ચોકસી પુનાની એક પંચતારક હોટલની રેસ્ટોરન્ટમાં બેઠો હતો; ત્યાં જ તેના સ્કુલ અને કોલેજકાળના મીત્રો સંપત અને મહેતા સાથે ભેટો થઈ ગયો. વીસ વર્ષે પહેલી વાર મળ્યા.
ચોકસી દેખાવે અને આવડતે સૌથી સ્માર્ટ હતો. કોલેજ અને સ્કુલકાળ દરમીયાન ભલભલાને ઉલ્લુ પણ બનાવતો. મોટી કમ્પનીમાં જનરલ મેનેજર પણ એટલે જ બની ગયો હતો ને?
સંપત અને મહેતા દેખાવ અને બુધ્ધી બન્નેમાં સાવ સાધારણ. ગ્રેજ્યુએટ થઈને સાથે મળી નાનકડો ધંધો કરતા હતા.
ત્રણે જણા પુનામાં પોતપોતાના કામે આવ્યા હતા; અને ત્રણ દીવસ પછી, એક જ ફ્લાઈટમાં મુંબાઈ પાછા જવાના હતા. ચોકસી વેઈટ લીસ્ટ પર હતો, અઢળક વાતો કર્યા પછી, એમ નક્કી થયું કે ત્રણે પોતાની ટીકીટો રદ કરાવશે અને ટેક્સીમાં સાથે મુંબાઈ પાછા જશે – ભલે ચાર કલાક થાય ; પણ સાથે રહેવાની મઝા મળે ને?
નક્કી કરેલા દીવસે, સવારના દસ વાગે, સંપત અને મહેતા ચોકસીની હોટલ પર આવી ગયા. પણ ચોકસીનો કશો પતો જ નહીં. રીસેપ્શન કાઉન્ટર પર તપાસ કરી તો ખબર પડી કે, ચોકસી તો ફ્લાઈટમાં મુંબાઈ જતો રહ્યો.
‘ માળો ફરી વાર આપણને ઉલ્લુ બનાવી ગયો,” બન્ને બબડતા બબડતા ટેક્સીમાં વીલે મોંઢે ઘર ભેગા થયા.
ઘેર પહોંચતાં જ છાપાના સાંજના વધારામાં ખબર પડી કે, ઓલી ફ્લાઈટનું વીમાન તો મુંબાઈ એરપોર્ટ આવતાં પહેલાં તુટી પડ્યું હતું; અને એક પણ પ્રવાસી બચ્યો ન હતો.
પ્રવાસીઓના નામનું લીસ્ટ પણ છપાયું હતું. એમાં ચોકસીનું નામ પણ હતું.
———————————-
‘ વીણેલાં ફુલ’ ગુચ્છ -15, વાર્તા નં.8 ( એ વાંચવા અહીં ‘ ક્લીક ‘ કરો ) પરથી રુપાંતર
મુળ લેખીકા – સંચાલી ભટ્ટાચાર્ય, અંગ્રેજી
ગુજરાતી ટુંકી વાર્તામાં રુપાંતરકાર – હરીશ્ચન્દ્ર બહેનો
Like this:
Like Loading...
Related
બૌદ્ધિકને, સુધબુધ ન રહે ત્યારે શું કહેવું ?
જોતે છતે ન જોવું,એ જ નિયતિ હશે ?
બહારની દુનિયા અને પોતાની આંતરિક શાંતિ વચ્ચે
બેલેન્સ જાળવવાનું સ્માર્ટને સારું આવડે છે.
The message is clear.
Oversmartness is detrimental.
And also Prabhu je kare te sara mate.
But this humorous short story,reminds me the sad demise of our common friend,who was booked for the next flight from Mumbai to Aahmedabad,but travelled by earlier illfated flight as he reached the airport early.Destiny plays the part.
let it be little tribute to him by chance.
સ્માર્ટનેસ કે ચબરાકિયાપણાંને કાંઇ લેવાદેવા નથી.
“ના જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ” -નરસિંહ મેહતા.
જૂની માન્યતા પ્રમાણે જ કોઈને કાયમ માટે મૂલવી
શકાય નહીં.વાર્તાઓ એ રીતે ઘડાતી હોય છે ,કદાચ
સાચો બનાવ અને આવા લોકો અને અંજામ પણ
આવે,છતાં ઘણી વખત આવી વાતોનીચેના સાચું
વાક્ય જેવું જણાય કે
ભીંનુ છે માટે વરસાદ થયો હશે,,હા હા હા
મારી મીની કથાનું બચ્ચું.
રમેશ પટેલ(આકાશદીપ)
Sometimes instead of your burning desire to do something you are not able to do…………..
Why??????????
It is the “DESTINY”.
પોતાના લાભ માટે કોઈની બનાવટ કરવી ઍ ખોટું છે.
આપણે ત્યાં કહેવત છે “દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ”. તેવી જ રીતે કહેવાય છે “મોત તમને તેના સ્થાન પર ખેંચી જાય છે”. “સત્તા આગળ શાણપણ નકામુ”. તમારી ચતુરાઈ “ઉપરવાળા” પાસે ચાલે નહિ !!
ISHWARE NIRMAN KARYU E JA THATU HOY CHHE, MAANAVI DAHAPAN BATAVE CHHE ETLU JA.Thanks, shri Sureshbhai,
દાદા,
નમસ્કાર. ખુબ જ સરસ લઘુકથા તમે શેયર કરી, આભાર. આને નશીબ માનવું કે વિધાતાના લખેલાં લેખ કદી મિથ્યા જતા નથી તે માનવું! કે પછી દોસ્તો સાથે કરેલી ગદ્દારીનું ફળ સમજવું!!!..
agree with bhajmanbhai…
સ્માર્ટનેસ અને સ્વાર્થ ભેગા થાય તો મનુષ્ય રાક્ષસમાં રુપાંતરીત થાય છે. સ્માર્ટનેસ અને પરમાર્થ (નિસ્વાર્થતા) ભળે તો માનવીનું દેવતામાં રુપાંતરણ થાય છે. ચારિત્ર્ય વગરનો બુદ્ધિશાળી રાક્ષસ છે જ્યારે ચારિત્ર્યવાન બુદ્ધિશાળી દેવ છે. બાકી તો જેવી કરણી તેવી ભરણી.
kale savare su thavanu che kone khabar aema bija ne ullau banava ma aap ne kyare ullu bani jai ae su khabar???
vidhi same koi ver na thay nasib chapelo kagal che aema kadikoi fer na thay
http://shahhiral81-heenashah.blogspot.com/lease cheke my blog
mare ane tamara ma mukvu hoy to su karvu pade sir
The message is very clear that we should not make haste to make opinon about other.
This collection is very nice. I woud like to have more.
B.B.jani