શોર્ટ કટ અને લોન્ગ કટ
( એ લેખ વાંચવા ઉપર ‘ક્લીક’ કરો.)
બે અનુભવ પર આધારીત આ બે લેખ લખ્યા. એક સરસ પ્રતીભાવ મળ્યો કે,
…… અનુકુળ રસ્તો લેવો. સ્થળ, સમય, સંજોગને આધીન – જેવી જરુર હોય તેવો રસ્તો લેવો.
એકદમ વ્યવહારીક વાત. સીધા સટ રસ્તે ચાલવું. લાંબા રસ્તે સ્વૈરવીહાર કરી ઠામુકાનો શ્રમ અને સમય ન બગાડવો. અને શોર્ટ કટનું જોખમ પણ ન લેવું. નો રીસ્ક ફેક્ટર!
સમય વર્તે સાવધાન. જેવો વટ, તેવો વહેવાર. જે આંગળીએ ઘી નીકળે, તે વાપરવી. આ જ તો જીવનને સરળ રીતે જીવવાની રીત. મધ્યમ માર્ગ. સફળ થવાની રીત. સામાન્ય અને સર્વમાન્ય રસ્તો. કોઈ વીવાદ વીનાની, ગળે શીરાની જેમ ઉતરી જાય તેવી વાત.
પણ …
- કશુંક નવું કરવું હોય તો?
- નવી કેડી પાડવી હોય તો?
- નવું સંશોધન કરવું હોય તો?
- પનામાની કે સુએઝની નહેર બનાવવી હોય તો?
- ચન્દ્ર અને મંગળ સર કરવા હોય તો?
- અજાણ્યા રાહે ચાલી, નવા પ્રદેશો શોધી કાઢવા હોય તો?
- જીવનને સરળ બનાવે તેવા શોર્ટ કટ શોધવા હોય તો?
- પર્વતના શીખર પર ચઢવું હોય તો?
- જુની રસમો તોડી, નવી પ્રથાઓ સ્થાપવી હોય તો?
એ તો વીરલાનું કામ. બહાદુર બંકાનું કામ. પાગલનું, નશામાં મસ્ત મસ્તાનાનું કામ. પથ પ્રદર્શકનું કામ. સામાન્યતાને વીસારી પાડનારનું કામ.
અનુકુળતા જ શોધનારનું એ કામ નહીં. વ્યવહારીક બુધ્ધી ધરાવનાર, ગાડરીયા પ્રવાહમાં ચાલનાર, વધારે પડતા હુંશીયાર જણનું એ કામ નહીં.
Like this:
Like Loading...
Related
આ અંગે કવિઓના શેર માણીએ…
બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટૂંકો પંથ માંગો છે તમે
શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને,
રસ્તો ભૂલી ગયો ને દિશા ફરી ગઇ.
એ જ મુસાફિર જગમાં સાચો જેની પાછળ મંઝિલ ભટકે,
દીપ પતંગને કોઇ ન રોકે,પ્રીત અમારી સૌને ખટકે.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
Pingback: શોર્ટ કટ- ફીલ્મ રીવ્યુ « ગદ્યસુર