સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મફતમાં જે મળ્યું

સ્વ. બાલાશંકર કંથારીયા માફ કરે. તેમનો  જમાનો તો સ્વર્ગસ્થ બની ગયો.

હવે એકવીસમી સદીનું ‘ગુજારે જે શીરે તારે’ વાંચો..

—————————————–

મફતમાં જે મળ્યું તેને સ્વીકારી લે અરે! માનવ
મળ્યું કે ના ફરી મળશે, તરત ખીસ્સું ભરી લેજે.

‘દુનીયાની જુઠી વાણી ખરું છે સત્ય.’ માની લે
કરોડો માછલાં ધોવાયાં, સાચું બોલવા માટે..

ફરી આવી તકો ના સાંપડે  તુજને, ગ્રહી લેજે
ઘડી આવી મહામુલી, લગીરે રાહ ના જોજે.

જગતના આ પ્રપંચોમાં, નથી સ્વાશ્રય તણો મહીમા,
બીજાનાં સો  પરાક્રમને સુખે તું પોતીકાં ગણજે.

પ્રભુની એ કૃપા માની, મફતને મસ્તકે ધરજે
‘કદી વહેંચી ન ખાવું. ‘  તે મહા નીર્ણય કરી લેજે.

ડુબે ના કોઈ’દી તું, સમંદર સો તરી જાશે
બીજાનાં ટાંટીયા ખેંચી, સવાયો શેર તું થાજે.

હજારો હોડીઓ હાજર, હરખની તું હવા ખાજે
હલેસાં મારવાની વાતને તું મુર્ખતા ગણજે.

હવે રાજા થયો તું તો, મુછોને તાવ તું દેજે
સવારથના મહા આનંદનો, માથે મુગટ ધરજે.

– સુરેશ જાની

1- સપ્ટેમ્બર – 2009

બધે મફતમાં વહેંચવાની છુટ છે!

જી.ઈ.બી.માં નોકરી કરી નીવૃત્ત થયેલ મારા વ્યવસાયી મીત્ર શ્રી. રમેશ પટેલની કવીતા વાંચી, આ લખવા પ્રેરણા મળી. વામકુક્ષી બાજુએ મુકાણી અને આ વ્યંગકાવ્ય સર્જાઈ ગયું.

રમેશ ભાઈની રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

Advertisements

4 responses to “મફતમાં જે મળ્યું

  1. dhavalrajgeera ડિસેમ્બર 20, 2009 પર 10:06 એ એમ (am)

    બધે મફતમાં વહેંચવાની છુટ છે!

    see in Hasyadarbar!

    http://www.bpaindia.org

  2. vkvora, Atheist, Rationalist જાન્યુઆરી 21, 2010 પર 9:37 પી એમ(pm)

    ફરી આવી તકો ના સાંપડે તુજને, ગ્રહી લેજે
    ઘડી આવી મહામુલી, લગીરે રાહ ના જોજે

  3. pramath ફેબ્રુવારી 4, 2010 પર 9:50 પી એમ(pm)

    “’‘દુનીયાની જુઠી વાણી ખરું છે સત્ય.’ માની લે” પણ શા માટે?
    બાલાશંકરના જ શબ્દો મફત વાપરીએ તો:

    “જગતની જૂઠી વાણીના વિશે તું સત્ય માની લે
    કરોડો માછલાં ધોવાયાં સત્ય બોલવા માટે”

  4. pramath ફેબ્રુવારી 4, 2010 પર 9:57 પી એમ(pm)

    એમ તો આપણે સુધારા-વધારા કરનારાએ પ્રમુખસ્વામીને પણ ક્યાં છોડ્યા છે?
    “ભગવાન સૌનું ભલું કરો” – પ્રમુખસ્વામીની અમર પ્રાર્થના
    “… અને શરૂઆત મારાથી કરો! છતાં પ્રમુખસ્વામી મને માફ કરો!” – તેના પર પ્રમૂર્ખસ્વામીનો (અર્થાત, મારો) વધારો

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: