સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 37 જંગલમાં પીછેહઠ

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————

નવા શોધાયેલા ઘાટમાંથી લશ્કર પસાર થઈ શકે તે માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હતી.  ખાન જાતે તેનું નીરીક્ષણ કરતો હતો. એક સાથે હજાર માણસો કામ કરતાં હોવાથી, એ ગાઢ જંગલ ગાજી ઉઠ્યું હતું. રોજનાં અનેક ઝાડ કુહાડીઓના પ્રહારોથી ધરાશાયી થઈ રહ્યાં હતાં. પ્રકૃતી ઉપર સંસ્કૃતીનું આ અતીક્રમણ અભુતપુર્વ હતું. કપાયેલા થડોમાંથી રાતવાસો કરનારાઓનાં નીવાસ બનતાં હતાં; જે વાઘોની ટોળીઓથી રાતના પ્રહરીઓનું રક્ષણ કરતાં હતાં. કામ કરનારાઓના હોકારા, પડકારા અને ઝાડ ધરાશાયી થવાના અવાજોથી દીવસે તો જંગલી જાનવરો દુર ભાગી જતાં. પણ રાતની નીસ્તબ્ધ શાંતીમાં આ ટોળકીઓ પર હીંસક પશુઓ ત્રાકટવાની તક જવા ન દેતા.

લગભગ ચોથા ભાગનું જંગલ સાફ થઈ ગયું. ખાને ઘોડેસ્વાર સેનાને આગળ ધપવા હુકમ કર્યો. હવે સેનાને મેદાનમાં રાખવી પોસાય તેમ ન હતું. ખાને જંગલની અધવચમાં જ પડાવ ખસેડવાનો નીર્ણય લીધો. પણ ઝાડ કાપતાં ઠુંઠાં જમીન સરસાં રહી ગયાં હતાં. અનેક ઘોડાઓના પગે ઈજાઓ થવા માંડી. સાફ થયેલો રસ્તો કાપતાં સેનાને આખો દીવસ નીકળી ગયો.

અને ભયાનક જંગલમાં અને બન્ને બાજુએ ઉંચા પહાડોની  વચ્ચે સેનાએ નવો પડાવ નાંખ્યો. ઘોડાઓ આ માહોલથી ટેવાયેલા ન હતા. ઘવાયેલા ઘોડાઓ દર્દથી કણસતા હતા. એમને પાટાપીંડી  અને જમણ વીગેરે પતાવતાં મધરાત ઢુંકડી આવી ઉભી.

અને ચોકીયાતો સીવાય સૌ માંડ ઉંઘમાં ગરકાવ થાય એટલામાં તો એક ખુણેથી બુમરાણ ઉઠી. વાઘોની એક મોટી ટોળી બે ઘોડાઓ પર ત્રાટકી હતી. એમની અને ચોકીયાતો વચ્ચે રાતના અંધકારમાં ઝપાઝપી અને બુમરાણમાં આખી સેના બેબાકળી જાગી ઉઠી. વાઘોના પંજાથી ઘવાયેલા ઘોડાઓની મરણચીસોથી બાકીના ઘોડા ભડક્યા અને બાંધેલાં દોરડાં તોડી પાછા ભાગ્યા. ચારેબાજુ અંધાધુંધી ફેલાઈ ગઈ. રાતના અંધકારમાં સેનાને દોરવણી આપી નીયંત્રણમાં રાખવી એ લગભગ અશક્ય કામ હતું.

બેબાકળો બનેલો ખાન અને બીજા સરદારો, આ અણધારી આપત્તી માટે સાબદા ન હતા. આ અણધાર્યા દુશ્મન સામે તેની સેના નીસહાય બની તીતરબીતર થઈ ગઈ.

અને સવારના ઉજાસમાં ખાને હુકમ આપ્યો ,” આપણે મેદાન વીસ્તારમાં પીછેહઠ કરવાની છે.” અને આ સીવાય બીજો કોઈ વીકલ્પ પણ ક્યાં હતો?

સુરજ માથે આવતાં સુધીમાં લશ્કર માંડ ઠરીઠામ થયું.

ખાનના તંબુમાં નીરાશ વદને સરદારો ભેગા થયા.

ખાન: ”હવે આપણે શું કરવું જોઈએ?”

એક સરદાર,” ઘોડેસ્વાર દળ સાથે આગળ વધવાનો ખ્યાલ આપણે છોડી દેવો જોઈએ.”

બીજો સરદાર:” ઝાડ કાપવાની આપણી રીત બરાબર નથી. છેક મુળમાંથી ઝાડ ન કાપવાને કારણે આપણું લશ્કર બહુ ધીરેથીઆગળ વધે છે. એક જ દીવસમાં આખો ઘાટ પસાર કરી દેવાય; તો જ જંગલમાં રાતવાસો ટાળી શકાય. “

ખાન :” પણ તો તો આપણે બે ત્રણ પુનમ પતે ત્યાં સુધી રાહ જોવી પડે. આપણા માણસોનો જુસ્સો પણ ધીમો પડી જાય. “

આમ બહુ ચર્ચાઓ ચાલી.  વતનમાંથી  કુચકદમ કરીને નીકળ્યા હતા, તે જુસ્સો તો ગાયબ થઈ ગયો હતો. બધાના ચીત્તને નીરાશા ઘેરી વળી હતી. ખાન માથે હાથ દઈ બેસી પડ્યો. તેને ઘડીક આ સાહસ હાથ લેવા માટે પસ્તાવો પણ થઈ આવ્યો.

અને તેને પોતાનું બાળપણ સાંભરી આવ્યું. તે માંડ ચાર વરસનો હતો. તેના મા અને બાપની સાથે તે તંબુમાં બેઠો હતો. સામે આગમાં તાજો જ શીકાર શેકાઈ રહ્યો હતો. એના બાપે એક મોટો ટુકડો એને આપ્યો  હતો. બહુ ભુખ્યા થયેલા ખાને તે આખો મોંમાં ઘાલ્યો હતો. પણ પછી તો ન ચવાય કે ન બહાર કઢાય કે, ન તો કાંઈ બોલાય.

અને તેની માએ તેના બરડામાં ઠુંસો મારી માંસનો એ ટુકડો બહાર ઓકાવી દીધો હતો; અને શીખ આપી હતી કે, ” ગમે તેટલા ભુખ્યા હોઈએ, જેમ ખવાતું હોય , તેમ જ ખવાય. આખો કોળીયો ગળવા જઈએ તો ઓકી કાઢવા વારો આવે.”

અને ખાનને સમજાઈ ગયું કે, આખું લશ્કર ઘાટ ઓળંગે તે માટે તેણે રાહ જોવી જ રહી. તેને એ પણ સમજાઈ ગયું કે, નવી વ્યુહરચના કરવી જરુરી છે. તેના બત્રીસલક્ષના મને તરત રસ્તો શોધી કાઢ્યો.

ખાને સત્તાવાહી સ્વરે પોતાનો નીર્ણય જાહેર કર્યો,” મારી સાથે અડધી સેના પગપાળા ઘાટ પાર કરી, નદીકીનારે જગ્ગા અને ભુલાને મળશે. બાકીની સેનાનો નાનકડો ભાગ મેદાનના પડાવમાં ઘોડાઓની સાચવણી કરશે. અને બાકીના સૈનીકો ઘાટમાંથી ઝાડી, ઝાંખરાં અને મુળસોતાં ઝાડ દુર કરવાનું કામ ચાલુ રાખશે. જ્યારે આખો ઘાટ ઝડપી સફર માટે પુર્ણ રીતે તૈયાર થાય; ત્યાર બાદ જ ઘોડેસ્વાર દળ, પુરઝડપે, દીવસના અજવાળામાં ઘાટ પાર કરી નદીકીનારે પડાવ નાંખશે. એ દરમીયાન જગ્ગા અને ભુલાની સાથે નદીપારના પ્રદેશમાં શી રીતે કુચ કરવી તે હું નક્કી કરીશ. ”

બધા સરદારોએ આ ડહાપણ  ભરેલા નીર્ણયને વધાવી લીધો.

હવે પહેલો ઘા ઘોડેસ્વાર દળ વગર જ કરવાનો હતો. ખાને આ નીર્ણય અને અડધી સેના સાથે, ઘાટની વચ્ચેથી કુચકદમ શરુ કરી.

One response to “પ્રકરણ – 37 જંગલમાં પીછેહઠ

 1. pragnaju ઓક્ટોબર 3, 2009 પર 4:15 પી એમ(pm)

  A brave retreat is a brave exploit

  The human race has one really effective weapon and that is laughter. – Mark Twain. This book will arm you:
  700 Limericks & How to Write Them by William Clark

  The high point of Old Western films was the arrival of the cavalry with trumpets blaring and guns blazing. Attacks are always more satisfying than retreats but: he who fights and runs away lives to fight another day. In World War II the British retreat at Dunkirk was hailed as a triumph as the battered army limped off under constant bombardment to reform and later to return to victory.

  In our personal lives we have moments of success and failure – times to advance, times to pull in your horns and retrench. In the current financial turmoil many people will be faced with job losses and money worries till they feel like an army in retreat. The British at Corunna were in total disarray and falling back when somehow they managed to reform and fight back to win a defensive battle and then withdraw.

  If you are reeling under a financial crisis try to keep cool and disciplined. Success can be snatched from the jaws of disaster if you stay positive, focussed and determined to grasp any opportunity to advance. Be brave: fortune favors

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: