સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બાસ્કેટબોલ – એક અવલોકન

બાસ્કેટબોલની રમત.

નીચેથી સાવ ખુલ્લી બાસ્કેટ. સાવ સાદી જાળી. આ બાસ્કેટમાં કશું જ સંઘરી ન શકાય. સાવ કામ વગરની બાસ્કેટ! બોલ એમાં પડ્યો નથી, કે નીચે પડી નથી ગયો.

બીજી બાસ્કેટો તો કેવી જાતજાતની અને ભાતભાતની હોય છે? નાની અથવા મોટી; પહોળી અથવા સાંકડી, જાળીવાળી અથવા સાવ છીદ્ર વીનાની  દીવાલવાળી, રંગવાળી કે વગરની, ડીઝાઈન વાળી કે વગરની – અનેક  જાતની બાસ્કેટો.   એમાં  કેટકેટલી ચીજ સંઘરી શકીએ?

પણ.. આમાં તો?

બબ્બે ટીમના બધા મળીને ચોવીસ ખેલાડીઓ બાસ્કેટના ઉપરના ભાગમાં બોલને પહોંચાડવા માટે મરણીયો જંગ ખેલે. એમાં બોલ નંખાઈ જાય તો જગ અને જંગ જીત્યા. પણ બોલ એમાં એક ઘડી પણ ન રહે.

——————–

જીવનમાં આપણે કેટકેટલી રમતો, જીવલેણ યુધ્ધો ખેલતા હોઈએ છીએ? – – આપણી બાસ્કેટમાં બધું આવી જાય  તે માટે.  પણ ખરેખર આપણી બાસ્કેટમાં કોઈ મતા ટકી રહે છે ખરી?

અથવા જેવી મતા આવી ગઈ  કે, બાસ્કેટ ભરાયાનો આનંદ સમાપ્ત. પછી નવી કોઈ બાસ્કેટની શોધ; અને એને માટે જીવલેણ જંગ ફરી પાછો શરુ!

એક દૃષ્ટીથી જોઈએ તો સાવ નીરર્થક પ્રવૃતી.

પણ બીજી નજરે?

રમવાનો આનંદ.

જીવવાનો આનંદ.

મડદાં બાસ્કેટબોલ નથી રમી શકતાં!

26 responses to “બાસ્કેટબોલ – એક અવલોકન

  1. dhavalrajgeera જાન્યુઆરી 5, 2010 પર 6:11 એ એમ (am)

    જેને બાસ્કેટમા બૉલ નાખી સ્કોર કરવાની,
    ટીમ સાથે હરીફાઈ જ કરવી છે.
    તે જીવનની કાણી બાસ્કેટનો વિચાર કરવા નથી બેસી શકતો.

    રાજેન્દ્ર ત્રિવેદી

  2. hiral જાન્યુઆરી 5, 2010 પર 8:08 એ એમ (am)

    good ramat basketball but gita ma kahyu che aem tu kary kar fal ni paexa na rakhish aem basket ma kai rahe ke na rahe prayatna to karta j rehva joi ae sir

  3. hiral જાન્યુઆરી 5, 2010 પર 8:09 એ એમ (am)

    jivan ma darek second ma navo padkar aave che ano samno kari ne aagal vadhata j rehvanu anu j nam jindgi che ramat e to ek ramat che

  4. siddharth j tripathi જાન્યુઆરી 5, 2010 પર 8:11 એ એમ (am)

    avlokan ma ek wat jati kari chhe te saru lagyu ke harif kheladi pratispardhi ne avrodhe chhe potani basket bharava maraniyo thay tyan sudhi ni vaat lgbhag sarva vyapt chhe. ramat na aanand ma kheldili pan etalij jaruri chhe jetali ke jit.

  5. pravinash1 જાન્યુઆરી 5, 2010 પર 8:25 એ એમ (am)

    The life is such. Keep on throwing ball in the ‘BASKET’ and enjoy till the last breath. Which makes life worth living.

  6. સુનીલ શાહ જાન્યુઆરી 5, 2010 પર 8:55 એ એમ (am)

    આપણી બાસ્કેટ બધું જ ઝીલી શકે એવી ભ્રમણાય માણસમાં ખરીને..?

  7. Capt. Narendra જાન્યુઆરી 5, 2010 પર 9:32 એ એમ (am)

    બાસ્કેટબૉલની રમતનું ગૌપ્ય પણ માણવા જેવું છે! કરેલા અભ્યાસ (જ્ઞાન), મહેનત (કર્મ) અને આપણી શક્તિ પ્રત્યે શ્રદ્ધા (ભક્તિ) મુજબ, કુશળતાપૂર્વક સહિયારું કામ થાય (બૉલ બાસ્કેટમાં જાય) તો તેનું ફળ (બે પૉઇન્ટ્સ) મળે, ન જાય તો કશું નહિ. કદાચ બૉલ પ્રતિસ્પર્ધીના હાથમાં જાય તો આપણી વિરુદ્ધમાં બે ગુણ ચાલ્યા જાય! અને જો પ્રતિસ્પર્ધી (સંજોગ? સમાજ? જગત? સગાં વહાલાં?) મજબૂત હોય અને આપણને ટકવા ન દે તો? શું આપણે હતાશ થઇને બેસી જઇએ? ભગવાન શ્રીકૃષ્ણ જેવા ઉત્તમ કોચની રાહ જોઇએ?

    અને બાસ્કેટ પોલી ન હોત તો?

    શું રમત, જીવન, ચાલુ રહે ખરૂં?

    તમારો લેખ હંમેશની જેમ ઉંડો વિચાર કરવા પ્રેરે છે.

  8. Harnish Jani જાન્યુઆરી 5, 2010 પર 9:39 એ એમ (am)

    બહુ સરસ વિષય અને બીજી બધી બાસ્કેટો સાથે સરખામણી-ગમ્યું.

  9. પી. યુ. ઠક્કર જાન્યુઆરી 5, 2010 પર 10:10 એ એમ (am)

    મુરબ્બીશ્રી સુરેશભાઇનું અવલોકન હંમેશની જેમ વિચારપ્રેરક છે.

    સાથે સાથે-
    બાસ્કેટ બોલ ઉપર શ્રી કેપ્‍ટન નરેન્દભાઇએ જે વાત કરી તે પણ સરસ છે.

    સમાજ, સંજોગ, સગાવ્હાલા પ્રતિસ્પર્ધી બની જાય અને પાછા મજબૂત હોય તો શું?

    સ્પોર્ટમેન સ્પિરીટ જ દાખવવાની !!

    હતાશા શા માટે ?
    હું હાર્યો કારણ કે ક્યાંક ચૂક છે –
    અને, તે જીતી ગયા કારણ કે, મજબૂત હતા.

    હા, કેપ્‍ટન કહે છે તેમ શ્રી કૃષ્‍ણ જેવા મજબૂત કોચની શીખ માથે ચઢાવવાની જ ને ?

    સંભવતઃ પ્રતિસ્પર્ધીઓની અયોગ્ય વર્તણૂંકનો ભોગ બની ગયા હોઇએ, તો ય વાંધો નહીં – કર્મ કિયે જા ફલકી ઇચ્છા મત રખ.

    ખરેખર સ્પોર્ટસ ખૂબ જરૂરી છે.
    સમૂહકાર્ય અને સમૂહજીવન શીખીને બીજાને સાંખી લેવાની શિક્ષા નાનપણમાં રમતથી મળે.

  10. Dilip Gajjar જાન્યુઆરી 5, 2010 પર 2:57 પી એમ(pm)

    શી ખબર રંગીન સપનું ક્યા ગયું
    રંગરુપ આકાર સઘળું ક્યાં ગયું ?
    શૂન્યતા ઘેરી વળી ચ્હે ચોતરફ
    ખાલી બાસ્કેટ છે ને તળીયું ક્યાં ગયું ?

    આ દુનિયા પણ તળિયા વગરની બાસ્કેટ જ છે તેમાથી બધુ નીચે ચાલ્યું જાય છે.

    જીવન એક રમત છે..નાટક છે..લોક્વત્તુ લીલા કૈવલ્યમ..કહ્યું છે ને પરમાત્માની પણ આ જગત લીલા હોઇ શકે..બાસ્કેટ બોલ રમત ઘણું કહી જાય છે આમ જુઓ તો વ્યર્થ ને આમ જુઓ તો સાર્થક જીવનમા રમત અને રમતમાં જીવન…તત્વજ્ઞાન દેખાય છે અવલોકન કરતા જઈએ તેમ તેમ….ખુબ સુંદર અવલોકન છે તમારું….

  11. અક્ષયપાત્ર જાન્યુઆરી 5, 2010 પર 4:08 પી એમ(pm)

    રમતનો આનંદ એકાગ્રતા વગર મળે ખરો? અને બોલ બાસ્કેટમાંથી પસાર થાય તો જ આનંદ છે ને? જીવનમાંથી પસાર થવાનો આનંદ પણ એકાગ્રતા જ આપી શકે. સચોટ ઉદાહરણ ! આપની દ્રષ્ટીમાં ખામી ન જ હોય ને?

  12. B.gJhaveri જાન્યુઆરી 5, 2010 પર 5:51 પી એમ(pm)

    I reminds me my child hood days.
    At that time there was one paisa coin.[One rupee=16 anana, I anna=4 paisa,1 paisa=3 pie].
    The coin was made of two concentric circles,having hole.My grandfather used to ask me;there are two views,one is there a hole in Paisa
    and second even though ther is a hole, paisa has unique value.Which is adoptable?

  13. Patel Popatbhai જાન્યુઆરી 5, 2010 પર 6:55 પી એમ(pm)

    Sri Jani Saheb

    Tunko Sado pan khubaj vicharva layak lekh chhe.

    Praytna no anand jarur male.

  14. Dharnidhar.Thakore જાન્યુઆરી 5, 2010 પર 7:48 પી એમ(pm)

    સંઘર્શ એજ જિવન.

  15. Ramesh Patel જાન્યુઆરી 5, 2010 પર 8:06 પી એમ(pm)

    જીવન એ ભગવાનની રમત છે

    કેટલાંય બ્રહ્માંડની બાસ્કેટમાં એ રમાડે છે

    રમતાં આપણે શીખ્યા કે નહીં?

    એ હર જન્મમાં શીખવાડે છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    સરસ મનનીય અવલોકન.કેટલા મજાના પણ ચીંતન ભર્યા

    વિચારો કોમેન્ટમાં.ખૂબ જ ગમ્યા અને માણ્યા.

  16. hanif જાન્યુઆરી 5, 2010 પર 10:43 પી એમ(pm)

    સુરેશભાઇ. સરસ અવલોકન.

  17. Ullas Oza જાન્યુઆરી 6, 2010 પર 12:37 એ એમ (am)

    સુંદર અવલોકન અને અવલોકન પર ઘણા મનનીય વિચારો.
    આ જિંદગીમાં ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનુ છે.
    આ બે સમય દરમ્યાન આપણે ઘણી બાસ્કેટ ભરીયે છિઍ કે ભરવાની કોશિશ કરિઍ છિઍ.
    બાસ્કેટ-બૉલની રમતમા ખેલાડી પોતે જ પોઈન્ટ મેળવીને ફાયદો કરે છે જ્યારે જીવનની રમતમા આપણે ભરેલી બાસ્કેટ, પૈસાની યા સંસ્કારની, તેનો ફાયદો આપણા કુટુંબીજનો તથા વારસદારોને મળે છે.

  18. Arpan Bhatt જાન્યુઆરી 6, 2010 પર 2:14 એ એમ (am)

    Respected Suresh bhai,
    I like the way you are explaining the philosophy of life just like modern M.K. Gandhi.

    Regards……

  19. અરવિંદ જાન્યુઆરી 6, 2010 પર 6:10 એ એમ (am)

    શ્રી સુરેશભાઈ
    રમતને પણ જીવનની ફિલસુફી સાથે સરખાવી દીધી આપ ખૂબ જ ઝીણું અવલોકન કરી જીવનને તેના સાચા સ્વરૂપમાં સરસ રીતે સમજાવી દો છો ! અભિનંદન અને ધન્યવાદ ! આવજો ! મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિદ

  20. Maheshchandra Naik જાન્યુઆરી 6, 2010 પર 9:39 એ એમ (am)

    A great philosophy ANE JIVANDARSHTY MATE congrats, shri Sureshbhai,

  21. atuljaniagantuk જાન્યુઆરી 6, 2010 પર 11:35 એ એમ (am)

    બધી જ રમતો આનંદ માટે રમવામાં આવે છે. અલબત્ત તેમાંથી એકાગ્રતા, સાહસિકતા, સંઘ ભાવના, ખેલદીલી, શારિરીક સ્વાસ્થ્ય, માનસિક આનંદ, ફેફસામાં તાજો પ્રાણવાયુ વગેરે પ્રાપ્ત થાય તે તેની આડ પેદાશ છે. જો કે માણસના દિકરાએ રમતોને પણ વેપારની વસ્તુ બનાવી દીધી છે તે અલગ વાત છે. આપણા જીવનની બધી દોડાદોડી આ તળીયા વગરની બાસ્કેટ ભરવા માટે જ આપણે કર્યા જ્ કરીએ છીએ કે જે ભરાતી પણ નથી અને આપણી તૃષ્ણા પણ અટકતી નથી. વળી રમતા રમતા આપણે ઘણી વાર નિયમોના ઉલ્લંઘન કરીને ભુલો પણ કરીએ છીએ અને પરીણામે આપણને ફાઉલના કાર્ડ બતાવવામાં આવે છે જો ચેતીએ તો રમતમાં ચાલુ રહી શકીએ પણ ભુલોની પંરપરા ચાલુ જ રાખીએ તો ફરજીયાત પણે રમતના મેદાનની બહાર ધકેલી દેવામાં આવે છે.

    સુંદર અવલોકન અને મનનિય પ્રતિભાવો.

    મારા માનવા પ્રમાણે બાસ્કેટબોલની રમતમાં ૨૪ નહીં પણ ભાઈઓની રમત માટે ૧૦ અને બહેનોની રમત માટે ૧૨ ખેલાડીઓ હોય છે. અલબત્ત ખેલાડીઓની સંખ્યા આ લેખ માટે અગત્યનો મુદ્દો નથી.

  22. shilpa prajapati જાન્યુઆરી 6, 2010 પર 9:15 પી એમ(pm)

    aha, kaik new topic 6
    shilpa..
    http://shil1410.blogspot.com/ જયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,ત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી?

  23. hiral જાન્યુઆરી 7, 2010 પર 1:53 એ એમ (am)

    please i requst u all reader please cheake y blog mane nathi aavdtu but maro ek prayatn che mara blog no http://shahhiral81-heenashah.blogspot.com/

  24. pragnaju જાન્યુઆરી 7, 2010 પર 11:02 પી એમ(pm)

    પણ બીજી નજરે?

    રમવાનો આનંદ.

    જીવવાનો આનંદ.

    મડદાં બાસ્કેટબોલ નથી રમી શકતાં!
    અને અમે તે રમત સમજાવવા ગંમતમા પૂછતા કે આ કાણી છાબડીમા દડો પરોવવાનો પ્રયાસ કેમ કરે છે?+++

  25. Wellwisher જાન્યુઆરી 8, 2010 પર 11:18 પી એમ(pm)

    We keep filling up our (leaky) body basket every day and enjoy it. In fact, main goal of our activities is to continue this game for a very very long period. So far so good. But many of us have found means to force others to fill up their baskets ( through corruption).