સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખરી લાગણી -પ્રવિણ કે.શ્રીમાળી

જિસ્મ અલગ ને રુહ એક લાગે, તે ખરી લાગણી
વલોવાઈએ અમે અને વિહવળ બનો તમે, તે ખરી લાગણી

ઘણાં સોપાનો સર કરી પહોંચ્યાં છીએ ઊંચાઈએ
ત્યાંથી પણ નજર અમારા સુધી પહોંચે , તે ખરી લાગણી

પ્રેમ છે ઘણો તમ પર, પણ અવળ ચંડાઈ તમારી નડે
હજાર અવગુણો ભૂલી એક ગુણે ઓવારી જઈએ, તે ખરી લાગણી

નજીક હોઈએ ને પરસ્પર ઘુરકીયાં કરીએ
દૂર હોઈએ ને યાદ સતત સતાવે, તે ખરી લાગણી

કદીક યાદો ના ખંડેરમાં આંટો મારી આવો
ને કરો વહાલ પ્રસંગ ના અવશેષો ને , તે ખરી લાગણી

પ્રિયજન ને બંધન નાં પિંજર માં પૂરવું શાંને?
મુકત આકાશ માં ઉડવાની મુકિત એ, તે ખરી લાગણી

છાને ખુણે ઝીણું-ઝીણું કંઈક બહાર આવવા મથે
હોઠે આવે, તે પહેલાં આંખો જ જતાવે, તે ખરી લાગણી

તરફડાટ જળ વિના મીન નો, વિલાપ મુરઝતી વેલનો
ને ઝુરાપો સારસનો, થાય બે હાલ એકબીજા વિને, તે        ખરી લાગણી

દેહ તો રોજ ગુંથાઈ અરસ-પરસ
મનનાં મણકાં ગુંથાય એકતારે , તે ખરી લાગણી

તન-મન-ધન વારીએ તમ પર એવાકે
કદીક મોત આવે એમનૂં ને જાત ધરીએ આપણે, તે ખરી લાગણી

-પ્રવિણ કે.શ્રીમાળી

4 responses to “ખરી લાગણી -પ્રવિણ કે.શ્રીમાળી

 1. Nitin Gohel ઓક્ટોબર 6, 2009 પર 8:58 એ એમ (am)

  તન-મન-ધન વારીએ તમ પર એવાકે
  કદીક મોત આવે એમનૂં ને જાત ધરીએ આપણે, તે ખરી લાગણી..

  chelli be line mane savthi vadhare game

 2. sapana ઓક્ટોબર 6, 2009 પર 8:02 પી એમ(pm)

  તરફડાટ જળ વિના મીન નો, વિલાપ મુરઝતી વેલનો
  ને ઝુરાપો સારસનો, થાય બે હાલ એકબીજા વિને, તે …..

  Wah Sureshbhai,
  saras gazal lai aavya.
  aabhaar
  Sapana

 3. Ramesh Patel ઓક્ટોબર 6, 2009 પર 10:07 પી એમ(pm)

  પ્રેમ છે ઘણો તમ પર, પણ અવળ ચંડાઈ તમારી નડે
  હજાર અવગુણો ભૂલી એક ગુણે ઓવારી જઈએ, તે ખરી લાગણી

  નજીક હોઈએ ને પરસ્પર ઘુરકીયાં કરીએ
  દૂર હોઈએ ને યાદ સતત સતાવે, તે ખરી લાગણી

  Nice.

  Ramesh Patel(Aakashdeep)

 4. Tarun Rohit - Chikhodra નવેમ્બર 20, 2010 પર 7:41 એ એમ (am)

  This Is true Love defination

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: