સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સમ્મોહન – એક વીચાર

સમ્મોહન વીશેના અનુભવો લખતાં લખતાં આ લેખ લખવાનું બીજ મનમાં રોપાયું. અહીં એવા કોઈ અનુભવોનું વર્ણન તમને નહીં મળે; પણ સમ્મોહનોના પ્રકારો વીશેના મારા વીચારો વ્યક્ત કરવાનો આ પ્રયાસ છે. આ કશા સંદર્ભ વીના, કેવળ મારા મનમાં ઉદભવેલા વીચારો છે. એમાં ક્ષતી હોવાની કે પુર્ણતા ન હોવાની પુરેપુરી શક્યતા છે. વાચકને એ જણાય તો મને ક્ષમા કરે; અને મુક્ત રીતે પ્રતીભાવ આપી, આવી મર્યાદાઓ તરફ અંગુલીનીર્દેશ કરે તેવી આગ્રહભરી વીનંતી છે; જેથી આ વીચારધારાને વધારે  પુર્ણ અને તાર્કીક બનાવી શકાય

….

સમ્મોહનના પ્રયોગો પરથી એ નીર્વીવાદ ફલીત થાય છે કે,  માનવમન અને ચેતાતંત્રમાં અબાધ શક્તીઓ ધરબાઈને પડેલી છે; જેને બાહ્ય સુચનો દ્વારા જાગૃત કરી શકાય છે. ( જુઓ  :    – 1 ––  2  – )

આવી  જ શક્તી વીપશ્યના અથવા પ્રેક્ષાધ્યાનની છે, એના અનુભવો પરથી પણ ફલીત થાય છે કે, પોતાના સજાગ પ્રયત્નોથી આપણે આપણા મન પર કાબુ મેળવવા, મુળભુત રીતે  સક્ષમ છીએ. એ માટેના અથાક પ્રયત્નો કરવામાં આવે તો વીમુક્ત અવસ્થાએ પહોંચી શકવાની માનવ મનની ગુંજાઈશ છે. ( જુઓ :   – 1 ––  2  – :  – 3   – :  –  4  – )

તદુપરાંત ભૌતીક સ્તર પર પણ અનેક દાખલાઓ મોજુદ છે જેમાં પ્રબળ ઈચ્છાશક્તી વડે અનેક વીરલાઓએ  અપ્રતીમ સીદ્ધીઓ હાંસલ કરી છે. દા.ત. તેનસીંગ/ હીલારીનું એવરેસ્ટ આરોહણ,  નેપોલીયનનો યુરોપ વીજય, ઉત્તર અને દક્ષીણ ધ્રુવ તરફની મુસાફરીઓ,  આઈન્સ્ટાઈનની સાપેક્ષતાના સીધ્ધાંતોની શોધ, ચન્દ્ર ઉપર નીલ આર્મસ્ટ્રોન્ગનું પદારોપણ, બ્રેલ લીપીની શોધ, હેલન કેલરનું શીક્ષણ, ઓલીમ્પીક રમતોના વીશ્વ વીક્રમો, ગીનેસ બુકના વીક્રમો વી. વી. અનેક અને વીવીધ જાતના આવા દાખલા આપણને મળી આવશે; જેમાં આવા વીશીષ્ઠ માનવો પ્રબળ ઈચ્છાશક્તી  વડે અસાધ્ય સીધ્ધીઓ મેળવી શક્યા છે.

મારી માન્યતા અનુસાર આ બધા સમ્મોહનોના વીશીષ્ઠ પ્રકાર છે –  એક જ દીશામાં સતત મનને જોતરવાથી હાંસલ થઈ શકતી સીધ્ધીઓ.

પણ એક બીજી જાતનું સમ્મોહન છે; જેનાથી આપણે સાવ અભાન અને અજાણ હોઈએ છીએ; અથવા એ એટલું તો સહજ છે કે, આપણે તેને સ્વાભાવીક (Taken for granted ) ગણી લીધેલું છે. આ છે વીચારો, માન્યતાઓ, પુર્વગ્રહો, ટેવોનું, વીશ્વાસોનું સમ્મોહન – ખાસ કરીને બહુજન સમાજમાં.

માન્યતાઓ – ધાર્મીક, સામાજીક, નૈતીક, રાજકીય… અનેક જાતની માન્યતાઓ. આ બધાં આપણા ઘડતરમાં એટલા સહજ રીતે વણાઈ ગયાં છે કે, એને આપણે સનાતન સત્ય માની લીધાં છે.

પુર્વગ્રહો – વ્યક્તીઓ, સમાજો, વ્યવસ્થાઓ વીશેના પુર્વગ્રહો. એ આપણા સ્વભાવમાં એટલા બધા આરુઢ થઈને પડેલા છે; જેને કારણે આપણે એનાથી વીપરીત રીતે, મુક્ત મનથી વીચારી જ શકતા નથી.

ટેવો – અંગત, કૌટુમ્બીક, સામાજીક, જુથગત, રાષ્ટ્રીય ટેવો. આપણે જે પણ કરતાં હોઈએ છીએ; તે બેસી ગયેલી રઢણના આધારે કરતાં હોઈએ છીએ.  નાનામાં નાની ક્રીયાઓથી માંડીને વીશીષ્ઠ કાર્યો માટે આપણે આપણી જાતને શીક્ષણ આપેલું છે – એની ટેવ પાડેલી  છે. એનાથી જુદી રીતે કરવા , નવી ટેવ પાડવી પડે છે !

આ દરેકની ઉપર પુરક માહીતી અને દાખલાઓ આપી; અનેક લેખો લખી શકાય. પણ અહીં સ્થળ અને સમય સંકોચને કારણે આ તરફ માત્ર અંગુલીનીર્દેશ જ કર્યો છે. પણ આ બધી મર્યાદાઓ આપણે બહુ સારી રીતે સમજી શકીએ તેમ છીએ જ.

આ સાવ સાવ સહજ સમ્મોહન છે. આપણું અંગત, સમાજોનું, રાષ્ટ્રોનું સમગ્ર માનવ જાતનું સૈકાંઓથી, પેઢી દર પેઢી, જન્મથી મરણ સુધી થતું રહેલું સમ્મોહન છે= એમ મારું માનવું છે. અને દુખની વાત એ છે કે, આપણે એનાથી એટલા બધા ટેવાયેલા છીએ કે, એનાથી મુક્તી કો’ક વીરલા જ મેળવી શકે છે – ઉપર દર્શાવેલાં ત્રણ  વીશીષ્ઠ સમ્મોહનોનો પ્રયોગ કરનાર વ્યક્તીઓ – એવા બીજા ખાસ પ્રયત્નો કરી શકનારી વીશીષ્ઠ વ્યક્તીઓ.

આમ કેમ? શા માટે માનવીનું પાયાનું ઘડતર મુક્ત મનને ઉછેરી ન શકે?

માનવ ઈતીહાસમાં અનેક શકવર્તી અને ક્રાન્તીકારી   બદ્લાવ આવ્યા છે . દા.ત.

 • આગ અને પૈડાંની શોધ
 • પશુપાલન અને ખેતીની શોધ
 • છાપકામની શોધ અને આનુષંગીક શૈક્ષણીક ક્રાન્તી
 • પુનરુથ્થાન – રેનેસાં
 • વૈજ્ઞાનીક ક્રાન્તી
 • ઔદ્યોગીક ક્રાન્તી
 • પ્રજાકીય શાસનની ક્રાન્તી
 • વૈચારીક ક્રાન્તી
 • સંચાર/ પ્રત્યાયનની ક્રાન્તી( IT revolution)

….

પશુ જીવનમાંથી આધુનીક માનવ સંસ્કૃતી સુધીની ઉત્ક્રાંતીનો શું અંત આવી ગયો છે?

મારો વીશ્વાસ છે –  ના !

ઉત્ક્રાંતી સાહજીક પ્રક્રીયા છે. જો માનવ જાતી મહામાનવ બને – તે એની નીયતી હોય; તો માન્યતાઓ, પુર્વગ્રહો અને ટેવોનાં સમ્મોહનોથી મુક્ત માનવ સમાજ – એ શક્ય, યુગવર્તી અને જરુર આવનાર ક્રાન્તી હશે.

બધી મર્યાદાઓથી મુક્ત, અનંત શક્યતાઓના આકાશમાં મુક્ત ઉડ્ડયન કરી શકે તેવો, વૈશ્વીક માનવસમાજ જરુર આકાર લેશે.

આપણે આ વીશ્વાસને દૃઢ બનાવીએ – આ વીચારધારાનું સંવર્ધન કરીએ તો?

20 responses to “સમ્મોહન – એક વીચાર

 1. Rekha Sindhal જાન્યુઆરી 13, 2010 પર 10:08 એ એમ (am)

  મુક્તિ અને ક્રાંતી શક્ય છે જ, અશક્ય કંઈ જ નથી જો નિર્ધાર દ્રઢ હોય તો !

 2. Chirag જાન્યુઆરી 13, 2010 પર 10:23 એ એમ (am)

  મેં ક્યાંક વાંચ્યુ હતું કે આપણુ શીવથી દુર થવુ અને માયામાં રત રહેવું એ પણ શીવનું સમ્મોહન છે!

 3. સુરેશ જાની જાન્યુઆરી 13, 2010 પર 10:59 એ એમ (am)

  શીવ, ઈશ્વર, ખુદા, યહોવા, અહુરમર્ઝ્દ .. પરમ તત્વ .. જે કહો તે .. એ પોતે એક શક્તી છે.

  તેને પણ નીયમીત અનીયમીતતા ; વ્યવસ્થીત અવ્યવસ્થા જેવાં બંધનો નડતાં હોય તેમ લાગે છે.
  એમ ન હોય તો શીવ એવા તેણે અશીવ, દાનવ, અભદ્ર, ક્રુર, પાશવી એવાં તત્વો કેમ સર્જ્યાં – કેમ નીભાવી લે છે?

  ગોએન્કાજીના શબ્દોમાં આ પ્રપંચ પણ સત્ય છે. એનાથી ઉપરવટ જઈ પરમ ચેતનાની અનુભુતી થવી , તે પણ સત્ય છે !!
  ગને તે માન્યતા હો.. વૈશ્વીક માનવતામાં આપણો વીશ્વાસ દૃઢ હો.

 4. Patel Popatbhai જાન્યુઆરી 13, 2010 પર 8:48 પી એમ(pm)

  Sri Jani saheb

  Saras lekh chhe. Aag thi IT sudhi ,
  manvina Have pachhina prayan !!!
  Manvi na praytno upar chhe.

  Shiv !!! Bhai Sri Chirag na Javab ma
  Tame je varnan karyun khubj sundar !!
  Divytano Uttthan Hiro-Vilan vina Shakyaj
  Nathi.

 5. Ramesh Patel જાન્યુઆરી 13, 2010 પર 11:00 પી એમ(pm)

  શીશુવયમાં ગ્રહણ શક્તિ ખૂબ જ હોયછે.માણસ સંજોગોથી ઘડાય છે.સારા નરસાની મૂલવણી

  પોતાના ફાયદા મુજબ થાય છે.વિકાસની સાથે આધ્યાત્મિક ઉન્નતિ પણ સારી સમાજ

  વ્યવસ્થા માટેજરુરી છે.વિજ્ઞાનના લાભ સાથે મનના લોભ અને સંકુચિત માનસને ત્યજી

  વિશાળ પરીક્ષેપમાં નવો સમાજ ઘડાય અને વર્ષો અગાઉની પરિસ્થિતિની મૂલવણી

  કરી યોગ્ય ફેરફારોનો સ્વીકાર તે નવાયુગ માટે જરુરી છે.

  આપના સૂચનો અને વિચાર નવી દૄષ્ટિની પહેલ કરતા અનુભવાય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. Dilip Gajjar જાન્યુઆરી 14, 2010 પર 12:33 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ, ખુબ ગમ્યો લેખ ડિટેઈલ્માં ફરી વાન્ચીશ વિહંગાવલોકન કરી ગયો..આ પણ મનની એક શક્તિ જ ને..હા મને વિશ્વાસ છે બન્ધન અને મુક્તિ બન્ને માનસિક જ છે તેમાથી મુક્ત બની શકાય. મારણ મોહન સમ્મોહન ઉચ્ચાટન ઘણી વાતો છે આપ ઘણું જાણો છો આ બાબતમાં..ગમ્યું….

 7. hanif જાન્યુઆરી 14, 2010 પર 11:04 પી એમ(pm)

  સુરેશભાઈ, આ લેખ ખુબ ગમ્યો .

 8. ASHWEEN PARIKH જાન્યુઆરી 15, 2010 પર 1:05 એ એમ (am)

  Evolutionary journey from a unicelular life to superconsciousness is nothing but ‘Jiv to Shiv’ concept. Don’t ignore our epics and scriptures but try to understand them. Think with open mind as rationalism doesn’t always deliver everything. Our ancient sages had explored most extenssively and a amicable compromise of ‘Maan and Buddhi’ (Mind and intelect) only can give us the right direction

 9. સુરેશ જાની જાન્યુઆરી 15, 2010 પર 6:39 એ એમ (am)

  શ્રી . અશ્વીન ભાઈ,
  તમારી વાત સાચી. અંતરની વાણીમાંથી જે જ્ઞાન મળે તે જ સત્ય.
  પણ વેદ અને ઉપનીષદ કાળમાં જે ચીંતન થયું, તેનો વ્યવહારમાં જે હાલ થયો છે; તે જોતાં બહુ ગ્લાની થાય છે. સાપ ગયા અને લીસોટા રહ્યા. અને લીસોટા પણ પોતપોતાના આગવા પાડવા માંડ્યા.
  બુધ્ધ કહી ગયા હતા –
  अप्प दीपो भव
  એ સ્વતંત્ર બુધ્ધીથી વીચારવાની શક્તી આપણે ગુમાવી બેઠા છીએ.
  મારા પોતાના વીપશ્યનાના અનુભવો નવરાશે વાંચી જોજો . આ લેખમાં તેની લીન્કો આપી છે. અને બુધ્ધ જેવા મહાન ચીંતક ના ગયા પછી, એમનો ઉપદેશ સાવ વીસરાઈ ગયો અને બુધ્ધ માન્યતા ભારતમાંથી વીદાય થઈ ગઈ.

  આવું જ વેદ અને ઉપનીષદનું છે. તે કાળમાં વ્યક્તી અને મુર્તી પુજા ન હતી. પછી બ્રહ્મા , વીષ્ણુ અને શંકરની પુજા આવી. પછી રામ અને કૃષ્ણ જેવા કાબેલ રાજાઓની પુજા આવી. અને શ્રધ્ધાના અતીરેકમાં, ભવ્ય ભુતકાળની ગાથાઓ ગાતા રહ્યા. અને દુનીયા યો ક્યાંની ક્યાં પહોંચી ગઈ.
  હવે ક્યારે જાગીશું?

 10. atuljaniagantuk જાન્યુઆરી 15, 2010 પર 12:03 પી એમ(pm)

  સંમોહન વિશે મનનીય વિચારો.

  પ્રશ્ન તે છે કે આ સંમોહન ઉપયોગી છે કે નુકશાનકારક ? મારા મતે તો કોઈ પણ પ્રકારનું સંમોહન નુકશાનકારક જ છે કારણકે સંમોહિત કરનારનો હેતુ મહદઅં શે સંમોહિત થનારનું કોઈ ને કોઈ રીતે શોષણ કરવાનો હોય છે. વળી તેમ ન હોય તો પણ સંમોહિત થનાર પોતાની સ્વતંત્રતા તો ગુમાવે જ છે. તેથી સંમોહિત થવું એટલે સીધી જ ગુલામી. દા.ત. હું મારી જાતને બ્રાહ્મણ તરીકે સંમોહિત કરુ એટલે હું મારી સાહજિકતા ગુમાવી બેસું અને વિચાર કરવા લાગું કે બ્રાહ્મણને આ શોભે કે કેમ? મારી જાતને હું પુરુષ તરીકે સંમોહિત કરુ એટલે પુરુષના બધા જ આચારો સ્વેચ્છા એ જ હું મારી ઉપર લાદીશ. મારી જાતને હું જ્યારે માનવ તરીકે સંમોહિત કરુ છું ત્યારે માણસે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ તે બધું જ મારી ઉપર બોજારુપે સવાર થઈ જાશે. ખરેખર તો જે આવા સર્વ સંમોહનથી દૂર છે તે જ મસ્તી થી જીવે છે અને બીજાને પણ સંમોહનથી દુર કરી શકે છે.

 11. atuljaniagantuk જાન્યુઆરી 15, 2010 પર 12:54 પી એમ(pm)

  સંમોહનને દુર કરતું એક સુંદર સ્તોત્ર વાંચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.

  http://bhajanamrutwani.wordpress.com/2009/06/23/atma_shashtak/

 12. pragnaju જાન્યુઆરી 16, 2010 પર 6:26 એ એમ (am)

  મહર્ષિ મહેશ યોગીનું અધિકૃત ભાવાતીત ઘ્યાન, ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન અથવા ટીએમના અનુયાયીઓની સંખ્યા ૨૦ કરોડથી વધુ છે એવો દાવો કરવામાં આવે છે. દુનિયાભરમાં ફેલાયેલાં લગભગ ૪૦૦૦ જેટલાં કેન્દ્રો આ ટીએમના નામથી પ્રસિદ્ધ ઘ્યાનપદ્ધતિ શીખવાડે છે. એ શીખવા માટે સાત દિવસનો કોર્સ કરવો પડે. હા, શરત એટલી જ કે આ ઘ્યાન શીખી લીધા બાદ કોઇ સાધક બીજાને આ પદ્ધતિ વિશે કશું નહીં કહે. પુસ્તક કે ઓડિયો-વીડિયો સાંભળી-જોઇને અભ્યાસ કરવાની સખત મનાઇ છે. સાત દિવસ સુધી શીખવાડવામાં આવતા આ કોર્સ દરમિયાન એક વાત બહુ જ સ્પષ્ટપણે સમજાવી દેવામાં આવે છે કે બીજાથી શીખેલી કે બીજાને શીખવાડેલી પદ્ધતિ પોતાનો પ્રભાવ ખોઇ બેસે છે. આ ડરને કારણે ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશનના સાધક ટીએમ બાબત કોઇને કંઇ નથી કહેતા. બે સાધક આપસમાં પણ એનો ઉલ્લેખ નથી કરતા. એમને એવું કહેવામાં આવે છે કે એમને શીખવાડેલી વિધિ માત્ર એમના માટે જ છે અને એ બીજાને બિલકુલ કામ નહીં આવે.આ પ્રતિબંધોને કારણે ભાવાતીત ઘ્યાનની કડક ટીકા પણ થઇ છે. પિશ્ચમ જગતમાં ઘ્યાન અને યોગ માટે વિખ્યાત થયેલા શિવાનંદ યોગ વેદાંત કેન્દ્રના સ્વામી વિષ્ણુ દેવાનંદે આ પ્રતિબંધને ટીએમનો વ્યવસાયી ફંડા કહ્યો. એમનું કહેવું છે કે મૂળ ઉદ્દેશ્ય આ પદ્ધતિની આસપાસ રહસ્યનું જાળું ઊભું કરવાનો છે, જેથી ટીએમ પદ્ધતિ પર મહર્ષિની સંસ્થાનું વર્ચસ્વ બની રહે અને લોકો એમના કેન્દ્રમાં જઇને જ ઘ્યાન શીખે. ખેર, ટીએમ કેન્દ્રમાં ફૂલ, થોડાં ફળ, સફેદ રૂમાલ અને દક્ષિણા પેટે એક ચોક્કસ ધનરાશિ લઇને જવાથી ભાવાતીત ઘ્યાનના કાર્યનો પ્રારંભ થઇ શકે છે. અભ્યાસુઓને કેન્દ્રમાં જવાનો અને શીખવાનો સમય અગાઉથી નક્કી કરી લેવામાં આવે છે. વિધિવત્ રજિસ્ટ્રેશન કર્યા બાદ નેવું મિનિટનો એક કલાસ લેવાય છે. કલાસમાં હાજર સાધકોને ભાવાતીત ઘ્યાન વિશે પરિચય આપતું પ્રારંભિક વકતવ્ય આપવામાં આવે છે. બીજે દિવસે વધુ એક કલાસ લેવાય છે, જેમાં ઘ્યાનનો પ્રભાવ અને એની પ્રક્રિયા સમજાવવામાં આવે છે. આ કલાસમાં ભાવાતીત ઘ્યાનના લાભો વિશે પણ કહેવામાં આવે છે. આ દરમિયાન સંશોધન અને વૈજ્ઞાનિક આંકડાની પણ મદદ લેવાય છે, જેથી ભાવાતીત ઘ્યાન તરફ વિધાર્થીની શ્રદ્ધા વધુ મજબૂત બને. ત્રીજે દિવસે શિક્ષક પંદર મિનિટ સાધક સાથે વ્યકિતગત વિષયો પર ચર્ચા કરે છે. ચોથા દિવસે, થયેલી વાતચીતના આધાર પર સાધક માટે યોગ્ય ઘ્યાનનો પ્રોગ્રામ બનાવવામા આવે. બીજા ત્રણ દિવસની અંદર શિક્ષક સાધકને એક મંત્ર આપે છે. વ્યકિતગતરૂપથી કોને કયો મંત્ર દેવામાં આવે છે એ કહેવું મુશ્કેલ છે. પણ એટલું ચોક્કસ છે કે આ મંત્રની પસંદગી વેદોકત, શાકત અને શૈવ બીજ અક્ષરોમાંથી કરવામાં આવે છે. ઓમ્, હ્રું, હ્નિ, કલી, શ્રી, અં, ગં વગેરે બીજમંત્રોથી દરેકને દીક્ષા દેવામાં આવે છે. ૐ નમ: શિવાય, નમ: ભગવતે વાસુદેવાય, રામ રામ જેવા મંત્ર પણ અપાઇ શકે. પાંચમાં, છઠ્ઠા અને સાતમા દિવસે ઘ્યાનની વિધિ વિશે સાધક સાથે ચર્ચા કરવામાં આવે છે. એને વિધિવિધાન અંગે કોઇ સંશય કે જિજ્ઞાસા હોય તો એનું સમાધાન પણ કરવામાં આવે છે. મંત્રો વિશે, ભાવાતીત ઘ્યાન દરમિયાન થયેલી અસર વિશે જાહેરમાં કોઇ ચર્ચા થતી નથી. આ અનુભૂતિ વિશે તો જે સાધક ઘ્યાનમાં બેઠો હોય એ જ કહી શકે છે. સાતમાં દિવસની બેઠક બાદ સાધકને કહી દેવામાં આવે છે કે એ શીખવાડવામાં આવ્યા પ્રમાણે વિધિનું પુનરાવર્તન કર્યા કરે અને નિયમિતરૂપથી ઘ્યાન કરતો રહે.ઘ્યાન માટે કંઇ વિશેષ નથી કરવું પડતું. સવાર અને સાંજ બે વાર શાંત મુદ્રામાં બેસીને બીજમંત્ર પર ઘ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. શરીરને શિથિલ કરીને, સુખાસનમાં બેસવાનું અને અગવડ પડે તો સોફા કે ખુરશી પર પણ બેસી શકાય. બંને વાર પંદરથી વીસ મિનિટની બેઠક પૂરતી છે. ભાવાતીત ઘ્યાનના અભ્યાસુઓ એવો સંકલ્પ કરે છે કે સવારે ઘ્યાન કર્યા વિના નાસ્તો નહીં કરીએ અને સાંજના જમવા પહેલાં ઘ્યાન કરશું. માણસ ગમે ત્યાં વ્યસ્ત કેમ ન હોય, વિધાર્થી પાસેથી એ અપેક્ષા રાખવામાં આવે છે કે એ સવાર-સાંજ કુલ ૪૦ મિનિટ ફાળવીને ઘ્યાનમાં બેસશે. શકિત, સ્ફૂર્તિ અને પ્રસન્ન-પ્રફુલ્લ રહેવા માટે આટલું તો કરી જ શકાય.

 13. dhavalrajgeera માર્ચ 27, 2010 પર 9:28 એ એમ (am)

  I have heard in Past and read in Pragnaben’s comment…
  ” બીજાથી શીખેલી કે બીજાને શીખવાડેલી પદ્ધતિ પોતાનો પ્રભાવ ખોઇ બેસે છે.”
  अप्प दीपो भव

 14. સુરેશ જાની મે 3, 2011 પર 1:37 એ એમ (am)

  “હે લોકો,
  હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.
  તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.
  આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.
  તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.
  લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
  સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.
  તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.
  હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.
  પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,”
  –ગૌતમ બુદ્ધ

 15. Pingback: હીરો | ગદ્યસુર

 16. Pingback: ખારું પાણી – એક અવલોકન « ગદ્યસુર

 17. La' Kant ઓગસ્ટ 6, 2011 પર 2:08 એ એમ (am)

  સુરેશ ભાઈ,
  જય હો!…..
  ઘણે વખતે…

  બહુજ સરસ !!! આભાર,પણ.”ધ્યાનના ક્લસિસ ના હોય!!! “સર્વેશ વોરા નું વિધાન છે! યાદઆવે છે! વિશ્વશનીય જ છે.બાકી તો , અંગત અને વ્યક્તિગત અનુભવો જુદાજ હોવાના .’યુનિક્નનેસ’ જે છે!!!
  “પ્રગ્નાજુ”ની વાતો ગહન ચિંતનવાળી છે.
  અશ્વિન પરીખ પણ અભ્યાસુ જીવ છે અનુભવી પણ!
  આગંતુક -અતુલ જાની પણ…. યથાર્થ વાતો કરે છે.
  રેખા સિંધાલ એક વાક્યમાં દ્રઢ નિર્ધાર/સંકલ્પ ની સાચુક્લી વાત કહી છે.
  સત્યનારાયણ ગોએંકાજી જેવી જ વાત દાદા ભગવાને પણ કહી જ છે ” બન્યું તે ન્યાય ” અને સાથે જ સુરેશ સોમપુરા અને એવા અનેક “સંકલ્પ બળ”,-
  વિલપાવર’ પર આધારિત ‘સિક્રેટ’ અને અલ-કોરાન ( મેજિસિયન)નું સાહિત્ય પણ એમજ પ્રતીતિ કરાવે છે!!!

  મને “રેકી” દ્વારા ઘણા સારા અનુભવો થયા છે!!! અને વિપશ્યના પણ કારગત નીવડી છે.
  મૂળ સવાલ નિયમિત અભ્યાસ માટે સમય કાઢી મહાવરો કેળવવો તે!
  અને એ અતિ અંગત ,સ્વકીય બાબત છે!

  આપણે બધા અનોખું કર્મગત ‘રિસેપ્ટિવ’ ખાસ “એંટેના” લઈને આવ્યા છીએ.
  “મિલે સુર-સાજ્કે સહારે હમ સબ અપના અપના ગાના ગાતે હૈં”

  ગમ્યું, સહયાત્રીઓ સંગે વિચારોની આપ-લે ‘ કઈંક’ને કૈંક ,આનંદ આપી ગયા
  સહુનો અભાર અને અભિનંદન!
  -લા’કાંત. /6-8-11

 18. Pingback: દષ્ટિભ્રમ અને મુક્તિ « ગદ્યસુર

 19. Pingback: ઓટોપ્સી – એક ચર્ચા « ગદ્યસુર

 20. jagdish48 એપ્રિલ 15, 2013 પર 10:36 પી એમ(pm)

  Reblogged this on BestBonding – in Relationship and commented:
  પહેલા સુરેશભાઈના વિચારો તો વાંચીએ…….
  (પછી હું જ કોમેન્ટ બોક્સમાં કંઈક લખીશ 🙂 )

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: