સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વિચારક

તે વિચારક છે.

કોણ ગુણવંત શાહ?

ના.

સચ્ચિદાનંદ સ્વામી?

ના.

ઉર્વીશ કોઠારી?

ના?

અરે! તો પછી, વિનોદ  ભટ્ટ?

ના.

તો પછી કોની વાત કરો છો?

શહેરના રસ્તા પર ગાડું ચલાવતા એક શ્રમજીવીની.

શું નાખી દીધા જેવી વાત કરો છો? પીધો તો નથી ને?

એ શું? તમે, હું, કોઇ પણ સામાન્ય માણસ વિચારક છે. અરે! જેના મગજમાં કશુંક ખોટકાઇ ગયું હોય, તે પણ વિચારક છે.

………………….

સાવ નવી વાત લાગી ને?

વિચારક…

વિચાર …… જેના થકી વિશેષ ફરી શકાય તે વિચાર.

વિચાર કરે છે તે… એટલે વિચારક.

આપણે કશેક ફરવા જઇએ; તો આપણી નજર સામે જે દૃષ્ય હોય, તે જ આપણે જોઇ શકીએ.  આપણી પાછળ આવેલું દૃષ્ય જોવા માટે, આપણે માથું ફેરવવું પડે.

પણ, મનની આંખ વડે? વિચાર આવ્યો અને તે ચીજ, જગ્યા કે વ્યક્તિનું ચિત્ર મનની સામે ખડુ થઇ જાય. મન હોય તો માળવે જવાય. જેના મગજમાં કશીક ખરાબી હોય, તે પણ વિચાર તો કરે જ. તેના વિચાર અસંબધ્ધ હોય, બરાબર ગોઠવાયેલા ન હોય – એટલું જ.

અરે! આપણે સૂતા હોઇએ ત્યારે પણ, બહુ થોડીક ક્ષણો, ગાઢ નિદ્રામાં હોઇએ એટલી જ – વિચાર અટકી જતા હોય છે. અને પછી? સ્વપ્નોની સૃષ્ટિની વણજાર ચાલુ થઇ જાય. અને એમ કહે છે કે, આખાયે દિવસનો થાક એ થોડીક વિચાર વિહીન ક્ષણોમાં ઊતરી જતો હોય છે.

આપણે સૌ સતત વિચાર કરતા રહેતાં મશીનો છીએ! ઓલ્યો અબૂધ ગાડાવાળો હોય કે, આદરણીય શ્રી. ગુણવંત શાહ હોય; એ બન્ને વિચારક છે – વિચાર કરતાં યંત્ર છે. આપણે સૌ વિચારક છીએ! આપણી મોટા ભાગની પ્રવૃત્તિ, પ્રગતિ, અધોગતિ, જીવનયાત્રા, સર્જનો, વિસર્જનો, વિનાશો, યુધ્ધો, હાર અને જીત, વિચારોને કારણે આકાર લેતાં હોય છે.

એક પ્રયોગ કરી જુઓ. મનમાં સંકલ્પ કરો કે,

‘હવે પછી શો વિચાર આવશે, તે હું જોઇશ’

– અને મોટા ભાગે, વિચાર નહીં આવે! તમારું મન વિક્ષુબ્ધ બનેલું હોય; કશીક આપદા મનને કોરી ખાતી હોય; તે વખતે આ સંકલ્પ કરી જુઓ. મોટે ભાગે તે આપત્તિનો ખ્યાલ ક્ષણભર માટે ક્યાંક છુપાઇ જશે! સતત ભૂત અને ભવિષ્યની ભૂતાવળોમાં રાચતા, આપણે એ ક્ષણમાં જીવતા થઈ જઈશું.

આ છે ક્ષણમાં જીવવાની વાત. વિચારકપણામાંથી મટી જવાની, બચી જવાની વાત.

વિચારને અવલોકવાની આવી ટેવ પાડીએ; તો હાલતાં, ચાલતાં, સાવ જાગૃત અવસ્થામાં પણ થોડીક ક્ષણો વિચાર વિનાની માણી શકીએ. વિચારોની વણઝારને અટકાવી તો નહીં શકીએ; પણ તેની ઉપર એક નાનકડું નિયંત્રણ લાદવાની ક્ષમતા આપણી પાસે છે; તેની સ્વાનુભૂતિ થઈ જશે. એક ખાતરી ઉત્પન્ન થશે કે, વિચારનાં વાવાંઝોડાંને પણ અટકાવી શકાય છે. આ ક્ષમતા કેટલી ટકાવી રાખી શકીએ; તે આપણી વિચાર કરવાની શક્તિ પર, આપણા સંકલ્પબળ પર આધાર રાખે છે.  અને જેમ જેમ આવી ક્ષણો વધતી જાય; તેમ તેમ એ ક્ષમતા પણ વધતી જશે;

આપણે ક્ષણમાં જીવતાં થવા માંડીશું.

આ હું નથી કહેતો; અનુભવીઓ કહે છે.

આ બાબત વિશેષ વાંચન કરવા આ પુસ્તકનો અભ્યાસ કરવા ભલામણ છે.

Power of Now – Eckhart Tollle

15 responses to “વિચારક

 1. Maheshchandra Naik નવેમ્બર 9, 2009 પર 8:33 એ એમ (am)

  JE VANCHE CHE TE JA VICHARE CHE, JE VICHARE CHE TE VARTANAMA MUKE CHE, JE VEARTANMA MUKE CHE TENO VYAVAHAAR SUDHARE CHE ANE JENO VYAHAR SUDHARE CHE TENE KUTUMBMA AANADA ANE SUKH HOY CHE ANE TE SAMAJNE SUDHARI SHAKE CHE, TE J DESHNE PRAGTI PAR LAIE JAIE SHAKE CHE E VAAT SARL RITE KAHEVA MAATE SHRI SURESHBHAI NE ABHINADANA

 2. Vinod Patel નવેમ્બર 9, 2009 પર 12:12 પી એમ(pm)

  To achieve thoughtless position of mind is really a difficult task.By Yoga practices one can divert the mind and make it more and more concentrated and eventually rise to the stage of thoughtlessness.

 3. Dilip Gajjar નવેમ્બર 9, 2009 પર 1:09 પી એમ(pm)

  Very nice article on thought. I never have problem to stop thinking in meditation..its very eazy..dont need to explain further even child can do it..its part of life..everyone is thinker..

 4. Patel Popatbhai નવેમ્બર 9, 2009 પર 8:20 પી એમ(pm)

  Sree Jani Saheb

  Manas coma ane bhar nindra sivay darek sthitiman vichartaj rahe chhe. magaj Jagrat avsthaman kyare pan shant rahi na shake, sivay SMPURNA DHYAN avasthama hoi.

  Saras lekh chhe.

 5. Patel Popatbhai નવેમ્બર 9, 2009 પર 8:39 પી એમ(pm)

  Sree Jani Saheb

  Fari vichar avyo, sharuaatman je lekhkona namo mate tame “NA” lakhyun, ae badha vicharako thi pan upar teosree aeva CHINTAKO chhe. Ae badhani ABHIVYKTI dvara vachakone, shrotaone kaink ne kaink jivan mate malej chhe.Biji bhashaman kahun to ATMAno khorak ape chhe. Tame pote aej lainma chho.

 6. સુરેશ જાની નવેમ્બર 9, 2009 પર 9:47 પી એમ(pm)

  પ્રિય પોપટભાઈ,
  અહીં શરુઆતના ત્રણ મહાનુભાવો વિચારક નથી’ એમ કહેવાનો આશય નથી!
  મારું પહેલું વાક્ય છે ,,,, …
  ‘ તે વિચારક છે.’
  જે ‘તે’ને માટે આ વાક્ય છે ; તે કોણ છે?
  ગાડાવાળો, તમે, હું … અરે એક ગાંડો માણસ .. આપણે સૌ ;;; .

  અહીં ‘ વિચારક ‘ ની ચાલુ રસમ મુજબની વ્યાખ્યામાં ફેરફાર કરેલો છે !

  ભૂત અને ભવિષ્યના જ આધાર પર આવતા આપણા વિચારો આપણને વિચારક બનાવી દે છે ; એક સતત વિચાર કરતું યંત્ર – અસહાય , કેવળ સંજોગોમાં ઘસડાતું , શબ વત યંત્ર. આવા ‘ વિચારક’ હોવાના કારણે આપણે જીવતા જ નથી .

  એ યંત્ર મટીને આપણે આ મહાનુભાવો જેવા વિચારો કરતા થઈએ – જે છીએ , તેનાથી વિપરીત, આપણી નવી ઓળખ ઊભી કરતાં થઈએ; વર્તમાનમાં જીવતા થઈએ; તે માટેનું આ અભિયાન છે.
  એમ જીવવાની રીત સમજાવવા માટે, હું તો બહુ નાનો માણસ છું.
  પણ મેં સૂચવેલ , એ મહાન પુસ્તક વાંચીને મુક્ત બનવાની દિશામાં એક શુભ શરૂઆત કરવા વાચકોને ઈજન છે.

 7. પ્રવિણ કે.શ્રીમાળી નવેમ્બર 9, 2009 પર 10:59 પી એમ(pm)

  દાદા,
  તમારો કહેવાનો ભાવાર્થ સાવ સહેલો અને સરળ છે, પરંતુ લોકો ની ટેવ છે પાણીમાંથી પોરા કાઢવાની તેમ તેનો અર્થ નો અનર્થ કરવાના જ. માનવી હોય એટલે મગજ તો હોવાનું અને બધા પ્રાનીઓમાં માનવીના જ્ઞાનતંતુઓ વધારે સંવેદનશીલ છે. આ દુનિયામાં માનવી દ્વારા જે કંઈ પણ સર્જન થયું તેમાં તે બનાવતા(સર્જન કરતાં) વિચાર પહેલાં આવ્યો અને બાદ માં તે વસ્તુ માણસે ઘડી-તેનું સર્જન કર્યું, નહીં કે પહેલાં સીધે સીધું તેનું અસસ્તિત્વ સર્જાઈ ગયું!

  દરેક ને મગજ છે તે વિચાર શકિત પણ પોતાની સમજ શકિત પ્રમાણેની હોવાની, અંગ્રેજોએ એમણે એમ આપણાં પર ૨૦૦ વર્ષ રાજ નથી કર્યું, વિચાર,આયોજન અને આપણી જ સંકિચિત વિચારસરણીનો અભ્યાસ કરીને ભાગલાં પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી અને રાજ કર્યું.

  વિચાર કરવાની શકિત તમે જણાવ્યું કે આપણાં સંકલ્પબળ પર આધાર રાખે છે હું બે ડગલાં આગળ વધીને કહું છું કે કુંટુંબ અને સમાજનું વાતાવરણ તથા પરિસ્થિતી પણ વ્યક્તિના વિચારો પર અસર કરે છે.

 8. Patel Popatbhai નવેમ્બર 9, 2009 પર 11:27 પી એમ(pm)

  Yar AKKAL ochhi, aetle vachine samjyo nahi, ne lakhi maryu.

 9. Ashween Parikh નવેમ્બર 10, 2009 પર 12:32 એ એમ (am)

  Jivbhave janma sathej mann avtarechhe. Janmathi mrityu paryant mann vicharo utpan karejay chhe. Parantu vicharak jyare sthitpragna banva lage tyare navi urdhva kruti ni rachna sharu thai jay chhe. Vicharaj srushti sarje chhe ane vicharaj pralay lavechhe. Chhatan e chutshe nahin. Chhute to kadach samadhi……

 10. સુરેશ જાની નવેમ્બર 10, 2009 પર 1:03 એ એમ (am)

  ના રે ના . પોપટ ભાઈ
  એમ પોતાને નીચા ન પાડો. બ્લોગમાં પ્રતિભાવની આ લાક્ષણિકતા છે – જે કોઇ છાપેલ સામાયિકમાં નથી. વિચાર વિમર્શ થાય તો જ વલોણામાંથી માખણ નિકળે.

  આપણે સૌ હજારો માઈલ દૂર હોવા છતાં આમ બગીચાના બાંકડે બેસી ચર્ચા કરતા હોઈએ, એમ એકમેકના વિચાર જાણી આપણા પોતાની અંદર પરિવર્તન લાવી શકીએ છીએ.

  આ સવલતનો આનંદ માણીએ.

 11. siddharth j tripathi નવેમ્બર 10, 2009 પર 10:32 એ એમ (am)

  vichar beu ne aave chhe, pela gadawalane ane aadarniy shri. Gunvant Shah ne vaat sav sachi pan ek vichro na adabid van ma atvay chhe jyre ek vihar kare chhe vichro na vrundavan ma.

 12. Vipin નવેમ્બર 10, 2009 પર 10:40 પી એમ(pm)

  Let us have good thoughts (Sadvicharo) and avoid bad thoughts (Durvicharo). No need to feel inferiority or superiority complexes in general. Better to avoid wasting time in regrets for past events or worrying for unpredictable future. Instead try to tune up with present to feel contented. Intoxication could perhaps quiten nerves temporarily but results in more harm to self and to others too.

  Enjoying nature, music, arts; submission to Almighty in one’s own way; etc.. are useful tools available to each one of us to live our life meaningfully.

 13. neetakotecha નવેમ્બર 11, 2009 પર 8:05 પી એમ(pm)

  ekdam sachchi vat che..kyarek ghar ma kam karva vadu vyakti pan koik mahan tatv chintak thi pan moti vat kari jay che…tyare aapadne achraj thay che ke aatlu saru aa vakti vichari shake che..jarurat hoy che khali nasib ni.nahi to ketla badha loko ne tatva chintak ni padvi mali shake em hoy che..

 14. pragnaju નવેમ્બર 12, 2009 પર 1:07 એ એમ (am)

  વિચારક દાદા ધર્માધિકારીએ તો ‘વિચાર ક્રાંતિ’ પ્રવચનો આપ્યા
  બાદ સર્વોદય સારી રીતે સમજાયુ…..
  અને અમારા બબલભાઈ તો શરુઆતમાં ગવડાવે
  જેવા વિચાર કરશો
  તેવા તમે થવાના
  દિલના વિચાર નક્કી
  જીવન બની જવાના…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: