સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અફલાતુન તબીબ – ભાગ : 3 : પેશાબ બંધ

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

 

ભાગ – 1 :  ભાગ -2

કમરના દુખાવાને કમરતોડ વીદાય આપ્યા પછી એક વર્ષ વીતી ગયું હતું. પણ હવે મારી પત્નીને પેશાબ થવાની નવી તકલીફ ઉભી થઈ. એક આખો દીવસ પેશાબ થયો જ નહીં, અને  અસહ્ય દુખાવો ચાલુ થઈ ગયો. અમારા ફેમીલી ડોક્ટરે (મારા સાઢુભાઈ ડો. કમલકાન્ત વ્યાસ) ‘લેસીક્સ’ નામની દવા લેવાનું કહ્યું; અને ફાયદો પણ થયો. પછી આમ બે ત્રણ વખત થયું અને દવા ઘરમાં હાથવગી  હોવાને કારણે તકલીફ દુર તો થઈ ગઈ.

પણ ત્યાર બાદ ત્રણેક મહીના બાદ, દવા લીધા છતાં બે દીવસ સુધી કશી રાહત ન થઈ.

આથી અમે તો એક સ્પેશીયાલીસ્ટ પાસે પહોંચી ગયા. તેમણે તેને ઈમર્જન્સીમાં દાખલ કરી; અને લોકલ એનેસ્થેટીક આપી  પેશાબની નળી સાફ કરી આપી. ઘેર જતી વખતે તેમણે કહ્યું કે,

‘આ તકલીફ ફરી વખત અને વારંવાર ઉભી થઈ શકે છે; અને ફરી આ  સફાઈ કરાવવી પડશે.’

અમે તો ચીંતીત થઈ ગયા. ‘આ નવી બબાલને શી રીતે પહોંચી વળવું?’

અને અમને અમારા તારણહાર ‘અફલાતુન તબીબ’ ફરી યાદ આવી ગયા! અમે તો તેમના  ગાંધી આશ્રમની સામેના કેન્દ્રમાં, સાંજ પડતાં પહોંચી ગયા.

ગીદવાણીજીએ  હસીને અમને આવકાર્યાં. જ્યોતિના કમરના દુખાવાની  અને મારી ખાંસીની ખબર પુછી. તેમની સ્મરણ શક્તી અદભુત હતી. સારી ખબર જાણી તે ખુશ થયા અને પુછ્યું ,

” क्यों क्यों आज कौनसी मुसीबत लेके आये हैं?”

અમે આ નવી આપદા તેમને જણાવી. તરત ચપટી વગાડીને કહ્યું ,

” એ ‘લેસીક્સ’ લેવાનું આજથી બંધ. અહીંથી સીધા ફળબજારમાં પહોંચી જાઓ, પાવલી છાપ મોસંબીનો કરંડીયો ખરીદી લાવો અને માત્ર જ્યુસ પીવાનું શરુ કરી દો. અને એક બે દીવસ નહીં – એક આખું અઠવાડીયું !“

અમે ત્યાંથી નીકળ્યા અને રસ્તામાં ફળના રસની દુકાનેથી ( જ્યુસ સેન્ટર) કશી ભેળસેળ વગરનો, બરફ પણ નહીં ઉમેરેલા રસનો આખો પ્યાલો પી લીધો. (બરફ ન ઉમેરવા માટે વધારાની રકમ આપીને સ્તો ! )

અમે અમદાવાદ રેલ્વે સ્ટેશન પાસેના ફળોના બજારમાં પહોંચ્યા પણ  ન હતા અને જ્યોતિને બાથરુમ જવું પડ્યું. અમદાવાદમાં સ્ત્રીઓ માટે જાહેર બાથરુમની અગવડ તે વખતે અમને બહુ સાલી!  સ્ટેશન પાસેની  એક હોટલનો સહારો લેવો પડ્યો. પણ કરંડીયો ખરીદતાં પહેલાં જ રાહત થઈ ગઈ.

જડબેસલાક બેસી ગયેલી શ્રદ્ધાના કારણે, પુરા સાત દીવસ, દરરોજ ત્રણ વખત, મોસંબીના રસનું સેવન ચાલુ રહ્યું.

અને આ વીસ વર્ષ વીતી ગયા . ફરી આવી હરકત ઉભી થઈ નથી.

વળી દસેક વર્ષ વીત્યા અને જ્યોતિને માસીક ધર્મની તકલીફો થવા માંડી. બધાંની સલાહ માનીને અમે તેની બન્ને પ્રસુતી કરાવી આપનાર ડો. વિશાખાબેન પાસે ગયા. તેમની સલાહ અનુસાર અમે કાયમી છુટકારા માટે તેનું ગર્ભાશય અને અંડપીંડો કઢાવી નંખવાનું નક્કી કર્યું.

ઓપરેશનના દીવસે અગાઉથી  જ મોસંબીનો કરંડીયો અને જ્યુસર અમારા રુમમાં હાજર હતાં. ઓપરેશન પહેલાં અને પછી; દીવસમાં ત્રણ ત્રણ વખત રસના પ્યાલાની રફ્તાર શરુ થઈ ગઈ.

જ્યારે ટાંકા તોડવાનો વખત આવ્યો ત્યારે ખુદ વિશાખાબેનને પણ આટલી સરસ રુઝ આવી ગયાથી બહુ આશ્ચર્ય થયું. અમારા રસ પ્રયોગની તેમણે પણ મુક્ત મને પ્રશંસા કરી; અને ઉમેર્યું,

” અમે પણ દરદીઓને  માત્ર ફળો ઉપર રહેવાનું કહીએ જ છીએ; પણ ચા દેવીની માયા છોડવા કોઈ તૈયાર થતું નથી!“

આ બન્યું ત્યારે તો ગીદવાણીજી હયાત ન હતા; પણ અમે તેમને મનોમન નમસ્કાર કરીને હરખાયાં હતાં.

—————————

( આગળનો હપ્તો જ્યોતિને વંચાવ્યો; ત્યારે તેણે આ ઘટના યાદ કરીને આ લેખ લખવા મને કહ્યું છે.)

14 responses to “અફલાતુન તબીબ – ભાગ : 3 : પેશાબ બંધ

 1. Chirag જાન્યુઆરી 7, 2010 પર 10:10 એ એમ (am)

  દાદા, ગીદવાણીજીનું કોઈ પુસ્તક પ્રાપ્ય ખરુ?

 2. pragnaju જાન્યુઆરી 7, 2010 પર 11:11 પી એમ(pm)

  વાહ્

  સાથે થૉડી ગંમત કરીએ

  કૃષ્ણભક્ત મા ફલેષુ કદાચનમા માનતા હોવાથી ફળ ન ખાય
  તેથી
  રસોવૈ બ્રહ્મઃ લે!!
  અને આમેય પિશાબનું એક અલગ શાસ્ત્ર છે
  એક દર્દીને તો પિશાબ પાઈ આવા વ્યાધિ સિવાય બીજામાંથી પણ મુક્તી આપી!!

 3. સુરેશ જાની જાન્યુઆરી 8, 2010 પર 8:41 એ એમ (am)

  મા ફલેષુ કદાચન

  હા! ..હા! ..હા! ..હા! ..

  માટે જ ગુજરાતી લોકો ફળથી દુર રહે છે !!!!

  હવે શીવામ્બુ શાસ્ત્ર પર લખવું પડશે !

  પણ પહેલાં સ્વાનુભવ પણ કરવો પડે ને?

 4. Chirag જાન્યુઆરી 8, 2010 પર 8:51 એ એમ (am)

  શરીર જે કચરો શીવામ્બુરુપે બહાર કાઢે છે એ જ ફરી શરીરને પધરાવવાથી કોઈ સારી ઘટના ઘટી શકે???

 5. dhavalrajgeera જાન્યુઆરી 8, 2010 પર 4:21 પી એમ(pm)

  Bhai Suresh, For all who wants to learn!

  “The Juice Fasting Site for Health – Weight Loss and Detox.”

  There are several kinds of fasts, from those for religious reasons that fast until sundown to those who take nothing but water for long periods. If the fasting is for health purposes, it makes sense to support your body’s needs while you reduce or remove some necessary elements from your diet.

  The basic elements that we need to remove from our diet for the sake of our health are cooked food and animal products. This includes the denatured packaged products such as white flour, refined sugar etc. and all animal products such as red meat, poultry, fish and eggs. The only animal product that is usually allowed is a little honey for sweetening purposes. The best single method to accomplish these ends is to juice fast.

  In order to do this properly, you will need a juicer which is a machine specifically made for this purpose, It is nor a mixer or a blender. It is not a citrus juicer. it is a device that is made to deliver vegetable juice out of a spout while the fiber is deposited another way.

  Some people may enter a juice fast as a way to address some disease condition. Others may use a fast in order to detoxify their body or to lose weight. For whatever reason you may chose to juice fast, one dramatic element is the immediate and dramatic loss of stored body fat. This has multiple health benefits.

  Much of the toxins stored in our body are in our body fat. Metabolizing the fat forces the toxins into the blood stream where the body processes them to be eliminated. This elimination is not entirely done through the alimentary canal and the urinary tract. A major organ of elimination is the lungs. We will breathe out some toxins in our breath.

  Another major organ of elimination is the skin. We will not only exude toxins from the surface of our skin, causing people to bathe frequently every day, but the skin may erupt in boils as the toxins, especially petro-chemicals accumulate in boils.

  As we realize the great load of poisons we have carried by the amount of toxins that are being discharged, we can wonder how we survived at all. One lady of my acquaintance was so severely involved by the heavy discharge of chemotherapy chemicals from her skin that she constantly showered. Also, her breath was foul and her mouth had a chronic horrible taste.

  This was all accomplished by juice fasting.

  On the other hand, I also know a man who was only slightly affected by the discharge of toxins from his body, as he lost a pound a day for 28 days.

  It all depends upon what is the challenge to your body to detoxify and how your body, in its own wisdom, ‘decides’ to lose the stored poisons.

  The ‘rule of thumb’ is to stay on the juice fast until you have been free of detoxification symptoms for two days. These symptoms can be rather severe, making one to believe that ‘the cure is worse than the disease.’ However, this is certainly not true in the long run.

  It is possible, during an extended fast, that a person may have more than healing crisis. You know that you are succeeding when you have a healing crisis. In cases of severe illness, some practitioners provide a juice fasting program for, perhaps, three days a week and the rest of the time the patient eats normally of selected fresh fruits and vegetables.

  Meats are not a part of a recovering patient’s diet, especially during the critical detoxification period. After that, some practitioners allow the patient to have small amounts of animal protein sources such as two ounces of white fish or an egg a week. Other practitioners do not allow their patients to eat any animal products during their recovery or sustaining periods.

  The prohibited foods include all animal flesh of any kind, including fish, poultry, eggs and dairy products. The only exception for some is the inclusion of a tablespoon of honey once a day for sweetening.

  A strict juice fast is sometimes necessary until a good recovery is established. This may take from several days to three weeks or more. Almost always, there is immediate evidence of the success of the fast. The patient will know the next day, the family will know in two or three days and the doctor may see measurable results within a week or so.
  ————————————————————
  Dr. Moser teaches how to lose weight fast in this downloadable 266-page step-by-step
  Juice Fasting Guide.

  Rajendra M. Trivedi, M.D.

 6. NARENDRA JAGTAP જાન્યુઆરી 9, 2010 પર 9:22 એ એમ (am)

  મા.સુરેશ્ભાઇ ..નેચરોપથી ખરેખર કામ ની ચીજ છે પણ આ સંતરાવાળુ ખુબ જ કામનું લખ્યું …આભાર ..પ્રયોગ ચાલુ કર્યો છે…

 7. Rekha Sindhal જાન્યુઆરી 9, 2010 પર 10:31 એ એમ (am)

  આપને ખબર હશે કે ક્રેનબરીનો રસ પણ મૂત્રલ ગણાય છે.

 8. સુરેશ જાન્યુઆરી 9, 2010 પર 10:54 એ એમ (am)

  Hello dear Narendra,
  Sorry to correct you. But it is Mosambi – not Narangi. Orange has more citric acid.

  On 22nd Dec. I underwent Cataract surgery ( MOtiya) and 2 days before and till now after surgery , I take 4 Mosambi juice in the afternoon. Even at my age of 67 my recovery is par excellent.

 9. Kamal Vyas જાન્યુઆરી 12, 2010 પર 3:41 એ એમ (am)

  Thanks to naturopathy-Mosambi.
  Very much glad to know the come back of nice vision and speedy recovery from cataract operation and resuming the Blog activity as before.
  But we will miss you here in Sagar’s marriage if you are not permitted to travel to India by the ophthalmologist.
  All the best wishes……….Kamal,Pragna and Krisha

 10. Pingback: અફલાતૂન તબીબ – ભાગ ૬ ….મેથીપાક | ગદ્યસુર

 11. Pingback: અફલાતૂન તબીબ, ભાગ -૭ – ઢીંચણનો દુખાવો | ગદ્યસુર

 12. Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: