ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 639,818 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Walter Scott"Success - keeping your mind awake and your desire asleep."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
- ગુજરાતી વિશ્વકોશ જુલાઇ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 421 other followers
શૂન્યમાંથી અનન્તની દિશામાં મુસાફરીનું આ લઘુકાવ્ય બે દિવસથી મનમાં રમી રહ્યુ હતુ; તે આજે રવિવારી મોકળાશે શબ્દદેહ પામ્યું.
तु हि तु,
तु हि तु,
तु हि तु ओ प्रिये मम जिए.
TU HI TU,
TU HI TU,
TU HI TU O PRIYE mam JI E.
राजेन्द्र त्रिवेदी
કદાચ, આ કશું જ નથીની અનુભુતી બધું જ આ છે એ તરફ લઈ જાય છે?
છે છે નથી
કંઈક છે
અવિનાશી છું
અનંતા છું
કોના લીધે છું?
નમું છું….ઇતિ સમાપનમ.
રમેશ પટેલ(આકાશદીપ)
ભેળસેળ –
એવી તો ભેળસેળ કે જે કદી એકમેક સાથે ભળી ન શકે.
જડ ચેતનને પકડે એ કદી સંભવ નથી.
ચેતન જડ સાથે મળે તે કદી સંભવ નથી.
અને છતાં આ અઘટીત ઘટના ઘટી.
કેવી રીતે?
શા માટે?
મહા ચૈતન્ય પોતાના મહિમામાં સ્થીત , અવર્ણનીય આનંદમાં તરબોળ.
તેને આશરે રહેલી તેની ચિત્ત શક્તિ વિલસવા માટે આતુર પણ તેની પાસે જ્ઞાન નહીં.
ચૈતન્યને પ્રાર્થે છે , વિનવે છે – પ્રભુ આપ તો આપના મહિમામાં સ્થિત પણ હું એકલી અટુલી આનંદ રહિત મને આપના દિવ્યકણો સંતાન તરીકે આપો. હું તેમને ઉછેરીશ, તેમનું લાલન પાલન કરીશ તેને અછોવાના કરીશ. પ્રભુ – હું માતૃત્વ ઝંખુ છુ અને તે પણ આપના દિવ્યસ્ફુલ્લિંગોની માતા બનવા ઝંખુ છુ.
પ્રભુએ ધીરેથી આંખો ખોલી. અને સહેજ આછેરું સ્મિત કર્યું અને કહ્યું તથાસ્તું.
અને એક મહા પ્રાણ, શક્તિશાળી ધડાકો , જાણેકે બીગ બેંગ અને આ શક્તિ – ચૈતન્યના મહાપ્રવાહથી ગર્ભવતી થઈ.
તેના આ મહા ગર્ભે પ્રથમ સમષ્ટિ બુદ્ધિ તરીકે આકાર ધારણ કર્યો.
સમષ્ટી બુદ્ધિ વળી ત્રિવિધ સાત્વિક, રાજસી અને તામસી અહંકારરુપે પરીણામ પામી.
સાત્વિક તન્માત્રાઓમાંથી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને સાથે સાથે પાંચ જ્ઞાનેન્દ્રિયો શ્રોત્ર, ચક્ષુ, ત્વક, જીહ્વા અને ઘ્રાણ ઉત્પન્ન થયા.
રાજસી તન્માત્રાઓમાંથી પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રિયો હસ્ત, પાદ, વાણી, ઉપસ્થ અને પાયુ ઉત્પન્ન થયા.
તામસી તન્માત્રાઓમાંથી સ્થુળ શરીર અને પાંચ મહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વિ ઉત્પન્ન થયાં અને સાથે સાથે જ આ સ્થુળ જગતની ઉત્પત્તિ થઈ.
અને પછી જગદીશ્વર, મહાચૈતન્ય દિવ્ય સ્ફુલ્લિંગો રુપે તેમાં રમવા આવ્યું.
આ જડ પ્રકૃતિનો વિલાસ તો દિવ્ય ચેતનાનું ક્રિંડાગણ છે.
હું ચૈતન્ય મારા મહિમામાં સ્થિત હું કેવી રીતે આ સ્થુળ પદાર્થો કે શરીર હોઈ શકું ? ના તે હું નથી – નેતિ.
હું ચૈતન્ય મારા મહિમામાં સ્થિત હું કેવી રીતે આ કર્મેન્દ્રિયો કે પાંચ પ્રાણ હોઈ શકું ? ના તે હું નથી – નેતિ.
હું ચૈતન્ય મારા મહિમામાં સ્થિત હું કેવી રીતે આ અંત:કરણ કે પાંચ જ્ઞાનેન્દ્રિયો હોઈ શકું ? ના તે હું નથી – નેતિ.
હું તો નિર્વિકલ્પ, નિરાકાર, વિભુ , વ્યાપક, સર્વત્ર, જગતને, શરીરને, સર્વે ઈન્દ્રિયોને તથા અંત:કરણોને પ્રકાશનાર સદાયે સમતા ધારણ કરેલો એવો બંધન અને મુક્તિથી નીરાળો ચિદાનંદરુપ શિવ છુ, શિવ છુ, શિવ છુ.
સુંદર વાત – ’કશુંક નથી’થી ચાલુ કરી ને ’ન ઇતિ’ના તારણ સુધીનું જાણે પ્રવાસ વર્ણન!