ગઈ કાલે એક સરસ ફીલ્મ ‘શોર્ટ કટ’ જોઈ. અહીં વાર્તા જણાવીને જેણે ફીલ્મ ન જોઈ હોય, તેવા વાચકોની રસક્ષતી કરવી નથી. પણ એ ફીલ્મ જોયા બાદ મારા મનમાં ઉપજેલા વીચારો રજુ કરું છું –
આખી ફીલ્મ સીનેમા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. આથી તેની પ્રાર્શ્વભુમીકા અત્યંત રસપ્રદ છે. સજ્જન અને સીદ્ધાંતલક્ષી હીરો અને દુર્જન અને ચલતા પુર્જા જેવો વીલન જેવાં, ચીલાચાલુ મુખ્ય પાત્રો હોવા છતાં. વાર્તાનો પ્રવાહ અને કથાવસ્તુ સાવ નવાં અને તાજાં લાગે છે. જેને એક્શન ફીલ્મો ગમતી હોય, તેમને માટે પણ શ્વાસ અધ્ધર કરી દે તેવા સીન છે. થાઈલેન્ડમાં કરાયેલાં અમુક શુટીંગ, આ ચીલાચાલુ ફોર્મ્યુલાને માફક આવે તેવા હોવા છતાં; વાર્તાના પ્રવાહ સાથે સારો મેળ પાડી લે છે.
પણ મને જે ચાર વાત બહુ જ ગમી તે –
- સામ્પ્રત સમાજમાં અનીવાર્ય બની ગયેલા દુષણ – બધા સીદ્ધાંતો અને મૈત્રીની અમુલ્ય મુડીને બાજુએ મુકીને અપનાવાતા શોર્ટ કટ પર પ્રહાર – એ આ ફીલ્મનો મુખ્ય ઉદ્દેશ બની રહે છે. વીલનના પાત્રમાં રાજેશની આ બાબતમાં દુર્જનતા સમાજમાં ઠેર ઠેર જોવા મળતા નીતીનાશ તરફ ધીક્કાર પેદા કરવામાં એકદમ સફળ નીવડી છે.
- સમાજનાં દંભી વલણો અને કેવળ સફળતાને પ્રાધાન્ય આપવાની રીત રસમ શેખર નામના હીરોને સતત હતાશા તરફ ધક્કેલતાં જાય છે. મીત્રમાંથી શત્રુ બની ગયેલ વીલનની દુર્જનતાને અતીક્રમીને તે એક સારી ફીલ્મ બનાવવાના પોતાના ધ્યેયને વળગેલો રહે છે. ચરમસીમા પહેલાં તેનાથી દુર ચાલી ગયેલી, માનસી નામની પત્નીનો મજબુત અને પ્રામાણીક સહારો મળતાં, હીરો અદભુત અને જકડી રાખે તેવી ચરમસીમા હાંસલ કરી શકે છે. સદનો અસદ પરનો આ વીજય થ્રીલીંગ હોવા છતાં સ્વાભાવીક લાગે છે.
- ચાલીના રહીશોએ શેખરની ફીલ્મના સર્જનમાં આપેલાં અભુતપુર્વ – કદાચ અસંભવીત લાગે તેવાં – સહકાર અને બલીદાન. આ પાસું નાટ્યાત્મક હોવા છતાં મધ્યમ વર્ગની જનતાનો નીર્ધાર અને સામુહીક તાકાત શું પરીણામ અને પરીવર્તન લાવી શકે છે; તે તરફ સામાન્ય માણસો માટે અનુકરણીય ઉદાહરણ આપી જાય છે.
- બે ગુજરાતી સાઈડ પાત્રો – ચાલી માલીક કાંતીભાઈ અને ફીલ્મ પ્રોડ્યુસર દુરાની – હીરોની સત્યનીષ્ઠતા અને કાબેલીયતને પીઠબળ આપતાં બતાવ્યાં છે. એક ગુજરાતી તરીકે મને આ જરુર બહુ જ ગમી ગયું. ફીલ્મોમાં ચીલાચાલુ રીતે ઉપસાવાતી ગુજરાતીઓનાં સ્વાર્થ, લુચ્ચાઈ અને વ્યાપારીપણાની – ગુજ્જુતાની – ઈમેજના સ્થાને આ ફેર બહુ જ આવકારદાયક લાગ્યો.
…………
પણ ફીલ્મનો રીવ્યુ લખવાનો વીચાર આવવાની પાછળની ભુમીકા સાવ અલગ છે. અને તે છે – મારી પોતીકી વીચારશૈલી.
‘શોર્ટકટ લેવો અયોગ્ય છે.’ – તેવી સુફીયાણી ડ્રોઈંગરુમી, સલાહ આપવી બહુ સરળ છે. પણ સામ્પ્રત સમાજની વાસ્તવીકતાઓ તરફ લક્ષ્ય આપીએ; તો આ બધાને માટે, હમ્મેશ માટે શક્ય છે? સાવ ક્ષુલ્લક લાગે તેવાં, પણ આ બાબતને સ્પર્શતાં ત્રણ અવલોકનો કદાચ આ બાબત સૌને વીચારતા કરી દેવા માટે પ્રસ્તુત લાગશે –
શોર્ટ કટ : લોન્ગ કટ : અનુકુળ રસ્તો
Like this:
Like Loading...
Related
શોર્ટકટ જોવી પડશે ..જોઇશ પછી કૈક કહીશ…
દાદા, આપને અભિનંદન…! આપે સરસ આલેખન કર્યું. આપ નવા નવા શિખરો સર કરી રહ્યા છો. શોર્ટકટનો લોંગ વ્યુ સુંદર રહ્યો.
હિન્દી ફિલ્મો માટે હમણાંથી અંગ્રેજી નામોની ફેશન ચાલી છે કે શું? આપનો રીવ્યુ વાંચવો ગમ્યો જો કે ફિલ્મો જોવાની ઈચ્છા જ હવે તો નથી થતી અને સમય પણ નથી મળતો.
shri Sureshbhai ,always there is vision in your views.
વસંત પંચમી
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit
With regards
Ramesh Patel(Aakashdeep)
આજકાલ સારી ફિલ્મોનો ફાલ છે. વચ્ચે એક લાંબો તબક્કો એવો આવ્યો હતો કે સારી ફિલ્મો બહુ ઓછી જોવા મળતી.. સરસ કામ લતા હિરાણી
સુંદર રીવ્યુ
અમારા જમાઈ ટૉરન્ટો હતા ત્યારે હૉલીવુડ ફીલ્મ “શૉર્ટ સરકીટ”ના આસી ડીરેકટર તરીકે ભારતના કુટુંબના વાતાવરણને ડીરેકટ કરેલું !
તેમને ભૅટ મળેલ ડીરેકટર ચેર કાઢી નાંખેલી તે મને ગમ્યું ન હતું………………
movie joyi nathi jovi pase have
ડીરેક્ટર ચેર મને બહુ ગમે છે 😛
હા, શોર્ટ કટ જોવી પડશે – એવા વખતે જ્યારે મારી પાસે શોર્ટ કટ અને લોંગ કટ – એવા બે રસ્તા પસંદ કરવાના છે..
ek film sathe ni tamari vaat khub gami … haju pan kaink navu aapo.