“હું તમારો સાચો મીત્ર છું.
હું કહીશ તેમ જ તમે કરશો.
મારાં એકે એક સલાહ અને સુચનનો
તમે પુરી રીતે અમલ કરશો.
હું કહીશ કે ગરમી છે, તો તમે ગરમી અનુભવશો;
અને ઠંડી કહીશ તો ઠંડી… “
કોઈ એમ.ડી. થયેલો ડોક્ટર પણ આમ કહે, તો તમે માની જશો?
હા! કે ના?
હા હતી …. એમ જ હતું.
———–
1975ના શીયાળાની સાંજની ગુલાબી ઠંડીમાં અમારી કોલોનીના ક્લબના મેદાન પર આબાલવૃદ્ધ બસોએક માણસો ભેગા થયા હતા. અમદાવાદની વી. એસ. હોસ્પીટલના ડો. વૈષ્ણવ અને તેમના ત્રણેક મદદનીશો અમારી ક્લબનું આમંત્રણ સ્વીકારી, વીનામુલ્યે (!) હીપ્નોટીઝમના પ્રયોગો બતાવવા આવ્યા હતા. અમારી કમ્પનીના ડોક્ટર શ્રી. લલીતભાઈ દોશીએ આ ગોઠવણ કરી આપી હતી.
હીપ્નોટીઝમ વીશે પ્રારંભીક જાણકારી આપી, તેમણે પ્રેક્ષકોમાંથી સ્વયંસેવકોને મંચ પર સમ્મોહીત થવા બોલાવ્યા. લગભગ પંદરેક ઉત્સાહી ભાઈ બહેનો મંચ પર આવી ગયા. એમાં એક કીશોર અને કીશોરી પણ હતાં.
ડોક્ટરે પ્રારંભીક પુછપરછ કરી; નીચેની માહીતી મેળવી લીધી –
ક – ઠંડીની બહુ અસર થાય છે.
ખ – ગરમીની બહુ અસર થાય છે.
ગ – ખમીસ કાઢવું પડે, તે ડરથી કમ્પનીના પુલમાં તરવા નથી જતો.
ઘ – હમણાં થોડાક સમયથી સીગરેટ પીવાનું શરુ કર્યું છે.
—-
ત્યાર બાદ તેમણે જણાવ્યું કે. “તમે મારાથી સમ્મોહીત થવા પુર્ણ રીતે તૈયાર હો, તો જ હું તમને સમ્મોહીત કરી શકીશ. તમારા પુરેપુરા સહકાર વગર આ પ્રયોગ સફળ ન જ થઈ શકે. સાથે એટલું પણ કહીશ કે, આ પ્રયોગથી તમને કશું જ નુકશાન થવાનું નથી. ઉલટાનું તમારું મગજ વધુ શીસ્તબધ્ધ બનશે.
પણ કોઈ અજાણી વ્યક્તી, જેમનામાં તમે વીશ્વાસ ન ધરાવતા હો, તેને આવો સહકાર આપવો તમને અત્યંત હાનીકારક બની શકે છે. આવી વ્યક્તીને તમે તમારા મન પર સમ્પુર્ણ નીયંત્રણ કરવાની છુટ આપશો; તો તેનો તે ગેરઉપયોગ કરી શકે છે. અને તે કેટલી હદ સુધી; તેનો આછો પાતળો ખ્યાલ આ પ્રયોગો બાદ તમારા વાલી કે સગાંઓને આવી જશે. સમ્મોહીત બન્યા બાદ તમે શું શું કર્યું , તે તેમની પાસેથી જાણશો તો તમે અવાચક બની જશો. જો તમારામાંથી કોઈ આ વાત જાણી મને સહકાર આપવા તૈયાર ન હોય; તો પાછા પ્રેક્ષકોની વચ્ચે જઈ શકે છે.”
પછી તેમણે પ્રેક્ષકોને સંબોધીને કહ્યું,” આ સુચના તમારે પણ ધ્યાનમાં રાખવાની છે. આ પ્રયોગો એકદમ વૈજ્ઞાનીક ધોરણે કરવામાં આવશે. એનાથી માનસશાસ્ત્રના આ અમોઘ શસ્ત્રનો તમને પ્રારંભીક ખ્યાલ આપશે. અમે આનો ઉપયોગ માદક દવાઓ અને નશાકારક ચીજોની ચુંગાલમાં સપડાયેલ વ્યક્તીઓને તે છોડાવવા માટે કરીએ છીએ. પણ આ વીદ્યા ગુનાના હેતુ માટે પણ વાપરી શકાય છે. આ જાણ તમને થાય; તે પણ અમારો હેતુ છે. આ પંદર જણ સમ્મોહીત ન થાય ત્યાં સુધી પ્રેક્ષકોને વીનંતી છે કે, સમ્પુર્ણ શાંતી જાળવવાની છે – મંચ પર ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય, એટલી શાંતી. “
બધાંએ તાળીઓના ગડગડાટથી ડો વૈષ્ણવને વધાવી લીધા.
ત્યાર બાદ તેમણે મંચ પરના સ્વયંસેવકોને સુચનાઓ આપવી શરુ કરી.
“ તમે સખત થાકી ગયા છો. તમારા અંગે અંગ આરામ માંગી રહ્યાં છે. ચલો હું તમને મીઠી ઉંઘ અપાવી દઉં.
મીઠી ઉંઘ.. સરસ મજાની મીઠી ઉંઘ..
મીઠી ઉંઘ.. મીઠી ઉંઘ..
હવે તમારી આંખો ઘેરાવા લાગી છે. પોપચાં પડું પડું થઈ રહ્યાં છે.
મીઠી ઉંઘ.. મીઠી ઉંઘ.. સરસ મજાની મીઠી ઉંઘ..
તમારી આંખો ખુલ્લી હશે તો પણ તમે સુઈ શકશો.
મીઠી ઉંઘ.. સરસ મજાની મીઠી ઉંઘ..”
અને આમ ને આમ દસેક મીનીટ સુધી ઘેરા, માદક અને મીઠા અવાજમાં સુચનાઓ ચાલુ જ રહી. ધીમે ધીમે અવાજ ઉંડો ઉતરતો ગયો. આછો થતો ગયો. સ્ટેજ પરની ડીમર કન્ટ્રોલવાળી લાઈટ (તે જમાના માટે તો તે પણ નવાઈ હતી.) ઝાંખી ને ઝાંખી થતી ગઈ.
એક પછી એક બધાં ડોલવા લાગ્યાં. જેમ જેમ તેઓ સાંજના સમયની આ બનાવટી નીંદરમાં પોઢવા લાગ્યાં; તેમ તેમ ડોક્ટર વૈષ્ણવના મદદનીશો તેમને મંચ પર પાથરેલી ગાદીઓમાં સુવાડવા લાગ્યા.
પંદરમાંથી એક બે જણ જ એવા નીકળ્યા કે, જેમની ઉપર આ કશું કારગત ન નીવડ્યું. તેમને મંચની નીચે ઉતારી દીધા.
બે એક મીનીટ સાવ મૌન અને સાવ અંધારું. પછી ફુલ લાઈટ ચાલુ થઈ ગઈ.
ડોક્ટર વૈષ્ણવ બોલ્યા.” હું તમારો સૌથી સાચો અને જીગરી મીત્ર છું. ચાલો હવે હું કહીશ તેમ જ તમે કરશો. હું કહીશ કે તમે ઉભા થાઓ , તો તમે ઉભા થઈ જશો. હું કહીશ કે તમે બધા બેસી જાઓ , તો તમે બેસી જશો. ચાલો બધાએ ઉભા થઈ જવાનું છે – સહેજ પણ પડ્યા વગર. એકદમ ટટ્ટાર. “
અને બધા સફાળા બેઠા થઈ, ઉભા થઈ ગયા.
અને પછી તો જાતજાતના ખેલ આ સરકસ પાસે તેમણે કરાવ્યા.
‘ક’ નો વારો આવ્યો.
ડોક્ટર વૈષ્ણવ – “ અહીં સખત ઠંડી પડે છે. ઉત્તર ધ્રુવ પર પડે તેટલી ઠંડી. તમે સખત કાંપી રહ્યા છો. તમારાથી આ ઠંડી સહન થઈ શકતી નથી.“
અને અમદાવાદની એ આછી પાતળી ઠંડી સાંજમાં એ ભાઈ થરથર કાંપવા માંડ્યા. ગાદી પર સુવાડી, બીજી ગાદી ઓઢાડી , છતાં પણ તેમને ટાઢ ઓછી થતી ન હતી.
ડોક્ટર વૈષ્ણવ – “ હવે તમને આગના બળબળતા તાપણા પાસે લઈ જાઉં છું. હવે કોઈ ઠંડી નથી. તમને ખમીસ કાઢવાનું મન થઈ જશે.“
આમ કહીને તેઓ એ ભાઈને એક પેડેસ્ટલ પંખા પાસે લઈ ગયા. પંખાની સામે ટેબલ પર બરફની લાદી મુકેલી હતી. અને ખરેખર એ ભાઈ પસીને રેબઝેબ હતા. પ્રેક્ષકોમાંથી એક જણને આની ખાતરી કરવા મંચ પર પણ બોલાવ્યા. પેલા ભાઈએ તો ખરેખર પોતાનું ખમીસ પણ કાઢી નાંખ્યું!
આનાથી ઉંધો પ્રયોગ ‘ખ’ પર કરવામાં આવ્યો અને તે બહેને બળબળતી સગડી સામે ઓઢવા માટે ગરમ ચોરસો માંગ્યો અને થરથરતાં ઓઢી પણ લીધો !
‘ગ’ નો વારો આવ્યો અને તેને કહ્યું ,”ચાલ દોસ્ત! તરવા જઈએ. બહુ મજા આવશે – ઠંડા પાણીમાં તરવાની મજા. ખરું ને! “
પેલાએ તરત ડોકું ધુણાવ્યું !
ડોક્ટર વૈષ્ણવવ – “ લે કર વાત ! આમ ખમીસ પહેરીને તો કાંઈ તરાતું હશે? ભીનું થઈ જશે . ચાલ ખમીસ કાઢી નાંખ.“
અને પુલમાં પણ ખમીસ ન કાઢનાર એ જણ મંચ પર ખુલ્લી છાતીએ ઉભો રહ્યો. અમારી તરફ ફરીને ડોક્ટર વૈષ્ણવ હસીને બોલ્યા,” જો આને ચડ્ડી કાઢી નાંખવાનું કહું , તો તેમ પણ તે કરે !”
અમે બધા તો સ્તબ્ધ બની ગયા.
આ દરમીયાન બીજા મીત્રો વધારે ગાઢી તંદ્રામાં પડવા માંડ્યા હતા.
એક ભાઈને આગળ કરીને ડોક્ટર વૈષ્ણવ બોલ્યા ,” તમારો ડાબો હાથ સાવ જુઠો પડી ગયો છે. કોણીએથી તે છેક આંગળીના ટેરવા સુધી.“ પોતાનો હાથ તેના હાથ પર પસારતા જાય અને આમ બોલતા જાય.
થોડીક વારે તેમણે ડોક્ટર દોશીને મંચ પર બોલાવ્યા અને તે ભાઈના કોણી ઉપરના ભાગમાં ઈન્જેકશનની સોય નાંખી થોડેક દુરથી બહાર કાઢવાનું કહ્યું. દોશી સાહેબ થોડા ખચકાયા; પણ પહેલેથી તેમને પેટી લાવવાનું કહેલું હતું; એટલે તેમણે આમ કર્યું. અને ઓલ્યા ભાઈ તો જડભરતની કાની ઉભા જ રહ્યા. એક પણ ઉંહકારો નહીં!
પછી એ ભાઈનો જમણો હાથ પોતાના હાથમાં લઈ, ડોક્ટર વૈષ્ણવ બોલ્યા,” અને તમારો આ હાથ એકદમ સંવેદનશીલ બની ગયો છે. જાણે કે. તેની ચામડી ઉતરડાઈ ગઈ હોય – તેટલો સંવેદનશીલ. હું તેને સહેજ અડીશ તો પણ તમારાથી નહીં ખમાય. તમે ચીસ પાડી ઉઠશો. “
આમ બે ત્રણ વાર કહી, તેમણે જમણા હાથ પર માઈકનો સહેજ જ સ્પર્શ કરાવ્યો. અને એ હાથ એકદમ ઝાટકા સાથે એ ભાઈએ દુર કરી દીધો.
આખું ઓડીયન્સ…તાળીઓના ગડગડાટ …
—————
બીજો અને આનાથી પણ વધારે હેરત પહોંચાડે તેવો ભાગ
– આવતા અઠવાડીયે…
Like this:
Like Loading...
Related
Thank god, this time i was able to connect to this site, otherwise most of the time, I can not open wordpress and gadyasoor. Absolutely amazing experience conveyed with equal intensity. Anxiously awaiting next part.
This proves that hapiness, pain, feeling etc, are more of mental than physical.
સંમોહન વિદ્યા સંપૂર્ણતયા વૈજ્ઞાનિક છે. પણ તેમાં તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને સંમોહિત ના કરી શકે એ ખાસ ધ્યાનમાં લેવું રહ્યું. મન મજબૂત તો સબા સલામત.
થોડા વખત પહેલાં ઓપરા વીન્ફ્રીના શોમાં અહીંના એક પ્રખ્યાત ડોક્ટરે હીપ્નોટીઝમ દ્વારા પૂર્વજન્મ સુધીની માહીતીઓની બોલાવડાવી તેની વીડીયો ફિલ્મ બતાવી દર્દીઓને હેરત પમાડેલા. ગયા ભવની અસરના કારણે એક સ્ત્રી આ ભવમાં બાળકોથી દૂર જ રહેતી અને તેને એકે ય સંતાન પણ નહોતું. પૂર્વભવના એક આગના અકસ્માતમા તે તેના બાળકોથી મૃત્યુ થકી છૂટી પડી ગઈ હતી. આથી થયેલી વેદનાનો તેને ડર પેસી ગયેલ આથી બાળકોની નજીક જતાં જ એમને ગુમાવી દેવાનો ડર બળવતર થઈ જતો અને તે બાળકોથી દૂર જ રહેતી. તેને બાળક ન થવા પાછળ પણ આ કારણ જ હતુ. જેનો અચંબો પમાડે તેવો વિડિયો ટી.વી. પર બતાવેલ.
email from Shri Bharat Pandya, Bhavnagarr
There is something called Sypathetic nerve systen which prevent you to do things you do now want to do.One can be hypnotised oonly if he agrees, and no one can make you do things you do not want to.It will work only if you let it .
Email from Shri Devang Vibhakar ( Speak Bindas) –
We interviewed Sandeep K. Maniaar who is a hypnotist. Check it out at:
http://www.speakbindas.com/sandeep-k-maniaar-eft-practitioner-hypnotherapist-from-gujarat/
he also does past life regression. these days on NDTV imagine, there is this program on the same theme. People are liking it.
🙂
This Dr vaishnav should be Dr Mrugesh vaishnav.
it very old art.they do lot of practis.
hemant doshi
હમણાં NDTV Imagine પર એક રીયાલીટી શો ચાલુ થયો છે જેમાં તમને તમારા પાછલા જનમ માં લઇ જાય છે એમાં પણ આવું hypnotize જ કરે છે.. જો કે હું એમાં માનતો નથી… એ શો ની એક લીંક…
હીપ્નોટીઝમ અને માનવ મગજ અને તમારું મનોબળ
આ સર્વે આ વિભાગના સાયન્ટીફીક ઉપયોગ મદદગાર
થઈ શકે,પ્રાચીન વિદ્યાનો જિવંત સાક્ષાત્કાર,
આપના અનુભવની એક મજાની કડી.અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
i too had seen such hypnotism programmes in the year 1970 at bombay by hymnotist dr. murshi..it was also so much interesting. thanks for giving us sweet memories of that teens age..
i have also eक्ष्perienced this in jamnagar by dr. kantariya… many years back( in 1975 )
શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આત્મવૃત્તાંતમા આ અંગે જાણકારી મળે છે.તેઓ વેદાંતના પ્રખર અભ્યાસી હતા એમ મનાય છે કે, ખુદ વિવેકાનંદ પણ સ્વર્ગસ્થ મણિભાઈના વેદાંત અંગેના ચિંતન-લેખનથી પ્રભાવિત થયા હતા. વેદાંતના પ્રખર અભ્યાસી મણિલાલ ધર્મ, રાજયોગ, થિયોસોફી તથા ગૂઢવિદ્યાના ઊંડા અભ્યાસી હતા.
આજથી સો વર્ષ પૂર્વે અજ્ઞાાનયાત્રીએ રહસ્યમય લાગતા કેટલાક વિષયોનો જાત-અભ્યાસ કર્યો હતો. ગૂઢવિદ્યાના અભ્યાસીને એ જાણીને આશ્ચર્ય થશે કે, મણિલાલને ‘રોઝીકુશિયન’ જેવા ગુપ્ત પંથના ગૂઢ રહસ્યોમાં ઊંડો રસ હતો. તેમણે ‘મેસ્મેરિઝમ’નાં રહસ્યો સમજવા કેવા પ્રયોગો કર્યા હતા તેની વિગતો આત્મવૃત્તાંતમાંથી પ્રાપ્ત થાય છે. આ રસપ્રદ વિગતો તરફ નજર કરવા જેવી છે.
મણિલાલ ‘ગુજરાત સોશિયલ યુનિયન’ નામની મંડળીના સભ્ય હતા. મુંબઈના ગુજરાતી ‘ગ્રેજ્યુએટ’થી ભરેલી આ મંડળીમાં મુખ્યત્વે સામાજિક પ્રશ્નોની ચર્ચાની ઔષધિ વગર માત્ર હાથ પસાર કરીને બીજાને બેશુદ્ધ કરી નાખવાની ઘટના મણિલાલના ર્તાિકક મગજમાં એકદમ શી રીતે ઊતરે ? મણિલાલે એમ માન્યું કે, ‘મેસ્મેરિઝમ’નો પ્રયોગ કરનાર અને પ્રયોગપાત્ર બંને મળતિયા હોવા જોઈએ. બંનેએ સાથે મળીને પ્રેક્ષકોને ‘ઉલ્લુ’ બનાવ્યા હશે !
મણિલાલની ધારણા એક શક્યતા હોવા છતાં લાંબી ટકી નહીં. ‘મેસ્મેરિઝમ’નો પ્રયોગ કરનારે ખુદ મણિલાલને ‘મેસ્મેરિઝમ’ કરવાની રીત શીખવી. મણિલાલે આ અંગે લખેલી વિગત સૂચક છે તો આત્મવૃત્તાંતમાં લખે છે કે, ‘તેણે મને એ જ વિદ્યા શીખવી. મેં મારી મેળે પણ એ સંબંધના ઘણા ગ્રંથ વાંચવા માંડયા અને સારી માહિતી મેળવી. આ વિદ્યાની અજમાયશમાં ખરા પરિણામ જોવા માટે અજમાવનારની યોગ્યતા કરતાં પણ જેના પર અજમાવવાનું હોય તે વધારે યોગ્યતાવાળું હોવું જોઈએ. કાકતાલીય એવું બન્યું કે, આવી સર્વ યોગ્યતાયુક્ત મને તો મારા ચતુરભાઈ જ માલૂમ પડયા ને મેં તેમના પર પ્રયોગ ચલાવવા માંડયા. તેની પૂર્ણ બેશુદ્ધિ, તેણે કરેલી ગુપ્ત વાતો, તે ના જાણતો હોય તેવા લખેલા કાગળિયાની બીના પણ કહેવી, મુઠ્ઠીમાં ઘાલેલી જણસો ઓળખવી, દૂર દેશના તેમ જ ભવિષ્યના પણ વૃત્તાંત કહેવા વગેરે વિવિધ ચમત્કાર મેં મુંબઈમાં હજારો મિત્ર સંબંધીઓને વારે વારે બતાવ્યા છે તથા તે પંડે તો ઘણું બારીક અવલોકન કરી એ બાબતોના ઘણા નિર્ણય કર્યા છે.’
‘મેસ્મેરિઝમ’ના પ્રયોગોમાં મણિલાલને થયેલા મનની ચમત્કારિક શક્તિના અનુભવોની સાથે આઘાતજનક અનુભવોનો ખ્યાલ પણ રાખવા જેવો છે. આ અંગે તે લખે છે, ‘મને યોગશાસ્ત્ર ભણવાનો પણ શોખ વધ્યો ને સમાધિ પર્યંતના નિશ્ચય મેસ્મેરિઝમ દ્વારા કાઢવાનો મેં નિશ્ચય કરી એકાંતમાં ચતુરભાઈને લઈ અભ્યાસ અજમાયશ કરવા ધાર્યા, પણ ચતુરભાઈને ‘મેસ્મેરિઝમ’ ચઢતાંની જ સાથે વિલક્ષણ અવસ્થાઓ થવા લાગી. તે કોઈ ભૂત, પ્રેત કે મહાત્મા સાથે વાતો કરતા હોય તેમ કરવા લાગ્યા. તેને પૂછી પૂછીને જવાબ દેવા લાગ્યા. તેમાં માનું, નહીં માનું, નહીં કહું વગેરે આડાઈ થવા લાગી ને આખરે ‘ઓરે ! મને ખાઈ જશે. હાય હાય જગાડો’ એવી બૂમો મારવા માંડી ને છેક મને મારી નાખવા આવતા હોય તેમ સામા થવા માંડયું.’ મણિલાલે ચતુરભાઈ ઉપર કરેલા આ પ્રયોગો અંતે તોફાની બનવાથી તેમણે ‘મેસ્મેરિઝમ’ના પ્રયોગો બંધ કર્યા.
‘મેસ્મેરિઝમ’ના દેખીતી રીતે માઠાં લાગતાં પરિણામો વિશે વિચારનાર મણિલાલ પોતાની શંકાઓનું સમાધાન કરવા થિયોસોફીમાં રસ લેતા થયા. તે માદામ બ્લેવેત્સ્કી અને કર્નલ ઓલકોટના લખાણોના પરિચયમાં આવ્યાં. સંબંધ આગળ વધ્યો. મણિલાલ ઓલકોટને ‘મેસ્મેરિઝમ’ અંગેના તોફાની અનુભવો વિશેની શંકાઓ અંગે વિસ્તારથી લખ્યું. ઓલકોટ મુંબઈ આવ્યા ત્યારે મણિલાલ તેમને મળ્યા. મણિલાલની ‘મેસ્મેરિઝમ’ અંગેની કુશળતા જોઈ ઓલકોટ પ્રસન્ન થયા. તેમણે એક દુર્લભ ગ્રંથ મણિલાલને આપ્યો હતો.
મણિલાલે ‘મેસ્મેરિઝમ’ના પ્રયોગો ૧૮૮૭ પછી કર્યા હોવાનું મનાય છે.કવિ ફૂલચંદ ઝવેરભાઈ શાહ જેવા તેમના સમકાલીનના મંતવ્ય મુજબ ૧૮૯૫માં મણિલાલ નિવૃત્ત થયા. તે પછી તેઓ નડિયાદ ગયા. તે પછી તેમણે ફરી પ્રયોગો શરૃ કર્યા. મણિલાલે કરેલા પ્રયોગો અને અભ્યાસના આધારે ‘પ્રાણ વિનિમય’ નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તક ‘મેસ્મેરિઝમ’ને સમજાવવા માટે લખ્યું હતું. તે સમયમાં આ પુસ્તક લોકપ્રિય બન્યું. તેની બે આવૃત્તિઓ થઈ. તે પછી છપાવાનું બંધ કર્યું. કેટલાક લોકો આ વિદ્યાનો ખોટો ઉપયોગ કરે છે તેથી તેમણે પ્રસિદ્ધિ બંધ કરી હોવાનું મનાય છે.
મેસ્મર નામના ચિકિત્સકે આ વિદ્યા પોતાના દર્દીઓ ઉપર અજમાવી હોવાથી તેનું નામ ‘મેસ્મેરિઝમ’ પડયું હતુ.ં આ વિષય અંગેના ખ્યાલો સમય જતા બદલાતા રહ્યા છે. છતાં તેનો ચિકિત્સાક્ષેત્રે ઉપયોગ થતો રહ્યો છે. સમય જતા ‘મેસ્મેરિઝમ’ શબ્દના સ્થાને ‘હિપ્નોટિઝમ’ (હિપ્નોસીસ) શબ્દ પ્રચલિત બન્યો છે. સંમોહન વિદ્યાનો ઉપયોગ મનોવિજ્ઞાાનના ક્ષેત્રે થાય છે. મનોચિકિત્સાના ક્ષેત્રે મનના ઉપચારમાં ‘હિપ્નોએનાલિસિસ’નો ઉપયોગ થાય છે.
સંમોહન ક્રિયા (હિપ્નોસીસ)માં ઔષધનો ઉપયોગ પણ થાય છે. છતાં મુખ્યત્વે કરીને મનો-શારીરિક પ્રક્રિયા વધારે વપરાય છે. કોઈ પણ વિદ્યાની જેમ સંમોહનનો ઉપયોગ અનૈતિક કાર્યો માટે થઈ શકે છે. યુદ્ધ અને જાસૂસીના ક્ષેત્રે થતો સ્વાર્થી ઉપયોગ પૂર્વે ખાનગી રાહે થતો હતો. તે અંગેની ખાનગી વિગતો પ્રગટ થઈ ગઈ છે છતાં તેના કેટલાંક રહસ્યો અકબંધ રહ્યાની શક્યતા અવગણી શકાય નહીં. પાખંડી ધર્મગુરુઓ કે તાંત્રિક દ્વારા થતો સંમોહનનો ઉપયોગ કે દુરુપયોગ કોઈ વાર પ્રસિદ્ધિ પામતો હોય છે.
મેસ્મેરિઝમ તથા સંમોહન (હિપ્નોસીસ)ના વૈજ્ઞાાનિક અભ્યાસના લીધે તેની સમજમાં માનવીના મનોશારીરિક પાસાંનો સમાવેશ નોંધપાત્ર રીતે થયો છે.
In west this is over 300+years but it has been recorded in Ramayan and Mahabharat.
Mayo clinic like Harvard has said that recently and uses in the west as a therpy.
” Definition”
By Mayo Clinic staff
Hypnosis, also referred to as hypnotherapy or hypnotic suggestion, is a trance-like state in which you have heightened focus, concentration and inner absorption. When you’re under hypnosis, you usually feel calm and relaxed, and you can concentrate intensely on a specific thought, memory, feeling or sensation while blocking out distractions.
Under hypnosis, you’re more open than usual to suggestions, and this can be used to modify your perceptions, behavior, sensations and emotions. Therapeutic hypnosis is used to improve your health and well-being and is different from so-called stage hypnosis used by entertainers. Although you’re more open to suggestion during therapeutic hypnosis, your free will remains intact and you don’t lose control over your behavior.
Rajendra Trivedi, M.D.
CCA and Pain Center
બન્ને ડોક્ટરોનો આધારભુત માહીતી આપવા માટે ખુબ ખુબ આભાર…
આ બાબત મારા પોતાના વીચારો થોડા દીવસો બાદ…
Pingback: સમ્મોહન (હીપ્નોટીઝમ) – ભાગ : 2 « ગદ્યસુર
Sri Jani Saheb
Lekh vanchyo, Pujya Pragna bahen ane Rajendr bhai na comment dvara saras mahiti vanchava mali
same experience like sakshar…i also dnt believe in purvajanam….but like to read about it.thnx for such a lvly artical…want to read more abt it…
-sneha-akshitarak
Pingback: સમ્મોહન – એક વીચાર « ગદ્યસુર
મને ના તો ગદ્ય આવડે છે ના પદ્ય….. જે શબ્દો મન માં રહેલા વહેમો ને વેધવા ના તીર નું કામ કરે છે,તે શબ્દો ડો. જેરામભાઈ દેસાઈ એ પોતાના લખેલા પુસ્તક “વહેમ-અંધશ્રધ્ધા” નિષેધ માં છે, સર્વે ને વિનંતી કે આ પુસ્તક પહેલા પોતા એ વાંચવું …ગમે તો બીજા ને વાંચવાની પ્રેરણા આપવી …નીચે આપેલ લિન્ક પર થી મફત વાચી પણ શકાશે અને ડાઉનલોડ પણ થય શકશે .કૃપયા જસ્ટ ક્લિક એન્ડ ગેટ ફ્રી
વર્ષો પહેલા ૧૯૬૯ માં કે.લાલ જાદુગર દ્વારા ભુજમાં બહુ નાનો પણ સરસ અનુભવ મને થયેલ: તે આંખે પાટા બાંધી ઊંધા ઉભા રહયા .
મેં બોર્ડ પર લખેલું : ‘ કે. લાલ કી જય હો’ —>> તેમણે લખ્યું : ‘ થેંક યુ’
ભજમન નાનાવટી નું અનુભવ તારણ સહી છે .”સંમોહન વિદ્યા સંપૂર્ણતયા વૈજ્ઞાનિક છે. પણ તેમાં તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને સંમોહિત ના કરી શકે એ ખાસ ધ્યાનમાં લેવું રહ્યું. મન મજબૂત તો સબા સલામત. ” – નબળા મન ના ને
આવી વાતો જરૂર જલ્દીથી અસર કરે ખરી! રસ પડે એવી વાતો છે !-લા’કાન્ત / ૯-૮-૧૧