સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રિટાયરમેન્ટ – ભૂષિત જોશીપુરા

(તાલ: રૂપક)

ત્રીસ વરસનાં મૂળિયાં લૈને નાની સરખી ગાડી ચાલી
કાલ જુવાન હતો તેના પર પળિયાં લૈને ગાડી ચાલી

ક્યાંક વતન હતું દાયકા પર તેની છાંય પકડવા ચાલ્યો
ઝાંખાંપાંખાં ભાઈ-ભાંડરાં કેરી બાંહ્ય પકડવા ચાલ્યો

વતન છોડીને છોરું ચાલ્યા, ફરી સાસરે ભાર્યા ચાલી
ઘરના નેવાં-નળિયાં લૈને નાની સરખી ગાડી ચાલી!

રોજી સાથે રોજ મળે તે, ચહેરા અમથા આમ મળે તે,
દૂધે સાકર જેમ ભળે તેમ દિલમાં યાદ ભરાતી ચાલી

ધીમે-ધીમે કપૂર બળ્યાની ગંધ હવા ફેલાતી ચાલી
બારી આડે સળિયા લઈને નાની સરખી ગાડી ચાલી!

આવ્યો ત્યારે ધાર્યું’તું કે મારે મતલબ ખાલી રોજી
આંખ ન ઓળખે એવા લોકો સાથે ક્યાં મનમેળા હો જી?

સામૈયે કોઈ નવ આવ્યું, વિદાયમાં ભીડ મોટી ચાલી
આંખે કાં ઝળહળિયાં લઈને નાની સરખી ગાડી ચાલી?

– ભૂષિત જોશીપુરા

તેમની રચનાઓના બ્લોગની મૂલાકાત લેવા અહીં ‘ ક્લિક’ કરો

Advertisements

3 responses to “રિટાયરમેન્ટ – ભૂષિત જોશીપુરા

 1. pramath ફેબ્રુવારી 4, 2010 પર 9:54 પી એમ(pm)

  કાકા, મારી ભૂલ લાગે છે.

  ગાડી રૂપક તાલમાં ચાલે તો પાટા પરથી એક પડખે ઊથલી ન પડે! રૂપકની સાત માત્રા એટલે કાં તો જમણી અને કાં તો ડાબી ક્રેંક એક ધક્કો વધુ મારે!

  ગીત કહરવા તાલમાં બેસે છે, રૂપકમાં નહીં.

  હું મારા બ્લૉગ પર સુધારું છું, આપ અહીં સુધારી લેશો.

 2. divyesh vyas ફેબ્રુવારી 7, 2010 પર 4:10 એ એમ (am)

  પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

 3. Ramesh Patel એપ્રિલ 29, 2010 પર 4:10 પી એમ(pm)

  સામૈયે કોઈ નવ આવ્યું, વિદાયમાં ભીડ મોટી ચાલી
  આંખે કાં ઝળહળિયાં લઈને નાની સરખી ગાડી ચાલી?

  – ભૂષિત જોશીપુરા

  Ha bhai ha…sachukadi vaata.

  Ramesh Patel(Aakashdeep)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: