સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ક્રીયા – પ્રતીક્રીયા : એક અવલોકન

ત્રણ દીવસથી વરસાદ ‘અઠે દવારકા’ કરીને બરાબર જામી પડ્યો છે. જવાનું નામ જ નથી લેતો. સામાન્ય રીતે હું આવા દીવસોમાં ઘરની બહાર નીકળતો નથી. પણ તે દીવસે મારા દીકરાના ઘેર ખાસ અગત્યના કામે જવું પડ્યું; અને તે પણ – વરસતા વરસાદમાં.  આમ તો અમેરીકાના રસ્તાઓની સ્ટોર્મ વોટર ડ્રેનેજ સીસ્ટમ ઘણી સારી હોય છે. વરસાદ બંધ થાય એની દસેક મીનીટમાં ક્યાંય પાણી ભરાયાં ન હોય. પણ મુશળધાર વરસતા વરસાદમાં ક્યાંક તો પાણી ભરાય જ  ને?

મારી કાર હાઈવે 820 ઉપર કલાકના 55 માઈલની ઝડપે જઈ રહી હતી. કોરો દીવસ હોય તો તો કલાકે 65 માઈલની  ઝડપ જ હોત. પણ વરસાદના કારણે સાવચેતી માટે હું થોડો ધીમો હતો. કાર એક ફ્લાય ઓવર પાસેથી પસાર થઈ. સારું એવું પાણી ભરાયેલું હતું. આખી લેન પર ત્રણ ચાર ઈંચ પાણી હતું. પાણીનો મોટો શાવર ફ્લાય ઓવરના કોલમ પર અને આજુબાજુ ફેંકાયો: જાણે કે, મોટો પમ્પ ચલાવ્યો ન હોય? બારીઓ બંધ હોવા છતાં સારો એવો છબ્બાક અવાજ પણ સંભળાયો.

પણ સાથે સાથે કારને પણ જબરદસ્ત થડાકો લાગ્યો. કાર થોડીક ઉંચી અને વાંકી ચુકી થઈ ગઈ. મહાપ્રયત્ને, સ્ટીયરીંગનું  નીયમન કરીને કારને લેનની બહાર જતાં રોકી.

અમે કેરમ રમી રહ્યા છીએ. મારી બે કુંકરીઓ મારી લાઈનની અંદર છે. પણ હું નીયમ પ્રમાણે તેમને સીધી કાઢી શકતો નથી. સામેની દીવાલ પર સ્ટ્રાઈકર અફળાવી,  તેની વળતી ગતીમાં જ એ કુંકરી પર નીશાન અજમાવી શકાય છે. સ્ટ્રાઈકર જે દીશામાંથી  દીવાલ સાથે અફળાયો હોય, તેની વીરુધ્ધ દીશામાં એટલા જ વેગથી પાછો ફેંકાય છે. દીવાલ સાથે  અથડાય ત્યારે, ખટ્ટાક અવાજ પણ થાય છે.

મારી દીકરાના દીકરાને હું દીવાલ તરફ બોલ ફેંકીને કેચ કરવાની રમત શીખવાડી રહ્યો છું. બોલ અફળાઈને પાછો આવે છે. જો સીધો નાંખ્યો હોય તો, મારા હાથમાં જ આવીને ઉભો રહે છે. પણ સહેજ ત્રાંસો હોય તો વીરુધ્ધ દીશામાં ગતી કરી, મારાથી દુર જતો રહે છે, એને પકડવા મારે ખસવું પડે છે. દીવાલ સાથે  અથડાય ત્યારે, ધબ્બ જેવો અવાજ પણ થાય છે.

ક્રીયા અને પ્રતીક્રીયા – ન્યુટનનો ત્રીજો નીયમ.

અને મન વીચાર કરવા  લાગે છે..

માનવ મન પણ સતત પ્રતીક્રીયા કરવા ટેવાયેલું છે. કાંઈક બને કે તરત જ તે વીચારવા લાગે છે; મુલ્યાંકન કરે છે; અને તેને આનુષંગીક નીર્ણયો લે છે. કદીક એ નીર્ણયો અમલમાં પણ મુકે છે. સામેની વ્યક્તી કે સમુહ પણ એમજ કરવા ટેવાયેલાં છે. અને આમ સામસામે ક્રીયા- પ્રતીક્રીયાની  વણઝાર ચાલુ થઈ જાય છે. અને દરેક વખતે ઘોંઘાટ તો ખરો જ! કદીક આ પ્રક્રીયાની શ્રુંખલા ( chain reaction) પણ જન્મ ધારણ કરે છે.

…. અને વાતનું વતેસર

 • અપરીવર્તનશીલ પુર્વગ્રહો, ગેરસમજુતીઓ, વીવાદ અને વીસંવાદ
 • આયખા ભરના સંબંધોમાં તીરાડ:  અબોલા અને વીચ્છેદ
 • યુધ્ધ, સંઘર્ષ, વીનાશ, તબાહી
 • અનાથો, આંસુ, લોહીની નદીઓ.

માનવ સંબંધોમાં ન્યુટનના ત્રીજા નીયમને ખોટો ઠરાવે તેવો કોઈ આઈનસ્ટાઈન બ્રાન્ડ સુધારક પ્રગટે તો કેવું ? નહીં વારુ?

એમ ન બને કે,  આપણા મર્યાદીત ક્ષેત્રમાં આપણે જ આપણા આઈનસ્ટાઈન બની શકીએ? પ્રતીક્રીયા કરવામાંથી  આપણા મનને રોકીએ? કોઈ પુર્વગ્રહો, પાયાવીહીન માન્યતાઓ ઉભા થવા ન દઈએ?

22 responses to “ક્રીયા – પ્રતીક્રીયા : એક અવલોકન

 1. Chirag નવેમ્બર 30, 2009 પર 12:53 પી એમ(pm)

  દાદા, પેંસીલ્વેનીયામાં 2003માં લગભગ દોઢ દીવસમાં 12ઈંચ વરસાદ પડ્યો હતો ત્યારે ઘણાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા અને અમુક જગ્યે રસ્તાઓ તુટી ગયા હતા. વળી, અમુક નાના પુલો પણ તુટી પડ્યા હતા!!!

  ક્રીયા સામે પ્રતીક્રીયાને માત્ર બુધ્ધ જ અતીક્રમી શકે!

 2. dhavalrajgeera નવેમ્બર 30, 2009 પર 1:33 પી એમ(pm)

  અપરીવર્તનશીલ પુર્વગ્રહો,
  ગેરસમજુતીઓ,
  વીવાદ અને વીસંવાદ,
  આયખા ભરના સંબંધોમાં તીરાડ,
  અબોલા અને વીચ્છેદ,
  યુધ્ધ, સંઘર્ષ, વીનાશ, તબાહી,
  અનાથો,
  આંસુ,
  લોહીની નદીઓ …..

  માનવ સંબંધોમાં ન્યુટનના ત્રીજા નીયમને ખોટો ઠરાવે તેવો કોઈ આઈનસ્ટાઈન બ્રાન્ડ સુધારક પ્રગટે તો કેવું ?

  We have to be listen to these question,
  change the life and live with our prayer….
  VASUDHAIVAKUTUMBAKAM.
  wecan do it.

 3. bankimchandra shah નવેમ્બર 30, 2009 પર 1:44 પી એમ(pm)

  reaction of a person to a situation mainly depends on
  * experiences of others heard by a person
  * his own experiences which he believes
  are eternally true
  * his own truth

  if one can get out of above and assess every situation neutrally, he would react in a much sensible way and this world will become a better place to live in

 4. Vipin નવેમ્બર 30, 2009 પર 1:59 પી એમ(pm)

  “Putro Kuputro Bhavati
  Mata Na Bhavati Kumata”

 5. Capt. Narendra નવેમ્બર 30, 2009 પર 2:04 પી એમ(pm)

  ન્યૂટનનો ત્રીજો સિદ્ધાંત કર્મના નિયમ પર આધારીત છે. ભગવાન બુદ્ધે પણ કર્મના સિદ્ધાંત Cosmic Law of Karmaને અપનાવ્યો છે.
  સુરેશભાઇએ જે વાત કહી તેનો પૉલ બ્રન્ટને સુંદર જવાબ લખ્યો છે.

  જે રીતે કર્મ વ્યક્તિગત હોય છે, તેમ તે સામુહિક પણ હોય છે જેની આંચ સમૂહમાં રહેના દરેક વ્યક્તિને પહોંચે છે. બ્રન્ટને બીજા વિશ્વયુદ્ધની વાત કરતાં કહ્યું હતું કે જર્મનીએ આદરેલ નૃવંશહત્યા સામે એવા અનેક જર્મનો હતા જેઓ હિટલરની વિચારધારાની વિરુદ્ધ હતા (દા.ત. Schindler’s List!). ઘણા લોકોએ યહુદી લોકો સામેના અમાનવીય અત્યાચારમાં ભાગ નહોતો લીધો, તેમ છતાં બૃહદ્ જર્મનીના કર્મનું ફળ તેમને પણ ભોગવવું પડ્યું હતું. હાલના યુગમાં પાકિસ્તાને ભારતના નિર્દોષ પ્રજાજનો વિરુદ્ધ જે હિંસા અને અત્યાચાર કર્યા, તેના પ્રત્યાઘાત આજે પાકિસ્તાનની સમગ્ર પ્રજાને ભોગવવા પડે છે. હજારો પાકિસ્તાનીઓ એવા છે જેમને ભારત પ્રત્યે પ્રેમ છે, જેમને શાંતિથી રહેવું છે, પણ તેમને પણ તાલેબાનીઓની ઝાળમાં બળવું પડ્યું છે.

  માનવ જાતિ dynamic છે. મહદ્ અંશે આપણે આપણા freewillનો ઉપયોગ કરી નિર્ણયો લઇએ છીએ. સંવાદ,વિસંવાદ, અાયખાભરના સંબંધોમાં તિરાડ કરવાનું પણ આપણા હાથમાં હોય છે, પછી ભલે તે મદ, અહંકાર કે ક્રોધમાં આવીને કરીએ. આના પ્રત્યાઘાત તો થવાના જ અને તેમાંથી લાખ પ્રયત્ન કરવા છતાં આપણે તેમાંથી છૂટી શકતા નથી. એ તો આપણે ભોગવવાના જ પડે છે. અશ્વત્થામા હજી પણ પશ્ચાત્તાપમાં ભટકી રહ્યો છે.
  ટૂંકમાં, માનવસંબંધોમાં જે કંઇ થાય છે તે માણસે પોતે લીધેલા નિર્ણય અને પગલાંને કારણે થાય છે. તેના પ્રત્યાઘાત એટલા જ fierce કે મૃદુ – માણસે કરેલા વિચારશીલ કે અવિચારી કાર્ય પ્રમાણે હોય છે. ન્યૂટનના ત્રીજા નિયમને બદલવો શક્ય નથી. આઇન્સ્ટાઇન ફરીથી જન્મ લેવાની જરૂરમાંથી બચી ગયા!

 6. Maheshchandra Naik નવેમ્બર 30, 2009 પર 3:18 પી એમ(pm)

  LOVE in LIFE for ever is the only answar for e verybody who sart keeping LOVE for ALL near & dear ones will certainly help in avoiding all evils of reaction in any manner. Thanks, Shri Sureshbhai………

 7. સુરેશ જાની નવેમ્બર 30, 2009 પર 3:23 પી એમ(pm)

  પ્રીય કેપ્ટન,
  મને તમારા ચીંતન શીલ પ્રતીભાવો બહુ જ ગમે છે, કેવળ વાહ વાહનો મને અનુરાગ નથી.
  કેટલી સાચી વાત કહી? ન્યુટનના નીયમો સામાન્ય વ્યવહાર માટે સાચા છે જ. આઈનસ્ટાઈન માઈક્રો અને મેક્રો ઘટનાઓ માટે ( અણુની અંદર અને સ્પેસમાં ) જ પ્રસ્તુત છે. તેમણે જીવનનાં છેલ્લાં વર્ષો યુનીફાઈડ થીયરી ગોતી કાઢવા ગાળ્યા હતા; પણ તે સફળ થયા ન હતા.
  માટે સામાન્ય જીવન માટે .. ક્રીયા / પ્રતીક્રીયા નીર્વીવાદ રહેવાના જ. આપણે એમની સાથે જ જીવવું રહ્યું.

  મને તો એક વાત આ ચર્ચામાંથી શીખવા મળી કે, બીન જરુરી અને નકારાત્મક પ્રતીક્રીયાથી દુર રહેવાનો સંયમ કેળવવો એ મધ્યમ માર્ગ છે. એટલું થાય તો પણ ઘણી સંવાદીતા ઉપજાવી શકાય.

 8. Ramesh Patel(Aakashdeep) નવેમ્બર 30, 2009 પર 3:58 પી એમ(pm)

  આપણા વર્તનથી ઉત્પન્ન થતા સ્પંદન પણ આઘાત અને પ્રત્યાઘાત જ છે.

  ફૂલ જોઈને એક અહોભાવ થાય છે .વ્યક્તિના સતત નકારત્મક વિચારો

  તેને અળખામણો બનાવી મૂકેછે.આપનો લેખ સત્ય થીયરથી સ્વપ્રકાશીત છે.

  મજાનો વિચારોથી ભરેલો લેખ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. pragnaju ડિસેમ્બર 1, 2009 પર 12:47 એ એમ (am)

  ન્યૂટનની શોધ પહેલાં સંસારમાં શું એનું અસ્તિત્વ જ ન હતું ? કુદરત શું એ નિયમના આધારે નહોતી ચાલતી અને ન્યૂટને શોધેલા સિદ્ધાંત પછી જ ચાલતી થઈ ? એ સિદ્ધાંતની શોધ થઈ તે પહેલાં પણ વૃક્ષ પરથી છૂટાં પડેલાં ફળો પૃથ્વી પર જ પડતાં હતાં, એ કાંઈ અવકાશમાં અધ્ધર ને અધ્ધર નહોતાં રહેતાં. ચંદ્ર સૂર્યની આજુબાજુ ફરતો, પૃથ્વી ચંદ્રની આજુબાજુ ફરતી, ને તે ઉપરાંત, પોતાની ધરીની આસપાસ પણ ફર્યા કરતી. ન્યૂટને એના રહસ્યનું ઉદ્દઘાટન કર્યું એટલું જ.આટલી વાત જો સારી પેઠે સમજાઈ ગઈ હશે તો ૠષિઓને ‘દ્રષ્ટા’ શા માટે કહેવામાં આવે છે એ હકીકત પણ સહેલાઈથી સમજાઈ જશે. ૠષિઓની એવી મક્કમ માન્યતા હતી કે પરમાત્માની પેઠે તેમનું જ્ઞાન પણ સનાતન છે, અથવા તો અનંતકાળથી ચાલ્યું આવે છે. એ જ્ઞાનનો પાવન પ્રકાશ પરમાત્માની પેઠે શાશ્વત છે, હતો અને રહેશે. ૠષિઓએ તે તપ તથા પવિત્રતાનો આશ્રય લઈને પરમાત્માની કૃપાથી એ જ્ઞાનને ઝીલ્યું તેમજ પ્રગટ કર્યું છે એટલું જ. એ જ્ઞાનના એ સ્ત્રષ્ટા કે સ્વામી નથી પરંતુ દ્રષ્ટા છે. એ અનાદિ, શાશ્વત જ્ઞાનપ્રકાશને સંસારના હિત માટે પ્રકટ કરવામાં અને પ્રસરાવવામાં પોતે માત્ર નિમિત્ત બન્યા હોવાથી, એના પર એમણે માલિકીપણાની મહોર નથી મારી. એ જ્ઞાન પરમાત્માનું પોતાનું કે પરમાત્મામય છે એવું એમણે જાહેર કર્યું છે. એમાં એમની પ્રખર પરમાત્મપરાયણતા તથા નમ્રતા દેખાય છે. વેદ જેવા જ્ઞાનગ્રંથોને એવા વિશાળ ભાવાર્થમાં જ મનુષ્યરચિત નહિ પરંતુ ઈશ્વરપ્રણીત કહેવામાં આવે છે.
  સાધના દ્વારા માણસ અહંકારનો લોપ કરી ‘શુન્ય’ સુધી પહોંચી જાય તો એની પ્રવૃત્તી પ્રતીક્રીયાથી પર બની જાય છે. પછી કર્મના બંધન એના ઉપર પોતાની પકકડ જમાવી શકતાં નથી, એનાં સહજ સુખ, જ્ઞાન અને આનંદને મર્યાદીત કરવાની જુની પાળો તુટી પડે છે અને શુન્ય અવસ્થાએ થતું કાર્ય ‘અહમ્’ નથી જન્માવતું. પરીણામે તેને આત્મજ્ઞાન–આત્મદર્શન પ્રાપ્તી થાય છે. આંતર પ્રકૃતીના નીયમો શોધી કાઢનાર સાધકોએ આધ્યાત્મીક જગતને આપેલી આ મહાન ભેટ છે.

 10. Ashween parikh ડિસેમ્બર 1, 2009 પર 2:31 એ એમ (am)

  Can you remain dumb and without any reaction, when a shooter-looter would ask you to empty your pocket immediately?

  If you don’t you are dead. Reaction to some actions are necessary and inevitable too…

 11. pragnaju ડિસેમ્બર 1, 2009 પર 2:53 એ એમ (am)

  ‘…….without any reaction…’
  by practice you may ACT and not react…where your reaction may harm you more…

 12. Ullas Oza ડિસેમ્બર 1, 2009 પર 5:09 એ એમ (am)

  It is better to ACT than to REACT. Now a days the key word is “PROACTIVE”.
  PROACTIVENESS and LATERAL thinking lead to innovations. This is inevitable for the progress of mankind !

 13. સુરેશ જાની ડિસેમ્બર 1, 2009 પર 9:05 એ એમ (am)

  For ACTIVE and INACTIVE …. Gujarati words are –

  સક્રીય, નીષ્ક્રીય,

  What about REACTIVE and PROACTIVE?

 14. Dr. Chandravadan Mistry ડિસેમ્બર 1, 2009 પર 9:53 એ એમ (am)

  May be I can add>>>
  ACTIVE means just doing ACTS/ACTIONS
  REACTVIVE means a ACTION /ACT based on the situation/time/inner forces.
  After all BOTH are ACTIONS ( KARMA)
  The word PROACTINE is when the DOER of the ACT is thinking….analysing & finally putting all the Energy to implement the THOUGHT into the ACTION…I think !
  http://www.chandrapukar.wordpress.com

  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)

 15. dhavalrajgeera ડિસેમ્બર 1, 2009 પર 8:24 પી એમ(pm)

  descriptive of any event or stimulus or process that has an effect on events or stimuli or processes that occur subsequently; “proactive …
  (of a policy or person or action) controlling a situation by causing something to happen rather than waiting to respond to it after it happens
  wordnetweb.princeton.edu/perl/webwn

  ProActive
  . reacting: tending to react to events and situations rather than initiating or instigating them

 16. સુનીલ શાહ ડિસેમ્બર 1, 2009 પર 10:38 પી એમ(pm)

  એમ ન બને કે, આપણા મર્યાદીત ક્ષેત્રમાં આપણે જ આપણા આઈનસ્ટાઈન બની શકીએ? પ્રતીક્રીયા કરવામાંથી આપણા મનને રોકીએ? કોઈ પુર્વગ્રહો, પાયાવીહીન માન્યતાઓ ઉભા થવા ન દઈએ?

  સુ.અંકલ, આ વાત સ્પર્શી ગઈ..

 17. Ullas Oza ડિસેમ્બર 2, 2009 પર 2:17 એ એમ (am)

  Actions are “original” – meaning they originate from the “doer”. Reactions are responses to someone else’s action/s or some situation/s.
  Being “Proactive” is to anticipate the situation and act early.
  There is a famous story of a village where there people gathered to pray for the rain. Only one boy went there with umbrella. The prayer succeeded and when it rained it was only that boy who could save him from getting wet. This is “proactiveness”.

 18. atuljaniagantuk ડિસેમ્બર 3, 2009 પર 11:39 પી એમ(pm)

  ક્રીયા અને પ્રતિક્રિયા – એક સ્વાભાવિક ઘટના કે જે પ્રકૃતિના નિયમો પ્રમાણે થયા કરે છે. જેને ભૌતિકશાસ્ત્રના નિયમો દ્વારા સમજાવવામાં આવે છે. હવે પ્રશ્ન તે છે કે આ ક્રિયા અને પ્રતિક્રિયાની અસર કોને થાય છે? પાણીનો પ્રવાહ ફેંકાયો અને કાર ઊછળી પડી તેમાં પાણી અને કારને શું થયુ? કશું જ નહીં , પણ તેની અસર કારના ચાલકને થઈ. સ્ટ્રાઈકરની કેરમ બોર્ડ સાથેની અથડામણ અને કુકરીનું કાણામાં જવુ કે ન જવું તેની અસર સ્ટ્રાઈકર, કેરમ બોર્ડ કે કુકરીને બીલકુલ નથી – પણ કેરમ રમનારાને તેનાથી આનંદ કે શોક અને તે પણ જુદા જુદા રમનારાને જુદો જુદો થયો. તેવી જ રીતે દડાને દિવાલ સાથે અફાળવાથી દડાને કે દિવાલને કશું ન થયું પણ દડાથી રમનારાને તેની અસર થઈ. કોમ્પ્યુટર ઉપર લેખ લખવાથી કે કોમેન્ટ લખવાથી તેની અસર કી-બોર્ડ, સર્વર કે કોમ્પ્યુટર કોઈને ન થઈ પણ તે લખનાર કે વાંચનાર ને થઈ.

  આનો અર્થ શું થયો કે ક્રિયા પોત જડ છે પણ જે તેના કર્તુત્વનું અભીમાન કરે છે તેને તેના પરીણામો ભોગવવા પડે છે. અને તેમાંથી જ કર્મનો મહાન સિદ્ધાંત અથવા તો કર્મયોગ ઉત્પન્ન થયો કે “સતત કર્મ કરો પણ ફળની આશા ન રાખો” તો તમારુ કર્મ – અકર્મ થઈ જશે એટલે કે કર્મના પરીણામ રુપે કર્તા સુખ અને દુઃખથી પર રહી શકશે.

  મૂળ વાત છે કે જે કર્તા છે તે જ ભોક્તા છે અને જેને કર્તૃત્વનું અભીમાન નથી તે સર્વ કાઈ કરતો હોવા છતાં પણ જાણે કે કશું જ કરતો નથી તેમ અલિપ્ત રહી શકે છે.

  બાકી પ્રકૃતિના નિયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામસામા હોય છે અને તેમાં આપણે કશો ફેરફાર કરી શકીએ તેમ નથી.

 19. Rajni Gohil ડિસેમ્બર 7, 2009 પર 10:22 એ એમ (am)

  Power of Thinking can definitely help.

  The secret of health for both mind and body is not to mourn for the past, worry about the future, or anticipate troubles,
  but to live in the present moment wisely and earnestly.”

  “All that we are is the result of what we have thought. The mind is everything. What we think we become.” ………….Buddha

  This means we have solution to all our problems in our mind. Stopping all negative thinking and thinking only positively gives us desired results.

 20. Bhupendrasinh Raol ડિસેમ્બર 7, 2009 પર 10:05 પી એમ(pm)

  કોઈ કરે ને કોઈ ભોગવે એવું તો બનતું જ આવ્યું છે.એવું નથી કે મારા કર્મ મારેજ ભોગવવા પડે,મારી ભૂલો ને મારા છોકરાઓએ પણ ભોગવવી પડે.જાણવા ખાતર હિટલરના વિરોધીઓએ એને મારવાના પ્રયત્નો કરીને જર્મનીને બચાવવાના પ્રયત્નો કરેલા.ભલે સફળ ના થયા.એના પરથી વાલ્કારી મુવી બન્યું છે.બીજું ભાગલા ભારતના પડ્યા ત્યારે સામાન્ય પ્રજાની શું ભૂલ હતી?નહેરુની સત્તા લાલસા,જિન્નાહ નો અહંકાર,વલ્લભ ભાઈ નું સ્વમાન,અંગ્રેજોની લુચ્ચાઈ અને ગાંધીજીનું ઢીલાપણું બધું ભેગું મળીને ૧૦ લાખ માણસોની હત્યામાં પરિણમ્યું.એનો સૌથી વધારે રંજ ગાંધીજીને થયો.અને હજુ પણ ભાગલાના ફળો આજે પણ ભારત ભોગવી રહ્યું છે.નાનો માણસ ભૂલ કરે તો એના કર્મ એના ઘરના કુટુંબ ને ભોગવવા પડે છે,જયારે મોટા મહાપુરુષો,નેતાઓ,રાજાઓ,ધર્મગુરુઓ કે ભગવાનો કે અવતારો ભૂલ કરે ત્યારે એના ફળ આખા સમાજ,દેશ અને પ્રજાને વરસોવરસ ઘણી વાર તો હજારો વરસ ભોગવવા પડે છે.રશિયા સામે લડવા આજ તાલીબાનોને અમેરિકા એ શસ્ત્રો આપ્યા ને તૈયાર કર્યા.સેનેટે ૭૦ કરોડ ડોલર જ મંજુર કરેલા એમાંથી ૭૦૦ મીલીઓન ડોલર સુધી ચાર્લી વિલસન નામનો કોંગ્રેસમેન ખેચી ગયો. હવે એ જ તાલીબાનો અમેરિકા ને ભારે પડે છે એમાં મરો તો સામાન્ય પ્રજાનોજ છે.કર્મ નો નિયમ સમજાવો અઘરો છે.

 21. Pingback: ન્યૂટનનો ચોથો નિયમ « હાસ્ય દરબાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: