ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 638,288 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Henry David Thoreau"To affect the quality of the day, that is the highest of arts."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- સ્વ. ડો. કનક રાવળ જૂન 6, 2022
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
pragnaju પર શીલા – ૩ | |
શીલા – ૩ | સૂર… પર શીલા – ૨ | |
શીલા – ૩ | સૂર… પર શીલા – ૧ | |
pragnaju પર શીલા – ૨ | |
શીલા – ૨ | સૂરસાધના પર શીલા – ૧ | |
Niravrave Blog પર શીલા – ૧ | |
pragnaju પર શીલા – ૧ | |
Valibhai Musa પર શીલા – ૧ | |
pragnaju પર ચિત્રકાર દાદીમા | |
gujratgaurav પર માતૃભક્ત મન્જિરો |
એક વાત માત્ર વિનોબા ભાવેના ભાઇ બાલકોબા ભાવે જે ગાંધીજીના નિસર્ગોપચાર આશ્રમને ગાંધીજીના મરણ પછી સંભાળતા તેની પાસેથી જાણવા મળી. ગાંધીજીના આશ્રમમાં જર્મનો, બ્રિટિશરો અને યુરોપિયનો આવતા. જર્મન કુમારી કેલેનબેકને ગાંધીજીએ માલિશ કરતાં શીખવેલું. સરદાર વલ્લભભાઇ પટેલને કોલાઇટીસ (મોટા આંતરડાનો સોજો-જૂનો મરડો) થયો ત્યારે ગાંધીજી તેમને વર્ધા નજીકના સેવાગ્રામ આશ્રમમાં લઇ આવેલા. કુદરતી ઉપચારથી થોડાક સાજા કરતાં જર્મનમિત્ર કેલેનબેક સેવાગ્રામમાં આવ્યા ત્યારે તે જલદીથી માંસાહાર છોડી ન શક્યા એટલે ગાંધીજી ત્યારે પ્રેક્ટિલ બનીને વર્ધાથી માંસ મગાવીને પછી તેને જમાડતા અને પછી ધીરે ધીરે માંસાહાર છોડાવ્યો.
રાજકુમારી અમૃત કૌરની ગાંધીજીએ સારવાર કરેલી. ડો. દિનશા મહેતાએ તે સમયના સ્વરાજ પહેલાંના ઘણા રાજકીય નેતાઓની કુદરતી ઉપચારથી સારવાર કરેલી તેની નામાવલિ જુઓ તો નવાઇ લાગશે. સર અને લેડી સ્ટેફર્ડ ક્રિટસને જૂની શરદી હતી, જયપ્રકાશ નારાયણની કિડની નબળી હતી.મોહમ્મદ અલી ઝીણાને જૂની શરદી અને દમનો રોગ દેખા દેતો હતો, ગુલઝારીલાલ નંદાને દમ હતો, નામદાર આગાખાનનાં માતુશ્રીને દમ હતો. આ તમામે નિસર્ગોપચારની સારવાર ડો. દિનશા મહેતા પાસે લીધેલી.ગાંધીજીએ સેવાગ્રામ (વર્ધા) આશ્રમમાં અહિંસક મધ માટે મધપૂડા રાખ્યા હતા. ઉરુલીકાંચન આશ્રમમાં અને બીજા નિસર્ગોપચાર આશ્રમમાં દર્દીને સવારે આદુંવાળું પાણી, લીંબુ અને મધ સૌપ્રથમ પાય. ગાંધીજી વર્ધામાં અહિંસક મધ વાપરતા.સરદાર પટેલનો જૂનો મરડો સેવાગ્રામમાં સારો ન થયો એટલે ૧૯૪૫માં સરદાર પટેલને પૂના ખાતે દિનશા મહેતાના નિસર્ગોપચાર કેન્દ્રમાં મોકલેલા. દિનશા મહેતાને ગાંધીજીએ પૂછ્યું, ‘બોલો તમારે માટે શું કરી શકું?’ તો દિનશા મહેતાએ કહ્યું, એક નેચર ક્યોર યુનિવર્સિટી સ્થાપીએ.એ સાંભળીને વલ્લભભાઇ પટેલ ભડક્યા. કહ્યું, ‘હજી સ્વરાજનાં ઠેકાણાં નથી ત્યાં નિસર્ગોપચારનું ડીંડવાણુ શું કામ કરો છો.’ ગાંધીજીએ આવી યુનિ. ન સ્થાપી પણ પછી ઉરુલીકાંચનમાં નિસર્ગોપચાર આશ્રમ સ્થાપ્યો. શરૂમા ત્યાં ૧૨-૧૩ દર્દી હતા. આજે ૧૩૦થી વધુ દર્દી છે અને લાંબું વેઇટિંગ લિસ્ટ છે.પૂનાથી ૧૮ માઇલ દૂર ને બસરસ્તે ઉરુલી ગામ આવેલું છે. ટ્રેનમા દૌંડ-મનમાડ એકસપ્રેસમાં ઉરુલીકાંચન સ્ટેશને ઊતરી શકાય છે. ગ્વાલિયરના મહારાજાએ આશ્રમમાં રૂ. ૫૦૦૦નું દાન કરેલું. મણિભાઇ દેસાઇ આશ્રમના વ્યવસ્થાપક બન્યા. આશ્રમ માટે ગીરની અસલી ઓલાદની ગાયો લાવવામાં આવેલી.આશ્રમની એક ગાયે ૫૦ રતલ દૂધ એક દિવસમાં આપ્યું તે બદલ આશ્રમની ગૌશાળાને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળેલો. શેઠ નાનજી કાળીદાસથી માંડીને સૌરાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉછરગરાય ઢેબર, કવિ મકરંદ દવે અને મુંબઇની વી.જે.ટી.આઇ. નામની કોલેજના પ્રોફેસર ડો. ન્યાયાધીશ અહીં સારવાર લઇ ગયા છે. .જે.ટી.આઇ.ના પ્રોફેસરને કિડનીમાં પથરી હતી તે કુદરતી ઉપચારથી સારી થઇ ગઇ.ઉરુલીકાંચનના આશ્રમને પગલે પગલે દેશમાં ઘણાં નિસર્ગોપચાર કેન્દ્રો થઇ ગયાં છે. સુરતમાં તો ડાયાબિટીસની બોલબાલાએ અને એલોપથીના ઉપચારમાં નિરાશ થયેલાઓ મોક્ષ નિસર્ગોપચાર કેન્દ્રમાં (બોમ્બે માર્કેટ – આડતિયાવાસ) ડો. અમર જૈન પાસે ઉપચાર લે છે.ડાયાબિટીસમાં રાહત થાય છે. ડો. એમ. એમ. ભમગરા આજે બીજા પારસી નિસર્ગોપચારક (ડો દિનશા મહેતા પારસી હતા) છે, જેણે નિસર્ગોપચારની ધૂણી ધખાવી છે. કચ્છમાં બે નિસર્ગોપચારક કેન્દ્રો છે. ભારતમાં જેણે જેણે નિસર્ગોપચારનો આશરો લીધો છે તે ગાંધીજીના ઋણી છેજિંદગી મેગેજીન ખરીદવા માટે વાર્ષિક લવાજમ ભરો…
વાર્ષિક લવાજમ પેટે રૂ. ૩૫૦નો, DB Corp. Ltd. (Magazine Division)ના નામનો ચેક મોકલવા નીચે આપેલા ફોન નંબરનો સંપર્ક કરો:
અમદાવાદ: જય કુમાવત (૯૬૦૧૬૦૨૬૮૯) અશ્વિન સુતરિયા (૯૮૯૮૪૫૦૩૨૧) મુંબઇ : રાજારામ (૯૯૨૦૨૨૨૧૩૧)
Thank you for Information. it is my unrealistic dream to open nature cure here. I know it may come true if I put 100% effort but I can not. my limitation is – I do not care about my dreams.
માહિતી માટે સુરેશભાઈ અને પ્રજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર.
Here I did not find any content of the book itself. Little more information about નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિ is needed. Also more info about order form and pay by visa etc… about buying this book is needed.
દરેક આરોગ્ય પદ્ધતિની થોડી મર્યાદા હોય છે. કોઇ પણ પદ્ધતિનો ઉપયોગ કરતાં પહેલાં આ મર્યાદા જાણી લેવી હિતાવહ છે. તેમ જ આંધળો વિશ્વાસ ન મુકવો.
વર્ષો પહેલાં એક પરિચિતના 30 વર્ષના યુવાન પુત્રને કમળો થયો. તેઓ પણ નિસર્ગોપચારના પ્રેમી હતા. કાળી માટી પેટ પર બાંધવી વિ. પ્રયોગો કર્યા. રોગ કાબુમાં ના આવ્યો. થાકીને છેલ્લા દિવસે દવાખાને લઇ ગયા. પછી ડૉ. પણ શું કરે ? બે માસૂમ બાળકીઓની યુવાન મા વિધવા બની.
(ઈશ્વર કૃપાએ આજે એક બાળકી ડૉક્ટર અને એક એંજિનીયર છે.)
સામાન્ય રીતે લોકો હેપેટાઇટીસ – બી અને સાદા કમળા વચ્ચેનો ભેદ સમજી શકતાં નથી. હેપેટાઇટીસ – બી એ કમળાનો જ એક ભાગ છે જે થવાનું કારણ વપરાયેલી સિરિંજ અને અસુરિક્ષિત યૌન સંબંધો પણ હોઇ શકે છે. જનરલ ફિઝિશિયન ડો. રૂબિન શાહના જણાવ્યા મુજબ કમળો થવાનાં અનેક કારણો હોય છે. સામાન્ય રીતે જે કમળો થાય છે તે હેપેટાઇટીસ એ અને ઇ છે જયારે હેપેટાઇટીસ – બી અને સી વધારે હાનિકારક હોય છે જે કમળાનો જ ભાગ છે.
કમળો પાણીની ખરાબીને કારણે જ થાય છે. એમાં પણ પીવાનું પાણી અને ડ્રેનેજ લાઇન ભેગી થતી હોય ત્યારે કમળાની શકયતાઓ વધી જાય છે. કમળાનાં લક્ષણોમાં આંખ પીળી થવી,ભૂખ ઓછી લાગવી, ઉપકા આવવા, પેટમાં દુ:ખાવો થવો વગેરેનો સમાવેશ થાય છે. અને તે મોટા ભાગે પાણીજન્ય બીમારી છે.
જયારે લીવર સ્પેશ્યાલિસ્ટ ડો. પ્રશાંત બૂચે જણાવ્યું હતું કે, બીલીરૂબિન નામનો પદાર્થ જયારે શરીરમાં વધે છે ત્યારે કમળો થાય છે. કમળાના ઘણાં કારણો હોઇ શકે જેમ…
અને નિસર્ગોપચારના પ્રેમી નાજેવા કેસમા ાનુભવી નેચરોપથ તેમા વધુ સારા પરિણામ લાવી શકે છે
નિસર્ગોપચાર ખરેખર સરસ છે કેમકે એથી રોગમાં ફાયદો ન થાય તો પણ નુકશાન તો નથી જ થતું.
બાકી બધા કેસમાં તે ઉપયોગી નથી બની શકતું. એની અનેક મર્યાદાઓ છે. અમુક રોગમાં એ અસરકારક સાબિત થાય છે. બધામાં નહીં જ… ઉત્તમ નિસર્ગોપચારકને પોતે પણ અમુક સંજોગોમાં એલોપેથીનો આશરો લેવો જ પડે છે.
Pingback: ગિદવાણીજી, Vishan Gidwani | ગુજરાતી પ્રતિભા પરિચય