સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

માળો – ત્રણ સ્નેપશોટ

સમીર સોળ વરસનો તરવરતો યુવાન છે. મીત્રો સાથે તે નદીકીનારાના વૃક્ષોથી ભરપુર, ગ્રામ્ય વીસ્તારની મુલાકાતે નીકળ્યો છે. બધાનું ધ્યાન એક ઠેકાણે બે ત્રણ ઝાડ પર ચાલી રહેલી ચહલ પહલ પર જાય છે. સુગરીનું એક ઝુંડ સતત પ્રવૃત્તીમાં વ્યસ્ત છે. એમાંના નાનકડાં નર પંખીઓ ક્યાંય ક્યાંયથી એમની ટચુકડી ચાંચમાં તણખલાં પકડીને, ઉડતાં ઉડતાં આવે છે; અડધા બનેલા, લટકતા, ઘાટીલા માળામાં પરોવે છે; બરાબર ગુંથે છે અને પાછાં ઉડી જાય છે. દરેક સુગરીનો એક અલાયદો માળો છે. એને બરાબર ખબર છે કે, પોતાનું સર્જન કયું છે! એને શ્રેષ્ઠ બનાવવાની એને સતત ચીંતા છે. એનો માળો પસંદ કરી, કોઈ ઘરવાળી એમાં વસવા તૈયાર થાય – બસ એ જ એક લક્ષ્ય છે. વસાહતના નીર્માણનો આ મહાન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ખાવાની એમને પડી જ ન હોય તેમ જણાય છે. કદાચ બટકુંક ચણી લેતાં હશે. પણ માળો પુરો કરવાની બધાંને ઉતાવળ છે.

માદા સુગરીઓ મસ્તીથી, કશું કર્યા વીના એક માળા પરથી બીજા માળા પર મહાલે છે – શોપીંગની પસંદગીનો લ્હાવો માણે છે! પસંદગી પ્રમાણે એ તૈયાર થશે પછી, એનું કામ શરુ થશે – સંવનન, પ્રસુતી,  નવજાત ઈંડાઓને સેવવાનું અને સેવાયા પછી જન્મેલાં બચ્ચાંનો ઉછેર.

યુવાનીના ઉંબરા પર પગ માંડી રહેલો સમીર મનમાં સપનાં સેવે છે. એક દી’ એ પણ એનો માળો બનાવશે. એની માશુકા એમાં રહેવા આવશે અને સુગરીના સંસારની જેમ એની વાડી પણ લીલી થશે.

…..

ભણીગણીને સમીર પરદેશ પહોંચી ગયો છે. કમાતો,  ધમાતો થયો છે. ભૈરવી નામની એની મનમાની માશુકા એની જીવનસાથી બની છે. પણ બન્ને હજુ પોતાનો માળો બનાવી શકે તેટલાં સમૃધ્ધ નથી. સુગરીની જેમ એકલો નર જ માળો બનાવવાની મહેનત કરે; એ એમના જીવનમાં શક્ય નથી. સમીર અને ભૈરવીએ એક ફ્લેટ ભાડે રાખ્યો છે. એમાં બે  જ જણનો એમનો નાનકડો સંસાર કીલ્લોલ કરી રહ્યો છે. સુગરીની જેમ તરત ત્રીજું વ્હાલસોયું બચ્ચું ઉમેરાય એમ બન્નેને બહુ ઓરતા છે. પણ ધીરજ ધર્યા વીના કોઈ આરો નથી. સખત પરીશ્રમ અને સંઘર્ષ વચ્ચે એમનાં પ્રાણથી પણ પ્યારાં, મજીયારાં બે સપનાં નીંદરની ચાદર ઓઢીને સુતેલાં છે.

….

સાત વરસની તપસ્યા બાદ સમીર અને ભૈરવીનું એ સપનાનું ઘર સાકાર બન્યું છે. ભલે એ નવું નક્કોર નથી. પણ એમનો  પોતાનો માળો હવે હાથ લાગ્યો છે. ત્રીજું મહેમાન તો ત્રણ વરસથી આગમન કરી ચુક્યું છે. અનેરીને તો માળો ભાડાનો હોય કે પોતાનો, માની વ્હાલસોયી ગોદ બહુ વહાલી છે. બાપના ખભા પર ચઢી કીલકારીઓ કરવાનો આનંદ અનેરો છે.

અને સમીર હવે નવી વ્યથાઓમાં સલવાણો છે. એક નવો પ્રોજેક્ટ હાથમાં લેવો જ પડે તેમ છે. દીવાલનો રંગ બરાબર નથી. રસોડામાં પ્રકાશ  અપુરતો છે. બેક યાર્ડના પેટીયોની છત કાળી ભંઠ છે. એને રંગવાની છે. ઈલેક્ટ્રીક સ્ટવ ના ચાલે; ગેસનો લાવવો છે. કાર્પેટ જુની અને ગંદી છે. એ કાઢી નાંખી, લેમીનેટ ફ્લોરથી ઘર ચમકાવવું છે. ઘરમાં વોશર અને ડ્રાયર છે જ નહીં. બહાર લોન્ડ્રીમાં કપડાં ધોવા જવું પડે છે. નવાં વોશર અને ડ્રાયર વસાવવાનાં છે. રહેવાની અને નોકરીની સાથે આ બધાં કામ ફાજલ સમયમાં ચાલી રહ્યાં છે. અને ભૈરવી પણ ઓલી મહારાણી માદા સુગરીની જેમ ( અને મારી જેમ ! ) અવલોકન કરીને, બની રહેલા માળાની ઉપર મ્હાલતી નથી. જીવન સાથીની સાથે ખભે ખભો   મીલાવી, તે બીજા મોરચાઓ પર વ્યસ્ત છે.

સતત કામ, કામ ને કામ. સતત સંઘર્ષ. સતત તાણ. પણ માળો સજાવવાનો ઉમંગ છે – પોતાનો આગવો માળો. સપનાંનું ઘર સાકાર થઈ રહ્યું છે. એનો ઉત્સાહ અને હર્ષ જીવનને ભર્યું ભાદર્યું બનાવી રહ્યાં છે.

હળવે હળવે શીત લહેરમાં ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ, રચીએ એક હુંફાળો માળો.

– શ્રી. તુષાર શુકલ

આખી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

સુગરી હો કે, સમીર/ ભૈરવી

 • આ જ જીવનનું છલકતું ઝરણું છે.
 • આ જ બન્નેની નીયતી છે.
 • એમાં જ જીવનનો આનંદ છે.
 • બન્નેને આનો કોઈ થાક નથી.

11 responses to “માળો – ત્રણ સ્નેપશોટ

 1. Maheshchandra Naik ડિસેમ્બર 4, 2009 પર 10:31 પી એમ(pm)

  It’s called KUTUMB JEEVAN………thanks, Shri Sureshbhai, good one

 2. pravinash1 ડિસેમ્બર 4, 2009 પર 11:15 પી એમ(pm)

  It reminds me
  Old Song ” tu ne tinka tinaka chunake nagari ek basai thi’

 3. atuljaniagantuk ડિસેમ્બર 5, 2009 પર 12:08 એ એમ (am)

  માળો – મુંબઈમાં જુના મકાનોને આજે પણ માળો કહે છે. જેમાં અનેક કુટુંબો પોતપોતાની શક્તિ અને સૂઝ પ્રમાણે પોતાનું ઘર સજાવે છે. આ જ તો જીવન છે, જેમાં તીનકા તીનકા ચૂનકર એક નગરી બસાવવામાં આવે છે. જેમાં સમીર અને ભૈરવી રહે છે, અનેરી કિલ્લોલ કરે છે. ભુલ એક જ થઈ જાય છે અને તે એ કે માળો જ સર્વસ્વ થઈ જાય છે અને માળાની બહારની વિશાળ દુનિયા ભુલાઈ જાય છે. જો એ વાત યાદ રહે કે પંખી માટે માળો છે પણ માળા માટે પંખી નથી તો આ માળા બનાવવાની , તેને મઠારવાની અને પછી તેને છોડીને મુક્ત ગગનમાં ઉડવાની એમ બધી જ મજા લઈ શકાય છે. માળો તો ઘડીભરનો વિસામો છે પણ ખરુ ક્રિડાંગણ તો મુક્ત ગગન છે કે જ્યાં અનેક પક્ષીઓ એક સાથે આનંદથી કિલ્લોલ કરે અને થાકે ત્યારે વિરામ માટે માળામાં આવે અને ફરી પાછી શરુ કરે એક અનેરી ગગનયાત્રા.

 4. Ullas Oza ડિસેમ્બર 5, 2009 પર 12:12 એ એમ (am)

  ગહન અર્થપૂર્ણ વાર્તા.
  યે તેરા ઘર યે મેરા ઘર યે ઘર બહોત હસીન હૈ !
  આનંદથી સાથે રહીને કરેલુ કોઈ પણ કામ કે યુગલે જાત મહેનતથી બનાવેલુ ઘર કેટલુ વહાલસોયુ લાગે છે !
  ઍમા થાક નહી પણ હાશ થાય છે.

 5. Vinu ડિસેમ્બર 5, 2009 પર 12:41 એ એમ (am)

  Sir,

  Require contact no. of Shri Tushar Shukla. Please provide.

  With regards,

  Vinu-09824636048

 6. સુરેશ ડિસેમ્બર 5, 2009 પર 4:51 એ એમ (am)

  પ્રીય અતુલભાઈ
  બહુ જ અગત્યની વાત કહી.
  માળો જીવન સંઘર્ષમાં ઝઝુમતા સામાન્ય માણસની ગરીમાને ઉજાગર કરે છે. પણ તમે તો એની આગળનું પહેલું પગથીયું બતાવી દીધું.
  આ મુદ્દા પર ‘ બની આઝાદ’ શ્રેણીના મારા વીચારો વાંચવા વાચકોને આગ્રહભરી વીનંતી.

  પહેલો ભાગ

  https://gadyasoor.wordpress.com/2008/08/08/bani_azad_1/

 7. Rekha Sindhal ડિસેમ્બર 5, 2009 પર 9:18 એ એમ (am)

  સંઘર્ષ વગર તો જીવન છે જ નહી. સુગરી હોય કે સમીર ! સંઘર્ષ સ્વીકાર્ય થાય તો તાણ દૂર થઈ શકે પણ આરામ એ જીવન નથી ખરૂ ને?

 8. B.G.Jhaveri ડિસેમ્બર 5, 2009 પર 2:49 પી એમ(pm)

  It reminds me “Chakali no malo” of the novel ‘Saras wati chandra’.

 9. pragnaju ડિસેમ્બર 7, 2009 પર 1:20 એ એમ (am)

  પ્રસિદ્ધ હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડના ઘરનું નામ ‘આશિયાના’ છે. એના વિશે તેઓ લખે છે : ‘મને આશિયાના બહુ ગમે છે, કારણ એની છત સ્વજનોના સ્નેહથી બંધાઇ છે, એની દીવાલો મિત્રોની મૈત્રીથી ચણાઇ છે, એના એક-એક પથ્થરમાં મારા સમગ્ર પરિવારનો પુરુષાર્થ સમાયેલો છે.’ આમ શાહબુદ્દીનભાઇએ એમના ઘરને સંબંધોના સંદર્ભમાં વ્યાપક ભૂમિકાએ મૂકી આપ્યું છે.એ જ વાત : ‘ઘરે જવા નીકળું છું ને ભીતરમાં ઝીણી ઝીણી વેદના ફૂટતી અનુભવું છું.અવળચંડું મન બેઉ બાજુની ઢોલકી વગાડયા કરે છે! એનો ચચરાટ ટોળે ટોળે વ્યાપી રહે છે. હવે વતનઘેર શું છે? ત્યાં બધું જ છે, છતાં કશ્શું જ નથી. કશ્શું જ નથી. છતાં બઘ્ધું જ ત્યાં છે! હા, આજે ય ઘર આવતાં એ જ અનુભવ થયો હતો.હવે મારે કશે જ જવાનું નથી, કશુંય કરવાનું નથી. હું નગર-નાગરિકપણું-નોકરી ને આભિભત્ય બધુંય ભૂલીને ખાટલે બેઠો છું- અસલ ગામડિયા આદમી જેવો! અરે, કેટલી હળવાશ લાગે છે અહીં, આ સીમ વગડાની વહેતી ગંધમિશ્રિત હવામાં! હું મને પાછો જડયો છું-ખોવાયેલો હું મારે ઘેર આવ્યો છું.’જૂનાં ઘરો ખોવાઇ જાય છે અને પછી નવાં ઘરોમાં ફરીથી ગૃહસ્થ થવાની પ્રક્રિયા ચાલતી રહે છે. સુરેશભાઇ દલાલે કહ્યું છે તેમ દરેક માણસમાં એક જિપ્સી – એક વણજારો-વસતો હોય છે તેમ દરેક માણસની ભીતર એક સુગરી પણ વસતી હોય છે.એ સુગરીનું એક સ્વપ્ન હોય છે-સુંદર માળો બનાવવો. ને એ ગૂંથતી રહે છે એક માળો. માણસની અંદર એ સુગરી જીવતી રહેશે ત્યાં સુધી ઘર અકબંધ રહેવાનાં છે.

 10. Narendra Jagtap ડિસેમ્બર 7, 2009 પર 11:46 એ એમ (am)

  કહે છે ને કે ધરતીનો છેડો ઘર ..પોતાના ઘેરે આવીએ એટ્લે જાણે બધો જ થાક ઉતરી જાય .જહા સુકુન હો ઉસે આશિયાના કહેતે હૈ.માળો સરસ સુન્દર….

 11. maulik shah ડિસેમ્બર 9, 2009 પર 4:07 એ એમ (am)

  જીવનની ઘટમાળ માં રોજ જોતરાવુ એ વણ લખ્યો નિયમ છે. ગધેડાની ઉપર બેઠેલા માણસના હાથ એક લાકડી અને તેમાં ગાજર છે એવુ ચિત્ર યાદ આવે છે..! ગધેડો એ ગાજર પકડવા દોડયા કરે છે અને બસ દોડ્યા કરે છે આ છે રીયલ લાઈફ બટ ઈટસ પાર્ટ ઓફ એવરીબડીઝ લાઈફ…!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: