ઓસ્ટીનના સરસ મજાના રીવરવોકના લોખંડના એક બાંકડા ઉપર હું બેઠો છુ; અને મારી સામેની બધી ચહલ પહલ નીહાળી રહ્યો છું.
સામે, નદીની પેલે પાર ડાઉન ટાઉનની ગગનચુંબી ઈમારતો ખડી છે – કોઈક વીસ માળની, તો કો’ક ચાળીસ માળની, તો કો’ક પચાસ માળની. સૌથી ઉંચી ઈમારત પર સ્વાભાવીક રીતે બધાંની નજર પડે; તેમ મારી નજર પણ ખેંચાય છે. એની આડી અને ઉભી, બધી બારીઓ બંધ છે – સાવ નીષ્ક્રીય અને કોઈ ચેતન વીનાની. હું એ બારીઓની પેલે પાર શું ચાલી રહ્યું છે; તે જોઈ શકતો નથી. કદાચ ત્યાં કોઈ આતરરાષ્ટ્રીય કમ્પનીનો કરોડો ડોલરનો કારોબાર ચાલી રહ્યો હશે. કો’ક માંધાતાની કુશાંદે ચેમ્બરમાં તે અતી વૈભવશાળી ખુરશીમાં બેસી મ્હાલી રહ્યો હશે ; અને તેની ઘણે નીચે આવેલા પરીસરમાં સળવળતાં માનવ જંતુઓ જોઈ મુછમાં મલકી રહ્યો હશે.
….
એની આગળ નદી વહી રહી છે. એનાં પાણી હજારો વર્ષોથી આમ જ સતત વહેતાં રહ્યાં છે. એમાં જાત જાતની અને ભાત ભાતની હોડીઓ આવન જાવન કરી રહી છે.
નદીની મારી તરફ રીવરવોક છે. એની ઉપર જાતજાતનાં અને ભાતભાતનાં લોકો – પુરુષો, સ્ત્રીઓ, બાળકો – ચાલી, દોડી રહ્યાં છે. કોઈક ધસમસતા સાઈકલ ચલાવીને જઈ રહ્યા છે. કોઈકની સાથે જાતજાતના અને ભાતભાતના કુતરા પણ છે.
…
લોખંડનો એ બાકડો સાવ નીર્જીવ છે. એમાં કોઈ જ ચહલપહલ નથી. એ તો એમનો એમ જ, સાવ જડ અવસ્થામાં પડેલો રહેવાનો છે. એમાં કોઈ પરીવર્તનને અવકાશ નથી. હા! હું મારી કલ્પના અને વીજ્ઞાનના થોડાક જ્ઞાનને સહારે, એના અણુ અને પરમાણુમા સતત ચાલી રહેલી ગતી વીશે વીચારી શકું છું. પણ બાંકડો એ જાણે છે ખરો?
…
મારી નજર હવે એ બાંકડાની બાજુએ આવેલ ઝાડ પર પડે છે. એની ડાળીઓ મને શીતળ છાયા આપી રહી છે. એનાં પાદડા પવનમાં ફરફરી રહ્યાં છે. એના લીલાં પાન તડકામા તપતાં શ્વસી રહ્યાં છે; વ્રુક્ષનો જીવન રસ સતત બનાવી રહ્યાં છે. સુકી ભંઠ લાગતી એની ડાળીમાં ક્યાંક નવાંકુર ફુટું ફુટું કરી રહ્યો છે, થોડાક દીવસોમા એમાંથી કુંપળ ફુટશે અને નવી ડાળીનો કે કદાચ એક ફુલની કળીનો નવો નક્કોર જન્મ થશે.
પણ એ ઝાડ જોઈ શકતું નથી, સાંભળી શકતું નથી, સ્પર્શી શકતું નથી. એને કોઈ વીચાર પણ નથી આવતા. એ કશેય એક તસુ પણ ખસી શકતું નથી. એની ચેતના બાકડાના લોખંડની ચેતનાથી થોડેક આગળ આવીને અટકી ગયેલી છે.
…
ત્યાં ગળે માલીકના પટાથી બંધાયેલો એક કુતરો દોડતો દોડતો અને મોંમાંથી જીભ બહાર લબડાવતો આવી પહોંચે છે. સ્વભાવવશ, કશીક મનગમતી ચીજને સુંઘતો, સુંઘતો અને આમતેમ આથડતો, તે મારા પગને પણ સુંઘી લે છે. પણ માલીકના ઈશારાથી મને અવગણીને વીદાય લે છે.
કુતરાની ચેતના ઝાડની ચેતના કરતાં ઘણી જટીલ છે. તે જોઈ શકે છે; સાંભળી શકે છે; સુંઘી શકે છે; ચાખી શકે છે. કરડી અને ભસી શકે છે. તે ચાલી, દોડી, કુદી પણ શકે છે.
પણ તેની વીચાર શક્તી સીમીત છે.
..
આ બધું નીહાળતો હું કુતરા કરતાં ઘણું વધારે કરી શકું તેમ છું. મારી પાસે માણસને મળેલી મહાન દોલત – માનવ મન છે.
હું ધારું તો એ બાંકડાને તોડી ફોડી, ગરમ કરી તેના પુર્જાઓના અવનવા ઘાટ ઘડી શકું છું; તેને ભઠ્ઠીમાં ઓગાળી, તેના રસને બીબામાં ઢાળી સુંદર મુર્તી બનાવી શકું છું.
હું એ ઝાડને કુહાડી વડે કાપી, તેના લાકડામાંથી આગ પેદા કરી શકું છું. અથવા એના બીજ બીજે વાવી, એવાં અનેક ઝાડ ઘણે દુર, નવા જ કોઈ બગીચામાં ઉગાડી શકું છું.
હું તે કુતરાને અથવા એના જેવા બીજા અનેક કુતરા કે બીજા પ્રાણીઓને પાળી, મારો માલીકી ભાવ સંતોષી શકું છું.
મારી ચેતના કુતરાની ચેતના કરતાં અનેક ગણી ચઢીયાતી છે ; તેવો ગર્વ મારા મનમાં આકાર લેવા માંડે છે.
…
પણ ..
એમ ન હોય કે, મારાથી અનેક ગણું ચઢીયાતું કોઈક હોવાપણું એવી અપ્રતીમ ચેતના ધરાવતું હોય; જેના થકી એને કોઈ દેખીતા રંગ, રુપ, આકાર કે હોવાપણાંની જરુર જ ન હોય? જેને માનવ મનની કે અસ્તીત્વ અથવા અનસ્તીત્વની મર્યાદાઓ નડતી ન હોય? જે આ બધાંયની મ્હાંયલી પા અણુએ અણુમાં વ્યાપીને રહેલું હોય? જે આ બધાંયને હાલતાં, ચાલતાં, શ્વસતાં; કારણસર કે વીના કારણ, ધસમસતાં અને પ્રગટ અસ્તીત્વ વાળાં કરી દેતું હોય?
– પચાસ માળ ઉંચે આવેલી બંધ બારીની પેલે પાર બેઠેલા, પણ મારી આંખે ન દેખાતા માંધાતાની જેમ?
Like this:
Like Loading...
Related
ખુબ જ ઊંડું મનન ! સરસ અવલોકન અને તેથી પણ વિશેષ તમે એક વાત સત્ય કહી કે માનવીનું સર્જન એ એક બધાં પૃથ્વી પરના સર્વે પ્રાણીઓમાં સર્વોત્તમ અને શ્રેષ્ઠ કુદરતનું સર્જન છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી! જે માનવીને વિચારશીલ મન અને પ્રબળ ઈચ્છાઓ અને તેને પૂરી કરવાની કાર્ય શકિત અને સમજ કુદરતે આપી છે તે બીજા પ્રાણીઓમાં અને અન્ય જીવ-નિર્જીવમાં કયાં?! આટલું જ સમજીને અને ઇશ્વર નો તે માટે ઉપકાર અને પાડ માનીને માનવી માનવ થઈને રહે તો પણ ઘણું!…
Sureshbhai, good read. I refered because at present my son Tanuj is studying in Austin Uni. And I remembered you are also somewhere in Texas. In this piece you initially stressed on Human importance, at the end you turned to almighty super power God’s presense. (That is how people generally romantisise him), but i will add 3rd element in this ‘superior than human being’ debate.
In a lighter vein, my son had forwarded this sms to me, “Calvin n Hobbes quote – sometime I think the surest sign that intelligent life exists elsewhere, is that they have not tried to contact us.”!
What you have narrated is human bliss. Being a Humanist I cherish that. Here is my sms (sent to 100s friends after Diwali here) on humanist thought, “Celebrate togetherness, not diya n diwali; wish 4 values, nt mere prosprty; burst egos, nt crackers; worship humanity, nt deity; Care n share with society, nt just yor comunity; work toward ethics n equalty, nt 4 welth n status.
Let’s just B human, hapiness will follow!”
I wish same to you n your readers.
– Kiran Trivedi
કદાચ હોય, કોઇક એવું તત્વ જેને માનવ મનની જેમ વસ્તુઓના સ્થૂળ આકાર અને ચેતનાઓના સંચારને અનુભવવાની જરૂરત ન પડે, તો પણ તેને જોવા, સમજવા કે ઓળખવા આપણી ક્ષમતાની સીમાઓ ઘણી નડે. એવું કાંઇક જે આપણી સીમાઓની પેલે પાર ક્યાંય એક અનાસક્તભાવ સાથે આસક્તિવગરના સમયનું નિર્વહન કરે છે…
ખૂબ સુંદર વિચાર, માણસ ધારે ત્યાં સમાધિઅવસ્થાનો અનુભવ કરી શકે. ચાલીસ પચાસ માળની એ ઇમારતોની વચ્ચે પણ તમને આવા સુંદર વિચારો સ્પર્શે છે તે ખૂબ સરસ વાત છે.
એમ ન હોય કે, મારાથી અનેક ગણું ચઢીયાતું કોઈક હોવાપણું એવી અપ્રતીમ ચેતના ધરાવતું હોય; જેના થકી એને કોઈ દેખીતા રંગ, રુપ, આકાર કે હોવાપણાંની જરુર જ ન હોય? જેને માનવ મનની કે અસ્તીત્વ અથવા અનસ્તીત્વની મર્યાદાઓ નડતી ન હોય? જે આ બધાંયની મ્હાંયલી પા અણુએ અણુમાં વ્યાપીને રહેલું હોય? જે આ બધાંયને હાલતાં, ચાલતાં, શ્વસતાં; કારણસર કે વીના કારણ, ધસમસતાં અને પ્રગટ અસ્તીત્વ વાળાં કરી દેતું હોય?”
મનુષ્યને પહેલો આ પ્રશ્ન થયો! અને ચિંતન કરતા …
ઈશ્વરને આપણે સર્વત્ર સર્વવ્યાપી અને સર્વશક્તિમાન કહીએ છીએ. જગતની જડ-ચેતન બધી જ વસ્તુઓમાં એ રહેલો છે- અણુએ અણુમાં વ્યાપીને રહેલો છે, પરંતુ જ્યાં સુધી એની પ્રતીતિ થતી નથી ત્યાં સુધી એ માત્ર આપણી ચર્ચા-વિચારણા અને કથા-પ્રવચનોનો વિષય જ બની રહેતો હોય છે. એ પરમ ચૈતન્ય તત્ત્વને આપણે ઈશ્વર-અલ્લાહ- ગોડ કે પછી કોઈ પણ નામ આપીએ- એ જો સર્વત્ર અને સર્વ સમયે વિદ્યામાન હોય તો એનો અર્થ એ થયો કે તે અત્યારે, અહીં અને આ ક્ષણે પણ હાજર છે. તો પછી એને આપણે જોઈ શકતા કેમ નથી ? કારણ કે આપણે બધા જ બારી-બારણાંઓ બંધ કરી ‘હું’ના ઓરડામાં ભરાઈને બેસી ગયા છીએ ! બાકી એ તો આપણા દરવાજે આવીને ઊભો જ છે. બારણું પણ ખટખટાવે છે, પરંતુ આપણે તો એ સાંભળતા પણ નથી. એક વાર ઊભા થઈ દરવાજો ખોલવાની હિંમત તો કરી જોઈએ. પછી તો સર્વત્ર એના જ દર્શન થવા લાગશે.
I came yesterday. from San Antonio’s river walk.
કીરણ ભાઈ
તમારી વાત સાવ સાચી છે. હું પણ એવા ઈશ્વરમાં નથી માનતો, જેની આંધળી ભક્તી આપણને પથ ભ્રષ્ટ, માનવતા વીહીન બનાવી દે.
પણ એક વાત જરુર છે, કે મનની અનેક મર્યાદાઓથી ભરપુર માણસને શ્રધ્ધા અપ્રેતીમ બળ પુરું પાડે છે. મુંગાને બોલતો , પંગુને પર્વત ચઢતો, અને પોલીયો ગ્રસ્ત મયુરીને નાચતી કરી શકે છે.
દુર્ભાગ્યે , એ શ્રધ્ધાના અતીરેકમાં માણસ માણસાઈ ગુમાવી બેઠો છે.
આપણે એ વીચારને પ્રસારીએ કે………
This is not the peak of human achievement. There are miles to go before we sleep and miles to go before we stop.
Very Thoughtful. Very Touchy. Your all observations are showing real spirituality.
u said and explained in last paragraph ; that is the Nirgun Nirakaar GOD. If man try to understand that deeply than he will really realize that there is Sarvashaktimaan Tatva ; Nature or God, who is giving us unlimited thinking etc. but we have really closed that Antarchakshu. If we realize that than it will not be hard to see that Mandhata sitting in that bldg. With God’s grace it will be possible.But for that we have to believe in GOD first.
saras.
I agree with AJS
Sureshbhai, your observation and your thinking mind as reflacted in such articles shows how you are living every moment of your life powerfully and expressing it nicely.
ખૂબ જ સુંદર અવલોકન.
i am happy to read this.i was in houston for three mouth with my relative. i have seen austin but i am not able to write like you.
thank you.
hemant doshi at mumbai.
સુરેશ્ભાઇ, તમારું લેખન વાન્ચી ખૂબ જ આનન્દ થયો. તમારા વિચારો તમારી ઉન્ચાઇ બતાવે ચ્હે. તમારા વિચારો સાથે સન્મત થાઉ ચ્હુ. આભાર.
I agree with others.
I have also visited this place few times but never put down my thoughts on paper.
keep writing and don’t let it stop you.
Some day, you will put these in a book for other to enjoy too.
Thanks for sharing.
khub undu chintan sachche…khub saras..
બારી છે બંધ ખુલી એ આંખ સુરેશ રહે
અવલોકન અજબગજબ છે વાહ સુરેશ કરે
માફ કરજો સુરેશભાઈ શેરમાં ભાઈ શબ્દના પ્રયોગથી છંદદોષ ન થાય એટલે નથી કર્યો. આદરણીય છો અને રહેશો.
હવે અવલોકનમાં યે જમાના અનુસાર ફેરફાર કરવો પડશે. માણસ ચંદ્ર ઉપર પહોંચ્યો એટલે ખાબડ ખુબડ ચંદ્રની ખબર પડી અને એની શીતળતા ચાલી ગઈ.
આ બાંકડા ઉપરનું લાકડું, ઝાડ અને કુતરામાં એવું જ થશે. કોઈક ડી.એન.એ. નીષ્ણાંત કહી દેશે કે આ ઝાડની લેડર, બાંકડાંની લેડર અને સુરેશભાઈ જાનીની લેડર અમુક તમુક વર્ષ પછી એક થઈ જાય છે.
ક્યાંથી ક્યાં એ બારી ખુલી ?
આ કોમેન્ટ વાંચો …
http://shivshiva.wordpress.com/2009/11/01/po-yani-62/#comment-4922
અણદીઠો
સર્વ શક્તિમાન માંધાતા.
પચાસ માળ ઉંચે આવેલી બંધ બારીની પેલે પાર બેઠેલા, પણ આંખે ન દેખાતા માંધાતાની જેમ?
સુંદર અવલોકન.
અહીં મનની બારી ખુલી ગઇ છે અને એ જ પગથિયું મહત્વપૂર્ણ છે.. આજે સવારે જ વાંચ્યું…. આકાશ બોલે છે, આ પવન બોલે છે, વૃક્ષો અને ડાળીઓ પણ બોલે છે..
લતા
Awesome! Your writing has so much liveliness. Keep up the great work and thank you for doing this.
લગભગ લગભગ સમાંતર ચાલતી આપણી ‘સીમિલર’ વિચાર-ધારા ” કંઈક”માંના મારા એક લખાણના અંશ તરીકે સમાવાઈ છે.
<<..
[ ” લહર / લહેર આવે તો લખુ નહીં તો વહી જવા દઉં.” ]-
સાંઈ કવિશ્રી મકરંદ દવે નો ‘સ્વ’મંત્ર ! ‘સહજ મિલે સો સોના’ ની રુએ આકસ્મિકતા-તેની સાથે જોડાયેલ આશ્ચર્યચકિત્-તાનું ‘થ્રિલ’ યાનેકિ, રોમાંચકતા, રણઝણ, ઊભરો -જે કહીએ તે, અંગત અનુભૂતિનીજ વાત! વળી,એમાં ચૂપ-શાંત બેસી રહેવાનું, જોયા કરવાનું, જે સહજ હોય તેજ અપ્રયત્ન કર્તુત્વ, જે માત્ર અને માત્ર “કર્માધીન યંત્રણા અંતર્ગત” આસપાસમાંથી ‘સ્વ’ માં ઉતરી આવેલી ઈશ કૃપાજ ! જે મૂળપણે અગત્યનો-ને, મહત્વનો ભાગ ભજવે છે.તેની પરિણતિ -ફલશ્રુતિ એટલે ‘ આનંદ’ -મૌજ, લિજ્જત- પુલકિતતા-લહેર, મૂડ-મિજાજ ખુશખુશાલ ચહેરે અસ્તિત્વમાંઅંતરસુખના અમી છાંટણાંનું તેજવર્તૂળ -આભા { ઓરા- aura } ]
આ જે કંઈ છે. સમય સાથેનો સંભોગ છે! શબ્દો સાથેનો નિરંતર વિશેષ પ્રયોગ છે,
પ્રકૃતિ-પ્રવાહ સંગે,શાશ્વત વિનિયોગ છે,-પ્રેમ છે,તપ છે,જપ છે! હમેશાંનો સંયોગ છે.
‘મારું મધ લાગે મને મીઠું રે!’ એનું સત્વ અમૃત સરીખું રે! // સંજીવની-ચેતન છાંટ્યું રે, હોંશ,ઉમંગે ચમકી આંખ્યું રે.!
“કર્મગત થીયરીને અનુસરતા વ્યક્તિત્વને ઉજાગર કરે છે.નિખાલસતા,પારદર્શિતા,સ્પષ્ટતા,સાચુકલાપણું…. પણ ઉભરાઈને મુખરિત થતા દેખાય છે. ધ્યાનમાં થતી અનુભૂતિની[આના ગેબી નાદના મોજાં…ધ્વનિ-આંદોલનો,/ઊછળ્યા કરે છે, ગૂંજ્યા કરે છે ભીતર,વારંવાર, લગાતાર].+( જાણે બરફની શ્વેત શીલા તે હુંજ !/શ્વેત નિર્મળ નિરામય બરફાચ્છાદિત સમગ્ર વાતાવરણની શીતળતા,તાઝગી વર્તાય છે!) + {હું ગૂંજુ બેફામ, અંતરતમ મન-ગગનમાં, /રણઝણ રણઝણ,ઝનઝન, ઝનઝન થાય/ઝબકયો અંગત એહસાસ! ગજબ આભાસ! } + નિજ એકાંતે સુખાનુભૂતિનો આનંદ માણી રહ્યા/તંતોતંત અમી છાંટણા, ઈશકૃપાના રણકારા, /આવી પૂગ્યા હરિ અમારે દ્વાર! બાજે ભણકારા, /શરણાઈ, ઘંટનાદ, મંજીરાના બજંત રે ઝણકારા/ મારું અસ્તિત્વ નીરવ એકાંતે ઝળહળે છે! / સર્વત્ર આનંદ! સ્વાનંદ-વર્ષા થઇ રહે છે!) અસ્તિત્વનો “અંત”-મૃત્યુ, જન્મ સાથે અબાધિત પણે જોડાયેલા તત્વો-ભાવો છે. પંચેન્દ્રીયનો પારાવાર જાણે ઉછળ્યા કરે છે ….
આ સઘળું એકપણું, દ્વન્દ્વગતતા, ત્રીપરિમાણી,ચતુર્દીશામય, પંચતત્વગ્રસ્ત, ષષ્ટકારી, સપ્ત-રંગી, અષ્ટ-કોણીય ,નવગ્રહ-રસ વર્તુલિતા-વ્યાપકશીલતા, ગતિમાનતા, અંતર્ગત બદ્ધ છે. આ બધ્ધુંજ એકત્વ-અખિલાઈ સમગ્રતામાં સમાહિત છે, અને એ રૂએ સમગ્રની દૃષ્ટિએ, સમગ્રથી, સમગ્રમાં કઈં પણ થવું શક્ય છે! આપણે એનાજ એક ભાગ છીએ એટલે,
-લા’કાન્ત / ૩૦-૬-૧૩
Pingback: રિવરવોક અને બંધ બારી | સૂરસાધના
Pingback: રિવર વોક અને બંધ બારી – વિડિયો | સૂરસાધના