સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચા બનાવતાં – એક અવલોકન

ચા બનાવવાનો સવારનો સમય એ મારે માટે સૌથી વધુ વ્યસ્ત સમય હોય છે. બધા ચા દુધ પીને, નાસ્તો કરીને ઓફીસ, શાળાએ વીદાય થાય ; તે બાદ મારો ઈન્ટરનેટ પીરીયડ શરુ થાય! પણ સવારના એ વ્યસ્ત સમયમાં મને સૌથી વધારે અવલોકનો સ્ફુર્યાં છે.

તે દીવસે ચા બનાવતાં રોજની જેમ, પાણીમાં આદુ છીણીને નાંખ્યું, ચાની ચમચીઓ માપ ભરીને નાંખી અને ગરમ સ્ટવ પર ચમચા વડે મીશ્રણને બરાબર હલાવ્યું. અને નજર એ મીશ્રણ પર કેન્દ્રીત થઈ. કાળા બખ દ્રાવણમાં બધાં કણો ચક્કર ચક્કર ઘુમરી લઈ રહ્યાં હતાં. ધીમે ધીમે તેમનો વેગ ઓછો થયો અને છેવટે દ્રાવણ સાવ સ્થીર થઈ ગયું. બે ત્રણ વાર હલાવ્યું અને દરેક વખતે એ જ પ્રક્રીયા – ધીમી અને ધીમી થતી જતી ઘુમરીઓ અને અંતે સ્થીરતા.

ઉકળવાનો સમય થયો અને આખુંય દ્રાવણ એક વીપ્લવમાં પરીવર્તીત થઈ ગયું. સ્ટવ પરથી તૈયાર ચાની તપેલી બાજુએ મુકી દીધી અને થોડીક વારમાં ઉભરોય શાંત પડી ગયો.

આનાથી ઉંધું – જો ગતીમાન ચીજને અટકાવનાર, ઘર્ષણ જેવું કોઈ બળ ન હોય; તો તે ચીજ સતત ગતીમાં જ રહ્યા કરે. તે કદી સ્થીર ન થઈ શકે. તેની ગતી ધીમી પણ ન પડી શકે. જેમ કે, બરફ પર સ્કેટીન્ગ ; સુર્ય, ચન્દ્ર, પૃથ્વી, ગ્રહો, તારાઓ ; અણુના કેન્દ્રની આજુબાજુ ઈલેક્ટ્રોન….

યંત્રશાસ્ત્રનો પહેલો નીયમ – ન્યુટનનો નીયમ, જડત્વનો નીયમ.

……. અને મન વીચારે ચઢી ગયું.

કોઈ પણ ચીજને ગતીમાન રાખવા માટે ચાલક બળની જરુર પડે છે. એ બળ હાજર હોય ત્યાં સુધી જ ગતી ચાલુ રહે છે. જેવું એ દુર થયું કે, તરત જ ગતી ધીમી પડી ગઈ. આ જ રીતે ગતીમાં આવેલ ચીજને અટકાવવા પણ તાકાત જરુરી છે.

કોઈ પરીવર્તન લાવવા માટે પણ તાકાત જોઈએ છે; પરીશ્રમ જોઈએ છે.

સતત પરીવર્તન એ સૃષ્ટીનો અફર નીયમ છે.

પરીવર્તન વીશે જેટલું વીચારીએ કે લખીએ તે ઓછું જ પડે.

લો .. ગદ્યસુર પર જ આટલું તો લખ્યું છે.

પણ

દરેક નાનામાં નાનું પરીવર્તન કોઈક બળ વીના આકાર લઈ શકતું નથી.

એ પણ સૃષ્ટીનો અફર નીયમ છે.

ખાલી વીચારો અને સંકલ્પ કર્યાથી પરીવર્તન શક્ય બનતું નથી. જમાના જુની રુઢીઓ એમની જાતે તુટી શકતી નથી – એમને નષ્ટ કરવા અથાક પ્રયત્ન કરવા પડે છે.

અભીગમ બદલો તો આઝાદ બની શકાય છે, મુક્ત થઈ શકાય છે. પણ એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે; સતત તપશ્ચર્યા કરતા રહેવું પડે છે.

મનોનીગ્રહ કરો તો, સ્થીતપ્રજ્ઞ બની શકાય છે.

પણ મનને વશ કરવું કે નીર્વીકાર કરવું કેટલું કઠણ છે; તે સૌ જાણે છે.

20 responses to “ચા બનાવતાં – એક અવલોકન

 1. Tushar Bhatt ઓક્ટોબર 7, 2009 પર 7:42 એ એમ (am)

  Sureshbhai,
  Very,very good. You have,what they call, an open mind. On a mind that is at peace with itself,can have the ability to observe the ordinary activity and raise it to profound level.

 2. પ્રવિણ કે.શ્રીમાળી ઓક્ટોબર 7, 2009 પર 7:58 એ એમ (am)

  ખુબ જ સરસ અવલોકન..આપણી રોંજિંદી જિંદગીમાં ઘણાં પ્રસંગો, અનુભવો અને વસ્તુઓ આપણને કંઈ ને કંઈ શીખવતા હોય છે, મેસેજ આપતાં હોય છે, બસ તે માટે જરૂર હોય છે તમારા અવલોકન(ઓબ્ઝર્વ)ભરી દ્રષ્ટિ કે દ્રષ્ટિકોણ ની!..

 3. સુરેશ જાની ઓક્ટોબર 7, 2009 પર 7:59 એ એમ (am)

  Sometimes , I fall in love with my own email messages.
  Info of this post was sent to my friends with the following , which I would like to preserve for permanent records here : –
  —–
  Have you ever made tea? At least you would have relished it. Even if neither; there can be something beyond the joy of making or relishing tea !
  Share with me the joy of observation while making tea – and I promise – a powerful thought indeed ….

 4. bharatpandya ઓક્ટોબર 7, 2009 પર 9:17 એ એમ (am)

  કદાચ ચા એકજ એવી વસ્તુ છે જે મે હું જાતે બનાવી જાઉ છું.સવારમા ચા વગર ન ચાલે – પત્નિ વગર ચાલે કારણકે મારે ભાગે એની ગેરહાજરી માજ ચા બનાવવાની હોય છે.આ ચા બનાવવાની પળોજણ માથી છુટવા મે એને પગે પડીને ન જવા વીનંતી કરી છે.પણ ફાવ્યો નથી. મારા સારી પેઠે બસુરા રાગે

  ” ન જાઓ સૈયા છુડાકે બૈંયા ” પણ ગાયુઃ છે..પણ એ પ્રયત્ન પણ નીશ્ફળ ગયો છે.હા સવાર ના પહોરમા મારા પાડોશિઓ ” શું થયું ” શું થયૂં ” કહી દોડી આવ્યા હતા !

  ખેર , સવારે ઉઠિ બગાસા ખાતા ખાતા ” ચાહ બરબાદ કરેગી , હમે માલુમ ન નથા

  જિન્દગી રોગ બનેગી હમે માલુમ ન નથા” ગણગણતા ગેસ લાઈટર ની શોધમા ફાફાં મારું.માંડ મળે. ગેસ ચાલું કરું. એક કપ ચા મા કેટલું પાણી જોઇએ તે મને હજુ સમજાતું નથી. સ્કુલમા પાયથાગોરસ બહૂ સહેલાય થી શિખવાડૂં છું પણ આ કોયડો મારા માટે અણ ઉકેલ્યોજ રહ્યો છે. આધે જાગે અને આધે સોયે હાલતમા પાણિમા બે ચમચા સાકર નાખું તો બધું કાળું કાળૂં થાય અને સમજાય કે ચા નાખી છે.એકવાર ધરમ (કે અધરમની) પત્ની ને પુછ્યું ” આ તું ખાન્ડ ન ડબા મા ચા કેમ રાખે છે ” તો બહુજ્ ઠાવકું મ્હોં રાખી ને કહે ” એ તો કીડીઓ ને ખબર નો પડે ને ઍટલે ! ! .મારા ઘરની કીડીઓ પણ મેટ્રિક પાસ છે ! પછી થોડોક મસાલો ભભરાવું . આમા પણ પછી તકલીફ.એકવાર મસાલા બદલે ” સુદર્શન ચૂર્ણ ” ઠપકાર્યૂં તું. તે દી સમજાણુ તું કે એની વગર જીન્દગી કડવી છે ( એની એટલે બાયડિ વગર – સુદર્શન નહી ). છેવટે જે દ્રાવણ થયું હોય તે પીવા બેસું. એને ચા કહેવી તે ચાનુ અપમાન છે)કાં તો બે કપ થઈ હોય ને કાં અડધો., જે હોયે તે મીરાબાઈ ઝેર નો કટોરો પી જતાં એમ પી જાઉ. જ્યાં આ પુરી કરું ત્યાં બાજુવાળી બેબલી આવે ” “દાદા લ્યો બાઍ ચા મોકલી છે, માશી કહી ને ગ્યા ‘તા રોજ છા આપજે” “મને તબીયતનું ધ્યાન રાખજો, બારણા બરાબર બંધ કરજો ( ખાસ કરી ને ન્હાતી વખતે),બીડીઑ ફુંકતા નહી,” આવી અસંખ્ય સુચના આપતી વખતે આ કેમ નહી કહ્યું હોય ? રામ જાણે.

 5. pragnaju ઓક્ટોબર 7, 2009 પર 9:56 એ એમ (am)

  હવે ગ્રીન ટી આ રીતે બનાવશો. થોડા પ્રમાણમાં ઊકળતા પાણીમાં નખાય તો તે પાણીને સોનેરી રંગ આવે છે. જો એ રંગ પાણી પકડે તો તે ઊકળેલું છે એમ ચોક્કસ રીતે કહી શકાય. એ જ ચા ગુણકારી છે ચાની બીજી ખાસિયત એ છે કે, ચામાં એક જાતની ખુશબો રહેલી છે. ઉપર પ્રમાણે બનેલી ચા નિર્દોષ ગણાય.
  ચા બનાવવાની આ રીત છે: એક ચમચી ચા એક ગળણીમાં નાખવી. એને કીટલી ઉપર મૂકવી. ગળણી ઉપર ઊકળતું પાણી ધીમે રેડવું. કીટલીમાં જે પાણી ઊતરે છે તેનો રંગ સોનેરી હોય તો જાણવું કે પાણી ખરેખર ઊકળ્યું છે.
  જે ચા સામાન્‍યત: પિવાય છે તેમાં કંઇ ગુણ તો જાણ્‍યો નથી, પણ તેમાં એક મોટો દોષ રહેલો છે. તેમાં ટેનિન રહેલું છે. ટેનિન એ પદાર્થ છે જે ચામડાંને સખત કરવા સારુ વાપરવામાં આવે છે. એ જ કામ ટેનિનવાળી ચા હોજરીને વિશે કરે છે. હોજરીને ટેનિન ચડે એટલે તેની ખોરાકને પચાવવાની શકિત ઓછી થાય છે. એથી અપચો ઉત્‍પન્‍ન થાય છે. એમ કહેવાય છે કે, દુનિયામા અસંખ્‍ય લોકો આવી જલદ ચાની આદતથી અનેક રોગોને ભોગ બને છે. ચાની આદતવાળાને પોતાના નિયમ પ્રમાણે ચા ન મળે તો તેઓ વ્‍યાકુળ બને છે. ચાનું પાણી ગરમ હોય છે. તેમાં ખાંડ પડે છે ને થોડું દૂધ એ કદાચ એના ગુણમાં ગણી શકાય. એ જ અર્થ સારા દૂધમાં શુદ્ઘ પાણી નાખીને તેને ગરમ કરવામાં આવે ને તેમાં ખાંડ અથવા ગોળ નાખવામાં આવે તો સારી રીતે સરે છે. ઊકળતા પાણીમાં એક ચમચી મધ ને અરધી ચમચી લીંબુનો રસ નાખવાથી સરસ પીણું બને છે. એને વિશે તો કહેવત છે કે
  કફકટન, વાયુહરણ, ધાતુહીન, બલક્ષીણ;
  લોહૂકા પાની કરે, દો ગુન અવગુન તીન.
  એમાં તથ્‍ય છે .તમારી પધ્ધતિથી તમને કેલશીયમ ઓક્ઝેલેટની પથરી થઈ હતી અને પ્રસૂતિની વેદનાનો અનુભવ થયેલો તે યાદ કરી હવે ચા બનાવતી વખતે તરંગી વિચારને બદલે પથરી વિચારય વારં વારં

 6. સુરેશ જાની ઓક્ટોબર 7, 2009 પર 10:57 એ એમ (am)

  હવે ચા બનાવતી વખતે તરંગી વિચારને બદલે પથરી વિચાર
  ————–
  અરે , વાહ! પ્રજ્ઞાબેન /.. તમે મારા વીચારવાયુઅને દુર કરી દીધો અને ભાવનગરના ( કે ભાન વગરના ?!! ) ભરતભાઈએ મન પ્રફુલ્લીત કરી દીધું !!

  ભરતભાઈને સ્વસ્તી શબ્દો પણ કહી શકાય તેવો સંબંધ આ હજારો માઈલ દુર રહીને પણ બંધાયો છે — થેન્ક્સ ટુ નેટ

 7. Chirag ઓક્ટોબર 7, 2009 પર 12:00 પી એમ(pm)

  દાદા, જૈવીક કોષમાં આવતુ પરીવર્તન પ્રાણને આભારી હશે?

 8. bharat joshi ઓક્ટોબર 7, 2009 પર 12:08 પી એમ(pm)

  દાદા તમે તો વૈગ્નાનિક જેવી વાતો કરો છો!!!!!!!!
  જરુર અમને કોઇ નવુ સંસોધન મલશે

 9. સુરેશ ઓક્ટોબર 7, 2009 પર 1:19 પી એમ(pm)

  જૈવીક કોષમાં આવતુ પરીવર્તન પ્રાણને આભારી હશે?
  —————-
  બહુ જ સરસ વીચાર ..,,,
  કદાચ આ વીચાર ઉત્ક્રાન્તી કેમ થાય છે તે, સમજાવી શકે. વાતાવરણને અનુરુપ થતાં થતાં. કોશના પ્રત્યાઘાતો બદલાય, ચામડીનાં, સ્નાયુના, હાડકાના, લોહીના, મગજના સ્વભાવમાં પરીવર્તન આવે; અને નવી શરીર રચના બને.
  એમ જ બનતું હશે, એમ લાગે છે. આપણા સંજોગો બદલાતાં આપણા વીચારો બદલાતા જાય છે તેમ. પણ એ તો સોફ્ટવેર …
  હાર્ડવેરમાં પણ એમ કદાચ થતું હોય તો નવાઈ નહીં.
  થાય જ છે ને?

  વાંદરો માણસ બની ગયો !!!

 10. Ramesh Patel ઓક્ટોબર 7, 2009 પર 4:13 પી એમ(pm)

  ખાલી વીચારો અને સંકલ્પ કર્યાથી પરીવર્તન શક્ય બનતું નથી. જમાના જુની રુઢીઓ એમની જાતે તુટી શકતી નથી – એમને નષ્ટ કરવા અથાક પ્રયત્ન કરવા પડે છે.

  અભીગમ બદલો તો આઝાદ બની શકાય છે, મુક્ત થઈ શકાય છે. પણ એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે; સતત તપશ્ચર્યા કરતા રહેવું પડે છે.

  ચા ..સવાર સવારમાં લાખ રુપિયાની વાત આપને જડી ગઈ અને

  સૌને ધરી દિધી સ્ફૂર્તી લાવવા.

  મને પણ ચા સાથે રંગત માણવા આપના દરબારે પધારવાનું મન થઈ ગયું..

  ચાની રંગત – રમેશ પટેલ (Ramesh Patel)

  હું નગરચોકનો ચાવાળો, ટી-હાઉસનું પાટિયું ઝુલાવું
  એવી ચા બનાવું કે હેરત પામે પીવાવાળો
  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  કોઈક માગે કડકી-મીઠી, તો કોઈ માગે મોરસ વિનાની
  કોઈ કહે સ્પેશીયલ લાવો, તો કોઈને ગમે ઈલાયચીવાળી
  ચોકલેટ ટી ભૂલકાઓ માગે, મોટા માંગે ફૂદીનાવાળી
  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  કોઈ પીવડાવે ચૂંટણી જીતવા, તો કોઈ નાના મોટા કામે
  કોઈ પીવડાવે ગામ ગપાટે, ને બાદશાહીની થાતી બોલબાલા
  આજ ઘર હોય કે ઓફિસ, ચાની ફેશન નીકળી ભારી
  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  સવાર થાય ને સૌને સાંભરે, પ્રભાતિયાની જેમ
  ના મળે તો ઝગડો જામે, જોવા જેવી થાય
  આખા દિવસની રંગતની થઈ જતી હોળી
  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  ભેળા થાય ભાઈબંધો કે સાહેલીનાં ટોળાં,
  મળી જાય મોંઘેરા મહેમાન કે આડોશી પાડોશી
  એક મસાલેદાર ચા વગાડે સ્નેહ ઢોલનો ડંકો
  ચાલો આજ સૈ ચાની રંગત માણો

  કોઈ પીએ છે ઊંઘ ઉડાડવા, તો કોઈ તાજગી માટે
  ચાના બંધાણીની ચા છે રાજરાણી રૂપાળી
  મોંઘવારીના જમાનામાં અડધી ચા પણ દીઠી કમાલ કરતી
  ભોજન ખર્ચ બચાવી જાણે, ઈજ્જત બક્ષે રસીલી
  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  રમેશ પટેલ ‘આકાશદીપ’
  કાવ્યસંગ્રહ સ્પંદનમાંથી સાભાર

  એમની નવીન રચનાઓ માણવા આ લિંક રમેશ પટેલ ‘આકાશદીપ’ પર ક્લિક કરો.

  ચાની રંગત – રમેશ પટેલ (Ramesh Patel)
  ચાની રંગત

  હું નગરચોકનો ચાવાળો, ટી-હાઉસનું પાટિયું ઝુલાવું
  એવી ચા બનાવું કે હેરત પામે પીવાવાળો
  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  કોઈક માગે કડકી-મીઠી, તો કોઈ માગે મોરસ વિનાની
  કોઈ કહે સ્પેશીયલ લાવો, તો કોઈને ગમે ઈલાયચીવાળી
  ચોકલેટ ટી ભૂલકાઓ માગે, મોટા માંગે ફૂદીનાવાળી
  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  કોઈ પીવડાવે ચૂંટણી જીતવા, તો કોઈ નાના મોટા કામે
  કોઈ પીવડાવે ગામ ગપાટે, ને બાદશાહીની થાતી બોલબાલા
  આજ ઘર હોય કે ઓફિસ, ચાની ફેશન નીકળી ભારી
  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  સવાર થાય ને સૌને સાંભરે, પ્રભાતિયાની જેમ
  ના મળે તો ઝગડો જામે, જોવા જેવી થાય
  આખા દિવસની રંગતની થઈ જતી હોળી
  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  ભેળા થાય ભાઈબંધો કે સાહેલીનાં ટોળાં,
  મળી જાય મોંઘેરા મહેમાન કે આડોશી પાડોશી
  એક મસાલેદાર ચા વગાડે સ્નેહ ઢોલનો ડંકો
  ચાલો આજ સૈ ચાની રંગત માણો

  કોઈ પીએ છે ઊંઘ ઉડાડવા, તો કોઈ તાજગી માટે
  ચાના બંધાણીની ચા છે રાજરાણી રૂપાળી
  મોંઘવારીના જમાનામાં અડધી ચા પણ દીઠી કમાલ કરતી
  ભોજન ખર્ચ બચાવી જાણે, ઈજ્જત બક્ષે રસીલી
  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  રમેશ પટેલ ‘આકાશદીપ’
  કાવ્યસંગ્રહ સ્પંદનમાંથી સાભાર …Thanks
  to Kavilok..Dr Dilipbhai

 11. Gandabhai Vallabh ઓક્ટોબર 8, 2009 પર 12:26 એ એમ (am)

  સરસ અવલોકન સુરેશભાઈ. અભીનંદન.

 12. Patel Popatbhai ઓક્ટોબર 8, 2009 પર 6:58 એ એમ (am)

  Dear Jani Saheb

  Saras avlokan, Aa sathe Bhartbhai ni coment pan vanchavani maza aavi.

 13. pravinash1 ઓક્ટોબર 8, 2009 પર 2:03 પી એમ(pm)

  ‘Change is inevitable’. Otherwise there is no life.
  Good one.

 14. hanif ઓક્ટોબર 14, 2009 પર 11:20 પી એમ(pm)

  THENKS
  WISH YOU HAPPY DIWALI & PROSPEROUS NEW YEAR

  H I MALEK

 15. Nalin Shah ઓક્ટોબર 16, 2009 પર 10:17 એ એમ (am)

  Rameshbhai,

  Chani rantgate to ‘Rangat’ lavi didhi…….

  Happy Diwali…..

 16. Pingback: કુકિન્ગ પ્લેટફોર્મ – એક અવલોકન | ગદ્યસુર

 17. Pingback: રજવાડી સિરિયલ – એક અવલોકન « ગદ્યસુર

 18. Pingback: રસોઈ અને ધ્યાન! | સૂરસાધના

 19. Pingback: ચાના કૂચા – એક અવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: