સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 40 બીજો હુમલો

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————

ચાર દીવસ પછી ..

નદીની કોતરો તરફની બાજુ અણધારી પ્રવૃત્તીથી ધમધમી ઉઠી હતી. છ નવા તરાપા તૈયાર થઈને નદીના કીનારે લાંગરવાની રાહ જોઈને પડ્યા હતા. છ ગોરા સરદારો બાઈસનના ચામડાના બખ્તરો પહેરીને તૈયાર ઉભા હતા. બાર કોતરવાસીઓ આ નવા લેબાસ ધારણ કરવાની ગડમથલમાં પડ્યા હતા. એમણે આ લબાચાઓ સાથે તરાપા ચલાવવાની તાલીમ આ દીવસોમાં લઈ લીધેલી હતી. બીજા સૈનીકો પણ આ અભેદ્ય પહેરવેશ ધારણ કરી ઓલી ‘પા નવો હુમલો કરવા તલપાપડ હતા.

છેવટે બધી તૈયારી પુરી થતાં ખાન, જગ્ગો , ભુલો અને બીજા સરદારોની ટુકડી નદીકીનારે આવી પહોંચે તેની જ રાહ જોવાતી હતી. અને છેવટે એ બધા આવી પહોંચ્યા. એમની પાછળ, મને કમને ખેંચાતા, ઢસડાતા મુખીયા અને બાનો પણ હતા.

ખાને બધી તૈયારીનું જાતે નીરીક્ષણ કર્યું અને સંતોષમાં તેનું મુખારવીંદ ઝળહળી ઉઠ્યું. આ વખતે વીજય નીશ્ચીત હતો. ખાને જાહેર કર્યું,” સામેથી છોડાતાં તીર હવે આપણા કોઈ સૈનીકને ઉની આંચ આપી નહીં શકે. આ છ તરાપા સામે કાંઠે પહોંચે ત્યારે  એ લોકો કરતાં આપણી સંખ્યા છ ગણી હશે. એમને ઘેરી લઈ અથવા ભાગે તો એમનો પીછો કરી, છયે તરાપા તરત પાછા આવી જશે. અને બીજી ટુકડી રવાના થશે. આખા દીવસમાં આવા દસેક ફેરા કરી સામેની બાજુ પુરો કબજો આપણે જમાવી લેવાનો છે.”

ભુલાએ આ વક્તવ્યનું ભાષાંતર કોતરવાસીઓને સંભળાવ્યું.

બધાએ હર્ષનાદોથી આ જાહેરાતને વધાવી લીધી. બધા અપુર્વ ઉત્સાહથી થનગની ઉઠ્યા. ગોવાની અને સામે પારના મેદાન વાસીઓની વધતી જતી તાકાત અને સમૃધ્ધીને જબરદસ્ત લપડાક પડવાની હતી.

અને છેવટે જેની બહુ રાહ જોવાઈ રહી હતી, તે બીજો હુમલો અમલમાં મુકાયો. છ તરાપાઓએ ધીમી ગતીએ નદીકીનારેથી સામેની તરફ પ્રયાણ આદર્યું.

…..

સામેની પાર ચોકી માટે ઉભેલા કાળુ અને લાખાએ અગમચેતીનો ઢોલ ક્યારનો ય પીટ્યો  હતો. ગોવાના ચારેક સાથીઓ નવાં સોટી બખ્તર પહેરી નદીકીનારે આવી પહોંચ્યા. છેક પાછળ ચામડાંનો મોટો પીંડો ઉંચકી પાંચો અને બીજો એક નેસવાસી ધીમે ધીમે આવતા હતા.

ગોવાએ કહ્યું,” પાંચા, તારી નવી ચાલ કરગત ન નીવડી તો આપણે આજે મરાઈ જવાના.”

પાંચો તેના આયોજનમાં મક્કમ હતો. તેણે કહ્યું,” ગોવા, મા જગદંબા આપણી સહાય જરુર કરશે.”

પણ મોટા ભાગના બીજા મેદાનવાસીઓ શંકા કુશંકામાં ગરકાવ હતા. આજે મોત નીશ્ચીત હતું. સામે કાંઠે પ્રવર્તમાન ઉત્સાહનો અહીં સદંતર અભાવ હતો. બધો આધાર હવે જગદંબા ઉપર અને પાંચા ઉપર હતો.

પાંચાએ કહ્યું ,” આવી રહેલા તરાપાઓમાં હવે બધાએ જાડાં બખ્તર પહેરેલાં છે. આથી આપણે તેમને પોણી નદી સુધી આવવા દેવાના છે. ત્યાર બાદ મારું આ પોટલું એમનો મુકાબલો કરશે. કાલે મેં તમને બધાંને શીખવાડ્યું છે; તેમ એકસાથે એમાંનો સરંજામ વાપરવાનો છે.

અને બન્ને તરફ બધા કાગડોળે હવે શું થાય છે , તે જોઈ રહ્યા. તરાપાઓ નદીની મધ્યમાં આવી ગયા; પણ સામેની પારથી કોઈ તીર વર્ષાનો અભાવ હતો. તરાપાઓમાં બેઠેલા સૌને કાંઠા પર ભેગા થયેલા ગોવાના માણસોના ચીત્ર વીચીત્ર લીબાસ જોઈ શંકા થવા માંડી.  તેમના સરદારોએ એકબીજા સાથે સંતલસ કરી, “ કદાચ આપણાં તીર એમના આ નવા પહેરવેશને ભેદી નહીં શકે તો? “

છયે તરાપાઓમાંના મુખ્ય સરદારે જાહેર કર્યું ,” તો પછી આપણે ઉતરીને, મોટા પથ્થરોની આપણી ગદાઓ વડે એમની ઉપર હુમલો કરવો પડશે.”

તરાપાઓ હવે પોણી નદી પાર કરી ચુક્યા હતા. પણ સામેથી કોઈ હીલચાલ ન થઈ. તરાપાના સરદારોએ બધા સૈનીકોને એકસાથે સામે પારની ટોળી પર તીરવર્ષા કરવા એલાન આપ્યું. પણ એમના આશ્ચર્ય  વચ્ચે તીર અથડાઈને નીચે પડી જતા હતા; અથવા સામે વાળાના લેબાસમાં ખુંચી જતા હતા. પણ તે કશો ઘા કરવા કે ઈજા પહોંચાડવા કાબેલ ન હતા.

ખાન અને તેના સરદાર સાથીઓ પણ આ નીહાળી રહયા હતા. ખાને રોષમાં માથું કુટ્યું. તેણે ભુલાને કહ્યું ,” તમારા પાંચાએ ફરીથી કમાલ કરી દીધી. “

પણ ગોવાની બાજુ બધા રુપલીની આ કરામતથી નાચી ઉઠ્યા. એમની નાયીકા પણ ગોવા કે પાંચા જેટલી કાબેલ પુરવાર થઈ હતી.

અને હવે પાંચાએ એનું પોટલું છોડ્યું. એમાં બારેક ખાસ તીર હતાં અને ઝાડની પાતળી અને સુકી ડાળીઓનો ભારો હતો. પાંચાએ આ બધું કીનારા પર ઠાલવ્યું. સાથે લાવેલા અંગાર વડે તેણે ડાળીઓમાં અગ્ની પ્રગટાવ્યો.

તેણે બબ્બે તીર છ જણને સુપ્રત કર્યા; અને કહ્યું ,” આપણે ગઈકાલે તાલીમ લીધી છે તે પ્રમાણે, આ તીરની અણી પર બાંધેલ પોટલી સળગાવીને, તાકીને તીર તરાપાઓની  બરાબર વચ્ચે પડે તેમ છોડવાના છે.”

અને એકી સાથે છ તીર સન સન કરતાં અને બળતાં બળતાં તરાપાઓ તરફ આગળ વધ્યાં. તરાપાઓવાળાને શું થઈ રહ્યું છે , તે સમજ પડે તે પહેલાં આ તીર ઉંચેથી તરાપાઓની મધ્યમાં લાંગર્યા. તેમની ટોચ પરની બળબળતી ઝાળ થોડેક નીચે બાંધેલ ચામડાની પોટલીને અડી ન અડી ત્યાં તો એ પોટલી સળગી ઉઠી. એમાં ભરેલી ચરબી આ જ્વાળામાં હોમાઈ અને છયે તરાપાઓ પર આગની જ્વાળાઓ ભભુકવા લાગી. તરાપામાં બેઠેલા સૌ ભયભીત બનીને બેબાકળા બની ગયા. માની ન શકાય તેવી અને કદી કલ્પી પણ ન હોય તેવી આ આપત્તીથી બધા હતપ્રભ બની ગયા. નાસભાગ શરુ થઈ ગઈ. તરાપાઓએ સમતુલન ગુમાવ્યું અને બધા નદીના પાણીમાં ખાબક્યા. ભારેખમ પહેરવેશને કારણે બહુ ઓછા તરતા રહી શક્યા. નદીનું પાણી પણ આ જગ્યાએ બહુ જ ઉંડું હતું. બે જણ મેદાન વાળો કાંઠો નજીક હોવાના કારણે ત્યાં તરી આવ્યા અને બંદી બની ગયા. બીજા તરીને પાછા જવાનો નીષ્ફળ પ્રયત્ન કરી બુડી મુઆ.

ખાન અને તેના સરદારો આ ભયાનક દુર્ઘટનાના મુક સાક્ષી બની રહ્યા. ખાને ગોવાની સમગ્ર સેના કરતાં છ ગણાં સૈનીકો અને આત્મ વીશ્વાસ ગુમાવ્યાં હતાં. ગુસ્સામાં ખાને પગ પછાડ્યા. ભુલા, જગ્ગા અને બીજા બધા લમણે હાથ દઈ, પડી ગયેલા ચહેરે આ અપ્રતીમ પરાભવથી પોતાના નસીબને દોષ દેવા લાગ્યા.

ગોવાની તરફ તો ઉલ્લાસ માતો ન હતો. જગદંબાએ પાંચા અન રુપલીને સમયસર પ્રેરણા આપી હતી. મા તેમની સાથે હતી. કાળભૈરવ દુશ્મન પર કોપાયમાન હતો. બધા એકબીજાને તાલી દઈ નાચવા અને કુદવા માંડ્યા. બધાએ ગોવા અને પાંચાને ઉંચકી લીધા અને તેડીને નેસ તરફ લઈ ગયા. સ્ત્રીઓ અને બાળકોએ એમના વીજેતા બનેલા ભડવીરોને પોંખી લીધા.

બીજો હુમલો કરુણ રીતે અસફળ રહ્યો હતો. ખાનની પાશવી તાકાતનો   પાંચાની બુધ્ધી સામે ફરી એકવાર કારમો પરાભવ થયો હતો.

4 responses to “પ્રકરણ – 40 બીજો હુમલો

 1. pragnaju ઓક્ટોબર 24, 2009 પર 9:01 એ એમ (am)

  ખુબ સરસ વર્ણન
  “મા જગદંબા આપણી સહાય જરુર કરશે.”…
  આવી વાતમા મારા પૌત્રે સવાલ કર્યો હતો કે મા આવી રીતે સહાય કરે? તો પછી અભ્યાસ શું કરવા કરવો?
  અમારા વડિલે તરત આ વાતને સમર્થન આપી કહ્યું-;ના જ કરે!’
  થોડીવારે કહ્યું – ‘અભ્યાસ તો કરવો જ પડે જ…’
  પરંતુ સર્વશક્તીમાનની નિયમીત પ્રાર્થના-ધ્યાનથી મન સ્થિર થાય. અભ્યાસમા ઝડપી પ્રગતી થાય .

  ે પરીક્ષા વખતે શ્વાસોશ્વાસ પર મન સ્થિર કરી પ્રેમપૂર્વક હરિ સ્મરણ કરી જો!
  હવે તો બધા કહે છે…
  ઈ ટ હૅલ્પસ્

 2. sanjay nanani ઓક્ટોબર 27, 2009 પર 4:25 એ એમ (am)

  have sama vare ne tari ne ave evu gothvo. ane khas to te tari ne avta hoi tyare pathar thi teno bhuko bolavo. to maja ave. gova ne ane pancha ne tarta avde che to rat na anghara ma same ni par mokli ne 10-15 khan na manso no bukdo bolavi dyo.

  ato khali lakhu chu baki tempo to tame jalvi rakhiyo che. ke have shu thase?

  ola be pakdai gya che tene rimand avta athvadiye levdavjo.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: