સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લગ્નોત્સુક યુવાન યુવતીઓ માટે

‘ તું જ મારું સર્વસ્વ છે. તારા વીના હું કેમ જીવી શકું?’

વાગ્દત્તા કે વાગદત્તો(!)  ઘેર આવ્યો હોય; ત્યારે એનો અવાજ દુરથી સાંભળીને જ હૈયામાં ઘંટડીઓ વાગવા માંડે.  ગઝલો અને કવીતાની ચોપડીઓ શોધાવા માંડે. કવી સમ્મેલનોની રંગત મીઠી મધ જેવી લાગતી થઈ જાય.

આ બધું  પ્રેમી અને પ્રેમીકા વચ્ચે જ હોય. પતી પત્ની વચ્ચે? હોય તો કદાચ એક બે વરસ.

અને પછી? રોજના ઝગડા. બધી લીલોતરી સુકાઈને સુકો ભંઠ રણ પ્રદેશ.

અવશ્ય અપવાદ રુપ યુગલો હશે કે, જેમના જીવનમાં વાર્ધક્યની સંધ્યા સુધી પણ એ જ મુગ્ધ પ્રેમ અવીચલીત રહ્યો હોય. પણ મોટા ભાગનાં જીવન રગશીયા ગાડામાં જોડાયેલા ધોરીની જેમ – હાંફતા, કણસતાં – એકમેકને લાતંલાતીથી નવાજતાં. એ જ ઘંટડી જેવો અવાજ, હવે કર્કશ લાગતો થઈ જાય છે.

અને હવે તો એકવીસમી સદીનો વાયરો ચોગરદમ ફુંકાયો છે – પશ્ચીમની હવા – સ્વતંત્રતા કે સ્વચ્છંદ્તાનો વાયરો.

‘ ચટ મંગની, પટ બ્યાહ’ ની જગ્યાએ…..

‘ તુ નહીં, ઓર સહી.’

ચટ લગન, પટ છુટાછેડા.

આમ કેમ?

  • વધતા જતા શીક્ષણનો પ્રભાવ?
  • ઉભય પક્ષે અસહીષ્ણુતાની અસર?
  • જમાનાજુના પુરુષ પ્રધાન સમાજનો, બદલાવ ન સ્વીકારવાનો અભીગમ?

જે હોય તે, પણ એ હકીકત એ છે કે, પ્રેમલગ્નોના અને સ્વેચ્છાએ થતી પસંદગીના આ જમાનામાં પણ,  શારીરીક આકર્ષણમાં અંધ બનેલાં પુખ્ત યુવક યુવતીને જીવનમાં આવનાર પ્રશ્નોનો ખ્યાલ હોતો નથી. એમાંનું લગભગ કશું   જ, જીવનના એ મહત્વના વળાંક પર ચર્ચાતું નથી. એ ચર્ચવાની હીમ્મતનો પણ મોટે ભાગે અભાવ વર્તાય છે.

આ લેખમાં જીવનના આ અત્યંત અગત્યના તબક્કે, લગ્નોત્સુક યુવક યુવતીએ શું ચર્ચવું જોઈએ; તે અંગે સુચનો આપેલાં છે. આમાં મારું પોતાનું ચીંતન કશું જ નથી. અંગ્રેજીમાં અને પશ્ચીમી સમાજને અનુલક્ષીને એ સુચવાયેલાં છે.

પણ ભારતીય અને ગુજરાતી સમાજમાં વધતી જતી પશ્ચીમની ઘેલછાના પ્રતાપે આપણે માટે પણ એ પ્રસ્તુત છે; એમ મને લાગે છે.

મુળ અંગ્રેજી લેખ પરથી ભાવાનુવાદ

મુળ લેખ વાંચવા અહીં ‘ ક્લીક ‘ કરો.

  1. આપણા કુટુમ્બમાં બાળકો હોવા જોઈએ કે નહીં? જો જવાબ ‘હા’ હોય તો, તેમને ઉછેરવાની મુખ્ય જવાબદારી કોણ લેશે?
  2. આપણને એકબીજાની નાણાંકીય જવાબદારીઓ અને ધ્યેયોનો બરાબર ખ્યાલ છે ખરો? ખર્ચ અને બચત વીશે આપણા વીચાર શું છે?
  3. ઘર શી રીતે ચાલશે, તે વીશે આપણી શું અપેક્ષાઓ છે? તેની આપણે મુક્ત મને ચર્ચા કરી છે? ઘરનાં રોજીંદા કામ કોણ કરશે?
  4. આપણા શારીરીક અને માનસીક આરોગ્ય અંગેની વીગતો અને ઈતીહાસ અંગેની પુરેપુરી માહીતી આપણે એકબીજાને આપી છે?
  5. મને અપેક્ષા છે, એટલી મારી જીવનસાથી વ્યક્તી પ્રેમાળ અને ઉષ્માપુર્ણ છે?
  6. આપણે યૌન સંબંધો, તે અંગે આપણી જરુરીયાતો, અપેક્ષાઓ, ભયો  વીશે મુક્ત મને અને સ્વસ્થતાથી ચર્ચા કરવા તૈયાર છીએ?
  7. બેડરુમમાં આપણે ટેલીવીઝન રાખીશું?
  8. આપણે એકબીજાને ધ્યાનથી સાંભળીએ છીએ? એકબીજાના વીચારો અને ફરીયાદોને ન્યાયી રીતે મુલવીએ છીએ?
  9. આપણા આધ્યાત્મીક વીચારો, માન્યતાઓ અને જરુરીયાતો વીશે આપણે સ્પષ્ટ સમજુતી સાધી શક્યા છીએ? આપણા ભાવી બાળકોને આપણે શી રીતની ધાર્મીક/ નૈતીક કેળવણી આપીશું? તે અંગે  આપણે ચર્ચા વીચારણા કરી સમ્મતી સાધી છે?
  10. આપણને એક્બીજાના મીત્રો/ સંબંધીઓ ગમે છે? આપણે તેમને જરુરી સન્માન આપીએ છીએ?
  11. આપણે એકબીજાનાં માબાપને અમુલ્ય સમજીએ છીએ? તેમને જરુરી માન આપીએ છીએ? આપણા સંબંધોમાં એ લોકો આડખીલીરુપ બનશે એવું આપણને લાગે છે?
  12. તને ન ગમતું હોય તેવું મારા કુટુમ્બમાં કાંઈક છે?
  13. લગ્ન બાદ કાંઈક ચીજ મારે ત્યજી દેવી પડે; તો તે માટે હું તૈયાર છું?
  14. જો આપણામાંથી એકને રહેઠાણની જ્ગ્યાએ કામ કરવાની બહુ સરસ તક મળે, તો ત્યાં રહેવા જવાની મારી તૈયારી છે?
  15. લગ્નજીવનને ટકાવી રાખવા માટે આપણે પુર્ણ રીતે સંકલ્પબદ્ધ છીએ? આપણે પ્રામાણીક રીતે માનીએ છીએ કે, આપણું જોડાણ   જીવનમાં અચુક આવતા સંઘર્ષોનો મુકાબલો કરી શકે તેટલું મજબુત છે?

21 responses to “લગ્નોત્સુક યુવાન યુવતીઓ માટે

  1. sanjay nanani ઓક્ટોબર 3, 2009 પર 12:56 પી એમ(pm)

    ARE BAPA AVU TO AAJTHI 25VARAS PAHELA KAI NOTU. LAGNA KARIYE PACHI KHABAR PADTI KE HU KENE PARANIYO CHU. KHAIR TYARE TO GAME TEM BADHU CHALTU HTU .
    PAN AAJ NO JAMANO PAHELA HONNEYMOON PACHI LAGNA EVO CHE.
    KHAIR GHANO SARAS LEKH CHE..
    BAKI HAMNA NO TAJO DAKHLO MARI AJUBAJU MATHI APU CHU. 1 VYAKTI LOVE MRG KARE CHE BIJI JAT NI LADKI NI SATHE . BANNE EK J COMPANY MA KAM KARTA HOI CHE. LAGNA PACHI CHOKARA NE VIDESH MA JAVANO CHANC MALE CHE ANE TE VIDESH JAI CHE. 2 VARASE PACHO AVE CHE. CHOKARI AHIYA TEJ COMPANI MA NOKARI KARE CHE. PELA BHAI BADHO PAGAR POTANI PATNI NE MOKLAVI DETA HOI CHE. ANE TE BHAI LAGNA PAN MATA PITA NI MARJI NI KHILAF KARELA TETHI BHAI NE GHAR MA THI KADHI MUKELA CHE. 2 MAHINA NI CHUTTI PACHI TE BHAI PACHA VIDESH JAI CHE ANE TYAR PACHI 9 MAHINE TENE TYAN BALAK AVE CHE. BHAI KHUB KHUS HOI CHE. ROJ MANE KAHE CHE KE AJE MARA CHOKARA MATE AA LIDHU ANE TE LIDHU. WIFE MATE GOLD LIDHU. TYARE PACHI TE BHAI NE 1 VARAS PACHI VIDESH NI COMPANY MA BOSS SATHE PROBLEM THAI CHE ANE TE BHAI INDIA PACHA AVE CHE.
    PAHELI VAT TE BHAI TENA MA-BAP NA GHARE JAI NATHI SAKVANA. TE TENI PATNI SATHE RAHE CHE BHADA NA MAKAN MA . …ANE 1DIVAS TENI PATNI KAHE CHE KE TU KAIK KAM KAR …HU TANE KYA SUDHI KHAVDAIYA KARISH….HAJI TE BHAI NE INDIA POHANCHI NE 15 DIVASH J THAIYELA….
    VAHALA MITRO PACHI KHABAR PADI KE TENI PATNI TO TE JE COMPANY MA KAM KARTI HATI TE BOSS SATHE CHALU HATI ANE AA BALAK PAN PELA BOSS NU J HATU….ANE HAVE BHAI CHUTACHEDA LAI NE ….DHOBI NO KUTRO NA GHAR NO KE NA GHAT NO … TEM JIVI RAHIYA CHE….
    AA CHE JANIBHAI AAJ KAL NU PASCHIMI CULTURE …AA CHE……..

  2. pragnaju ઓક્ટોબર 3, 2009 પર 4:12 પી એમ(pm)

    ખૂબ સંઘર્ષવાળા જીવનનો પ્રભાવ છે
    ફરી ચક્રવત પરિવર્તન આવશે

  3. Harnish Jani ઓક્ટોબર 3, 2009 પર 5:48 પી એમ(pm)

    I m not the fool who can advice or predict any thing for married life- I m a married man– Only person who knows married life is a bachlor.

  4. rekhasindhal ઓક્ટોબર 3, 2009 પર 10:19 પી એમ(pm)

    Very sensitive subject. In both culture (eastern and western) everybody is seeking for freedom with or without married life. the kind of freedom that should come from within. and it is possible with good marriage.

  5. hemant doshi ઓક્ટોબર 3, 2009 પર 11:53 પી એમ(pm)

    this subject is like love subject.
    it is endless. so better injoy is it.

  6. Dr.Ashok Mody ઓક્ટોબર 4, 2009 પર 1:26 એ એમ (am)

    I fully agree with Hemant Doshi. Simply you enjoy ! This topic is always good for media and now for blogs. They can have time pass activity.

  7. urvi padhiar ઓક્ટોબર 4, 2009 પર 1:59 એ એમ (am)

    ghanoj saras lekh aaj kal na bhanela couple ne aa questions per vichar karine merrage life ma pravesh karvo joiye

  8. atul vyas ઓક્ટોબર 4, 2009 પર 8:47 એ એમ (am)

    If U go to a restaurant & find two couples sitting on different tables.
    one married
    other dating
    U will be able to distinguish easily!!!
    Both partners of one couple R looking around what is going on
    the other couple U will find looking in each other’s eyes
    atul

  9. Ramesh Patel ઓક્ટોબર 4, 2009 પર 1:51 પી એમ(pm)

    કવિ સંમેલનનો કેફ લગ્ન પછી ઉતરતો જાય કારણકે આપે આપેલ

    15.. પદી , સમર્પણની શક્તિઓ માપવા માંડે.

    આજનો આ યક્ષ પ્રશ્ન ચિંતાનો વિષય છે પણ સમય શીખવતો જશે

    પ્રેમથી કે બળજબરીથી.

    ચીંતન લેખ ખૂબ જ ગમ્યો.

    રમેશ પટેલ(આકાશદીપ)

  10. Utkarsh Shah ઓક્ટોબર 4, 2009 પર 2:26 પી એમ(pm)

    Article is nice, but tell me one thing how much time you get to know each other with it comes to arrange marriage. I agree if that you are in love then you have enough time to get answers of many questions presented here.

    In arrange marraige, one hardly gets time of AN HOUR to talk with person he/she has met. And if you ask this kind of questions its very much likely that other person (same wali vyakti) is gonna think that, oh my god, this girl/guy is crazy of what?? what kind of questions he/she is asking?

    Its much of nice to read but hard to use it practicle, especially in arrange marriage. But, yes if you are planning to marry a girl/a guy with whome you are in love then you should try to find out answers of these questions.

    Regards
    Utkarsh Shah

  11. સુરેશ જાની ઓક્ટોબર 4, 2009 પર 2:45 પી એમ(pm)

    આ સુચનો દરેક યુવા યુવતી માટે છે. એક કલાકમાં નક્કી થતા સંબંધોમાં ‘ પડ્યું પાનું નીભાવી ‘ લેવાની પરંપરાગત વૃત્તી જરુરી છે.
    પ્રેમ લગ્નોમાં તો આ ચર્ચા માટે મોકળો સમય મળ્તો હોય છે.
    પણ એ ય આવી ચર્ચા માટે વપરાય છે ખરો ?
    પણ આવા જ મુદ્દાઓ પર લગ્નો તુટ્તા જોવા મળે છે – પ્રેમ લગ્નો સમેત …

  12. chandravadan ઓક્ટોબર 4, 2009 પર 5:58 પી એમ(pm)

    Your Post brings the attention os MANY to this subject of MARRIAGE….yet, your POINTS ( I mean the points on your TRANSLATION ) do not give the SOLUTION for the PERFECT MARRIAGE or REVEAL the CAUSES of the FAILURES…..
    And, as you read so many COMMENTS, some agree with you & many do not want to touch this subject of LOVE/MARRIAGES.
    I see that in this Day & Age there are lasting marriages too…..may be the DATA collected from these couples may shed some LIGHT on this….This is what I think !..CHANDRAVADAN
    http://www.chandrapukar.wordpress.com

  13. Vikram ઓક્ટોબર 5, 2009 પર 12:09 એ એમ (am)

    Lekh saro che and Sureshbhai ni comment is also good.

  14. Patel Popatbhai ઓક્ટોબર 5, 2009 પર 2:02 એ એમ (am)

    Dear Jani Saheb

    Lekh saro chhe. Lagna ek kautumbik sanstha chhe.Prem to lagna pchhi pan thaela jova male chhe. Tyn ek bijane sanbhlva samajva sathe ” Tame ketlu kamao chho ae agtynu chhe j, aethi pan vdhare agtynu ae chhe ke tmari kamani mathi tame ketlu saru kaotumbik jivan jivi shako chho ” (By Let. Sree Vithaldas Kothari Prof. Arthshastra – Gujarat vidhyapith ) Aema sanskar pan bhag bhajve chhe. Sanghars vina maza j kyan chhe.

    Jani saheb Tamra 1 thi 15 Prasno khubaj Agatyana chhe.

  15. Vipin ઓક્ટોબર 5, 2009 પર 7:29 પી એમ(pm)

    Hope the well intentioned thoughts targetted for aspiring marriage candidates reach their maximum number. Let everyone put some effort for this. Happy marriages are good not only for the married couples but for the whole society.
    Over expectatios, comparisons, intolerance are to be avoided in all relationships.

  16. પ્રવિણ શ્રીમાળી ઓક્ટોબર 6, 2009 પર 5:20 એ એમ (am)

    દાદા, આ બધી વાતો તમારી સાચી છે અને લગ્ન પહેલાંનું આ બધા પ્રશ્નો ના જવાબ નું હકારાત્મક કમિન્ટમેન્ટ થાય અને એગ્રીમેન્ટ થાય પછી?!…પછી પણ આ બધું હવામાં ઓગળી જાય છે. અને તેથી હું તમારી આગળની વાત સાથે સહમત છું કે પ્રેમી-પ્રેમિકા તરીકે જે પ્રેમ છે તે લગ્ન કર્યાં બાદ એક કે બે વર્ષ રહે છે, જે એકબીજા માટે મરવાં અને દરેક પરીસ્થિતીમાં સાથે રહેવાનાં બણગાં ફૂંક્યાં હોય છે તે જીવનની વાસ્ત્વિક મુશ્કેલીઓમાં ડગમગી જાય છે. ઢળતી સંધ્યા સુધી ભાગ્યે જ કોઈક યુગલનો પ્રેમ(કદાચ પ્રેમ તો હંમેશા એટલો જ) અકબંધ હોય પણ સંસારની જરૂરિયાતો અને સંતાનો તથા પોતાની અપેક્ષાઓ પૂરી કરવામાં તેની અભિવ્યકિત લગભગ ભૂલાઈ ગઈ હોય છે, તેની સામે નાની નાની વાતો માં અપેક્ષાઓ ન પૂર્ણ થતાં એકબીજા સામે ઘૂરકિયાં કરવાના! એકબીજા સામે ઘૂરકિયાં એ લોકો નથી કરતાં કે જેમાંનું એકાદ સાથી તેની બરોબરીનું ન હોય અને તે હંમેશા નમતું જોખવામાં અને લેટ ગો કરવામાં માનતું હોય. વાંચો મારી આ ગઝલ :

    ખરી લાગણી

    જિસ્મ અલગ ને રુહ એક લાગે, તે ખરી લાગણી
    વલોવાઈએ અમે અને વિહવળ બનો તમે, તે ખરી લાગણી

    ઘણાં સોપાનો સર કરી પહોંચ્યાં છીએ ઊંચાઈએ
    ત્યાંથી પણ નજર અમારા સુધી પહોંચે , તે ખરી લાગણી

    પ્રેમ છે ઘણો તમ પર, પણ અવળ ચંડાઈ તમારી નડે
    હજાર અવગુણો ભૂલી એક ગુણે ઓવારી જઈએ, તે ખરી લાગણી

    નજીક હોઈએ ને પરસ્પર ઘુરકીયાં કરીએ
    દૂર હોઈએ ને યાદ સતત સતાવે, તે ખરી લાગણી

    કદીક યાદો ના ખંડેરમાં આંટો મારી આવો
    ને કરો વહાલ પ્રસંગ ના અવશેષો ને , તે ખરી લાગણી

    પ્રિયજન ને બંધન નાં પિંજર માં પૂરવું શાંને?
    મુકત આકાશ માં ઉડવાની મુકિત એ, તે ખરી લાગણી

    છાને ખુણે ઝીણું-ઝીણું કંઈક બહાર આવવા મથે
    હોઠે આવે, તે પહેલાં આંખો જ જતાવે, તે ખરી લાગણી

    તરફડાટ જળ વિના મીન નો, વિલાપ મુરઝતી વેલનો
    ને ઝુરાપો સારસનો, થાય બે હાલ એકબીજા વિને, તે ખરી લાગણી

    દેહ તો રોજ ગુંથાઈ અરસ-પરસ
    મનનાં મણકાં ગુંથાય એકતારે , તે ખરી લાગણી

    તન-મન-ધન વારીએ તમ પર એવાકે
    કદીક મોત આવે એમનૂં ને જાત ધરીએ આપણે, તે ખરી લાગણી

    -પ્રવિણ કે.શ્રીમાળી

  17. sheetal chauhan ઓક્ટોબર 8, 2009 પર 10:35 એ એમ (am)

    aa badhu etle bani rahyu che k chokriyo mostly sensative ane imotional hoy che ne chokra o practical, pan jyare jarur pade tyare chokrio sathw imotion game rami jaay che, etlej mata pita e hamesaha tinage ma chokrione practical banavavi joie, ane etli maturity to apvi j joie k atleast no one can cheat them, aa lekh khub saras che, j darek lagna yuvak yuvti ne j nahi temna parivar ne pan badhu samjavi jaay che

  18. pragnaju સપ્ટેમ્બર 10, 2013 પર 9:10 એ એમ (am)

    યુવાનીમાં મનગમતો જીવનસાથી મળે તો સ્ત્રીનું જીવન ધન્ય થઈ જાય પણ ના મળે અથવા મળતા વાર લાગે તો ?

    કોઈના સ્વપ્નાની રાણી બનવાનો પ્રયત્ન કરવામાં ખોટું શું છે ? સ્ત્રીના હર્ષોલ્લાસ અને ઉન્માદભર્યા જીવનની તરફદારી કરનાર શ્રીમતી હેલન ગર્લી બ્રાઉનનું ગઈ ૧૩મી ઓગસ્ટે અવસાન થયું. અમેરિકાના ‘કોસ્મોપોલિટન’ મેગેઝિનનાં તંત્રી તરીકે ૩૦ વર્ષ સુધી એવી જબરજસ્ત રીતે તેમણે સ્ત્રી સ્વાતંત્ર્યની મોહીમ ઉપાડી અને સામાજિક ક્રાંતિ સર્જી કે સાહિત્યક્ષેત્રે તેમનું નામ અજરામર બની ગયું છે. સુખ-દુઃખ વચ્ચે ઝોલા ખાતી તેમની જિંદગી જાણવા જેવી છે.

  19. dhirajlalvaidya સપ્ટેમ્બર 11, 2013 પર 3:50 એ એમ (am)

    મૃગમૃગલી બે પ્રેમીઓ,તરસ થકી જીવ જાય.
    ત્યાં થોડું પાણી મળે, જે એકને પુરૂં ન થાય.
    બેઉ પરસ્પર ચ્હાય કે, બચે પ્રેમીના પ્રાણ,
    એમ કરી જળ ‘ના’ પીએ, કરે જાન કુરબાન.
    પ્રેમ હોય ત્યાં,સ્વાર્થ નહીં,નહી જીવની દરકાર,
    પ્રેમ કાજ સ્વાર્પણ કરે, તો જ પ્રેમ ટકનાર.

    અમે નાનપણમાં ભણેલી આ કવિતાઘણું બધું શિખવી જાય છે.
    દાંપત્ય જીવન
    પેમ અને વિશ્વાસના પાયા ઉપર ચણાય છે.
    અને
    ત્યાગ અને સહિષ્ણુતાના આધારથી ટકે છે.

  20. nabhakashdeep સપ્ટેમ્બર 12, 2013 પર 7:18 પી એમ(pm)

    મતભેદ ભલે હોય પણ મન ભેદ વગર વિશ્વાસ ટકે તો ઉત્તમ દામ્પત્ય માણવા મળે. સમજદારી રાખી તો સુખાનંદ નહીં તો દુખાનંદ.

    રમેશ પટેલ(આકાશદીપ)