સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભાગાકાર – એક લઘુકથા

દસ વર્ષના જયના ક્લાસમાં હવે ભાગાકાર શીખવાડે છે. સાંજે દાદા સાથે હોમવર્ક કરતાં જયે કહ્યું, “ મને ભાગાકાર નથી ગમતા.”

જયના સુઈ ગયા પછી, દાદા પોતાની મીલ્કતનું વીલ બનાવવા બેઠા અને મનમાં બોલ્યા,” મને ભાગ પાડવા નથી ગમતા.”

Advertisements

17 responses to “ભાગાકાર – એક લઘુકથા

 1. arvindadalja નવેમ્બર 8, 2009 પર 12:13 પી એમ(pm)

  ભાગ પાડવા એ ભાગાકારની જ એક રીત છે અને તેમાં દાદા અને પોત્રોના વિચારો અદ્ભુત સામ્ય ધરાવે છે તેમ છતાં બંને એ ભાગ અને ભાગાકાર પાડવા/શીખવા જ રહ્યા કદાચ મોટા થયા બાદ પોત્રાને પણ આ ક્રિયા કરવાની આવી પડે ! ટુંકા શબ્દોમાં મોટી વાત કરી દીધી સુરેશભાઈ આપે ધન્યવાદ !

  સ-સ્નેહ
  અરવિંદ

 2. dhavalrajgeera નવેમ્બર 8, 2009 પર 12:38 પી એમ(pm)

  જીવની શરુઆત ગુણાકારથી થાય છે ને મ્રુત્યુબાદ પિડ્દાન ભાગાકારથી કરવામા આવે છે.

  ભાગાકાર મા વિદાય છે જે કોઈને ગમે ના પણ સ્વિકારવી જ રહી.

  રાજેન્દ્ર ત્રિવેદી.

 3. Ramesh Patel નવેમ્બર 9, 2009 પર 1:55 પી એમ(pm)

  જીવન ઍટલે સરવાળા,બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર.

  આપે બાળ વિચારના હાર્દને સાચા અર્થમાં ઘૂંટ્યો.

  ભાગાકાર.

  સહજ રીતે શીશુ બોલે, ના ગમતા મને ભાગાકાર

  દાદા મૂંઝાય,તારા મારાના વાણા કેમ ગૂંથું સંસાર

  તણખે તણખા ભેગા કરી બાંધ્યો સુંદર માળ

  કલબલાટ સંગ માણ્યું ઘરને ઊંચા ઊંચા અંતરાળ

  ભાવે ભીંજાયા , હૂંફે સજાયા લઈ રેશમીયા રુમાલ

  સજ્યા સમયે ,મીઠા મદમાતા દઈ વસંતના વહાલ

  ભાગ્ય સૌ સૌના લાવ્યા,વ્યવહારે બાપ મતિ મૂંઝાય

  અંતરના આર્શીવાદ સરે ને અક્ષે આંસુડાં હરખાય

  ગૂંચવે ગુણાકાર ને ભાગાકારે જીંદગી દિસે દુર્બળ

  ગમે સરળ જીંદગી, ખળખળ વહેતી નીત નિર્મળ

  નથી સઘળું આપણું , ના રહેતું સાથ સદા કાળ

  ભોગવ્યું એજ તમારું , એજ સત્ય નમી ને ભાળ

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. Patel Popatbhai નવેમ્બર 9, 2009 પર 9:42 પી એમ(pm)

  Jani Saheb

  Tamari char lainman dvara Sri Ramesh bhai ae vachakne aek navi KAVITA api ane sri Rajendrbhai ae jivanni HAKIKAT batavi.

 5. Vipin નવેમ્બર 9, 2009 પર 10:18 પી એમ(pm)

  The child is innocent. Arithmetical procedure bothers him. Whereas the old man has yet to give up attachment to his OWN something.

 6. પ્રવિણ કે.શ્રીમાળી નવેમ્બર 9, 2009 પર 11:49 પી એમ(pm)

  દાદા,
  ખુબ જ સુંદર લઘુકથા લખી છે. ટૂંકીને ટચ પણ દિલને ટચ કરી જતી લઘુકથા. જિંદગી એક ગણિત જ છે. નાનપણ ના શિક્ષણ-ભણતર થી લઈને લગ્ન સુધી સરવાળા, સંતાન પ્રાપ્તિ અને ભૌતિક સુખોની પ્રાપ્તિ ગુણાકાર, પગભેર થઈને સંતાનો પોતાના સંસાર સાથે જૂદાં રહેવાં જાય તેને બાદબાકી અને પછી સંતાનો તમારી મિલ્કતમાં ભાગ માંગે એટલે ભાગાકાર. આવું સાહિત્ય સર્જન કરતાં રહો…લખતાં રહો…

 7. સુરેશ જાની નવેમ્બર 10, 2009 પર 12:56 એ એમ (am)

  વિપીન ભાઈ
  સાવ સાચી વાત. બાળકના ગમા અણગમા કુદરતી અને નિર્દોષ હોય છે.
  જમાનાના ખાધેલ આ દાદાનો સમ્મોહ અકુદરતી છે. પક્ષીઓ, જાનવરોમાં માવતર અને ફરજંદ વચ્ચે અમુક સમય બાદ, કુદરતી રીતે ભાવ રહેતો નથી.
  માણસમાં મનના કારણે અકુદરતી મમત્વ અને એને આનુષંગિક વ્યથાઓ પ્રવેશી જાય છે.
  આ વાત આકસ્મિક જ ઊગી નિકળી.
  સૌને આ વાર્તા ગમી ; તે મારો આનંદ.
  રમેશ ભાઈને તો સો સલામ

 8. Arpan Bhatt નવેમ્બર 10, 2009 પર 2:29 એ એમ (am)

  Kshamaa chahu chhu pan Hun aapni tathaa vipinbhai naa abhipray saathe sammaat nathi, karanke Dadaji ne bhag padvaa nathi gamtaa tema temnu mamatva nahi pan kutumb pratyee no shubh bhaav rahelo chhe ke sau santan bhaglavadi naa bane.
  Astu………

 9. Ullas Oza નવેમ્બર 10, 2009 પર 2:52 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ, થોડા શબ્દોમા તમે ઘણુ કહી દીધુ.
  રમેશભાઈઍ પણ સુંદર કવિતા આપી. બંનેને ધન્યવાદ.
  જિંદગીમા દરેક માણસે જીવનપથ પર સમજૂતી કરવી પડે છે.
  નાપસંદ વસ્તુને પણ પચાવવી પડે છે. આજ જીવનની વાસ્તવિકતા છે.
  સ ગુ બા ભા ને સ્વીકારવુ રહ્યુ.

 10. સુરેશ જાની નવેમ્બર 10, 2009 પર 8:34 એ એમ (am)

  અર્પણભાઈ
  તમારી વાત દાદાના મનોભાવને બરાબર સમજાવે છે ;
  પણ .. કડવી વાસ્તવિકતા એ છે કે, સંતાનો એક સાથે રહી શકવાના નથી જ.
  જેમ જયને ભાગાકાર કરવો અઘરો લાગે છે , તેમ દાદાને ‘ભાગ પાડવા પડશે’ તે વાસ્તવિકતા કડવી લાગે છે.

  પણ એ તો જીવનની નિયતિ નથી વારુ?

  જેમ અભ્યાસથી ભાગાકાર કરવા પણ સરળ બની શકે છે; તેમ વિચારોથી પર થઈએ તો કોઈ પણ નિયતિને, કોઈ પણ વાસ્તવિકતાને સરળતાથી દાદા આત્મસાત કરી શકે .
  આ ગર્ભિત ભાવ છે.

 11. Chirag નવેમ્બર 10, 2009 પર 5:00 પી એમ(pm)

  કડવા લીમડાની ડાળને એક મીઠી છાંયની ઝંખના…

 12. Vipin નવેમ્બર 10, 2009 પર 9:02 પી એમ(pm)

  Dhirubhai Ambani could have decided how to distribute his self-made wealth after his departure. But he could not. We now see what is going on. Sureshbhai rightly says one has to be ready for all eventualities.

  Probability factor for a peaceful end is high when gradual detachment from ALL is aimed after fulfilling various responsibilities.

 13. chandravadan નવેમ્બર 11, 2009 પર 10:08 એ એમ (am)

  Late…but nice thought conveyed ! Read so many comments that followed & interesting to note the thoughts of OTHERS ,,,,Enjoy!
  http://www.chandrapukar.wordpress.com
  DR. CHANDRAVADAN MISTRY

 14. Capt. Narendra નવેમ્બર 11, 2009 પર 4:14 પી એમ(pm)

  લઘુકથામાં દીર્ઘતાનું દર્શન કરાવીને ખુશ કરી દીધા! ભાગાકાર અને વીલમાંના ભાગ તો ભૌતિક થયા, પણ between the lines તમે એક વાત કહી તે મનમાં છવાઇ ગઇ: સ્નેહનો ભાગાકાર, વહેંચણી તો કદી થાય જ નહિ. એ તો આપનાર અને લેનાર દરમિયાન વધતો જ જાય છે. હિસાબ કદી પૂરો થતો થતો નથી અને જે શેષ બચે છે એ તો ચિરસ્મરણીય થઇ જાય છે. સરસ. દીર્ઘ સારની લઘુકથા ઘણી ગમી.

 15. pragnaju નવેમ્બર 11, 2009 પર 5:50 પી એમ(pm)

  વારસામાં કોઈ મીલ્કત મળવાની હોય તો તેમાં સામે પક્ષે વીલ બદલાઈ જાય ને તમને કશું મળે નહીં!અથવા વીલ ન થયું હોય તો તેના કારણે વારસાઈના ઝઘડા થાય !!
  જલદી કરો
  એક તો શરાબ થોડો છે,
  અને ગળતો જા …ે
  ભાગાકાર અંગે યાદ
  હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
  છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…
  જો સાચવીને બેસું, બેસું ખાલી હાથ,
  જો બેસું વાપરવા, કદી ખૂટતો નથી.
  શૂન્યથી ભાગીએ તો અનંત ઉત્તર આવે પણ અમેરિકામા એબસર્ડ્ ગણે!
  બાકી આધ્યાગ્ત્મિક ગ્રથોનો સાર-જીવનને ૦ અહ્ંકારથી ભાગવું…..

 16. neetakotecha નવેમ્બર 11, 2009 પર 8:06 પી એમ(pm)

  wahhhhhhhhh
  shu vat kahi che..
  hraday ne sparshi gai..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: