સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વૃક્ષ અને વેલી – ભાગ : 4

બહુ જ વંચાયેલા……. ભાગ -1 : ભાગ – 2 : ભાગ – 3

ફરી પાછો પાર્કમાં. એના એ પાર્કમાં નીત નવા રસ્તા થોડા જ મળે? એના એ જ જુના રસ્તેથી ચાલતો, એ જ વૃક્ષ પાસેથી પસાર થયો. આગળ જઈને એક બાંકડા પર શ્વાસ ખાવા બેઠો. પણ એકની એક વાત નવું શું અવલોકન આપે? માત્ર એટલો સંતોષ હતો કે, એ વૃક્ષ અને એ વેલીનો મારી ઉપર અનુગ્રહ કે, મને ત્રણ ત્રણ અવલોકનો લખવાની  પ્રેરણા આપી.

ત્યાં એક ગોરા વૃધ્ધ આવીને મારી બાજુમાં બેઠા. એ પણ મારી જેમ ચાલીને થાકેલા હતા અને પોરો ખાવા વેઠા હતા. સ્વાભાવીક રીતે આટલા નજીક અને નવરાધુપ ડોસલા હોવાના  નાતે અમે વાતે વળગ્યા. મારા મનમાં તો એ વૃક્ષ અને વેલી તરોતાજા છવાયેલાં જ હતાં; એટલે અકકર ચક્કરમાંથી મારી વાતમાં એ આવી ગયાં.

મેં મારાં અવલોકનોની વાત કરી. એમને તો એ વાતમાં બહુ રસ પડ્યો, વીષવેલની મારી ઉપમા તો એમને બહુ જ ગમી ગઈ.

તેઓ બોલ્યા,” ચાલ, મને એ વૃક્ષ બતાવ.”

બાંકડાથી ઘણી નજીક એ ઝાડ હતું. મેં તેમને એ બતાવ્યું, એ ખડખડાટ હસી પડ્યા, અને બોલ્યા,

” તારી કલ્પના બહુ જોરદાર છે; પણ આ વેલ પરોપજીવી વેલ નથી. એણે તો માત્ર ઉપર ચઢવા આ ઝાડ પર આધાર લીધો છે. જો એનાં પાંદડાં લીલાં કચ છે. એ પોતાનું ક્લોરોફીલ પોતે જ બનાવે છે. જો વેલ પરોપજીવી હોય; તો તેની ડાળી અને પાંદડાં  સાવ પીળાં હોય, એને બધો રસ કસ ઝાડમાંથી જ મળી રહે.”

અને એમણે તો આ બાબતનું એમનું વનસ્પતીશાસ્ત્રનું જ્ઞાન મને પીરસવા માંડ્યું.

એ જ્ઞાન આત્મસાત કરવા જેટલી મારી ક્ષમતા કે વૃત્તી નથી. પણ મારા અજ્ઞાનનું મને ઠીક ઠીક ભાન થઈ ગયું.

અને નવા વીચારો …

કોઈ પણ ઘટના બને એને આપણે આપણી રીતે જ મુલવવા ટેવાયેલા હોઈએ છીએ. આપણી મનોસ્થીતી જે પ્રમાણે હોય, તે પ્રમાણે જ આપણે વીચારતા હોઈએ છીએ. એને અતીક્રમીને સત્ય શું છે, તે જાણવું હોય તો પહેલાં તો અભણ થવું પડે! બધા વીચારવાયુઓને વીસારી દેવા પડે. અને પછી કોઈ તત્વજ્ઞ કે સંદર્ભગ્રંથનો આશરો લઈ કે ગુગલ મહારાજને સહારે જઈ; નીરપેક્ષ અન્વેષણ કરવું પડે.

[ અભણ થવા અંગે, વીચારતા કરી દે તેવા બે લેખ જરુર વાંચશો –  1  – : –  2  – ]

પણ આપણે તો?

 • તરત આપણા સીમીત જ્ઞાનના આધારે ન્યાયાધીશ બની જવા ટેવાયેલા હોઈએ છીએ.
 • આપણે જે માનીએ તે જ સાચું.
 • બીજું બધું અસત્ય – નરદમ જુઠાણું.

આ જ તો આપણા હોવાપણાની બાંધેલી, ન બદલાઈ શકે તેવી, પથ્થરની દીવાલ પર કોતરેલી  રીત છે. ( Fixed way of being)

હવે વેલીને કેવળ વીષવેલ તરીકે જોવાની મારી દૃષ્ટી બદલાઈ. જેને વીકાસ માટે આધારની જરુર છે, તેવા સમાજના નબળા વર્ગોના પ્રતીક તરીકે પણ આપણે તેને નીહાળી શકીએ.  .

અરેરે મનવા! વૃક્ષ અને વેલી – પરોપજીવી,  સ્વાશ્રયી કે આધારને માટે વલખાં મારતું કોઈ જીવન.

એમનું જીવન એ સૌ એમની રીતે જીવ્યે રાખે છે. સમાજમાં સત, અસત; સબળ, નીર્બળ તત્વો પરાપુર્વથી પેદા થતા જ રહે છે; પોતાનું જીવનકાર્ય પોતાની રીતે પુર્ણ કરે છે અને ભુતકાળમાં વીલીન થઈ જાય છે. અને સંસાર તો આગળ વધતો જ રહે છે.

પ્રગતી, અધોગતી, નવ સર્જન, વીનાશ, ઉત્ક્રાન્તી … આ બધાં રોલર કોસ્ટરની જેમ ઉપર તળે થયાં જ કરે છે. કોઈ પેગંબર, વીચારક, સમાજ સુધારક, ફીકસુફ, રાજકર્તા કે સેનાપતી આ ક્રમને આમુલ રીતે ઉથાપી શક્યો નથી.

આમ કેમ થાય છે? અથવા આનાથી   વધારે સારી રીત કે વ્યવસ્થા કેમ ન હોય? – એ બધા તર્કના, વાણી વીલાસના, અર્થહીન પ્રલાપ નથી વારુ?

અને તરત અવળચંડુ મન બબડી ઉઠ્યું , “ તો આપણે શું હાથ જોડીને બેસી રહેવું? સ્લમ ડોગને સ્લમમાં જ સબડવા દેવા? આપણું સમાજ તરફ કોઈ ઉત્તરદાયીત્વ જ નહીં? “

લો ત્યારે … મારા મનની આ વ્યથા અને દ્વીધાનું શું સમાધાન?

તમે કહેશો?

Advertisements

4 responses to “વૃક્ષ અને વેલી – ભાગ : 4

 1. pragnaju ઓક્ટોબર 26, 2009 પર 3:16 એ એમ (am)

  આપણું સમાજ તરફ કોઈ ઉત્તરદાયીત્વ જ નહીં? “
  લો ત્યારે …
  મારા મનની આ વ્યથા અને દ્વીધાનું શું સમાધાન?
  ——————————————–
  બેશક ઉતરદાયીત્વ છે જ-
  ‘વ્યથા અને દ્વીધા’હોય તો મન ડોળાયલું હોય.સમાજ તમારી સાથે ભલે સેટ ન થાય, એનાથી તમારે અપસેટ થવાની જરૂર નથી. તમે એની વિચારધારા પ્રમાણે સેટ થઇને પછી એને જ તમારો બનાવી લો. જ્યાંને ત્યાં સમર્પિત થવાની જરૂર નથી. જો તમે બધે ઝૂકતા રહેશો તો તમારી જીવનની મસ્તી ઝૂંટવાઇ જશે. આપણી ભીતરમાં આત્મવિશ્વાસ ખૂટી રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગે છે. તમારી શક્તિ ઉપર તમને વિશ્વાસ હોવો જોઇએ. અસ્થિર પગના માનવીને રસ્તો કયાંય જડતો નથી.
  તમારા જીવનમાં સ્થિરતા લાવવી જરૂર છે. મન જો તમારૂ મજબૂત હોય તો હિમાલય પણ તમને નડી નહીં શકે….
  ઉન્મત્ત વાવાઝોડાના ઓડ
  ચૂમે છે
  એક પાંદડું
  એક લીલું પાંદડું
  તે પાંદડું વિશ્વાસનું.

  અંધકારની વેલ પર
  ખીલે છે એક કળી
  તે કળી પ્રકાશની.

 2. pragnaju ઓક્ટોબર 31, 2009 પર 4:13 એ એમ (am)

  thankx for…

  Out of all your comments, I liked this one the most. You have proved that you are truly my Motiben
  Your diagnosis (!) of my personality is exact and piercing – doctor that you were/ are.
  Your suggestions will be LBH and implemented !!

 3. Pingback: વૃક્ષ અને વેલી : ભાગ -5 « ગદ્યસુર

 4. Pingback: થડ – એક અવલોકન | ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: