સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સમ્મોહન (હીપ્નોટીઝમ) – ભાગ : 2

ભાગ : 1 વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

ડો. વૈષ્ણવે બીજા થોડાક પ્રયોગો પણ કરાવ્યા. સમ્મોહીત સ્વયંસેવકોએ તે ધારે તેવી સુવાસ અથવા દુર્ગંધ, કોઈ પણ જાતની વાસ વગરની ચીજોમાં અનુભવી બતાવી. સમ્મોહીતો  પાસેથી ડોક્ટરે દીવસ, સમય, સ્થળ  વીગેરેની માહીતી પણ મન ફાવે તેવી કઢાવી આપી.

પછી ‘ઘ’નો વારો આવ્યો. તેને ઘણો સમય વ્યતીત થયા બાદ, રપેટીમાં  લીધો હતો. તે એકદમ ઉંડી તંદ્રામાં પડેલો હતો.

ડો. વૈષ્ણવે કહ્યું,” આદત છોડાવવી એ બહુ મુશ્કેલ કામ હોય છે. આ માટે દરદીની સમ્પુર્ણ તૈયારી અને સઘન સમ્મોહન જરુરી હોય છે. નશાની બહુ જુની આદતવાળાને તેની  ટેવ છોડાવવા ઘણા બધા સીટીંગ કરવા પડે છે. વળી બીજા નશાખોરોની સોબતની  બલા તો ઉભી જ હોય! પણ  ‘ઘ’ ને સીગારેટ પીવાની ટેવ હમણાં જ પડેલી હોવાને કારણે, મને વીશ્વાસ છે કે, તેને ટેવમાંથી મુક્ત કરવામાં મને સફળતા મળશે.”

આમ કહી તેમને સીગારેટ ચેતાવીને ‘ઘ’ને પીવા આપી; અને પુછ્યું, ” કેમ સીગારેટ પીવાની મજા આવે છે ને?”

‘ઘ’એ બરાબર કશ લઈને કહ્યું,”: હા! મજા આવી ગઈ.”

ડોક્ટર બોલ્યા,” તમને ખબર નથી, પણ હવે સીગારેટ બનાવનારા એમાં છાણાંનો ભુકો  નાંખે છે. હવે ફરી વાર તમે કશ લગાવશો તો તમને છાણની દુર્ગંધ જરુર આવશે.”

‘ઘ’એ બીજો કશ લેતાંની સાથે જ સીગારેટ ફેંકી દીધી અને થુ થુ કરવા માંડ્યો. આમ ત્રણ ચાર કશ તેની પાસે ડોકટરે લેવડાવ્યા.. દરેક વખતે એ દુર્ગંધની વાત તો ફરી ફરીને કહેતા જ રહ્યા.

પાંચમી વખતે ‘ઘ’ એ સીગારેટ પીવાની ઘસીને ના પાડી દીધી.

ડોક્ટરે કહ્યું ,” કેમ આ તો તારી પ્રીય બ્રાન્ડ છે.”

‘ઘ’ – “ એમાં છાણાંનો ભુકો નાંખેલો છે.”

આખું ઓડીયન્સ ખડખડાટ હસી પડ્યું.

પછી મંચ પર વચ્ચે ત્રણ ખુરશીઓ ગોઠવાઈ. સમ્મોહીત થયેલા, એક મજબુત બાંધાના ભાઈને ડોક્ટરે તેની ઉપર સુવાડ્યા. અને કહ્યું ,”તમારું આખું શરીર જડ બની ગયું છે. એકે એક સાંધો સખત રીતે જકડાઈ ગયો છે.”

તેમણે ખભાથી છેક પગ સુધી એક એક સાંધા આગળ હાથ ફેરવી “આ સાંધો જકડાઈ ગયો છે.” – એમ સુચના આપ્યે રાખી. છેવટે આખા શરીર પર હાથ ફેરવી તેમણે કહ્યું,”તમારું આખું શરીર લાકડાના બીમ જેવું બની ગયું છે. તેની પર ગમે તેટલું જોર કરું કે વજન મુકું તો પણ તે હવે વળી નહીં જાય.”

આમ કહી તેમણે  બે મદદનીશોને વચ્ચેની ખુરશી ખેંચી લેવા જણાવ્યું. અને બધાના આશ્ચર્ય વચ્ચે, માત્ર ખભા અને પગની પાનીની નીચે, બે જ ટેકા પર એનું શરીર સહેજ પણ ઝુક્યા વગર ટેકવાઈ રહ્યું. પછી એક જાડા ભાઈને તેની ઉપર ઉભા પણ રખાવ્યા. કોઈ પણ અલમસ્ત પહેલવાન પણ ન કરી શકે, તેવી અદભુત તાકાત તે ભાઈના શરીરમાં આવી ગઈ હતી.

પ્રેક્ષકો તાળીઓના ગડગડાટ સાથે આ અદભુત દ્રશ્ય જોઈ રહ્યા.

ત્યાર બાદ તેમણે બધાંને ફરીથી જાગૃત અવસ્થામાં આવવા માટેની સુચનાઓ આપવા માંડી.

“હવે તમારી ઉંઘ પુરી થઈ છે. તમે હવે એકદમ  તાજા બની રહ્યા છો. સવારે ઉઠો છો; તેમ આળસ મરડીને તમે ઉભા થઈ જશો. હવે મેં આપેલી સુચનાઓ  નહીં પણ તમે જેમ કરવા ધારશો તેમ કરી શકશો. “

અને ધીરે ધીરે બધાં જાગવા માંડ્યા.

‘ઘ’ હજુ ઉંઘરેટો હતો. તેને તેમણે ખાસ સુચના આપી ,”તમે હવે જાગી રહ્યા છો. પણ મને કહો કે, સીગારેટમાં શું હોય અને તેમાંથી કેવી વાસ આવે”

‘ઘ’ – “છાણની.”

ડો. વૈષ્ણવ ,” તમારા મીત્ર તમને આગ્રહ કરીને સીગારેટ પીવાનું કહેશે તો તમે શું કહેશો.”

‘ઘ’ – “ઘસીને ના જ પાડવાની હોય ને?”

ડો. “ તમે હવે બરાબર જાગી જવાના છો. પણ આ વાત તમે કદી નહીં ભુલો”

અને ‘ઘ’ પણ જાગી ગયો.

પછી પેલી કીશોરી કે,  જેને સમ્મોહનની સૌથી વધારે અસર થયેલી હતી; તેને ડોક્ટરે કહ્યું,” તું હવે જાગી રહી છું.  પણ આજથી બરાબર એક મહીના બાદ, બપોરના બાર વાગે તારા પપ્પા ઘેર જમવા આવે; ત્યારે તું કહીશ કે. ‘મારે ડોક્ટર વૈષ્ણવ પાસે   જવું છે. મને જલદી તેમની પાસે લઈ જાઓ.”

અને  છેવટે તે કીશોરી પણ જાગી ગઈ. આભાર વીધી સાથે સભા બરખાસ્ત થઈ.

————————-

પણ ‘ઘ’ એ ત્યાર બાદ કદી સીગારેટને હાથ   અડાડ્યો નથી. અને પેલી કીશોરીને બરાબર એક મહીના બાદ, ડો. વૈષ્ણવ પાસે લઈ જ જવી પડી હતી.

આ છે સાવ સામાન્ય માણસના મનની શક્તી – જે આપણે જાણતા જ નથી હોતા.

——————————–

સમ્મોહન વીશેના મારા વીચારો હવે પછી કદીક…

6 responses to “સમ્મોહન (હીપ્નોટીઝમ) – ભાગ : 2

 1. Patel Popatbhai ડિસેમ્બર 31, 2009 પર 11:14 પી એમ(pm)

  Jani Saheb

  Aa vykti na MANOBAL ni babat chhe.

 2. pragnaju જાન્યુઆરી 1, 2010 પર 10:10 પી એમ(pm)

  સંમોહન ચિકિત્સાક્ષેત્રે અત્યંત ફાયદાકારક સાધન સાબિત થયું છે ! … પેરિસમાં એક ચિકિત્સાલય બનાવ્યું છે, જ્યાં કેવળ સંમોહનથી જ સારવાર આપવામાં આવે !!‘ચાર્લ્સ ડિકન્સ: એ લાઇફ ડીફાઇન્ડ’ નામના પુસ્તકમાં લખે છે કે ચાર્લ્સ ડિકન્સ પ્રેમના સતત ભૂખ્યા રહેતા. તે ભૂખ સંતોષવા હિપ્નોટિઝમનો ઉપયોગ કરતા.
  ઉરુલીકાંચનના ગાંધી નિસર્ગોપચાર આશ્રમમાં ૫૪ વર્ષ પહેલા ગયો ત્યારે એક સૂત્ર દીવાલ પર હિન્દીમાં લખેલું: ‘તંદુરસ્તી હજાર નિયામત’ અર્થાત્ ઇશ્વર તરફથી ઘણી કુદરતી બક્ષિસ છે, તેમાં આરોગ્યની બક્ષિસ એકેહજારા જેવી છે અને તેને કોઇપણ ભોગે કે કોઇ પણ ઉપાયે સારી રાખવી. આજકાલ એલોપથીની દવા આડઅસર કરે છે, ઘણી વખત આત્મહત્યા તરફ પ્રેરે છે ત્યારે વૈકિલ્પક ચિકિત્સામાં સ્વચિકિત્સા, આત્મબળ ચિકિત્સા અને ખાસ તો હિપ્નોટિઝમનું મહત્વ વઘ્યું છે. હિપ્નોટિસ્ટ તેમની કળાથી માથાનો દુખાવો, આધાશીશી, ડિપ્રેશન, માનસિક રોગ, ડાયાબિટીસ અને શરીરની બીજી પીડા મટાડે છે.
  તેમની પાસે લગ્નની સમસ્યા કે મેન્ટલ બ્લોક ધરાવતા લોકો, ઘણો પુરુષાર્થ કર્યા છતાં પરિણામ મળતું ન હોય અને મનનો ઉત્સાહ ભાંગી ગયો હોય તેવા લોકો આવે છે. સ્ત્રીઓને ‘સંબંધોની તકલીફો’ વધુ છે. મુંબઈના ડો. જ્યોતિકા છીબ્બર કહે છે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (મોટા આંતરડાંનો રોગ, જેનાં માનસિક કારણો હોય છે અને જેનો હું મોટો દર્દી હતો) પણ હિપ્નોટિઝમથી સારો થાય છે.ઘણા એલોપથી ડોક્ટરોએ હિપ્નોટિઝમનું અવમૂલ્યન કરવા ધારેલું, પણ અમેરિકન મેડિકલ એસોસિયેશને ૧૯૫૮માં તેને ઉપચારપદ્ધતિ તરીકે મંજૂર કરી છે. તેના પ્રેક્ટિશનરો વધતા જાય છે. ખાસ કરીને આધાશીશ અને શરીરના કોઇપણ દુખાવામાં હિપ્નોટિઝમ સારી અસર કરે છે અને પેઇનકિલરની આડઅસરથી બચી જવાય છે. હિપ્નોટિઝમ એવી કળા છે કે તમે પોતે પણ તમારા ઉપર વાપરી શકો છો. ચાર્લ્સ ડિકન્સ જેવા વિખ્યાત કલાકાર તેની વાસના સંતોષવા હિપ્નોટિઝમનો પ્રયોગ તેના મિત્રની પત્ની પર કરીને તેને પ્રેમમાં ફસાવતા. માઇકલ ફ્લેટર નામના લેખક તાજેતરમાં પ્રગટ થયેલા ‘ચાર્લ્સ ડિકન્સ: એ લાઇફ ડીફાઇન્ડ’ નામના પુસ્તકમાં લખે છે કે ચાર્લ્સ ડિકન્સ પ્રેમના સતત ભૂખ્યા રહેતા. તે ભૂખ સંતોષવા હિપ્નોટિઝમનો ઉપયોગ કરતા. આજે દુનિયામાં અબજો રૂપિયાના પેઇનકિલર વેચાય છે છતાં રાહત થતી નથી ત્યારે લોકો હિપ્નોટિઝમનો આશરો લે છે, તેમ ડો. બ્રસ એન. એઇનરનું પુસ્તક ‘પેઇન મેનેજમેન્ટ – સાયકોથેરપી’ કહે છે. ૧૧૦ ડોલરનું આ પુસ્તક ખૂબ મોંઘું ગણાય, પણ મોટા ભાગના હિપ્નોટિસ્ટ, કિરિયોપ્રેક્ટિશનર અને ઓસ્ટિયોપેથ આ પુસ્તક રાખે છે. હૈદરાબાદના ડો. વી. નાગેશ પ્રખ્યાત હિપ્નોટિસ્ટ છે. આંધ્રપ્રદેશની પોલીસ એકેડેમીમાં પોલીસોને તેમણે હિપ્નોટિઝમ વાપરીને ગુનેગારને ગુનો કેમ કબૂલ કરાવવો તે શીખવ્યું છે. ભારતની જાસૂસી સંસ્થા વતી હિપ્નોટિઝમ વાપરીને પકડાયેલા ત્રાસવાદીના મોંમાંથી ઘણી માહિતી ઓકાવી છે. હિપ્નોસિસ એટલે કોઇના ઉપર મનોબળ અજમાવીને તેના મનોબળને જાગૃત કરવાની ઉપચાર વિદ્યા. તેમાં તમે પોતે ઓટોસજેશન કે સેલ્ફસજેશન દ્વારા તમારા ઉપર હિપ્નોટિઝમ વાપરી શકો છો. મગજનું સાવ નર્વસ બ્રેકડાઉન થતાં દવા વગર મેં મારા પર હિપ્નોટિઝમ વાપર્યું છે અને દવા વગર મારા ડિપ્રેશન અને મગજની થકાવટથી બહાર આવ્યો છું.ભાવનગરના ડો. અશોક શેઠ-વૈધે મને માલકાંગણીનું અસ્સલ તેલ મોકલ્યું હતું. તેના ૧૦ ટીપાં દૂધ સાથે લેવાથી મગજનો તમામ થાક ઊતરી ગયેલો. આ એક આયુર્વેદિક બ્રેઇન ટોનિક છે. સંસ્કૃતમાં માલકાંગણી અથવા માલકાંકણીને જ્યોતિષ્મતિ કહે છે. બંગાળીમાં લતાફટકી કહે છે. તમને ખ્યાલ હશે કે ગણેશચોથને દિવસે માલકાંગણીના વેલાના ફળની લૂમ લટકાવાય છે. ગણેશ તમારા મનને દ્રઢ બનાવે છે તેવી માન્યતા છે. માલકાંગણીનું તેલ મેધા અને સ્મૃતિ વધારનાર રસાયણ છે અને તે અગ્નિદીપક છે. તે ભૂખ લગાડે છે. કફ, વાયુ અને પિત્તનો નાશ કરે છે.
  હિપ્નોટિઝમ સાથે મન-મગજના દર્દીએ અસ્સલ માલકાંગણીનું તેલ વાપરવું જોઇએ. ગાયના દૂધમાં જ વાપરવું.હિપ્નોટિઝમની વાત ચાલુ રાખીએ તો આ ઉપચારપદ્ધતિ સ્કોટિશ ડોક્ટર અને સર્જન જેમ્સ બ્રેઇડે ૧૮૪૧થી અપનાવેલી. ડો. ફ્રાન્ઝ એન્ટન મેસ્મરે (૧૭૩૪-૧૮૧૫) આ પદ્ધતિ વિકસાવી, આથી મનોબળ ચિકિત્સાને મેસ્મેરિઝમ નામ અપાયું છે. દર વર્ષે અમેરિકામાં ચોથી જાન્યુઆરીએ વલ્ર્ડ હિપ્નોટિઝમ ડે પણ ઉજવાય છે. જગતભરમાં બે ડઝન હિપ્નોટિસ્ટ-એસોસિયેશન છે. વોશિંગ્ટનમાં સ્કૂલ ઓફ ક્લિનિકલ હિપ્નોટિઝમ છે. ડેન્માર્ક, નેધર્લેન્ડ, કેનેડા, જર્મની અને સિંગાપોરમાં હિપ્નોટિસ્ટો ડોલરમાં કરોડપતિ થઇ ગયા છે.સાદી ભાષામાં કહીએ તો આજનો માનવી ઘણી વખત લેવાદેવા વગર તંગ અવસ્થામાં રહે છે. ખુરશી પર બેસો તો પગ ઉપર પગ ચઢાવીને બેસવાની જરૂર નથી. સૂવો તો માથા નીચે હાથ રાખીને કે પડખામાં ઓશિકું ટાઇટ પકડીને સૂવાની જરૂર નથી. જેમ્સ બ્રેઇડે ૧૮૪૩માં લખેલું કે હિપ્નોટિઝમ એ બીજું કશું નથી, પણ શરીરને તદન ઢીલું છોડવાની પ્રક્રિયા છે. તમારા મન દ્વારા શરીરના દુ:ખતા ભાગને કહેવાનું છે કે મને કાંઇ નથી, હું સારો છું, સારો થઇ રહ્યો છું.શાહરૂખ ખાનથી માંડીને જૂના ફિલ્મ સ્ટારોએ હિપ્નોટિઝમનો આશરો લીધો છે. બાળમંદિરમાં બાળકો હઠીલાં દેખાતાં હોય, સ્પોર્ટ્સમાં ઇજા થઇ હોય ત્યારે પણ હિપ્નોસિસ વપરાય છે. ઘણા રાજકીય નેતાઓ કે ધાર્મિક નેતાઓએ પણ ક્રાઉડ સાયકોલોજી વાપરીને ટોળાંને મંત્રમુગ્ધ કર્યા છે. જેણે સિગારેટનું વ્યસન છોડવું હોય તેણે હિપ્નોટિઝમનો આશરો લેવો. ૨૦૦૭નો અમેરિકન મેડિકલ એસોસિયેશનો અભ્યાસ કહે છે કે હોસ્પિટલમાં જે દર્દી હૃદયરોગના હુમલા માટે દાખલ થયા હોય અને જે ધૂમ્રપાન કરતા હોય તેમના પર હિપ્નોટિઝમ વાપરવાથી તેના હૃદયરોગમાંથી બચવાના ચાન્સ બમણા થયા છે. છે

 3. Mukund Desai'MADAD' જાન્યુઆરી 7, 2010 પર 10:04 એ એમ (am)

  aa ek ajbni vidya chhe je yogya upyog karo to labhakari chhe.

 4. Pingback: સમ્મોહન – એક વીચાર « ગદ્યસુર

 5. Deejay ઓગસ્ટ 8, 2011 પર 10:53 એ એમ (am)

  મનોબળ મજબુત હોય તો હીપ્નોટીસ્ટીઝમની અસર નથી થતી.
  નબળા મનોબળ વાળાને તરત અસર કરે છે.

 6. La' Kant ઓગસ્ટ 9, 2011 પર 10:54 એ એમ (am)

  પ્રગ્નાજુજીની માહિતી સભર કમેન્ટ્સ/વિગતો વાંચવાની ખરેખર મજા આવી ,
  મૂળ તો રસરૂચી ની વાત છે મન ની અમોઘ શક્તિઓ વાપરી શકવાની
  ક્ષમતા કેળવવાની મહાવરા પ્રેક્ટીસ,યોગ્ય માર્ગે સહી શીખવ નાર પાસેથી
  ટ્રેનીંગ લીધા પછી, ચોંકાવ નારા પરિણામો આપે છે .શ્રધ્ધા ગત ખુદની માન્યતાઓ અને ખુદમાં અને ખુદામાં વિશ્વાસ જ મૂળ વાત -લા’કાન્ત /૯-૮-૧૧
  આભાર .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: