સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હાદઝા

વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં

વીશ્વ ઈતીહાસનું પુસ્તક વાંચવાની શરુઆત કરતાં, પહેલાં જ પ્રકરણમાં આદીમ માનવ – ખાસ કરીને પથ્થરયુગના માણસ વીશે જાણીને મને અત્યંત આશ્ચર્ય થયું હતું.  લગભગ પશુ કહી શકાય તેવી અવસ્થામાંથી માનવજાતે આ એકવીસમી સદી સુધીની યાત્રામાં કેટલી બધી હરણફાળો ભરી છે?  તે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે? અને પહોંચવા છતાં, બરાબર પહોંચ્યો છે ખરો?  અને આના પરથી જ પથ્થરયુગની નવલકથા ‘ પહેલો ગોવાળીયો’ લખવા પ્રેરણા મળી હતી.

આ નવલકથાનું આલેખન  છેલ્લા તબકામાંથી પસાર થઈ રહ્યું હતું; ત્યારે મને આ એકવીસમી સદીમાં પણ પથ્થરયુગના માનવીની જેમ જ, હજુ પણ જીવતી, શીકારી, ફળાહારી ( Hunter getherer ) જાતીના જીવન વીશે એક લેખ નેશનલ જ્યોગ્રોફીક મેગેઝીનમાં વાંચવા મળ્યો હતો. ( ડીસેમ્બર – 2009 નો અંક ) વાંચવામાં આવ્યો હતો.

આપણને વીચારતા કરી દે તેવા, એ લેખમાંથી મળેલી   માહીતી ગુજરાતી વાચકો સમક્ષ મુકવાની ઈચ્છા થઈ; એના પરીપાક રુપે આફ્રીકાના ટાન્ઝાનીયા દેશની હાદઝા જાતીના જીવનનું એ આંખે દેખ્યું વૃત્તાન્ત   આ સાથે રુપાંતરીત કરીને રજુ કરું છું : –

———————————————————————————————–

ટાન્ઝાનીયાના ઉત્તર  ભાગમાં આવેલા, વીશ્વવીખ્યાત, સરંગેટી પાર્ક ની દક્ષીણે એયાસી તળાવના કાંઠે વસેલી આ જાતી 10,000 વર્ષ પુર્વેના પથ્થરયુગમાં સ્થગીત થઈને, કશો વીકાસ કર્યા વીના થંભી ગયેલી છે. અહીંથી ઘણી નજીક, જગતમાં સૌથી પ્રાચીન માનવ હાડપીંજરો, (લ્યુસી – 32 લાખ વર્ષ પહેલાંનું માનવ હાડપીંજર ) – અશ્મીઓ અને પથ્થરનાં સૌથી પ્રાચીન હથીયારો  મળી આવ્યાં છે. ફ્લોરીડા રાજ્યની યુનીવર્સીટીના પ્રોફેસર ફ્રેન્ક માર્લો  પંદર વર્ષથી એમના જીવનનો અભ્યાસ કરતા રહ્યા છે. માનવવંશ શાસ્ત્રના  અભ્યાસુ તજજ્ઞો  આવી જાતીઓને જીવતાં અશ્મીઓ ( Living fossils) તરીકે ઓળખાવે છે. આજુબાજુ વસેલી, પશુપાલન અને ખેતી કરતી બીજી જાતીઓ સાથે સમ્પર્ક હોવા છતાં, તેમણે પોતાની જીવન પધ્ધતીમાં ખાસ કશો ફરક કર્યો નથી. તેમના જીવન વીશે આપણને વીચારતા કરી મુકે તેવી વીગતો હવે વાંચો –

 1. એમની વસ્તી આશરે 1,000 વ્યક્તીઓ પુરતી મર્યાદીત છે. દરેક કબીલામાં ત્રીસેક વધારે સભ્યો હોતાં નથી.
 2. એમના પ્રદેશની બહારની દુનીયાની કશી માહીતી એમને નથી – મેળવવા માંગતા પણ નથી. એમના ઘણા સભ્યો એમનો સમાજ છોડીને, બહારની દુનીયામાં જતા રહ્યા છે. પણ એનો એમને કશો ખેદ નથી.
 3. એમનું રહેણાંક પણ સ્થાયી નથી. કોઈ ઝુંપડી, તંબુ કે ઘર પણ નહીં. સાવ ખુલ્લા મેદાનમાં જ આખી જીંદગી પસાર થઈ જાય છે. વરસાદ આવે ત્યારે ઝાડની ડાળીઓ, પાંદડાં અને ઘાસથી કામચલાઉ આશરો એક કલાકમાં બનાવી લે છે.
 4. શીકાર કરવો અને ફળો વીણીને ખાવાં, આ સીવાય કશી પ્રવૃત્તી એ લોકો કરતા નથી – કરવા માંગતા નથી.
 5. અને છતાં, તેમનો ખોરાક વીશ્વના ઘણા લોકોની સરખામણીમાં વૈવીધ્ય વાળો છે.
 6. જંગલી ગુલાબને પીસીને મળતું ઝેર તીરની અણી પર ચોપડવામાં આવે છે. આથી આ તીર વાગે તે જાનવર છટકી શકતું નથી.જીરાફ જેવા મોટાં પ્રાણીને પણ ધરાશાયી કરવા તે સક્ષમ હોય છે.
 7. અત્યંત ચપળ અને લાંબી છલાંગ ભરી શકતા, બબુન નામના વાંદરાનો શીકાર કરી શકે તેની પ્રતીષ્ઠા ઘણી  વધી જાય છે. પાંચ બબુનનો શીકાર કર્યો હોય તેને જ  સ્ત્રીના સંગનો લ્હાવો મળી શકે છે.
 8. પુરુષો શીકાર કરી લાવે અને મધ લઈ આવે; ત્યાં સુધીમાં સ્ત્રીઓ ફળો વીણી, તોડી લાવે  અને પાણી માટે વીરડો ખોદી તૈયાર રાખે.
 9. બબુન કે જીરાફ જેવા પ્રાણીનો શીકાર જ સામુહીક પ્રવૃતી હોય છે. બાકી દરેક જણ પોતાના કુટુમ્બ પુરતો નાનકડો શીકાર મળી રહે, તેનાથી સંતોષ માની લે છે. આવતીકાલે શું મળશે તેની કશી ચીંતા તેમને કદી રહેતી નથી.
 10. મોટો શીકાર કર્યો હોય તો આખી વસ્તી તે જગ્યાએ પડાવ નાંખી દે છે. કોઈ એક વ્યક્તીએ મોટો શીકાર કર્યો હોય તો પોતાનો અંગત પ્રયત્ન છોડી, બધા એમાં જોડાઈ જાય છે. અલબત્ત ખાણનો મોટો ભાગ શીકાર કરનારનો રહે છે.
 11. કોઈ પણ જાનવર કે પક્ષીનો શીકાર એમનો ભક્ષ્ય હોય છે – સીવાય કે, સાપ, જેનાથી એ લોકો દુર રહેવાનું પસંદ` કરે છે.
 12. ઝાડની ડાળીને અનુકુળ રીતે છોલીને, અડધાથી ઓછી મીનીટમાં, હથેળીમાં જોરથી ઘુમાવી, આગ પેદા કરી શકે છે. એમને હજુ દીવાસળીની જરુર જણાઈ નથી !
 13. એમને ખેતી, પશુપાલન, કોઈ જાતની ચીજ વસ્તુ કે  વાહનના ઉપયોગમાં રસ નથી.
 14. એમને કોઈ અગત મીલ્કત હોતી નથી. કોઈની પાસે વધારે મીલ્કત હોય, એમ હોતું નથી. એમની ઘરવખરી, ચામડાના એક ચોરસામાં સમેટી લેવાય એટલી જ હોય છે – રાંધવાનું એક પાત્ર, પાણી માટે એક પાત્ર, એક કુહાડી અને એક છરો. કપડાંની માત્ર એક જ જોડ.
 15. આ હથીયારો અને કપડાં બાજુમાં વસેલાં ગામવાસીઓ પાસેથી મધના બદલામાં એ લોકો મેળવી લે છે. આ માટે જરુર પુરતા સ્વાહીલી ભાષાના શબ્દો જ એ શીખ્યા છે.
 16. ગંદા તળાવમાં પુરુષો નગ્નાવસ્થામાં સાથે નાહી લે છે અને કપડાં, ધોઈ, સુકાવી ફરીથી પહેરી લે  છે.
 17. આશ્રર્યજનક રીતે સ્ત્રીઓ મહીનાઓ સુધી નહાતી નથી. પુરુષોને પણ સ્ત્રીઓ આમ ગંદી રહે, તે વધારે ગમે છે!
 18. એમની પોતાની ભાષામાં પણ, એમના સીમીત જીવન વ્યવહાર પુરતા, બહુ જ મર્યાદીત શબ્દો છે.
 19. ત્રણ કે ચાર થી વધારે આંકડા એમની ભાષામાં નથી.
 20. સમયના માપમાં કલાક કે મીનીટ નહીં પણ દીવસો પણ અગત્યના નથી. કોઈની રાહ જોવાની હોય તો; તે ન આવે  ત્યાં સુધી રાહ જોવામાં એમને કશો કંટાળો નથી હોતો.
 21. તેમને કશો ડર હોય તો તે છે – ઠંડા પાણીનો.  ઠંડા પાણીમાં ખાબકી શકે; તે  ખરો વીર એમ તે લોકો માને છે.
 22. લડાઈ અને ટંટાથી તેઓ દુર ભાગે છે. એમણે કદી બીજી જાતીઓ પર આક્રમણ કર્યું નથી. એમની 90 ટકા જમીન બીજી જાતીઓએ  હડપ કરી લીધી હોવા છતાં; તેઓએ જાતે જ ખસી જવાનું પસંદ કર્યું છે. શેષ વીસ્તાર હવે બીજાઓ માટે સાવ અનાકર્ષક છે.
 23. એમના પ્રદેશમાં કદી દુષ્કાળ પડ્યો નથી; કે રોગચાળો ફાટી નીકળ્યો નથી – જેથી સ્થળાંતર કરવા તેઓ લાલાયીત બને. આની વીરુધ્ધ બાજુની જાતીઓ તેમના દુષ્કાળના વખતમાં તેમની સાથે આવીને રહેલી છે; અને તેમનો તેમણે અતીથી સત્કાર કરેલો છે.
 24. તેમના જીવનની શૈલી બારે મહીના અને સૈકાંઓથી એકધારી રહેલી છે. તેમના દીવસનો માત્ર ચાર કે છ કલાકનો સમય જ ખોરાક શોધવામાં જાય છે. બાકીનો સમય એ લોકો આરામ અને આનંદ`પ્રમોદમાં ગાળે છે. કંટાળા જેવી કોઈ અવસ્થાની તેમને ખબર જ નથી ! વધારાના સમયમાં તીર બનાવવાનું કે કામઠાંની તુટેલી દોરીની જગ્યાએ શીકારના આંતરડાંમાંથી બનાવેલી દોરી બાંધવામાં કે એક્બીજાનાં શરીરમાંથી કાંટા કાઢી આપવામાં જાય છે.
 25. કદીક બાજુની વસ્તીમાં જઈ, મધની અવેજીમાં કપડાં, ચંપલ કે પ્લાસ્ટીકના મણકા ખરીદી લાવતા હોય છે.
 26. આજુબાજુની જાતીઓ ( ડટોગા, ઈર્ક્વા, ઈસાઝુ, સુકુમા, ઈરામ્બ્વા વી.) એમને પછાત, અછુત અને હલકા ગણે છે. કદીક કોઈ હાદઝા તેમના તળાવમંથી પાણી પીવા માંગે, તો. પોતાનાં ઢોર પી લે, પછી જ આવી વ્યક્તીને પાણી પીવા દેવાની છુટ આપવામાં આવે છે.
 27. હજારો વર્ષોમાં એમણે કોઈ સ્મારક કે યાદગીરી સર્જી નથી. એમને એવી ફાલતુ ચીજની કશી જરુર લાગી નથી. રહેવાની જગ્યા પણ સ્થાયી નથી હોતી. રાત્રે જ્યાં પડાવ નાંખે, તે ખુલ્લી જગ્યા, એ એમનું ઘર!
 28. દરેક કબીલો તેના સૌથી વૃધ્ધ માણસના નામથી જાણીતો હોય છે. એમાં ભાઈઓ, બહેનો , જમાઈઓ પણ સામેલ હોય છે. વડીલને માન આપવા છતાં , એની કે કોઈ નેતાની જોહુકમી હોતી નથી.
 29. સ્ત્રીઓનું સ્થાન પુર્ણ રીતે પુરુષની સમકક્ષ હોય છે. બીજી જાતીના પુરુષ સાથે લગ્ન કરેલી સ્ત્રી મોટે ભાગે એ સમાજની પુરુષ પ્રધાનતાથી વાજ આવી જઈ, થોડા જ વખતમાં પાછી આવી જવાના ઘણા દાખલા છે. .
 30. એક જ સ્ત્રી અને પુરુષ સહજીવન કરતાં હોવાં છતાં; એકેબીજાને છોડી દેવા સ્વતંત્ર હોય છે. આમ છતાં  બહુપત્નીત્વ કે બહુપતીત્વનો ચાલ કદી રહ્યો નથી. જ્યાં સુધી સાથે રહે ત્યાં સુધી બન્ને એકમેકને જાતીય રીતે વફાદાર રહે છે. મોટે ભાગે ન ફાવવાના કારણે છુટાછેડાની પહેલ સ્ત્રી જ કરતી હોય છે!
 31. વીસેક કબીલાઓમાં વહેંચાયેલા સમાજમાં સભ્યો સતત બદલાતાં રહે છે. જ્યાં સુધી મનમેળ રહે ત્યાં સુધી કોઈ વ્યક્તી કબીલામાં રહે છે; નહીં તો બીજા જાણીતા કબીલામાં સ્થળાંતર કરે છે. આમ ભળનાર નવી વ્યક્તીને મોટે ભાગે પ્રેમપુર્વક આવકારવામાં આવે છે.
 32. બાળકો દુધ પીતાં હોય, ત્યાં સુધી જ માને વળગેલાં રહે છે. બાકી મોટાં થયેલાં બાળકો અલગ જુથમાં રમ્યાં કરતાં હોય છે. સ્ત્રીઓ અને પુરુષો ખોરાકની શોધમાં દુર ગયાં હોય ત્યારે કબીલાની ઘરડી સ્ત્રીઓ બાળકો પર ધ્યાન રાખે છે.
 33. જન્મ, લગ્ન કે મરણની ખાસ કશી વીધી હોતી નથી. પહેલાં તો મરેલી વ્યક્તીને ઝાડીઓમાં જ છોડી દેવાતી. પણ  હવે દાટી દેવાય છે. એની યાદગીરીનું કોઈ ચીહ્ન પણ કબર પર છોડવામાં આવતું નથી. ગમે તેટલી પ્રીય તે વ્યક્તી ન હોય; તેને વીના સંકોચ વીસારી દેવામાં આવે છે.
 34. ઈશ્વર જેવી કોઈ માન્યતા તેઓ ધરાવતા નથી. કોઈ પણ ધાર્મીક વીધી કે પ્રાર્થના તેઓ કરતા નથી. માત્ર સુર્ય માટે તેમને ઘણું માન હોય છે.
 35. બીજા લોકોને એમના ભવીષ્યની વધારે ચીંતા રહે છે! ખાસ કરીને તાન્ઝાનીયાની સરકાર. એમને વીકસીત કરવા, શીક્ષીત કરવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમનાં ઘણાં બાળકો શીક્ષણ લઈ, બહારની દુનીયામાં સ્થાયી થયાં છે; પણ ભેદભાવની બીજી જાતીઓની નીતીને કારણે આવી વ્યક્તીઓ સાવ હલકાં કામો જ કરી શકે છે અને નવા સમાજમાં દલીત જ બની રહે છે. આથી મોટા ભાગે હાદઝા પોતે જ આવો કોઈ અનર્થકારી વીકાસ કરવા માંગતા નથી! એમને માટે તો પ્રાકૃતીક જીવન જ પુર્ણ સુખ અને આનંદથી ભરેલું  છે.
 36. રીચાર્ડ `બાલો નામનો એક સાઠ વર્ષનો હાદઝા આગળ પડતો, વીકસીત સમાજમાં ભળેલો નેતા છે અને હાદઝાને બદલાવા માટે, વીકાસશીલ કરવા માટે આંદોલન, અભીયાન ચલાવે છે. પણ હાદઝા સમાજની બહુ ઓછી વ્યક્તીઓ આ માટે તૈયાર છે.
 37. મંગોલા નામના હાદઝાનો કબીલો થોડો જુદો પડીને, આ પ્રદેશની મુલાકાત લેતાં સહેલાણીઓને હાદઝાના જીવન, શીકાર પધ્ધતી વીગેરેની  માહીતી આપવામાં ; પ્રવાસન ઉદ્યોગમાં જોટાયો છે. પણ એમનામાં વીકસીત સમાજની બદીઓ – મદ્યપાન, જુગાર, ગુનાખોરી, ખુન, સમ્પતી માટેની લાલસા, ચોરી, છેતરપીંડી, ચેપી રોગો, માંદગી, વેશ્યાપ્રથા વીગેરે પ્રવેશી ગયાં છે.
 38. આ દાખલો જોઈ, હજુ બીજા હાદઝા કબીલા આવા પરીવર્તનંથી દુર રહેવાનું પસંદ` કરે છે. પણ કદાચ થોડાંક જ દાયકાઓમાં હાદઝા સમાજ બહારની દુનીયાની ચમક ધમક જોઈ, આ નીતીનાશમાં જોડાઈ જાય અને તેમની જીવન પધ્ધતીનો અંત આણે, તેવી પુરી સંભાવના છે.    .

માઈકલ ફીન્કલ કે જેણે ‘ઓનવાસ’ નામના હાદઝાના કબીલા સાથે પંદર` દીવસ ગાળ્યા હતા; તેના કહેવા પ્રમાણે આમ હમ્મેશ જીવવાનું તે પસંદ તો ન કરે. એમના જીવનની હાલાકીઓ, પ્રાથમીક સગવડોનો અભાવ વીગેરે બહારની દુનીયામાં રહેવા ટેવાયેલાને કદાપી અનુકુળ ન જ આવે . પણ હાદઝાના જીવનની સરળતા, તાણ, ચીંતા, માનસીક વ્યથાઓનો સદંતર અભાવ – આ બધાં પાસાં તેને સ્પર્શી ગયાં હતાં. આ પંદર દીવસ તેણે અપ્રતીમ સુખમાં ગાળ્યા હતા; અને જીવનને બને તેટલી સરળતાથી જીવવાના ફાયદા સમજાયા હતા.

એક વીદ્વાનના અભીપ્રાય મુજબ, ‘ ખેતીની શોધ  એ માનવ સમાજની સૌથી મોટી અને વીનાશકારી ભુલ હતી.’

———————

સાભાર – નેશનલ જ્યોગ્રોફીક મેગેઝીન

36 responses to “હાદઝા

 1. સુરેશ જાની ફેબ્રુવારી 5, 2010 પર 5:42 એ એમ (am)

  My email message on announcing publication of this post-
  Can anyone live in this year 2010 , the way our ancestors used to in the distant past , in 10,000 BC? You will be surprised to note that there are THREE communities in the world , who have opted not to make much changes in their life style.
  One of them is Hazda in Tanzania, Africa.
  And note – theirs is a much more balanced and happy society.
  They have-
  No personal wealth , rather are content with minimum belongings
  No houses, even huts to live in
  No education
  No religion
  No profession – not even that of a shepherd/ farmer
  No leadership
  No wars with neighbors. They prefer to move away to avoid conflict
  Read a few facts about them here.

  I know it is not possible for us to turn the wheel of time back. But I am sure that this narrative will set us thinking whether the human race has progressed in the right direction and a fresh thinking and a bit of a Volte Face is needed or not.

 2. Maitri ફેબ્રુવારી 5, 2010 પર 6:08 એ એમ (am)

  ખરેખર અદ્ભુત માહિતીનો ખજાનો

 3. Patel Popatbhai ફેબ્રુવારી 5, 2010 પર 6:45 એ એમ (am)

  Sri Jani Saheb

  Khubaj Saras Mahiti,Vachakone Aapi.

  Aa Loko Pase Pan, Zaghdathi Dur Ane Aparigra Jevi Babat Shikhva To Male Chhe J.

 4. Mukund Desai'MADAD' ફેબ્રુવારી 5, 2010 પર 8:08 એ એમ (am)

  આપે મને એક વખતે કરમવેલુ કે આપ આવુ થોડુ થોડુ લખો તો સારુ. પણ મને આવી રસપ્રદ મહિતી મળતી હોય તે વાચીને આનન્દ લવુ છુ. પછી શા માટે વખત બગાડવો?

 5. ચીરાગ ફેબ્રુવારી 5, 2010 પર 9:21 એ એમ (am)

  હાદઝા લોકોનું જીવન જોઈ કોઈ અલગારી સંત કે સાધુ યાદ આવી જાય. પણ, એ ફરક એવો છે કે કોઈ ચીથરેહાલ માણસ એક દીવસ ભુખ્યો સુઈ જાય અને કોઈ ધનવાન નીર્જળા કરે.

 6. Rajul ફેબ્રુવારી 5, 2010 પર 7:18 પી એમ(pm)

  હાઝદા માટે ની ખૂબ સરસ માહિતી.કાંઇક નવી જાતિ માટે જાણવાથી આનંદ થાય છે કે આવું આ દુનિયામાં છે?

 7. Gandabhai Vallabh ફેબ્રુવારી 5, 2010 પર 11:53 પી એમ(pm)

  અદ્ભુત માહીતી, કલ્પના પણ ન હતી કે આ પ્રકારના લોકો પણ હજુ આ પૃથ્વી પર જીવે છે.
  તમે કહો છો કે,
  “You will be surprised to note that there are THREE communities in the world , who have opted not to make much changes in their life style.”

  બાકીના આ બીજા બે સમાજ વીષે કશી માહીતી ખરી? એ બે ક્યાં રહે છે? કેવી રીતે રહે છે? એ જાણવું પણ ઘણું રસપ્રદ રહેશે.

  સરસ માહીતી આપવા બદલ ધન્યવાદ.

 8. Patel Popatbhai ફેબ્રુવારી 6, 2010 પર 6:19 એ એમ (am)

  Malysiaman ” SHAKAI ” Ane Australiaman ” ABROGINI ” Jati, Ae pan
  Have Nasta thai Rahi chhe.
  Aa Sivai Biji Jati Pan Afrikan Deshoma hoi
  Shke Chhe.

 9. divyesh vyas ફેબ્રુવારી 7, 2010 પર 5:14 એ એમ (am)

  પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

 10. readsetu ફેબ્રુવારી 7, 2010 પર 7:58 એ એમ (am)

  અદભુત.. માન્યામાં ન આવે કે ખરેખર આવા મનુષ્યો પણ આ દુનિયામાં વસે છે !! પણ મને લાગે છે કે પૃથ્વી પરના સૌથી સુખિયા જીવ છે એ !!!

  લતા હિરાણી

 11. Deep Acharya ફેબ્રુવારી 9, 2010 પર 1:14 એ એમ (am)

  Very Informative Article. It is better to know about the outer world through the window of such a nice blog & artilce, With that only we can judge our achievements & the things that we have lost permanently in the race of modernization.
  I am interested in such topics since my primary education age, at that time i have read it only, now we have more details along with photographs.
  Thank you, Please provide us such a nice information occasionally.

 12. atuljaniagantuk ફેબ્રુવારી 21, 2010 પર 11:32 પી એમ(pm)

  એક વખત એક સ્કુલમાં બાળકોને એક શિક્ષકે કહ્યું કે આફ્રિકાના આદિવાસી વિસ્તારોમાં એકરો સુધી એક પણ શાળા જ નથી. તો બોલો બાળકો આપણે શેને માટે ફાળો ઉઘરાવવો જોઈએ?

  અને બધા બાળકો એકી સાથે બોલી ઉઠ્યા – આફ્રીકા જવા માટે.

  મને તો આ હાદઝા લોકો પાસે જવાની ઈચ્છા થઈ ગઈ છે, બોલો આવવું છે કોઈને તો હારોહાર ટીકીટ બુક કરાવી લઈએ.

 13. rajeshpadaya માર્ચ 5, 2010 પર 10:41 પી એમ(pm)

  માટે જ પ્રભુએ કહ્ય છે કે “મે જે આપ્યુ છે એમાં જ ખુશ રહો, અને પરાયાની ચીજો પર મન અને હાથ ન લગાડવો” અને હાઝ્દાઓ જ આ ધરતી પરની પરમેશ્વરની રચના છે. અને આપણે કુવામાંના દેડકાઓ છીએ……સરસ જાની સાહેબ, ખુબ જ મજાનુ સત્ય.

 14. pragnaju માર્ચ 14, 2010 પર 1:39 પી એમ(pm)

  હાઝદા

  સરસ માહિતી

 15. Sharad Shah માર્ચ 30, 2010 પર 1:47 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ્;
  હાઝદા જાતીની વાતો સાંભળીએ એટલે સહજ મનમાં ભાવ ઊઠે, “આહા! કેવાં સુખી લોકો છે, કોઇ સ્પર્ધા નહી, કોઇ ચિંતા નહીં, ભાગમ્ભાગ નહીં, તનાવ નહી, ખેંચમતાણ નહીં. તદ્દન મર્યાદિત જરુરિયાતો, કુદરતના ખોળે રહેવાનુ, રાત પડે ત્યાં સુઇ જવાનુ, ભૂખ લાગે ત્યારે ફળફૂલ કે માસ જે ઉપલબ્ધ હોય તે ખાઈ લેવાનુ અને લહેર કરવાની” સાથે સાથે મનમા થાય કે, “સાલુ આપણે તો કેટલી બધી મગજમારી અને ગદ્ધાવૈતરુ કરવું પડે છે અને તો પણ કોઈ જશ જ નથી. આ તો કંઇ જીંદગી છે? જીંદગી તો હાઝદાની કહેવાય.” બસ આનુ નામ જ મન છે. મનનો સ્વભાવ છે જે હાથમા હોય તે બે કોડિ નુ દેખાય અને જે પારકા હાથમાં હોય તે રુડું રુપાળુ દેખાય. ગુજરાતી મા કેટલી ક કહેવતો યાદ દેવડાવું. ૧) પારકે ભાણે મોટો લાડુ. ૨)પારકી બૈરું બહુ રુપાળુ કે પારકી નાર સદાબહાર.
  પણ મનને અને મનના ખેલ ને બાજુપર રાખી બુદ્ધિપૂર્વક વિચારીએ તો જણાશે કે આવી પરિસ્થિતી કે સમાજવ્યવસ્થા કોઇપણ સંજોગોમા સારી નથી જ.કોઈપણ સમાજ વિજ્ઞાનનો ઇનકાર કરે અને વિજ્ઞાનથી વિમુખ થઈ જાય, તે સમાજ પોતાની કબર જ ખોદી રહ્યો છે. જેમ આપણે વિજ્ઞાનનો દુરૂપયોગ કરીને આપણી કબર ખોદી રહ્યા છીએ તેમજ.ન તો વિજ્ઞાનથી વિમુખ થવામા શાણપણ છે કે ન તો વિજ્ઞાનના દુરઊપયોગમાં.વિજ્ઞાન સાથે વિવેક ન હોય તો તે ઘાતક બને છે. અને વિવેક જન્મે છે ધર્મથી, ધ્યાનથી, પ્રેમથી. મારી સમજ છે કે, ધર્મ અને વિજ્ઞાનનો સમાન વિકાસ થવો જોઈએ. કોઈપણ સમાજ વ્યવસ્થાનુ ગાડુ એક પૈડા પર ન ચાલી શકે. ધર્મ અને વિજ્ઞાન, બન્ને પૈડાં હોવા અત્યંત જરુરી છે.ધર્મ આંતરિક વિકાસ માટે અને વિજ્ઞાન બાહ્ય વિકાસ માટે. એક્તરફો વિકાસ ઘાતક નિવડે છે.
  પ્રભુશ્રીના આશીષ;
  શરદ શાહ

  • સુરેશ જાની માર્ચ 30, 2010 પર 6:58 એ એમ (am)

   બહુ જ સરસ સાર કાઢ્યો .
   નષ્ટો મોહઃ સ્મૃ તિર્લબ્ધા
   —————————————-
   કદાચ આવો જ ભાવ નખશીશ આધુનિક અમેરિકન, મૂળ લેખકના આ શબ્દોમાં પણ છે જ ને ? –

   માઈકલ ફીન્કલ કે જેણે ‘ઓનવાસ’ નામના હાદઝાના કબીલા સાથે પંદર` દીવસ ગાળ્યા હતા; તેના કહેવા પ્રમાણે આમ હમ્મેશ જીવવાનું તે પસંદ તો ન કરે. એમના જીવનની હાલાકીઓ, પ્રાથમીક સગવડોનો અભાવ વીગેરે બહારની દુનીયામાં રહેવા ટેવાયેલાને કદાપી અનુકુળ ન જ આવે . પણ હાદઝાના જીવનની સરળતા, તાણ, ચીંતા, માનસીક વ્યથાઓનો સદંતર અભાવ – આ બધાં પાસાં તેને સ્પર્શી ગયાં હતાં. આ પંદર દીવસ તેણે અપ્રતીમ સુખમાં ગાળ્યા હતા; અને જીવનને બને તેટલી સરળતાથી જીવવાના ફાયદા સમજાયા હતા.

 16. Sharad Shah માર્ચ 30, 2010 પર 8:37 એ એમ (am)

  એક વીદ્વાનના અભીપ્રાય મુજબ, ‘ ખેતીની શોધ એ માનવ સમાજની સૌથી મોટી અને વીનાશકારી ભુલ હતી.’

  આપણે જયાં ત્યાં ગમેતે વિશેષણો લગવી દઈએ છીએ. જે વ્યક્તિ આવું મુઢતાપૂર્ણ નિવેદન આપી શકે, તે વિદ્વાન તો ન જ હોય. ખેતી ની શોધ વગર માનવજીવન મ્રુતપ્રાય હોત, તેવી સીધી સાદી વાત પણ જે સમજી ન શકે તેને વિદ્વાન કેમ કહેવો?

  • સુરેશ જાની માર્ચ 30, 2010 પર 8:50 એ એમ (am)

   આ પણ એક દૃષ્ટિબિંદુ છે. આપણે એની સાથે કદાચ સહમત ન થઈએ, પણ હકિકત છે કે, ગામ/ નગર સંસ્કૃતિની શરૂઆત ખેતીથી થઈ. અને એના થકી અનેક દૂષણો અસ્તિત્વમાં આવ્યાં.
   —————
   હવે માનવજાતે એ વિચારવાનો સમય પાકી ગયો છે કે, વિકાસના ચક્રને સહેજ પણ અટકાવ્યા વિના, જીવનનો આનંદ અને પાયાનાં મૂલ્યો શી રીતે ફરીથી સ્થાપિત કરવાં.
   જેમ દરેક બાબતમાં બને છે તેમ, આ પ્રક્રિયા પણ ક્રીટીકલ માસ સુધી પહોંચે પછી વેગ પકડી શકે. સદભાગ્યે , આખા વિશ્વમાં ભલે પાતળી હોય, તો પણ એક લઘુમતિ આમ વિચારતી થઈ જ છે.
   આ વિચારનો વ્યાપ અને સ્વીકૃતિ જેમ જેમ વધે , તેમ તે ક્રીટીકલ માસની ક્ષણ નજીક આવતી જશે.

   • Sharad Shah માર્ચ 31, 2010 પર 4:35 એ એમ (am)

    મારા કાકા કાર અકસ્માતમા મરી ગયા એટલે હું કારને ગાળો દઊં, તે કેટલું યોગ્ય છે? મારા મોટાભાગના સગાઓ ખાટલામા મરી ગયા, તેથી હું ખાટલામાં સુવાનુ બંધ કરી દઊં, તો તેમા કયું દ્રશ્ટિબિંદુ કામ કરે છે? શું જીવનના આટલા વર્ષો સાવ પાણીમા ગયા કે, આપણે સીધી સાદી વાત પણ ન સમજી શકીએ? ખૂબ સાદી વાત છે કે કોઈપણ શોધ, પછી તે અણુઉર્જા સંબધી પણ કેમ ન હોય, પણ શોધ એ આખરે શોધ છે, એક ટૂલ છે, જેનો ઉપયોગ આપણે જેવી રિતે કરીએ તેવા તે પરિણામો આપે છે, તેથી જે તે શોધને દોષ દેવો તેમા બાળબુધ્ધિ સિવાય બીજું શું છે. છરીનો ઉપયોગ હું શાક સમારવામાં પણ કરી શકું છું, ને કોઇના પ્રાણ લેવામાં પણ.હું છરીથી કોઈની હત્યા કરું તો દોષિત છરી છે કે હું? ખેતીની શોધ ને કારણે સાત અબજ માનવોનુ લાલન પાલન થઈ રહ્યું છે, તે આપણને ન સમજાય? જો ખેતી ની શોધ ન થઈ હોત તો શૂ પરિસ્થિતી હોત તેની કલ્પના પણ રુંવાડા ઉભા કરી નાખે તેમ છે. માણસ પોતાનુ પેટભરવા પોતાના જ બાળકો, મિત્રો કે સગાઓની કત્લ કરી નાખત. અને આ નરી કલ્પના નથી. આવી ઘટના આલ્પ્સ પર્વતમાળામા થયેલ એક વિમાની દુર્ઘટના વખતે સર્જાયેલ. અગાઊ પણ એવી આદિવાસી જાતિઓ વિષે જાણવા મળેલ કે તેઓ માનવભક્ષીઓ હતા અને શક્ય છે ક્દાચ હજી પણ આવી જાતીઓ આ પ્રુથ્વિ પર અસ્તિત્વ ધરાવતી હોય.
    મને લાગે છે કે આપણે આવા વાહિયાત દ્રષ્ટિબીંદુઓ ને વધુ વજૂદ ન આપીએ, તો પણ ઘણુ છે.બાકી જીવનના મૂલ્યો તો સતત બદલાતા જે રહે છે. મારી સમજ છે કે જ્યાં સુધી માણસ ના જીવનમા ધ્યાન નહી ઉતરે ત્યાં સુધી સાચા જીવન મૂલ્યો સમજવાનો વિવેક શક્ય નથી.

  • સુરેશ જાની માર્ચ 30, 2010 પર 8:54 એ એમ (am)

   આનો સાદો દાખલો ..
   અત્યંત ક્રૂર અને સ્વાર્થી અમેરિકનોએ ગુલામી પ્રથા દૂર કરવા જંગ આદર્યો, છ લાખ અમેરિકનો એમાં હોમાયા. પછી રંગભેદ દૂર કરવા માર્ટીન લ્યુથર શહિદ થયા.
   આજે એજ અમેરિકામાં કાળા બાપનો દીકરો પ્રમુખ છે અને અનેક ખ્રિસ્તી પાદરીઓ અને રેવરન્ડ કાળા છે.

 17. dhavalrajgeera માર્ચ 30, 2010 પર 10:30 એ એમ (am)

  WE ALL LIVE UNDER ONE ROOF!
  YET WE ALL HAVE OUR OWN VIEWS!

 18. Pinki મે 11, 2010 પર 12:46 પી એમ(pm)

  it’s interesting… nice article… dada !

 19. Pinki મે 11, 2010 પર 12:57 પી એમ(pm)

  hadza dance on you tube

  and video – making of fire .

 20. Dipak Dholakia જાન્યુઆરી 1, 2012 પર 2:13 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ તમે હાદઝાનો પરિચય કરાવીને એક નવી દુનિયામાં સફર કરાવી. અંડમાનની બે જાતિઓ વિશેની વિકીપીડિયાની બે લિંક અહીં આપું છું –
  http://en.wikipedia.org/wiki/Sentinelese_people

  http://en.wikipedia.org/wiki/Jarawa_(Andaman_Islands)
  ખરેખર જ આ જુદી દુનિયા છે.

 21. aataawaani ઓગસ્ટ 28, 2012 પર 9:11 એ એમ (am)

  સુરેશભાઈ બહુજ સરસ હાદ્ઝા લોકો વિશેની માહિતી આપી .મને ઘણી ગમી .
  કોઈ વખત હુન્ઝા લોકો વિષે માહિતી લાખો તો મને અને સૌને ગમશે .આ લોકો મારા સાંભળવા પ્રમાણે મુસલમાન ધર્મ પાળે છે .અને ભારત -પાક ની સરહદ ઉપર હિમાલયમાં રહે છે .તેઓ નો પ્રદેશ પાકિસ્તાનમાં છે .તેઓ દૂધ કે માંસ ખાતા નથી .તંદુરસ્તી ભરેલું દીર્ઘ જીવન જીવે છે .સ્ત્રીને ગર્ભ રહ્યા પછી બાળક જન્મીને ત્રણ વરસનું થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળે છે. આ વાત મેં ક્યાંક વાંચેલી છે તમે ગુગલ મહારાજ પાસેથી વધુ જાની લોકો સમક્ષ મુકવા હું આપને વિનતી કરું છું આતા

 22. Pingback: થડકો – એક અવલોકન « ગદ્યસુર

 23. jjkishor જૂન 11, 2013 પર 7:45 પી એમ(pm)

  ક્યારેક વેકેશનના સમયમાં દરેકે કોક દી આવું જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ ! આપણા ઘરમાં આવું ન રહી શકાય ?! શીકાર તો ન થાય પણ કાચું ખાઈને મન મનાવી લેવાય…..સુંઉં કિયો છો ?

 24. Laxmikant Thakkar જૂન 13, 2013 પર 3:39 એ એમ (am)

  “હાઝદા”/”HAZADA” ,
  Something ” U N U S U A L”..but Quite Interesting TOO ! Your SPAN….of Horizons is Just Superbly EXPANDED……an ENRICHED VISION …” The ONE, who LOVES Nature and Natural Living.”..SHALL SURELY LIKE IT MORE… and ADORE TOO…It is your Natural [svabhaavgat] habit that keeps you MORE LIVE [ =લા.ઈ.વ.]

  ” શ્રી સુરેશભાઈ તમે ” હાદઝા ” નો પરિચય કરાવીને એક નવી દુનિયામાં સફર કરાવી. ” સાચી વાત .આભાર આપનો…વિચારોની ખણ-ખોદ-પ્રવૃત્તિ [ સંશોધનાત્મક ખોજી ના પરિપ્રેક્ષ્યમાં ] ને બહેલાવીને વિકસાવવા બદ્દલ …

  આજના યુગનો જીવંત એમેઝીન્ગલી…સરપ્રાઈઝિંગ પણ …દાખલો… [ માત્ર સૂર્ય-પ્રકાશ પર છેલ્લા આઠ વર્ષથી જીવતા, ” હીરાભાઈ માણેક { લગભગ ! } ઠક્કર” નો દાખલો ] તમને એની જાન તો હશેજ !
  કુદરતી રીતે જીવતા લોકોમાંનો એક … બીજો દાખલો એક જાણીતા હીરાના વેપારી “શ્રી ગીરીશભાઈ ” મુંબઈના પોશ {ધનાઢય} વિસ્તાર,(લગભગ પેડર રોડ પર) બહુમાળી ઈમારતમાં રહેતા હોવા છતાં, ગાયો રાખી…દૂધ-ઘી, અન્ય દુધની બનાવટો વાપરે અને “છાણ”થી લીંપેલા ઘર -” ફ્લેટ”માં રહે છે…ખાદી-ધારી ગાંધી-ચિંધ્યા નીતિમત્તા ભર્યા માર્ગે સાદગીપૂર્ણ સાત્વિક પ્રવૃતિમાં જરૂરત મુજબની વ્યસ્તતામાં શાંતિપૂર્ણ જીવન જીવે છે…એવું લગભગ ચિત્રલેખા જેવા મેગેઝિન માં દસેક વર્ષો પહેલાં વાંચ્યાનું યાદ છે…

  ટૂંકમાં, કુદરતથી જેટલા વધુ દૂર …”અકુદરતી ” જીવન-શૈલી મહદ અંશે અનેક ક્ષેત્રે તકલીફો, મુશ્કેલીઓ, સમસ્યાઓને નોતરે છે, એમાં કોઈ શક કે સંદેહ નથી જ…આપણા ગાંધી બાપુએ આ વાત ગાઈ-ઠોકી વગાડીને , અનેક રીતે જીવી બતાવીને અનુભવ-સિદ્ધ કેટલું બધું સાહિત્ય સરળ ભાષામાં આપ્યું છે…?
  વૈજ્ઞાનિક શોધોનો પૂરો ફાયદો ઉઠાવતા રહી મધ્યમ માર્ગે સચ્ચાઈ-ભર્યા નીતિવાન મૂલ્યો વાળું જીવન જીવીને “સુખ” નામના અતિ-વાંછિત ફળનો સ્વાદ ચોક્કસ ચાખી શકાય છે તેમ, એમનું જીવન જીવી બતાવ્યું ..છે…

  અને એક ખાસ વાત…તમારા અને શરદભાઈના “દ્રષ્ટિ-બિંદુ” અંગે…..આપણે સહુ ” યુનિકલી ” અલગ હોઈ દૃષ્ટિ-ભેદ સહજ છે…છતાં , ” કુદરતનો કાનૂન/કાયદો …કે જે ” ઇવોલ્યુશન” { ઊંચેની તરફ પ્રગતિ-વિકાસની પ્રક્રિયાને જસ્ટ=સહજ ચાલુ રાખવાના એક અતિ સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગ /અંશ રૂપે આપણે અને અન્ય જીવો..વનસ્પતિઓ, { પંચ-મહાભૂતો } અહીં આ પ્લેનેટ પર અસ્તિત્વ ધરાવીએ છીએ … બસ જેમ પેદા થયા તેમ…ગતિમાન રહી કર્તવ્ય નિભાવતા રહી..આનંદ માણતા રહીને જીવવું …યાત્રા પૂરી કરી ચુપચાપ બસ ચાલ્યા જવું …. તમારા પદ-ચિહ્નો રહે, લોકો સંશોધન કરે ..યાદ રાખે તેનું તમને શું મૂલ્ય ?

  “.બાકી જીવનના મૂલ્યો તો સતત બદલાતા જે રહે છે. મારી સમજ છે કે જ્યાં સુધી માણસના જીવનમા ધ્યાન નહી ઉતરે ત્યાં સુધી સાચા જીવન મૂલ્યો સમજવાનો વિવેક શક્ય નથી.” કલ્યાણ-મિત્ર શરદભાઈની વાત યથાર્થ છે જ .

  ((( આ પણ એક દૃષ્ટિબિંદુ છે. આપણે એની સાથે કદાચ સહમત ન થઈએ, પણ હકિકત છે કે, ગામ/ નગર સંસ્કૃતિની શરૂઆત ખેતીથી થઈ. અને એના થકી અનેક દૂષણો અસ્તિત્વમાં આવ્યાં.
  ————— ———————————————————————————————————
  હવે માનવજાતે એ વિચારવાનો સમય પાકી ગયો છે કે, વિકાસના ચક્રને સહેજ પણ અટકાવ્યા વિના, જીવનનો આનંદ અને પાયાનાં મૂલ્યો શી રીતે ફરીથી સ્થાપિત કરવાં.
  જેમ દરેક બાબતમાં બને છે તેમ, આ પ્રક્રિયા પણ ક્રીટીકલ માસ સુધી પહોંચે પછી વેગ પકડી શકે. સદભાગ્યે , આખા વિશ્વમાં ભલે પાતળી હોય, તો પણ એક લઘુમતિ આમ વિચારતી થઈ જ છે.
  આ વિચારનો વ્યાપ અને સ્વીકૃતિ જેમ જેમ વધે , તેમ તે ક્રીટીકલ માસની ક્ષણ નજીક આવતી જશે. )))

  તમારી આ વિચાર-ધારા ભલે ક્રાંતિકારી હોય….,પણ,…….ફેર-વિચાર / બદલાવ/સુધારાવધારા પણ માગી લે છે…[ હા, આજે ” ગુરુમાં”ની માહિતી મુજબ મહાવિસ્ફોટ.. મહા-પ્રલય…. જેવું અબજો વર્ષોની પ્રોસેસ અંતર્ગત જ્યારે ડ્યુ હોય ત્યારે બને …તે બનવા દઈએ…….એટલી લાંબી અને ઊંચી આપણી પહોચ ક્યાં …ભૂત અને ભવિષ્ય તો , આપણી સીમિત / માર્યાદિત મન-દૃષ્ટિના ખેલ…ભ્રમ-જાળ…બાકી, આ સઘળું ( આપણા મર્યાદા-બદ્ધ પરિભાષાના ત્રીકાળી) સર્વજ્ઞદેવની દૃષ્ટિએ, વર્તમાન જ છે .

  — લા’કાન્ત / ૧૩-૬-૧૩

 25. Pingback: લુપ્ત થઈ રહેલી જીવન શૈલીઓ | સૂરસાધના

 26. હરીશ દવે (Harish Dave) જૂન 17, 2018 પર 8:36 પી એમ(pm)

  કેવી રસપ્રદ માહિતી! સુરેશભાઈ! નવી પેઢીએ તો અવશ્ય જાણવા જેવી!
  હું જ્યારે આ પ્રકારના લેખ ‘મધુસંચય’ કે ‘અનામિકા’ કે અન્ય બ્લૉગ પર લખું છું ત્યારે હૃદયથી ઇચ્છું છું કે આવા લેખ ગુજરાતના ખૂણાઓમાં વસતા શિક્ષકો પણ વાંચે અને પોતાના અભ્યાસક્રમમાં યોગ્ય રીતે સાંકળીને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકે!

 27. સુરેશ ઓક્ટોબર 29, 2022 પર 9:09 પી એમ(pm)

  Unfortunately.. human race is on a non reversible path to Doomsday.
  Plus ..the present boom in social media is converting most of people into robots … They have stopped using such a beautiful gift nature has given – our mind

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: