સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સામાન્ય અને જીગરી મીત્ર

સામાન્ય મીત્ર જીગરી મીત્ર
કદી ખાવાનું માંગે નહીં ખાવાનું લઈને આવે.
તમને રોતા ન જોઈ શકે તમારી સાથે રડે.
તમારી સાથે ડીનર ટેબલ પર જમે અને વીદાય થાય. તમારી સાથે કલાકો સુધી વાતો કરતા રહે, હસે.અને ખાણી પીણીની વાતો કરતા તમારી સાથે રહે.
તમારા વીશે બે ચાર વાત જાણે. તમારા વીશે એક આખી ચોપડી લખી શકે અને તમે કહેલી વાતોનું પુનરાવર્તન કરી શકે.
તમારે ઘેર આવે ત્યારે બારણે ટકોરા મારે. સીધા ઘરમાં ઘુસી જાય અને કહે,” અલ્યા! તું ક્યાં છે?”
માંદા હો ત્યારે ઈસ્પીતાલમાં તમારી મુલાકાત લે. તમારી સાથે ઈસ્પીતાલમાં રાત રોકાય.
સેલ ફોનમાં તમારો નંબર યાદ ન કરવો પડે માટે, મેમરીમાં રાખે. સીધો તમારો નમ્બર ડાયલ કરી શકે.
થોડાક સમય માટે જ તમારા જીવનમાં રહે. આખા જીવન પર્યંત તમારી સાથે રહે.

——–

સાભાર : ભાર્ગવ ભટ્ટ

મુળ અંગ્રેજી પરથી ભાવાનુવાદ

12 responses to “સામાન્ય અને જીગરી મીત્ર

  1. Arpan Bhatt ડિસેમ્બર 10, 2009 પર 2:27 એ એમ (am)

    Respected Sureshbhai,
    I like the topic today selected for your readers,
    “Friendship”.
    It means a lot to me ,you and every body.
    I think friends can do miracles in life.
    what I can say more????????????????
    Regards……….

  2. chetu ડિસેમ્બર 10, 2009 પર 4:03 એ એમ (am)

    A friend is a beautiful flower in the garden of life..!!

  3. pragnaju ડિસેમ્બર 10, 2009 પર 7:20 એ એમ (am)

    # S: (n) friend (a person you know well and regard with affection and trust) “he was my best friend at the university”
    # S: (n) ally, friend (an associate who provides cooperation or assistance) “he’s a good ally in fight”
    # S: (n) acquaintance, friend (a person with whom you are acquainted) “I have trouble remembering the names of all my acquaintances”; “we are friends of the family”
    # S: (n) supporter, protagonist, champion, admirer, booster, friend (a person who backs a politician or a team etc.) “all their supporters came out for the game”; “they are friends of the library”
    # S: (n) Friend, Quaker (a member of the Religious Society of Friends founded by George Fox (the Friends have never called themselves Quakers))

  4. dhavalrajgeera ડિસેમ્બર 10, 2009 પર 7:40 એ એમ (am)

    ભાઈ સુરેશ,

    સાચો મિત્ર ને તાલીમિત્ર શબ્દોમા વાચી ના સમજાય.

    ખાલી તેનુ વાચી મગજને ભેદ સમજાય.

    પણ સાચામિત્રને મનથી જ સમજી ને અનુભવી શકાય!

    રાજેન્દ્ર

  5. સુરેશ જાની ડિસેમ્બર 10, 2009 પર 8:51 એ એમ (am)

    પ્રજ્ઞાબેને કહેલી વાત પરથી …
    ક્વેકરોએ ગુલામી નાબુદી અને તેપહેલાં કાળા ગુલામોને ઉત્તરમાં ભગાડવા કરેલી માનવ સેવાની ગાથાઓ અદભુત છે . ———————————-
    ગોરાઓની એકહથ્થુ સત્તા અને જુલમની સામે કાળા માનવીની સ્વતંત્રતા માટેની આ અમર કહાણી છે. ઓગણીસમી સદીની શરુઆતથી, ગુલામીની પ્રથા 1865 માં નાબુદ ન થઈ; ત્યાં સુધી ચાલેલી આ રેલ્વે(!) દ્વારા દર વર્ષે સેંકડો કાળા ગુલામોને દક્ષીણના રાજ્યોમાંથી ભગાડી મુક્ત કરાતા. આખી મુસાફરી પગપાળા ચાલતા જ થતી. ઉમદા વીચારના અને દયાળુ, ગોરા ક્વેકરોએ આ વ્યવસ્થાને સક્રીય અને સહૃદય મદદ કરી હતી.
    ———————–
    આખી વાત વાંચો ..

  6. Dr. Chandravadan Mistry ડિસેમ્બર 10, 2009 પર 8:52 એ એમ (am)

    I donot know where know where I fit in ………..as a COMMON or DEAR FRIEND ……BUT I AM YOUR FRIEND…& that I know well !
    DR. CHANDRAVADAN MISTRY.
    ( I am avidind the Debate in Words on the Topic of FRIENDSHIP )

  7. Capt. Narendra ડિસેમ્બર 10, 2009 પર 11:08 એ એમ (am)

    મિત્રની વ્યાખ્યા કરવી અશક્ય છે. વિષય નીકળ્યો છે તો એક વાત યાદ આવી:
    રણમેદાનમાં આગેકૂચ કરનાર સૈનિકો પર બૉમ્બવર્ષા થઇ. અનેક સૈનિકો ઘાયલ થયા અને રણભુમિ પર ઢળી પડ્યા. ટુકડીના કમાંડરે બાકીના સૈનિકોને સુરક્ષીત સ્થળે ‘કવર’ લેવાનો હુકમ કર્યો. આમાંના એક જવાને જોયું કે તેનો મિત્ર દુશ્મનના ગોળીબારમાં ઘાયલ થઇને મૃત:પ્રાય હાલતમાં સો ગજ દૂર પડ્યો હતો. બૉમ્બ હજી પડતા હતા. પોતાના મિત્રને ઉપાડી લાવવા જેવો તે જવા લાગ્યો, તેના ઉપરીએ કહ્યું, “તારો મિત્ર તો છેલ્લા શ્વાસ લે છે. તેને મદદ કરવા જઇશ તો તું પણ મરીશ.” જવાને વાત ન માની અને મિત્રને ઉપાડવા તેની પાસે ગયો, પણ અંતે પોતે જ ઘાયલ થઇને પાછો આવ્યો. તેના કમાંડરે તેને કહ્યું, “તારો મિત્ર મરવાનો હતો તે તું જાણતો હતો, તેમ છતાં તું શા માટે ગયો?”
    જવાને જવાબ આપ્યો, “સાહેબ, હું એ જાણતો હતો, પણ જેવો હું તેની પાસે પહોંચ્યો, તેના છેલ્લા શ્વાસ ચાલતા હતા. મને જોઇને તેણે સ્મિત કર્યું અને બોલ્યો, ‘મને ખાતરી હતી કે તું આવીશ..” અને તેનો શ્વાસ બંધ પડી ગયો.”

    આવા સંબંધની શી વ્યાખ્યા કરીશું?

  8. કાસીમ અબ્બાસ ડિસેમ્બર 10, 2009 પર 11:27 એ એમ (am)

    A friend in need is a friend indeed.

    અડધી રાતે આપણ ને કોઇ કામ માટે જગાવે એ નહિં, પણ અડધી રાતે આપણ ને આપણા કોઇ કામ માં આવે એ જ મિત્ર.

  9. Detroja Paresh Patel ડિસેમ્બર 10, 2009 પર 10:17 પી એમ(pm)

    સીધા ઘરમાં ઘુસી જાય અને કહે,” અલ્યા! તું ક્યાં છે?”
    Nice man i do like same as you told…..i direct go to my friend house and tell to him hey……jigari what r u doing?……………Guud haaaa.

  10. Detroja Paresh Patel ડિસેમ્બર 10, 2009 પર 10:20 પી એમ(pm)

    મિત્રની વ્યાખ્યા કરવી અશક્ય છે. વિષય નીકળ્યો છે તો એક વાત યાદ આવી:
    રણમેદાનમાં આગેકૂચ કરનાર સૈનિકો પર બૉમ્બવર્ષા થઇ. અનેક સૈનિકો ઘાયલ થયા અને રણભુમિ પર ઢળી પડ્યા. ટુકડીના કમાંડરે બાકીના સૈનિકોને સુરક્ષીત સ્થળે ‘કવર’ લેવાનો હુકમ કર્યો. આમાંના એક જવાને જોયું કે તેનો મિત્ર દુશ્મનના ગોળીબારમાં ઘાયલ થઇને મૃત:પ્રાય હાલતમાં સો ગજ દૂર પડ્યો હતો. બૉમ્બ હજી પડતા હતા. પોતાના મિત્રને ઉપાડી લાવવા જેવો તે જવા લાગ્યો, તેના ઉપરીએ કહ્યું, “તારો મિત્ર તો છેલ્લા શ્વાસ લે છે. તેને મદદ કરવા જઇશ તો તું પણ મરીશ.” જવાને વાત ન માની અને મિત્રને ઉપાડવા તેની પાસે ગયો, પણ અંતે પોતે જ ઘાયલ થઇને પાછો આવ્યો. તેના કમાંડરે તેને કહ્યું, “તારો મિત્ર મરવાનો હતો તે તું જાણતો હતો, તેમ છતાં તું શા માટે ગયો?”
    જવાને જવાબ આપ્યો, “સાહેબ, હું એ જાણતો હતો, પણ જેવો હું તેની પાસે પહોંચ્યો, તેના છેલ્લા શ્વાસ ચાલતા હતા. મને જોઇને તેણે સ્મિત કર્યું અને બોલ્યો, ‘મને ખાતરી હતી કે તું આવીશ..” અને તેનો શ્વાસ બંધ પડી ગયો.”

    આવા સંબંધની શી વ્યાખ્યા કરીશું?

  11. arvind ડિસેમ્બર 11, 2009 પર 4:12 એ એમ (am)

    શ્રી સુરેશભાઈ
    દુનિયા ભરના સાહિત્યમાં મિત્રો વિષે ના લખાયું હોય તેવું આપણાં મહાભારતમાં મહર્ષિ વેદ વ્યાસે લખ્યું છેં મિત્રતા માટે શ્રેશ્ઠ દાખલો કર્ણ અને દુર્યોધનનો આપેલ છે. તમામ પ્રકારના પ્રલોભનો ભગવાન કૃષ્ણ અને માતા કુંતી દ્વારા જેવા કે હસ્તીનીપુરનું રાજ અને દ્રોપદી પણ કર્ણને આપવાની બાહેંધારી આપવા છતાં કર્ણે તે સ્વીકારવા ઈંકાર કરતા કહ્યું હતું કે મને જે વ્યક્તિએ મારું હળાહળ અપમાન થઈ રહ્યું હતું ત્યારે મને મોભો આપી મારું સ્વ્માન જળવાઈ રહે તેવું એક રાજ્ય મને સુપ્રત કરી દેનાર્ દુર્યોધનનો સાથ હું નહિ છોડું મને ખબર છે કે દુર્યોધન સાથે રહેવાથી મૃત્યુ જ છે છ્તાં હું તેની સાથે જ છું. આ ઉપરાંત સુદામા અને કૃષ્ણ નું ઉદાહરણ શ્રેષ્ઠ મિત્રતાનું જ છેં પત્નીના મેણાં સાંભળી પાડોશ માંથી લાવેલા ચોખાના તાંદુર બનાવી ભાત તરીકે આપી સુદામાને દ્વારકા મોકલવામાં આવ્યા ત્યારે ભગવાન કૃષ્ણ સુદામાને જોઈ દોડતા આવી ભેટ્યા અને સુદામાની બગલમાંથી તાંદુરની પોટલી લઈ મસ્તીથી જમ્યા. સુદામાને જાણ પણ ના થાય તેમ પોરબંદરમાં તેમનું મકાન ભવ્ય આવાસમાં ફેરવાય જાય અને પરત આવતા સુદામાએ પોતાનું મકાન શોધવું પડે ! આમ માગ્યા વગર પણ જે મિત્રની જરૂરિયાત સમજી શકે અને તેને ઓશિયાળાપણું ના લાગે તે રીતે તમામ સહાય પહોંચાડે તે સાચો મિત્ર ! આવો મિત્ર જન્મમાં એકાદ પણ મળી જાય તો આ જીવન સ્વર્ગથી પણ સુંદર અનુભવાય !

    આવજો !
    સ-સ્નેહ
    અરવિદ

  12. Vipin ડિસેમ્બર 12, 2009 પર 10:18 પી એમ(pm)

    True Friends are a pair or a group. One can not get a true friend/s unless he / she also becomes one. More respect goes to: ” Sakal Lokama Sauney Vande, Ninda Nava Karey Keni Re….. ” one who has no enemy.