‘ ગદ્યસુર ‘ પર એક નવો જ પ્રયોગ.
બહુ જ વખણાયેલી ,
ભુમી પુત્રમાં ‘વીણેલાં ફુલ’ શીર્ષક હેઠળ પ્રસીદ્ધ થયેલી ,
હરીશ્ચન્દ્ર બહેનોએ રુપાંતર કરીને લખેલી,
એક વાર્તાનું લઘુકથામાં રુપાંતર.
—————————————
માનસી પોતાના કળાના સામાયીક માટે પ્રખ્યાત શીલ્પકાર સ્વ. કામતનાં શીલ્પ સંગ્રહને આવરી લેતો અહેવાલ બનાવવા માંગતી હતી. આ માટે સ્વર્ગસ્થ કલાકારનાં પુત્રવધુ સુધાની સુચના પ્રમાણે ગ્રામ્ય વીસ્તારમાં આવેલા તેમના વીશાળ વાડી વાળા બંગલે તે પહોંચી ગઈ.
બંગલાના કમ્પાઉન્ડમાં અનેક શીલ્પો મુકેલાં હતાં. એકે એક શીલ્પ એ સદગત કલાકારની અપ્રતીમ પ્રતીભાની ચાડી ખાતું હતું. પાણી ભરીને આવતી બાઈના એક નમુનેદાર શીલ્પ આગળ તો તે ઉભી જ રહી ગઈ. થોડીવારે આવી જ એક બાઈ પાણી લઈને આવતી તેણે નીહાળી. કદાચ આ જ બાઈને મોડલ તરીકે રાખવામાં આવી હશે.
સાંજ પડી ગઈ હોવાથી સુધાબેને માનસીને કહ્યું ,” કાલે સવારે બધું બતાવીશ. અત્યારે જમી લો અને આરામ કરો.”
જમતી વખતે ત્રણ ભાણાં તૈયાર હતાં. માનસીને આશ્ચર્ય થયું. પણ કશું પુછ્યા વગર તે જમીને, અતીથી માટેના ઓરડામાં સુવા ગઈ. રસ્તામાં તેણે એક કામવાળી બાઈને ઉપરના માળ પર ત્રીજી થાળી લઈ જતાં જોઈ.
‘ બીજું કોઈ મહેમાન હશે. ‘ માનસીએ વીચાર્યું.
બીજે દીવસે સવારે, સુધાએ બહાર અને ઉપરના માળે પ્રદર્શન રુમમાં રાખેલાં બધાં શીલ્પો વીગતે બતાવ્યાં. બાજુનો એક ઓરડો બંધ હતો.
માનસીએ પુછ્યું,” આમાં શું છે?”
સુધાએ વાત ઉડાવી કહ્યું,”: એમાં ખાસ જોવા લાયક કશું નથી.” આમ કહી, માનસીને સ્વ. કામતનની શૈલી અને જીવન ભરની સાધનાનો ખ્યાલ આપ્યો.
માનસીએ પુછ્યું,” એક શીલ્પ બનાવતાં તેમને કેટલો સમય લાગતો?”
સુધા ,” એક, બે, ત્રણ અઠવાડીયાં કે કદીક મહીનાઓ પણ.”
માનસી, “ કોઈક શીલ્પ બરાબર ન બન્યું હોય તો?”
સુધા,” એના ટુકડે ટુકડા કરીને, કચરામાં ફેંકી દે.”
માનસી, ” એમનું કોઈ અધુરું કે બરાબર ન બન્યું હોય, તેવું શીલ્પ બચ્યું નથી? “
ખીન્ન અવાજે અને ખચકાતાં સુધાએ કહ્યું,” ઉપરના માળના બંધ ઓરડામાં એવું જ એક શીલ્પ છે – એમનો અર્ધ પાગલ દીકરો, મારા વર, બહુ પ્રેમાળ જણ. તેમનામાં બાપ જેટલી કુશળતા ન આવી શકી; એટલે એમને ઠુકરાવી દીધા; અપમાનીત કરી દીધા; પાગલ જેવા બનાવી દીધા. એ શીલ્પ હું જીવની જેમ સાચવું છું. એ તો મારું જીવન સર્વસ્વ છે. પણ આ વાત તમે તમારા પુરતી જ રાખજો. ”
માનસી વીચારમાં પડી ગઈ ” કયું શીલ્પ અને કયો શીલ્પકાર મહાન?”
– શબ્દો : 316
———————————————–
મુળ પુસ્તક
- વીણેલાં ફુલ – ગુચ્છ : 15, વાર્તા -1
મુળ લેખીકા ( મરાઠીમાં )
મુળ રુપાંતરકાર
શબ્દો
———————————–
ગુજરાતી સાહીત્યકોશ અનુસાર –
[ ખંડ – 3 માંથી સંક્ષેપ ]
લઘુકથા ટુંકી વાર્તા કે ટુચકો ( જોક) નથી . શબ્દલાઘવ એનું પ્રધાન તત્વ છે. પુનરાવર્તનકારી વર્ણન, અલંકાર વીગેરેને ને એમાં કોઈ અવકાશ નથી. તે માત્ર કથાવસ્તુને વફાદાર રહે છે અને જીવનના એક જ સંદર્ભને આલેખે છે. સંવેદન અને ચમત્કૃતી એનાં અતી આવશ્યક અંગો છે.
ગુજરાતી સાહીત્યમાં એની શરુઆત 1967 થી થયેલી માનવામાં આવે છે.
—————————————
મારી માન્યતા અનુસાર –
કવીતામાં જે સ્થાન હાઈકુ , તાન્કા કે મુક્તપંચીકાનું છે, તેવું જ સ્થાન ગદ્ય સાહીત્યમાં લઘુકથાનું છે. વેબ પર વધતા જતા સાહીત્ય વાંચન સાથે, થોડામાં ઘણું કહી જતી લઘુકથા વધારે ને વધારે પ્રસ્તુત બનતી જાય તેવી શક્યતા મને જણાય છે.
Like this:
Like Loading...
Related
ખરેખર “વીણેલા ફુલ” જેવી કથા છે. પર્ફેક્ષનિસ્ટ માણસ દરેક પાસે અપેક્ષા રાખે છે કે સૌ કોઈ પરિપૂર્ણ અને નિપુણ હોય.
દરેક ના ગુણ અને આવડત ની કદર કરવી રહી. દોષ અને અવગુણ ને દૂર / ઓછા કરવા પ્રયત્ન કરવો જોઇઍ.
આમ કરીઍ તો આપણે બીજાના જીવનને પણ પુલકિત કરી શકીઍ.
Tragedy at highest degree.
Even Ghandhiji is also blamed for the same cause.If laghu story is so affective what about the original!
વાહ સરસ વાર્તા..શિલ્પ્કારના દિકરાની હાલત જેવિ આપણે આપના સંતાનોની ના કરીએ તો સારુ ..
સપના
Very touching short but sensitive story of real artist and true love
atul-kusum
સર્વોદય વિચારશ્રેણી વાળા વ્યક્તીઓ માટે અમારો સહજ પક્ષપાત છે
તે છતાંય સ્વતંત્ર વિચાર કરતા પણ આ બધું સાહિત્ય ઉત્તમ છે જ તે અભ્યાસ કરતા જરુર લાગશે
ધન્યવાદ
સરસ લઘુકથા.
ધન્યવાદ..
For many years, I used to read short stories by “Harishchandra sisters” on the last page of Bhumiputra before reading the other pages . Really superb short stories by them for such a long time. Good to see you take it a step further for Net readers in the form of further compaction. I think you should have provided the story as it is (reproduced) also for all to have a feel of original work and also to have feel of efforts required in further compaction. This requires tremendous effort just as in case of traslating a masterpiece!
nice one..dada.
મઝાની લધુકથા … લાંબી લચક કરતાં આ વન ડે મેચ જેવી લધુકથા સારી.. વાંચવી ગમી
સમજદારને ઈશારો પુરતો છે અને ન સમજે તેને ઢગલે ઢગલા વાતો પણ અસર કરતી નથી. સમગ્ર ભાગવતનો સાર માત્ર ચાર શ્લોકમાં પણ કહી શકાયો છે. હરિશ્ચન્દ્ર બહેનોએ આલેખેલી ટુંકી વાર્તાઓ ની મુળ કથાઓ તો ઘણા વધારે શબ્દોમાં રચાયેલી છે પણ તે બધી કથાઓને માત્ર ૭૦૦ થી ૮૦૦ શબ્દોમાં સમાવીને તેમણે સાહિત્યમાં એક નવા જ પ્રકારની ચમત્કૃતિ સર્જી છે.
દાદા, આપનો પ્રયોગ ટુંકી વાર્તાને લઘુકથામાં ફેરવવાનો પણ મજાનો છે.
ઉત્તમ વાચક માત્ર સંદેશને જ પકડે છે. મધ્યમ વાચક તેમાં આવતા વર્ણનો, આસપાસનું વાતાવરણ વગેરે બાબતોને પોતાના માનસપટમાં ઉપસાવી અને પછી ધીરે ધીરે તેમાં રહેલ મુળ તત્વને પકડે છે. કનિષ્ઠ વાચક તો બાહ્ય વર્ણનો અને શબ્દ પ્રપંચને વાગોળવામાં જ રત રહે છે અને મુળ કથા વસ્તુ તો લગભગ સમજતો જ નથી. અધિકારભેદે અને લેખક તથા વાચકની કક્ષા પ્રમાણે અનેક પ્રકારના સાહિત્ય રચાય છે જેમાંથી કેટલાંક વંચાય છે, તેમાંથી થોડાક વાંચીને જીવનમાં ઉતારાય છે અને મોટા ભગના તો કબાટો, અભરાઈઓને શોભાવવાના જ કામમાં આવે છે અને વર્ષો પછી ઉધઈના ઉત્તમ આહાર તરીકે રુપાંતરીત થાય છે.
નવલકથાને ટેસ્ટ મેચ સાથે, નવલિકા અથવા તો ટુંકી વાર્તાને વન ડે મેચ સાથે અને લઘુકથાને ૨૦-૨૦ સાથે સરખાવી શકાય.
હા, મુળ વાર્તા વાચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરવાનું ન ભુલશો.
http://bhajanamrutwani.wordpress.com/2009/05/28/vinela_ful_15_1/
શિલ્પકાર કે કોઇ કલાકાર માનવતા ચુકી જાય ત્યારે એની કલા અર્થહીન બની જાય છે.
Lata Hirani
SARAS LAGHUKATHA, Thanks, Shri Sureshbhai,
Sri Jani Saheb
Sachi ( Manavtani ) – Shilpkar Sudha chhe.
શીલ્પ શબ્દ મુજબ પૂતળા થઈ જવાય એવા ભાવને
ઉજાગર કરતી વાર્તા.
રમેશ પટેલ(આકાશદીપ)
આ વાર્તા ઘણો બોધ આપી જાય છે પોતની કલાથી મોટા થયેલા અને અને પોતાને જ શિલ્પકારની જેમ સૌથુ વધુ કુશળ સમજ્તા અને ક્યારેક તો આ અહંકારથી તેમને ઈશ્વર્થીયે મહાન ગણાવતા..તેને પોતના દિકરાની અધુરાશ ન ચલાવી તો ઠુકરાવી દીધાં તો પરમાત્મની જે કલા છે તેનું શું ? તેના કરતા પણ આ પત્થરના ક્લાકરો, શબ્દોના કલાકરો કે કચકડાની ફિલ્મના ક્લાકારો મોટા નથી ને ? નથી જ. કલાકારોના ય કલાકાર તેવા પરમાત્માં તેમાં સાચે જ જીવન્ત કરે છે જ્યારે દુનિયના કલાકરો તો જીવતુ હોય તેવા લાગે તેવો બનાવવા યત્ન કરે છે..આ લઘુ વાર્તા આમ લઘુ કહેવાય પણ ઘણું કહી જાય છે..કલા અને ગુણોમાં જમીન આસ્માનનો ફરક છે..ઘણા મોટા સાહિત્યકરો નામ બોલાય અને ગુજરાતી ભાષાના જાણે કે ઉદ્ધારક તરીકે નવાજાય પરન્તુ જયારે તેમની પાસે જો તમે એક નવા ઉગતા નવોદિત તરીકે કૈક શિખવા કે પૂછવા જાવ કે સહકાર લેવા જાવ.. ત્યારે અહંકારનો ફૂત્કાર કરી વિષ કાઢી અપમાનિત કરતા કે ધુત્કારી કાઢતા જરાય અચકાતા નથી.. કે શરમ અનુભવતા નથી..તેમને તો એમ કે ક્યા હુ અને ક્યા આ તુચ્છ કક્ષાના નવોદિત હાલી નીકળ્યા છે..લખવાનું કે છન્દનું કશું ભાનબાન છે કે નહિ ? તો ક્લા અને ગુણ ને તો બાર ગાવ છેટું..તેમનની પોકળ મહાનતાને આ લઘુવાર્તા ખુલ્લી કરે છે. કોઈ ગધેડાના ઉપર ગણપતિની મૂર્તિ હોય ને ગધેડાને શોભાયાત્રમાં શણગાર્વામાં આવે તો તેને થાય કે મને કેટલા લોકો મન્પાન આપે છે તેવું જ આજના કહેવાતા મૂઢ લેખકો કવિઓ પોતને મારી સાઇટ તો આટલા જોવે ને તેટલા જોવેના બણગા ફૂકે પરન્તુ..જ્યારે ગણપતિ ની મૂર્તિ જ્યારે ગધેડા પરથી ઉતાર્વામા આવે ત્યર પછી તેને તેનો ધણી ડ્ફનાથી મારે.. આ વાર્ત માટે સુરેશભાઈ જાનીને અભિનંદન.
વાર્તાશૈલી ઘણી ગમી, પણ મારા મનમાં ઉઠેલા કેટલાક સવાલ અણઉકેલ્યા રહ્યા.
“શિલ્પ”ને બંધ ઓરડામાં કેમ રાખવામાં આવે છે?
સુધાબેન પોતે પ્રેમથી ખાવાનું પતિ પાસે લઇ જવાને બદલે કામવાળી બાઇના હાથે શા માટે મોકલે છે?
પતિને બહાર, વાડીમાં કે મહેમાનોની સામે કેમ લાવવામાં નથી આવતા? તેમને mainstream normal વાતાવરણમાં લાવવા માટે ‘અર્ધપાગલતા’ના અંધકારમાંથી પૂર્ણસ્વસ્થતાના પ્રકાશમાં શા માટે લાવવામાં નથી આવતા?
સ્વ. કામથે પોતાના પુત્ર – પોતાના જીવંત શિલ્પના ટૂકડા કર્યા હતા, પણ તેમના પશ્ચાત્ આ જીવંત મૂર્તિને બંધ ઓરડામાં રાખી, કામવાળીના હાથે ભોજન મોકલાવી સુધાબહેન તેમના પતિને “જીવની જેમ” સાચવી રહ્યા હતા? કાચના કબાટમાં બંધ રાખેલા કિમતી શિલ્પની જેમ?
માફ કરશો, લંડનમાં વર્ષો સુધી આવા ભગ્ન થયેલા ‘શિલ્પ’ સાથે કામ કરી, તેમને mainstream સમાજમાં લાવવાનું કામ કર્યું હોવાથી આ પ્રશ્નો ઉભા થયા છે. આ કામ અઘરૂં છે, ઘણી ધીરજ માગી લે છે,પણ અસંભવ નથી. સ્નેહથી આ કામ થઇ શકે છે, કારણ કે આ શિલ્પ નથી, માનવ છે. ફરી એક વાર ક્ષમા માગીશ, કારણ કે મને સુધાબહેનની વાતમાં પોકળતા દેખાઇ.
story sari che but koi jivat vyakti ne tame aavi rite bandh na kari sako, ae aardh pagal che to su thayu ae manas nathi????ane shilp ke murti ni jem na rakhay be time nu bhojan to kutara ne pan male che aem nem kashu karya vagar, aa to manas che ane prem sneh aapvo joi ae aa vyakti mate karuna nathi upajti??/
“Shilpakar is Sudha”
@Viranchi:
Oh really!
gr88 khub saras varta dadaji..thanksss amne to books kholine vachvano samay nathi..pan aap aatli sari varta o amara sudhi pahochado cho etle sachche thanksssssss