સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 41 : ખાનની પીછેહઠ

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

ચાર દીવસ પછી સવારના પહોરમાં …..

કાળુનો સાથી સફાળો દોડતો ગોવાના વાડામાં પ્રવેશ્યો.  “ભાગી ગયા … ભાગી ગયા..” ચઢેલા શ્વાસે તે માંડ માંડ બોલી શક્યો.

બીજા હુમલામાં ખાનના આક્રમણને બુરી રીતે પરાસ્ત કરવા છતાં, ગોવાને નદીકીનારો સાવ રેઢો મુકવાનું યોગ્ય લાગ્યું ન હતું. આથી દુરંદેશી વાપરી, બે માણસોને તેણે દીવસ રાત, સામે કીનારે ચાલી રહેલી હીલચાલની ઉપર સતત  નજર રાખવા રોક્યા હતા. દીવસની ચોકી પતે ત્યારે નવા બે જણ નદીકીનારે આવી જતા. પણ આ ચાર દીવસ સામે કાંઠે ભેદી નીષ્ક્રીયતા વર્તાતી હતી. નવા કોઈ તરાપા બનાવવામાં આવ્યા હોય, તો પણ તે નદીકીનારે લવાયા ન હતા. દેખીતી રીતે મોરચો ઠંડો પડી ગયો જણાતો હતો.

તે દીવસે સવારે કાળુ અને બીજો જણ આ રીતે ચોકી કરતા હતા; ત્યારે કાળુએ  તેના સાથીને આ ખબર આપવા દોડાવ્યો હતો. આ ખબર જાણી બધા નદીકીનારે દોડી ગયા.

અને સાચે સાચ સામેનું માનવ કીડીયારું જે રસ્તે આવ્યું હતું, તે રસ્તે નદીના કીનારે કીનારે પાછું જઈ રહેલું દેખાયું. દેખીતી રીતે ખાને પીછેહઠ કરવાનો નીર્ણય લીધો હોય તેમ જણાતું હતું. ગોવા અને તેના સાથીઓ, સ્ત્રીઓ અને બાળકો આ નવતર ઘટના જાણીને હર્ષોલ્લાસમાં આવી ગયા. ભય હવે દુર થયેલો જણાતો હતો. લાખો તો ઢોલ વગાડી નાચવા લાગ્યો.

પણ ગોવાના મનમાં હજી ચેન ન હતું. તેણે કહ્યું ,” આપણે બે બંદીઓ પાસેથી  મળેલી માહીતીને ભુલવી ન જોઈએ. ખાન પાસે હજુ તો ઝડપથી દોડતા નવતર પ્રાણીઓ પર સવાર થયેલી સેના અકબંધ છે; જે હજુ સુધી આપણે જોઈ જ નથી. આટલી બધી તાકાત હોવા છતાં ખાન ખાલી હાથે પાછો જાય , તે મારા મનમાં બેસતું નથી. જરુર આમાં તેની કોઈ ચાલ હોવી જોઈએ.”

વીહા અને પાંચાએ આમાં સાદ પુરાવ્યો.

પાંચો કહે ,” ગોવા , આપણે એમ કરીએ. બે જણ આપણી બાજુએ નદીના કીનારે કીનારે  આ સેના શું કરે છે; તે જાણવા તેમની  ઉપર નજર રાખતા રહે; અને કાંઈ ભયજનક લાગે તો એક જણ આવીને આપણને ખબર આપી જાય. “

બધાએ સમ્મતીમાં ડોકાં ધુણાવ્યાં. લાખો અને બીજો એક જણ આ કામ માટે તૈયાર થઈ ગયા; અને નદીકીનારે ખાનની સેનાની સાથે સાથે ચાલવા માંડ્યા.

કલાકેક પસાર થયો અને મોટા ભાગની સેના સામેથી અદ્રશ્ય થઈ ગઈ. માંડ પચાસેક માણસો જ હવે સામે કીનારે રહ્યા હતા. ખાને નવા તરાપા  બનાવ્યા હોય તેમ જણાતું ન હતું. દેખીતી રીતે ત્રીજો હુમલો થવાના કોઈ ચીહ્ન જણાતાં ન હતાં. જોગમાયાના સતે મેદાનવાસીઓને  મદદ કરી હતી.  હવે શાંતીથી જીવન પુર્વવત બની જશે તેવી આશા બંધાઈ હતી.

વળી આ ચાર દીવસમાં ધીમે ધીમે, સરવરીયા ગામ અને બીજા ત્રણ ચાર નેસમાંથી વધારાની મદદ પણ આવી પહોંચી હતી. ઘુમતા ફરતા ડફેર લોકોમાંથી પણ થોડાક, ગોવાને મદદ કરવા આવી પહોંચ્યા હતા. ગોવાના સાથીઓની બે અદભુત જીતના સમાચાર બધે પહોંચી ગયા હતા. આ સમાચાર જાણી, ગોવાના મનમાં ઉપજેલો  અવીશ્વાસ દુર કરવાનું એમને મુનાસીબ લાગ્યું હતું. ગોવાની પ્રતીષ્ઠામાં વધારો થયો હતો. હવે ગોવા પાસે પચાસેક માણસો ભેગા થયા હતા.

તાબડતોબ આ નવી કુમકને ધનુષ બાણ ચલાવવાની તાલીમ આપવાનું કામ પાંચાએ હાથમાં લીધું હતું. રુપલી અને બીજી સ્ત્રીઓએ એમને જરુરી નવાં હથીયારો બનાવવાનું કામ ઝડપથી આટોપવા માંડ્યું. બધાંને માટે વાંસની સોટીઓનાં બખ્તર અને શીરસ્ત્રાણ પણ બની રહ્યાં હતાં. વીજયના કેફે ગોવાના નેસને પ્રમાદી બનાવ્યો ન હતો. કોઈ પણ નવા આક્રમણને પહોંચી વળવા બધા એકસુરે, એકતાલે કામગરા બન્યા હતા. નવા આવનારાઓ મોડા પડ્યાની ભોંઠપ દુર કરવા બમણો ઉત્સાહ પ્રદર્શીત કરી રહ્યા હતા.

પણ ટોળાંથી સ્વભાવવશ દુર રહેતો વીહો કોઈક જુદા જ અણસાર અનુભવી રહ્યો હતો. પહેલા હુમલા પછીની રાતમાં એને મળેલ ભવીષ્ય દર્શનને એ વીસરી શકે તેમ ન હતું. બે બંદીઓ ઉપર હવે સતત ચોકી રાખવામાં આવતી હતી; અને આ ચાર દીવસમાં એમની પાસેથી તેણે બેળે બેળે ઘણી માહીતી મેળવી હતી. ખાનના પ્રદેશની લાક્ષણીકતા, એમના રીવાજો, એમની રહેણી કરણી, આદતો, ધાર્મીક માન્યતાઓ, એ બધાં વીશે એને આછો આછો ખ્યાલ આવવા માંડ્યો હતો. એ લોકોનાં શીથીલ ચારીત્ર્ય સ્ત્રીઓ માટે બહુ મોટો ભય નીવડે તેમ વીહાને ખબર પડી ગઈ.  એના જાતભાઈ બહેનો માટે આ નવતર વીદેશીઓ બહુ ભયંકર ખતરા રુપ નીવડી શકે તેમ જણાતું હતું. ઘોડા નામના અત્યંત ઝડપથી દોડી શકતા જાનવર પર એ લોકો સવાર થઈ શકતા હશે; અને પગપાળા ચાલનાર કરતાં ઘણી ઝડપે  અંતર કાપી શકતા હશે; એ વાત નીશ્ચીત જણાતી હતી. જો એ ઝડપી સેના નદી પાર કરી આ બાજુ આવી જાય તો કોઈ સંજોગોમાં ગોવાના આ પચાસ જણ તો શું; પણ બધી વસ્તી ભેગી થઈ જાય તો પણ ખાનની જીત નક્કી હતી.

ફરી વીહાએ ઉંડો નીસાસો મુક્યો અને જોગમાયાને અંતરથી અરજ કરી કે, વસ્તીમાં પ્રવર્તમાન ઉત્સાહ અને હર્ષ ટકેલાં રહે; અને  લાખો એવા સમાચાર સાથે પાછો ફરે કે, ખાને ખરેખર પીછેહઠ કરી છે.

3 responses to “પ્રકરણ – 41 : ખાનની પીછેહઠ

 1. pragnaju ઓક્ટોબર 31, 2009 પર 4:26 એ એમ (am)

  It’s like 20th Century war …
  Hussaria was considered to be heavy assault cavalry only by the Polish and Lithuanian army. The West did not have this type of cavalry, and Hussaria was considered light by western standards of speed and tactics. The main task of Hussaria during battle was to breach enemy formations. Polish commanders of the 16th and 17th centuries realized that the effectiveness of firearms was still very limited, so a charge by good horsemen had to endure at most one salvo before reaching the enemy with lances and sabers. This was sound reasoning, and Hussaria won most battles they fought, in many cases against foes of far greater numbers. Victory by outnumbered forces is nothing special in the history of warfare provided that the troops used are well trained and bolstered with high morale. This was the case of Hussaria for the span of nearly two centuries.
  In the initial phases of a charge, Hussaria loosened and tightened their formation a few times in order to diminish the effect of enemy fire. The charge was started at low speed and riders accelerated during its progress, reaching top speed just before the enemy. This not only preserved the horses’ strength, but also had psychological effects on the enemy who saw the preliminaries to the charge. Extremely long but light lances were used to break opponents’ formations, and were supposed to break during the clash. After the lances were gone, sabers and estocs were used.
  When the first charge was not successful, Hussaria withdrew and charged again. There were battles in which the same troops charged 10 times and later helped pursue the enemy. This was possible only with highly trained units that could withdraw and regroup in an orderly manner.
  Except in a few cases, casualties suffered by Hussaria were very low, and this was the best proof of their worth, as well as proof of the talent of Polish commanders of the time.

 2. સુરેશ જાની ઓક્ટોબર 31, 2009 પર 8:00 એ એમ (am)

  ઈતીહાસ કમભાગ્યે યુધ્ધોથી ભરપુર છે/ લોહી, આંસુ, અનાથો, આગ, લુંટ, અત્યાચારો …

  પણ યુદ્ધોથી જ નવા ઈતાહાસો, નવા પલટા, નવી શોધો , નવી જીજીવીષાઓ, સંસ્કૃતીઓનું વીલીનીકરણ અને ફ્યુઝન સરજાતાં નથી હોતાં?

  માનવ સમાજની આ એક કરુણ વીશીષ્ઠતા નથી?

 3. Capt. Narendra ઓક્ટોબર 31, 2009 પર 6:00 પી એમ(pm)

  Withdrawal by Khan and its aftermath is described well. You seem to have studied battle tactics, as they are clearly reflected in this chapter.

  My compliments to Pragnaju for the detailed comments on cavalry tactics. The Hussars’ role is so well described that it can lead your readers to the Charge of the Light Brigade, how Lancers operated and well! Pragnaju has led us to understand he history of cavalry regiments and their transformation into Armored regiments. Thanks to both of you, Sureshbhai and Pragnaju, for letting me re-live my military history days!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: