સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પહેલો ગોવાળીયો – લેખકનું નીવેદન

બ્લોગીંગનું બીજું વર્ષ પત્યે એક મહીનો વીતી ગયો હતો; ત્યારે 24. મે – 2009ના દીવસે પ્રાગૈતીહાસીક કાળની કાલ્પનીક ઘટનાઓ પર આધારીત નવલકથા લખવાની અને મારા ગુજરાતી બ્લોગ ‘ગદ્યસુર’ પર ધારાવાહીક રીતે પ્રકાશીત કરવાની શરુઆત કરી હતી. તે દીવસે વહેલી સવારે આની આકસ્મીક શરુઆત થઈ હતી; પણ તેની પરીકલ્પના તો ઘણા વખતથી મારા ચીત્તમાં ઘુમરાઈ રહી હતી.

નીવૃત્તીકાળમાં ઈતીહાસ મારા રસનો વીષય રહ્યો છે. પ્રેરક જીવનચરીત્રો વાંચતાં, આ રસ કેળવાયો છે. ઘરમાં જ રહેલા, વીશ્વ ઈતીહાસના પુસ્તકના પહેલાં બે એક પાનાંઓમાં વાનરમુળમાંથી માનવ જાતનો વીકાસ શી રીતે થયો; તે વાંચી હું હેરત પામી ગયો હતો. માણસ ક્યાં હતો? અને ક્યાં પહોંચી ગયો છે? અત્યંત આશ્ચર્ય પમાડી દે, તેવી આ હકીકત છે. જો કે, પ્રારંભકાળના બહુ ઓછા પુરાતત્વકીય પુરાવાઓ મળેલા છે. પણ ત્યાર પછીના સમયના જે આધારભુત પુરાવા મળ્યા છે; તે પરથી પણ એમ ફલીત થાય છે કે, માનવ સમાજ અને સંસ્કૃતીએ સાધેલ પ્રગતી અદભુત છે.

આ નવલકથા તમને પથ્થરયુગના એ સમયની સફર કરાવશે; જેમાં માણસ કેવળ શીકાર કરીને અને ફળો વીણીને જીવન ગુજારતો હતો. આ કથા તે કાળના એક સાવ અજાણ્યા પ્રદેશ, સમય અને સમાજમાં દોરી જશે. પણ એમાંથી ઉજાગર થતાં પાયાનાં માનવમુલ્યો અને લાગણીઓ તો  એકવીસમી સદીના આ ઈન્ટરનેટ યુગમાં પણ એટલાં જ પ્રસ્તુત લાગતાં તમે જોઈ શકશો.  પાયાના માનવ મુલ્યો, શક્તીઓ, મર્યાદાઓ, વીવશતાઓ, લાગણીઓ, સીમાઓ વીગેરેમાં ખાસ કશો ફરક પડ્યો નથી; એ વાતની ઈતીહાસ સાક્ષી પુરે છે. આ મુળ પરીકલ્પના આ નવલકથાનું હાર્દ છે.

આ ઉપરાંત, ઉત્ક્રાન્તીની હરણફાળમાં માનવ જાતે જે ઉંચા કુદકા માર્યા છે; તેમાં હજુ ઘણા વધારે પગથીયાંઓ પાર  કરવાની શક્યતાઓ, તેમ જ માનવ પ્રયત્નોની ગુંજાયેશ છે; એમ હું માનું છું. ખાસ કરીને પાયાની માનવચેતનાએ હજુ ઘણાં શીખરો સર કરવાનાં બાકી છે; એમ મને લાગે છે. આ વીશ્વાસ અને શ્રદ્ધાના આધાર પર આ કથાની ચરમસીમા ઘડી છે. સ્થુળ ચેતનાના પાયાના સ્તરથી સુક્ષ્મ ચેતનાના ઉચ્ચ શીખર સુધી, વાર્તાના નાયકની યાત્રાનો આ કાલ્પનીક આલેખ છે. માનવ ઈતીહાસમાં આવા જાણ્યા, અજાણ્યા અનેક ગોવાળીયા જીવી ગયા છે; એ નીશંક  વાત છે. તો જ માનવ સંસ્કૃતી શીકારી/ફળ વીણનાર ( Hunter – gatherer) માંથી ઉત્ક્રાંતી પામીને મંગળના ગ્રહ પર સંશોધન કરતી બની છે.

તદુપરાંત કથાના અંતમાં દર્શાવેલ છે તેમ., એ જગતનો એકલદોકલ માનવી પણ આ શીખરો સર કરી શક્યો હતો; એમ હું દૃઢપણે માનું છું. કદાચ એવા પુણ્યશાળી આત્માઓના પ્રતાપે જ માનવતા સત્ય, શીવ અને સુંદરના રાહે ટકી રહી છે.

માનવમનમાં ઈશ્વરના અસ્તીત્વ વીશેની માન્યતા શી રીતે ઉદભવી તે અંગેની આવી જ એક પરીકલ્પના પરીશીષ્ઠ વીભાગમાં ‘ઈશ્વરનો જન્મ’ નામની એક વાર્તાના સ્વરુપે મુકેલી છે. કદાચ આવા જ સંજોગોમાં પશુસમ જીવન જીવતા, માનવીના વીચારશીલ મનમાં કોઈ પરમ તત્વના હોવા વીશે શ્રદ્ધા જાહી હશે.

ઈતીહાસના ઉપરછલ્લા જ્ઞાનમાં કલ્પનાના રંગો અને માન્યતાઓ ભેળવી, આ શબ્દચીત્ર તૈયાર કર્યું છે. એમાં ઐતીહાસીક અને પુરાતત્વની દ્રષ્ટીએ ખામીઓ હોવાની પુરી સંભાવના છે જ. આશા રાખું કે સુજ્ઞ વાચક મારી આ મર્યાદાઓને દરગુજર કરશે.

મારા બહુ સીમીત વાંચનમાંથી મળેલ માહીતી આ કથાના પાયામાં છે. એ બધા સાહીત્યનો ભાવસભર ઋણ સ્વીકાર કરુંંછું. ડ્રેગન સાથેની મુઠભેડના પ્રસંગમાં બાઈબલની ‘ ડેવીડ અને ગોલીઆથ’ ની વાર્તાએ મને પ્રેરણા .આપી છે. કથાના પાંચમા વીભાગ ‘ સંઘર્ષ’ માં યુધ્ધના જે વર્ણનો છે; તે માટે ખરેખર યુધ્ધ લડેલા મારા નેટ મીત્ર કેપ્ટન નરેન્દ્ર ફણસેના બ્લોગ ‘જીપ્સીની ડાયરી’ પરથી મળેલ સામગ્રીએ બહુ જ પ્રેરણા આપી છે. કેપ્ટને તો બહુ ઉદારતાથી આખી નવલકથા રસ પુર્વક વાંચી, પ્રસ્તાવના પણ લખી આપી છે. આ માટે કેપ્ટનનો જેટલો આભાર માનું તે ઓછો જ છે.

જે વાચકોએ રસપુર્વક અને ધીરજની સાથે ધારાવાહીક હપ્તાઓ વાંચી અને પ્રતીભાવ આપી, મારા લેખન ઉત્સાહને વધાર્યો છે; તે સૌનો હું આભાર માનું છું. આ પુસ્તક માટે ખાસ પ્રતીભાવ લખી મોકલનાર સર્વે ભાઈ બહેનોનો ખુબ ખુબ આભાર,

વાચકને ગુજરાતી વાન્ગમયમાં એક નવી અનુભુતી કરાવવાનો મારો હરખ છે. આશા રાખું છું કે, પરમ તત્વ મારી આ ભાવનાને, આ આરતને બળ આપશે.

– સુરેશ જાની
મેન્સફીલ્ડ, ટેક્સાસ

4 responses to “પહેલો ગોવાળીયો – લેખકનું નીવેદન

 1. nilam doshi ડિસેમ્બર 23, 2009 પર 6:31 એ એમ (am)

  abhinandan dada…ane apana utsaahne to salam j ghate…

  have akhi naval shantithi vanchis

 2. dhavalrajgeera ડિસેમ્બર 23, 2009 પર 4:40 પી એમ(pm)

  Dear Bhai Suresh,

  Happy for you and your work.

  ” પરમ તત્વ ભાવના ને આરતને બળ આપશે ”

  Rajendra and Trivedi Parivar

  http://www.bpaindia.org

 3. bharat Pandyaa ડિસેમ્બર 26, 2009 પર 3:10 એ એમ (am)

  Narendrabhaai,

  તમે લખો છો ” માનવે કરેલી પ્રગતી અદભુત છે.”

  I am sorry પણ ઘણી ઇછ્છા હોવાછતાં ક્યરેક હું આ વાત સાથે સમંત થઈ શકતો નથી.આપણે આપણી શોધેલા માધ્યમોનો કેટલો બધો દુરુપીયોગ કર્યો છે જેવા કે ટીવી, રેડીઓ, સીનેમા ઇત્યાદી.

  પર્યાવરણ ના અત્યારે ગંભીર ગણાતા પ્રશ્નો મનવ સર્જીત છે.એઈડસની બીમારી આજના યુગ ની ભેટ છે. શોધ શેની કરી તો કે અણુબોંબની. દવાઓ શોધી જે એક રોગ મટાડે ને બીજા ચારમુકતી જાય.મોટરો વધતી જાય છે અને અવકાશ્નુ આવરણ ભેદાતુ જાય છે.

  આને આપણે પ્રગતી કહેશું કે અધોગતી ?

  ભરત પન્ડ્યા.

 4. hiral જાન્યુઆરી 6, 2010 પર 2:47 એ એમ (am)

  jetali suvidha na sadhano vadhe che atali agavado vadhe j che hu ae vat sathe samat nathi ke navi sodho kharab j parinam lave che darek sikka ni be baju hoy che ek sari and ek kharab to aap ne ek j baju kem jovi nice story

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: