page and Brin experimented with numerous avian motivators before settling on a combination of linseed and flax (lin/ax) that not only offered superior performance, but could be gathered at no cost from nearby open space preserves. This open space lin/ax powers Google’s operations to this day, and a visit to the data coop reveals pigeons happily pecking away at lin/ax kernels and seeds.

  What are the challenges of operating so many pigeon clusters (PCs)?

  Pigeons naturally operate in dense populations, as anyone holding a pack of peanuts in an urban plaza is aware. This compactability enables Google to pack enormous numbers of processors into small spaces, with rack after rack stacked up in our data coops. While this is optimal from the standpoint of space conservation and pigeon contentment, it does create issues during molting season, when large fans must be brought in to blow feathers out of the data coop. Removal of other pigeon byproducts was a greater challenge, until Page and Brin developed groundbreaking technology for converting poop to pixels, the tiny dots that make up a monitor’s display. The clean white background of Google’s home page is powered by this renewable process.

  Aren’t pigeons really stupid? How do they do this?

  While no pigeon has actually been confirmed for a seat on the Supreme Court, pigeons are surprisingly adept at making instant judgments when confronted with difficult choices. This makes them suitable for any job requiring accurate and authoritative decision-making under pressure. Among the positions in which pigeons have served capably are replacement air traffic controllers, butterfly ballot counters and pro football referees during the “no-instant replay” years.

  Where does Google get its pigeons? Some special breeding lab?

  Google uses only low-cost, off-the-street pigeons for its clusters. Gathered from city parks and plazas by Google’s pack of more than 50 Phds (Pigeon-harvesting dogs), the pigeons are given a quick orientation on web site relevance and assigned to an appropriate data coop.

  Isn’t it cruel to keep pigeons penned up in tiny data coops?

  Google exceeds all international standards for the ethical treatment of its pigeon personnel. Not only are they given free range of the coop and its window ledges, special break rooms have been set up for their convenience. These rooms are stocked with an assortment of delectable seeds and grains and feature the finest in European statuary for roosting.

  What’s the future of pigeon computing?

  Google continues to explore new applications for PigeonRank and affiliated technologies. One of the most promising projects in development involves harnessing millions of pigeons worldwide to work on complex scientific challenges. For the latest developments on Google’s distributed cooing initiative, please consider signing up for our Google Friends newsletter.

 5. Chirag સપ્ટેમ્બર 26, 2009 પર 5:06 પી એમ(pm)

  હમ્મેશા અસામાન્યતા એ સામાન્ય બાબતોને અસામાન્યપણે ઉજાગર કરવાની ઘટના હોય છે. કોઈ વ્યક્તીને એના જીવન વીશે પ્રશ્નો કરીને જવાબો મેળવવા જેવી સામાન્ય ઘટના 10000 આવી પ્રશ્નોત્તરીને લીધે ચોક્કસપણે અસામાન્ય થઈ જવાની. આગોતરા અભીનન્દન.

 6. પ્રવિણ કે.શ્રીમાળી સપ્ટેમ્બર 26, 2009 પર 11:30 પી એમ(pm)

  દરેક માણસ સામાન્ય પણ વિચારોથી અસામાન્ય બની જાય… જયારે પૈસા અને સફળતા મળ્યા પછી અભિમાનનું ભૂત સવાર થાય અને પોતાના પરિવારથી પણ મનથી માણસ વિખુટો પડે ત્યારે અસામાન્ય થઈ જાય!
  પછી આ આ અસામાન્ય બનેલા માણસને સામાન્ય બનાવો મુશ્કેલ!

 7. Arvind સપ્ટેમ્બર 27, 2009 પર 3:39 એ એમ (am)

  આપનો આ નાવીન્ય પ્રકારનો પ્રયાસ ખરેખર સરાહનીય અને ધન્યવાદને પાત્ર છે ! આપના આ પ્રયાસને સફળતા જરૂર મળશે અને સામાન્ય માણસ જ પોતાના ઘડતરથી સમય જતાં અસામાન્ય બની રહેતો હોય છે ! આ અસામાન્યતા મેળવ્યા બાદ પણ જે સામાન્ય રહી શકે તે ખરા અર્થમાં સામાન્ય માણસ ગણાવો જોઈએ !

  સ-સ્નેહ

  અરવિંદ

 8. DR. CHANDRAVADAN MISTRY સપ્ટેમ્બર 27, 2009 પર 8:30 એ એમ (am)

  ARVINDBHAI had said it well in Gujarati Words…A common man can become UNIQUE or UNCOMMON, but if in that CHANGE, he remains same (COMMON…simple ) then the PRIDE has not touched that person !

 9. સુરેશ જાની સપ્ટેમ્બર 27, 2009 પર 9:13 એ એમ (am)

  સાનુકુળ પ્રતીભાવ આપનાર સૌ મીત્રોને આગ્રહભરી વીનંતી કે,

  સ્પીકબીન્દાસની પ્રશ્નોત્તરી ડાઉનલોડ કરી, તેને મોકલી આપશો.

  અને જવાબ અંગ્રેજીમાં જ લખવા ખાસ વીનંતી.

  સ્પીકબીન્દાસનું અભીયાન ગુજરાત પુરતું સીમીત નથી.દા.ત તંત્ર માર્ટીન સ્પેનીશ છે.

  તમારા બીન ગુજરાતી મીત્રોને પણ એ મોકલી, જવાબ આપવા ઈજન આપશો તો આનંદ થશે.

 10. Ramesh Patel સપ્ટેમ્બર 29, 2009 પર 4:31 પી એમ(pm)

  સામાન્ય માણસ જ પોતાના ઘડતરથી સમય જતાં અસામાન્ય બની રહેતો હોય છે ! આ અસામાન્યતા મેળવ્યા બાદ પણ જે સામાન્ય રહી શકે તે ખરા અર્થમાં સામાન્ય માણસ ગણાવો જોઈએ !
  Very nice Arvindbhai
  and અભીયાન of Sureshbhai/Speak bindas
  Ramesh Patel(Aakashdeep)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: