સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પાનખર – 3

અમે અરકનસાસના જંગલોની વચ્ચેથી પસાર થઈ રહ્યા છીએ. નેચર સ્ટેટ તરીકે ઓળખાતા આ રાજ્યની પર્વતાળ ભુમીનું સૌંદર્ય ઉડીને આંખે વળગે તેવું છે. પણ અમે તો ખાસ અહીંનો ફોલ માણવા આવ્યા છીએ. ફોલ એટલે ધોધ નહીં; પણ પાનખર માટેનો અમેરીકન શબ્દ.

વધી રહેલી ઠંડીની સાથે, ખરતાં પહેલાં પાંદડાં એમનો રંગ બદલી રહ્યાં છે. આછો, મધ્યમ કે ઘેરો પીળો; એમજ કેસરી, લાલ અને કીરમજી. અને હજી રંગ ન બદલાયા, કે ન બદલાવાના હોય તેવા પાંદડાઓના લીલા રંગો પણ ખરા જ. પ્રકૃતીએ ઠરીને ઠીંકરું થઈ જતાં પહેલાં રંગબેરંગી વાઘા સજ્યા છે. આ રંગવૈભવ માણવા, દુર દુર દક્ષીણના રાજ્યોમાંથી અમારા જેવા પ્રવાસીઓ ઉમટી પડે છે.

અમે થોડાક મોડા જરુર છીએ. ઓક્ટોબરમાં આવ્યા હોત તો પુરો લ્હાવો માણી શક્યા હોત. અથવા વધારે ઉત્તરમાં ગયા હોત તો પાનખરનો પુરો સાજ સજાવેલો નીહાળવા મળ્યો હોત. પણ અહીંનું ચીત્ર પણ અમને મંત્રમુગ્ધ કરી નાંખે તેવું આકર્ષક છે. ફુલગુલાબી, ખુશનુમા ઠંડી આ રંગવૈભવને વધારે આહલાદક બનાવે છે.

પણ રંગીન પાંદડાં શ્રુંગારનું નહીં પણ શોકનું ગીત ગાય છે. એ મરણના વૈભવને, મૃત્યુની ગરીમાને ઉજાગર કરે છે.

અને અવલોકન પ્રેમી મન વીચારે ચઢી જાય છે –

બધાં મરણ આટલાં ઉલ્લાસપ્રેરક હોય તો?

હમણાં જ એક સંબંધીના દાદાના  અવસાનના સમાચાર જાણવા મળ્યા. 87 વર્ષની ઉમ્મરે, બનાવટી નહીં પણ કુદરતી દાંતથી જમ્યા બાદ, સવારે ઉપર ઉપરથી વાચેલા  છાપાંનું  વીગતે અધ્યયન કરીને વામકુક્ષી માટે સુતા હતા; તે ઉઠ્યા જ નહીં.  મોટા પ્રવાસે ઉપડી ગયા. વારસોને કોઈ ધાર્મીક વીધી નહીં કરવાની અને મરણ  બાદ, દેહદાન કરવાની સુચના તો ક્યારનીય આપી રાખેલી હતી.

ગરીમા સભર વીદાય.

પાનખરનો રંગવૈભવ …

મરણનો  ઉજાસ …

————————————–

પાનખર – 1 :  પાનખર – 2


9 responses to “પાનખર – 3

 1. Vinod Patel નવેમ્બર 23, 2009 પર 11:57 એ એમ (am)

  Nice observation and and equally nice narration, Sureshbhai.
  Everybody has eyes to see but only few can enjoy and think and write on the wonders of nature and its message for the mankind.
  Kakasaheb Kalelkar was an expert to link nature to life and write beautiful essays on the subjects only few can think of and write thereon.

 2. Ramesh Patel નવેમ્બર 23, 2009 પર 11:59 એ એમ (am)

  Enjoyed your travelling by us.Very charming.

  પાનખર

  વસંતે ગાયા અમે વરણાગી ગીત

  ને પંખીના ઉરના સાંભળ્યા સંગીત

  પુષ્પો ને પવને માણી મધુરી પ્રીત

  કુદરતે દીધા સૌને મનગમતા મીત

  પંખીના બાળ ઊડ્યા છોડીને માળ

  ને વાયા વાયરા પાનખરના ડાળ

  પલટાયા દિનની મળતી રે ભાળ

  સમાધી લેવાના મળ્યા રે સાદ

  લેશે વિદાય આ લીલુડાં ઉમંગ

  ને આવજો કહેવા બદલ્યા રે રંગ

  અમે જાશું તો જ આવશે કૂંપળ

  વિતી જાશે આ અણગમતી પળ

  ભાવ ધરી વિધાતામાં પરોવ્યા રે મન

  તારા ભરોશે ઘૂમે ઘટમાળી જીવન

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Maheshchandra Naik નવેમ્બર 23, 2009 પર 5:25 પી એમ(pm)

  PANAKAHARNI AVASTHAAE PHOCHELA AMNE PAN VASANTAMAA VIHARAVAANU MAN THAE JAAY CHE, Thank you Shri Sureshbhai,

 4. Rekha Sindhal નવેમ્બર 23, 2009 પર 6:29 પી એમ(pm)

  Death is less painful then birth if our heart is with divine love during life. if the fear is growing in heart then death can be fearful. let love grow for not to fear and enjoy the fall.

 5. સુરેશ જાની નવેમ્બર 23, 2009 પર 6:33 પી એમ(pm)

  મહેશભાઈની કોમેન્ટ

  પાનખરની અવસ્થાએ પહોંચેલા અમને પણ વસંતમાં વીહરવાનું મન થઈ જાય છે.

 6. Rekha Sindhal નવેમ્બર 23, 2009 પર 6:36 પી એમ(pm)

  Sureshbhai, please replace this corrected comment:
  Death is less painful than birth if our heart is full with divine love. If the fear is growing in heart then death can be fearful. Let love grow to replace the fear and enjoy the fall.

 7. pragnaju નવેમ્બર 23, 2009 પર 11:46 પી એમ(pm)

  આ સુરેશના દાદાની ચીઠ્ઠી યાદ આવી

  ચિ. સુરેશ,
  આ દેહનો ઝાઝો ભરોસો નથી. એટલે તમને મારો બધો જ વારસો હું આપી જાઉં તે પહેલાં બેત્રણ વાતો કરી લઉં. લોટરીનું ઈનામ લાગ્યું ત્યારે મારા મને પડકાર કર્યો : ‘અલ્યા પુરુષાર્થ વગરની આ કમાણી તને પચશે ખરી ? આ લોટરીના ઈનામની રકમમાં બિચારા કેટકેટલા મજૂરો, ગરીબો ને દુ:ખીઓનો પસીનો વહ્યો હશે ?’ ત્યારથી મેં નક્કી કર્યું કે દેનારાએ ભલે દીધું પણ એણે જે વિશ્વાસથી દીધું તેને લાયક થવું. પ્રારબ્ધ ફળ્યું પણ પુરુષાર્થની નક્કર ધરતી વગર એનાં ફળ ઝાઝો વખત નહિ ટકે.

  એટલે જ મેં તમને કામની મીઠાશ સમજાવી. જીવતરની જરૂરિયાતો સ્વમાન ને સ્વપ્રયત્નથી રળી ખાવાની ટેવ પાડી. ને હુંય નવરો નહોતો બેસી રહેતો. રસ્તે રઝળતાં છોકરાંઓ માટે મેં એક નાનકડી નિશાળ ખોલી. નહિતર ‘ઉપરવાળા’ નું ઋણ શી રીતે ફેડું ? આ નિશાળમાં ભિખારીઓ, ચોરો, રઝળુ છોકરાઓ આવતા. એમને મેં લખતાં-વાંચતાં શીખવ્યું. સંસ્કાર આપ્યા. થોડા છોકરાઓ ભણ્યા, થોડા ભાગી ગયા, થોડા મોટી શાળામાં ગયા. મારી સફળતાનો હિસાબ તો એ રાખે છે જ, મારે તો કામ કર્યાનો સંતોષ લેવો’તો. તમે મારો વારસો સંભાળો ત્યારે આટલું પણ સાથે યાદ રાખજો. જેણે આપ્યું છે તે ‘ઉપરવાળા’ની આંખો સહસ્ત્ર છે, જ્યારે આપણા હાથ તો માત્ર બે જ છે. એ સહસ્ત્ર આંખોની અમીધારા આપણા હાથ પર વરસી રહો.’

  – દાદાના આશીર્વાદ.

 8. અરવિંદ નવેમ્બર 24, 2009 પર 3:53 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ
  ફોલ એટલેકે પાનખર ! આપે જણાવેલ એક દાદાના મૃત્યુની વાત ખૂબ જ સ્પર્શી ગઈ ! કાશ ! ઈશ્વરે મારા માટે પણ આવું જ મૃત્યુ પ્રયોજયું હોય તો કેટલું સારું ! મેં પણ દેહદાન અને કોઈ પણ કર્મકાંડ નહિ કરવાની સુચના મારાં સંતાનો અને સ્વજનોને આપી રાખેલ છે. આમે ય વધતી ઉંમર દિન પ્રતિ દિન પાનખર તરફ જ જઈ રહી છે ને ?

  સ-સ્નેહ
  અરવિંદ

 9. રશ્મીકાંત દેસાઈ (તતુડી) નવેમ્બર 24, 2009 પર 8:26 એ એમ (am)

  ૧૯૫૨ માં શીખેલી કવિતા યાદ આવી. શ્રી મનસુખલાલ ઝવેરી અથવા શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી એ લખી હતી.

  “જયારે આ દેહ મહી દેવે ધીરેલું આયખું ખૂટે
  જીવનનો તાંતણો તૂટે.
  (ત્યારે)
  જેવી રીતે માળી ખરેલા પાન ક્યારામાં વાળી લીએ
  નવા અંકુર પાંગરવા કાજ એ પાનને બાળી દીએ
  તેવી રીતે મુજ જીવનના સૌ શેષનું કોઈ ને ખાતર કરજે
  કો’માં નવજીવન ભરજે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: