સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઘા – એક અવલોકન

હું ઉતાવળમાં છું. મને ગમતી ધારાવાહીક સીરીયલ ‘ આજકી અંતરા’ થોડીક મીનીટો બાદ આવવાની છે. આવતીકાલે ગુરુવાર છે – કચરો લઈ જનારા ખટારાને આવવાનો દીવસ. હું ઉતાવળમાં, બુટ કે ચંપલ પહેર્યા વીના, અમદાવાદી હોલબુટમાં(!) કચરાની બેગ અને રીસાયકલ કરવાની નકામી સામગ્રીના બે ડબ્બા ઘરની આગળ મુકીને પાછો આવું છું.  મકાનના દરવાજા આગળ કોન્ક્રીટનું, માંડ અડધો ઈંચ ઉંચાઈનું એક સ્ટેપ છે.

અને ધડાક દઈને મારા ડાબા પગનો અંગુઠો એ સ્ટેપ સાથે અથડાય છે. હું વેદનામાં કણસી ઉઠું છું. અંગુઠો લોહીલુહાણ થઈ જાય છે. ઘરમાં આવી, ઘા સાફ કરી, તરત ઘા પર બેન્ડ-એઈડ  લગાવી દઉં છું.  બીજા દીવસે વેદના તો ઓછી થાઈ જાય છે, પણ ઘા હજી રુઝાયો નથી. પણ ફરી પાછી, ઘરમાં જ એ ઘવાયેલા અંગુઠા પર ઠોકર વાગી જાય છે. ફરી એ જ વેદના.

આમ બે ત્રણ વખત થાય છે. હવે હું જરા વધારે સાવધ બનું છું, અને વાગેલા ઘા પર ઠોકર ન વાગે તેની સાવધાની રાખું છું. પણ એ ઘા ઘણા દીવસ સુધી દુખ્યા કરે છે.

ઉપરોક્ત ઘટનાને દસેક દીવસ વીતી જાય છે. ઘા હવે રુઝાઈ ગયો છે, હું નીયમીત બેન્ડ-એઈડ  બદલતો રહું છું. નવી ચામડી ધીરે ધીરે આવતી જાય છે.

બીજા દસ દીવસ વીતી ગયા છે. ઘા હવે બરાબર રુઝાઈ ગયો છે. પણ વારંવાર વાગેલી ઠોકરના કારણે, અંગુઠા પર કાયમી ચીહ્ન  અંકીત થઈ ગયું છે.

જાતજાતના ઘા.

કોઈક તો સાવ નાના ઉઝરડા જ. એની ઉપર તો તરત રુઝ આવી જાય. લોહી ગંઠાઈ જાય, તેની પોપડી વળે, બેત્રણ દીવસમાં ઘટના ભુલાઈ જાય અને એનું નામોનીશાન ચામડી ઉપર બાકી ન રહે.

ઉપર જણાવ્યા જેવા, કોઈક તીવ્ર ઘા નાનકડું ચીહ્ન મુકતા જાય અને કાળક્રમે એ પણ નષ્ટ થઈ જાય.

કોઈક સર્જરી કરાવી હોય; લાંબો ચીરો કરવો પડ્યો હોય; ડોકટરે ટાંકા લીધા હોય અને નીયમીત ડ્રેસીંગ કર્યું હોય – એ ઘા પણ રુઝાઈ તો જાય; પણ એની યાદગીરી કાયમ રહી જાય.

જાતજાતના ઘા –  થાય ત્યારે…..

 • વેદના થાય
 • લોહી વહે
 • સણકા મારે
 • રાતે ઉંઘ આવે તે માટે ઉંઘની ગોળી લેવી પડે
 • નીશાની રહી જાય
 • કે કાળક્રમે એ વીદાય લે અને વીસરાઈ પણ જાય.

પણ કોઈક ઘા તો કદી ન રુઝાય. એ તો દુઝતા જ રહે. કોઈ કાપો ન પડ્યો હોય; ટીપુંય લોહી વહ્યું ન હોય. પણ એમાં કોઈ પાટા પીંડી કારગત ન નીવડે. કશુંક બને અને તે ઘાની યાદ પાછી આવી જાય. દીલ ડંખવા માંડે.

સારી ઘટનાઓ કરતાં એની દુખદ યાદ ચીરંજીવ રહે.

એમાંથી એક જ છુટકારો .. ચીર વીદાય…કે બીજા જન્મમાં નવા જીવને એ ઘા સંસ્કાર રુપે, વેર વાળવા,  જન્મજાત ભેટમાં મળી જાય?

2 responses to “ઘા – એક અવલોકન

 1. pragnaju ઓક્ટોબર 15, 2009 પર 12:09 એ એમ (am)

  ‘ધડાક દઈને મારા ડાબા પગનો અંગુઠો એ સ્ટેપ સાથે અથડાય છે. હું વેદનામાં કણસી ઉઠું છું…

  ‘નસીબદાર!
  બાકી કેટલા બધા રક્તપિતના મિત્રો એવી વેદના માટે તલસે છે!!
  અને
  અમારો પડોશી ગાઉટ,ડાયાબીટીસ અને ચેન સ્મોકર…
  RICE

  REST
  ICE
  COMPRESSION
  ELEVATON
  રેસ્ટનો સમય નહીં,
  આઈસ મૂકાય નહીં,
  કોંપ્રેસનમા રડી ઉઠે અને
  એલીવેશનની વાત કરીએ તો ..કામ કોણ કરે? અને
  થયું ગેંગરીન અને કાપવો પડ્યો પગ!!
  પથારીમા જ
  “એમાંથી એક જ છુટકારો ..
  ચીર વીદાય…ઃ

  ખબર નથી આવી કે–
  કે બીજા જન્મમાં નવા જીવને એ ઘા સંસ્કાર રુપે, વેર વાળવા, જન્મજાત ભેટમાં મળી જાય?

 2. Chirag ઓક્ટોબર 15, 2009 પર 2:16 પી એમ(pm)

  ચોક્કસપણે ઘા બીજા જન્મમાં દેખા દે છે. જેમ, સ્થુળશરીરમાં વર્ષોની વારસાઈ ડીએનએમાં સચવાઈને મળે છે એમ જ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: