સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અફલાતુન તબીબ : ભાગ -2 : કમરનો દૂખાવો

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

1985ની સાલનો શીયાળો…

ખાંસીને ફાંસી (!) આપ્યાંને દસેક વરસ વીતી ગયાં હતાં. મારી એ કાળઝાળ શરદી તો ગઈ, તે ગઈ જ.       એ અફલાતુન અનુભવ વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

પણ મારી પત્નીને બે સીઝેરીયન પ્રસુતી  વખતે ( 1970 અને 1975) પેટની નીચેના  ભાગને બેભાન કરવા, કરોડરજ્જુમાં અપાયેલા, ઈન્જેક્શનના કારણે ( local anesthetic) દરેક શીયાળામાં કમરનો સખત દુખાવો ઉપડતો. સમય જતાં આ દુખાવો વરસના કોઈ પણ સમયે, અને વધુ પીડાકારી રીતે થવા માંડ્યો. બે ત્રણ દીવસ તો તે પથારીવશ જ પડી રહે.  દર્દશામક (pain killer) દવાઓના સતત મારા પછી જ કાંઈક રાહત થાય. તે ગાળા દરમીયાન ઘરનું તમામ કામ ઠપ્પ થઈ જતું. એમાં જ તો પથારીમાં સુતાં સુતાં, અમારી કામવાળીને રસોઈ બનાવવાની તાલીમ તેણે આપેલી. એના પ્રતાપે આજે તે કામવાળી બહેન વાસણ – કપડાં – કચરાં – પોતાંનાં કામ કરતાં, રસોઈ બનાવી આપવાના કામમાં, ઘણી વધારે કમાણી કરી લે છે.

દરેક વખતે ડોકટર પાસે જઈએ, ત્યારે ડોક્ટર તો એમ જ કહે કે, ‘કરોડરજ્જુમાં એ દવાના કારણે લોહીની ગડબ બાઝી ગઈ છે. તમારે આખી જીંદગી આ દુખાવા સાથે સમજુતી કરીને જીવતાં શીખવું જ પડશે.’ આવી સલાહ આપવી   બહુ સહેલી છે, પણ એ બરદાસ્ત કરવી કેટલી કઠણ હોય છે; તે તો જેણે સહન  કર્યું હોય, તે જ જાણે.

મારી ખાંસીને વીદાયમાન આપવાના સ્વાનુભવને પ્રતાપે, દર વખતે હું તેને પ્રાકૃતીક ઈલાજ (નેચરોપથી) કરવા સલાહ આપતો. પણ ઘરમાં બધાં એ સુચનને હસી કાઢી કહેતાં,” એમ ફળ ખાધે અને ઉપવાસ કરીને દરદ મટતાં હોત તો ડોક્ટરો ભુખે મરત.” અમારાં સગાંમાં જ બે ડોકટરો તો છે!

પણ આશરે 1985ની સાલમાં તો આ દુખાવો અસહ્ય રીતે ઉપડી આવ્યો. નછુટકે મારી પત્નીએ ગીદવાણીજી પાસે જવાનું કબુલ્યું. અમે બેળે બેળે તેને એમની પાસે લઈ ગયા. હવે તેઓ ગાંધી આશ્રમ, સાબરમતીની સામે, તેમને આપેલ એક કુટીરમાં  સાંજે મુલાકાત આપતા હતા. તેમણે હસીને અમને આવકાર આપ્યો. મેં તેમને મારી ‘ખાંસીને ફાંસી’ ની વાત કહી. તે બહુ ખુશ થઈ ગયા; અને અમારા આવવાનું પ્રયોજન પુછ્યું.

અમે વીગતે બધી માહીતી આપી.

ગીદવાણીજીએ બાળક જેવા એ જ સ્મીતથી કહ્યું કે, ‘ यह सब चला जायगा। पर, मेरी सुचना पुरी माननी पडेगी।“

ખાનપાન માટે તો એમની સુચના એમની એમ જ હતી. પણ એમણે વધારામાં એમની ચોપડી કાઢી કરોડનું ચીત્ર બતાવ્યું. તેઓ આ રસ્તે શી રીતે ચઢ્યા, તેની માહીતી પણ તેમણે આપી. ઘણાં વર્ષો પહેલાં તેમને રાંઝણ (સાયેટીકા)નું અસાધ્ય ગણાતું દર્દ થયું હતું. મારી પત્નીને થતો દુખાવો તો તેની સરખામણીમાં કાંઈ જ ન હતો. પણ કુદરતી ઉપચારથી તે હમ્મેશ માટે ગયો હતો. આ વાતની તો અમને ખબર જ નહોતી. અમે તો આશ્ચર્યચકીત બની ગયા.

તેમણે સમજાવ્યું કે, “ આપણી બેસવાની, ચાલવાની ટેવોને કારણે આપણી કરોડ વાંકી વળેલી રહેવા ટેવાયેલી હોય છે. આથી બે મણકા વચ્ચેની ગાદી ( કુર્ચા – Cartilage) અકુદરતી રીતે, એક બાજુ દબાય છે. આથી સામાન્ય માણસને પણ કમર દુખવા લાગી જાય છે. તમને આપેલા ઈન્જેકશનના કારણે, એ બાજુ દબાણ આવી જતાં – ખાસ કરીને ઠંડી ઋતુમાં – આ દુખાવો તમને અસહ્ય રીતે વધી જાય છે.”

મારી પત્નીએ પુછ્યું,” એનો ઈલાજ શો?” તેમણે સુતી વખતે પડખાંભેર સુવાની સલાહ આપી. એક પગ લાંબો રાખીને અને બીજો થાપા અને ઘુંટણથી વાળીને સુવાનું, જેથી કમરનો વળાંક કુદરતી રીતે પાછળની  બાજુ ઝુકતો રહે. તેમની ઓફીસમાં રાખેલ  પલંગ પર આ માટે તેમણે જાતે સુઈને આમ સુવાની રીત પણ બતાવી.

ઘેર જઈ, મારી પત્નીએ આમ પડખાંભેર, પલંગ પર લંબાવ્યું. તેના આશ્ચર્ય વચ્ચે, તેને કમરમાં બહુ જ રાહત લાગી. બધી દવાઓ બંધ કરી, ખાનપાનની  પરહેજીનો સીલસીલો પણ ચુસ્ત રીતે અમલી કરી દીધો.

ત્રીજા જ દીવસથી સ્ફુર્તી આવવા માંડી. કદાચ દવાથી બાઝેલી, લોહીની ગડબ રક્તશુધ્ધીના કારણે ઓગળવા માંડી હતી. એક અઠવાડીયું, અને તેનું ફરજીયાત પથારી-શયન ગયું. તેણે ઉત્સાહમાં આવી, ખાનપાનની ચુસ્તી બીજા અઠવાડીયે પણ ચાલુ રાખી.

… અને કમરના એ જાલીમ દુખાવાને એના જીવનમાંથી કાયમી રુખસદ મળી ગઈ. આજે એ વાતને ચોવીસ વરસ વીતી ગયાં છે; પણ એ દુખાવાએ ફરી દેખા દીધી નથી.

ગીદવાણીજી તો આ દુનીયામાં હયાત નથી; પણ મારી પત્નીનાં કાયમી આશીષ તેમને અવારનવાર મળતાં રહે છે.

33 responses to “અફલાતુન તબીબ : ભાગ -2 : કમરનો દૂખાવો

  1. Arpan Bhatt ડિસેમ્બર 13, 2009 પર 2:18 એ એમ (am)

    You are absolutely right , in present time instead of taking more & more alopathic drugs we should understand the seriousness of side effects of alopathic drugs.
    My father always use to tell every family members that Yoga, naturopathy & ayurveda
    this are the best alternative for alopathic medicines, and we should understand that.
    Thank u very much for sharing this wonderful information with us………

  2. sheetal ડિસેમ્બર 13, 2009 પર 2:58 એ એમ (am)

    hello, this is really very true if we know our problem verywell then we can also know how can it remove, and the sentence nothing is impossible in the world if we try, just we concentrate our routin life insted of other world, bcz if we have good health everything is in our hand, nothing is difficult, i like u share ur story.

  3. pragnaju ડિસેમ્બર 13, 2009 પર 4:21 એ એમ (am)

    .
    વાહ
    અમારા સૂરતના સુરાલી ગામનાં હાડવૈદ્ય તો લાત મારીને ભલભલા કેડના દુખાવા મટાડતા અને મને ખ્યાલ છે તે પ્રમાણે મોટા ગજાના એકટરો અને તબિબો પણ લાત ખાવા આવતા.સાથે ગાંધીજીની નેચર અંગેની વિગત પણ લખું છું
    ઓકસફર્ડ ખાતેની ઇમ્પિરિયલ કેન્સર રિસર્ચ સંસ્થાના પ્રોફેસર પેટોના આ થોડાક જૂના આંકડા છે. પ્રોફેસર કહે છે કે આજની રીતે તમાકુનું સેવન થશે તો ૨૦૨૦માં દરેક ૩ સેકન્ડે પૃથ્વીનો એક માણસ મરશે.
    પ્રોફેસરે માનવીનાં સંકટનાં ચાન્સનો અડસટ્ટો કાઢયો છે. રોગચાળા કે ફલૂથી મરવાના ચાન્સ ૩૩૦૦માંથી ૧ છે. તમામ સ્ત્રીઓની સંખ્યા જોતાં તેના રેપના ચાન્સ ૨૮૦૦૦માંથી ૧ છે. હિંસા થકી મરણ વધતાં જાય છે છતાં દરેક ૮૦૦૦માં ૧નું હિંસાથી મરવાના ચાન્સ છે. તમે જંકફૂડ ખાઓ, ટીવીમાં દેખાડાય છે તેવા તેલમાં તળેલા ભજિયાં રોજ ખાઓ તો દરેકને ૫૦માંથી ૧ને રોગ થવાનો ચાન્સ છે.
    રેપનો ચાન્સ બહુ ઓછો છે છતાં તમે જુઓ છો કે રોજ રોજ શાઈની આહુજાએ કરેલા રેપ-કેસની ચર્ચા થાય છે. રોજ રોજ સિગારેટથી કે કેન્સરથી,દવાની આડઅસરથી કે રસ્તાના અકસ્માતથી થતાં મોતના જોખમની કોઈ ચર્ચા કરતું નથી. તમે ઘરની બહાર નીકળો ત્યારે સ્કૂટર કે મોટરસાઇકલ પર નીકળો ત્યારે મરવાના ચાન્સ ૨૦૦માંથી ૧ના છે.
    આપણા પર્યાવરણવાદીઓ ન્યુકલીઅર પાવર સ્ટેશનનો વિરોધ કરે છે. ઘણા સેલફોનનાં રેડીએશનની વાત કરે છે. પ્રો.પેટો કહે છે કે આવી બાબતો થકી મરવાના ચાન્સ ૧ કરોડમાંથી માત્ર એક છે પણ આ સોફિસ્ટિકેટેડ વાતો ખૂબ ચર્ચાય છે. પોતાના જ થકી માનવી પોતાને હાનિ કરે છે તે સિગારેટ, તમાકુ, દારૂ, ઝડપી વાહન અને સ્વાદિષ્ટ બજારુ ખોરાકમાં જોખમની વાત અતિ ગંભીર છે પણ રોજ અખબારમાં ચર્ચા થતી નથી. રેપ,રેપ,રેપ કરીને અખબારો અને ટીવી તમારા મગજનું રેપ કરે છે.
    અખબારો જાણે છે કે વાચકને રેપના ખબરથી કીક મળે છે. પ્રિન્ટ મીડિયામાં ધુરંધર પત્રકારોની બે ટીવી ચેનલો નેગેટિવ નેગેટિવ અને નેગેટિવ સમાચારો પીરસવાની સ્પર્ધા કરે છે. ટીવી ચેનલો બનાવટી ઘી-દૂધની વાતો કરે છે પણ વર્ષે રૂ.૫૦૦ કરોડથી વધુ રકમની કમાણી નુકસાન કરનારાં પીણાંઓ, બટાટાની કાતરી કે બીજી આરોગ્યની પત્તર ખાંડનારા ખાધોની જાહેરખબરોમાંથી આરામથી કરે છે.એ ખાધોથી રોગ થવાના ચાન્સ ૨૦૦માંથી એક છે જે બનાવટી ઘી કે દૂધની ભડકાવનારી વાત છે તેનો વપરાશ મુંબઈનો કે ગુજરાતનો દર્શક કરે તેના ચાન્સ ૧ લાખમાંથી ૧ છે! અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલનો દારૂ થકી આપઘાત અને મોતનાં ખબરનો રિપોર્ટ પ્રગટ થયો છે તેમાં લખ્યું છે કે ૨૦થી ૪૯ વર્ષના યુવાન વયના લોકો જે દારૂ પીતા હોય તેમાં આપઘાત કરનારા ૨૮ ટકા છે. તેનું રોગોથી મોત થવાનાં ચાન્સ ૧૦૦ ટકા છે છતાં ક્રિકેટરો વ્હિસ્કીની જાહેરાતો સ્પોન્સર કર્યે જાય છે.હકીકતમાં તો મારે જે ડોકટરના મહાત્મા ગાંધીજી જેવા વીઆઈપી દર્દી હતા તે નિસર્ગોપચારક ડોકટર દિનશા કે. મહેતા વિશે આજે લખવું છે. તાજેતરમાં તેની જન્મની ૧૦૦મી જયંતી ભુલાઈ ગઈ પણ ૫-૬-૨૦૦૯ના રોજ તેમણે નેશનલ ઇન્સ્ટિ. ઓફ નેચરોપથી પુણે ખાતે સ્થાપી અને ઓલ ઇન્ડિયા નેચર કયોર ફાઉન્ડેશન ટ્રસ્ટનો ફાઉન્ડેશન-ડે ગયો તે વિશે લખવું છે. અંગ્રેજી અખબારોમાં આખું પાનું ભરીને ૫-૬-૦૯ના રોજ ડો.દિનશા મહેતાને અંજલિ અપાયેલી. અંગ્રેજી અખબારો જે રોજેરોજ એલોપથીના ઉપચાર અને વિદેશી દવાઓનો પ્રચાર કરે છે તેઓ આ જાહેરાતના પૈસા વેડફયા.

    ગુજરાતના અખબારોએ અને ગુજરાતની જનતાએ સૌથી વધુ નિસર્ગોપચારને અપનાવ્યું પણ નવા ગુજરાતી વાચકને તો કલ્પના સુઘ્ધાં નથી કે ગાંધીજીની બીમારીની ટ્રીટમેન્ટ કરનારો આ ભડવીર ડોકટર જેણે ભારતમાં નિસર્ગોપચારનું રણશિંગું ફૂંકીને એલોપથીને પડકારી તે કોણ હતો? સરદાર જાફરીએ ‘કબીર બાની’ નામના કબીરના કવિતનો સંગ્રહ-સંપાદિત કર્યોતેમાં તેણે લખ્યુ છે: યે દુનિયા ગુમરાહ હૈ અબતક ફિર બોલો ઐ સંત કબીર/ એક હિ સોને કે સબ ગહેનેએક હટ માટી કે બર્તન/ આવા કબીરની વાણીના પુસ્તકની ભારતમાં એક હજારથી ઓછી નકલો ખપે છે ત્યારે વિચારોના તદ્દન એંઠવાડ અને તદ્દન બનાવટી કિસ્સાવાળા લાખ્ખો પુસ્તકો ભારતમાં ખપે છે.

    પિશ્ચમની એલોપથી અને પિશ્ચમની ખાણીપીણીનો એકવાડ ઓછો હતો કે આપણને સતત ત્યાંથી વિચારોનો એંઠવાડ મળે છે? ડો.દિનશા કે. મહેતા જેને પછી દાદાજી કહેવામાં આવતા. તેમના આરોગ્યના નિયમો ગાંધીજીએ પાળેલા. આપણે બધા ગાંધીજી કહે તેમ કરતા પણ ગાંધીજી બીમાર પડયા ત્યારે દાદાજી કહે તેમ કરતા અને દિલ્હીમાં ગોડસેની ગોળી ખાતાં પહેલાં ઉરુલીકાંચનમાં ગાંધીજી નિસર્ગોપચાર આશ્રમ સ્થાપતા ગયા. આપણે ગાંધીજી નિસર્ગોપચાર તરફ અને ડો. દિનશા મહેતા તરફ કેમ વળ્યા તેનો ઇતિહાસ જોઈએ.

    ૧૯૪૨માં અંગ્રેજો સામે કોંગ્રેસીઓએ વિરોધ કરવા રેલવેના પાટા તોડયા. મિલિટરી કેમ્પો પર હુમલા કર્યા. આવી હિંસા ગાંધીજીને ગમી નહીં. ફરીથી આવી હિંસા ન થાય તે માટે ૯-૨-૪૩ના રોજ ગાંધીજી ઉપવાસ પર ઊતર્યા ત્યારે બ્રિટિશ સરકારને ઉપવાસનું જ્ઞાન નહોતું. ગાંધીજી મરી જશે તેવું માનીને તેને માટે ડો.ગીલ્ડરને (હાર્ટ સ્પેશિયાલિસ્ટ) મૂકયા પણ સાથે ભારતના નિસર્ગોપચારક ડો.દિનશા મહેતા અને બંગાળના ડો.બી.સી.રાયને મૂ્કયા.

    ડો. દિનશા મહેતાએ ગાંધીજીને તપાસ્યા ત્યારે તેમનો પરિચય ગાંધીજીને થયો અને ત્યારે ઊલટાના ગાંધીજીને ઉપવાસનાં આરોગ્ય માટેના લાભ પણ જાણવા મળ્યા. તે પછી ડો. મહેતાના સૂચનથી ઉરુલીમાં ૧૯૪૬માં નિસર્ગોપચાર આશ્રમ સ્થાપ્યો. રવિશંકર મહારાજ, ઉછરંગરાય ઢેબર, શંકરરાવ દવે, પુ.લ.દેશપાંડે, આચાર્ય અત્રે, મોહનલાલ મહેતા ‘સોપાન’, કુંદનિકા કાપડિયા, મકરંદ દવે, અજિત શેઠ નામનાં શાસ્ત્રીય સંગીતના પ્રચારક, કૌમુદી મુનશી, સોનલ શુકલના પિતા મિનુ મઝુમદાર, પૂિર્ણમા પકવાસા, શેઠ નાનજી કાળિદાસ,રાજ કપૂર, લલિતા પવાર, ભકિત બર્વે એ તમામના જીવનમાં એક અનોખા અનુભવનું સામ્ય શું છે?

    આ તમામ લોકો ગાંધીજી સ્થાપિત નિસર્ગોપચાર આશ્રમમાં ઉપચાર લઈ ગયા છે. આરોગ્યની ચાવી આ બધાને મળેલી. એ ચાવી કયાં છે? ગાંધીજી કહેતા આરોગ્યની ચાવી તમારી કેડે જ છે! જોકે, ગાંધીજીને નિસર્ગોપચારની જાણ વહેલાસર ૧૯૧૩માં દ. આફ્રિકામાં પેટની તકલીફ વખતે થયેલી.

    પેટનું દર્દ એલોપથિક દવા થકી ન ગયું ત્યારે ડો.એડોલ્ફ જુસ્ટનું પુસ્તક ‘રિટર્ન યુ ધ નેચર’ તેમના હાથમાં આવ્યું. ત્યારથી તે કાચાપાકા નિસર્ગોપચારના ભકત બનેલા. કુદરતી ઉપચાર એટલે કે આ શરીર પંચમહાભૂત પૃથ્વી, વાયુ, આકાશ, જળ અને અગ્નિથી બન્યું છે. બીમાર પડેલો માણસ તે પંચતત્ત્વો થકી જ રોગ સારો કરી શકે છે. પૃથ્વી એટલે માટીનો પેટ ઉપર લેપ. વાયુ એટલે પવનસૂત હનુમાનની જેમ વાયુનું સેવન અને ખરાબ હવાથી દૂર રહેવું. આકાશ એટલે પેટમાં અવકાશ ઊભો કરવો-અવારનવાર ઉપવાસ કરવો.

    જળ એટલે કે પાણીના ઉપચારો કરવા. કટીસ્નાન વાષ્પસ્નાન દ્વારા પાણીને ઔષધ બનાવવું. અગ્નિ એટલે સૂર્યના કોમળ કિરણો સવારે લેવા તેમ જ હંમેશાં ભૂખથી ઓછંુ ખાઈને ક્ષુધાના અગ્નિને તેજ રાખવો. ભૂખથી સવાયું દોઢ બમણું-સ્વાદ ખાતર ખાઈને જઠરના અગ્નિને બુઝાવી ન દેવો બુઝાવ્યો હોય તો ઉપવાસ કરી ફરી અગ્નિ પેટાવો. આ સાદો ખર્ચ વગરનો ઇલાજ છે.

    ખરેખર તો ડિપોક્રેટસ જે એલોપથીનો પિતામહ ગણાય છે તે પ્રથમ નેચરોપેથ હતો. સ્કોટલેન્ડમાં થોમસ એલીસને ‘હાઈજેનિક મેડિસિન’નો વિચાર તરતો મૂકયો. કુદરતી આહાર,સૂર્યસ્નાન અને ખાસ કરીને તમાકુનું સેવન નહીં કરવાનો પ્રચાર કર્યો. પછી ૧૮૯૫માં જહોન શીલએ નેચરોપથી શબ્દ ઘડયો.

    તેને બેનેડીકટ લસ્ટ એ વ્યવસ્થિત બનાવ્યો. બેનેડીકટ લસ્ટને ફાધર ઓફ યુ.એસ.નેચરોપથી કહેવાય છે. જોકે, બેનેડીકટ લસ્ટ જળચિકિત્સાનો પ્રયોગ જર્મનીના ફાધર સેબાસ્ટિયન નીપ પાસેથી શીખેલા. જળોપચાર થકી રોગ સારા કરતા હતા. ઔષધમ જાહન્વી તોયં (કાંગાનું જળ જ ઔષધ છે) તે શબ્દપ્રયોગ તો તેનાથી જૂનો હતો. આજે મારી જેવા ઘણા ઊઠીને ઠંડા પાણીમાં કટીસ્નાન (ટબમાં કમર સુધીના પાણીમાં ૧૦ મિનિટ બેસીને પેટ-પીઠને શાંત કરવા) કરે છે.

    બેનેડીકટ લસ્ટે ૧૯૦૨માં ન્યૂ યોર્કમાં નેચરોપથિક સોસાયટી ઓફ અમેરિકા સ્થાપી. એ પછી છેક ૧૯૨૯માં પુણેમાં ડો.દિનશા મહેતાએ નેચર કયોર કિલનિકની સ્થાપના કરી. ભારતના પ્રથમ હેલ્થ મિનિસ્ટર રાજકુમારી અમ્રીત કૌર હતા તેણે દિનશા મહેતાની ટ્રીટમેન્ટ લીધેલી. પણ પછી કોંગ્રેસના આજના તમામ સત્તાભૂખ્યા લોકો એલોપથીનો ઉપચાર લે છે એટલું જ નહીં પણ વિદેશી ડ્રગ્ઝ કંપનીના દલાલ બનીને ન જોઈતી દવા ઘુસાડે છે. ભાવનગરની ઘરશાળામાં ભણેલા નિસર્ગોપચારપ્રેમી અને ઉધોગપતિ બિપીન પારેખ એલોપથીની દવા લેતા નથી.

    તેમને મેં પૂછ્યું ઉરુલીકાંચનનો આશ્રમ તો ભરપૂર રહે છે તો બીજા કયાં ઉપચારકેન્દ્રો છે? તેમણે વિનોબાના ભકત જગદીશ શાહનો પુત્ર ડો.ભરત શાહ જે વડોદરામાં વિનોબા ભાવે આશ્રમમાં (ગોત્રીજ) નિસર્ગોપચાર કેન્દ્ર ચલાવે છે તેનું નામ આપ્યું. એલોપથીની ટ્રીટમેન્ટ નાકામયાબ બને છે તે સોરીયાસીસ અને હ્યુમેટીઝમના દર્દી વડોદરામાંથી સાજા થઈને જાય છે, તેમ ડો. ભરત શાહે કહ્યું. ગોત્રીના આશ્રમમાં ૪૦ દર્દી છે અને વધુની જગ્યા નથી.

  4. Mukund Desai'MADAD' ડિસેમ્બર 13, 2009 પર 7:19 એ એમ (am)

    ખુબ સરસ. મે પણ એ બન્ને કેન્દ્ર્નો અનુભવ લીધો છે. પુના તો હુ ત્રણેક વખત જૈ આવ્યો છુ અને લાબી સારવાર લીધી છે. તેથી જ તો હુ ૭૫ વર્ષે એક્શીડ્ંટ થયો હોવા છતા ડાબે હાથે જાતે જ કોઇના આધાર વિના બધુ કામ કરી શકુ છુ. અને દુનિયા સાથે કોમ્પ્યુટરથી સમ્પર્કમા રહુ છુ.

  5. Patel Popatbhai ડિસેમ્બર 13, 2009 પર 7:50 એ એમ (am)

    Sri Jani Saheb, Pujya Pragnajubahen

    I read your artical, it is useful .

    In coment Pujya Pragnajubahen’s Artical very very informatic.

  6. Rekha Sindhal ડિસેમ્બર 13, 2009 પર 8:55 એ એમ (am)

    કચ્છના નિસર્ગોપચાર કેંન્દ્રમાં ખાસ કોઈ પ્રયત્ન વગર અને જરાય કષ્ટ વેઠ્યા વગર ખુબ આનંદપૂર્વક એક મહીનામાં મારું વજન 20 પાઉંડ ઉતર્યુ. અને બીજા લાભોમાં વાંકી વળેલી ડોક સીધી થઈ અને મુખ પરની કાળાશ (જે તાણને કારણે વધી ગયેલી) નોંધપાત્ર રીતે ઓછી થઈ. મગજ તાણમુક્ત થઈ શાંત થવા તરફ વળ્યુ. ઉપરાંત બ્લડપ્રેશર માં લાભ તો થયો જ છે અને શરીરમાં વધુ સ્ફૂર્તિ જણાય છે. આ અનુભવ તાજેતરનો જ છે.

  7. Rajni Gohil ડિસેમ્બર 13, 2009 પર 8:58 એ એમ (am)

    મારા પિતાજી અને મારી બહેન ડૉક્ટર હતા છતાં પણ પહેલેથી એલોપથીને હું બને ત્યાં સુધી ટાળતો જ રહ્યો છુ. અને આરોગ્યમય કહી શકાય તેવું જીવન (૬૨ વર્ષ) વીતાવી રહ્યો છુ.Positive Thinking has also helped me a lot. If we do not put trust first in the thing we are doing, we may not get the desired result.

    ૨૦૦૭માં ભારત ગયો ત્યારે કાર અકસ્માતમાં Hip, Shoulder and Neck injury ને લીધે મહીના કરતાં વધારે સમય પથારીમાંથી ઉઠવા સહાય વગર ઉઠી શકતો ન હતો. આ પરિસ્થિતિમાં સાલ હૉસ્પિટલમાથી બીજે દિવસે રજા મેળવી ઘરે ગયો હતો. હૉસ્પિટલમા બે pain killer અનેsaline bottle ની લીધી. બાકીની દવાઓ લેવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો. ભગવાનની મહેરબાની પણ ખરી જ. એના વગર કયા ડૉક્ટર રજા આપે?

    વાંચનનો શોખ ઘણો, તેમાં ગીદવાણીજીનું પુસ્તક હાથમાં અવી ગયું. અને તેમાંથી મેળવેલું જ્ઞાન આચારમાં મુક્યું તેથી વર્ષો જુની શરદી ગાયબ થઇ ગઇ. અને ઊંઘ પણ ઘણી સારી આવે છે. વગીદવાણીજીને લાખ લાખ નમસ્કાર.

  8. Bhupendrasinh Raol ડિસેમ્બર 13, 2009 પર 10:00 એ એમ (am)

    મને પોતાને કરોડ માં ઈન્જેકસન આપી ને એપેન્ડીક્સ નું ઓપરેશન કરેલું છે.મને પણ આવોજ દુખાવો થતો પણ.કરોડ ને લગતા આસનો યોગ માં બતાવ્યા છે,ખાસ તો ભુજંગાસન તે અને બીજી જરૂરી કસરતો કરવાથી કોઈ તકલીફ થતી નથી.લગભગ ૪૫૦૦ વરસ પહેલા યોગ અને આસનો પ્રચલિત થયા હતા એવું કહેવાય છે.ગ્રેટ હતા ને ગ્રેટ સદાય રહેવાના છે.મારા મોટા ભાઈશ્રી અગાશી માંથી પડી જવાથી કમર માંથી ત્રાંસા થઇ જવાના કારણે બિલકુલ નીંચા નમી શકતા નહતા. ચાલે ત્યારે ત્રાંસા ત્રાંસા ચાલવું પડતું.એક પગથીયું પણ ચડી શકતા નહિ.એમને હું ગાંધીનગર જીલ્લા ના રાંધેજા ગામે લઇ ગયેલો ત્યાં એક ભાઈ લાત મારતા હતા.એમની બે બાજુ કુલા પર બે લાતો ખાઈ ને તરતજ નીચા નમી ને પછી પંદર પગથીયા ચડી મહાદેવ ના દર્શન કરી સાજા થએલા.હું હજુ પણ મજાક કરુછુકે ભાઈ તમે લાતો માંગતા હતા.

  9. hardeep pathak ડિસેમ્બર 13, 2009 પર 10:04 એ એમ (am)

    you all inteligent personalities will be very thanks full for the giving us the value of naturopathy. but with all this i would like to suggest you all to put an address of naturopathy centers in various city. it will be very usefull like me. thanks.

  10. Capt. Narendra ડિસેમ્બર 13, 2009 પર 10:16 એ એમ (am)

    અાપના લેખમાં તથા વાચકોના પ્રતિભાવ દ્વાર ઘણી ઉપયોગી માહિતી મળી. સૌનો આભાર. સ્વ. શ્રી. ગિદવાણીજીના પુસ્તકનું નામ તથા તે ક્યાંથી મળી શકે તે કોઇ જણાવી શકે તો ઘણી મદદ થશે.

  11. Maheshchandra Naik ડિસેમ્બર 13, 2009 પર 11:16 એ એમ (am)

    I understand the sharing of your experience will be GREAT use to many of the readers like me, Thanks, Shri Sureshbhai,

  12. Maheshchandra Naik ડિસેમ્બર 13, 2009 પર 11:29 એ એમ (am)

    The information provided by shri Pragnajuben, is also very informative and Shri Mukundbhai Deasi has also share his experince is worth to know in detail, if in future if we can get detais of all such clinic with contact information, it will be great help to readers, Thanks shri Sureshbhai, Shri Pragnajuben, Shri Mukundbhai.

  13. Ullas Oza ડિસેમ્બર 13, 2009 પર 12:44 પી એમ(pm)

    માહીતીસભર લેખ માટે અભિનંદન. પ્રતિભાવો દ્વારા પણ ઘણુ જાણવા મળે છે. સૌનો આભાર.
    કુદરતી ઉપચારથી ઘણા ફાયદા થાય છે તે જાણવા છતા હજુ લોકો તેને અપનાવતા નથી.
    જ્યારે કોઈ ઈલાજ કામ નથી આવતા ત્યારે થાકીને નેચરોપથી તરફ વળે છે.
    આવા અનુભવો અને તેના પ્રચાર દ્વારા નેચરોપથીને આગવુ સ્થાન આપી શકાય.

  14. Ramesh Patel ડિસેમ્બર 13, 2009 પર 3:07 પી એમ(pm)

    shri sureshbhai

    અને કમરના એ જાલીમ દુખાવાને એના જીવનમાંથી કાયમી રુખસદ મળી ગઈ. આજે એ વાતને ચોવીસ વરસ વીતી ગયાં છે; પણ એ દુખાવાએ ફરી દેખા દીધી નથી.
    sachot upaay.

    આવો જ એક ઉપચાર સૌને ઉપીયોગી થાય માટે

    સ્વ અનુભવનો આપ સાથે વિમર્શ કરું

    nabhakashdeep.wordpress.com Invited and a request to visit.

    With regards
    Ramesh Patel(Aakashdeep)

  15. Ramesh Patel ડિસેમ્બર 13, 2009 પર 4:41 પી એમ(pm)

    nabhakashdeep.wordpress.com

    Invited by Aakashdeep

  16. dhavalrajgeera ડિસેમ્બર 13, 2009 પર 7:19 પી એમ(pm)

    Each medical specialitied and naturopathy too has limitation.
    Do not try such treatment when the spine or disc pathology is the cause of the back pain.

    Rajendra Trivedi,M.D.

  17. hanif malek ડિસેમ્બર 14, 2009 પર 12:40 એ એમ (am)

    માહીતીસભર લેખ માટે અભિનંદન. આભાર.

  18. Maulik Patel ડિસેમ્બર 14, 2009 પર 3:27 એ એમ (am)

    kindly provide me the name of GIDWANIJI’s BOOK

  19. સુરેશ ડિસેમ્બર 14, 2009 પર 11:59 એ એમ (am)

    સ્વ. શ્રી. ગીદવાણીજીના પુસ્તકની માહીતી –
    https://gadyasoor.wordpress.com/2009/12/14/naturopathy_book/

  20. hemant doshi ડિસેમ્બર 16, 2009 પર 1:31 પી એમ(pm)

    it good article.send this type of article to members
    thank you.

  21. Pingback: અફલાતુન તબીબ – ભાગ : 3 « ગદ્યસુર

  22. Pingback: અફલાતૂન તબીબ – ભાગ ૬ ….મેથીપાક | ગદ્યસુર

  23. Pingback: અફલાતૂન તબીબ, ભાગ -૭ – ઢીંચણનો દુખાવો | ગદ્યસુર

  24. Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

  25. pravinshastri જૂન 16, 2017 પર 8:24 પી એમ(pm)

    કાલે આ પોસ્ટ વાંચવાનો હતો પણ આજે જ વાંચી નાંખી. જે રીતે અસ્થમા કે ખાંસીના ઉપચારોનો કૌટુંબિક અનુભવ તેવો કમ્મરના દુખાવાનો ખાસ અનુભવ નથી. પત્નીને ઘણી ઘણી સર્જરીઓ થઈ છે અને હવે જાત જાતના દુખાવા છે. પ્રેડનીસોનની આડ અસર પણ ખરી જ. કોર્ટિઝનના શોટથી તાત્કાલિક રાહત રહે અને અસર પૂરી થતાં ફરી શોટ લેવા પડે. બસ એ જ રફતારમાં જીવન વહેતું રહે. અમે તો વર્ષોથી અહિ પડાવ નાંખીને પડ્યા છીએ. હવે પુસ્તક વાંચીને કે મૌખિક સલાહ લઈને જાત પર નિર્દોષ પ્રયોગો હરવાની પણ હામ અને રુચી રહી નથી.

    પ્રજ્ઞાબહેનની કોઈ પણ વિષયમાંની કોમેન્ટ ખૂબજ અભ્યાસપૂર્ણ અને માહિતી સભર હોય છે. આમાની કોમેન્ટ એક સ્વતંત્ર લેખ તરીકે મૂકી શકાય.

    • pragnaju મે 2, 2018 પર 4:56 પી એમ(pm)

      હવે તો દવા વગર મોટા દર્દ મટાડી શકાય છે !
      નીચેના પુસ્તક જરુર માણશો.તમે સુખી થશો બીજાને કરી શકશો

      Molecules of Emotion | Book by Candace B. Pert | Official Publisher …
      http://www.simonandschuster.com/books/Molecules-of-Emotion/…Pert/9780684846347
      Anatomy of an Illness as Perceived by the Patient – Google Books
      https://books.google.com › Health & Fitness › Healing
      Norman Cousin’s enormously influential best-selling book illustrates the concept at the heart of the holistic health principle: that the human mind is capable of promoting the body’s potential for healing itself even when faced with a seemingly hopeless medical predicament. Recounting his personal experiences of working in …
      Norman Cousins: 10 minute of laughter = 2h pain-free sleep – YouTube
      Video for norman cousins book anatomy of pain▶ 1:02

      Feb 9, 2015 – Uploaded by Sebastien Gendry
      http://www.LaughterOnlineUniversity.com – Discover a complete – and fun! – system of methods that unlocks the …
      (Brief) History of Norman Cousins – YouTube
      Video for norman cousins book anatomy of pain▶ 11:04

      Jun 27, 2016 – Uploaded by Laughter Online University
      Read more at http://www.laughteronlineuniversity.com/norman-cousins-a-laughterpain-case-study/ – Norman …

      Molecules of Emotion by Candace B. Pert – Why do we feel the way we feel? How do our thoughts and emotions affect our health? Are our bodies and minds distinct…

      Opioids Mechanism of Action, Addiction, Dependence and … – YouTube
      Video for youtube animated opioids▶ 3:24

      Oct 30, 2017 – Uploaded by Alila Medical Media
      Opioids (opiates, endorphins, morphine, fentanyl, heroin) action on brain; addiction, dependence and

  26. Pingback: અફલાતૂન તબીબ, ભાગ -૭ – ઢીંચણનો દુખાવો | સૂરસાધના

  27. મનસુખલાલ ગાંધી મે 2, 2018 પર 9:38 એ એમ (am)

    માહીતીસભર લેખ માટે અભિનંદન. આભાર.

    પ્રજ્ઞાબહેનની કોઈ પણ વિષયમાંની કોમેન્ટ ખૂબજ અભ્યાસપૂર્ણ અને માહિતી સભર હોય છે

  28. ગાંડાભાઈ વલ્લભ મે 2, 2018 પર 5:19 પી એમ(pm)

    ગીદવાણીજીના પંદર દીવસના કુદરતી ઉપચારના એક શીબીરમાં ભાગ લેવાનું સદ્ભાગ્ય મને ૧૯૮૭માં મળેલું. એમનું એક પુસ્તક પણ મારી પાસે છે. જો કે આ પછી આયુર્વેદમાં મને વધુ દીલચસ્પી છે, પણ કુદરતી ઉપચાર પણ અમુક બાબતોમાં બહુ અસરકારક હોવાનો અનુભવ છે.
    થોડા વખત પર બહુ જાણીતા એલોપથીના ડૉક્ટર હેગડેનો અભીપ્રાય વાંચવા મળ્યો, “એલોપથી માત્ર ૨% દર્દોમાં જ ઉપયોગી થઈ શકે છે.” કદાચ એમના કહેવાનો આશય કે ૨% શારીરીક સમસ્યામાં આપણે એલોપથીનો સહારો લેવો પડે.

  29. pareejat એપ્રિલ 10, 2019 પર 5:26 એ એમ (am)

    Khanpan Ni pareji vishe batavyu Nathi.. Te rite lekh adhuro che. To purepuri vaat bstavava vinanti

  30. pareejat એપ્રિલ 10, 2019 પર 5:26 એ એમ (am)

    Khanpan Ni pareji vishe batavyu Nathi.. Te rite lekh adhuro che. To purepuri vaat bstavava vinanti

  31. Pingback: ગિદવાણીજી,    Vishan Gidwani | ગુજરાતી પ્રતિભા પરિચય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: