સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પાણીનું ટીપું

સાબરમતી પાવર સ્ટેશન
1999 – ઓગસ્ટ

12.5 મીટર ઉંચે આવેલા પાવરસ્ટેશનના કન્ટ્રોલ રુમ તરફ હું દાદરા ઉપર ચઢી રહ્યો હતો. લોખંડની જાળીવાળા દાદરા. આટલે ઉંચે ચઢવાનું; એટલે છ એક તબક્કામાં તો એ દાદરા ખરા જ. પહેલા દાદરાની ટોચ ઉપર પહોંચ્યો અને ત્યાં એ મારા માથા પર પડ્યું.

ઠીક ઠીક ગરમ પાણીનું ટીપું. દઝાયો તો નહીં, પણ ચમકી જરુર ગયો. બીજો દાદરા પર વળીને જવાનું હતું. પછી ત્રીજો તબક્કો – ફરી એક વાર પહેલા દાદરાની દીશામાં જ. અને ફરી એ મારા માથાને ગરમ કરી ગયું. આમ જ પાંચમો દાદરો અને ત્રીજી વાર માથા પર અમી વર્ષા( કે ગરમી વર્ષા?) ! હવે મારું માથું અંદરથી ગરમ થઈ ગયું!

એ જગ્યાએ ઘણે ઉંચે આવેલી એક સ્ટીમ પાઈપમાં ક્યાંક ગળતર (લીકેજ) હતું. પાવર હાઉસના કોઈક સાધનમાં ક્યાંક, કશુંક ગરમ કરવા માટેની ઓક્ઝીલીયરી  સ્ટીમની પાઈપ. અને એ પાણી? – શુધ્ધ આસવેલું પાણી – ડીસ્ટીલ્ડ વોટર.

કંટ્રોલ રુમના બારણામાં મને ‘ક’ મળી ગયો – આસીસ્ટન્ટ ઓપરેશન એન્જીનીયર. મારે માટે એનો ચહેરો નવો હતો. મેં એનું નામ અને કેટલા વખતથી કમ્પનીમાં કામ કરે છે; તે પુછ્યું. તે ત્રણ વરસથી આ પોસ્ટ પર હતો. મેં પહેલી વખત જ એને જોયો હતો.

મેં પુછ્યું – “આ દાદરા પર શેનો લીકેજ છે?”

‘ક’ – “ સાહેબ, મને ખ્યાલ નથી.”

મેં કહ્યું ,” તમને તો આની ખબર હોવી જોઈએ.”

‘ક’ – “હું તપાસ કરીને તમને રીપોર્ટ આપું.”

હું કન્ટ્રોલ રુમમાં પ્રવેશ્યો. થોડીવારે ‘ક’ મારી પાસે આવ્યો અને એ ગળતરની વીગતે માહીતી આપી.

મેં કહ્યું,” આ ગળતર એક મહીનો ચાલુ રહે તો કેટલું નુકશાન થાય?“

‘ક’ – “ સાહેબ, મને ખ્યાલ નથી.”

મેં કહ્યું ,” તમે મીકેનીકલ  એન્જીનીયર છો. આનો તો તરત અંદાજ તમને આવી જવો જોઈએ.”

‘ક’ –  “ સાહેબ! એવી ગણતરી તો મને નથી આવડતી.”

હવે મારો પીત્તો ગયો. મેં ગરમ થઈને કહ્યું,” તો તમે ભણ્યા શું? જો ‘ક’ – એક અઠવાડીયા પછી તારે મારી ઓફીસમાં આવવાનું; અને આ નુકશાનનો વીગતે  અંદાજ કાઢી, મને રીપોર્ટ બતાવી જવાનો. ઓ.કે?”

વીલે મોંઢે ‘ક’ એ હા ભણી.

મારો  રાઉન્ડ પતાવી, હું મારી ઓફીસમાં પરત આવ્યો. બીજી જંજાળમાં આ વાત તો વીસરાઈ ગઈ.

બરાબર અઠવાડીયા પછી ‘ક’ બીતાં બીતાં મારી ઓફીસમાં પ્રવેશ્યો અને મને બે પાનાંમાં, હાથે લખેલી ગણતરી આપી. મહીને ત્રણ લાખ રુપીયાનું નુકશાન બતાવ્યું હતું. એમાં વેડફાતી ગરમીના અંદાજ સાથે ડીસ્ટીલ્ડ વોટરના બગાડના કારણે થતા, નુકશાનની ગણતરી પણ કરી હતી. મેં તેને કહ્યું,” હું ચકાસીને ફરી તને બોલાવીશ.”

મારો આ વીષય નહીં  એટલે મારી ઓફીસના એફીશીયન્સી વીભાગમાં કામ કરતા, અને આવી ગણતરીઓમાં નીષ્ણાત ડી.ડી. શાહને આ રીપોર્ટ ચકાસી જોવા કહ્યું. બીજે દીવસે તેણે આવીને મને કહ્યું  કે, ગણતરીમાં કશી ભુલ ન હતી.

આ ત્રણ લાખનો આંકડો સાચો છે; તે જાણી  મારી આંખો તો પહોળી થઈ ગઈ. મેં ‘ક’ ને ફરી બોલાવ્યો. અને પુછ્યું,”તારી ચોપડીઓ તેં સાચવી રાખી હતી , તે આ ગણતરી તું કરી શક્યો?”

‘ક’ – “ના સાહેબ. ટેક્સ્ટબુકમાં થોડી જ આની રીત આપી હોય? મારો મીત્ર એન્જીનીયરીંગ કોલેજમાં ભણે છે, તેની પાસેથી ચોપડી મંગાવી આ શીખ્યો,”

હવે તો મારો ગુસ્સો ક્યારનોય ઓગળી ગયો હતો. મેં તેને પ્રેમથી આ કામ કરવા માટે શાબાશી આપી અને ચા પીવડાવી.

પછી મેં કહ્યુંં,” હવે તારે બીજો રીપોર્ટ બનાવવાનો છે. આપણા ત્રણેય પાવર સ્ટેશનમાં આવા જેટલા જેટલા ગળતર હોય, તે બધાનું લીસ્ટ બનાવી મને બે દીવસમાં પહોંચતું  કરવાનું. સાથે નુકશાનનો અંદાજ પણ.”

‘ક’ ના મોં પર થયેલી ખુશાલી ઓલ્યા પાણીનાં ટીપાં જેટલી ગરમાગરમ હતી.

બે દીવસે બીજો રીપોર્ટ પણ મળી ગયો. કુલ નુકશાનીનો અંદાજ – મહીને સાઠ લાખ રુપીયા!

મેં તરત અમારા ત્રણે પાવર સ્ટેશનમાં થતા આવા નુકશાનનો રીપોર્ટ બનાવવા માટે, ‘ક’ના નેતૃત્વ નીચે ઓપરેશન અને મેન્ટેનન્સ  એન્જીનીયરોની એક કમીટી બનાવી અને તેનો એક સર્ક્યુલર કઢાવ્યો. પંદર દીવસમાં આ કમીટીએ બધાં ગળતર દુર કરવાનો માસ્ટર પ્લાન બનાવી કાઢવાનો.

છેવટે અમુક ગળતર મહીનામાં દુર થઈ ગયા અને અમુક એક વર્ષમાં. આ આખા અભીયાનના કારણે અમારી કમ્પનીને  કરોડો રુપીયાનો ફાયદો થઈ ગયો.

પાણીના એક ટીપાંની અને એક સાવ નાના ઓફીસરની કરામત.

22 responses to “પાણીનું ટીપું

 1. pragnaju જાન્યુઆરી 20, 2010 પર 12:55 એ એમ (am)

  પાણી પાણી થઇ જાય તેવી તારી ચાલ છે-

  ધન્યવાદ્
  પીપુલ્સ સાઇન્સ ઇન્સ્ટિટયુટે દાવો કર્યો છે કે ગંગાના પાણીમાં પ્રદુષણનું સ્તર કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના માપદંડોથી ક્યાંય વધારે છે જેના કારણે તેનું પાણી સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક છે. સંસ્થાના જણાવ્યા અનુસાર ગંગામાં 13 નાળાઓનું પાણી મળી રહ્યું છે જેમાં એકલા જગજીતપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી દરરોજ 139 મિલિયન લીટર ગંદુ પાણી વગર ટ્રીટમેન્ટમાં વહેડાવવામાં આવે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રતિ સો લીટર ગંગાના પાણીમાં હાનિકારક રસાયણ કોલીફોર્મની માત્રા એક હજાર થી લઇને 75 લાખ સુધી છે જે પ્રદુષણ બોર્ડના માપદંડો કરતાં ક્યાંય વધારે છે. સંસ્થાએ કુંભ મેળા વખતે ગંગાના પાણીમાં પ્રદુષણનું સ્તર હજૂ પણ વધવાની આશંકા પણ વ્યક્ત કરી છે.
  પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
  પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે
  ધખધખતા વૈશાખી આકાશ નીચે
  કંતાયેલી કાયા તોય પાણી સીંચે
  તરસ્યો મુસાફર ને પગ: કાંટા નીચે
  એના થંભે પગલાં સૂણી મીઠી વાણી
  હવે
  લે નસેનસમાં વહીને આજ તું એ જાણી લે,
  કે ખરેખર જીવવામાં લોહીનું પાણી થયું.

 2. Chirag જાન્યુઆરી 20, 2010 પર 11:03 એ એમ (am)

  True engineering minds at work! This is the value of engineers working silently behind the scenes and people take ’em granted for most of the time!!! Bravo…

 3. chandravadan જાન્યુઆરી 21, 2010 પર 9:05 એ એમ (am)

  ‘ક’ ના મોં પર થયેલી ખુશાલી ઓલ્યા પાણીનાં ટીપાં જેટલી ગરમાગરમ હતી……

  છેવટે અમુક ગળતર મહીનામાં દુર થઈ ગયા અને અમુક એક વર્ષમાં. આ આખા અભીયાનના કારણે અમારી કમ્પનીને કરોડો રુપીયાનો ફાયદો થઈ ગયો.

  પાણીના એક ટીપાંની અને એક સાવ નાના ઓફીસરની કરામત.
  Sureshbhai…Nice Post….But it reminds me of the Tunki Varta “Ek Paninu Tipu”on my Blog Chandrapukar…
  http://www.chandrapukar.wordpress.com
  One can read that Varta by going on the Blog by above LINK & then clicking on TUNKI VARTA Section…Your Readers are welcome !

 4. vkvora, Atheist, Rationalist જાન્યુઆરી 21, 2010 પર 10:27 પી એમ(pm)

  મારા હીસાબે બધા કન્ટ્રોલ રુમની ઉંચાઈ હજી વધુ ઉંચે હોવી જોઈએ.

 5. Patel Popatbhai જાન્યુઆરી 22, 2010 પર 5:09 એ એમ (am)

  Jani Saheb

  Avlokan, Javabdari,Vichar-Vinimay Ane Sansodhan na Ante Amlikaran.Sarun Parinam.

  ( Fast thinking & quck action )

 6. Bhajman Nanavaty જાન્યુઆરી 22, 2010 પર 6:02 એ એમ (am)

  વિચક્ષણ અધિકારી ધારે તો આવું ઘણું નુકસાન ઘટાડી શકે. કમનસીબે આવી બાબતોને નજીવી અને નગણ્ય કરીને ધ્યાન આપવામાં આવતું નથી. પ્લાસ્ટિકની એક લીટરની બૉટલમાં પાણી ભરીને ચુસ્ત બંધ કરીને ટોયલેટની ટાંકીમાં રાખી મુકવાથી દરેક ટૉયલેટ-ટાંકી દીઠ આશરે રોજનું દસથી બાર લીટર પાણી બચે. બોપલમાં અમારી સોસાયટીમાં આ યોજના અમલમાં મુકી હતી. એક વાર અખતરો કરી જોશો,

 7. Mukund Desai'MADAD' જાન્યુઆરી 22, 2010 પર 6:54 એ એમ (am)

  આ વખતની ઇમેલ ઘણી જ સુન્દર. સુરેશભાઇ લગે રહો!

 8. Harish Shah જાન્યુઆરી 22, 2010 પર 8:34 એ એમ (am)

  If one plant can save this much can you imagine how much more India can save in days, months and years? If our engineers and maintenence pesronnel prepare and manage preventive maintenance schedule country can be self sufficient in many areas of necessary day to day items. Hope this one example will benefit others.

 9. Harnish Jani જાન્યુઆરી 22, 2010 પર 9:15 એ એમ (am)

  તમે બહુ મોટી ચર્ચા છેડી છે-મેં જોયું છે કે ભારતમા લોકો પાણીનો વ્યય અટકાવવામાં સજાગ નથી-મેં જાહેરમાં લીક થતા નળ જોયા છે-તમારા જેટલા સજાગ બધાં લોકો હોય તો દેશનો રંગ જુદો હોત.
  અમેરિકાનો સિનેરીયો કાંઇક ઓર છે-અમેરિકામાં થતાં પાણીના વ્યયમાંથી આખું ભારત ન્હાય !-પુરુષો શેવિંગ કરતાં ગરમ પાણી ચલુ રાખે છે- અને શાવર નીચે કોઇ ન હોય છતાં પાણી વહેતું હોય છે. ૩૮ વરસ પહેલાં ભારતથી આવ્યો ત્યારે-હોસ્ટેલમાં શાવરમાં વહેતા પાણીને બચાવવાની મારી ઝુંબેશ-ને કોઇ સમજ્યુ> જ નહોતું
  ન્યુ જર્સીમાં ઘણી ય વાર દુકાળ પડ્યા છે- સ્ટેટ તરફ઼્અથી ફતવો બહાર પડશે- તમારે કાર નહીં ધોવાની અને લૉનને પાણી નહીં છાંટવાનું.

 10. સુરેશ જાની જાન્યુઆરી 22, 2010 પર 9:48 એ એમ (am)

  ઓપરેશન અને મેન્ટેનન્સ એન્જીનીયરોની એક કમીટી બનાવી
  ——————–
  પોલીટીકલ રીતે ખાલી કમીટી બનાવી એટલું જ નહીં . દર મહીને આ કમીટી સાથે મીટીંગ રાખતો હતો અને રીવ્યુ કરતો હતો. દર અઠવાડીયે એક વાર મારો સેક્રેટરી બધાને ફોન કરી લીસ્ટની બધી આઈટમોનું સ્ટેટસ પુછી , મને રીપોર્ટ આપતો હતો.
  બધા ‘ક’ ને અને મારા સેક્રેટરીને સલામ મારતા થઈ ગયા હતા!!

 11. NARENDRA JAGTAP જાન્યુઆરી 22, 2010 પર 12:12 પી એમ(pm)

  બેદરકારી પ્રત્યે સભાન થવાથી લાખો બચાવી શકાય તે તમે પ્રુવ કરી બતાવ્યુ… સરસ..અભિનંદન

 12. atuljaniagantuk જાન્યુઆરી 22, 2010 પર 12:39 પી એમ(pm)

  કોઈ પણ બાબતમાં ઉંડા ઉતરીને સમસ્યાના મુળ સુધી જઈ પછી આયોજનબદ્ધ રીતે મક્કમ ઈરાદાથી તેને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવે તો જરૂર સફળતા અને યશ મળે છે તે આપે આપના પોતાના ઉદાહરણ દ્વારા સુંદર રીતે સમજાવી આપ્યું. આવા લેખોથી લોકો ધીરે ધીરે સજાગ થાય છે અને ઘણું જ હકારાત્મક પરીવર્તન આવે છે.

 13. Hemant Dave. જાન્યુઆરી 22, 2010 પર 12:42 પી એમ(pm)

  We can save lot off water by adopting new design of commode in our toilets.In US. the water is rotating after flush saving of water,but in India we still use force of water to flush lot off water is wasted.Water is elixir of life. We are polluting, and wasting. We must save water for our future generation.If not The third world war will be for WATER.

 14. Ramesh l Patel જાન્યુઆરી 22, 2010 પર 1:01 પી એમ(pm)

  એક સ્તુત્ય પગલું .પાંણીનું મૂલ્ય સમજવુ ખૂબ જ જરુરી છે.

  કેમીકલ્સની લાઈનો જેટલું જ મહત્તવ જાહેર પાઈપ લાઈનો માટે આપી,જન જાગૃતિ લાવીએ તો કેવું.

  અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 15. Rekha Sindhal જાન્યુઆરી 22, 2010 પર 4:42 પી એમ(pm)

  પાણીનું એક ટીપું અને એક સેકંડના સમયની સરખામણી કરીએ તો જીન્દગીનું મૂલ્ય સમજાય તેવી સચોટ અનુભવવાણી છે.

 16. arvind જાન્યુઆરી 30, 2010 પર 12:46 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ
  આપની ફરજ ર્પ્રત્યેની નિષ્ઠા દાદ માંગી લે છે ! પરંતુ લોકો પાણી જે રીતે અહિં વેડફી રહ્યા છે તે જોઈને લોહી ઉકળી જાય અને વિવેક અને વિનય સાથે સમજાવીએ તો પણ સમજવા તૈયાર હોતા નથી. મારા આડોશ-પાડોશમાં રોજ સવારે પાણી આવે એટલે પોતાનું આંગણું ધાવાનું અને પાણીનો રેલો આજુ-બાજુના તમામ પાડોશીના ઘર તરફ વહે અને તમામને આથી થતી ગંદકી સહન કરવાની આવે ! જો તેમને સમજાવો તો ઝઘડો કરવા લાગે ! પાન અને ગુટકા ખાઈ ગમે ત્યાં પીચકારી મારવી થુક ઉડાડવું પોતાનો કચરો પડોશીના આંગણાં પાસે ઠાલવી દેવો વગેરે ! હું રોજ ચાલવા નીકળું છું ત્યારે અંદાજે 10 જગ્યાએ મારે પાણીના રેલા ઠેકીને ચાલવું પડે છે! સાચુ કહું લોકોને પાણીની કોઈ કિમત જ નથી ! કાંતો તદન મફત અથવા બહુજ સસ્તા દરે પાણી મળી રહેતું હોય આવી પરિસ્થિતિ દેશના મોટા ભાગમાં પ્રવર્તે છે. મેં મારા વિસ્તારમાં લોકોને સભાન કરવા અને પાણી વેડફવું બંધ કરવા તથા ગંદ્કી વિષે ઘરો ઘર પત્રિકાઓ વહેંચી અને રૂબરૂમાં પણ કોશિશ કરી છે પરંતુ કમનસીબે કોઈની સમજ્માં આ વાત ઉતરતી નથી ! અર્થાત ગંદકી કોને કહેવાય તેની પ્રાથમિક કે મૂળભુત જ સમજ ધરાવતા ના હોય આમ જ ચાલ્યા કરશે તેમ જણાય છે ! It appeares people are used with it ane do not understand what is ગંદકી !
  આવજો ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

 17. deep ઓગસ્ટ 5, 2010 પર 8:13 એ એમ (am)

  anubhavo ne vagorvani maza pan aneri hoy 6e…

  jivan ma aapane gali var nani nani vaato par dhyan nathi aapata ane pa6i ae moto problem thaee ne same aavi jay 6e .. tamara ek paani na tipa parthi aa pan samjay 6e…

  tamari ek committee kam kari gaee jyaare aaje commonwealth games ma aaatali badhi committee hova 6ata kasu valyu nathi…

  sachej dada maza aavi gaee.. 🙂

 18. Pingback: કારની બારી અને વરસાદ « ગદ્યસુર

 19. aataawaani ડિસેમ્બર 20, 2011 પર 10:41 પી એમ(pm)

  સુરેશભાઈ
  તમારી જીણીદ્રષ્ટીએ કેટલો ફાયદો કરી બતાવ્યો .તમે ટીપું બચાવીને કરોડો રૂપિયાનું સરોવર ભરી દીધું .ભારત ભરમાં આવા તમારા જેવા જીણી નજર વાળા હોયતો દેશમાંથી ઘણી ગરીબી ઓછી થઇ જાય પાણીનો વ્યય બધા જોતા હતા પણ કોઈને કશી પડી નથી હોતી અને જેને પડીતી તે વ્યક્તિએ ચમત્કાર સર્જી દીદ્ધો કહેવાય .

 20. hirals ઓગસ્ટ 25, 2014 પર 5:46 પી એમ(pm)

  Waah. Majani vaato. I like such real experiences. Many english managements books are based on their corporate experiences. First time in Gujarati i came across such wonderful experiences.

 21. Pragnaji નવેમ્બર 16, 2017 પર 10:19 એ એમ (am)

  Vah સુરેશભાઈ મને અહીં નવી જ વાત નજરે ચડી છે પાણીનો રિપોર્ટ બનાવનાર વ્યક્તિમાં આવડત હતી તમે ક્યારેક ગુસ્સાથી તો પ્રેમથી એ બહાર લઇ આવ્યા અને સમગ્ર કંપનીને નુકશાન માંથી બચાવી આવડતનો યોગ્ય ઉપયોગ ન થાય તો પરિણામ નુકશાન જ છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: