સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પાણીની ટાંકી

“આ પાણી આટલું ધીમું કેમ આવે છે?” – બાથરુમમાંથી મારી ઓફીસમાં આવી મેં મારા પટાવાળાને પુછ્યું.

“ સાહેબ! આપણા બીલ્ડીંગનો બોર ફેલ ગયો છે. આ તો સામેના જુબીલી હાઉસની ટાંકીનું પાણી આવે છે.”

વાત જાણે એમ છે કે, હું તે વખતે શાહપુર ખાતે આવેલી સીટી ઝોનની ઓફીસમાં મેનેજર હતો. અમારું મકાન આઠ માળનું હતું; અને તેના ભોંયરામાં પાણી માટે જે બોરવેલ હતો; તે એ દીવસે ખોટકાઈ ગયેલો હતો. સામે કમ્પનીના મેઈન્સ  ડીપાર્ટમેન્ટની ઓફીસ હતી. બે ઓફીસો વચ્ચે પાણીની લાઈનોને જોડતું કનેક્શન હતું; જે આ આપત્તીને પહોંચી વળવા ચાલુ કર્યું હતું.

ખાતાના અધીકારી તરીકે આની જાતમાહીતી લેવા હું ભોંયરામાં પહોંચી ગયો. બોરને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. વધારે તપાસ કરતાં ખબર પડી કે, બોરમાંથી મળતું પાણી, ભોંયરાની પણ નીચે આવેલી મોટી ટાંકીમાં ઠલવાતું હતું; જ્યાંથી પાણીના બે પમ્પ વડે મકાનની છેક ઉપર  આવેલી ઓવરહેડ ટાંકીમાં પાણી ચઢાવવાની વ્યવસ્થા હતી. ખોટકાયેલો બોર કાઢીને નવો નાંખવાની કામગીરીને કમ સે કમ બે દીવસ તો લાગી જશે, તેવો અંદાજ હતો.

મેં આનું કામ સંભાળતા એન્જીનીયરને પુછ્યું,” આ ટાંકીઓ કદી સાફ થાય છે ખરી?”

તેણે કહ્યું,” ઓવરહેડ ટાંકી તો વરસે એક વાર સાફ થાય છે. પણ આ નીચેની ટાંકી તો બની ત્યારથી કદી સાફ થઈ નથી. એ તો બહુ મોટી છે. એને ખાલી કરતાં બહુ સમય લાગે અને છેક નીચે હોવાથી ખાસ પમ્પ લગાડીએ તો જ એ ખાલી કરાયને? “

હું ચોંકી ગયો. મકાન બન્યે સાત વર્ષ થયાં હતાં; અને અમે એ ટાંકીમાં ભરેલું પાણી જ – પીવા માટે પણ – વાપરતા હતા! એ ટાંકીમાં પેંસવા માટેનું દ્વાર મેં ખોલાવડાવ્યું. વાત સાચી હતી. એ ટાંકી અત્યંત લાંબી , પહોળી અને ઉંડી હતી. એમાં પાણી ત્રણેક ફુટ જેટલું ભરેલું દેખાતું હતું. મેં એક મજુરને એમાં ઉતરવા કહ્યું અને પાણીની  ઉંડાઈ મપાવી. નકશા સાથે સરખામણી કરી. બીજું આશ્ચર્ય. પાણીની નીચે એક ફુટ જેટલો કાદવ   જમા થયેલો હતો. અને એ પાણી અમે વાપરતા હતા!

મેં તરત હુકમ કર્યો,” ગમે તેમ થાય, આ ટાંકી ખાલી કરીને સફાઈ કરવી જ પડશે. “ અમારી પાસે એક નાનો ડીવોટરીંગ પમ્પ હતો; તેને કામે લગાડ્યો. જે ઝડપથી તે પાણી ખાલી કરતો હતો, તે જોતાં બે ત્રણ દીવસ તો તેને ખાલી કરતાં જ નીકળી જાય તેમ હતું. અને પછી કાદવ કાઢતાં?

મેં અમારા સાબરમતી પાવર સ્ટેશનમાંથી ડીઝલ પમ્પ મંગાવ્યો. સાંજ સુધીમાં ટાંકીમાં માત્ર કાદવ જ રહ્યો. એ દરમીયાન અમે કાદવ કાઢવા માટે મજુરોની વ્યવસ્થા ગોઠવી દીધી હતી. તમે નહીં માનો પણ એ વીશાળ ટાંકીને સાવ ખાલી કરી સફાઈ કરતાં, ચોવીસે કલાક કામ ચાલુ રાખ્યા છતાં, પુરા ત્રણ દીવસ થયા.  ચારેક ખટારા ભરાય એટલો  કાદવ નીકળ્યો હતો!

મને થયું,’દર વરસે આમ કરવાનું શી રીતે શક્ય બને?’

અને બીજો સદવીચાર સુઝ્યો. જો ટાંકીને ત્રણ ભાગમાં વહેંચી નાંખી હોય તો, પાણીની વ્યવસ્થા ચાલુ રાખીને પણ વારાફરતી એકે એક ભાગ સાફ કરી શકાય.

તાત્કાલીક એ ટાંકીના તળીયામાં ઈંટની બે દીવાલો ચણાવી; અને બનેલા ત્રણ ભાગોને એકમેકથી છુટા પાડવાની વ્યવસ્થા પણ તાબડતોબ કરાવી દીધી.

આમ ચાર દીવસે આ ભગીરથ કામ પુરું થયું; ત્યારે નવો બોર ધમધમતો થઈ ગયો હતો અને, આ સમસ્યાનો કાયમી ઉકેલ પણ ભેગાભેગો થઈ ગયો હતો.

ઉભી થયેલી એક સમસ્યાના ઉકેલની સાથે બીજી એક સમસ્યા પણ ઉકલી ગઈ હતી.

—————————-

સીટી ઝોનની એ ઓફીસનો બીજો દીલ ધડકાવી દે તેવો અનુભવ વાંચો :   સ્લમમાં સફર

8 responses to “પાણીની ટાંકી

 1. pragnaju જાન્યુઆરી 22, 2010 પર 1:16 એ એમ (am)

  ખૂબ સરસ કામ કર્યું
  હંમણા ઈંટરનેટ પર પેપર વાંચો તો હજુ પણ
  “ઓવરહેડ ટાંકી સાફ રાખવા તમામને નોટિસ અપાશે એમ સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.દિવસ દરમિયાન શહેરના અન્ય વિસ્તારોમાં દૂષિત પાણી અંગે વ્યાપક ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. જેમાં સાબરમતી ખાતે ગાંધી આશ્રમમાં દૂષિત પાણી આવતું હોવાની ત્યાં નિયમિત આવતા નાગરિકે ફરિયાદ કરી હતી. આ ઉપરાંત ગોતા હાઉસિંગ, સોલા હાઉસિંગ, સત્તાધાર વિભાગ-૧, અંજલિ સિનેમાથી નારાયણનગર રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં થયેલી તોડફોડથી પાણી અને ગટરલાઈન તૂટી જવાથી દૂષિત પાણી આવી રહ્યું છે.આ અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પગલાં ભરાતાં નથી એવું લોકોએ જણાવ્યું હતું. દૂષિત પાણીનાં કેન્દ્રો અંગે …”

 2. Patel Popatbhai જાન્યુઆરી 22, 2010 પર 5:16 એ એમ (am)

  Jani Saheb

  Badha vicahr purvak JAVABDARI nibhave to
  Nuksan to nathi j – Bhale Faydano Andaj Na
  Male.

 3. Chirag જાન્યુઆરી 22, 2010 પર 11:50 એ એમ (am)

  દાદા, આવા બધાં મસ્ત અનુભવોનું એક ઈ-પુસ્તક હો જાય?

 4. Ramesh l Patel જાન્યુઆરી 24, 2010 પર 1:38 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ,

  અભિનંદન,આ હાલ જાહેર વિતરણ સંસ્થાઓમાં હજુ પણ

  ચાલતા હશે જ.

  કોઈ સારા વ્યક્તિની દૄષ્ટિ પડે અને વ્યવસ્થા પ્લાનીં ગ સાથે

  ગોઠવાય તો જ કામ બને કારણકે સ્ટેન્ડ બાય વ્યવસ્થાનો

  અભાવ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  ઋતુઓના કામણ
  વસંત – રમેશ પટેલ ‘આકાશદીપ’
  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

 5. Arpan Bhatt જાન્યુઆરી 24, 2010 પર 2:20 એ એમ (am)

  I think sometimes instead of long discussions & lengthy paper work, looking to the imporatnace and imergency of the work, one has to take quick & bold dicissions like this and implement it immediately in the larger interest.
  I think Govt. employees can work more effeciently by learning this way of working.
  thank u very much sureshbhai for sharing this wonderful idea of working with a difference.

 6. Viren Shah ફેબ્રુવારી 4, 2010 પર 10:49 એ એમ (am)

  ખુબ જ સરસ વાત લખી. આ તમે જે કામ કર્યું એ તમારી વિલક્ષણ વ્યવસ્થાશક્તિ દર્શાવે છે.

  બે પ્રસંગ.
  “ધીરુભાઈ અંબાનીની મિલમાં એક પાર્ટ તુટ્યો. એ પાર્ટ જર્મનીથી લાવવો પડે. એ પરત ઓર્ડર કરો, જર્મનીથી શીપ થાય અને અમદાવાદની મિલમાં પહોચે ત્યાં સુધી ઉત્પાદન બંધ. આ વાત ૧૯૭૦ની. એ વખતે ધીરુભાઈએ એમના એક મેનેજરને તાબડતોબ ફ્લાઈટમાં જર્મની મોકલ્યા અને પાર્ટ લઇ આવ્યા. ઉત્પાદદ્ન શરુ થઇ ગયું.

  જયારે રિલાયન્સના પાતાળગંગા પ્રોજેક્ટમાં સાઈકલોન આવ્યું ત્યારે વિદેશી ઇજનેરો કહે કે પ્લાન્ટ ફરી ઉભો થતા તમને ૧૮ મહિના થશે. મુકેશઅંબાનીએ ત્યાજ રહેવાનું ટ્રાન્સફર કરી દીધું અને યુદ્ધના ધોરણે કામગીરી કરી, છેવટે પ્લાન્ટ ૩ મહિનામાં ચાલુ થઇ ગયો. ”

  આવી જ વાત તમે કરી. આવી દુરન્દેશી અને વ્યવસ્થાશક્તિ ધંધાને પ્રોફિટેબલ બનાવે છે.

 7. ’પ્રમથ’ માર્ચ 2, 2010 પર 5:47 એ એમ (am)

  ૧૯૮૩થી ૧૯૮૭ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ નહીંવત પડ્યો અને ડૅમો ખાલી થઈ ગયા. ત્યાં સુધી ડૅમોમાં કાંપ ભરાવાનું બહુ મોટું પ્રકરણ ચાલતું.
  આ સમયે આપ જેવા જ કોઈ સમજુ અધિકારીને સૂઝ્યું કે આ કાંપ સરકાર વેચી નાખે તો કેમ? તમે માનશો નહીં પણ આ પ્રયોગ જબરજસ્ત રીતે સફળ થયો.
  સરવાળે ખેડૂતોને ફાયદો થયો, ડૅમ ઊંડા ગયા અને દર ઉનાળે કાંપ લઈ જવાના ટેન્ડર ખૂલવા લાગ્યા.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: