સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પોતું – એક વિશ્લેષણ

‘પોતું’ અને તેની ઊપર વાચકોના પ્રતિભાવો વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

સાઠ વર્ષે શું થાય તે તો તમને ખબર છે ને? અને આ સુરેશ જાની તો 67 પાર કરવાની તૈયારીમાં છે! આથી અલ્યા  ભાઈ! એટલું તો વિચારો કે, ‘પોતું કદી વિચારી શકે ખરું?’

—-

હાસ્ય દરબારી શૈલીનો  આ જવાબ હળવાશની પળે લખી નાંખ્યો !

પણ મિત્રો,

‘પોતું’ લઘુકથાએ મારા સાહિત્ય પ્રયોગોમા એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે – અલબત્ત મારી પોતાની દૃષ્ટિથી. સૌ વાચકોએ આટલા ઉમળકાથી પ્રતિભાવ આપ્યા; તે  માટે સૌનો ખૂબ ખૂબ આભાર. આ પ્રતિભાવોથી એક વાત સિધ્ધ થતી મેં નિહાળી.

લઘુકથાની વાચકો પર બહુ જ મોટી અસર થાય છે.

મારું આ બાબત બહુ જ્ઞાન નથી; પણ વાર્તાસાહિત્યનો  આ પ્રકાર મારે માટે સાવ નવો જ છે. લેખકને શું કહેવું છે; તે બહુધા ગર્ભિત રાખીને, વાચકોના અવનવા અને વિવિધ પ્રકારના પ્રતિભાવો જન્માવવાની એનામાં ક્ષમતા છે – એ ‘પોતું’એ સિધ્ધ કરી દીધું છે.

જુદા જુદા દૃષ્ટિકોણથી વાચકોએ ‘પોતું શું વિચારતું હતું?’ એ પ્રશ્નના જવાબ આપ્યા. આ વાર્તા લખવાનો.આ  એક આશય જરૂર હતો. ‘માત્ર લેખક જ કહ્યા કરે એમ નહીં; પણ ‘વાચક પણ વિચારતો થઈ જાય.’ – એવો આશય જરૂર હતો.

એ આશય મહદ અંશે સફળ નિવડ્યો છે. બધા વાચકો પોતપોતાની રીતે સાચા છે. સૌને મારાં હાર્દિક અભિનંદન.

—————————–

હવે  આ બાબત મારા વિચારો…

પોતાનું જ કામ બહુધા કરનાર સમાજે ‘પોતાં’નું કામ કરનારને હમ્મેશ ઉપેક્ષિત, તિરસ્કૃત, પગ લૂછણીયા જેવો ગણ્યો છે. એને તરછોડીને ખૂણામાં ઉશેટી દેનાર નરેશ હોય અથવા, એની જરૂરિયાત સમજ્યાં છતાં, એને બહુ બહુ તો ધોઈને બાલ્કનીના કઠેડા પર લટકાવનાર સુશીલા હોય – ‘પોતાં’નું સ્થાન તો ચોથી પાયરી પર જ હોય. – કદાચ પોતું આમ વિચારતું હશે.

સ્વચ્છતા સ્થાપવી, પાયાનું કામ કરવું – એ બધા સમાજોમાં હલકું કામ ગણાયું છે. દલિત સમાજની વ્યથા ‘પોતાં’ ના વિચારોમાં જરૂર પ્રતિબિંબિત  થતી હશે.

કદાચ, બધા સમાજોમાં પ્રવર્તમાન વિષમતાઓનું, વર્ગવિગ્રહોનું આ એક કારણ છે. ‘પોતું’માં એને ઉજાગર કરવાનો મેં પ્રયાસ કર્યો છે.

આખી વાર્તા એક રુપક છે. ચાર પાત્રો – નરેશ, સુશીલા, બાબલો અને પોતું.

નરેશ અને પોતું અનુક્રમે સમાજના શાસક અને શોષિત વર્ગનાં પ્રતિકો છે. સુશીલા એ આ બેની વચ્ચેનો અર્ધશોષિત  નારી સમાજ છે. વાચકોના પ્રતિભાવોએ આ ત્રણને લક્ષ્યમાં લીધાં છે.

પણ બાબલો? કોઈની નજર તેના તરફ ગઈ નથી. તે નિર્દોષ ભૂલ કરે છે; અને એના નસીબમાં લપડાક ખાવાનું જ લખાયું છે. સામ્પ્રત સમાજ વ્યવસ્થામાં ભાવિ પેઢીની હાલત અને તેના ભવિષ્ય તરફ અહીં અછડતો અને પરોક્ષ અંગુલિનિર્દેશ કરવાનો પ્રયત્ન કરેલ છે.

ઘણાંએ પુરુષ પ્રધાન સમાજના પ્રતિક તરીકે નરેશને સપાટામાં લીધો છે. પણ સૈકાંઓથી રોટલી કમાનાર – બ્રેડ અર્નર – તરીકે પુરુષની માનસિકતાનું તે પ્રતિનિધીત્વ કરે છે. બહારની દુનિયાના સંઘર્ષો વચ્ચે ઘરના સર્વાઈવલની જવાબદારી અદા કરનાર, તેની સાથે ભાગ્યે જ કોઈએ સહાનુભુતિ વ્યક્ત કરી છે. કદાચ સુશીલા તેની વ્યથાને વધારે સારી રીતે સમજે છે. માટે તો તે બીજા જ દિવસે ઊઠીને ઘરમાં બધું સમેસૂતર કરી નાંખે છે. કદાચ પતિ – પત્ની વચ્ચેની આ સંવાદિતા પોતું સમજ્યું હોય – એમ ન હોય?

કદાચ વાચકો મારા વિચારો સાથે સમ્મત  ન થાય; પણ રોજિંદા ગૃહજીવનમાં અવારનવાર બનતા આવા સાવ નાનકડા પ્રસંગો લઘુકથાના પોતમાં વણાઇને વિચારોની પ્રચંડ આંધી જન્માવી શકે છે – એ ‘પોતું‘ ની ફલશ્રુતિ મને જણાઇ છે.

———————

જે લઘુકથાઓ વાંચી મને પણ આવી વાર્તાઓ લખવાની પ્રેરણા મળી તે તલકશીભાઈ પરમારની કલમે લખાયેલી અદભૂત વાર્તાઓમાંની વિણેલી વાર્તાઓ વાંચવા અહીં  ‘ક્લિક’ કરો.

Advertisements

9 responses to “પોતું – એક વિશ્લેષણ

 1. chetu નવેમ્બર 15, 2009 પર 3:34 એ એમ (am)

  પૂજ્ય દાદા, આપની દરેક વાતોમા કોઇ ને કોઇ ગુઢઅર્થ રહેલ હોય છે .. એ ખ્યાલ હતો જ અને એટ્લે , આપના તરફ થી જ આ લઘુકથા નો સાચો અર્થ પ્રાપ્ત થાય એની રાહ જોઇ રહી હતી .. એટ્લે જ મેં પ્રતિભાવ મા મારો તર્ક ના મુકયો.. અને ખરેખર બહુ જ સુંદર રીતે આપે લઘુકથાનું અર્થ ઘટ્ન કહ્યું.

 2. પ્રવિણ કે.શ્રીમાળી નવેમ્બર 15, 2009 પર 4:02 એ એમ (am)

  હા, દાદા આપણી ‘પોતું’ વિશેની વાતમાં ગૂઢાર્થ સમાયેલો હોય છે. જે રીતે ‘પોતું સફાઈનું કામ કરે છે, તે રીતે જ તે સફાઈ કરનારની ખુદની સફાઈ ન થાય તો તે ગંદો જ કહેવાય.

  ‘પોતું’ એ જ વિચારતું હશે કે હું સફાઈ કરવાનું કામ કરું છું, અને તે સફાઈ થઈ જતાં ગંદુ થાવ, ત્યારે સ્ત્રીઓ તેણી પણ સફાઈ કરે. પરંતુ એક દિવસ માટે તે પુરૂષના હાથમાં જતાં પુરૂષ તેનું કામ પતી જતાં તેને કચરાની જેમ એકતરફ ધકેલી દઈને તેની તરફ દુર્લક્ષ સેવે છે. સફાઈ કરનાર ‘પોતું’ ની સફાઈ થતી નથી, છેવટે સ્ત્રીના હાથમાં બીજા દિવસે આવતાં તેની સફાઈ કરે, તેથી સ્ત્રીની ઘરના કામમાં જે ચીવટ છે, દેખરેખ છે તે અહીં ઉજાગર થતી દેખાય છે. અને સફાઈ જેનાથી કરી તેની સફાઈ પણ કરવી જોઈએ નહીં તો તે સફાઈ શું કામની? જયાં વાસ મારતું ‘પોતું’ પડયું હોય તેટલો ભાગ તો ગંદો જ કહેવાય ને?!

 3. nilsm doshi નવેમ્બર 15, 2009 પર 4:10 એ એમ (am)

  દાદા, તમારું અર્થઘટન ગમ્યું.
  લઘુકથાની વિભાવના વિશેમોહનભાઇ પટેલનું પુસ્તક

  લઘુકથાનું સ્વરૂપ”
  ખાસ વાંચવા જેવું છે. હું પણ એમાંથી ઘણું શીખી છું.

  મોહનભાઇ લઘુકથાના જનક ગણાય છે.

  મારા લઘુકથાના સંગ્રહમાં તેમની પ્રસ્તાવના છે.એમને મળ્યા પછીજ હુંલઘુકથાનું સાચું સ્વરૂપ સમજી શકી છું.

  તમને પણ ગમશે એ હેતુથી લખું છું.

 4. pragnaju નવેમ્બર 15, 2009 પર 7:13 એ એમ (am)

  ચિ ભાઈ સુરેશ,
  જડ તથા ચેતનનો નિર્ણય થઈ શકે છે. માત્ર આપણે જ સ્થિતિ એક જગ્યાએ જેની છે એની જેમ હલન ચલનથી થતા નથી તેને આપણે જડ કહીએ છીએ અને જેમાં હલન ચલન છે તેને ચેતન કહીએ છીએ. પરંતુ અહીં થોડું ઉલટું જણાય કારણ કે જે વસ્તુ અથવા માણસના સબંધથી આપણામાં ઊંચા તથા મોટા વિચારો આવે અને ઊંચું તથા મોટું જીવન જીવી શકીએ તે ચેતન અને જે વસ્તુ કે માણસના સબંધથી હલકા કે નકામાં વિચારો આવે અને હલકું કે નીચ જીવન જીવાય તેને જડ કહેવામાં પણ કાંઈ ખોટું નથી. માનો કે આપણે આકાશ તરફ દૃષ્ટિ કરીએ કે તુરત વિશાળતાનું દર્શન થાય છે. આપણે હિમાલય જેવા પહાડોમાં બેઠા હોય અને જ્યારે તે પ્રકૃતિ સૌંદર્ય નિહાળતા હોઈએ ત્યારે પણ વિશાળતાનું દર્શન થાય છે. અને ત્યાં વિચાર પણ મોટા ચાલે છે કે આ કોણે બનાવ્યા હશે. જે એનો બનાવનાર છે તે મોટો છે. તેનાથી મોટું કોઈ નથી. કારણ કે બ્રહ્મ શબ્દ પણ બ્રુહત જે મોટું છે તે બ્રહ્મ છે. ત્યારે આકાશ ભલે જડ લાગતું હોય સમદ્ર ભલે જડ દેખાય પર્વત ભલે જડ દેખાય પરંતુ વિચાર મોટા આપે છે. તેથી તે ચેતન છે. જડ નથી. પરંતુ એક હાલતું ચાલતું માણસ છે ચેતન મનાય છે . તે આપણને જડ બનાવશે. અહીં જડ ચેતન ફરી જાય છે. જડ તે ચેતન લાગે છે ચેતન તે જડ લાગે છે.
  આ રીતે વિચારો તો પોતુ ચેતન છે અને તમને ઉપદેશ આપી શકે છે.તેમાના ચેતન સ્વરુપના દર્શન કરતા આવડવું જોઈએ. સતત મન સ્થિર કરવાનો અભ્યાસ
  કરો અને આમા નડતી વૃતિ તરફ વૈરાગ કેળવો ત્યારે ચિતવૃતિ નિરોધ થતા સત્ય દર્શન થશે.
  તમારા અને પોતામા —
  એ સર્વશક્તીમાન જણાશે…..
  મૉટીબેન

 5. Harnish Jani નવેમ્બર 15, 2009 પર 8:33 એ એમ (am)

  Sureshbhai-Your explaination makes sense-Wonderful. Better explaination then any reader-
  Keep it up.

 6. Mukur નવેમ્બર 15, 2009 પર 9:15 એ એમ (am)

  This type of interactions give a very good insight as how different readers perceive a creation. Immensely helps in catching up the wave length of the author. I think, the feedbacks help the author as well….in ‘reading’ the readers!

  Enjoyed a lot!

 7. dhavalrajgeera નવેમ્બર 15, 2009 પર 9:48 એ એમ (am)

  Bhai Suresh,

  Keep thinking and writting for readers – Surfers.
  Pragnaben giving the simple direction, how true!
  “સતત મન સ્થિર કરવાનો અભ્યાસ
  કરો અને આમા નડતી વૃતિ તરફ વૈરાગ કેળવો ત્યારે ચિતવૃતિ નિરોધ થતા સત્ય દર્શન થશે.
  તમારા અને પોતામા –એ સર્વશક્તીમાન જણાશે…”

 8. Maitri નવેમ્બર 15, 2009 પર 11:12 પી એમ(pm)

  દાદા તમે ખૂબ જ સરસ અને ભાવવાહી રીતે આખી વાતનું અર્થઘટન કર્યું છે જે હૃદયસ્પર્શી છે અને ખરેખર સમજવા જેવી વાત છે.

 9. Patel Popatbhai નવેમ્બર 16, 2009 પર 8:05 એ એમ (am)

  Pujya Pragnaju Bahen

  Saras, Sundar ane CHINTNATMAK javab vanchi anand malyo.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: