સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લોકકોશ – શબ્દશોધ સ્પર્ધા

લોકો માટે,
લોકો વડે બોલાતા શબ્દોનો,
લોકો વડે બનાવાયેલો
કોશ.

એકદમ તરોતાજા વીચાર.

શબ્દકોશ બનાવનારા સાહીત્યકાર નથી હોતા. શબ્દકોશ બનાવવો એ બહુ અરસીક અને કઠણ કામ છે. શબ્દકોશ બનાવનાર  વપરાતા તમામ શબ્દો, એકલે હાથે એકઠા ન જ કરી શકે. પણ એ કામ સહીયારી મુડીની જેમ લોકોના સહકારથી  થાય એવી પીઠીકા ઉભી કરવી; એ એક નવો જ વીચાર છે. ગુજરાતી લેક્સીકોને આ કામની શરુઆત કરીને એક વીશીષ્ટ અને સાચી દીશામાં કદમ ઉઠાવ્યું છે.

અને આ બંદાને આ વાત ગમી ગઈ. હોબી અને રમતની જેમ નીજાનંદની આ નવી તક તરત ઝડપી લીધી. અને ક્રમે ક્રમે,  535 જેટલા શબ્દો ગોતી કાઢ્યા. એમાંથી નીર્ણાયકોને 109 શબ્દો લોકકોશમાં સમાવવા યોગ્ય  લાગ્યા.

એ બધા શબ્દો જોવા અહીં ‘ ક્લીક’ કરો.

અને લો ! આને ઈડરીયો ગઢ જીત્યો હોય, તેમ ગણી નીર્ણાયકોએ પહેલું ઈનામ આપી દીધું !!. મારું ઈન બોક્સ અભીનંદનના ઈમેલોથી ફાટફાટ છલકાવા લાગ્યું. બરાબર 345 ઈમેલ સંદેશાઓ મળ્યા !!! સૌનો ખુબ ખુબ આભાર. ગુજરાતી લેક્સીકોન અને લોકકોશના વ્યવસ્થાપકોનો તો ખાસ.

વાહ રે મેં વાહ ! ભારે કરી; ધાડ મારી !  મારો અહમ્ સંતોષાયો.

પણ આ તો ભાષાના સમુદ્રતટ પર કોઈ બાળક બેચાર છીપલાં વીણી કાઢે તેવી બાલીશ ચેષ્ઠા જ થઈ ને ? ભાષાના મહાસાગરને ખેડવો એ કાંઈ બચ્ચાંના ખેલ નથી – સેંકડો, હજારો વર્ષોના માનવ–પ્રયત્નોથી આકાર પામેલી, વીકસેલી, સદા સમૃદ્ધ થતી ભાષાનો, ગરવી ગુજરાતીનો  આ તો મહાસાગર છે !

આ ભાવને વાચા આપવા, આ બાબત આ નાનકડા પ્રયત્નના અનુભવ બાદ, ઉદભવેલા વીચારો રજુ કરવા અહીં પ્રયત્ન કરું છું.

લોકકોશના વીચાર બાદ કદાચ ગુજરાતી શબ્દકોશની વ્યાખ્યા અને પહોંચ બદલવાં પડશે. અંબાજીથી દહાણું અને બેટ દ્વારકાથી દાહોદ વચ્ચે બોલાતી ભાષા; એ જ શું ગુજરાતી ? કે પછી વીશ્વમાં એક ગુજરાતી ગમે ત્યાં  હોય; પણ એ બોલતો હોય તે ગુજરાતી ? અરે ! ઓલ્યા સીમીત ગુજરાતમાં પણ બોલાતા બધા શબ્દો, બધી બોલીઓના શબ્દો શબ્દકોશમાં છે ખરા ? સાદો દાખલો આપું. મેં એક શબ્દ ‘પેંત’ (- સદ્ય પ્રસુતા માતાઓએ શીયાળામાં ખાવાનું વસાણું.) સુચવ્યો હતો. અમદાવાદની  ગઈ પેઢીની મહીલાઓ વાપરતી હતી તે શબ્દ –  સુરતમાં કદાચ આ શબ્દ જાણીતો નથી. આ શબ્દ સ્વીકારાયો નહીં.  પણ એ શબ્દનો સીમીત ઉપયોગ તો છે જ. આવા તો ઘણા શબ્દો હશે કે, જેનો બહુ સીમીત ઉપયોગ થતો હશે. એમ તો વીદ્વાનો વાપરે છે, તેવા કેટલાય શબ્દો સામાન્ય માણસ જાણતો પણ નથી. દા.ત. ‘ પ્રત્યાયન’. આ માટે ‘કોમ્યુનીકેશન’  વધારે જાણીતો અને વપરાતો શબ્દ નથી ?

અંગ્રેજી શબ્દો અંગ્રેજી રાજ હતું તેના કરતાં હવે વધારે વપરાય છે. અને એ સ્વાભાવીક છે. મધ્યમ અને ઉચ્ચ વર્ગનો માણસ તેના દૈનીક જીવનમાં ઘણા મોટા સમય માટે અંગ્રેજી વાપરે છે. ઓફીસો, સરકારી કચેરીઓ, વેપાર, ઉદ્યોગ બધે અંગ્રેજી વપરાય છે; વપરાવાનું જ છે. સતત વીસ્તરતા જતા વીજ્ઞાન અને આધુનીક ઉપકરણોને કારણે, સામાન્ય વ્યવહારમાં પણ આમ બનવાનું જ. દા.ત. ‘સેલ ફોન’  આથી અંગ્રેજી શબ્દો લોકપ્રીય થવાના જ – જેમ ‘મુબારક’  અને ‘સલામ’ જેવા ફારસી શબ્દો થયા છે તેમ. આનો કશો છોછ ન હોવો જોઈએ.  આનાથી તો ભાષા સમૃદ્ધ થાય છે.

બીજી વાત છે, એવા શબ્દો જે ગુજરાતી કુટુમ્બોમાં ગુજરાત બહાર વપરાય છે. દા.ત. ‘ક્લોઝેટ’ આ શબ્દો ગુજરાતમાં જાણીતા ન હોય તો પણ વૈશ્વીક ગુજરાતીઓ વાપરે જ છે. એ વીના સંકોચે શા માટે કોશમાં ન સમાવાય ?

ત્રીજી વાત છે – ‘સુચી’ જેવા શબ્દો. આવા ઘણા શબ્દો મેં સુચવ્યા હતા; જે સ્વીકારાયા નથી. દા.ત. વીશ્વના દેશો, કમ્યુટરની ભાષાઓ, ખાદ્ય વાનગીઓ,  વીશેષ નામો, નદીઓ, તારાઓ, વીદ્યાઓ, વગેરે. – આ શબ્દો શબ્દકોશમાં નહીં તો તેના પરીશીષ્ટો તરીકે સમાવવા જોઈએ તેમ હું માનું છું.

અને છેલ્લે… શબ્દકોશ બનાવવો એ કોઈ એક જ સંસ્થાનો વીશેષાધીકાર નથી; તે લોકકોશે અને લેક્સીકોને સીદ્ધ કરી દીધું છે. કદાચ એવી સંસ્થાઓએ શ્રેયસ્કારી પરીવર્તન માટે જુનાં વલણોનો ત્યાગ કરવો જરુરી છે; એમ મને લાગે છે.

અમે છેલ્લે આ નાનકડું કામ અર્પણ …

હમ્મેશ મારી પ્રેરણામુર્તી રહેલા,
સદા યુવાન,
ગુજરાતી લેક્સીકોનના જનક ..

શ્રી. રતીલાલ ચન્દરયાને

તેમની જીવનઝાંખી વાંચવા અહીં   ‘ક્લીક’  કરો

22 responses to “લોકકોશ – શબ્દશોધ સ્પર્ધા

 1. Chirag જાન્યુઆરી 25, 2010 પર 1:12 પી એમ(pm)

  Nicely put thoughts and may be its a flame that can ignite a big change!!!

 2. chetu જાન્યુઆરી 25, 2010 પર 6:48 પી એમ(pm)

  દાદા , આપને હાર્દિક અભિનંદન ..

 3. Kartik Mistry જાન્યુઆરી 26, 2010 પર 12:28 એ એમ (am)

  અભિનંદન. મારો ‘બારબાળા’ શબ્દ ન સ્વિકારાયો 😦

 4. Patel Popatbhai જાન્યુઆરી 26, 2010 પર 1:51 એ એમ (am)

  Sri Jani Saheb

  Saras Prayatna chhe. Hun Pote Manu
  Chhun, Lok – Boli, Jema Saro-Chokkas
  ” BHAV” Vykt thato hoy, Aeva sabdo
  Svikarva Joie. Khas kari ne videsho ma
  rahenarao ne je-te desh na shak-bhaji,
  Falo, Je apana desh ma nathi Aeva
  nirdoh namo Svikarvathi Kosh Ane
  Bbhasha Samrudhdh thay.

  Aam pan SARTH GUJARATI JODNI LOSH ma Gujajarati sivay Sanskut, Farsi,
  Suhaili,Arebik…… Jyan Jyan gujaratio
  gaya tyanthi Nava shabdo ke Pardesho
  Aavya, kaink navu lavya, Svikryun chhe.

  ‘BARBALA’ shabda na Svikarva mate mari manyta mujab, BALA sabda man Aetlo Nirdosh BHAV chhe je ‘BAR ‘ Shabda man nathi.

  Bijan Karan pan hoi shake chhe.

 5. Rajul જાન્યુઆરી 26, 2010 પર 2:58 એ એમ (am)

  મુરબ્બી શ્રી સુરેશભાઇ ..
  આપના ઉમદા પ્રયત્ન માટે અભિનંદન.
  કેટલાક ખોટી રીતે લખાયેલા શબ્દો ધ્યાન પર આવ્યા છે જેમાંથી બે-પાંચ જ પર આપનુ ધ્યાન દોરુ છું. લોકકોશ માટે જોડણી પણ અગત્યની નથી???
  વીચાર.
  અરસીક
  વીશીષ્ટ
  નીજાનંદ
  નીર્ણાયકો
  વીશ્વ

 6. સુરેશ જાની જાન્યુઆરી 26, 2010 પર 6:44 એ એમ (am)

  આ બ્લોગ ઉપર હું ઉંઝા જોડણી વાપરું છું.

 7. VK જાન્યુઆરી 26, 2010 પર 11:11 એ એમ (am)

  ૫૩૨માંથી ૧૦૯ જ સ્વીકારાયા. આવું કેમ?
  કારણ કે મળેલા શબ્દો ચકાસનાર, સ્વીકારનાર લોકકોશના વિદ્વાનો પણ સાર્થકોશના વિદ્વાનો જેવા જ હશે. આવા વિદ્વાનો અને એમની મર્યાદાઓને કારણે જ ગુજરાતી ભાષાની ઘોર ખોદાઈ છે.

  મદાફ જેવો શબ્દ સ્વીકારાય અને પેંત કે બારબાળા ના સ્વીકારાય એ લોકકોશ માથે શરમજનક છે. જો લોકકોશના વિદ્વાનો ખરેખર મુક્ત નહિ રહે તો એ પણ એક સંકુચિત ખાબોચિયું જ બની જશે.

  લોકકોશના વિદ્વાનો જરા જાગો…..રાતિકાકાના વિચાર

  લોકો માટે,
  લોકો વડે બોલાતા શબ્દોનો,
  લોકો વડે બનાવાયેલો
  કોશ.

  ને સરખું માન આપો.

 8. સુરેશ જાની જાન્યુઆરી 26, 2010 પર 11:32 એ એમ (am)

  માફ કરજો , વોરા સાહેબ. કદાચ નીર્ણાયકોએ નક્કી કરેલા અમુક નીયમો બરાબર છે.
  દા.ત. મેં ઘણા બધા દેશોનાં, કોમ્યુટરની ભાષાઓના , ખાદ્ય સામગ્રીઓનાં … વીગેરે નામો આપ્યાં હતાં . સ્વાભાવીક રીતે આ મારે માટે શબ્દોની સંખ્યા વધારવા માટે બહુ જ સરળ શોર્ટ કટ હતો. એમાં મારું વીશેષ કૌશલ્ય કે શબ્દો શોધવાની મહેનત ન હતાં.
  આથી આ શબ્દો ન સ્વીકારવા પાછળનો શક્ય તર્ક સમજી શકાય તેવો છે. મને એ બાબત સહેજ પણ દુખ નથી.
  આથી જ મેં મારા વીચારોમાં , શબ્દ કોશમાં આ માટે વધારાના પરીશીષ્ઠો ઉમેરવાનું સુચવ્યું છે.
  પણ ..
  ‘ ક્લોઝેટ ‘ જેવો શબ્દ ગુજરાતમાં ન વપરાવાના કારણે ન સ્વીકારાય , તે કદાચ બરાબર નથી. યુ.કે. / કેનેડા / અમેરીકામાં રહેતા ગુજરાતીઓ જ ગણીએ તો ઓછામાં ઓછા પચાસેક લાખ તો હશે જ . એમને માટે આ શબ્દ ‘કબાટ ‘ જેટલો જ સામાન્ય છે.

  અને મારી ભુલ ન થતી હોય તો, ‘ કબાટ’ – ‘ કપબોર્ડ ‘ પરથી આવેલો લાગે છે – અંગ્રેજોંના ભારત આવ્યા બાદ!
  આમ શબ્દકોશમાં શું સમાવવું , તે નીયમોની ફેરવીચારણા માટે જરુર અવકાશ છે – જોડણી સુધાર માટે મુક્ત મન રાખવા જેટલો જ.

 9. Pingback: Tweets that mention લોકકોશ – શબ્દશોધ સ્પર્ધા « ગદ્યસુર -- Topsy.com

 10. vallabh bhakta જાન્યુઆરી 27, 2010 પર 12:58 એ એમ (am)

  દાદાજિ આપને બહુ જ અભિનદન’

 11. Devang Vibhakar@SpeakBindas જાન્યુઆરી 27, 2010 પર 1:25 એ એમ (am)

  Heartiest congratulations. Felt really happy knowing about your achievement. I mean, getting time and getting words requires real brainstorming. congratulations for that as well. You are an inspiration to us, youth.

 12. arvind જાન્યુઆરી 27, 2010 પર 3:54 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ
  અભિનંદન ! આપના વિચારો અને ખેલદીલી સરાહનિય છે. આપના કેટલાક શબ્દોના સ્વીકારાયા તેનો આપે જે ખેલદીલીથી સ્વીકાર કર્યો છે અને નિયમો બદલવાનું સુચન વ્યવહારુ જણાય છે.ક્લોઝેટ જેવો શબ્દ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નડવી જોઈતી નહિ હતી ! ખેર ! ફરીને આપને અભિનંદન !
  સ-સ્નેહ

  અરવિંદ

 13. dhavalrajgeera જાન્યુઆરી 27, 2010 પર 8:35 પી એમ(pm)

  Bhai Suresh,

  “અભિનંદન ……….. ઉંઝા જોડણી …..લોકો માટે,
  લોકો વડે બોલાતા શબ્દોનો,
  લોકો વડે બનાવાયેલો
  કોશ. and now you got 2500 rupees too.
  Do think about BPA and Donate that money!!!

  Rajendra
  http://www.bpaindia.org

 14. Kartik Mistry જાન્યુઆરી 28, 2010 પર 7:48 એ એમ (am)

  ના. ડેબિયન.ઓર્ગ પર ડોનેટ કરો 🙂

 15. Pinki જાન્યુઆરી 28, 2010 પર 11:41 એ એમ (am)

  waah… heartly congrats !

  wat abt word ‘gatakbe’ru ??? 🙂

 16. Arpan Bhatt ફેબ્રુવારી 5, 2010 પર 2:24 એ એમ (am)

  I have only one word to say is “MIRACLE”.

 17. pragnaju માર્ચ 14, 2010 પર 2:02 પી એમ(pm)

  ‘વીશ્વના દેશો, કમ્યુટરની ભાષાઓ, ખાદ્ય વાનગીઓ, વીશેષ નામો, નદીઓ, તારાઓ, વીદ્યાઓ, વગેરે. – આ શબ્દો શબ્દકોશમાં નહીં તો તેના પરીશીષ્ટો તરીકે સમાવવા જોઈએ તેમ હું માનું છું.’
  ત્રણ પ્રકારના શબ્દકોશ, અંગ્રેજી શબ્દકોશ ડીપાર્ટમેન્ટ, ગુજરાતી શબ્દકોશ , ગુજરાતી શબ્દકોશ ગુજરાતી, ગુજરાતી શબ્દકોશ શ્રી, ત્રણ પ્રકારના શબ્દકોશ, શબ્દકોશ, શબ્દકોશ ઉપરાંત વિરોધી, શબ્દકોશ ગુજરાતી, શબ્દકોશ ડીપાર્ટમેન્ટ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: