સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 39 બીજા હુમલાની તૈયારી

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————

ગોરો બંદીવાન તરીને સામે પાર પહોંચ્યો ત્યારે હજુ ઉષાની લાલીમા પ્રગટવાની વાર હતી. આપણે તેને સરળતા ખાતર ગોરો જ કહીશું. ખાનના તંબુની બહાર, ખડેપગે જાગતા, ચોકીદારે તેને ખાનના પ્રદેશની ભાષામાં પડકાર્યો; પણ પોતાની જ ભાષામાં મળેલા  જવાબથી તેને તરત ઓળખી લીધો.

ચોકીદાર ,” લે! સરસ વાત થઈ. આપણામાંથી બધા બચી ગયા. એ બાજુના શા ખબર છે?“

ગોરો,” ત્યાં તો ક્યાં કોઈને આપણું તીર અડ્યું જ હતું? પણ ખાલી બે હાથની આંગળી ગણાય એટલા જ માણસ ત્યાં છે. અને થોડીક સ્ત્રીઓ અને બાળકો.”

ચોકીદાર,”  ખાન બહુ ચીડાયેલા છે. એમની તાકાતને આ તો બહુ મોટી લપડાક પડી. લે! હવે તું થોડોક આરામ કર અને ખાન ઉઠે ત્યાં સુધીમાં તાજો થઈ જા. “

ગોરો આડો પડ્યો તેવો જ ઉંઘી ગયો.

સવારના સુરજ ખાસો ઉંચે આવ્યો ત્યારે ખાનના તંબુમાં સભા ભરાણી. ખાનનો મીજાજ ફાટેલો હતો. બાનો અને તેના કબીલાના મુખીયાના મોં તો કાળી મેંશ જેવા હતા.

બાનાએ ખાનની ભાંગીતુટી ભાષામાં કહ્યું,” અમારા તો કેટલા બધા જણા કાળભૈરવને ત્યાં પહોંચી ગયા?”

ખાન પાસે આનો કશો જવાબ ન હતો. તેણે એટલું જ કહ્યું ,” અમારા લોકો જેવાં ચામડાં ઓઢ્યાં હોત તો એમના આ હાલ ન થાત. પણ તમે કોઈએ મને આ વાતની તો માહીતી આપી જ ન હતી કે, ગોવા અને એના માણસો પાસે આટલા શક્તીશાળી ધનુષ બાણ છે. તમને આટલી પણ ખબર નથી?”

બાનાનું પડેલું મોં જોઈ ભુલાએ પુછ્યું ,” બાના! કહે ના કહે, પણ તમે લોકો  અમારાથી કશુંક  છુપાવો છો.”

બાનો રડી પડ્યો. તેણે હવે મોંકાણની ખબર  આપી કે, ‘મન્નો અઠવાડીયાથી ભાગી ગઈ છે. રુપલીના બાપના કબીલાની હોવાને કારણે મોટે ભાગે તે સામે પાર પહોંચી ગઈ હોય તેમ લાગે છે.’

ખાન ,” તારી બાયડીને રડવાનો આ વખત છે? કોઈ મને એમ તો કહો કે, આટલા ટુંકા વખતમાં એમની પાસે ધનુષ બાણ શી રીતે આવી ગયાં.”

ભુલો ,” મહારાજ! તમે પાંચાની કાબેલીયત નથી જાણતા.”

ખાન ,” પાંચો કોણ છે?”

ભુલો ,” ગોવાનો સૌથી વધારે અક્કલવાળો સાથી. એણે મન્નો પાસેથી મળેલી માહીતીના આધાર પર, ગમે તેમ કરીને  આપણા હથીયારો મેળવીને; એમની વધારે સારી નકલ કરી લીધી લાગે છે.”

આટલી વાત ચાલતી હતી , એટલામાં ગોરો તંબુમાં પ્રવેશ્યો અને ખાનને કુરનીશ બજાવી. ખાનના મુખ પર એને જોઈને થોડોક ઉજાસ આવ્યો.

“ચાલ, તું બચી ગયો એટલું સારું થયું.” – ખાને તેને મુબારકબાદી આપી.

ગોરાએ સારા સમાચાર આપ્યા ,” મહારાજ! ત્યાં માંડ બે પંજાની આંગળીઓથી ગણાય એટલા માણસ છે. “

ખાન ,” તને જરુર ખાતરી છે?”

ગોરો,” હા ! ગોવા અને બીજાના હાવ ભાવ પરથી એમને પણ આપણી મોટી સેનાની  ચીંતા થતી હોય તેમ મને લાગતું હતું.”

ખાન થોડીક વાર વીચારમાં પડ્યો. તેણે જાહેર કર્યું. આપણી પાસે હાલ એક પણ તરાપો બચ્યો નથી. તાબડતોબ છ નવા તરાપા બનાવવાની વ્યવસ્થા કરો. આ વખતે તરાપા પરનો દરેક જણ આપણે ત્યાંથી લાવેલાં ચામડાં ઓઢીને જ તરાપા પર ચઢશે.”

બાના અને મુખીના મોં પર હરખ ફેલાઈ ગયો.

પણ બાનો રડમસ ચહેરે બોલ્યો,” પણ મારી મન્નો મને ક્યારે પાછી મળશે?”

ખાને કડક અવાજે કહ્યું, ”એને પકડી રાખવા જેટલી તાકાત તારામાં આવે ત્યારે. સામે કીનારે પહોંચશો એટલે બધીય મન્નો આપણી જ છે !”

કોઈ કોતરવાસીઓ  આ કરડાકી ન સમજે તેટલા ભોળા ન હતા. આટલા દીવસોમાં એમની સ્ત્રીઓ સાથેના અભદ્ર વ્યવહારથી એમને આ પરદેશીઓને સાથ આપવા બદલ પસ્તાવો તો થતો જ હતો. આવનાર કાળઝાળ ભવીતવ્યના ખ્યાલે એ સૌ થરથરી ગયા. પણ હવે પાછાં ડગલાં ભરી શકાય તેવી કોઈ શક્યતા ન હતી. અને ગોવાને બરબાદ કરવાની લાલચ નાનીસુની પણ ન હતી.

સભા બરખાસ્ત જાહેર થઈ; અને બધાં કામે વળગી ગયાં.

———–

કીનારાની બીજી બાજુ પણ આજ વખતે ગોવાના નેસડામાં બધાં સ્ત્રી પુરુષો ભેગા થયાં હતાં.

ગોવાએ કહ્યું ,” મને ચોક્કસ ખાતરી છે કે, બીજો હુમલો તરત નહીં થાય , કારણકે, નવા તરાપા એકદમ જલદી તો શી રીતે બનવાના? “

પાંચો ,” હા! પણ જ્યારે ફરી હુમલો થશે ત્યારે બધાંએ જાડાં ચામડાં જ ઓઢેલાં હશે. એમની પાસે એનો તોટો નહીં જ હોય. આપણાં તીર એમને હવે રોકી પણ નહીં શકે. અને આપણી પાસે એમનાં તીર વેઠી શકે તેવો કશો લેબાસ પણ નથી. ”

રુપલીના મગજમાં ઝબકારો થયો. “પાંચા ભાઈ લાકડીઓ ઓઢી લો તો?”

ગોવાએ રુપલીને ઠપકારી,” રુપલી આ લડાઈની વાત છે- મજાકની નહીં.”

રુપલી, “ હુંય ક્યાં મજાક કરું છું? ભુલાના પથ્થરથી તને કોણે બચાવ્યો હતો; તે ભુલી ગયો? મારી પાસે આ સમસ્યાનો ઉકેલ છે. ”

ગોવો ,” કાંઈક નક્કર છે કે, આપણા કાના જેવું પોચું પોચું?! “

રુપલી હસીને બોલી ,”  આજે સાંજે તને પહેલો અભેદ્ય બનાવી દઈશ, મારા રાજા !”

બધા હસીને છુટાં પડ્યાં.

પણ પાંચો બધાથી દુર, નેસડાની ઓલી પા ઝાડીઓમાં ગરકી ગયો.

સાંજે બધાં ફરી ભેગાં થયાં ત્યારે ગોવાના માપનું, વાંસની પાતળી સોટીઓના બે થર બાંધી, ઉપર નીચે ચામડું મઢેલું પહેરણ અને ખાલી બે આંખો જ ખુલ્લી રહે તેવું શીરસ્રાણ તૈયાર હતાં. રુપલીના ચકોર ભેજાની અને સીવણકળાની આ પેદાશ હતી. બધાંની હાજરીમાં રુપલીએ સ્વહસ્તે ગોવાને આ વાઘા પહેરાવ્યા. કાળુની તીરંદાજીથી એની ચકાસણી પણ થઈ ગઈ. હવે ગોવો કાલાગ્નીની જેમ દુર્ઘર્ષ બન્યો હતો.

બધા પુરુષોએ એકી અવાજે આ નવા બખ્તર અને શીરસ્ત્રાણ ને  વધાવી લીધાં. પણ લાખો જેનું નામ? તે બરકી ઉઠ્યો ,” ભાભી! તમે તો તમારા વરને સાચવી લીધો; પણ અમારે બધાંએ શહીદ થવાનું?”

” તમારી બધાંની બાયડીઓને કાલે સવારે કામે લગાડી જ દેવાની છું. આ વાઘા પરીક્ષામાંથી પાર ઉતરે એની જ રાહ જોતી હતી.”

અને બધાંના મનમાં ગોવા અને રુપલી માટેનું માન અનેક ગણું વધી ગયું. આ બે જણે જ તો આખી કોમને સમૃધ્ધીના સવાદ ચખાડ્યા હતા ને? અને આવી પડેલી આ આપત્તીમાં પણ ગોવો જ તેમનો તારણહાર હતો ને?

રુપલીએ પાંચો ક્યાંય ન દેખાતાં કહ્યું ,” પણ પાંચા ભાઈ ક્યાં ગરક થઈ ગયા?“

ગોવો ,”એ લાલો ક્યાં લાભ વીના લોટે તેવો છે? એ કશીક ફીરાકમાં હશે!“

2 responses to “પ્રકરણ – 39 બીજા હુમલાની તૈયારી

  1. sanjay nanani ઓક્ટોબર 18, 2009 પર 12:32 પી એમ(pm)

    superb . janibhai roj mulakat lav chu ke kyare navo apisod lakhai ne avi jai ane vanchu. kharekhar aa varta e mann ne jakadi rakhiyu che. carry on janibhai.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: