સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અંધકાર – એક અવલોકન

અંધારું હોય તો શી રીતે જોવાય?! શી રીત અવલોકન કરાય?!

પણ અંધકારમાં વીચારી તો શકાય ને?

જાતજાતનાં અંધારાં.

 • સાંજ ઢળી ગયા પછીનું માંડ ભળાય એટલું અજવાળું.
 • પુનમની કે અમાસની રાતનું અંધારું.
 • અમાસની રાતે ઘનઘોર વાદળ ઘેરાયાં હોય ત્યારનું કાળું ડીબાંગ અંધારું.
 • લાંબા બોગદામાંનું કે ઉંડી ગુફામાંનું કશુંય ન ભળાય એવું અંધારું.
 • અરે! કોઈ બારી વીનાના સાવ બંધ ઓરડાનું અંધારું.
 • મહાસાગરને તળીયે તલાતલ પાતાળ(Abyss) માં સમ્પુર્ણ પણ ભીનું અંધારું.

ગમે તેવું અંધારું હોય, એક કોડીયું કે ટોર્ચ પ્રગટે અને કમ સે કમ ચપટીક અંધારું તો ગાયબ થઈ જ જાય. અરે! એબીસમાં પણ સ્વયંપ્રકાશીત (ફોસ્ફોરેસન્ટ) જીવો પોતાનું અસ્તીત્વ નીખારતાં આછા પ્રકાશે ઝળહળતા હોય છે. ( એમની આશ્ચર્યમુગ્ધ થઈ જવાય તેવી વાત ફરી કો’ક વાર)

પણ ..

અંધારું પોતે કશું નુકશાન કરી નથી શકતું. તે કેવળ અંધકારની મહત્તા ગાઈ સંતોષ માને છે ! અંધારું હોય ત્યાં પ્રકાશ ફેલાવી શકાય છે. કદાચ આપણે એમ કહી શકીએ કે, અંધારું છે તો પ્રકાશનો મહીમા છે.

પણ વીચાર, વાણી, વીવેક, વીનયનો અંધાપો પણ હોય છે. એ દુર કરવો બહુ મુશ્કેલ હોય છે. ઝળહળતા સુર્ય જેવા કેટકેટલા પેગંબરો આવ્યા; વીશીષ્ઠ વ્યક્તીઓ અવતરી. પણ એ અંધાપો તો એમનો એમ જ. સાવ અવીચલીત.

અને આવા અંધાપાએ કેટકેટલી ખાનાખરબી સરજી છે? કેટકેટલી વ્યથાઓને જન્મ આપ્યો છે? લોહીની નદીઓ વહેવડાવી છે. આગ. લુંટફાટ, અત્યાચાર, તાંડવ, વીનાશ, આગ, બળાત્કાર, દાનવી લોભ, તૃષ્ણા અને સ્વાર્થ .. આ બધાં આવાં અંધારાનાં જ ફરજંદ છે ને?

પ્રકાશની ગેરહાજરી વાળા અંધારાંનો ઈલાજ તો મીણબત્તી, કોડીયું કે ટોર્ચ છે.

પણ આ વૈચારીક અંધાપાનો ઈલાજ શું?

ઉંઘતાને જગાડી શકાય. પણ જે જાગવા જ ન માંગતા હોય તેમને કોણ જગાડે? વીચારના અંધારામાં બીજો કશો વીચારેય ન આવે – ન કોઈ અવલોકન ….

10 responses to “અંધકાર – એક અવલોકન

 1. pragnaju ઓક્ટોબર 3, 2009 પર 4:30 પી એમ(pm)

  વીચારના અંધારામાં બીજો કશો વીચાર…

  મારા માટે, સફળતા એક લક્ષ્ય રાખવામાં છે. દુ:ખો વગેરેને અતિક્રમી જઈ ઉપર ઊઠવામાં છે. સપનું જોવામાં છે. નાના લોકો પ્રત્યે સંવેદના રાખવામાં છે, જગત સાથે જોડાણમાં છે, સચ્ચાઈમાં છે, પ્રમાણિકતામાં છે. જીવને તમને જે આપ્યું છે તે કરતાં કંઈક વધુ કરી પાછું તેને આપવામાં છે. સામાન્ય લોકો વચ્ચે રહીને જ અસામાન્ય એવું કંઈક કરવામાં છે.

 2. Harnish Jani ઓક્ટોબર 3, 2009 પર 5:52 પી એમ(pm)

  The absence of Light is Darkness(Andharu) As such there is no Andharu-Just like Cold-There is no cold-It is the absence of Heat-

 3. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 3, 2009 પર 6:03 પી એમ(pm)

  સ્નહી સુરેશબાઈ,

  તમારી પોસ્ટ વાંચી…..

  અહી, “અંધકાર” એટલે શું ? એ પહેલો સવાલ. તમે પોસ્ટમાં જણાવ્યું કે પ્રકાશ ના હોય કે એ પ્રકાશ ધીરે ધીરે ઓછો થઈ અલ્પ થતા અંધકારને આમંત્રણ આપે છે, અને જ્યારે પ્રકાશ ના હોય કે “ના હોય તેવું વાતાવરણ” આવતા “પુર્ણ અંધકાર”ને સ્વરૂપ મળે છે.

  આ પ્રમાણે, કહ્યા બાદ, તમે માનવ “વિચારધારા” કે પઈ માનવતાના “વર્તન” ને સંબોધતા તમે બીજા “માનવ અંધકાર”નું દર્શન કરાવ્યું અહી, દર્શાવેલા અંધકારમાં “એ છે ” નો અનુભવ થાય છે ત્યારે આગળ દર્શાવેલા અંધકારમાં “એ (પ્રકાશ) નથી”ની સમજણ અપાય છે……આ પ્રામાણે, આ “બે અવલોકન” માં સમાયેલો છે ફેરફાર……ચંદ્રવદન

 4. rekhasindhal ઓક્ટોબર 3, 2009 પર 10:23 પી એમ(pm)

  prakhaash no abhhav e j andhaaru nahee? ane teno y mahimaa to chhe j ne?

 5. maulik shah ઓક્ટોબર 4, 2009 પર 12:25 એ એમ (am)

  વૈજ્ઞાનિક સિધ્ધાંત મુજબ જ્યાંથી પ્રકાશના કિરણો પડીને પાછા પરાવર્તિત ન થાય ત્યાં આંખને અંધારુ લાગે !! બસ એટલે જ તો સદવિચારો કે સાચુ જ્ઞાન રુપી તેજ પણ ત્યાંથી પરાવર્તિત નથી થતુ !! કદાચ અંધારાની પણ કેટેગરી રહેતી હશે જેના છ- સાત પ્રકાર તમે વર્ણવ્યા તેમ બધાની કિરણો પરાવર્તનની સંભાવના જુદી જુદી રહેતી હશે.! એટલે જ કદાચ કેટલાક અંધારા ટકે છે અને ચિરાયુ બને તો કેટલાક બીચારા જલ્દી ઉડી જાય છે.!! જલ્દી ઉડી ગયેલા અંધારા પ્રકાશિત જગ્યા બની ઘણી વાર બીજા અંધારાને દૂર કરે એવુ પણ બને…! પ્રકાશિત જગ્યાને તો બધે પોતાનો પ્રકાશ ફેલાવવાનો ગુણધર્મ રહેલો છે સામેથી પ્રકાશ કિરણ પરાવર્તીત થાય તો ય ભલે ને ન થાય તોય ભલે…!

 6. Chiman Patel ઓક્ટોબર 4, 2009 પર 8:27 એ એમ (am)

  તમારા આ લેખ માટે કંઇક લખું એ વિચાર આવે છે, પણ પેન ઉપાડી લખવા જાઊ છું ત્યારે લખાતું નથી !

  હાસ્ય લેખક માટે એ અઘરું છે !!

 7. Capt. Narendra ઓક્ટોબર 5, 2009 પર 8:02 પી એમ(pm)

  અંધારૂં અને અંધત્વ બન્નેમાં ભિન્નતા છે. અંધજન માટે પ્રકાશ અને અંધકારમાં કશો તફાવત નથી. તફાવત છે કેવળ અંતર્દૃષ્ટિમાં એવું મારૂં માનવું છે. મારી માન્યતા પ્રમાણે પ્રકાશ એટલે જ્ઞાન અને અજ્ઞાન તે અંધારૂં. આપના અવલોકનના સમાપનમાં અપે લખ્યું, “ઉંઘતાને જગાડી શકાય. પણ જે જાગવા જ ન માંગતા હોય તેમને કોણ જગાડે? વીચારના અંધારામાં બીજો કશો વીચારેય ન આવે – ન કોઈ અવલોકન …” – એ જ જીવનનું મોટું તથ્ય છે. વિચારના અંધકારમાં જાગૃતિ ક્યાં સંભવી શકે?

 8. Bharat Jani ઓક્ટોબર 6, 2009 પર 10:33 એ એમ (am)

  Dear brother
  I have read some of your writings.Not all. I am happy and proud of your activites and progress.
  B.B.Jani

 9. પ્રવિણ કે.શ્રીમાળી ઓક્ટોબર 7, 2009 પર 8:33 એ એમ (am)

  દાદા, તમે ખરી વાત કહી!..પણ મન ના ખુણાંમાં રહેલાં અંધકારને લોકો અજ્ઞાન કહે છે અને તે લોકો કહે કે કોઈ સાચો ગુરૂ મળે તો તે અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ થી તે તેના આ મનના અંધાપાને દૂર કરે. કદાચ આ વાત સાચી ત્યારે અને કે તે ઝીલવા માટે સામેનું પાત્ર પણ તે પ્રમાણેનું હોવું જોઈએ. બાકી સ્કૂલ અને કૉલેજ ના અધ્યાપકો(ગુરૂ)આ કામ કયાં નથી કરતાં?! છતાંય નાપાસ થનારા વિધાર્થીઓ તો હોય છે જ. તેમનામાં અજવાળું નથી થતું અને ભવિષ્ય પણ!…

 10. B.G.Jhaveri ઓક્ટોબર 7, 2009 પર 11:56 એ એમ (am)

  Amavasya nu andharu Deepavali ne tedi lave chhe.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: