( સત્યકથા પર આધારીત )
—–1939—–
આઝાદીના જંગમાં સત્યાગ્રહ માટે જેલવાસ ભોગવતા, ચતુરભાઈ બીમાર પડ્યા. બીમારી પણ સખત. એમની નાજુક તબીયતને જેલનો ખોરાક, પાણી, માહોલ શી રીતે માફક આવે?
ચતુરભાઈ ચુસ્ત ગાંધીવાદી હતા. ઉપવાસો કરવા, ગાંધીજીના વીચારોનું કડક પાલન કરવું; આ બધું તેમના સ્વભાવમાં વણાઈ ગયું હતું. દેશી રજવાડાની જેલના ડોકટર દલપતભાઈ તેમને દવાઓ આપતા હતા; પણ કશો ફરક પડતો ન હતો. બીજા કોઈ જડભરતને તો રાજદ્વારી કેદીને અપાતી, આવી વીશીષ્ઠ સેવા મળી હોય તો; બીજા જ દીવસે ઉભો થઈ ગયો હોય. પણ આ તો એકવડીયા બાંધાના, રુની પુણીમાંથી કંતાયેલા સુતરના તાર જેવા, નરમ ઘેંશ અને પુરા આદર્શવાદી ચતુરભાઈ હતા.
છેવટે કંટાળીને તેમણે ડોકટરને કહ્યું,” ડોકટર મને મારો સાદો ખોરાક મળે તેવું ના કરી શકો?”
ડોકટર ,” બોલો ! શું ખોરાક લેવો છે? “
ચતુરભાઈ, “ ઢીલી, રાબ જેવી ખીચડી અને તાંદળજાની ભાજી.”
ડોકટર, “ અંગ્રેજ સરકારના નીયમ પ્રમાણે, જેલરને અને બીજા અધીકારીઓને મળે છે તેવાં, દુધ, ઈંડા, ઓવલ્ટાઈન વીગેરેની વ્યવસ્થા હું તબીબી કારણોસર કરી શકું. પણ આ તો જેલમાં મળે જ નહીં . એની વ્યવસ્થા કરવાનું મારાથી ન કહેવાય.”
ચતુરભાઈ ચુપ થઈ ગયા.
દલપતભાઈ ઘેર ગયા. સરકારી નોકર હતા; એટલે મજબુર હતા. પણ દેશને માટે સત્યાગ્રહીઓ જે કષ્ટ ભોગવતા હતા; તેને માટે તેમને અંગત રીતે સહાનુભુતી હતી. તેમને વ્યગ્ર જોઈ તેમનાં પત્નીએ કારણ પુછ્યું.
કારણ જાણી કમળાબેન બોલ્યાં, ”આ તો સાવ સહેલું છે. એ તો અમારું બૈરાંનું કામ, હું રોજ બે ટાઈમ એ રાંધીશ. તમે એ ચતુરભાઈને મળે તેવી ગોઠવણ કરજો.”
બીજા દીવસથી, જેલરને વાત કરીને ચતુરભાઈને દલપતભાઈના ઘરમાંથી આ અમીરી જમણની(!) વ્યવસ્થા ચાલુ થઈ ગઈ.
અને બે ચાર દીવસમાં તો ચતુરભાઈ ઓલરાઈટ થઈ ગયા.
—- 1953 —–
આઝાદી મળ્યા બાદ, ચતુરભાઈનાં નસીબ ખુલી ગયાં. એ જમાનામાં ચુસ્ત ગાંધીવાદી અને આદર્શવાદી નેતાઓની બોલબોલા હતી. ચતુરભાઈ તો રાજ્યના મુખ્ય પ્રધાન બની ગયા. અને દલપતભાઈ નીવૃતીને આરે.
દેશી રજવાડામાં ડોકટર તરીકે જોડાતાં પહેલાં એમણે ઘણાં વર્ષો ખાનગી પ્રેક્ટીસ કરેલી. આથી પુરું પેન્શન મેળવવા માટે એમને નોકરીની લંબાઈની ગણતરીમાં બે વરસ ખુટતાં હતાં. કાયદા પ્રમાણે કોઈ પ્રધાન આ ગાળો કોન્ડોન ( ગુજરાતી શબ્દ?) કરી આપે તો તેમને પુરું પેન્શન મળે.
કમળાબેને કહ્યું,” તમે રાજની આટલી પ્રમાણીકતાથી નોકરી કરી છે; અને ચતુરભાઈને આપણે મોતના મોંમાંથી પાછા આણ્યા હતા. તો તેમની આગળ રાવ કરો તો? ચતુરભાઈ તમારું માન જરુર રાખશે.”
આશા સાથે દલપતભાઈ સી.એમ. પાસે ગયા. વાત સમજાવી. પણ ચતુરભાઈ તો શુધ્ધ ગાંધીવાદી ખરાને? તેમણે ઘસીને ના પાડી દીધી. “ હું મારી વગનો ઉપયોગ તમારા અંગત સ્વાર્થ માટે કરું , તે બરાબર નહીં .”
દલપતભાઈ,” મેં મારા ઘરમાંથી તમને ખીચડી અને તાંદળજાની ભાજી મોકલ્યાં હતાં; તે તો તમને યાદ છે ને? “
ચતુરભાઈ ,”તમે સરકારી નીયમનો ભંગ કર્યો હતો; તેમ મારાથી ન થાય.”
દલપતભાઈ માથું નીચું નમાવીને ઘર ભેગા થઈ ગયા. મનમાં તુમુલ યુધ્ધ ચાલતું હતું.
‘ ખીચડી અને તાંદળજો માંગતાં અને ખાતાં જેલના નીયમોનો ભંગ થતો ન હતો? ‘
———————
હવે તમે જ કહો –
‘ ચતુરભાઈએ દલપતભાઈની વીનંતી માન્ય ન રાખી તેને તમે યોગ્ય ગણો છો? ‘
Like this:
Like Loading...
Related
Whenever you help somebody, just help. Do not expect his help in return. Then you will never get disappointed.
If we get help from others, we should help same person or others if possible and within our limits. Be truthful and honest with conscience.
ગાંધીવાદની પોકળતાનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે. ચતુરભાઇ દંભી હતા. જો તેઓ “સાચા ગાંધીવાદી” (આવો કોઇ વાદ છે?) હોત તો દેશ આઝાદ થયા બાદ તેમણે ગાંધીજીના આદેશ પ્રમાણે રાજકારણ છોડી વિનોબાજીની જેમ ભુદાન જેવા જનકલ્યાણના કામમાં પડી જવું જોઇતું હતું.
દંભ અને કૃતઘ્નતાના ‘નમૂના’ એવા ચતુરભાઇને કાયદા પ્રમાણે બે વર્ષનો ગાળો ‘કૉન્ડોન’ કરવાનો હતો. તેમણે તપાસ કરવી જોઇતી હતી કે આ કામ કાયદેસર રીતે થઇ શકે છે કે કેમ, અને જો ન થઇ શકતું હોય તો દલપતભાઇને વિવેક દર્શાવીને કહેવું જોઇએ કે….. પણ તેમણે જે વ્યવહાર દર્શાવ્યો તે દંભ, કૃતઘ્નતા અને વૈચારીક હીનતાનું પ્રતિક છે. આ (અવ)ગુણોને કારણે જ તેઓ મુખ્ય પ્રધાન બન્યા હોવા જોઇએ એવું મારૂં માનવું છે. ગાંધીવાદ ગાંધીજીની સાથે જ રાજઘાટમાં દટાઇ ગયો છે. હવે તો વર્ષમાં એક વાર પણ લોકો તેમને (ગાંધી અને વાદને) અંજલિ આપવાનું ભુલી જાય છે!
Let’s not try to judge others,everyone has right to make a decission in the manner he/she thinks.Look at the possitive aspects of each individual,it is all over,why to cry on spilt milk and waste time?
ચતુરભાઈ ખરા ‘ચતુર’ નીકળ્યા! કેપ્ટન નરેન્દ્રની ટીપણી સાથે હું સર્વથા સહમત છું.
One can analyse this incident different ways>>.
As said by one of your Readers, “if you help someone then DO NOT expect something in return ( atleast never demand a favour )
The second way os looking at this as an “ordinary Human Being” who is with MAYA of the Sansar, who has the expectations of a favour for the “assistance rendered in the Past.
Let us assess this as an INDIVIDUAL…& not as a GANDHIVAADI !….Again as a Humans WE all tag his Actions on his Gandhian Way of Living (as HE may be boasting himself as a true Follower of GANDHIJI)
Just my thought !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Dear Sureshbhai…Nice thought provoking Post !
Thanks for your recent visit/comment for the Post on HEALTH !
પ્રીય ભાઈશ્રી પીટર.
મેનેજમેન્ટ ટ્રેનીંગમાં આવા કેસ સ્ટડી આપવામાં આવે છે – તેમ આને ગણો.
સમાજની, વ્યક્તીની નૈતીકતાની ચર્ચા કરવાનો મારો આશય છે. મેં જોયું છે કે, આવી ચર્ચા કરવાથી વીચાર દોહન થઈ શકે છે – અને વાચકને વીવીધ દૃષ્ટીબીંદુ જાણવાની , જાતને તપાસવાની એક તક મળે છે.
આમાં મારું કે આ વાર્તા પાછળની સત્યઘટના મને કહેનાર મીત્રનું કે કોઈ પણ વાચકનું મુલ્યાંકન કરવાનો આશય સહેજ પણ નથી.
@Peter Jadav,
I believe we have a right to judge the performance of a representative we have elected. Especially, when that representative holds the position of the Chief Minister, his behavior and treatment of his constituents is subject to public scrutiny. If he has failed, the electorate should be bold enough to call a spade a spade.
As Sureshbhai has said, this is a case study. We draw conclusions on the ‘study’ and draw future line of action in selecting and electing our representatives. If one prefers not to waste his/her time on the ‘spilt milk’, it is that person’s choice. However, I call it passivity. It is such people who return politicians such as Chaturbhai term after term although they have proved themselves morally corrupt. Gujarat has seen such a CM – who was known for the suffix ‘Chor’ (Thief) after his name, yet was elected as a CM TWICE, and had plundered the state twice over. What positive side of his personality could ANYONE see?
Pantuji veda j kahevay.
આપે જે CM માટે લખું છે તેના દંભીપણાની સીમા ન હતી. ગુજરાતને ખાસું એવું નુકસાન વેઠવું પડ્યું છે. મુંબઇ શહેર પર ખરો હક ગુજરાતનો હોવા છતાં તેને કારણે જ ગુમાવવું પડ્યું છે. તેના જીવનમાં ઊંડા ઉતરશો તો દંભી સ્વભાવનાં આવા ઘણાં ઉદાહરણો જોવા મળશે.
ભજમન નાનાવટી ની વાત મા હુ સહમત છુ. ચતુર ભાઈ ઍ ચતુરાઈ તો કરીજ હતી.
“રાજનીતિમા બધુ ચાલતુ હોય છે” આ ઍક સર્વસામાન્ય માન્યતા છે. લોકોઍ આની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે.
મુંબઇમા ૨૬/૧૧ પછી બધા મીણબત્તી લઈને નીકળ્યા હતા પણ ફરી પાછી ઍજ સરકાર ને ચૂંટી લાવ્યા અને ઍજ વ્યક્તિ ગૃહ પ્રધાન બને તો પણ બધા ચૂપ છે. જાગૃતિ ક્યારે આવે છે તે જોવુ રહ્યુ.
દલપતભાઈએ જ્યારે ચતુરભાઈને મદદ કરી ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે ભવિષ્યમાં વળતી મદદની જરૂર પડશે તે ભૂલવું ન જોઈએ.
sundar
This is Not ” Ramarajya..”.
રાજનીતિમા બધુ ચાલતુ હોય છે.
It is the reminder …On January30 th 2010.
ગાંધીવાદ ગાંધીજીની સાથે જ રાજઘાટમાં દટાઇ ગયો છે. ભવિષ્યમાં જોવુ રહ્યુ.
ગાંધીજીના નામે કેટલીય ટોપીઓ રાજકારણ ખેલી ગઈ.
સત્યાગ્રહીઓએ ભારતની આઝાદી માટે મહાન ભોગ આપ્યો હતો અને લોકાદર
પ્રાપ્ત કર્યો હતો. ગાંધીજીએ ખુદ હરિભાઈ માટે પણ અન્યાય આચર્યો હતો
એવું કહેતા લોકો પણ છે,મોરારજી જેવા અકડુ અને માનવતાના ગુણો
પ્રત્યે દુર્લક્ષ સેવે અને તેને પોતાની ફરજ ગણે ,એ મને તો આંખે પાટા
બાંધતો ન્યાય લાગ્યો.
કોઈને અન્યાયની વાત, વ્યવસ્થા કે માગણી વ્યાજબી છે વાતને બદલે જરુરીઆતનો હાર્દ સમજે તે મહાન.
રમેશ પટેલ(આકાશદીપ)
વિજ્ઞાન યુગનો માનવી
રમેશ પટેલ(આકાશદીપ)
Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit
With regards
Ramesh Patel(Aakashdeep)
રાજકારણમાં કોઈ સિધ્ધાંતવાદી અને તે પણ ગાંધીવાદી ક્યારે ય મુખ્યપ્રધાન સુધીના હોદા સુધી પહોંચી જ ના શકે તેવું આપણાં દેશના રાજકારણની હાલત હોય ચતુરભાઈએ પોતાના હિત અને સ્વાર્થ સાધવામાં નામ પ્રમાણે ચતુરાઈ વાપરી અને તક મળ્યે મુખ્યપ્રધાન બની બેઠા ! રાજકારણ અને સિધ્ધાત બંને મારા મતે તો વિરોધી શબ્દો છે ! આજે પણ દેશના વડાપ્રધાન મનમોહંસિંઘ માટે કહેવાય છકે તેઓ સીધા સાદા સજ્જન અને પ્રમાણિક માણસ છે. પણ તેમની સજ્જનતા સીધા અને સાદાઈ થી દેશને શું ફાયદો થઈ રહ્યો છે ? મારા મતે આ સરદારજી છૂપી મહત્વાકાંક્ષા ધરાવે છે અને હોદા ઉપર ચીટકી બેઠા છે ! પોતાના મંત્રીઓ ક્યાં લડી રહ્યા છે અને કોને મંત્રી બનાવવા કોને ચાલુ રાખવા તે નક્કી કરનારાઓ તો કોઈ બીજા જ છે! વડાપ્રધાન માત્ર અંગુઠા મારવાનું ઓઠું બની રહ્યા છે ! માટે રાજકારણીઓ ચતુરભાઈ હોય કે અન્ય કોઈ સર્વેની જાત તો એક જ હોય છે.
સ-સ્નેહ
અરવિંદ
રાજકારણીઓને દોષ દેવાનું બહુ સહેલું છે. પણ લોકશાહીમાં તો ‘યથા પ્રજા તથા રાજા’ હોય. દરેક પ્રજાને તેની યોગ્યતા પ્રમાણેના જ પ્રતિનિધિઓ મળે છે.
Please see the book ‘Culture Can Kill’ by S. Subodh. In ઇત, he has discussed this aspect in detail on page 22-23.
ખૂબ જ સરસ વાત.ચતુરભાઈ એ ચતુરાઈ વાપરી પોતાના હિત અને તક મેળવી.અત્યારના પ્રધાનો દાદાગીરી થી મેળવે છે.
પરીસ્થિતિ પ્રમાણે સિદ્ધાંતો ફરતા હોય છે. કોઈ વ્યક્તિ છેલ્લા શ્વાસ લેતી હોય ત્યારે પહેલા તેની તાત્કાલિક સારવાર કરીને પછી તેનો કેસ કાઢવો પડે જ્યારે સામાન્ય કીસ્સામાં પહેલા કેસ અને પછી સારવાર આપવાની હોય છે. જો ચતુરભાઈને ખીચડી અને રાબ ન મળ્યા હોત તો તે કદાચ હરિ શરણ પણ પામ્યા હોત. પણ પોતાની ઉપર કરેલા ઉપકારનું ઋણ ચૂકવી શકે તેવી તક મળી છતાં પણ તેને ઝડપવાને બદલે મીથ્યા સિદ્ધાંતોની પોકળ વાતો કરનાર ચતુરભાઈની દંભી સિદ્ધાંતનિષ્ઠા મને પસંદ ન પડી. હદ તો ત્યાં થાય છે કે હોંશે હોંશે ખીચડી ખાનાર ને ખીચડી લાવનાર નિયમનો ભંગ કરનાર લાગે છે – આ તો ઉલ્ટો ચોર કોટવાળને દંડે તેના જેવું થયું.
Today’s politicians take pride in calling themselves Gandhivadis but they don’t deserve to use the great name of Gandhi.They only use Gandhi for their selfish motives and don’t care for the people who helped them to get their present position.This reminds me the poem of Shekhadam Abuwala in which he says to this effect: “Gandhi,do you know what has become of your name?It has become a path to reach upto the chair of power.How precious your name was once has now become very cheap!
Gandhi tane khabar se ke taru thayu se shu?
Khurshi sudhi javano tu rasto bani gayo.
Kevo kimti hato tu, sasto bani gayo.
SHEKHADAM ABUVALA
Pingback: સી.એમ. ચતુરભાઈ – એક કલ્પના « ગદ્યસુર
અમુક વાચકોએ , આ સત્યકથા આધારીત વાર્તાના કાલ્પનીક પાત્ર શ્રી. ચતુરભાઈ કોણ હોઈ શકે, તે અંગે જે કલ્પના કરી હતી; તે સાચી નથી.
આટલી સ્પષ્ટતા આ તબક્કે કરવી જરુરી છે.
કોઈને આ અંગે કશો મત ન બાંધી લેવા કે, બીનજરુરી કલ્પના ન કરવા નમ્ર વીનંતી છે.
આશય છે, વાચકો અને જનતામાં એવી જાગૃતી લાવવાનો કે જેથી , વધારે ને વધારે સાચા સી.એમ. આપણને મળતા રહે; અને ભારતને વીશ્વનો નમુનારુપ દેશ બનાવવાનું સ્વપ્ન સાકાર કરવાની નેતાગીરી લે. માનનીય રશ્મીકા ન્ત ભાઈએ યોગ્ય જ કહ્યું છે તેમ; પ્રજાને તેને યોગ્ય નેતા જ મળતો હોય છે.
ચતુરભાઈની ચતુરાઈ ન કહેવાય. એમને ગાંધીવાદી કેમ કહેવાય?
એમણે જ પહેલાં તો એક સરકારી ડૉક્ટરને એના નિયમો તોડવા માટે મજબુર કર્યો.
પછી એની ખીચડી,ભાજી ખાધી-બસ એ જ ક્ષણે એમનો ગાંધીગીરીનો રંગ ફિક્કો થઈ ગયો. ઉતરી ગયો. આવા તો ઘણા ગાંધીવાદી આપણા દેશમાં રાજ કરી ગયા ને તારાજ કરી ગયા.
મેરા ભારત મહાન…
ચતુરભાઈની ચતુરાઈ ન કહેવાય. એમને ગાંધીવાદી કેમ કહેવાય?
એમણે જ પહેલાં તો એક સરકારી ડૉક્ટરને એના નિયમો તોડવા માટે મજબુર કર્યો.
પછી એની ખીચડી,ભાજી ખાધી-બસ એ જ ક્ષણે એમનો ગાંધીગીરીનો રંગ ફિક્કો થઈ ગયો. ઉતરી ગયો. આવા તો ઘણા ગાંધીવાદી આપણા દેશમાં રાજ કરી ગયા ને તારાજ કરી ગયા.
મેરા ભારત મહાન… દાદા શિર્ષકમાંથી “ગાંધીવાદી” શબ્દ દુર કરવા વિનંતી છે.
1) I Read with all comment.
2) Sri Natvarbhai I agree with you
in Last line.
3) ‘ STORI ‘ start from 1939 & 1953
4) There no such name as CM in Bombay
State. So I think it is character only.
5)” GANDHIVAD “mince ?
(Gandhiji like, Raja Harishchandra ‘s
” SATYA ” Bhagvan Mahavir’s,
Bhagvan Bhudhdha’s & Jesus christ ni
” AHINSA ” Mujab Jivavu.)
Jivan ma Satya – Ahinsa nu Acharan.
Je Pujya Gandhiji pote pan purna pane
no’ta kari shakya.Temne Aa be babato
Sathe Safai, Sadhan Sudhdhi,Asprusata
Prarthana……….. vagereno Aagrah ,
Jivanma Potana mate ane Sathio
mate Jarur rakhyo hato.
” Vichar ane Aacharan “. ( Aa Mari Potani
Samaj Chhe,”Gandghivad ” Babat Je
haji ochhi ane Adhuri chhe. )
રાજકારણીઓ અંગેની ટીપ્પણીઓ વાંચીને સદ્ગત શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા ‘ચપટી ધૂળ’ યાદ આવી. તેમાં આદર્શ લોકનેતાને સત્તા મળ્યા બાદ તેમનાજ સાથીઓ તેમની કેવી અવદશા કરે છે તેનું આબેહુબ ચિત્ર રજુ કર્યું છે. વળી આજકાલ અમેરિકન પ્રમુખ શ્રી બરાક ઓબામાને નિષ્ફળ બનાવવાની જે તરકીબો અપનાવાઈ રહી છે તે પણ વિચારપ્રેરક છે.
શ્રી સુરેશભાઇ,
1. આપે “સત્યકથા” પર આધારિત વાત લખી છે.
2.બે પાત્રોની વાતમાં એક પાત્ર કાલ્પનિક અને એક સત્ય ?
3. વાર્તામાં કાળ ક્રમ દર્શાવ્યો છે.
4. વાર્તાની પૃષ્ઠભૂ ગુજરાતી છે. પાત્રો પણ ગુજરાતી છે.
5. એક જ વ્યક્તિ આઝાદી પછી વાર્તામાં દર્શાવેલ છે તેવા ઉચ્ચ હોદ્દા પર પહોંચી હતી.
6. ચતુરભાઇનું પાત્રાલેખન બિલકુલ આ જ વ્યક્તિને મળતું આવે છે.
“યથા રાજા તથા પ્રજા” સુત્ર છેતરામણું અને સત્યથી વેગળું છે. તાર્કિક છટકબારી છે. આ મારું મંતવ્ય છે.
Chaturbhai was not a Gandhivadi; otherwise he would not have accepted food from Dalpatbahi but he would have done what Gandhi would have gone if he was placed in similar circumstances.
Chaturbhai would have fasted until the Auhtorities have changed to a healthy diet.
This would have benefited not only Chaturbhai but also others in similar conditions in the jail.
Chaturbahi behaved totally in ungandhian fashion.
Dalpatbhai made a mistake in seeking repayment of his good deeds.
ગાંધીવાદ શબ્દ ઠીક નથી લાગતો…
—ગાંધીજી ભારતના એકમાત્ર નેતા ગણાતા હતા. જો એ ખરેખરા મહાત્મા ન હોત તો અહંકારથી ફુલાઇ ગયા હોત. પણ દાંડીકૂચ જેવા મહત્ત્વના અને કટોકટીના પ્રસંગે પણ, કૂચ શરૂ થતાં પહેલાંની છેલ્લી ઘડીએ આશ્રમમાં રહેતા એક ગરીબ કુટુંબની માંદી દીકરીની મુલાકાતે ગયા… આવા અનેક પ્રસંગો મેં તેમના જીવનમાં જોયા છે અને તે પરથી મને લાગ્યું છે કે બાપુજીની યોગ્તયા પૂરેપૂરી ઓળખવી કે પારખવી એ અત્યંત અઘરૂં કામ છે.
માનનીયશ્રી સુરેશભાઈ,
સત્ય ઘટના ઉપર આધારિત મિતભાષી શબ્દોમાં આ સરસ લેખ છે. તો વળી સોનામાં સુગંધ ભળે તેમ કેટલાક વિદ્વતાસભર પ્રતિભાવોથી અથથી ઈતિ સુધી સઘળું મનભાવન બની રહ્યું છે. આ લેખ ઉપરના પ્રતિભાવોમાં મોડો પડ્યાનો અફસોસ એટલા માટે નથી થતો કે મોટાભાગનું લેખને અનુલક્ષીને જે કંઈ મારે કહેવાનું થયું હોત તે કહેવાઈ જવાના કારણે મને વિશેષ મોકળાશ મળી છે કે જેથી લેખના સમર્થનમાં હું કંઈક વિશેષ આપી શકું.
આપણા લોકસાહિત્યમાં ઉખાણાંમાં તકિયા કલામ જેવો છેલ્લે શબ્દ આવતો હતો કે ‘તમે ચતુર કરો વિચાર!’ અહીં આ ઘટનામાં તો ‘અવલોકનો’ના લેખકે જે તે મૂળ પાત્રને છાયા નામ (Dummy Name) ચતુરભાઈ જ આપી દીધું છે, એટલે એમને પૂછવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી, કેમ કે તેમને તો આરોપીના પિંજરામાં ઊભા કરવામાં આવ્યા છે. વળી કદાચ તેમને પૂછીએ તોયે તેઓ તો પોતાનું બચાવનામું ચતુરાઈથી જ પેશ કરવાના તે સ્વાભાવિક છે. માટે હવે તો પેલા ઉખાણાવાળા ‘ચતુર’ તો આપણે વાંચકોએ જ બનવું રહ્યું અને પેલા કહેવાતા ગાંધીવાદી ચતુરભાઈના વર્તન અંગેનો વિચાર પણ આપણે જ કરવો રહ્યો.
વ્યાકરણની પરિભાષામાં ‘ચતુરભાઈ’ એ સંજ્ઞાવાચક નામ છે, પણ આપણે એવા અનેક ચતુરભાઈઓથી બનેલી નવી જ એક જાતિ એટલે કે ‘દંભી નેતાઓ’ એમ જાતિવાચક નામ કે શબ્દસમૂહ એ અન્વયે જ વિચારવાનું રહે છે. આજે તો પેલા દંભી રાજનેતાઓના કારણે ‘રાજકારણ’ એ શબ્દ ગાળ(અપશબ્દ)ના અર્થમાં પ્રયોજાય છે. સામાન્ય નાગરિકનાં શક્ય એવાં નાનાં કામોને ‘સિદ્ધાંત’ ના ઓઠે ઠેબે ચઢાવાય છે અને મોટા મોટા ભષ્ટાચારો ચાલાકીપૂર્વક છાવરવામાં આવતા હોય છે.
વર્ષો પહેલાં આકાશવાણી ઉપર સાંભળેલા રેડિયો નાટક ‘શહીદનું ભૂત’ની યાદ તાજી થાય છે. સ્થળસંકોચના કારણે ટૂંકમા પતાવું તો શહીદના સ્મારક માટેના ભંડોળમાંથી દુર્દશામાં જીવતાં શહીદનાં કુટુંબીજનોને સતાવાળાઓ આચારસંહિતાના બહાને એક રાતી પાઈ પણ આપવા તૈયાર નથી. અહીં આપણે ચતુરોએ એક જ વિચાર કરવાનો રહે છે કે કાયદાઓ માણસ માટે છે કે માણસો કાયદા માટે છે. આ વિચારમાં જ દલપતભાઈની સમસ્યાનો ઉકેલ છે. યુનિવર્સિટીઓ માંદગી કે અન્ય વ્યાજબી કારણોએ વિદ્યાર્થીઓની ખૂટતી હાજરીને Condone (દરગુજર) કરી શકે છે, તેજ રીતે સરકારી કર્મચારીઓના કિસ્સાઓમાં નિષ્ઠાપૂર્વકની કામગીરી હોય તો કાયદાની જોગવાઈ હેઠળ ખૂટતો નોકરીગાળો દરગુજર થઈ શકે છે. કાયદો કદીય આંધળો નથી હોતો, પણ તેનાં ખોટાં અર્થઘટનો કરીને તેને આંધળો બનાવવામાં આવતો હોય છે.
સુરેશભાઈ તો વીજળીના માણસ એટલે તેમનાં લખાણોમાં આકાશમાં ઝબુકતી વીજળી કે પછી તારનાં દોરડાંઓમાં વહેતી વીજળીનાં લક્ષણો જોવા મળે અને મળે જ. સાહિત્યમાં શીલ તેવી શૈલીનો સિદ્ધાંત તો પ્રચલિત છે જ, પણ એમાય વિશેષે કહી શકાય કે કોઈ પણ સાહિત્યસર્જકના સર્જન કે કોઈ વક્તાના વક્તવ્યમાં જેવું તેમનું જ્ઞાન હોય તેવું સંપૂર્ણ કથન નહિ તો ઓછામાં ઓછા એવા કથનની છાંટ તો અવશ્ય જોવા મળે જ.
‘અવલોકન’ નો આ એક માત્ર જ લેખ નહિ, પણ તેમના સઘળા લેખો તેના લાઘવ્યના કારણે ગાગરમાં સાગરની જેમ એવી ઢબે રજૂ થયા છે કે તેમને માત્ર એક જ શબ્દ ‘ધન્યવાદ’થી જ પુરસ્કૃત કરીએ તો તેમના લખાણને અને તેમને અન્યાય થતો લાગ્યા વિના રહેશે નહિ.
સ્નેહાધીન,
વલીભાઈ મુસા
માનનીય વલીભાઈ,
એક વાત ..
આ લેખ ‘સુરેશ જાની’ બ્રાન્ડ (!) અવલોકન નથી ! એક મિત્રે કહેલી સત્યકથા પરથી આ વાર્તા ઉપજાવી કાઢી છે.
——————
સરકારી કર્મચારીઓના કિસ્સાઓમાં નિષ્ઠાપૂર્વકની કામગીરી હોય તો કાયદાની જોગવાઈ હેઠળ ખૂટતો નોકરીગાળો દરગુજર થઈ શકે છે.
————–
આ બાબત એટલું જ કહેવાનું કે, આ ઘટના સ્વતંત્રતા મળ્યા પછી બહુ ઓછા સમય બાદ બની હતી. આથી કાયદાઓ કદાચ બદલાયા ન હતા.
પણ તમે કહેલી વાત એકદમ સાચી છે.
આ ઘટના ઉપરથી શું થઈ શક્યું હોત? એ અંગે મારી કલ્પના પણ વાંચજો. એમાં એક શક્ય અને રચનાત્મક રસ્તો મેં સૂચવ્યો છે ( એ પણ બહુ ચર્ચાયો હતો.)
https://gadyasoor.wordpress.com/2010/02/01/cm_chaturbhai/
સુરેશભાઈ,
( સત્યકથા પર આધારીત ) ખુલાસો જ બતાવે જ છે કે કૃતિનો વિષય મૌલિક નથી, પણ પાયા ઉપરનું સઘળું બાંધકામ, રંગરોગાન સહિત, તો તમારું જ છે ને!
જવાબરૂપ તમારી કોમેન્ટમાંથી ‘ઉપજાવી કાઢી’ ને હું ‘લખી કાઢી’ વાંચું છું અને મારી સાથે સંમત થનાર સૌ કોઈ એમ જ કરશે.
આ ભલે પ્રસંગકથા હોય પણ એક અવલોકન જ છે, દંભી અને સ્વાર્થી માનવીય માનસનું! પાત્રો બદલાય, પાત્રોનાં નામો બદલાય, ઘટનાઓ બદલાય; પણ ચતુરભાઈ જેવાં બધાંયને મૂળભૂત બાબત તો સરખી જ લાગુ પડે!
શું થઈ શક્યું હોતની તમારી કલ્પના વાંચી, પણ એ કલ્પ્ના જ છે. હકીકત તો લેખમાં સત્ય ઘટના આધારિત જે છે તે છે જ, એ તો કેવી રીતે બદલાય!
કોમેન્ટ્સ આવ્યા પછી તમે ઢીલા પડી ગયા અને ચતુરભાઈ તમારા માટે બિચારા-બાપડા થઈ ગયા એટલે બચાવનામું પણ રજૂ થઈ ગયું કે ‘કાયદાઓ બદલાયા ન હતા!’
પણ તેમના આ વાક્યનો તમારી પાસે, મારી પાસે કે કોઈનીય પાસે જવાબ છે? લ્યો, કોપી પેસ્ટ જ કરું છું.
ચતુરભાઈ ,”તમે સરકારી નીયમનો ભંગ કર્યો હતો; તેમ મારાથી ન થાય.”
દલપતભાઈ પણ સજ્જનતામાં ઊણા ઊતર્યા. કરેલા ઉપકારનો ચેક આમ તે કંઈ વટાવાતો હશે!
મારું થોડુંક આખાબોલાપણું કોઈનેય પણ દુભવી ગયું હોય તો ક્ષમાપ્રાર્થી છું.
માનનીય વલીભાઈ,
વિવેચનપ્રેમી છું અને અભ્યાસુઓના હથોડા તો ફૂલ જેવા લાગે છે.
ઝીંકે રાખજો બાપા. ઘરેણું થોડુંકેય પહેરવા જેવું થશે.
(મૂળે લુહાર / સુતારની નાતનો મુઓ જ છું! બહુ ઘણ ઝીંક્યા છ – વીજચોરો પર. ) આ એક જ વાંચી લો –
https://gadyasoor.wordpress.com/2009/05/16/hotel_gulashan/
એ સત્યકથા પણ બહુ ચર્ચાઈ હતી.
—————–
આ બ્લોગ પર મારી પોતીકી વ્યાખ્યા એવી રહી છે કે, ( ખોટી કે નોન સ્ટાન્ડર્ડ હોય તો પણ)
રોજબરોજની ચીજ કે સાવ સામાન્ય ઘટના પરથી જીવનનું અર્થ ઘટન મારા મનના તુક્કાથી ઉપજ્યું હોય તો તેને હું ‘અવલોકન’ કહું છું. એમાં ઘણો એવો અને કદાચ વધારે અગત્યનો ભાગ બોધ / સાર/ ઉપદેશ જેવો હોય છે. એક વિવેચકે તો એને મોરારીબાપુની કથા સાથે સરખાવ્યો હતો! પણ એમાં કથાઓની જેમ કથાતત્વ લગભગ નહીંવત હોય છે.
‘ સત્યકથા’ અને ‘ સ્વાનુભવો’ માં આ બીજો ભાગ બને તેટલો વાચક પર છોડવા પ્રયત્ન કરું છું. પણ કદીક, થોડોક, 67 વરસના બુડ્ઢાની આદતવશ સાર આવી જાય છે !
આની ઉપર શાસ્ત્રીય વિવેચન કરશો , તો બહુ જ ગમશે/ શીખવા મળશે.
આવો જ બીજો વિવાદ ‘લઘુકથા’ વિશે છે. મને એની ચોક્કસ વ્યાખ્યા હજુ મળી નથી ; પણ એક સાદી ગણતરી એવી લાગી છે કે, સાવ નાનો પ્રસંગ, બિન જરૂરી વર્ણનનો અભાવ અને પનો અડધા છાપેલા પાના જેટલો જ. આની ઉપર ટીકા કરજો .
સુરેશભાઈ,
વિવેચક (મારા જેવા બબુચક!) જેવી ભલે કોઈ શાસ્ત્રીય શબ્દોમાં ‘લઘુકથા’ની વ્યાખ્યા તમે ન આપી શક્યા હો પણ જેમ તોતડો માણસ ‘ટમે’ બોલે, પણ આપણે હસ્યા વગર ‘તમે’ સમજી શકીએ છીએ. બસ એ જ રીતે બેભાનપણે કે સભાનપણે અપાએલી તમારી લઘુ કથાની વ્યાખ્યા અમે સમજી લીધી છે અને તે પર્યાપ્ત છે.
તમારી વાતને અન્ય રીતે કહેવી હોય તો કહી શકાય કે નવલિકા એ નવલકથાનું નાનું રૂપ તો વળી લઘુકથા એ પણ નવલિકાનું ય નાનું રૂપ. જો કે આ બધાયમાં કદ ગૌણ છે, પણ એમાં શું શું અને કેટલું આવરી શકાય તે મહત્વનું હોય છે. પન્નાલાલની લઘુ નવલકથા ‘વળામણાં’ ને કેટલાક દીર્ઘ નવલિકા તરીકે ઓળખાવે છે. વિવેચકોની વાતોમાં લેખકો કે કવિઓએ ભરમાવું જોઈએ નહિ, કેમ કે તે બધા પણ ઘણીબધી બાબતોમાં એક્મત હોતા નથી.
હું તો માનું છું કે ઉગતા, તપતા કે આથમતા કોઈપણ સાહિત્યકારે વિવેચકોની વાતોથી પોતાનો મુડ બગાડવો ન જોઈએ અને આત્મસુધારણા કરતાં કરતાં પરિપક્વતા ધારણ કરતા જવું જોઈએ. જરા કેપ્સુઅલના ખોખામાં જણાવી દઉં કે સર્જકે આજુબાજુના કર્કશ અવાજો સાંભળ્યા સિવાય નાનકડી પૂંછડી હલાવતાં, સુપડા જેવા કાનને પટપટાવતાં, ડોલતાં ડોલતાં હાથીની જેમ આગળ વધ્યે જવું જોઈએ.
મોડર્ન આર્ટના નામે કેનવાસ કે કાગળ ઉપર રંગોના લસરકા કે ધબ્બાની જેમ સાહિત્યમાં પણ પ્રયોગશીલતાના નામે અવનવાં ધતિંગ થવા માંડ્યાં છે (હું પણ બાકાત નથી!) ભલા ભાઈઓ અને ભલી બહેનો, બે લીટીની આત્મકથા, એક લીટીની વાર્તા, ત્રિસંવાદીય નાટક (મારું જ ‘બિચારા બધિરજનો’) આ બધી મજાક માણવી હોય તો ઈ-નેટ ઉપર જજો, મૂર્ખ બનવા અને મારી જેમ (હાલ સલાહ આપીને સૌને બનાવી રહ્યો છું તેમ) બીજાઓને મૂર્ખ બનાવવા!
આટલું લખ્યું ઝાઝું જાણજો.
સ્નેહાધીન (હંમેશની જેમ જ!)
વલીભાઈ મુસા
Thank you. You have elated my spirits.
ગુલામીની જય હો, જેણે ભારતમાં સપુતોને જનમાવ્યા (જેઓ સંપુર્ણ આત્મીક હતા).
*
(આત્મિક ગુલામી અને શારીરીક) આઝાદીને દુર કરો, દુર કરો ઓ જાલીમો, આત્મિક બનો………
*
ક્યાં છે સપુત, ઓ મારા દેશ તાર બેહાલ પર રડાવુ આવે છે.
*
આજે મારા દેશનો વડિલ વર્ગ જ ખોવાયેલો છે તો કોની પાસે જઈને રડવુ……….પ્રભુ પાસે જ ને……..
સોરી હો જાલિમો એટલા માટે કહુ છુ કે આત્માને તો શારીરીક અભિલાષાઓનો ગુલામ બનાવીને પોતાના શરીરો અને અન્યોના શરીરો જોડે આપણે કેવો અન્યાય કરીએ છીએ. આ શારીરીક આઝાદીએ દાંટ વાળ્યો નથી શુ?
ગુલામીમાં ચતુરજી આત્મિક હતા પણ સીએમ બનીને શારીરીદ આઝાદીએ આત્મિક ગુલામ બનાવી દિધાને એ સંદર્બે જ હુ મારા ભારતવાસીઓને જાલિમ કહુ છુ જે આ દેશને બચાવવાની કોઈ વિચાર શકિત છે જ નહિ…..ક્યાંયે ચરિત્ર દેખાતુ જ નથી…..સોરી હો ખોટુ લાગ્યુ હોય તો ક્ષમા ચાહુ છુ……
તમારી વાત બિલકુલ સાચી છે.
દસ વર્ષથી અમેરિકામાં છું અને ઇતિહાસમાં રસ હોવાને કારણે અમેરિકાનો ઇતિહાસ ઠીક ઠીક વાંચ્યો છે. એ આધારે અહીં જાલીમતાની નિમ્નતમ કનિષ્ટતાને અતિક્રમીને સારપ મહોરી છે. માત્ર 300 વર્ષમાં. અહીં જે જાલીમતા હતી; તેનો દસ ટકા પણ ભારતમાં ન હતો.
અને છતાં હજારો વર્ષમાં જે સારપ આપણે ન કેળવી શક્યા ( ઉલટામાં આઝાદી મળ્યા બાદ વધુ નપાવટ બનતા ગયા.} તે સારપ અહીં સર્વોપરી બની છે.
અહીં જે ભારતીય આવે છે; તે અહીંની ચકાચૌંધથી આકર્ષાય છે. પણ આ પાયાની સારપ કોઈની નજરે ચઢતી નથી.
રસ હોય તો
અમેરિકન જુસ્સા’ની આ લેખ શ્રેણી વાંચવા ભલામણ –
http://rutmandal.info/GlobalGurjari/?page_id=146
આપણો દેશ જાલીમ બની શકવાને અસમર્થ છે, કેમે કે શાકાહારી છે અને એટલે જ હજુ પણ બીજા દેશોને માન આપે છે એનો મતલબ એમ નથી કે એ દેશો આપણાથી ડરે છે. હજ્જારો વરસોના ઈતિહાસમાં છેલ્લ ૧૦ વરસ કે એથીયે ઓછા વરસ જ થયા છે ભારતીયોને માન કમાતા, આગળ કોને ખબર?? અમેરીકામાં ફરીથી જાલિમતા જાગશે તો ભારતીયોને કોણ બચાવશે?? કેમ કે આપણે તો શારીરીક રીતે અહિંસક જ છીએને. અને આપણે અહિંસક નથી આપણે નપાવટ છીએ. દેશ બંધુ પ્રત્યે ભેદભાવ છે, જ્યારે પરદેશી બંધુ પ્રત્યે બંધુત્વ દર્શાવાય છે એવુ કેમ??
આપણી નપાવટતા કે સહિષ્ણતા??
મારા લેખોમાં અમેરિકા માટે પક્ષપાત જણાય તો તે ખમી ખાજો. હું દિલે નખશીશ ભારતીય છું. અમેરિકા આવવાની ઊજળી તકો હોવા છતાં મારી સક્રીય જિંદગી અમદાવાદમાં ગાળી હતી.
પણ અહીં આવ્યા પછી અહીંની જે બે ચાર સારી બાબત જોઈ; તે આપણા માનસમાં ન આવતી જોઈ દિલ બળે છે.
અમેરિકાની ચકાચૌંધ જ આપણને દેખાય છે. અમેરિકન જુસ્સો નહીં . જ્યારે એ જુસ્સો ભારતીય માનસમાં પ્રગટશે – માત્ર 30% ક્રિટિકલ માસમાં – ત્યારે ભારત દુનિયાનો પહેલા નંબરનો દેશ હશે.
“ગાંધીવાદની પોકળતાનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે. ચતુરભાઇ દંભી હતા. જો તેઓ “સાચા ગાંધીવાદી” (આવો કોઇ વાદ છે?) હોત તો દેશ આઝાદ થયા બાદ તેમણે ગાંધીજીના આદેશ પ્રમાણે રાજકારણ છોડી વિનોબાજીની જેમ ભુદાન જેવા જનકલ્યાણના કામમાં પડી જવું જોઇતું હતું……….”
ચતુરભાઈ ખરા ‘ચતુર’ નીકળ્યા! કેપ્ટન નરેન્દ્રની ટીપણી સાથે હું સર્વથા સહમત છું.
જો મોરારજી દેસાઈએ અકડુગીરી ન કરી હોત તો આજે નર્મદા યોજના વર્ષો પહેલાં પુરી થઈ ગઈ હોત…પણ રાજકારણીઓ દરેક કાયદાનો અર્થ પોતાની ખુદની રીતેજ કરતાં હોય છે.