સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સ્વીમીન્ગ પુલમાં પ્રકાશ – એક અવલોકન

ઘણા વખત પછી સ્વીમીન્ગ પુલમાં અવલોકન સ્કુર્યું. આમ તો ઘણી વખત સ્વીમીન્ગ પુલમાં જાઉં છું.  પણ એની એ જ ઘટનાઓ અને એનો  એ જ માહોલ ( ગુજરાતી શબ્દ?) એટલે નવો કોઈ વીચાર ન આવે તે સ્વાભાવીક છે.

પણ આજે મારા દીકરાની કોલોનીમાં આવેલા સ્વીમીન્ગ પુલમાં અને તે પણ અંધારું થયા બાદ ગયો હતો. પુલની અંદર બે લાઈટો ચાલુ હતી અને આખો પુલ પ્રકાશથી ઝળાંહળાં હતો. લાઈટની પાસે પીળો સફેદ પડતો પ્રકાશ  અને બીજે બધે સરસ મજાનો આછા વાદળી રંગનો પ્રકાશ –  પાણીનાં મોજાંને કારણે સતત  હાલતો રહેતો પ્રકાશ – જાણે કે, પ્રકાશની નદી.

અને કોણ જાણે કેમ મને ધ્રુવીય વૃત્ત પર શીયાળામાં આકાશમાં દેખાતાં અરોરા યાદ આવી ગયાં. એ નજરે નીહાળવાની બહુ તમન્ના દીલમાં છે. પણ આજે તો મને એ હાજરાહજુર સ્વીમીન્ગ પુલમાં દેખવા મળી ગયા.

બે જ લાઈટો અને કેવું હૃદયંગમ દ્રશ્ય મોજુદ થઈ ગયું છે?

અરે ! મહાસાગરમાં બહુ ઉંડે, તલાતલ પાતાળમાં ( Abyss ) કે જ્યાં નીસેવેમ અંધકાર ચોગરદમ વ્યાપેલો હોય છે ; ત્યાં પણ એવાં જીવ વસે  છે કે, જે પોતાના શરીરમાંથી આછો પ્રકાશ રેલાવે છે.

અને પ્રકાશનું ખરું મુલ્ય તો અંધકારમાં જ સમજાય છે ને? ચારે બાજુ કાજળકાળો ઘોર અંધકાર વ્યાપેલો હોય ત્યાં એક નાનકડું કોડીયું કેવું સોહામણું લાગે છે? ઘોર અંધકારથી ભરેલી કેવર્નમાં ( કદાચ આપણા  ગુજરાતી શબ્દો ‘ગુફા’ કે ‘ગહ્વર’ એને માટે પર્યાપ્ત નથી.) એક નાનકડી ટોર્ચનો પ્રકાશ કેટલો બધો જરુરી બની જતો હોય છે?

અને આપણા અંતસ્તલના તીમીરમાં જ્ઞાનનો પ્રકાશ પથરાય ત્યારે?

જાણકારો એમ કહે છે કે, અંતરનાં ઉંડાણમાં પથરાતો ઉજાસ માણ્યો હોય તે ગાઈ ઉઠે છે …

અંદર તો એવું અજવાળું, અજવાળું.

ટળવળતી હોય આંખ, જેને જોવાને

એ મીંચેલી આંખેય ભાળું.

– માધવ રામાનુ

અરેરે! જીવડા, તું કદી બંધ આંખના અંધાપામાં ઝળહળતો એ પ્રકાશ માણવા ટળવળ્યો છે ખરો?  તને તો આ પુલમાં પ્રકાશ દેખાયો, કે અરોરા જોવા અને માણવા મળ્યું, એટલે ભયો ભયો!

કે પછી આ અજ્ઞાનીને મોટી ફ્લડ લાઈટોથી દેદીપ્યમાન પત્થરની મુર્તી નીહાળવા મળી એટલે સાક્ષાત્કાર થઈ ગયો!

4 responses to “સ્વીમીન્ગ પુલમાં પ્રકાશ – એક અવલોકન

 1. Chirag ઓક્ટોબર 1, 2009 પર 8:50 એ એમ (am)

  ધ્રુવજ્યોતી માણવાનો મારે પણ લ્હાવો લેવો છે. ચુમ્બકીય બળોની પરસ્પર અસરો જે જન્માવે છે તે અદભુત હોય છે.

 2. pragnaju ઓક્ટોબર 3, 2009 પર 4:20 પી એમ(pm)

  Oh!A R O R A
  Arora is a lightweight cross-platform web browser. It’s free (as in free speech and free beer). Arora runs on Linux, embedded Linux, FreeBSD, Mac OS X, Windows and any other platforms supported by the Qt toolkit.
  Arora uses the QtWebKit port of the fully standards-compliant WebKit layout engine. It features fast rendering, powerful JavaScript engine and supports Netscape plugins.
  Apart from the must-have features such as bookmarks, history and tabbed browsing Arora boasts:
  very fast startup
  integration with desktop environments
  smart location bar
  session management
  privacy mode
  flexible search engine management

 3. પ્રવિણ કે.શ્રીમાળી ઓક્ટોબર 7, 2009 પર 8:06 એ એમ (am)

  ખુબ જ સરસ અવલોકન..આપણી રોંજિંદી જિંદગીમાં ઘણાં પ્રસંગો, અનુભવો અને વસ્તુઓ આપણને કંઈ ને કંઈ શીખવતા હોય છે, મેસેજ આપતાં હોય છે, બસ તે માટે જરૂર હોય છે તમારા અવલોકન(ઓબ્ઝર્વ)ભરી દ્રષ્ટિ કે દ્રષ્ટિકોણ ની!..
  તમે જે કવિ માધવ રામાનુજ ની કાવ્ય પંકિતઓ આપી તે કદાચ તેમની દિકરી નેહાએ તેમની કવિતાઓને વાંચી નહીં હોય અથવા વાંચી હોય તો તેને પચાવી નહીં હોય! કેમકે, તેમની આ યુવાન દિકરી કે જે સારી નર્તિકા અને ગાયિકા હતી, બધા કાર્યક્રમોમાં તે ઉત્સાહપૂર્વક ભાગ લેતી, તે આજે આ દુનિયામાં નથી, કેમકે તેને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે!!…તેમની દિકરી અંધકારમાં ડૂબી ગઈ!!…કાશ તેને આ પંકિતઓ વાંચી હોત તો!!…

 4. Patel Popatbhai ઓક્ટોબર 8, 2009 પર 6:46 એ એમ (am)

  Dear Jani Saheb

  Aa lekh pan vanchyo, saras chhe. Sri Pravinbhai, tamari vat sathe sahmat chhun.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: