છેલ્લા બે એક વર્ષમાં ‘ ગુજરાતી ભાષા મરવા પડી છે?’ તે વિષય અંગે ઘણી બધી ચર્ચાઓ વાંચવા મળી. ઉમળકાભેર તેમાં ભાગ પણ લીધો. ( નેટ ઉપર સૌથી લાંબી ચાલેલી ચર્ચા વાંચવા અહીં ‘ ક્લિક’ કરો. )
પણ જાણીતા પત્રકાર અને નિડર વિચારક શ્રી.ઉર્વીશ કોઠારીના લેખનાં નીચેનાં ટાંચણો મનને ભાવી ગયાં :-
ભાષા સોનાની લગડી છે અને સાહિત્યકારો સોની છે. એ લોકો ભાષામાંથી પોતાની આવડત-વૃત્તિ (કે બજારની માગ) પ્રમાણે ઘરેણાં બનાવે છે. પણ જેમની પાસે ઘરેણાં બનાવવાની આવડત નથી, એમની પાસે સોનાની લગડી તો છે જ અને એની કિંમત જરાય ઓછી નથી. બલ્કે, ઘરેણાંમાંથી લગડી નહીં, લગડીમાંથી ઘરેણાં બને છે.
…
અંગ્રેજીનો વિકલ્પ નથી એ ખરૂં છે. પણ ગુજરાતમાં કૌટુંબિક અને અંગત વ્યવહારમાં ગુજરાતી ભાષાનો સન્માનજનક વિકલ્પ છે ખરો?
…
આઘુનિક દેખાવા કે યુવા પેઢી સાથે તાલ મિલાવવા માટે શહેરી બોલચાલની ભાષાના અંગ્રેજી શબ્દો કે શબ્દઝુમખાં ઠપકારવાં, એ ભાષાનો વિસ્તાર નથી. ભાષાની વિકૃતિ છે.
…
વાત ફક્ત પ્રભાવશાળી અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા લેખકથી ભાષાનું ગૌરવ અનુભવવાની વાત હોય તો ગુજરાતી ભાષા પાસે સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર મહાત્મા ગાંધી છે.
…
ગુજરાતી ભાષા બોલનારા ગુજરાતીઓનો આંકડો કરોડમાં છે. છતાં, ભાષા લુપ્ત થવાની બૂમો શા માટે?
..
ઈંગ્લીશ મિડીયમમાં ભણતા બાળક માટે ઈંગ્લીશને અપનાવવા જેટલું જ ગુજરાતીને તરછોડવું જરૂરી ગણવામાં આવે છે, એ સૌથી કમનસીબ બાબત છે. આ કાવતરામાં સૌની સહિયારી જવાબદારી છે.
…
જે ભાષા કરોડની સંખ્યામાં લોકો બોલતા હોય, તે એમ કંઇ લુપ્ત થઇ જવાની નથી અને ભાષાની બ્રીફ લઇને ફરનારા અણઘડ વકીલોથી બચવાની પણ નથી. ગુજરાતીને બચાવવાનો દાવો મોટો અને ગેરરસ્તે દોરનારો છે. અત્યારે ખરી જરૂર ગુજરાતીને બચાવવાની નહીં, તેનો મહિમા કરવાની છે. તેનું ગૌરવ સ્થાપવાની છે.
…
બિનગુજરાતી અભિનેત્રીઓ બે લીટી ગુજરાતીમાં બોલી જાય, તો લોકો કેવા અડધા અડધા થઇ જાય છે! તો ખરેખર ગુજરાતી જાણતા-ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે?
…
ગુજરાતીનો મહિમા કરવાના તમામ પ્રયત્નો આવકાર્ય છે, પરંતુ ભાષાને ગૌરવ અપાવવાનું આખરે સૌ ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલવાને બદલે, છટાથી ગુજરાતીમાં બોલીને પણ ગુજરાતીનો મહિમા વધારી શકાય. સાહિત્યકારોની ઝુંબેશો કરતાં સામાન્ય લોકોનાં આવાં નાનાં પગલાં લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે. ૨૧ ફેબ્રુઆરીને (વિશ્વ માતૃભાષા દિન ઉર્ફે માતૃભાષા મહિમા દિનને) આ પાઠ યાદ કરવા માટે નિમિત્ત બનાવી શકાય.
( આખો લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો. )
આ વિષય પર ઘણા સાહિત્યકારો, ભાષાશાસ્ત્રના જાણકાર વિદ્વાનો અને સાહિત્ય રસિક વ્યક્તિઓનાં વિચારો વાંચવાની તક પણ મળી છે. ઉર્વીશભાઈ ગુજરાતમાં રહે છે; અને પત્રકાર/ કટાર લેખક/ જાગૃત વિચારક હોવાના સબબે બહોળો અનુભવ અને પાકટતા ધરાવે છે. આથી એમના વિધાનોની પાછળ રહેલી પાયાની સચ્ચાઈ અસર કરી ગઈ. તેમનાં ઉપરોક્ત વિધાનોએ સાવ નવા જ વિચારો મનમાં ઉભરાવ્યા. આખી વ્યવસાયી જિંદગીમાં કેવળ અંગ્રેજીમાં જ વ્યવહાર કરનાર, આ જણ ગુજરાતી ભાષા વિશે કશુંક લખે; તે કેટલે અંશે ઉચિત છે, તે તો ખબર નથી. પણ એક ગુજરાતી તરીકે પેટમાં બળે; અને આ બ્લોગ જેવી પીઠિકા ( પ્લેટફોર્મ વધારે સમજાશે? ) પર હૈયા વરાળ કાઢે; તેને વાચકો દરગુજર કરે તેવી વિનંતી.
…………………………………
આખી જિંદગી અંગ્રેજીમાં જ કામ કર્યા છતાં, ગુજરાતીમાં લખતી વખતે અભિવ્યક્તિની જે મોકળાશ જણાઈ છે; તે અંગ્રેજીમાં લેખ લખતી વખતે કે ગુજરાતીમાંથી અનુવાદ કરતી વખતે નથી જણાઈ. વારે ઘડીએ એક શબ્દ લખી, યોગ્ય શબ્દ ગોતવા થિસોરસ વાપરવો પડ્યો છે. ગુજરાતીમાં તો ટપાક દઈને બરાબર બંધ બેસતો શબ્દ અંતરમાંથી ઊભરાઈ આવતો અનુભવ્યો છે.
પહેલી વખત ટ્રાન્સલીટરેશનની ટેક્નોલોજીથી કોમ્પ્યુટરના સ્ક્રીન પર ઊપસી આવતા ગુજરાતી અક્ષરો જોઈ નાચી ઊઠેલા આ ગુજરાતીનો અનેરો આનંદ એ એના કોશે કોશમાં વ્યાપી ગયેલી ગુજરાતીતા છે. આ ઉન્માદ બીજા અનેકોએ પણ અનુભવેલો છે.
જ્યાં સુધી ઠેર ઠેર આવી ગુજરાતીતા અસ્તિત્વ ધરાવે છે; ત્યાં સુધી, ગુજરાતીમાં વિચારતા છ કરોડ લોકોની ભાષા લુપ્ત થઈ જશે; એ માન્યતા સ્વીકારવા મન માનતું નથી.
બીજી વાત…..
છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ઇન્ટરનેટ અને બ્લોગના સાધનો વિના મૂલ્યે હાથવગાં થવાનાં કારણે, ગુજરાતી બ્લોગ જગત જેવી એક સાવ નવી જ હસ્તિએ/ ઘટનાએ આકાર લીધો છે. એકદમ સ્વયંભૂ આવેલો આ જુવાળ વેપારી અને પૈસાના પૂજારી તરીકે બદનામ ગુજરાતીઓ માટે અદ્ભુત છે. ચોકસાઈથી ગણી ન શકાય એટલી મોટી સંખ્યામાં, બિલાડીના ટોપની જેમ, ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટો અસ્તિત્વમાં આવ્યાં છે; ઉમેરાતાં જ જાય છે. લખાતા ગુજરાતી સાહિત્યની તવારીખમાં આ એક સાવ નવું નક્કોર અને તરોતાજા પ્રકરણ ખૂલી ચૂક્યું છે. પ્રકાશકોની તાતી તલવાર, જોહુકમી અને વ્યાપારી ગણતરીઓથી મુક્ત અને ખર્ચની ચિંતાથી મુક્ત આ માધ્યમના અનેક ફાયદા આ જણે જાતે અનુભવ્યા છે. ( આ અંગેના બે લેખ વાંચવા વાચકોને ભલામણ : બ્લોગર : અક્ષયપાત્ર )
સામાન્ય જનતામાં વધતા જતા નેટ અને અને સેલ ફોનના ઉપયોગને નજરમાં રાખતાં આ માધ્યમ વધારે ને વધારે વિસ્તરતું જશે; એમ દેખાઈ રહ્યું છે. ન ઉવેખી શકાય તેવી આ એક ઘટના છે. પ્રજામાં આવેલ આમૂલ ક્રાંતિ જેવી આ ઘટના છે. એક નવો જ યુગ સ્થપાવાના એંધાણ આપતી આ ઘટના છે.
કામની ભાગાદોડીમાં, મુષક દોડમાં ફસાયેલ, વ્યસ્ત યુવા પેઢી આમાં સામેલ છે; તો મારા જેવા નિવૃત્ત અને ઘરકામ કરતી ગૃહિણી પણ છે; અને ઉર્વીશભાઈ જેવી સાહિત્ય સાથે સંકળાયેલી જાણીતી વ્યક્તિઓ પણ છે. અરે! ગુજરાતના મુખ્ય પ્રધાન પણ આ હરણફાળમાં સામેલ છે. આને પ્રતાપે ગુજરાતી ભાષાનું ગૌરવ વધવાનું જ છે એમ કહું; તો એ આ બ્લોગરનો મિથ્યા આશાવાદ કે તુક્કો ન ગણતા. ભાષાની સેવા આ માધ્યમ દ્વારા નિઃશંક થઈ રહી છે/ થવાની છે ; તે હકીકત છે.
જે ભય સૌને છે; તે
- ગુજરાતીની ઘટતી જતી પ્રતિષ્ઠાનો છે.
- બોલાતી ગુજરાતીમાં વધતા જતા અંગ્રેજી શબ્દોના પ્રદૂષણનો છે.
- લખાતી ભાષાની અશુદ્ધતાનો છે.
- અંગ્રેજી માધ્યમની વધતી જતી ઘેલછાનો છે.
આ ભય અકારણ નથી. પણ તેનો ઉકેલ સરકારી રાહે આવશે કે માત્ર સાહિત્યકારો, ભાષાશાસ્ત્રીઓ કે સાહિત્ય રસિકો જ લાવી શકે તે માન્યતા ભૂલ ભરેલી છે. કારણકે, આ વિકૃતિઓનું મૂળ બદલાતા સામાજિક મૂલ્યોમાં છે. સમાજ જો આ બાબત જાગૃત બનશે તો આપોઆપ ગુમાતી જતી પ્રતિષ્ઠા ફરીથી હાંસલ કરી શકાશે.
ઉર્વીશભાઈના લખાણનો આ પ્રાણ છે; આ એનો ધબકાર છે. અને આથી જ એ લખાણ આ સામાન્ય માણસના અંતરના તારને ઝણઝણાવી ગયું. પણ કામની વાત એ છે કે,
આપણે સહુએ – સાહિત્યકારો, ભાષાશાસ્ત્રીઓ કે સાહિત્ય રસિકો સમેત સહુએ – આ બાબત શું કરી શકાય તે વિચારવાનું છે.
બ્લોગીંગ ઉપરાંત મને એક બે બાબત સૂઝી છે, જે નીચે રજૂ કરું છું –
- નાનાં નાનાં જૂથો ‘પુસ્તક વાંચન ક્લબો’ બનાવી શકે; જેમાં અનુકૂળતા મુજબ, મહીને એક, બે કે ચાર વખત ગમેલાં વાંચનનું આદાન પ્રદાન કરી શકાય. મિત્રો અને સગાં સંબંધીઓને એમાં સામેલ થવા ઉત્તેજિત કરી શકાય.
- સાહિત્ય રસિક જનતા દીન-બ-દીન વધતી જાય છે. ભરચક હોલોમાં યોજાતા ગુજરાતી ગીતોના અને કાવ્યપઠન/ મુશાયરાના કાર્યક્રમો હવે વાસ્તવિકતા બની ગયા છે. આવા સૌ સજ્જનો અને સન્નારીઓ સામાન્ય જનતા માટે ‘સાહિત્ય પર્વ’ યોજી શકે. સોસાયટીઓના ઓપન પ્લોટોમાં ભજન /કીર્તન/ કથાની જેમ લોકપ્રિય લેખકોનાં (હાસ્ય લેખકોથી શરૂઆત કરીને) વ્યાખ્યાનો યોજી શકાય. સો સો રૂપિયાની ટિકિટો ખર્ચી, નિજાનંદ મેળવતો વર્ગ હવે નાનો સૂનો નથી જ. આ વર્ગ ધારે તો જનતામાં વાચન રસ કેળવી શકે; બને તેટલી ‘ ગુજરાતી’ ગુજરાતી બોલાતી કરી શકે.
વાચકોને વિનંતી કે આવાં બીજાં શાં પગલાં આપણે ભરી શકીએ તે વિચારી અહીં સૂચવે.
આપણા સહુના પ્રયત્નોથી ‘ બોસ! જરા આમાં લૂક ઇન્ટુ કરી લે જે ને.’ બોલનાર જણને ,‘ભાઇ, જરા આટલું જોઇ જજે ને.’ બોલતો કરી શકીએ, તો ગુજરાતીની મોટી સેવા થશે.
અરે! આપણે પોતે જ પોતાનાથી આવી શુભ શરૂઆત કરીએ તો?
Like this:
Like Loading...
Related
Nothing is going to happened to our GUJARATI. Living in this country for more than 4 dcades we all have formed wonderful
Gujarati Sahitya Sarita. Several yougsters are
also members. Just we have to learn to be proud of ourselves, our culture and our Nationality.
ઈંગ્લીશ મિડીયમમાં ભણતા બાળક માટે ઈંગ્લીશને અપનાવવા જેટલું જ ગુજરાતીને તરછોડવું જરૂરી ગણવામાં આવે છે, એ સૌથી કમનસીબ બાબત છે. આ કાવતરામાં સૌની સહિયારી જવાબદારી છે…….(1)
.આ ભય અકારણ નથી. પણ તેનો ઉકેલ સરકારી રાહે આવશે કે માત્ર સાહિત્યકારો, ભાષાશાસ્ત્રીઓ કે સાહિત્ય રસિકો જ લાવી શકે તે માન્યતા ભૂલ ભરેલી છે. કારણકે, આ વિકૃતિઓનું મૂળ બદલાતા સામાજિક મૂલ્યોમાં છે. સમાજ જો આ બાબત જાગૃત બનશે તો આપોઆપ ગુમાતી જતી પ્રતિષ્ઠા ફરીથી હાંસલ કરી શકાશે…….(2)
I read the entire Post & (1) is only a portion of a thought from URVISHBHAI.
Then, (2) is a portion of analysis from SURESHBHAI.
I feel that the Internet will play an important roll in the “regained pride” for Gujarati Bhasha. But, most important is the “pride within in each Gujarati Family ” for Gujarati Bhasha …which can translate into the LOVE for the Bhasha in our Children…..This is IMPORTANT ! But, beyomd that the GUJARATI SHITYAKAO have the duty to focus on “winning the Public” and spreading “Love & Interest ” for our Bhasha in the Public…..& finally, Gujarat Government MUST also take POSITIVE STEPS for the upliftment of Gujarati as a Language.
Just my views !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Sureshbhai it is nice to read this Post !
રાતના ૧૨ વાગી ગયા છે અને હવે વધારે કશી ચિંતા કર્યા વગર હું સુઈ જાવ છું. અને હા એક વાત ચોક્કસ છે કે મને કાયમ સપનાઓ ગુજરાતીમાં જ આવે છે.
લ્યો ત્યારે શુભ રાત્રી.
આ ઉપરાંત એક બીજો ઉપાય સુચવું? જ્યારે અભ્યાસ કે તેને લગતી બાબત સીવાયની કોઈ પણ ચર્ચા કે વાર્તાલાપ માટે ગુજરાતી કુટુમ્બોમાં ચુસ્તપણે ગુજરાતી વપરાવી જોઈએ (ગુજરાતમાં વસનાર કુટુમ્બમાં પણ આવી પ્રથા ના હોવાનું અનુભવ્યું છે).
ગુજરાતી બોલતી વખતે કેટલાક લોકો અંગ્રેજી શબ્દો વાપરે છે એ એમની ઘેલછા છે. પણ તેનાથી ગુજરાતી ભાષા ભુલાઈ જશે એમ માનવાની જરૂર નથી.
હમણાં કેટલાક સમયથી અંગ્રેજીમા રૂઢ થતા જતા બીજી ભાષાના શબ્દોને અંગ્રેજી શબ્દકોશમાં સામેલ કરવાની જુંબેશ ચાલી રહી છે. આપણે પણ હવે પર ભાષાના રોજબરોજ વપરાતા શબ્દો પ્રત્યે નાક ચઢાવવું બંધ કરીએ તો ગુજરાતી ભષા માટે વધુ ઉપકારક થશે.
જ્યારથી આપણા દેશમાં સાયકલ વપરાતી થઈ ત્યારથી નાનામાં નાના ગામનો અભણ માણસ પણ એના બધા પૂર્જાનાં નામ અંગ્રેજીમાં જ બોલે છે. અહીં એ બધાનો ઉલ્લેખ નથી કરતો પણ મને જે પૂર્જાનાં ગુજરાતી નામ વપરાતાં જાણવા મળ્યાં છે એનો જ ઉલ્લેખ કરું છું. ચાકી, છરા, લંગોટ. આ સિવાય બધાં જ નામ અગ્રાજીમાં જ બોલાય છે. પણ આનાથી ગુજરાતી ભષા નાશ પામી કે ભુલાઈ જવાની નથી. હા, પોતાનું પાંડિત્ય દર્શાવવા જે લોકો ગુજરાતીમાં બોલતાં અંગ્રેજી શબ્દોનો ખોટો ઉપયોગ કરે છે તેમની સામે લાલ બત્તી ધરવી જરૂરી છે.
અંગ્રેજો ગયા પણ ગુલામી નથી ગઈ. કદાચ આઝાદ ભારતમાં જન્મેલાઓના લોહીમાં એ વધુ જડબેસલાક બેસી ગઈ છે. આ ગુલામી જેટલાં વર્ષો રહી એના કરતાં વધુ વર્ષો કદાચ એને નાબુદ થતાં થશે? આપણી ભારતીયતાની અસ્મીતાને કેવી રીતે વધુ ને વધુ પ્રમાણમાં જાગૃત કરી શકાય એ કદાચ તાકીદે વીચારવાની જરુર છે. અંગ્રેજીનીયતની ઘુસણખોરી માત્ર ગુજરાતી ભાષામાં જ છે એવું નથી.
Dear ઉર્વીશભાઈ and Bhai Suresh,
“ગુજરાતી બચાવો.”સુંદર લેખ.
અભિનંદન.
Yet I will say.It is a personal commitment.
Gujarati will stay alive.
After 41 years,Home away from home…we speak Gujarati.
We do love Gujarat and Gujarati and Speak too.
Specially,when at home or in Gujarati society.
in US.
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
gujarati bhasha koi divas pan nathi marvani…jetlu varchasva eng..bhasha nu che etlu j varchasva gujarati bhasha nu che..em maru maanvu che..
bhasha e stri ling che..ane stri o garena paheri ne (alankarik bhasha )fare ke sado sadlo e banne ma shobhvani j che em maru manvu che..
તમારી આ રીત મને બહુ જ ગમી, જરૂર પડે ત્યારે ઊંઝાની કંઠી કાને ચડાવીને સાર્થ જોડણીમાં પિચકારીઓ મારી લેવાની!
અદ્ભુત લવચીકતા, વાહ!
વિનયભાઈ,
ડોન્ટ યુ ગેટ ધ પોઈન્ટ ? સાર્થજોડણી વાળાને લ્યુર કરી અહીં લઈ આવવાની કળા કહેવાય.
તો હો જાયે ઈસ બાત પે શેર-ઓ-શાયરી…
ઈસ રંગબદલતી ગુજરાતી કો કૌન બચાયે, કૈસે બચાયે?
કભી વો સાર્થ કો પહેને
કભી વો ઉંઝા કો પહેને
બાંટતી ઘૂમે અપને પુરખો કે ગહેને.
ઈસ રંગબદલતી ગુજરાતી કો કૌન લિખેગા કૌન પઢેગા?
ઈસ રંગબદલતી ગુજરાતી કો કૌન બચાયે, કૈસે બચાયે?
યા તો તુમ બસ ચૂપ હિ રહો
યા તો તુમ સબ ભુલ હિ જાઓ
અપની તતૂડી કાહે બજાઓ?
ઈસ રંગબદલતી ગુજરાતી કો કૌન સુનેગા કૌન સુનાયેગા?
ઈસ રંગબદલતી ગુજરાતી કો કૌન બચાયે, કૈસે બચાયે?
સબ કો પ્યારી અપની રાહેં
દુસરો કિ ક્યું દેખે આહેં
લે કે ઘુમે લંબી બાંહે
ઈસ રંગબદલતી ગુજરાતી કો કૌન છુએગા કૌન પુછેગા?
ઈસ રંગબદલતી ગુજરાતી કો કૌન બચાયે, કૈસે બચાયે?
રુપને વળગી રહ્યા ને સત્વને છોડી દીધું,
માન્યતા સૌ સાંકડી, કોને ખબર?
દીલ તણા ભાવો ન જાણ્યા, શબ્દને પકડી રહ્યા,
ફેરવી ચહેરો છુપ્યા, કોને ખબર?
————————-
પધારવા માટે આભાર.
રોગી માનસનું અપ્રતિમ ઉદાહરણ. વિનય ભાઈ. આ લેખનો મર્મ સમજ્યા છો?
દાદાની ચમચી. પોતાનું મગજ છે?
દરેકને પોતાના મંતવ્ય રજૂ કરવાનો હક છે.
Very good article. Worth to read.
Gujarati is not going to die. Our Gujarati will never die, can’t die. When we have so many authors, poets, blogs and Gujarati speaking people how can Gujarati die? Think positive and share your ideas, your articles in Gujarati. Jay Jay Garavi GUJARAT
દાદા, આ “Me Gujju?” વાળા ભાઈની કોમેંટ મને ફોરવર્ડ કરશો? એ ભાઈનું ઘર શોધવામાં મને રસ છે.
The cry (slogan) of “Gujarati Bachavo” was coined by Guj Bhasha Parishad, and it was a strategic decision to bring to notice the crying need of attending to the issues of Guj language to common people. The strategy has worked and everybody is talking about those issues, including tis marginally dissenting voice of Urvish Kothari.
What he is proposing instesd of “Guj Bachavo” is “Gujarati no Mahima Karo”. Try to use that in a public movement, you will draw blanks…
-Kiran Trivedi
ભાઇ કીરણ ત્રીવેદી, તમને http://groups.google.com/group/soc.culture.indian.gujarati/browse_thread/thread/78d0657aacb8ddd2?hl=en&pli=1 ઉપર નહીં તો ઉર્વીશ કોઠારીના બ્લોગ ઉપર જોવાની ઉમેદ હતી. તમે સુરેશ જાનીના બ્લોગ ઉપર આવ્યા અને તે કોઠારીના લખાણ વીશે લખવા અને કોઠારી અહીં ક્યાંય દેખાતા નથી તેથી શું સમજવું ?
જોઉં છું તો જાનીએ ઉંઝા છોડી દીધું છે. ગુજરાતી બચાવો નો ચારમાંનો એક મુદ્દો ઉંઝા હતો.
ગુજરાત સરકારે ગામડાંની નીશાળોમાં ફરજીયાત અંગરેજી ભણાવવાની સગવડ કરી કે?
GUJARATI BHASHA VADHU SARI RITE BOLAY ANE GUJARATI KUTUMBO GUJARATIMAJ BHASHA VYAVHAR KARE TEVO SURESHBHAINO PRAYATNA AME HAMMESHA VAKHANYO CHHE. AME AHI USA MA BALAKOMAN GUJARATI BHASHA SHIKHE ANE BOLE TE MATEJ AVYA CHHIE ANE AMNE ANAND CHHE KE AMARA PAUTRA ANE PAUTRI NE SHUDDHA GUJARATI MA VAT KARTA JARUR EM THAY KE GUJARATI BHSHANI CHINTA KARVA JEVI NATHI. MATRU BHASHA GUJARATI MANJ SAMJAN SHAKTI VADHU KELVAY CHHE TENA ASANKHYA DAKHLA AMARI PASE CHHE. JEM JEM GUJARATI BHASHA NI CHARCHA CHALE CHHE TEM LOKO MA GUJARATI BHASHA MATENO PREM VADHTO JAY CHE TEVU LAGE CHHE.
GUJARATI BOLE, GUJARATI VANCHO, GUJARATI MANJ VICHARO TO GUJARATI BHASHANI CHINTA MATI JASHE.
JAY JAY GARVI GUJARAT AMARA PRANAM.
BHARAT SHUKLA
ગુજરાતીમાં લખી આપું …
ગુજરાતી ભાષા વધુ સારી રીતે બોલાય અને ગુજરાતી કુટુમ્બો ગુજરાતીમાં જ વ્યવહાર કરે; તેવો સુરેશભાઇનો પ્રયત્ન અમે હમ્મેશ વખાણ્યો છે. અમે અહીં યુ.એસ.એ.માં બાળકો ગુજરાતી ભાષા શીખે અને બોલે તે માટે જ આવ્યાં છીએ; અને અમને આનંદ છે કે, અમારા પૌત્ર અને પૌત્રીને શુધ્ધ ગુજરાતીમાં વાત કરતા ( જોઇ) જરૂર એમ થાય કે, ગુજરાતી ભાષાની ચિંતા કરવા જેવી નથી. માતૃભાષા ગુજરાતીમાં જ સમજણ શક્તિ વધુ કેળવાય છે; તેનાં અસંખ્ય દાખલા અમારી પાસે છે. જેમ જેમ ગુજરાતી ભાષાની ચર્ચા ચાલે છે તેમ લોકોમાં ગુજરાતી ભાષા માટેનો પ્રેમ વધતો જાય છે; તેવું લાગે છે.
ગુજરાતી બોલો, ગુજરાતી વાંચો, ગુજરાતીમાં જ વિચારો, તો ગુજરાતી ભાષાની ચિંતા મટી જશે.
જય જય ગરવી ગુજરાત
અમારા પ્રણામ
ભરત શુકલ
કોઈ પણ ભાષા જીવશે તો પ્રેમ થકી, ડરથી પ્રેરાઈને તો મૃત:પ્રાય થવાની શક્યતા જ વધે છે. સંસ્કૃત મરી જશે તેવો ડર આપણને કેમ નથી? બીજી ભાષાના પ્રભુત્વનો અસ્વીકાર કરવા કરતાં માતૃભાષાને ચાહીએ તો એની મેળે સબળ થશે. અને છતાં બીજી ભાષાઓ સાથે શબ્દોનો વિનિમય તો થતો જ રહેવાનો છે. સ્વરૂપ બદલવાથી મૂળ તત્વ નાશ નથી પામતું. જો ચાહના ન હોય ત્યાં ભાષા કે સંસ્કૃતિ કેમ કરીને જીવે? મારી જેમ વીસ પચીસ વર્ષથી પરદેશ રહેનારાના પૌત્રો-પૌત્રીઓ પણ ગુજરાતી બોલે છે. આમ પરદેશની ભૂમિ પર વર્ષો સુધી જીવંત રહેતી ભાષા એટલી નબળી તો ન કહેવાય કે તેના મરવાનો ડર લાગે. હાં, ચાહના વિસ્તરે તેવા પ્રયત્નો થવા ઘટે.
Do not worry Gujarati language will not disapear in near future, if every one force their kids to learn Gujarati . Living in state more than 3 decates I personally speak Gujarati at home and and forced my kids to learn and speak Gujarati.
ભારત માં તો ગુજરાતી ભાષા હજી સુધી જીવી રહી છે, અને જીવશે, પરંતુ પાકીસ્તાન માં પણ ગુજરાતી ભાષા હજી સુધી જીવી રહી છે. ત્યાં આજે પણ બે ગુજરાતી દૈનીકો તથા ઢગલાબંધ સામાયિકો અને પુસ્તકો પ્રગટ થઈ રહ્યા છે.
પ્રિય કાસીમભાઇ,
પાકિસ્તાનમાં પ્રગટ થતા ગુજરાતી દૈનિક/સામયીકની online આવૃત્તિ છે? હું અંગ્રેજી ‘The Dawn”નો ચાહક છું અને માનું છું કે આવા દૈનિકને કારણે પાકિસ્તાનમાં વિચારક વર્ગ જીવે છે અને વિસ્તરતો જાય છે. ગુજરાતી Dawn વિશે સાંભળ્યું હતું. આ બાબતમાં માહિતી આપશો તો આભારી થઇશ.
ગુજરાતી ભાષા એ હિન્દી અને સંસ્કૃત સાથે સહોદરની જેમ વિકસી છે અને તેને લીધે
એક વધારાનો લાભ મેં અનુભવ્યોછે.સંસ્કૃતનો વૈભવ તેને અતિ સુંદર બનાવે છે.
આવી ભાષા આપણને ગૌરવશાળી બનાવે છે.
ગુજરાતીને સન્માન આપવા શીશુવયથી પ્રોત્સાહન મળે માટે આર્થિક સહયોગની
કોઈ એવી પ્રેરણાદાયી યોજના થાયતો એક પ્રવાહ ઊભો થાય.આજથી ૫૦ વર્ષ પહેલાં
જૂની એસએસસી માં ઇતિહાસ કે સ્પેસીઅલ ભૂગોળને બદલે સંસ્કૃતમાં વધારે
માર્ક ઓછી ગોખણ પટ્ટીએ મળતા અને તેથી મોટાભાગના સંસ્કૃત વિષય લેતા,
આવું જ કઈંક શોધીએતો કેવું?સારી ગુજરાતી ભાષા માટે મને સંસ્કૃતનો આભાર માનવાનું
મન થાય છે,આ દેવ ભાષા જગતની ઘણી ભાષાની જનની છે.કર્મકાંડ ના હોતતો સંસ્કૃતની
દશા આજના કરતાં પણ ખરાબ હોત,જાગવું પડશે જ ગુજરાતી માટે.
આ બ્લોગ જગત પણ ગુજરાતી માટે પરોપકારી લાગ્યું
સુરેશભાઈ નો લેખ અને ઘણા મિત્રોના વિચાર સહારનીય લાગ્યા.ચાલો
એક ડગલું આપણે પણ ચાલીએ.
રમેશ પટેલ(આકાશદીપ)
સુરેશભાઈ આપે આપેલ લેખ વાંચ્યા બાદ…
માતૃભાષા મહિમા દિન નિમિત્તે શીઘ્ર એક મુક્તક,
બાળ છું હું તારો માતા વિણ નહિ ઊછરી શકું
મા મરી જાશે કદી તે હુ ન વિચારી શકું
તો ય ગુજરાતી મરી જાશે ઘણાં કહેતા ફરે
તુજવિણ કોને પછી મુજ માત પોકારી શકું ?
દિલીપ ગજજર. લેસ્ટર
જેવું આપણે વિચારીએ છીએ તે જ આવિષ્કાર પામે છે. તેથી સહુ પ્રથમ તો આપણો અભિગમ અને આપણા વિચારો સકારાત્મક હોવા જ જોઇએ. વિચારોની અસર વાણી પર અને સાથે સાથે વર્તન પર આવે. વિચાર, વાણી અને વર્તન એકરૂપ હોવાં જોઇએ.
ભાષા લુપ્ત થઇ જશે એવો વિચાર તો સ્વપ્નમાં પણ કરવો ન જોઇએ. ફક્ત વિચારીને બેસી રહેવાથી કંઇ વળવાનું નથી. માટે ગુજરાતીના ઉર્ધ્વગમન માટેના પ્રયત્નો પણ મનમાં જરા પણ શંકા કર્યા વગર પ્રમાણિક પણે કરવા જોઇએ.
અંગ્રેજી જેવી બીજી ભાષાના શબ્દો ઘણી વાર યોગ્ય ભાવાર્થ જાળવવા પણ વાપરવા પડતા હોય છે અથવા તો તે શબ્દ પ્રચલિત રીતે વપરાતો હોય તો તે માટે વાંધો ઉઠાવવાનું કોઇ કારણ નથી. અનેતે ક્ષમ્ય છે.નિશાનચુક માફ પણ નીચું નિશાન નહીં.
મારા અને ઉર્વીશભાઈના લેખનો પ્રાણ
‘ ગુજરાતી મરવા પડી છે? ‘ એમ નકારાત્મક નથી.
પણ
એકદમ હકારાત્મક છે.
ગુજરાતીની ગરીમા વધારવાનો છે.
એ આપણે સૌએ સાથે મળીને કરવાનું છે.
આપને વિનંતી કે, અંગ્રેજીમાં લખશો તો ચાલશે.
sundar pryash. saras lekh.
I think Urvishbhai has rightly said nobody can individually accept this challange. All gujarati’s have to work collectively for this mission.
Perents, students,teachers, Municipal corporation, Govt. Agencies,Adv.mackers, theatre personalities, Gujarati movie mackers,poets,educationists
& all other Gujaratis can make this dream come true.
Suresh Bhai,
I would like to congratulate you also for making tremendous effort internationlly to save our mother tongue. ” Garvi Gujarati ”
keep it up…………………..
ભાષા િવચાર વ્યક્ત કરવાનું અને વ્યક્ત થયેલા વિચાર સમજવાનું સાધન છે. જો અલગ અલગ સ્તર તથા કોમમાં વહેંચાયેલી આમ જનતા લોકભોગ્ય ભાષા સમજી ન શકે તો તે જરૂર લુપ્ત થાય. પુરાણા જમાનામાં સંસ્કૃતને ઉચ્ચ સ્તરના લોકો ) માટે અલાયદી રાખવામાં આવી હતી. સ્ત્રીઓને પણ તેનો ઇસ્તેમાલ કરવામાંથી બાકાત રાખવામાં આવી હતી. પરિણામે સંસ્કૃતની અવેજીમાં પાકૃત, અર્ધમાગધી જેવી ભાષાઓ જન્મ પામી. આખરે તેમનો પણ વિલય થયો અને હાલમાં વપરાતી ભાષા વિકસી. આપણી ખુશકિસ્મતી છે કે ગુજરાતી ભાષા લુપ્ત થવાને બદલે વિકાસ પામી, મારી નજરે આનું ખાસ કારણ આમ જનતા સમજી શકે તેવું લોકસાહિત્ય જન્મ્યું, તે લોકભાષા બની અને આપણને તે વારસામાં મળી. હર એક ગુજરાતી પાસે – ભલે તે પોતાના મુલકમાં હોય કે માદરે વતનથી દૂર, આ વિરાસત સાચવવામાં આવી છે. આપણી ભાષામાં વાતચીત કરવા માટે જે તે વિસ્તારમાં મોજુદ હોય તેવા અન્ય ભાષાના શબ્દોનો સમાવેશ કરવામાં કોઇ એબ નથી. ઉર્વિશભાઇના લેખમાંથી જ બે ઉક્તિઓ લઉં:
“આઘુનિક દેખાવા કે યુવા પેઢી સાથે તાલ મિલાવવા માટે શહેરી બોલચાલની ભાષાના અંગ્રેજી શબ્દો કે શબ્દઝુમખાં ઠપકારવાં, એ ભાષાનો વિસ્તાર નથી. ભાષાની વિકૃતિ છે.
“વાત ફક્ત પ્રભાવશાળી અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા લેખકથી ભાષાનું ગૌરવ અનુભવવાની વાત હોય તો ગુજરાતી ભાષા પાસે સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર મહાત્મા ગાંધી છે.”
અહીં ગાંધીજી માટે વપરાયેલા ‘બ્રાન્ડ અૅમ્બેસેડર” શબ્દમાં ઉર્વિશભાઇને ભાષાની વિકૃતિ નથી લાગી, કારણ કે આ શબ્દ આધુનિક અને પ્રચલિત શબ્દ બન્યો છે. તે ન્યાયે ગામડાંના લોકો પણ સમજી શકે તેવા અંગ્રેજી, ઉર્દુ કે અન્ય કોઇ ભાષાના શબ્દોનો ઉપયોગ કરવામાં આપણી ભાષાની વિકૃતિ. આ અનુસંધાનમાં મને લંડનમાં આવેલા અનુભવની વાત કરૂં. ત્યાં કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રોનું તેમના વિસ્તારમાં રહેનાર જનતા સમજી શકે તે માટે તેમની ભાષામાં અનુવાદ કરવો જોઇએ તેવો કાયદો છે. એક ભાષાંતરનો નમૂનો: “બાળકોને xxxxxx (કાઉન્સિલનું નામ)ની ધરૂવાડીમાં મોકલવા માગતા વાલીઓ જોગ.” મને આ વાત ન સમજાતાં મૂળ અંગ્રેજી વાંચ્યું: “To the parents who want to send their children to the Council run nurseries..” લંડનમાં વસતા બધા લોકો – ભલે તે ગુજરાતી, સોમાલી કે એરીટ્રીયન હોય, નર્સરી શબ્દ સહુ સમજી શકે. તે રીતે નર્સરીને બદલે બાલવાડી બધા સમજી શકે. ગુજરાતમાં બાલવાડીને બદલે ધરૂવાડી કેટલા લોકો સમજે? હું આને જરૂર ભાષાની વિકૃતિ કહીશ.
મને લાગે છે કે કોઇ પણ ભાષામાં સામાન્ય જનતા સમજી શકે તેવા શબ્દો ઉમેરવામાં આવે કે વાપરવામાં આવે તો તેથી ભાષા સમૃદ્ધ થશે. આજે અંગ્રેજી ભાષા સમૃદ્ધ છે તેનું કારણ તેમાં અન્ય ભાષાના અનેક શબ્દો સામેલ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતીના પણ ઘણા શબ્દો છે. ગુજરાતીમાં સામાન્ય વપરાશતા શબ્દો – સાબુ, ગંજીફરાક, ખમીસ, પાટલુન – આ શબ્દો યુરોપીયન ભાષાઓમાંથી આવ્યા છે. કેવળ ગુજરાતી ભાષાને બચાવવાના બહાનાં હેઠળ કેટલા પરદેશી શબ્દોનો બહિષ્કાર કરીશું? અને પરદેશમાં રહેતા બાળકો ઘરમાં મા-બાપ, દાદા-દાદી સાથે ગુજરાતીમાં વાત કરે તેમાં અંગ્રેજી કે અરબી શબ્દ આવી જાય તો તેમાં આપણી ભાષા મરવાની નથી. બલ્કે તે વૈવિધ્યપૂર્ણ બનશે. ગાંધીજી કહેતા હતા તેમ આપણે એવી ભાષા વાપરવી જોઇએ જેને ગામડા ગામના લોકો પણ સમજી શકે. એવું ન થાય તો ડૉ. રઘુવીરની જેમ ક્લિષ્ટ સંસ્કૃતમય શબ્દો વાપરવા લાગી જઇશું – દા.ત. રેલ્વેના સિ્ગનલ માટે તેમણે સૂચવ્યો હતો તે શબ્દ: “અગ્નિરથ ગમનાગમનસૂચક લોહપટ્ટીકા”! સ્ટેશન માટે “અગ્નિરથ વિરામસ્થાન” !
બાપુ, હમજાય એવું બોલો ને?
માફ કરશો, editingમાં બે-ત્રણ ભુલો થઇ છે, તે આ પ્રમાણે સુધારી લેશો:”તે ન્યાયે ગામડાંના લોકો પણ સમજી શકે તેવા અંગ્રેજી, ઉર્દુ કે અન્ય કોઇ ભાષાના શબ્દોનો ઉપયોગ કરવામાં આપણી ભાષાની વિકૃતિ થતી નથી.” “પાકૃત”ને બદલે ‘પ્રાકૃત’ વાંચવા વિનંતી.
કેપ્ટન સાહેબ,
તમે તો અભિવ્યક્તિને ચાર ચાંદ લગાવી દીધા. ભાષા પ્રજા માટે છે – પ્રજા ભાષા માટે નહીં.
બસ. આ જ ધબકાર ગાજતો કરવાનો છે. આપણી ભાષા માટે સ્વ ગૌરવની ભાવના .
તમે ખુલાસો ન કર્યો હોત તો પણ અમે પ્રાકૃત સમજી જ ગયા હતા !
આ તબક્કે મને શ્રી. જોસેફ મેકવાનની ‘ આંગળિયાત’ યાદ આવી ગઈ. સમાજના વણકર સમાજમાં બોલાતી ભાષા એમાં મુક્ત રીત વાપરી છે – પણ એકે એક પાનું માનવતાથી મહોરે છે. એવું જ સ્વ. ઝવેર ચંદ મેઘાણીનું હતું.
એ સ્પીરીટ ને ગુંજતો રાખવાનો જ આ પ્રયાસ છે.
સુંદર લેખ અને તેના પર ચિંતન મનન કરવા યોગ્ય પ્રતિભાવો વાંચી ને ઍક વાત જરૂર સમજાય છે કે ગુજરાતીઓને પોતાની માતૃભાષા માટે પુષ્કળ માન છે.
ગુજરાત, ભારત કે વિદેશમા રહેવા છતાં માતૃભાષા વિષે આટલૂ ગૌરવ હોવુ ઍ સારી વાત છે. ગુજરાતીને ધબકતું રાખવા માટે આપણે સર્વ જવાબદાર છીઍ. દરેક ગુજરાતી કુટુંબમા અને ગુજરાતી સમાજમા આપણે ગુજરાતીનો ઉપયોગ કરતા રહીશું તો આપણને ગુજરાતી ભાષાનુ શું થશે ઍવો વિચાર કરવાનો વખત નહી આવે.
જ્યાં જ્યાં વસે ઍક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત અને ગુજરાતી !!
ઉલ્લાસ ઓઝા
મોટા ભાગના ગુજરાતીઓને જેમાં સ્વાભાવિક રસ હોય તે બાબત – શેર માર્કેટ – વિશે બ્લોગ ચલાવતા શ્રી. હેમંત ભાઈએ પણ ગુજરાતી બ્લોગમાં ઝંપલાવ્યું છે અને ભાષાની આ ચર્ચામાં રસ દાખવ્યો છે.
એમનો બ્લોગ
http://stockmarketextraincome.blogspot.com/
એમને બ્લોગીંગ પણ કરવા અભિનંદન . એમને મારો સંદેશ …
હેમન્ત બાપુ! બધા શેર તો વેચી સાટીને પરદેશ ભેળો થઈ જ્યો સું!પણ તમારા વાચકોને શિખવાડો કે, આપણી ભાષાના ભાવ આકાશ પહોંચે એટલા કરે.
લે વેચ કરીને ખણખણતા, મુંબાઈગરાની પોટલી જરૂર બાંધે; પણ શેર ગાઈને ગુજરાતીના શેરને શેર કરે !!
શ્રી. રાજ મિસ્ત્રીનો અવાજ –
મને ગુજરાતી હોવાનું ગૌરવ છે અને મારો અભ્યાસ ગુજરાતી અને ઇંગ્લીશ બંને ભાષા મા થયો હોવા છતાં હું પોતે ગુજરાતી બોલવાનું,સાંભળવાનું,વાંચવાનું વધારે પસંદ કરું છું….અને મને વિચારો પણ ગુજરાતી ભાષામાં જ આવે છે!!!!
———————
એમના બ્લોગ પર ગુજરાતીનો મહિમા –
http://rajmistry2.wordpress.com/2010/02/21/આત્મ-ભાષા-માતૃભાષા-ગુજરા/
sorry don’t know how to wright in gujarati!!
”JYA VASE EK GUJRATI TYA VASE AK GUJARAT AVU KIK SAFLYU HATU ..TO BHALA GUJARI BHASHA NE SHU VANDHO AAVSHE???
dont know how to use key bord in gujarati
શ્રી સુરેશભાઈ
ગુજરાતી ભાષા માટે જે કોઈ પ્રયત્નો થઈ રહ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય તો છે જ પણ તેમ કરનારાઓ ધન્યવાદને પાત્ર છે. માફ કરજો જે પ્રતિભાવો ગુજરાતીને બચાવવા અંગ્રેજીમાં લખાયા છે તે ખચિત પણે માત્ર પોતે પણ ગુજરાતી ભાષાને બચાવવા થઈ રહેલા પ્રયાસોમાં સામેલ છે તેવો નર્યો દંભ કરતા હોય તેવી સંભાવના વધારે જણાય છે. અંગ્રેજીમાં લખનારાઓ શક્ય છે કે ગુજરાતી ટાઈપ નહિ જાણતા હોય પરંતુ પોતાના વિચારો વ્યકત કરવા ભાષા ગુજરાતી વાપરી લીપી અંગ્રેજી રાખી લખી શક્યા હોત ! ખરું કહુ તો આ અંગ્રેજીમાં જ પોતાની અભિવ્યક્તિ કરી શકાય તેવા લોકોની ગુજરાતી બચાવોની ઝુબેશને લોકપ્રિય બનાવતી અટકાવે છે. શક્ય છે કે આ લોકોના બાળકો પણ અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ કરી ર્રહ્યા હોય કે કર્યો હોય ! જ્યાં સુધી શુધ્ધ અને પ્રમાણિક અને નિખાલસતાથી કોઈ પણ પ્રવૃતિ હાથ ના ધરાય અને વિચાર-વાણી અને વર્તનમાં એક વાકયતા નહિ આવે ત્યાં સુધી કોઈ પણ વિષય અંગેની ચળવળ સફળતાને ના પામે તેવી મારી મકકમ માન્યતા છે. અસ્તુ ! વધારે શું લખુ ? તેમ છતાં મને આપની જીંદગીભર અંગ્રેજીમાં જ વ્યવહાર કર્યો હોવા છતાં આપનો આ લેખ ગુજરાતીમાં મૂકવાની નિખાલસતા ખૂબ જ ગમી છે ! પ્રતિભાવો આપનારા કોઈની લાગણી દુભાવવા નો કોઈ ઈરાદો નથી પરંતુ સાચી વાત તરફ અંગુલિનિર્દેશ કરવાનો માત્ર પ્રયાસ છે માટે તે પરિપ્રેક્ક્ષ્યમાં સમજવા વિનંતિ !
સ-સ્નેહ
અરવિંદ
માનનીય અરવિંદ ભાઇ,
તમારી ભાવના હું બહુ જ સારી રીતે સમજું છું; છતાં આ બાબત કદાચ સમ્મત થઇ શકતો નથી કે, અંગ્રેજીમાં ગુજરાતી પ્રેમ દાખવનાર દંભી છે.
મારી પોતાની પસંદગી એ રહી છે કે, ગુજરાતી તો ગુજરાતી લીપીમાં જ વાંચવી ફાવે છે. રોમન લીપીમાં લખેલ વાત વાંચવી બહુ મુશ્કેલ બને છે. આથી જે ગુજરાતી ટાઇપ ન કરી શકતા હોય, તેઓ અંગ્રેજીમાં લખે તે મને વધારે ઠીક લાગે છે.
ગુજરાતી પ્રેમ એટલે અંગ્રીએમો વિરોધ ; એ રીત આપણે છોડવી ઘટે. જ્ઞાન/ વિજ્ઞાન અને વ્યવસાય માટે અંગ્ર્રેજી અને રોજના વ્યવહાર અને કલા પ્રવૃત્તિ / સાહિત્ય શોખ માટે ગુજરાતી – આ મધ્યમ માર્ગ મને શ્રેષ્ઠ લાગે છે.
ગુજરાતી પ્રેમ એટલે અંગ્રેજીનો વિરોધ …
શ્રી સુરેશભાઈ
કોઈ પણ મુદે વિચાર ભેદ આવકાર્ય છે પણ જ્યારે એક એવી વાત જનસામાન્ય સમક્ષ લઈને આપણે જતા હોઈએ ત્યારે અને જ્યારે કોઈ મુદાને ચળવળ જેવું સ્વરૂપ આપતા હોઈએ અને જે પ્રવૃતિમાં જન સમુદાયને જોડવાનો સભાન પ્રયત્ન કરવાનો હોય અને જન આંદોઅલન ચલાવી લોક મત કેળવવાનો હોય ત્યારે સામાન્ય જન સમુદાય આપણી વાત તેમની ભાષા અને તેમની કક્ષાએ જઈ કહેવામાં આવે તો જ યથાર્થ ગણાય અને અસરકર્તા પણ બને ! એક વાત તરફ આપનું ધ્યાન દોરું કે આપણાં દેશમાં છેલ્લા 30 વર્ષોમાં રામ કથા-ભાગવત કથા-ગીતા પ્રવચનો વગેરે ધાર્મિક વ્યાખ્યાનોના ઘોડાપૂર/સુનામી આવ્યા છે અને પરિણામે આ દેશના લોકોની નૈતિકતા કે આધ્યાત્મિક ધોરણ સર્વોચ્ચ સ્થાને પહોંચી જવું જોઈતું હતું તેને બદલે અનૈતિકતા-અપ્રમાણિકતા-લૂટ્-ચોરી-બળાત્કાર-ભ્રષ્ટાચાર વગેરે મોટી સંખ્યામાં વધ્યા છે. ગંદકી-ખાધ્ય-પેય પદાર્થોમાં ભેળસેળ્ અરે દવા પણ ભેળસેળમાંથી બાકાત રહી નથી ! ધન અને ભૌતિક સુખ ગમેતે ભોગે મેળવી લઈ સમાજમાં પ્રતિષ્ઠા જમાવવી અને કમભાગ્યે સમાજના મૂલ્યો પણ ધનિક હોય તેમન માન-આદર થયા છે અને તેના મુખ્ય કારણમાં આ કથા-પ્રવચનો-વ્યાખ્યાન કરનારાઓની જીવન પધ્ધ્દ્તિ રહી છે. કથા કરનાર માટે એસી ઝુંપડી બનાવાતી હોય તમામ ભૌતિક સુખ સાધનો તેમની સેવામાં હાજર હોય અને તે શ્રોતાઓને સાદાઈથી જીવવા વગેરે બોધ આપે તો તેની અસર ક્ષણિક કથા શ્રવણ પૂરતી જ રહે તે જીવન શૈલી ના જ બને ! અને તેવું જ થયું છે ! અલબત્ત આપનો મત અલગ હોઈ શકે અને તે વિષે મને કોઈ ફરિયાદ નથી. અસ્તુ !
સ-સ્નેહ
અરવિંદ
મને લાગે છે કે આપ મારી વાત હું બરાબર સમજાવી શક્યો નથી. હું પણ અંતિમવાદી નથી. ગુજરાતીમાં પ્રતિભાવ લખતા અંગ્રેજી કોઈ અંગ્રેજી શબ્દો કે કેટલાક વાક્યો પણ આવી શકે તે સમજી શકાય પણ પૂરેપૂરો પ્રતિભાવ માત્ર અને માત્ર અંગ્રેજીમાં જ વ્યકત કરનારની નિષ્ઠા વિષે મને શંકા થયા કરે ! આ તો એવી વાત થઈ કોઈ કોઈને ગળે ટૂંપો આપે અને કહેતો પણ રહે કે આતો તને બચાવવાનો સંનિષ્ઠ પ્રયત્ન છે ! મારો ગુજરાતી પ્રેમ એ અતિમ વાદી નથી જનથી! જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં અંગ્રેજી શબ્દોને પણ હંમેશ માટે સ્વીકારી લેવા જ રહ્યા તેમ પણ માનું છું ઉપરાંત અંગ્રેજીનું મહત્ત્વ પણ આંતરરાષ્ટ્રિય ધોરણે સ્વીકારું છું પરંતુ જ્યારે ગુજરાતીના બચાવ માટે નીકળ્યા હોઈએ ત્યારે વિચાર-વાણી અને વર્તનમં એક વાક્યતા હોવી તે પૂર્વ શરત બની રહેવી જોઈએ. ખેર ! આપ સૌ તો ભાષાવિદ છો મારાથી વધારે વિધ્વાન અને અનુભવી પણ છો વિશાળ વાચન પણ ધરાવો છો હું તો એક સામાન્ય જન સમુદાયનો માત્ર પ્રતિનિધિ છું અને મારાં વિચારો અત્રે મૂકતો રહુ છું ! અસ્તુ !
સ-સ્નેહ
અરવિંદ
આ ચર્ચાને સામાન્ય લોકોએ જે ઉમળકાથી વધાવી લીધી, તે જોતાં આપણને સૌને આનંદ થાય તેમ છે.
પણ…
ખાસ નોંધવા લાયક બાબત : –
આ લેખની જાહેરાત મારા જાણીતા સાહિત્યકારો, ભાષા શાસ્ત્રીઓ અને બ્લોગરોને મોટા પાયે કરી હતી. તેમનો કુલ આંક સોની ઉપર છે…
પણ…
એમાંના આંગળીએ ગણી શકાય , તેટલા સિવાય કોઈએ પોતાના વિચાર વ્યક્ત કરવાની તસ્દી લીધી નથી!!!
પ્રશ્ન: “ગુજરાતી ભાષા બોલનારા ગુજરાતીઓનો આંકડો કરોડમાં છે. છતાં, ભાષા લુપ્ત થવાની બૂમો શા માટે?”
જવાબ:
यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन:
“જે પ્રકારનું આચરણ શ્રેષ્ઠ (અહીં ’ભણેલા’) લોકો કરે છે તે પ્રકારનું આચરણ બાકીના અનુસરે છે”
’આગબોટ’ કે ’લોકશાહી’ જેવા શબ્દો શોધનારું, ગમે તે ભાષાના શબ્દો વણી લેનારું આપણું ગુજરાતીપણું – જ્યારે અંગ્રેજીમાં પણ લાગુ પડે છે ત્યારે આપણને ચિંતા શા માટે થવી જોઇએ? ભાષાને શું વળગે ભૂર? રણમાં જે જીતે તે શૂર!
ખરી ચિંતા કરવી હોય તો એ કે “ડાહ્યો ગુજરાતી” મરવા પડ્યો છે – એની ભાષા તો “મર્ય મરતી”!
સારા ઘરની ગૃહિણીઓ તોફાનમાં લુંટાતા સ્ટોરમાંથી વસ્તુઓ લઈ આવે અને એનું ગૌરવગાન કરે; ગુજરાતની નવરાત્રી આખા દેશમાં મુક્તાચારોત્સવ (કે વ્યભિચારોત્સવ) તરીકે ખરડાય; રૂઢિચુસ્ત વેપારી કુટુંબોના દિકરા ડ્રગ્સના વેપારની ગેંગવૉરમાં અપહૃત થાય; અનેકાન્તવાદી ગુજરાતના સમાજને અંતિમવાદી ચિતરી મારવાનાં કારણો મળે – તે બધું વધુ ચિંતા કરવા જેવું છે.
પ્રમથ ભાઇ,
તમે બહુ જ મુદ્દાની વાત કહી. ગુજરાતીની ચિંતા , અને તમે કહેલ અનાચાર અંગેની ચિંતા – બન્નેના મૂળમાં કથળતા જતા સામાજિક મૂલ્યો છે.
ગાંધી યુગમાં જે સામાજિક મૂલ્યો પ્રવર્તમાન બન્યા હતા; તે આઝાદી પછીની સત્તા અને સમ્પત્તિની દોડમાં વિસરાયા છે. કદાચ ગાંધીજીની ઘણી બાબત – ખાદી જેવી – પ્રસ્તુત નથી રહી; પણ ગાંધીત્વ – સત્ય અને અહિસા ( કો ઇને હાનિ ન પહોંચાડવી – માનસિક સમેત) હવે મૂર્ખામી ગણાતા થયા છે. સત્યનિષ્ઠા અને પ્રમાણિકતાની હાંસી થાય છે.
——–
જોડણી સુધારના પ્રામાણિક , વૈજ્ઞાનિક, સરળતા આપે તેવા અને જનકલ્યાણકારી પ્રયત્નોની વિડંબના કરાય છે –
દા.ત. શ્રી. Me Gujju ? ની કોમેન્ટ જુઓ – એને આ ચર્ચા સાથે શો સંબંધ છે? એવાં તત્વોમાં પોતાનું સાચું નામ આપવાની હિમ્મત પણ નથી. છડેચોક અશુદ્ધ લખાય છે તેમાં આ સજ્જનોને કશો છોછ કે દરિદ્રતા નથી જણાતી.
[ ડોન્ટ યુ ગેટ ધ પોઈન્ટ ? સાર્થજોડણી વાળાને લ્યુર કરી અહીં લઈ આવવાની કળા કહેવાય. લ્યોર કે લ્યુર ? અને આ માટે તેઓશ્રી ગુજરાતી વાક્ય ‘ તમે ન સમજ્યા?’ અને શબ્દ ‘ આકર્ષવા’ નથી વાપરી શકતા?)
બધા સામાજિક રોગોના મૂળમાં આ નીતિનાશ છે. એનું ઓસડ કોની પાસે છે?
Arvind Adalja ni comment adbhut chhe. (Adalja saheb, Guj shabdo roman lipi ma lakhu tyare ‘adbhut’ lakhu ke ‘adbhoot’? ‘Comment’ lakhu ke ‘koment’?) Jene Gujarati no paksha levo hoy tene “internet jeva techno-centric media ma, uni-code jeva nascent font thi, Guj typing jevi aghari vidya vade” Gujarati ma j lakhvu pade?? Aa to sarkari abhigam chhe.
Tamne khabar chhe, anhi Amdavad RTO ma tamare license joitu hoy to ek pariksha aapvi pade chhe. Je computer par besi ne aapvani hoy chhe!! Eno matlab e thayo ke tamne gadi chalavta aavde to pan jo computer chalavta na aavde to license na male! Similarly, mara jeva ne jo unicode Guj typing na aavde to mane Gujarati ni vaat karva nu license Adalja saheb na aape.
Aa to saru chhe ke Jaani saheb jeva samju sahebo thoda chhe, nahi to amara jeva abudho nu to koi vaanche pan nahi, hen!
-Kiran
કિરણભાઇ, મારો મુદ્દો એ છે કે, વાંચવાનું તો આપણી લીપીમાં જ ફાવે ને? વાચકોની સુવિધા જોવી એ લેખક માટેસારું કે નહીં?
———–
Kiran bhai
Maaro muddoe chhe ke, vaachavaanu toaapaNee leepeemaa j faave ne?
vaachakonee suveedhaa jovee e lekhak maate saaru ke nahee?
—————-
Honestly tell me which is easier to read? And if one is tuned to use of computer learning to transliterate in Gujarati is not that difficult. Housewives do it.
But…
One has to be prepared for a change .
If people accept UNJHA , it will make writing easier !!
શ્રી કિરણ ત્રિવેદી આપનો પ્રતિભાવ મારાં પ્રતિભાવના પ્રત્યુત્ત્રર રૂપે વાંચ્યો. સૌ પહેલાં આપને અભિનંદન અને ધન્યવાદ કે આપે આપના પ્રત્યુત્તરમાં રોમનલીપી વાપરી ગુજરતીમાં જણાવ્યો ! આપના જણાવ્યા પ્રમાણે ગુજરાતી બચાવો –ગુજરાતી ભાષા પરિષદનો નિર્ણય/ઠરાવ છે અને તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવા પરિષદ અને હોદેદારો પ્રતિબધ્ધ છે તેમ હું સમજ્યો છું. અને મારી આ સમજ સાચી જ હશે તેમ ધારું છું. આપે આપના પ્રતિભાવમાં ( અડાલજા સાહેબ ) જેવા શબ્દો વડે સંબોધન કર્યું છે જે આપનો મારા પ્રતિભાવ તરફનો આપનો રોષ પ્રગટ કરી દે છે ! બીજું મારો પ્રતિભાવ આપને ફરી એક વાર વાંચી જવા વિનંતિ મેં કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે સૌને ગુજરાતી ટાઈપ આવડવું આવશ્યક છે. વધુમાં આપે પૂછેલ છે કે કોમેંટની જોડણી કેમ કરવી એક વાત કહું કિરણજી કે આપ રોમન લીપીમાં ગુજરાતી શબ્દોની આપને ઠીક પડે તે રીતે જોડણી કરશો તો પણ તે શબ્દ નો અર્થ અને ધ્વનિ ગુજરાતી જ રહેશે ! અને વાચનારને પણ સમજાઈ જશે ! આપે કહ્યું કે આ સરકારી અભિગમ છે પરંતુ મને કહેવાદો ના નહિ જ આ સરકારી અભિગમ ખચિત નથી જ નથી ! પરંતુ ગુજરાતી બચાવનારાઓની ગુજરાતી તરફની પ્રતિબધ્ધ્તા અને સમર્પણની કસોટી છે. આપ સૌ અર્થાત ગુજ્.ભાષા પરિષદ અને તેના હોદેદારો આ વિષે ખરા અર્થમાં સમર્પિત છો ખરા ? આપ જેવા ભાષાવિદ સાહિત્યકાર ચિંતક અને ઉચ્ચ સ્થાને બીરાજેલા પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર જ્યારે આવી સરકારી અભિગમ અને લાયસંસ અડાલજા સાહેબ ના આપે તેવી બાલીશ દલીલ કરી પોતાની વાત વ્યાજબી ઠરાવવાની કોશિશ કરે તે ખૂબજ દુઃખદ છે. અલબત્ત આપનો કટાક્ષ હું સમજી શકું છું તો પણ મને કહેવાદો કે આપ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત પાસેથી આવી ક્ષુલ્લ્ક દલીલની અપેક્ષા ના જ હોય ! એક વાત હું બહુ જ દ્રઢ્તા અને મક્ક્મતાથી માનું છું કે જ્યારે કોઈ પણ મુદા કે વિષયને સામાન્ય લોકો સુધી પહોંચાડી ઝુંબેશ્/ચળવળમાં સહભાગી ના બનાવાય ત્યાં સુધી કોઈ ઝુંબેશ/ચળવળ સફળ ના થઈ શકે ! અને આ વાત લોકો સુધી પહોંચાડવા માટે શરૂ કરનારે સંપૂર્ણ સમર્પિત થઈ પોતાની પ્રતિબધ્ધતા સાબિત કરવી જ રહી ! અને તે માટે આપના સહિત તમામ હોદેદારોએ જો ગુજરાતી ટાઈપ શીખવું પડે તો શીખવું જ રહ્યું ! આપની જાણ માટે મેં મારી સમગ્ર બેંકની નોકરીની કારકીર્દી દરમિયાન અંગ્રેજી ટાઈપ પણ શીખ્યો નહિ હતો. કોમ્પ્યુટર શીખવા માટે તે શીખ્યો અને ત્યારબાદ ગુજરાતીમાં બ્લોગ લખવા ગુજરાતી ટાઈપ પણ શીખી ગયો અને આ હું 68 થી 71ની વયમાં શીખ્યો છું. વિચાર વાણી અને વર્તનમાં એક વાક્યતા કે એક સુત્રતા ના હોય તો ક્યારે ય કોઈ ઝુંબેશ્/ચળવળ સફળતાને ના વરે તેવી મારી મક્કમ માન્યતા છે. આ વિષે આપનું ધ્યાન દોરું 17 જાન્યુઆરી 2010ના સંદેશની પૂર્તિમાં શ્રી મોહમ્મ્દ માંકડનો કેલિડોસ્કોપ માં ગુજરાતી બોલો- ગુજરાતી વાંચો -ગુજરાતી લખો માંથી થોડું અવતરણ આપના તાત્કાલિક ધ્યાન ઉપર આવે માટે અહિ મૂકી રહ્યો છું અને તે માટે શ્રી સુરેશભાઈએ જણાવેલો પ્રતિભાવ પણ મૂકેલ છે જેથી મારી વાત સ્પષ્ટ રીતે સમજી શકાશે તેવી આશા અસ્થાને નહિ ગણાય !
1. અહીં એક વાત યાદ આવે છે. એ વાત લખતાં થોડો સંકોચ થાય છે. કારણ કે એ મારા આચરણની વાત છે. છતાં લખું છું કારણ કે એ માતૃભાષા ઉપરના પ્રેમની વાત છે.
એ વાત અત્યારે એટલા માટે લખું છું કે થોડા દિવસો પછી ગાંધીનગરમાં ‘વિશ્વ ગુજરાતી પરિષદ’ મળશે. એ વખતે શું બનશે, કોણ શું બોલશે, કઈ ભાષામાં વાતો થશે એ હું જાણતો નથી. પરંતુ પ્રથમ વિશ્વ ગુજરાતી પરિષદ ઘણું કરીને એ પ્રથમ પરિષદ જ હતી – એ વખતે જે બન્યું હતું એ આજેય સ્મૃતિમાં છે.
એ વખતે હું ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રમુખ હતો. પરિષદમાં ભાગ લેવા માટે ૧૯૮૩ના ઓગસ્ટ મહિનામાં હું પોતાના ખર્ચે ઈંગ્લેન્ડ ગયો હતો. કારણ કે માધવસિંહ સોલંકીની સરકારે ‘સરકારી અકાદમીના પ્રમુખ’ના પ્રવાસ માટે નાણાંની કશી જોગવાઈ નહોતી કરી અને અકાદમીના પ્રમુખ તરીકે મારે પરિષદમાં વક્તવ્ય આપવાનું હતું.
પરિષદનું પ્રથમ અધિવેશન હોવાથી અનેક દેશોમાં વસતા વિદ્વાનો એમાં ભાગ લેવા આવ્યા હતા. હું બોલવા માટે ઊભો થયો એ પહેલાં અનેક વિદ્વાનો બોલ્યા હતા. સ્વાભાવિક રીતે જ એ બધા અંગ્રેજીમાં બોલ્યા હતા. હું પણ મારું વક્તવ્ય અંગ્રેજીમાં તૈયાર કરીને ગયો હતો. પરંતુ બોલવા માટે ઊભો થયો ત્યારે કોણ જાણે મન બદલાઈ ગયું. આખો હોલ શ્રોતાઓથી ભરચક હતો. તૈયાર કરેલા ભાષણનો કાગળ બતાવીને મેં કહ્યું કેઃ “ભાષણ તો હું અંગ્રેજીમાં તૈયાર કરીને આવ્યો હતો પણ આટલા બધા ગુજરાતીઓ સામે માતૃભાષા ગુજરાતીના બદલે અંગ્રેજીમાં બોલતા મને શરમ થાય છે.”
માસુરેશ જાની Says:
January 18, 2010 at 8:36 am | Reply edit
અનેક વિદ્વાનો બોલ્યા હતા. સ્વાભાવિક રીતે જ એ બધા અંગ્રેજીમાં બોલ્યા હતા.
આ સાચી હકીકત છે. અહીં અમેરીકામાં જન્મેલા બાળકો અંગ્રેજીમાં બોલે તે સમજી શકાય, પણ દેશમાં જ ઉછરેલા મોટાંઓ પણ મોતે ભાગે અંગ્રેજીમાં જ બોલવાનું પસંદ કરતા હોય છે. અમારે ત્યાં ગુજરાતી કવી સમ્મેલનમાં પણ આમ જ થાય છે. આવા બે એક સમ્મેલનમાં મેં તો ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખ્યો હતો.
=====================
ખરેખર તો આપણે ગુજરાતીને વધુ સમૃદ્ધ કરવાની જરૃર છે, વધુ શુદ્ધ નહીં. અંગ્રેજોએ અંગ્રેજી ભાષા માટે જે કર્યું તે આપણે કરવાની જરૃર છે. અંગ્રેજી ભાષાને સમૃદ્ધ કરવા માટે એક સમયની અન્ય સમૃદ્ધ ભાષાઓ ફ્રેંચ, અને ખાસ તો અરબી અને સ્પેનિશ જેવી ભાષાના શબ્દોને એમણે કશાય છોછ વિના અપનાવી લીધા.
આ વાત પણ ગમી. આપણા અતી ઉત્સાહી લોકો ગુજરાતામાં વધી રહેલા અંગ્રેજી શબ્દો માટે બળતરા કાઢે છે. પણ આ સાવ સ્વાભાવીક પ્રક્રીયા છે. જ્યારે બધા વ્યવસાયીક અને નોકરીયાત લોકો દીવસના જાગૃત ભાગનો મોટો ગાળો ઓફીસમાં ગાલતા હોય, ત્યાં આમ બનવાનું જ. એનો છોછ પણ આપણે કાઢવો રહ્યો.
સામાન્ય વાતચીતમાં પણ પીતા, માતા, પતી, પત્ની… શબ્દો પણ વપરાય છે ખરા?
અંતમાં શ્રી ઉર્વીશ કોઠારીનું સુચન કે ગુજરાતી બચાવો ના વિકલ્પે ગુજરાતીનો મહિમા કરો મારા મતે મને વધુ હકારત્મક અને અસરકારક જણાય છે. અસ્તુ ! ફરી એક વાર મને કહેવા દો કે મારા અત્રે વ્યકત કરેલા વિચારોથી આપ કોઈને દુઃખ થયું હોય કે લાગણી દુભાય હોય તો મને ઉદાર દિલે દરગુજર કરશો !
મારા કોમ્પુટર નુ સેટ્ટિન્ગ્સ ગુજરાતી છે.
I can’t see sunset of Gujarati in far future…
ઉર્વીશ કોઠારીને જો તેમના લખાણની પડખે ઉભવું હોય તો તેમના લખાણના નીચેના ટુકડાઓનો વીસ્તાર કરવો પડે, શીવાય કે કોઠારી તેમના ચાહકો તેમને मुगले आझम કહે તેથી કૃતાર્થ ગણતા હોય.
“ગુજરાતી બચાવ” ના વરસ અગાઉના ધુરંધરોએ પણ ચર્ચામાં પડવું પડે. કોઠારી તેમણે ખરચેલ સમય અને શક્તીને વાજબી ગણતા જણાતા નથી.
આ માટે કોઠારીના બ્લોગ ઉપર ન જતાં અહીં http://groups.google.com/group/soc.culture.indian.gujarati/topics?lnk=srg&hl=en ઉપર આવી લખવું પડે.
-* ભાષાના કહેવાતા રક્ષણહારો-તારણહારોની આંધળીબહેરી ચિંતા
-* ‘ગુજરાતી બચાવો’માં કારકિર્દી બનાવવી… ગુજરાતીના ઉદ્ધારક તરીકે
-* પેશ …
-* ભાષા લુપ્ત થવાની બૂમો શા માટે?
-* અંગ્રેજી શીખવવાનો અધકચરો છતાં એકમાત્ર રસ્તો,
-* બાળકને ઈંગ્લીશ મિડીયમની સ્કૂલમાં મૂકી દેવાનો છે.
-* ઈંગ્લીશ મિડીયમમાં બાળકને ભણાવવાનો વાંધો નથી, પણ એ મિડીયમને સફળતાના
-* પર્યાય તરીકે ગણવામાં ગોટાળો છે. લોકો એટલું પણ વિચારતા નથી કે એક
-* જમાનામાં ગુજરાતી માઘ્યમમાં હતાં, એથી પણ વઘુ વિદ્યાર્થીઓનાં ટોળાં,
-* યોગ્ય શિક્ષકો કે પૂરતી સજ્જતા ન હોય એવી ઈંગ્લીશ મિડીયમની શાળાઓમાં
-* ઉભરાઇ રહ્યાં છે, તો એ બધાં કેવી રીતે સફળ થઇ જશે?
-* ઈંગ્લીશ મિડીયમમાં ભણતા બાળક માટે ઈંગ્લીશને અપનાવવા જેટલું જ ગુજરાતીને
-* તરછોડવું જરૂરી ગણવામાં આવે છે, એ સૌથી કમનસીબ બાબત છે. આ કાવતરામાં સૌની
-* સહિયારી જવાબદારી છે. વાલીઓને બાળક અંગ્રેજી બોલે એટલાથી ગૌરવ થતું નથી.
-* ગુજરાતી ન આવડે તો જ પોતે અંગ્રેજી મિડીયમમાં ન ભણ્યાનો વસવસો કરતાં
-* માતાપિતાનો મોક્ષ થાય છે. સ્કૂલમાં ફરજિયાત રીતે અંગ્રેજી અને અંગ્રેજી
-* નહીં તો હિંદી પણ ગુજરાતી તો નહીં, નહીં ને નહીં જ, એવો નિયમ રાખવામાં
-* આવે છે. એટલે નખશીખ ગુજરાતી પરિવારનાં ઈંગ્લીશ મિડીયમમાં ભણતાં બાળકો
-* ઘરમાં કે મિત્રો સાથે હિંદી-ઈંગ્લિશમાં વાતો કરે છે અને એકબીજાને આંજવાની
-* પ્રક્રિયામાં એકબીજાથી અંજાય છે.
-* ભાષાની બ્રીફ લઇને ફરનારા અણઘડ વકીલો…
-* ગુજરાતીને
-* બચાવવાનો દાવો મોટો અને ગેરરસ્તે દોરનારો છે.
-* વૈજ્ઞાનિક અભિગમ અને માતૃભાષાનું વૈજ્ઞાનિક મહત્ત્વ …
-*સમાજના સફળ-
-* પ્રભાવશાળી વર્ગમાંથી ગુજરાતીનો મહિમા વહેતો કરવો
-* ગુજરાતી જાણતા-
-* ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે -* પોતાની લાગણી જાહેર ન કરી શકે?
http://urvishkothari-gujarati.blogspot.com/2010/02/blog-post_16.html#comments ઉપરની એક લીંકે અહીં પહોંચાડ્યો છે.
ઉપર ક્યાંય પણ ઉર્વીશ કોઠારીએ કોઇ પણ લખનારના મુદ્દા ઉપર પોતાનો પ્રતીભાવ લખ્યો ખરો?
લખેલનો જાતે જ રીપ્લાય લખું છું બે કારણે. એક તો સુરેશ જાનીએ તે કાઢી ન નાખ્યું તે બદલ તેમનો આભાર માનવા અને તે લખાણના જવાબમાં કોઠારીએ લખ્યું ” શ્રી જોશી,
મને તમારા જેવા, મૂળભૂત વિનયવિવેક વગરના અને સામેવાળાનું સાંભળ્યા વિના ફક્ત જમાદારી હાંક્યે રાખતા, માણસ સાથે કોઇ પણ પ્રકારની ચર્ચા કરવામાં રસ નથી. હવે પછી મને મેઇલ ન કરવા વિનંતી.
ઉર્વીશ
Keep In Touch at
http://www.urvishkothari-gujarati.blogspot.com” તે ચર્ચીઓને જણાવવા.
લખાણ યુઝનેટ ઉપર મુકી કોઠારીના બ્લોગ ઉપર મુકવાની કોશીશમાં અહીં આવી ચડ્યો.
મને કોઠારીનું લખાણ ઉત્તમ ગજ્જરે મોકલાવેલ અને ગજ્જરને કોઠારીએ પ્રતીભાવો આવે તો જાણ કરવા લખેલ.
ગજ્જર મારફત પ્રતીભાવ કોઠારીને મોકલવા કરતાં કોઠારીના બ્લોગ ઉપર જ મહેનત કરી પ્રતીભાવ મુક્યો.
તેમના બ્લોગનો ઇન્ટરફેઇસ આ બ્લોગ જેટલી પણ સગવડ ધરાવતો નથી, અને કોઇ બ્લોગ યુઝનેટની ગુગલની સગવડ જેટલી સગવડ ધરાવતો નથી.
ખેર!
“ઉર્વીશભાઈ… આખી વ્યવસાયી જિંદગીમાં કેવળ અંગ્રેજીમાં જ વ્યવહાર કરનાર, આ જણ” tried to look up web to get this. Perhaps Suresh Jani will elaborate.
અવશ્ય.
મેં 35 વર્ષ પાવર ઈંડસ્ટ્રીમાં કામ કર્યું છે. બધો લેખિત વ્યવહાર અંગ્રેજીમાં જ થતો હતો. આથી ગુજરાતી ભાષા અંગે હું ઓથેન્ટીક ( પ્રમાણભૂત?) રીતે કશું ન કહી શકું.
એ તો આપના જેવા પ્રસિધ્ધ ભાષાશાસ્ત્રીનો વિશેષાધિકાર છે અને રહેશે.
પણ મારી ભાષા માટેની મારી પોતીકી લાગણી જ અહીં દર્શાવી છે.
“આ જણ” appeared to mean Urvish Kothari
કોઠારીના લખાણમાંથી સુરેશ જાનીએ તારવીને અહીં મુકેલ નીચેનાં અધ્ધર ફેંકેલાં છે
-* ઈંગ્લીશ મિડીયમમાં ભણતા બાળક માટે ઈંગ્લીશને અપનાવવા જેટલું જ ગુજરાતીને તરછોડવું જરૂરી ગણવામાં આવે છે
-* ગુજરાતી જાણતા-ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે?
-* ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલવાને બદલે
કદાચ જાની તેને વાજબી ઠેરવી શકે, કોઠારીને તેમ કરવામાં રસ કે જવાબદારી જણાતાં નથી.
માનનીય દયાશંકર ભાઇ,
આ મારો બ્લોગ છે. એમાં હું મારા વિચારો વ્યક્ત કરું છું. કોઇ તેમાં પ્રતિભાવ આપે કે નહીં – તે માટે હું આગ્રહ ન રાખી શકું.
—————
ઉર્વિશભાઇના લેખના, મને ગમેલાં અને વ્યવહારમાં અનુભવેલા ટાંચણથી આ લેખની શરૂઆત કરી છે – બસ! એટલું જ.
You accept “ગુજરાતીને તરછોડવું જરૂરી” on part of parents who enrol their children to English medium schools?
Expectation is from which particular “પ્રસિદ્ધ લોકો” ?
Have you come across any Gujarati who ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલે ?
Every language has its own beauty and limitations. Gujarati can not be a substitute of English and English can not be a substitute of Gujarati. Both have different background, dimensions and life cycle.
To my understanding every Indian must learn at least three languages his/her own mother tongue (In our case it is Gujarati), our national language (Hindi) and English. If some one is fond of other languages, it will be an additional feather. This is the demand of the time.
Gujarati is not dieing but changing its form and many are not ready to accept such changes, as it sounds entry of foreign language.
If you look at English of today, you will also feel it is dieing, as the youngsters have already started using abbreviations like U for YOU. (Read SMS and conversation of youngsters on net) In few years we will find a new English language. Change is natural and we are compelled to accept it.
English is very vital to be taught in schools in Gujarat. Even after 60 years of stress on Gujarati and Hindi, good material is not available to Gujarati children to compete effectively with children of all other Indian states in entrance to IIT and such.
Gujarati children do not need to spend any school years time to learn Hindi.
People should agitate to get english back from 5th standard.
English medium schools can work only for less than one percent of those in India.
Though India will depend very long for materials produced in English in the West.
ઇમેલમાં મળેલ એક અભિપ્રાય …
ભાષા બચાવવા ભાષાને પરિવર્તનશીલ રાખવી પડે. નવા શબ્દો – અપશબ્દો (ગાળો સહીત) સ્વીકારવાં પડે. નવી પેઢીની નવી અભિવ્યક્તીને અપનાવવી પડે. તેને વાપરતા રહેવામાં નવી પેઢીને કંઈક stake દેખાવો જોઈએ. ‘લાગણી’ અને ‘ગૌરવ’નું અફીણ તેમને અસર નથી કરવાનું. પંડિતોની નહી, આમ આદમીની ભાષા આમ આદમીનું વ્યાકરણ સ્વીકારવું પડે. અન્ય પ્રાંત – સમાજ – સંસ્કૃતિમાં ઉદ્-ભવેલા શબ્દોના ગુજરાતી પર્યાય શોધવાની જીદમાં પડવાને બદલે કે ‘અમારી મહાન સંસ્કૃત ભાષામાંથી તો બધું જ જડી આવે’ (કોમ્પ્યુટર = સંગણક)વાળી લઘુતા ગ્રંથિથી પીડાયા વગર તેમને જેમના તેમ સ્વીકારવાની દરિયાદિલી રાખવી પડે. (જુઓ, દરિયાદિલી પણ ઉર્દુ/ફારસી શબ્દ છે ને!) પરપ્રાંતિય કે વિદેશી સહેલાણીઓ સહેલાઈથી કામચલાઉ ગુજરાતી વાક્યો શીખી શકે તે માટે તેવા વાક્યોની યાદી, તેના અર્થ અને તેના નાગરી અને રોમન લીપીમાં ઉચ્ચારણોનું પ્રચાર સાહિત્ય (How are you?= kem chho? = केम छो? ) એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, હોટેલો, બસ સ્ટેશન, ઓટોરીક્ષા, પર્યટન સ્થળો, વેબ સાઈટ વગેરે જગ્યાએ ઉપલબ્ધ કરાવવું પડે. અભિવ્યક્તિ, વિચાર કે વાતમાં કેટલો દમ છે તે જોવાને બદલે જોડણી અને વ્યાકરણની ભૂલો શોધવાનો વિકૃત આનંદ લેવાનો બંધ કરવો પડશે. સરકાર કે ગુજરાતી સાહિત્ય પરિષદ કે એવી કોઈ સ્વાયત્ત સંસ્થા છે ખરી જે મોબાઈલ ફોનમાં ગુજરાતીમાં એસ એમ એસ કરવાના તૈયાર સોફ્ટવેર વિષે સંશોધન કરતી હોય. ગુજરાતીમાં ઈ-મેઈલ કરવાના સોફ્ટવેર વિષે સંશોધન કરતી હોય. ગુજરાતી ઈ-થેસોરસ, ઈ-ટ્રાન્સલેટર વિષે સંશોધન કરતી હોય. ગુજરાતીમાં ઈ-જોડણીકોશ કે સ્પેલ-ચેક વિષે સંશોધન કરતી હોય. ચંદરીયા ફાઉન્ડેશન જેવાં એકાદ નામ મળી આવે પણ તેને પ્રચલિત કરવાનું શું ? એ કામ પણ ગૂગલ કરે છે ( ભલે વ્યાપારિક આશય હોય) તો સાચા અર્થમાં આપણી ભાષાની સેવા તે કરે છે. (આ ગુજરાતી મેઈલ પણ ગૂગલ ટ્રાંસલીટ્રેટર પર લખાયો છે.) બાકી સમારંભોમાં માતૃભાષા વિષયક ઈમોશનલ અત્યાચાર તો બધા કરે. કંઈક નક્કર કરવું પડે. ભાષા એમ જીવશે.
અમિત દવે
English is not so important as a medium of education, but still I say Science education in secondary and higher secondary school MUST BE IN ENGLISH.
Let me give my own example… I studied in gujarati medium upto 12th science. Then I studied B.Pharm. and M.S.(Pharm.) in very reputed colleges of India. During my college life i faced many problems due to my whole education in Gujarati. Still I cope up and learned quickly. During my masters i studied in PUNJAB. So, obviously I had to use Hindi or English.
So, who say Gujarati must be the medium of education, I seem they only live in Gujarat.
Few days back when some of my colleagues came to know that I studied Chemistry, Biology, Physics and Maths in Gujarati… They started asking me what did you call “electron” in Gujarati??
What did you call “Vector”, “mitochondria”, “linear algebra” in Gujarati??
Currently I m in research field, I have to communicate with international students and scientists…
Research articles are published in English not in Gujarati..
In Bihar also, higher secondary education is through only English medium, and that is mandatory ….
That is why there are very less number of students from Gujarat, in National level colleges, like IITs and IIMs…
I LOVE GUJARATI language…. but I have very much respect to English, because it is INTERNATIONAL LANGUAGE…
My suggestion is if u want to stay in Gujarat only for whole life, then stick to Gujarati… otherwise learn English..
હિતેશભાઇ,
ઉચ્ચ શિક્ષણ અંગે તમારા વિચારો માટે બે મત ન જ હોઇ શકે. મેં પણ તમારા જેવી મુશ્કેલી એન્જી.માં વેઠેલી છે.
પણ..
અહીં માતૃભાષાના ઘટતા જતા ગૌરવને ફરીથી ઊંચે લાવવાની વાત છે – આપણા કૌટુમ્બિક અને સામાજિક જીવનમાં; વ્યાવસાયિક કારકિર્દીઓ માટે નહીં.
…
માટે જ આ વાક્ય છેલ્લા સંદેશ તરીકે મૂક્યું છે –
આપણા સહુના પ્રયત્નોથી ‘ બોસ! જરા આમાં લૂક ઇન્ટુ કરી લે જે ને.’ બોલનાર જણને ,‘ભાઇ, જરા આટલું જોઇ જજે ને.’ બોલતો કરી શકીએ, તો ગુજરાતીની મોટી સેવા થશે.
———————
આ માટે નક્કર સૂચનો આપવા સૌ વાચકોને વિનંતી છે.
I would be obliged if any one of you tell me when English Medium started in schools of Gujarat affiliated with Gujarat School Board.
I do remember there being two levels of English at SSC in fifties, Higher Level for those who continued English from 5th standard and Lower Level for those whose school received grant for English Teaching only starting at 8th standard.
Please forward this request to any one who you think may have better recollection of events.
તમે આ બ્લોગમાં અંગ્રેજી અને ગુજરાતીની ભેળસેળ જોશો તો ખ્યાલ આવશે કે આજની યુવા પઢીને જેટલી ઝડપથી અંગ્રેજી શબ્દ યાદ આવે છે એટલી ઝડપથી ગુજરાતી શબ્દ યાદ નથી જ આવતો. આ પેઢી જરા આમાં લુક ઈન ટુ કરી લેજે એમજ બોલવાની. કોઈ બ્લોગરને એણે વાપરેલા અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ આપી શકશે.
http://nehajoshi.wordpress.com/2010/02/23/%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%85%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%80%E0%AA%95/
It is well known that every research scholar in the world even if not competent in English makes every effort that his reasearch gets published in English. However Russians, Germans, French, Spanish, Portugese, Japanese, Chinese do not need to learn in English at any level to carry out original research.
For speakers of most Indians and particularly for the speakers of Gujarati tragedy is at the front of well worked out reading material.
M.Sc. Physics examinations began to be conducted through Gujarati Medium as early as 1961, and yet when HSC Physics Text Book was to be prepared American text book Halliday, Resnick, Walker: Fundamentals of Physics was translated in Gujarati which translation then was retranslated into English for the English Medium students of Gujarat HSC Board.
In schools like St Xaviers, the students of English Medium stream plead with their teachers to do classroom teaching either through Gujarati or through Hindi.
We do not have teachers who can carry out class room teaching in understandable English.
yes Mr. Sureshbhai,
I agree with you. gujarati language must be uplifted in all parts where gujarati live. I and my all family members speak in gujarati when we meet. Also, we try to give and impart gujarati language and culture knowledge to our young generations.
I don’t know how to write in gujarati otherwise I rarely speak in English in US. I use English in college if needed otherwise gujarati everywhere.
શ્રી. દયાશંકરભાઇ જોશીએ અપાયેલા પ્રતિભાવો વાંચી એક ફિલ્મનું નામ યાદ આવ્યું: “અૅન્થનીકો ગુસ્સા ક્યોં આતા હૈ?” અહીં ફક્ત નામ બદલવાની જરૂર છે!!!
ઉર્વીશભાઇ તથા સુરેશભાઇ પ્રત્યેનો ગુસ્સો તેમણે કેવો સરસ રીતે જાહેર કર્યો છે!!
“કોઠારીના લખાણમાંથી સુરેશ જાનીએ તારવીને અહીં મુકેલ નીચેનાં અધ્ધર ફેંકેલાં છે.”
“કોઠારી”?
“સુરેશ જાની”?
અને “સુરેશ જાનીએ અહીં નીચેનાં અદ્ધર” શું ફેંક્યા છે?
સુરેશભાઇ જેવા એક જ્યેષ્ઠ વયના લેખક પ્રત્યે અવિનયથી એકવચની ઉદ્ગાર કાઢીને જ ક્રોધ પ્રદર્શિત કરી શકાય?
સુરેશભાઇ, જોશી સાહેબ, આ એક સીધી સાદી જીજ્ઞાસા છે. અહીં કોઇની લાગણી દુભાવવાનો આશય નથી.
-* ઈંગ્લીશ મિડીયમમાં ભણતા બાળક માટે ઈંગ્લીશને અપનાવવા જેટલું જ ગુજરાતીને તરછોડવું જરૂરી ગણવામાં આવે છે
-* ગુજરાતી જાણતા-ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે?
-* ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલવાને બદલે
ઉપરનાં સુરેશ જાનીનાં નથી, તેમણે ફકત તારવ્યાં છે. અધ્ધર ફેંકેલ છે કોઠારીએ.
આ બધી ચર્ચાઓ ચાલતી રહેવાની. આપણે આપણા કુટુમ્બમાં ફેરફાર લાવી શકીએ તો એ બહુ મોટી સેવા ગણાય. ખાલી ભાષા નહીં, આપણી પોતીકી સંસ્કૃતી પ્રત્યેનો પ્રેમ પણ નવી પેઢી સુધી પહોંચી શકે તો સાર્થક, નહીંતર નીરર્થક ચર્ચા.
હજી સુધી કોઈ સામુહીક નક્કર પગલા લેવાયા જણાતા જ નથી. હું મારી પોતાની બાબતે જ જણાવી શકું. મને પણ સામુહીક રીતે શું અસરકર્તા બની શકે એનો ઉપાય હજી દેખાતો નથી.
કદાચ, ધર્મ અને ફીલ્મ જ ભાષા કે સંસ્કૃતીને બચાવી/ડુબાડી શકે એમ અત્યારે તો લાગે છે.
Dear Readers,
Dont worry about Gujarati language. This is the cultural gift of our Ansester and we have to give our next generation. My wife belongs to Assam and She is learning Gujarati. Now we are l iving in south korea and everyday talking in gujarati with our families at Rajkot too. Gujarati language and its culture have great past and present. We have to carry forward it to future too. Its our responsiibility. Jay Gujarat, Jay Hind.
I will say again!
Great Blog and surfers for this topic.
“અભિનંદન…….
Yet,
I will say.
It is a personal commitment.
Gujarati will stay alive.
After 41 years…….
In the Home,
Home away from home…we speak Gujarati.
We do love Gujarat and Gujarati.
Also, Speak ,when we are in Gujarati society in this nation USA.
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
ઉર્વીશ કોઠારીના લેખની આપના બ્લોગ ઉપર રજૂઆત બાદ અનેક પ્રતિભાવો આવ્યા છે-આવી રહ્યા છે. જે ગુજરાતી ભાષા બચાવવા/મહિમા કરવાના મૂળભુત હેતુ/ઉદેશને ભૂલી જઈ મારાં સહિત- પોત-પોતાના અંગત મત/અભિપ્રાય દર્શાવી મત્-મતાંતર અને બીન જરૂરી વાદ-વિવાદ વકરાવી રહ્યા હોય તેવું જણાય છે ! ગુજરાતી ભાષા પરિષદ કે ગુજરાતી સાહિત્ય પરિષદ કે જે કોઈ નામધારી સંસ્થા કે, વ્યકતિઓ ગુજરાતી માટે પ્રેમ અને લાગણી ધરાવતી હોય્, ગુજરાતીને વધુ સમૃધ્ધ અને લોક-ભોગ્ય બનાવવા સમર્પિત હોય તે સૌ એ, પોત-પોતાના અંગત વિચારોને ત્યાગી, સામૂહિક પ્રયત્નોમાં લાગી જવું જોઈએ અને તો જ મૂળભુત હેતુ સિધ્ધ થઈ શકે તેમ મારું માનવું છે ! માત્ર ગુજરાતી ભાષા વિદો-સાહિત્યકારો-ચિંતકો-લેખકો વગેરે ગુજરાતી બચાવવા સક્ષમ છે અને તે માટે સામાન્ય/સાધારણ ગુજરાતી પ્રેમીઓએ તેમને અનુસરવું જ જોઈએ તે મમત/હઠાગ્રહ તો ગુજરાતી ભાષાને અને ગુજરાતી સમાજને વિભાજિત તો નહિ કરે ને ? તેવી જાણ્યે-અજાણ્યે દહેશત થઈ રહી છે અને જો તેમ થશે તો આ ઝુંબેશ/ચળવળનું બાળમરણ થઈ જશે ! શું આપણે સૌ આવી મૂળભુત બાબત ભૂલી માત્ર સામ સામા વાદ-વિવાદમાં જ આપણી શક્તિ વેડફી નાખીશું ?
મારાં મતે આ ઝુંબેશ્/ચળવળ તેનો રસ્તો ચાતરી ખોટે રસ્તે જઈ રહી છે. મૂળભુત વાત અંગ્રેજી તરફનો મોહ અને ગુજરાતી તરફનું ઠંડુ વલણ, સમગ્ર ગુજરાતીઓમાં વધતે ઓછે અંશે જોવા મળે છે; અને તેનું કારણ આપણી લઘુતાગ્રંથીની માનસિકતા તો છે જ; ઉપરાંત આંતરરાષ્ટ્રિય સ્તરે અંગ્રેજીની મહત્તા-પ્રભાવથી, વધારે સારી નોકરી કે ધંધાની તકો ઉપલબ્ધ બને છે તેવી સાચી-ખોટી માન્યતા પણ અંગ્રેજી તરફનો મોહ વધારે છે; અને તેથી જ બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અપાવવાની ઘેલછા અને ગુજરાતીની અવગણના ચાલુ થઈ ગઈ ! અરે ! જ્યારે અંગ્રેજી તરફની આટલી હદની ઘેલછા જોવા મળતી નહિ હતી ત્યારે પણ શાળામાં પ્રવેશ મેળવવા વડિલો બાળકોને મીશનરી શાળાને પ્રથમ પ્રાધાન્ય આપતા તે આપણાં કોઈથી અજાણ્યું નથી. સરકારી કે ખાનગી ( આપણાં પોતાના સંચાલકો હોવા છતાં ) શાળામાં પ્રવેશ માટે કેટલાક શહેરની આંગળીને વેઢે ગણી શકાય તેટલી શાળાને બાદ કરતાં પડાપડી થતી જોવા મળતી નહિ હતી. આમ કેમ ?
એનો સ્પષ્ટ અર્થ એ છે કે મીશનરી શાળાનું શિક્ષણ અને શિસ્તનું ધોરણ આપણી શાળાઓ કરતાં વિશેષ ઉંચેરું હતું ! અને આજે પણ આવી શાળાઓમાં તે સ્તર વધતે ઓછે અંશે જળવાઈ રહ્યું છે. જ્યારે આપણી ખાનગી/સરકારી શાળાઓનું સ્તર દિન-પ્રતિ-દિન નીચું જઈ રહ્યું છે. અત્રે એક સ્પષ્ટતા કરી લઉં મેં મારું શિક્ષણ સરકારી શાળા અને કોલેજોમાં મેળવ્યું છે અને તેવું જ અમારા બાળકોનું પણ ! ઉપરોક્ત સંજોગોમાં આપણે સર્વે ગુજરાતીઓએ સંગાથે મળી સામૂહિક રીતે એવા પ્રયાસો કરવા રહે કે જેથી ગુજરાતીનો મહિમા વધે સાથે અંગ્રેજી પણ શીખવાય અને આમ બંને ભાષામાં અપાતા શિક્ષણનું સ્તર ઉંચુ આવે ! મારાં નમ્ર મત પ્રમાણે જો આપણે સૌ એક સંપ થઈ પોત-પોતાના અંગત મત/અભિપ્રાય મતભેદો પૂર્વગ્રહો ગ્રંથિઓ છોડી/દફનાવી સામૂહિક રીતે મૂળભુત પ્રશ્ન ગુજરાતી બચાવો/મહિમા કરોને સંપૂર્ણ સમર્પિત થઈ પ્રતિબધ્ધ બની દેશ-વિદેશના સંનિષ્ઠ ગુજરાતીઓને જોતરી એક ટીમ બનાવી ગુજરાતભરના તમામ તાલુકા કક્ષાએ એક એવી શાળાનું નિર્માણ/સ્થાપના કરીએ જેમાં શિક્ષણ પ્રત્યે સમર્પિત શિક્ષકો બાળકોને ગુજરાતી સાથે જ અંગ્રેજી પણ નિષ્ઠા પૂર્વક ભણાવે ! ગુજરાત ભરના નિષ્ઠાવાન શિક્ષણવિદોને આ પ્રવૃતિમાં સામેલ કરી શકાય અને તેમની સહાય અને માર્ગદર્શન સાથે શિક્ષકોની પસંદગી ઉપકારક બની રહે ! કૃપા કરી આ કાર્ય તો સરકાર કરે તેવી મનોવૃતિના ભોગ બનયા સિવાય આપણે જ કરવાનું છે તેવી મકકમતા સાથે શરૂઆત કરવાની છે તે સતત યાદ રાખવું રહ્યું ! શરૂઆતમાં પ્રાથમિક તબક્કે 5 થી 7 તાલુકાઓ અને 2 થી 3 શહેરને પસંદ કરી શકાય અને અનુભવ બાદ આ શાળાઓ/કોલેજોનું અન્ય તાલુકાઓ અને શહેરોમાં વિસ્તરણ થતુ રહે તેવું ગોઠવી શકાય ! તેમજ આપણે નક્કી કરેલ ધોરણ પ્રમાણે કોઈ અસ્તિત્વમાં હોય તેવી શાળા/કોલેજોને પણ તેમના સંચાલકો ઈચ્છે તો સ્વીકારી ફલક વિસ્તારી શકાય !
ટૂંકમાં આપણાં દ્વારા શરૂ થતી શાળા/કોલેજોનું શિક્ષણ મીશનરી શાળા/કોલેજો કરતાં એક મુઠ્ઠી ઉંચેરું બની રહેવું જોઈએ. હું જાણું છું અને સમજું પણ છું કે આ જબર-જસ્ત ભગીરથ કાર્ય છે અને અત્યંત ખર્ચાળ પણ ! તેમ છતાં મને વિશ્વાસ અને શ્રધ્ધા છે કે દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓ જો આવો પ્રયાસ ( રાજકારણીઓને દૂર રાખી ) સંનિષ્ઠ અને કારણ/ધ્યેય માટે પ્રતિબધ્ધ એવા પ્રતિભાવશાળી ગુજરાતીઓ દ્વારા હાથ ધરવામાં આવશે તો અવશ્ય સફળતા પામશે ! નક્કર પ્રવૃતિ વગર અને ચોક્ક્સ ધ્યેય વિના માત્ર વાદ-વિવાદ દ્વારા ગુજરાતી બચાવો/મહિમા કરોની વાતો માત્ર ફીફા ખાંડવા જેવી બની રહેશે ! મને દ્રધ વિશ્વાસ છે કે જો આ પ્રવૃતિમાં ગુજરાતના નિષ્ઠાવાન -પ્રમાણિક અને મૂલ્યનિષ્ઠ અને પોતાની આગવી પ્રતિભા ધરાવતી વ્યક્તિઓ/આગેવાનો જોડાશે તો દેશ-વિદેશના ગુજરાતીઓ માટે આ પ્રવૃતિને સફલતા પૂર્વક મંઝિલે પહોંચાડવા માત્ર પૈસાને કારણે કોઈ અવરોધ પેદા નહિ થવા દે !
આપણે એક બની આવી અથવા આથી બહેતર કોઈ નક્કર સ્વરૂપની પ્રવૃતિ હાથ ધરવા ગંભીર-સમર્પિત અને પ્રતિબધ્ધ છીએ ખરા ? અને તે જ યક્ષ પ્રશ્ન છે ! અંતમાં હું 15 વર્ષ થયા બેંકની નોકરીમાંથી નિવૃત થયો છું અને પેંશન સિવાય કોઈ આવક નથી તેમ છતાં એક મહિનાનું પેનશન જે રુ!.12000/- બાર હજાર થવા જાય છે તે આ પ્રવૃતિની શરૂઆત કરવા ફાળવવા માટે તૈયાર છું ! અસ્તુ !
આશા છે કે મારી આ વાત તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવામાં આવશે !
સ-સ્નેહ
અરવિંદ
-* ગુજરાતભરના તમામ તાલુકા કક્ષાએ એક એવી શાળાનું નિર્માણ/સ્થાપના કરીએ
-* રુ!.12000/- બાર હજાર ફાળવવા માટે તૈયાર
આ બે વાતનો વીસ્તાર અડાલજા તેમના બ્લોગ ઉપર કરી જુએ તેમના વાચકો તરફથી શું મળે છે.
કોઠારી નું લખાણમાંથી શીક્ષણમાં કેટલું ગુજરાતી, કેટલું અંગરેજી, કયા લેવલે તેની ચર્ચા નીપજે છે મારા મતે.
તેમણે ‘ગુજરાતી બચાવ’ વાળ, અંગરેજી માધ્યમની નીશાળોમાં ભરતી કરાતાં/થતાં, તેમનાં માબાપો; પ્રસીદ્ધ ગુજરાતીઓ ગુજરાતીની વહારે ન દોડતા, વગેરેની ટીકા કરી છે, પણ તેને બાજુ પર રાખી શકાય.
અરવિંદ ભાઈ
તમારા લેખની લીન્ક અહીં આપશો?
http.arvindadalja.wordpress.com
મુ. વડિલ શ્રી દયાશંકરભાઈ
આપનું સુચન મને સ્વીકાર્ય છે અને આ વાત અવશ્ય આજ-કાલમાં જ મારાં બ્લોગ ઉપર પણ રજૂ કરીશ ! આમે ય આ પહેલાં પણ મેં શિક્ષણનું માધ્યમ માતૃભાષા ઉપર બે વખત મારાં વિચારો રજૂ કર્યા જ છે જે આપે કદાચ વાચ્યા પણ હશે ! દરમિયાનમાં આપ તો આપનો મત/અભિપ્રાય ચોક્ક્સ વ્યકત કરી શક્યા હોત પણ આપે તેમ કરવાનું મુનાસીબ ધાર્યું નથી અને જેના કારણો તો આપ જ કહી શકો ! તેમ છતાં મને આપને પૂછવા દો કે કદાચ મારી વાત સ્વીકારાય તો આ વિષે આપ અંગત રીતે કેટલી રકમ ફાળવી શકો ? ઉપરાંત આપના સ્નેહી-મિત્રો તરફથી શું મેળવી દઈ શકો ?
સ-સ્નેહ
અરવિંદ
12001.
અને મને દર મહીને કોઇ પેનશન મળતું નથી.
વહેવારની વાત એ છે કે તમે તમારો પ્રોજેક્ટ અને તેનું એસ્ટીમેટ વગેરે સમજાવો તમારા બ્લોગ ઉપર. તમારાં દસ માણસ તમારી પડખે ઉભાં કરો. હું સવાલ કરું તો દબાવી ન દેતાં જવાબ લખો.
મુ.વડિલ શ્રી દયાશંકર ભાઈ
સૌ પ્રથમ આપે કોઈ પેંશન પણ નહિ મળતું હોવા છતાં 12001/- બાર હજાર એક ડોલર મારી અપીલના જવાબમાં ફાળવવા જણાવ્યું તે બદલ હાર્દિક ધન્યવાદ ! અર્થાત મારી ધારણા કે જો ગુજરાતી બચાવો/મહિમા વધારોની ઝંબેશ/ચળ વળ ગંભીરતા પૂર્વક શરૂ કરવા માં આવે તો દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ સક્રિય સહકાર અને ટેકો આપી રહેશે તે આપશ્રીએ સિધ્ધ કરી આપી ! આભાર અને ફરી ધન્યવાદ !હવે બીજી વાત આપે જો મારી વાત બરાબર અને ધ્યાન પૂર્વક વાંચી હોય તો મેં કોઈ જગ્યાએ આ પ્રોજેક્ટ હું શરૂ કરી રહ્યો છું તેમ જણાવ્યું નથી. આ માટે યોગ્ય વ્યક્તિ કેવી હોવી જોઈએ તે વિષે અલબત્ત મેં સુચવ્યું છે અને તેને માટે આપ જેવા અનુભવી-પીઢ-ભાષા શાસ્ત્રી-ધ્યેયને સમર્પિત અને પ્રતિબધ્ધ પ્રતિભાશાળી વ્યકતિઓની સમિતિ બનાવી મેં સુચવેલ અથવા તેથી પણ બહેતર વિકલ્પ વિચારી આ કાર્ય શરૂ કરવું જોઈએ અને તે માટે ઉપર જણાવ્યા જેવી પ્રતિભાએ આગેવાની લઈ સમાન વિચાર ધરાવનારાઓની એક મીટીંગ બોલાવી પસંદગી કરવી રહે !
વધુમાં આપ મુરબ્બી અને વડિલ છો આપને એક નમ્ર વિનંતિ કરું છું કે આપ કોઈ પણ વિષય ઉપરના કોઈ પણ બ્લોગરના વિચારો વાંચો અને પ્રતિભાવ જણાવો ત્યારે બ્લોગરના વિચારોમાં જે હકારાત્મક વાત લાગે તેને પ્રથમ જણાવી અને બાદમાં ટીકા-ટીપણી આપના મત પ્રમાણે કરશો તો બ્લોગરનો ઉત્સાહ અકબંધ રહેશે અને વધુ મુકત રીતે પોતાને વ્યકત કરી શકશે ! આપ પ્રેરણા ના આપી શકો તો ઠીક છે પણ નવા નવા અમારા જેવા બ્લોગ ઉપર પોતાના આગવા વિચારો રજૂ કરી રહ્યા હોય તેમને ભગાવનને ખાતર પણ હતાશ કે નિરાશ ના કરો તેવી મારી આપને અરજ છે !
આપે જોયું હશે કે મારા વિચારો સાથે જોડાવા આપ પણ 12001 ડોલર ફાળવવા તૈયાર થયા છો અને બીજા અક્ષયપાત્ર દ્વારા પણ તૈયારી દર્શાવેલ છે સુરેશભાઈ અને ઉર્વીશભાઈ પણ આ પ્રોજેક્ટ વધાવી જોડાશે તેવી મને શ્રધ્ધા છે આ રીતે હજુ મારાં બ્લોગ ઉપર આ વાત મૂક્યા પછી વધુ સંખ્યામાં બ્લોગર અને અન્ય ગુજરાતીઓ જોડાશે તેવો મને દ્રધ વિશ્વાસ છે . અસ્તુ ! હું મારાથી શકય હોય તે તમામ સવાલોના જવાબ જે કોઈ પૂછે તે તમામને આપતો જ રહું છું. હા અલબત્ત મને માત્ર હકારાત્મક ચર્ચા કરવામં રસ છે અને ચર્ચા માત્ર ચર્ચા ખાતર કરતા રહેવામાં બિલકુલ રસ નથી !
સ-સ્નેહ
અરવિંદ
ઉપરોક્ત વાતોથી આપની લાગણી દુભાવાનો કોઈ ઈરાદો નથી તેનીં નોંધ લેવા વિનંતિ. છતાં લાગણી દુભાઈ હોય તો ઉદાર દિલે દરગુજર કરશો !
એક બીજો સરસ લેખ- આ બાબતમાં …
http://akshitarak.wordpress.com/2010/02/23/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%93/#comment-1185
ગુજરાતી ભાષા સાથે જોડાયેલ આપણા પણાના ભાવમાં માલિકી ભાવ જોડાય ત્યારે “My way or no way” ની શરૂઆત સાહિત્યકારોથી થતી હોવાનું સ્પષ્ટ જણાય છે. ગુરૂતાગ્રંથિથી પિડાતા લોકો વચ્ચેના ઝગડા, લઘુતાગ્રંથોથી પિડાતા લોકોના ઝગડા કરતાં સમાજને, સંસ્કૃતિને કે ભાષાને વધારે નુકશાન કરે છે.
મારા મનમાં ભાષાનો ઝગડો એટલી તીવ્ર કક્ષાએ હતો કે મારી લેખન કળા ગુંગળાતી હતી. આ ઝગડામાં અંગ્રેજી કે ગુજરાતી તો હતા જ પણ ઉંઝા અને સાર્થ પણ કેટલાંક અંશે સામેલ હતા. મારા લખાણમાં તમે જોઈ શકશો કે જોડણીની ભૂલો તો અસંખ્ય હોય જ છે. પણ હું પારખી નથી શકતી એટલે સુધારી નથી શક્તી.
જો નિયમો જ અનુસરવાના હોય તો મને તો ઉંઝાના નિયમો પણ પૂરા ખબર નથી. જ્યારે લખવા બેસું ત્યારે થાય કે મારા અનુભવો અંગ્રેજીમાં લખાયેલ હશે તો જ મારા પૌત્રો ક્યારેક વાંચે તેવી શક્યતા રહેશે પણ અંગ્રેજી ભાષા પર એટલી પકડ નથી અને ભાષાંતર ઘણુ અઘરૂ પડે અને તેથી મન ભાષાના ઝગડામાં અટવાય જાય અને લખવાનું લખવા ઠેકાણે રહે. મારા મનમાં ચાલતા ભાષાના આ જોરદાર ઝગડાને કારણે મારી કલાની સાથે હું ય મુરઝાતી હતી. મારી અમેરીકન મિત્ર મેરીયન અને ગુજરાતી મિત્ર નિલમ દોશી મારી વહારે આવ્યા. બંને સાહિત્યમાં ઉંડો રસ ધરાવે છે. મેરીયન મારી સાથે ગુજરાતી બોલવાની કોશિષ કરે અને ગુજરાતી શીખવામાં રસ બતાવે છે. (તેને વિશ્વની બધી જ ભાષા અને સાહિત્યમાં ઊંડો રસ છે. અને ગાંધીજી વિષે જેટલું સાહિત્ય તેના ઘરમાં છે તેટલું કદાચ અમેરીકામાં વસતા કોઈ ગુજરાતી પાસે નહી હોય.) આવો જ રસ બતાવનાર અન્ય અમેરીકનો પણ છે. એમાંના બે ગુજરાતી કન્યાને પરણવાના હતા તેથી અને એક મારી દિકરીઓની પ્રાથમિકશાળાની Guidance counsilor હતી જે નવી ભાષા શિખવામાં પડતી મુશ્કેલીઓ પર મહાનિબંધ તૈયાર કરતી હતી તેથી મારી પાસે આવતા હતા. મારી દિકરીઓ સાત ધોરણ સુધી ગુજરાતી મિડિયમમાં ભણી અને પછી અમેરીકા આવતા અંગ્રેજી મિડિયમમાં ભણી. એમની મુશ્કેલી સમજવા એક અમેરીકન શાળાની શિક્ષિકા પોતે ગુજરાતી શિખવા અને મહાનિબંધ લખવા ચુપચાપ તૈયાર થાય ત્યારે આપણને એમની ભાષા અપનાવતા ગૌરવ જ થાય પણ એથી કરીને ગુજરાતી ભાષાનું ગૌરવ ઘટતુ તો નથી જ. બીજું એક અમેરીકન યુગલ ગુજરાતથી ત્રણ બાળકીઓ દત્તક લાવેલ જેમના માટે તેઓ ગુજરાતી શિખવા મથતા હતા. ખેર, ભાષાનો ઝગડો મારા મનમાં શાંત કરવાના હેતુથી મેરીયન કહે,ભલે અંગ્રેજી અને ગુજરાતીની મિશ્ર ભાષામાં લખાય, લખ્યા પછી ભાષાનો વિચાર કર, ભાષાનો વિચાર કરીને લખવાનું ધીમું ન પાડ. ભાષાને લગતાં એડિટિંગની ચિંતા વગર લખવાની પ્રેરણા તેણે મને આપી અને પછી મિત્ર નિલમ દોશીએ આવીને મૃગેશભાઈની મદદથી મારા કોમ્પ્યુટરમાં ગુજરાતી ફોન્ટ ઈનસ્ટોલ કરી બ્લોગ દ્વારા મને ફરી ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે જોડી.
આથી હું ફરી લખવા તરફ વળી કહોને જાણે જીવતદાન મળ્યુ.
પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકારો જેટલું મહેનતાણુ(બક્ષિસ?)નવિદિતોને ન મળે તે સમજી શકાય પણ વિકસવાની તક મળે છે ખરી? શ્રી સુરેશભાઈ (દલાલ કે પછી જાની)જેવા કેટલાંક રસ લે તો એમની પ્રશંસા કરનારને એમના ચમચા કહી ઉતારી પાડવા માટે “Me gujju?” જેવા સજ્જ બેઠા છે.
નવોદિતો માટે પોતે કંઈ કરે પણ નહી અને કરવા દે પણ નહી એવા લોકો નવી પ્રતિભાઓની સાથે સાથે ભાષાને પણ કચડે છે તે ભૂલીને સાહિત્યકાર તરીકેના ચંદ્રકો કઈ ફૂલાતા ફરે એવા અભિમાની સાહિત્યકારોથી ચંદ્રકોનું મૂલ્ય ઘટે છે. અને એ મૂલ્ય વિનાના ચંદ્રકો સ્વીકારનારનું મૂલ્ય હોય તેનાથી ઓછું ગણાય છે. આવા લોકોની ભાષા બચાવવાની ઝુંબેશનો કોઈ અર્થ નથી. એક ગુજરાતી તરીકે મને કહેતા શરમ થાય છે કે વ્યક્તિત્વ વિકાસની જેવી તકો મને વિદેશમાં મળી તેવી ગુજરાતમાં મળવી દુર્લભ છે. એટલું જ નહી, મને એક રબારી યુવતીને સ્વીકારનો જે ભાવ ગુજરાતની ભૂમિ પર ગુજરાતીઓએ આપ્યો છે તેથી અનેકગણો અહીં આ અમેરીકામાં પરદેશીઓએ કોઈ પ્રકારની ઓળખાણ વગર આપ્યો છે. શ્રી મનુભાઈ પંચોલીએ “ઓહો !ત્યારે તમે કૃષ્ણની નાતના?” કહીને મને જે ભાવ આપેલ તેનાથી એમના પર મારો અહોભાવ અનેકગણો વધ્યો હતો. આવા ગુજરાતીઓ ગાંધીજીની જન્મભૂમિ પર કેટલા?
આપણી નબળાઈઓને આપણે નહી જાણીએ તો ભાષાની સેવા તો નહીં જ કરી શકીએ પરંતુ ભાષાના બહાને ઝગડાઓ નોતરી ભાષા પરનો અત્યાચાર વધારવાના કારણરૂપ બની જઈશું.
શ્રી અરવિંદભાઈ કહે છે એવી કોઈ શાળા જ્યાં ગુજરાતી અસ્મિતા સાથે વ્યક્તિત્વના વિકાસની તક હોય તેવી શક્યતા હોય તો એ માટે શક્ય તેટલો મારો સમય અને શક્તિ આપવાની મારી પણ તૈયારી છે.
થોભો અને રાહ જુઓ . બીજો લેખ સંઘેડા ( લેથ) પર છે !
[ ઈજનેર હતો એટલે યંત્ર ! ] એમાં આવી કશી ભાવનાત્મક વાત નહીં હોય.
માત્ર શક્ય રસ્તાઓ અને અમલીકરણની ઊંચી આશા.
શ્રી સુરેશભાઈ
સંઘેડા ઉપર મૂકાયેલા લેખની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છું ક્યારે પ્રગટ થશે ?
સ-સ્નેહ
અરવિંદ
આપની લાગણીનો હું સહભાગી છું. આપની વાત નવા કોઈ બ્લોગર પોતાના આગવા વિચારો રજૂ કરવા આવે તો તેમની એટલી હદ સુધી ટીકા અને ટીપ્પણી આ સાહિત્યકારો કે ભાષાવિદો કરવા લાગે કે પેલો/પેલી બ્લોગ હતાશ થઈ લખવાનું જ બંધ કરી દે ! જ્યારે વાસ્તવમાં આવા નવોદિતોને પ્રોત્સાહન આપવું રહ્યું. એક વાત મારા નમ્ર મત પ્રમાણે સ્પષ્ટ છે કે કોઈ પણ ઝુંબેશ્/ચળવળ જ્યાં સુધી છેક તળીયાના લોકો સુધી ના પહૉંચે અને તેમને સહભાગી ના બનાવે ત્યાં સુધી સફળતા પ્રાપ્ત ના જ થાય ! માત્ર ઉપલકીયા પ્રયાસો થતા રહે અને તે માટે ઉપર બેઠેલા વિદ્વાનો જશ લીધા કરે મીડીયા વાળા પણ આ લોકોને ચગાવે પણ જે ધ્યેય/કારણ માટે શરુ થયેલ વાત તેના આખરી મુકામ સુધી પહોંચવામાં નિષ્ફળ રહે ! આપે મારા સુચન વિષે હકારાત્મક પ્રતિભાવ જણાવ્યો તે માટે આભાર અને ધન્યવાદ ! અસ્તુ !
સ-સ્નેહ
અરવિંદ
શ્રી સુરેશભાઈ,
૯ જાન્યુઆરીએ મેં આજ મતલબ નો લેખ મુકેલો.પણ બ્લોગ જગત માં હું બહુ પ્રસિદ્ધ નહોતો.એટલે ખાસ કોઈએ વાચ્યો નહિ હોય.આપણે સમય મળે વાચી જોજો.શ્રી અરવિંદ કાકા એવી કાગારોળ કરતા હતા કે ગુજરાતી ભાષા જાણે પથારીમાં હોસ્પિટલ માં છે અને સેલાઈન ના બાટલા ચડાવ્યા હોય તેમ જાણે બેચાર દિવસ મજ મરી ના જવાની હોય?એટલે મેં આર્ટીકલ જાન્યુઆરીમાં મુકેલો.મને એમના આર્તનાદો થી હસવું આવતું હતું.મારો એ સન્માનીય વડીલ ઉપહાસ કરવાનો કોઈ ઈરાદો નથી.ગુરુસમાન છે.આપના લેખ નીચે જોયા કેટલા બધા પ્રતિભાવો આવ્યા છે.સદા પાંચ કરોડ ગુજરાતીઓ માં અંગ્રેજી બોલનારા કેટલા?શ્રી ગુણવંત શાહ જેવા આવા આંદોલનો ની આગેવાની લે,હસવું આવે છે.આપ મારો લેખ અવશ્ય વાચસો.એના પછી કે પહેલાનો આધુનિક જીવન પધ્ધતિ થી થતા નુકશાન વિષે ની કાગારોળ ના સંદર્ભ માં લખેલો લેખ પણ વાચસો.આભાર.
ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ
આપનો પ્રતિભાવ વાંચ્યો આનંદ થયો ! મેં મારા કયા લેખમાં આપે કહ્યું તેવું જણાવ્યું છે કે
“શ્રી અરવિંદ કાકા એવી કાગારોળ કરતા હતા કે ગુજરાતી ભાષા જાણે પથારીમાં હોસ્પિટલ માં છે અને સેલાઈન ના બાટલા ચડાવ્યા હોય તેમ જાણે બેચાર દિવસ મજ મરી ના જવાની હોય? ”
મારી યાદ દાસ્તમાં આવું ક્યારે ય લખ્યું હોય તેવું નથી તો મને તે માટે જે તે લેખ વિષે જણાવશો તો આભારી થઈશ !
સ-સ્નેહ
આપે મોહમદ માંકડના,ગુણવંત શાહ ના અને આપના ખુદ ના માતૃભાષા બચાવો ના સંદર્ભ માં ખાસા બધા લેખ મુકેલા.આપનો માતૃભાષા બચાવો વિશેનો આક્રોશ એટલો બધો હતો કે મેં ઉપરની અલંકારિક ભાષા વાપરી છે.માંકડ સાહેબ લંડન કે બીજે ગુજરાતી પરિષદ માં ગયા ત્યારે ભલે ભાષણ ગુજરાતીમાં આપ્યું હતું,પણ તૈયાર તો અંગ્રેજીમાં કરીને ,લખીને લઇ ગયા હતા.અંગ્રેજીમાં ભાષણ તૈયાર કરવાનો વિચાર જ કેમ આવે?સાડાપાંચ કરોડ ગુજરાતીઓ ગુજરાતી બોલતા હોય ને અમેરિકામાં પણ લોકો ગુજરાતી બોલેજ છે,ત્યારે માતૃભાષા ગુજરાતી બચાવોના આંદોલનો,સરઘસો,યાત્રાઓ?આ સાક્ષરોને કોઈ બીજો કામધંધો નથી?કે પછી લોકો એમની દંભી વાતો થી ધરાઈ ગયા છે માટે ધ્યાન ખેંચવાના પ્રયાસો તો નથી ને?
લો! તમારું કામ હું કરી દઉં !
આ રહ્યો એમનો મનનીય લેખ –
http://brsinh.wordpress.com/2010/01/09/%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0/
સામાન્ય માણસની નજર વિદ્વાનો સમજશે? કદી નહિં !!
આપણે આવા વિવાદોમાં ન પડીએ તો? દરેકને વાણી સ્વાતંત્યનો અધિકાર છે – એમાંથી સાહિત્યકારો અને ભાષાશાસ્ત્રીઓને બાકાત ન જ રખાય.
એમનું પણ એક દૃષ્ટીબિંદુ છે. સામાન્ય માણસ એ ન ભૂલે કે ,
ભાષાનાં ઘરેણાં બનાવનાર આ લોકો છે – માટે આપણા આદરને પાત્ર છે.
અન્યોન્યનું માન જાળવીને ચર્ચા કરી, માખણ કાઢી લેવાનું આપણે સૌએ શીખવાની જરૂર , જરૂર છે – મારા સમેત.
સમજદાર સમાજ એ છે કે, પોતાનો આગળનો રસ્તો વિવેક સભર રીતે કાઢે.
શ્રી સુરેશભાઈ
આપની વાત સાથે હું સુર પૂરાવું છું. સાહિત્યકારો-ભાષાશાસ્ત્રીઓ-લેખકો-ચિંતકો સાથે આપણે વિચાર ભેદ થતા હોય તો પણ તેમના માન-આદર તો સૌ એ સાચવવા જ જોઈએ ! એક વાત કહું આપણે અહિ માત્ર ચર્ચાઓ કરીએ છીએ અર્થાત વાતોના વડા કરીએ છીએ ત્યારે તેઓ કંઈક નક્ક્રર કાર્ય કરી રહ્યા છે. કદાચ તેમની પધ્ધતિ કે કામ કરવાની શૈલી આપણને માફક ના પણ આવે તેથી તેમના કાર્યની મહ્ત્તા ઘટતી નથી. મારા મતે તો તેઓ એ જ આ વિષય ઉપર માત્ર ગુજરાતના જ નહિ પણ વિશ્વભરના ગુજરાતીઓ ચર્ચા કરતા થાય તેવી ચીનગારી પ્રગટાવી છે. મને કહો કે જો આ ગુણવંત શાહ -મોહમ્મ્દ માંકડ-કિરણ ત્રિવેદી-ઉત્તમભાઈ ગજ્જર-જય વસાવડા-ઉર્વીશ કોઠારી અને બીજા અનેક ગુજરાતી પ્રેમીઓએ આ વિષયને ચર્ચાના ફલક ઉપર ના મૂક્યો હોત તો આપણામાંના કેટલા આ વિષે વીચારત ? માટે કોઈ પણ વિષે ઉતારી પાડતી વાત કરવી તે ના જ શોભે !
અંતમાં સુરેશભાઈ આપના જ શબ્દોમાં કહું તો
“અન્યોન્યનું માન જાળવીને ચર્ચા કરી, માખણ કાઢી લેવાનું આપણે સૌએ શીખવાની જરૂર , જરૂર છે – મારા સમેત.
સમજદાર સમાજ એ છે કે, પોતાનો આગળનો રસ્તો વિવેક સભર રીતે કાઢે.”
સ-સ્નેહ
અરવિંદ
ગુજરાતી ભાષા મરશે તો ખરી જ. તે પણ ગૂર્જર પ્રાકૃત કરતાં જલદી. એનાં કારણ:
૧. જે જાયું તે જાય
૨. ગુજરાતીઓએ સાચા હૃદયથી હિન્દી અપનાવી છે. ગુજરાતમાં આવનારાઓને ગુજરાતી શિખવાની ફરજ નથી પડતી. (એક દૃષ્ટિએ આ ઉત્તમ બાબત છે.)
૩. હિન્દી મનોરંજનના માધ્યમો દ્વારા આખા ભરતખંડમાં પ્રસરી ગઈ છે – આથી જેમ જેમ સમાજ વધુને વધુ એક બીજામાં ભળવાનો, તેમ તેમ ગુજરાતીઓને ગુજરાતીનો ખપ ઓછોને ઓછો પડવાનો
૪. અંગ્રેજી બોલવાના વધુ પૈસા મળે છે
૫. પછી ચીની (મેન્ડેરીન) બોલવાના વધુ પૈસા મળવાના લાગે છે – ગુજરાતી નહીં 🙂
૬. બહુભાષી લોકો મારી સાથે સંમત થશે કે ભાષા અમુક હદ સુધી જ મગજની સેવા કરે છે. ક્યારેક તો સપનાં પણ મિશ્રિત ભાષામાં આવવા લાગે છે. ક્યારેક ઝડપથી પસાર થયેલું સાઇનબૉર્ડ કઈ લિપિમાં હતું તે અચેતન મન કહી શકતું નથી, છતાં ગાડી તો સાચી જ દિશામાં એ વાંચીને વાળી હોય છે. જેમ જેમ સમાજ બહુભાષી થતો જશે તેમ તેમ ભાષાઓની ખિચડી વધતી જવાની – સરવાળે ભાષા મરી જશે.
1.જે જાયું તે જાય — > અંગ્રેજી આકાશમાંથી ટપકી છે?
એ ન્યાયે બધું જ નાશવંત છે.
2. ગુજરાતીઓએ…….(એક દૃષ્ટિએ આ ઉત્તમ બાબત છે.)-> અતિથિ દેવો ભવ
૩. હિન્દી મનોરંજનના…..ઓછો પડવાનો.–> આ એક અંગત માન્યતા છે. સત્ય નથી.
૪. અંગ્રેજી બોલવાના વધુ પૈસા મળે છે.—–> તો શું?
૫. પછી ચીનીવાના લાગે છે –ગુજરાતી નહીં–>??
૬. બહુભાષી લોકો…સરવાળે ભાષા મરી જશે.—>આજે સોમવાર છે માટે ભાષા મરી જશે!!!
અંગ્રેજી પણ જશે – જરા મોડી. કદાચ ઘણી મોડી. કારણકે નવા અને નવા વિચારો તેમાં રોજ લખાઈ રહ્યા છે, વંચાઈ રહ્યા છે.
જે બોલવાના પૈસા વધુ મળે તે વધુ પ્રચાર પામે. ગુજરાતી બોલવાના પૈસા મળતા થશે તો ગુજરાતી પણ પ્રચાર પામશે. અત્યારે તો અંગ્રેજીની બોલબાલા છે – અને પછી મેન્ડેરીનના દિવસો ઉજળા લાગે છે.
“આજે સોમવાર છે” તેટલી સાહજિકતાથી બહુભાષી સમાજ અસ્તિત્વમાં આવતો હોત તો આખું અસ્મિતાનું રાજકારણ જ ખતમ થઈ જાત! આ તો મનોરંજનના અને પ્રસારનાં માધ્યમોમાં ભાષાઓની મોટા પાયે ભેળસેળ થઈ રહી છે સરવાળે બધી ભાષાઓને જોખમ વધ્યું છે.
આપે આ વિષે ’નેશનલ જિયોગ્રાફિક્સ’નો લેખ વાંચ્યો જ હશે.
અને હા, મનોરંજનના માધ્યમોની અસરકારકતા વિષે હું કદાચ ખોટો હઈશ. તો પછી નવાઈની વાત આ:
હું છેલ્લા સત્તરેક વરસથી ગુજરાત બહાર જીવું છું. મેં માત્ર હિન્દી ફિલ્મોના આધારે (ભાંગીતૂટી પણ) હિન્દી જાણનારા તેલુગુઓ, કન્નડિગાઓ, મલયાળીઓ, તમિળો, *જાવાનિઝો*, ઇરાનીઓ, અમેરિકન ગોરાઓ, મેક્સિકનો, રશિયનો, અફગાનો, તાજિકો અને જાપાનિઝો જોયા છે. તે બધા તેમનું હિન્દી જ્ઞાન વાપરવાને તલપાપડ રહેતા હોય છે.
દુર્ભાગ્યે તેમને ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની અમર જોડીની ખબર નથી.
I am sorry , I can’t type in Gujarati, as I am on a different computer, and do not like to use the keypad. But..
There is lot of substance in what you say about how people learn languages. This has redoubled my faith in great, earthly wisdom of common man. All others say they spesak for him ( maybe I too ! ) But the languages that survive are ones that are spoken by majority people. One good example is URDU. The muslim ruleres also adepted themselves to it, though it was Khichadi of Persian, Arabic and Hindi !
Concern of all of us Gujaratis is to jst ensure that we reaspect our language and try to speak as much Gujarati as possible in our day to day lives in families and Gujarati Samaj and read Gujarati literature as much as we can.
Rest of the areas of our activity, we should free to use English. Spanish , Hindi and what not.
Wait for 5th March for a proactive plan on this blog.
I am deeply moved by the interest all of you have taken in this article – 1000 + visits, and 100+ comments.
I am sure you will all embrace with whole hearted support, the new plan on the unvil , when it unveils !
-* I am sorry , I can’t type in Gujarati, as I am on a different computer, and do not like to use the keypad.
Can you read Gujarati on it?
If yes, I am curious to know the reason of you not wanting to write in Gujarati on it?
Gujarati writing tool is not trusted for that computer?
આ માતૃભાષા મરવાની વાત મલયાળમ માટે થતી હોય તો હજુ બરાબર છે! અહીં તો ખાળે ડૂચા પણ દરવાજા મોકળા લાગે છે! ગુજરાતીનો સાચો પ્રચાર કરવો હોય તો પહેલાં જે પાંત્રીસ ટકા ગુજરાતીઓ કોઈ પણ ભાષા લખી-વાંચી નથી શકતા તેમને જ ગુજરાતી ભણાવી કાઢીએ તો કેવુંક? સીધો દોઢસો ટકા પ્રચાર થઈ જશે!
મહેરબાની કરીને તેમને ભણાવશો નહીં તેમના બોલવાને લીધે જ ગુજરાતી ભાષા ટકી રહી છે. (કોંગ્રેસ યાદ નથી આવતી. અરે આ ગરીબોને ગરીબ જ રહેવા દ્યો, નહીં તો આપણે ગરીબી હટાવ ઝુંબેશ કેવી રીતે કરીશું?)
ભાષા સાથે જોડાયેલા એક વિદ્વાનના મતે ભાષામાં અંગ્રેજીની ભેળસેળ નવા ભણેલા વર્ગ દ્વારા વધુ થઈ છે. તેમનું ગમતું ઉદાહરણ હતું ’દંપતિ’ શબ્દ. નવો ભણેલો વર્ગ એ શબ્દ ન જાણતો (કે ન ફાવતો) હોવાથી તેમણે ’કપલ’ શબ્દ ઘુસાડ્યો છે.
વ્યક્તિગત રીતે હું આવા ભેદભાવપૂર્ણ વિધાનોને ડામવામાં માનું છું પણ સત્યનો એક અંશ આ વિધાનમાં છુપાયેલો હોય પણ ખરો.
@Pramath,
Very good comment…
hahaha…
ભાઈશ્રી પ્રમથ
આપનું સુચન ખૂબજ સુંદર છે પણ આ કરે કોણ ? એ યક્ષ પ્રશ્ન છે. હુંપણ સ્પષ્ટ માનું છું કે જયાં સુધી છેક છેવાડેના લોકો સુધી કોઈ વાત ભાષા શીખવાની કે શીખવવાની નહિ પહોંચે ત્યાં સુધી ધ્યેય પ્ર્રાપ્તિ કોઈ સંજોગોમાં ના થઈ શકે ! આવા મીશન માટે સમર્પિત અને પ્રતિબધ્ધ વ્યક્તિઓ જોઈએ કે જે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડી રહે ! ધન્યવાદ !
સ-સ્નેહ
અરવિંદ
વિવાદોમાં ન પડવાની આપની વાત તો સાચી જ છે અને અરવિંદભાઈ લખે છે તેમ નક્કર કામ કરનારા સાહિત્યકારો પણ છે જ એમને સન્માનીએ પણ કેટલાક સાહિત્યકારો અન્યના કામે અને પોતાના નામે યશ ખાતર જ જોડાતા હોય ત્યારે ખરૂં કામ કરનારા હતોત્સાહથી કામ છોડી દેતા હોય છે. નવોદિતોને અવગણનારા સાહિત્યકારો અને ભાષાશાસ્ત્રીઓ થકી પણ ભાષા પર આડકતરો અત્યાચાર થતો હોય ત્યારે ક્યાંક ક્યાંક રોષ તો થવાનો જ એ અપ્રગટ રહે તે કરતાં તેના ઉપાયો થાય તે જરૂરી છે. અલબત વિવેક જાળવીને કોઈની અંગત લાગણી ન દુભાય તે જોવું જરૂરી છે પરંતુ કોઈને ઉતારી પાડવાનો ઈરાદો ન હોવા છતાં પણ કડવું અને નગ્ન સત્ય અજાણપણે કોઈને દુભાવી જાય તેવું બને ! ચર્ચા કોને કહે ?
kharekhar UK/tatha Europe /USA ma vasta
Gujarati o ne sharam janak chhe ke ek maatrubhasha ahi aavine sanchvi shakya nathi
Gujarati Bhasha to ek lisotani je ghasava mandi
chhe…..Nathi lagtu ke aama kai thai shake….
Ch@ndr@
અગ્રણી અખબાર દિવ્યભાસ્કરમાં છપાયેલી આ લીટી વાંચવા જેવી છે:
સચિનને પહેલા શેવિંગ ક્રિમ (પાલ્મોલિવ) તેની ઝડપી ફ્રેંડ અને ભૂતપૂર્વ ક્રિકેટર સલિલ અંકોલે આપી હતી.
સાચું વાક્ય આ પ્રમાણે હોઈ શકે:
સચિનને પહેલી શેવિંગ ક્રિમ તેના ખાસ મિત્ર અને ભૂતપૂર્વ ક્રિકેટર સલિલ અંકોલાએ આપી હતી.
fast friend = ઝડપી ફ્રેંડ
fast friend = ઝડપી ફ્રેંડ
વાહ ! ખરેખર દિવ્ય !
કોઠારીએ તેમના બ્લોગ ઉપર લખ્યું કે ચંદ્રકાંત દરુનો સેંટ ઝેવીયર્સ કોલેજ તરફી લડાઇમાં કોરટ-વીજય પછી ગુજરાતની નીશાળોમાં બધે અંગરેજી માધ્યમની શરુઆત થઇ.
આની વધારે ચોખવટ મેલવવા માટે કોઠારીને અને પછી કેટલાક મીત્રોને લખ્યું પણ જવાબ ન આવતાં Gujarat Secondary and Higher Secondary Education Board ને નીચે મુજબ લખ્યું છે.
Seeking information on English Medium in schools affiliated with Gujarat Secondary and Higher Secondary Education Board.
Recently (16/2/10) a prominent journalist of દૈનીક – ગુજરાત સમાચાર wrote in his column that for getting English Medium started people had to fight court battles in Gujarat. On querying him on his Blog he informed that Chandrakant Daru fought for English Medium in Colleges of Gujarat University, did not say if in Arts or Science. It could not be Commerce, Engineering, Medical or Pharmacy as he referred to St Xaviers College which in my memory was teaching Arts and Science. He also wrote that after that Court Verdict in favour of Daru, English medium started in schools.
Can someone in GSHSEB tell me exactly when English Medium began in schools of Gujarat? Was it after Higher Secondary was introduced in late seventies I believe, or prior to that or even when Gujarat was Saurashtra and Mumbai States.
આ વા મેં પહેલાં કોટારીના બ્લોગ ઉપર બીરેનકુમારે કરેલ caustic comment ના અનુસંધાનમાં મુકેલ. પણ જોઉં છું તો તે દેખાતી બંધ થઇ ગઇ છે.
I put there again and has stayed for over 12 hours.
ઉઠાવેલ સવાલનો જવાબ બધાએ જાણવો જરુરી એટલા માટે છે કે ગુજરાત સરકારે આઠમાથી અંગરેજીને મરજીયાત કરીને દુબળાંઓનાં છોકરાંઓને સદંતર અંગરેજીથી વંચીત રાખવાની શરુઆત કરી દીધી.
સુરતની એક નીશાળ જેની મેનેજમેંટ સમાજના નબીરાઓના હાથમાં હતી તેમાં ત્યાંની પ્રસીદ્ધ અંધશાળાના હોંંશીયાર દીકરાને સદંતર ગુજરાતીમાં ધકેલી, પોલીસ સુપરીટેંડન્ટના ડફોળ દીકરાને અંગરેજી માટે આઠમામાં મુક્યો.
હકીકત 1992 ના અરસામાં બની.
મુરબ્બી શ્રી
શિક્ષણના અને ભાષાને લગતા આવા પ્રશ્નો સામાજિક પ્રશ્નો છે.
સમાજનાં મૂલ્યો બદલવાનું કામ કોઈક યુગપરિવર્તક જ કરી શકે. આપણને ગમે તેટલું દુખ થાય , પણ સમાજ એની રસમો નહીં જ છોડે.
ભાષા અંગેની ચિંતા તો અત્યંત ગૌણ છે; પણ જીવનનાં પાયાનાં તત્વો અંગે પણ સમાજ આંખ મીંચામણાં જ કર્રે છે ને?
સ્લમ ડોગ મિલીયોનેર યાદ કરો. એ સત્ય પ્રદર્શનને માથે પણ આ જ દંભી સમાજે કેટલો આક્રોશ ઠાલવ્યો છે?
હાદઝા પ્રજા વિશેનો લેખ વાંચવા વિનંતી. એ સમાજ વધારે સુખી, શિસ્ત બધ્ધ અને વિવેકશીલ લાગશે!
https://gadyasoor.wordpress.com/2010/02/05/hadza/
કોઈ શિક્ષણ જ નહીં . જ્ઞાન, ધર્મ કે રાજસત્તા પણ નહીં. અને છતાં 10,000 થી વધારે વર્ષોથી એ પ્રજા સુખેથી જીવન ગુજારે છે!
ગુજરાત બોર્ડ માન્ય નીશાળોમાં અંગરેજી માધ્યમનો વીકલ્પ ક્યારથી અપાયો? કોઠારીના લખવા મુજબ દરુ ઝેવીયર્સ કોલેજ તરફે જીત્યા પછી. ખરેખર? સમય 1960 પછીનો થાય.
મુ.વડિલશ્રી દયાશંકરભાઈ
મારા નમ્ર મત પ્રમાણે આ બ્લોગ ઉપર ભાઈશ્રી ઉર્વીશ કોઠારીના “ગુજરાતીનો મહિમા કરો” તે લેખ ઉપર શ્રી સુરેશભાઈએ ચર્ચા શરુ કરી અને તેને અદભુત આવકાર સાથે, દુનિયાભરના ગુજરાતી ભાષા પ્રેમીઓએ ઉમળકાભેર ચર્ચામાં, પોત્-પોતનો મત/અભિપ્રાય દર્શાવવા લાગ્યા. મારા મત પ્રમાણે આ ચર્ચાનો મુખ્ય મુદો “ગુજરાતમાં અંગ્રેજી માધ્યમનો વિકલ્પ કે કયા ધોરણથી અપાવું શરૂ થયું તે વાતને મુખ્ય મુદો” બનાવી આપશ્રી ચર્ચાને અવળે માર્ગે દોરી રહ્યા હોય તેવું લાગ્યા કરે છે. શ્રી સુરેશભાઈએ થોડા શબ્દોમાં બહુ જ મોટી વાત કરી દીધી છે કે, “શિક્ષણના અને ભાષાને લગતા આવા સામાજિક પ્રશ્નો છે અને સમાજના મૂલ્યો બદલવાનું કામ કોઈક યુગ પરિવર્તક જ કરી શકે……….. .”ત્યારે આપણે માત્ર ભૂતકાળમાં શું થયું ? કેમ થયું ? તેની પિષ્ટ-પિંજણ કર્યા કરીએ તે મારા મતે માત્ર વ્યર્થ કસરત ( futile excerecise ) જ બની રહે છે. .હા, આમ કરવું તે, કદાચ કોઈના અહમને પોષતી હોઈ શકે પણ છે તો નિરર્થક જ !
ટૂંકમાં સો-વાતની એક વાત કે “ગુજરાતી બચાવો/મહિમા કરો” તે વિષે આપણી પાસે કોઈ નક્કર અને વાસ્તવિક દરખાસ્ત છે ખરી ? અને ચર્ચાને પણ તે જ મુદા ઉપર કેન્દ્રીત કરી જો કોઈ સુચનો હોય તો તે જણાવો કે જેથી તેની અમલવારીની શક્યતાઓ ચકાસી તે ઉપર સર્વ સહમતી દ્વારા વિચારણા કરી શકાય.
વડિલશ્રી મને કહેવા દો કે, મારા જેવા નવા નિશાળીયાને આપની આ ચર્ચાના ધ્વનિ અને સંદર્ભથી ક્યારે ક આપ “ગુજરાતી બચાવો/મહિમા કરો તેના સમર્થક છો કે અંગ્રેજીના ?” તે સમજવામાં ગુંચવણ/ગરબડ ઊભી થાય છે, તો તે વિષે સ્પષ્ટ શબ્દોમાં નિખાલસતાથી ખુલાસો કરશો ?
વધુમાં એક વાત તરફ આપનું ધ્યાન ખેંચવાની લાલચ રોકી શક્તો ના હોય જણાવું છું કે, આપ અને અન્ય કોઈ જો અંગ્રેજી માધ્યમના આંધળા હિમાયતી હો તો દુનિયાભરના તમામ ક્ષેત્રના જેવા કે વ્યાપાર-ધંધા, ઉધ્યોગ, વિજ્ઞાન, એંજીનીયરીંગ, ટેકનિકલ, મીકેનીકલ, વીજળી, સ્પેસ ટેકનોલોજી, સાહિત્ય, ફીલોસાફી વગેરે અને બીજા અનેક ક્ષેત્રના પ્રથમ દસ સ્થાન ઉપર રહેલી વ્યક્તિઓની એક યાદી બનાવી ચકાસો કે તેમાંના કેટલા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવી આ સ્થાન હાંસલ કરી શકેલા ?
વડિલશ્રી અમારા જેવા નવા નિશાળીયા/ઉપલકીયાને આપ જેવી અનુભવી-પીઢ- વિશાળ વાચન ધરાવનાર-અભ્યાસુ-ચિંતક –ભાષાશાસ્ત્રી-અને ઉંચેરી પ્રતિભા ધરાવનાર પાસેથી તો ચર્ચાને તેના મુખ્ય મુદાને ચાતરતી રોકવાને બદલે આવી ક્ષુલ્લક વાતો દ્વારા અવળે રસ્તે દોરી જતા હો તેવું લાગે તે ખૂબ જ દુઃખદ જણાય છે.
તેવા સંજોગોમાં આપના સહિત આપણે સૌ આ વિષયના મુખ્ય મુદાને ધ્યાનમાં રાખી કોઈક નક્ક્રર દરખાસ્ત ઉપર વિચારણા કરી શકીશું કે આવા વાદ-વિવાદ અને મત-મતાંતર અને વિખવાદમાં “મારો કક્કો જ ખરો” તેવા વિતંડાવાદમાં રચ્યા-પચ્યા રહેશું ?
સ-સ્નેહ
અરવિંદ
મુ.વડિલશ્રી દયાશંકરભાઈ
મારા નમ્ર મત પ્રમાણે આ બ્લોગ ઉપર ભાઈશ્રી ઉર્વીશ કોઠારીના “ગુજરાતીનો મહિમા કરો” તે લેખ ઉપર શ્રી સુરેશભાઈએ ચર્ચા શરુ કરી અને તેને અદભુત આવકાર સાથે, દુનિયાભરના ગુજરાતી ભાષા પ્રેમીઓએ ઉમળકાભેર ચર્ચામાં, પોત્-પોતનો મત/અભિપ્રાય દર્શાવવા લાગ્યા. મારા મત પ્રમાણે આ ચર્ચાનો મુખ્ય મુદો “ગુજરાતમાં અંગ્રેજી માધ્યમનો વિકલ્પ કે કયા ધોરણથી અપાવું શરૂ થયું ” તે વાતને મુખ્ય મુદો બનાવી આપશ્રી ચર્ચાને અવળે માર્ગે દોરી રહ્યા હોય તેવું લાગ્યા કરે છે.
” શ્રી સુરેશભાઈએ થોડા શબ્દોમાં બહુ જ મોટી વાત કરી દીધી છે કે, શિક્ષણના અને ભાષાને લગતા આવા સામાજિક પ્રશ્નો છે અને સમાજના મૂલ્યો બદલવાનું કામ કોઈક યુગ પરિવર્તક જ કરી શકે……….. .”ત્યારે આપણે માત્ર ભૂતકાળમાં શું થયું ? કેમ થયું ? તેની પિષ્ટ-પિંજણ કર્યા કરીએ તે મારા મતે માત્ર વ્યર્થ કસરત ( futile excerecise ) જ બની રહે છે. .હા, આમ કરવું તે, કદાચ કોઈના અહમને પોષતી હોઈ શકે પણ છે તો નિરર્થક જ !
ટૂંકમાં સો-વાતની એક વાત કે “ગુજરાતી બચાવો/મહિમા કરો” તે વિષે આપણી પાસે કોઈ નક્કર અને વાસ્તવિક દરખાસ્ત છે ખરી ? અને ચર્ચાને પણ તે જ મુદા ઉપર કેન્દ્રીત કરી જો કોઈ સુચનો હોય તો તે જણાવો કે જેથી તેની અમલવારીની શક્યતાઓ ચકાસી તે ઉપર સર્વ સહમતી દ્વારા વિચારણા કરી શકાય.
વડિલશ્રી મને કહેવા દો કે, મારા જેવા નવા નિશાળીયાને આપની આ ચર્ચાના ધ્વનિ અને સંદર્ભથી ક્યારે ક આપ “ગુજરાતી બચાવો/મહિમા કરો તેના સમર્થક છો કે અંગ્રેજીના ?” તે સમજવામાં ગુંચવણ/ગરબડ ઊભી થાય છે, તો તે વિષે સ્પષ્ટ શબ્દોમાં નિખાલસતાથી ખુલાસો કરશો ?
વધુમાં એક વાત તરફ આપનું ધ્યાન ખેંચવાની લાલચ રોકી શક્તો ના હોય જણાવું છું કે, આપ અને અન્ય કોઈ જો અંગ્રેજી માધ્યમના આંધળા હિમાયતી હો તો દુનિયાભરના તમામ ક્ષેત્રના જેવા કે વ્યાપાર-ધંધા, ઉધ્યોગ, વિજ્ઞાન, એંજીનીયરીંગ, ટેકનિકલ, મીકેનીકલ, વીજળી, સ્પેસ ટેકનોલોજી, સાહિત્ય, ફીલોસાફી વગેરે અને બીજા અનેક ક્ષેત્રના પ્રથમ દસ સ્થાન ઉપર રહેલી વ્યક્તિઓની એક યાદી બનાવી ચકાસો કે તેમાંના કેટલા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવી આ સ્થાન હાંસલ કરી શકેલા ?
વડિલશ્રી અમારા જેવા નવા નિશાળીયા/ઉપલકીયાને આપ જેવી અનુભવી-પીઢ- વિશાળ વાચન ધરાવનાર-અભ્યાસુ-ચિંતક –ભાષાશાસ્ત્રી-અને ઉંચેરી પ્રતિભા ધરાવનાર પાસેથી તો ચર્ચાને તેના મુખ્ય મુદાને ચાતરતી રોકવાને બદલે આવી ક્ષુલ્લક વાતો દ્વારા અવળે રસ્તે દોરી જતા હો તેવું લાગે તે ખૂબ જ દુઃખદ જણાય છે.
તેવા સંજોગોમાં આપના સહિત આપણે સૌ આ વિષયના મુખ્ય મુદાને ધ્યાનમાં રાખી કોઈક નક્ક્રર દરખાસ્ત ઉપર વિચારણા કરી શકીશું કે આવા વાદ-વિવાદ અને મત-મતાંતર અને વિખવાદમાં “મારો કક્કો જ ખરો” તેવા વિતંડાવાદમાં રચ્યા-પચ્યા રહેશું ?
સ-સ્નેહ
અરવિંદ
Medium wise Schools
Gujarati: 7629
English : 557
Eng / Gujarati : 59
Hindi : 158
Marathi : 22
Sindhi : 15
Telugu : 2
Urdu : 7
Others : 51
Others માં તામીળ, બંગાલી, પંજાબી વગેરે હોઇ શકે.
જુઓ http://www.gseb.org/gseb/school/info-school-teacher.htm
નીશાળોમાં અંગરેજી માધ્યમ ક્યારથી શરુ થયું તે સવાલ હજુ ઉભો છે.
અડાલજાએ લખ્યું કે “ઉર્વીશ કોઠારીના “ગુજરાતીનો મહિમા કરો” તે લેખ” તો તેઓ જણાવશે એ નામનો લેખ કોઠારીએ ક્યાં લખ્યો છે જ્યાંથી સુરેશ જાનીએ ઉંચકી પોતાના બ્લોગ ઉપર મુક્યો?
અડાલજાની ચાળીસેક લાઇનો ડબલ વાર મુકેલી જોઇ જાનીને લખ્યું કે તમારા બ્લોગ ઉપર જવાબમાં પડવું ઠીક નહીં
પછી અડાલજાની ટપાલ આવી “દાદા-દાદી અને નાના-નાનીને…” વાંચવા પધારો કહેતી. તેમણે લખેલ ઉપર કોઇ કોમેન્ટ તેમના બ્લોગ ઉપર મુકો અને તેમને ન ગમે તો કાઢી નાખે અને તેમની દીકરીનો કાગળ આવે કે પપ્પાજીને તેમ કરવાનો હક છે.
આવા અનુભવ પછી તેમની “વાંચવા પધારો” ટપાલ આવતી ક ડીલીટ કરતો, પણ આ વખતે જાનીને લખેલ કાગળ તેમને મોકલાવ્યો, આશાથી કે અહીં તેમણે ચીતરેલ બધું તેમના બ્લોગ ઉપર મુકી “વાંચવા પધારો” લખે. પણ જવાબમાં આવ્યું કે તેમને કુલડીમાં ગોળ નથી ભાંગવો તેથી તેમના લખેલ “ગુજરાતી બચાવો/મહિમા કરો તેના સમર્થક છો કે અંગ્રેજીના ?…તે વિષે સ્પષ્ટ શબ્દોમાં નિખાલસતાથી ખુલાસો કરશો ?” ની ચોખવટ માગું છું.
“ગુજરાતી બચાવો” એટલે શું ?
“ગુજરાતી [નો] મહિમા કરો” એટલે શું ?
Sorry.
આ વાત મેં પહેલાં કોઠારીના બ્લોગ ઉપર બીરેનકુમારે કરેલ caustic comment ના અનુસંધાનમાં મુકેલ. પણ જોઉં છું તો તે દેખાતી બંધ થઇ ગઇ છે.
ગુજરાતી ભાશાને અધોગતી માટે મુખ્ય જવાબદાર આપણા સાહીત્યકારો છે.વાત વાતમા અન્ગ્રેજી સહીત્યકારોના અવતરણો, પ્રવચનોમા આ ગુજરાતી પ્રવચન છે કે ઈન્ગ્લિશ વી શંકા થાય એટલા અન્ગ્રજી શબ્દો નો પ્રયોગ. આપણા માતબર સુરેશ જોશી થી શરુ થયું અને હવેતો બહુજ સામાન્ય થઈ ગયું છે. ગુજરાતી સાહીત્ય પરીશદે નીયમ કર્યો કે ‘પરબ’મા પ્રકાશીત થતા લખણોમા જો ગુજરાતે શીવાય નો પ્રયોગ થાય તો તેનો ગુજ. તરજુમો આપવો પણ તેનો છડેચોક ભંગ થવાને કારણે તે નીયમ રદ કર્યો (પણ કાઈ પગલાં ન ભર્યા). જગતમા “જે બળુકું છે તે જીવશેઃ” નો નીયમ છે. ગુજરતી ભાશામા જો બળ હશે તો જીવશે બાકી આમ મગરના આંસુ સાર્યે કઈ નહી વળે.
ગુજરાતી ભાશાની અધોગતી માટે જવાબદાર છે સરકારી શીક્ષણનીતી. 1960થી M.Sc. Physics ની પરીક્ષાનાં પેપરો ગુજરાતીમાં લખાતાં થયાં તેમ છતાં પાઠ્યપુ્સ્તક ગુજરાતીમાં લખવા સારુ અંગરેજીમાં લખાયેલ પાઠ્યપુસ્તકોનો અનુવાદ કરવો પડ્યો સત્તર વરસ પછી પણ.
શહેરમાં વસતાં ભણેલાં માબાપો કોઓપરેટીવ નીશાળો પોતાનાં છોકરાંવ પુરતી ચલાવી શકે અને તે નીશાળોને પાઠ્યપુસ્તકો લખી આપી જાણકારો આવક ઉભી કરી શકે.
તેમ થવા માટે સરકારે દસમદ બારમાની પરીક્ષાઓમાં બોર્ડમાન્ય નીશાળ મારફત જ પરીક્ષા આપવા આવી શકાય એવા કાયદાને રદ બાતલ કરવો પડે.
‘‘મિન્સ કે મધરટંગ ડેનું આખું કન્સેપ્ટ બઉ સારુ છે. આપડાને આપડી મધરટંગનું પ્રાઈડ ફિલ થવુ જ જોઇએ. મને બી, મિન્સ કે, બઉવ જ પ્રાઉડ છે. આપડી ગુજરાતી મધરટંગમાં જે લોકો રાઇટીંગ કરે છે એ લોકોને તો હૅટ્સ ઑફ છે. બિકોઝ, ગુજરાતીનું કી-બોર્ડ બઉવ્વ જ ટફ હોય છે. મિન્સ કે, ઓન્લી એન્ટ્રી લર્ન કરવામાં જ સિક્સ મન્થ્સ નિકલી જાય છે…
એ જ બતાડે છે કે આપડી મધરટંગ કેટલી ગ્રેટ છે. આઇ મિન, સ્કુલ્સ એન્ડ કોલેજીસમાં બી, મોસ્ટ બ્રિલીયન્ટમાં બ્રિલિયન્ટ સ્ટુડન્ટસને પણ ઈવન એઇટી અપ માર્કસ ગુજરાતીમાં સ્કોર કરવાનું ઈટ્સ રિયલી ટફ. મિન્સ કે, એ જ બતાડે છે કે ઈવન મેથ્સ-સાયન્સ કરતાં બી ગુજરાતી ઈઝ મોર ટફ.
એટલે જ આઈ એમ સેઈંગ કે ઈઝી થિંગ્સનું પ્રાઈડ ફીલ કરવાનું ઈઝી છે, ફોર એક્ઝામ્પલ નેટ-સર્ફીંગ એન ઓલ, બટ ટફ થિંગ્સનું પ્રાઈડ તો વન્સ ઈન આ યર થવું જ જોઇએ.
–મન્નુ શેખચલ્લી, ‘હવામાં ગોળીબાર’, ગુજરાત સમાચાર http://bit.ly/mbhasha
I am sure the writer of
“સ્કુલ્સ એન્ડ કોલેજીસમાં બી, મોસ્ટ બ્રિલીયન્ટમાં બ્રિલિયન્ટ સ્ટુડન્ટસને પણ ઈવન એઇટી અપ માર્કસ ગુજરાતીમાં સ્કોર કરવાનું ઈટ્સ રિયલી ટફ” is aware that many Gujarati children opt Hindi as the second compulsory language at HSC because first 10 in Board is decided not only by total of stream subjects marks but by Marks of all compulsory subjects.
Compared with Maharashtra Gujarat has made two languages compulsory in HSC instead of one in Maharashtra, at least that was the case 20 years back.
આપડાને આપડી, નિકલી જાય, but not બટાડે, instead બતાડે.
Getting one for another among
ળ/લ /ડ/ણ is not the only way established writers get things wrong and when questioned try to justify as typo or સરતચુક. There are many other such correspondences that reflect surfacing of dialectal backgrounds of the writers.
Such a confusion is not likely to disappear as long as written Gujarati does not give its hang-up on િ / ી and ુ/્
ચર્ચા ઘણી લાંબી ચાલી. આશા રાખીએ કે ભાષાની સેવા પણ લાંબા કાળ સુધી ચાલુ રહે!
શકટનો (ભાષાની સેવાનો) ભાર કોઇ શ્વાનને તાણવાની ગરજ કે અભીમાન વેંઢારવાં ન પડે જો ગુજરાતમાં ગુજરાતી વાટે અપાતું શીક્ષણ ત્યાં અંગરેજી કે હીંદી વાટે અપાતા શીક્ષણથી ચડીયાતું છે તેવી ખાતરી ત્યાંનાં માબાપોને થાય.
એવી ખાતરી તો મા બાપોને વરસો સુધી હતી જ અને હજી પણ હશે. એટ્લે જ તો ગુજરાતી માધ્યમ આટ્લું ચાલ્યું. પણ હવે ગ્લોબલ વિશ્વમાં નોકરીઓમાં આવડત કરતા બમ્બઈયા(ગુંગણા) અંગ્રેજી ઈસ્ટાઈલથી છાકો પાડનારને ઝડપથી લેવામાં આવે છે. ઉચ્ચ મધ્યમ વર્ગના ૩૦સી ૪૦સીમાંથી પસાર થઈ રહેલા ગુજરાતી મા બાપોને આ બાબતની બહુ પાકી જાણકારી છે. અંગ્રેજીને કારણે જેમ પોતે પાછળ રહી ગયા એમ એમના બાળકો ના રહી જાય એની તેઓ તકેદારી રાખે છે. ઘોડા તબેલામાંથી નીકળી ગયા છે હવે તબેલાને તાળૂ મારવાથી કશું જ હાથ આવવાનું નથી.
નવી નવી હિન્દી-અંગ્રેજી ઝોકવાળી પ્રાઈવેટ સ્કૂલો અને હિન્દીભાષીઓના ઈન્ટસ્ટેટ ઈમિગ્રેશનથી ગુજરાતી બદલાવાની જ. બમબઈયા હિન્દીની જેમ અમદાવાદી ગુજરાતી કે સુરતી ગુજરાતી એમ થઈ જવાનું અચૂક છે. ઉચ્ચ મધ્યમ વર્ગ મોંઘી સ્કૂલોમાં ભણી વિદેશ જશે કાં મોટા મેગાસિટિઓમાં ઉંચા પદો પર કામ કરતા અંગ્રેજી બોલશે. ઘરમાં બોલચાલ રૂપે ભેળસેળવળી નવી ગુજરાતી બોલશે. મોટાભાગનાને ગુજરાતી લખતા વાંચતા આવડશે કે કેમ એ પણ શંકા છે. ગુજરાતી માત્ર છેવાડાના લોકોની ભાષા અને બોલી બનીને રહેશે અને આ લોકોનેય સરકાર સાથ આપશે તો લખી વાંચી શક્શે બાકી ત્યાંય લખવા વાંચવાના નામે મોટું મીંડુ જ રહેશે. અનેક ઘસાઈ ગયેલી ભાષાની જેમ જ આજની ગુજરાતી ૫૦/૧૦૦ વર્ષ પછી ઘસાતી અને પાસેદાર બનતી બનતી એક નવી ભાષા બની જવાની છે. જે જોવા માટે અહી ચર્ચા કરનાર સાઠેનાઠાઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હશે.
માન ગયે…. એકદમ વાસ્તવિક અને સાચું, સામાન્ય જનતાનું ચિત્ર.
આવી ચર્ચાઓ અમારા જેવા નવરાઓ જ કરે છે !!!
—————-
પણ આવું છે, માટે કાંઈક કરવું જોઈએ કે નહીં ?
શું કરી શકાય તે માટેનાં નક્કર સૂચનો – 5 મી માર્ચે …
“આવડત કરતા[તાં] બમ્બઈયા(ગુંગણા) અંગ્રેજી ઈસ્ટાઈલથી છાકો પાડનારને ઝડપથી લેવામાં આવે છે” કઇ કંપનીમાં કે કયા દેશોમાં?
અંગરેજી માધ્યમની નીશાળોમાં ભણેલાં ગુજરાતનાં નેશનલ સ્પર્ધા પરીક્ષાઓમાં ગુજરાતી માધ્યમમાં ભણેલામ કરતાં વધારે ફાવે છે તેવો કોઇ પુરાવો નથી.
ગુજરાતનાં છોકરાંઓને મહારાષ્ટ્રનાં છોકરાંઓની જેમ પાંચમાથી અંગરેજી ભણાવવામાં આવે, હીંદીનો ભાર કાઢી નાખવામાં આવે અને શીક્ષણને સરકારી કાબુમાંથી મુક્તી મળે તો ગુજરાતનાં માબાપો ગુજરાતી માધ્યમ અને પુરતા અંગરેજીના શીક્ષણથી જ ગુજરાતને મહારાષ્ટ્ર કરતાં શીક્ષણમાં આગળ મુકી દઇ શકે.
ગુજરાતના semi-urban areas-માં અંગરેજી માધ્યમની નીશાળો પચીસેક વરસથી મંડાવા માંડી. મોટે ભાગે તે કેરાલાથી આવનારાઓએ શરુ કરી.
છેલ્લાં કેટલાંક વરસોથી સરકારી ગ્રાંટ વગરની તેવી નીશાળો મોટાં શહેરોમાં શરુ થઇ.
વરસેક દીવસ અગાઉ કીરણ ત્રીવેદી અને અન્યોની આગેવાનીમાં ગુજરાતી પબ્લીશરોના પૈસાથી ‘ગુજરાતી બચાવ’ આંદોલને મોટાં શહેરોમાં સરઘસ સભાઓ થયાં આવી નીશાળોને સરકાર માન્યતા આપે છે તે વીરુદ્ધ.
સરકારી માન્યતાના કાયદાએ બધે પણ ગુજરાતમાં ખાસ નીશાળશીક્ષણનો તંદુરસ્ત વીકાસ થવા ન દીધો.
તંદુરસ્તી અંગરેજીનો અ ન સમજતા માસ્તરોથી ભરેલી અંગરેજી માધ્યમની નીશાળોથી આવવાની નથી. સેંટ ઝેવીયર્સ જેવી નીશાળોના અંગરેજી માધ્યમ સ્ટ્રીમમાં છોકરાંઓને માસ્તરોને કાલાવાલા કરવાં પડે છે કે “સર, તમે ગુજરાતી કે હીંદીમાં સમજાવો’ એટલા સારુ નહીં કે છોકરાંઓ ચોખ્ખું અંગરેજી સમજતાં નથી, પણ એ સારુ કે માસ્તરોને અંગરેજીમાં ચોખ્ખું બોલતાં આવડતું નથી.
ગુજરાતનાં છોકરાંઓનું અંગરેજી મહારાષ્ટ્રનાં છોકરાંઓની લેવલે લાવવાની જરુરત છે. તે સારુ તેમને પાંચમથી અંગરેજી ભણાવવાની સગવડ સરકારી ખરચે ચાલતી નીશાળોમાં પાછી લાવવી પડે. અને હીંદીને નીશાલોમાંથી સદંતર ભણાવવાનું બંધ કરવું પડે.
શ્રી સુરેશભાઈ
શિક્ષણના હાલ તો અહિં જે નીરુપ્યા છે તેથી પણ બદતર છે અને દિન-પ્રતિ-દિન વણસી રહ્યા છે. એક નવો દુઝતી ગાય જેવો વ્યવસાય બની ચૂક્યો છે અને મા-બાપો સંગઠિત થઈ અવાજ ઉઠાવવાને બદલે બાળકોને સ્પર્ધામાં ઉતારી ઈતીશીઃ સમજે છે. અંગ્રેજી માધ્યમ પાછળની ઘેલછા જોશો તો તમે પણ પાગલ બની જશો ! અંગ્રેજી સારી રીતે શીખવનાર શિક્ષકો શાળામાં નથી છતાં ! બાળકને અંગ્રેજી માધ્યમ સીવાય પણ સારી રીતે શીખવી શકાય તેવું સ્વીકારવા મોટા ભાગના મા-બાપો તૈયાર નથી ! આ દેશાના લોકોની અને વિશેષમાં તો ગુજરાતીઓની ગુલામી માનસિકતા વધતી જતી હોય તેવું લાગ્યા કરે છે ! ખેર ! આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !
સ-સ્નેહ
અરવિંદ
– Arvind Adalja
———————-
આ છે શિક્ષણના હાલ! સરકાર પાસેથી કે વેપારી બની ગયેલી શિક્ષણ સંસ્થાઓ પાસેથી બદલાવની આશા – એ કવિતાઓમાં ગવાતાં ઝાંઝવાં જ છે.
બદ્લાવ આપણે જ લાવી શકીશું – તમે, હું , આપણ સૌ – સામાન્ય માણસો જ . અને આપણે તેમ કરવા પૂર્ણ રીતે શક્તિમાન છીએ જ.
આવતીકાલે ‘ ગદ્યસુર’ પર વાંચજો – એક શક્યતા.
વ્યથા ઊપજાવે તેવો શ્રી. અરવિંદ ભાઈના બ્લોગ પરનો લેખ –
http://arvindadalja.wordpress.com/2010/02/28/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%87/
મુ.વ્.શ્રી દયાશંકરભાઈ
શ્રી સુરેશભાઈના બ્લોગ ઉપર ચાલી રહેલ ચર્ચામાં, મારાં કેટલાક વિચારો, આપના પ્રતિભાવના પ્રત્યુત્તરમાં મેં મુકેલા તેના જવાબમાં આપે એક મેલ દ્વારા શ્રી સુરેશભાઈને જણાવ્યું કે Having read you twice published rejoinder on Jani’s blog I wrote to him as follows.
from Dayashankar Joshi
to Suresh Jani
date 27 February 2010 11:16
subject Re: [ગદ્યસુર] Comment: “માતૃભાષાની ચિંતા વિશેની ચિંતા”
Sureshbhai,
I do not like to respond to Adalja on your blog.
I might if he raises the issues he wants to raise on his blog.
If you like you can forward this to him.
દયાશંકર
અને મને નકલ દ્વારા જાણ કરી. જેના વળતા જવાબમાં આપને મેલ દ્વારા મેં જણાવ્યું કે મુ. વડિલ શ્રી દયાશંકરભાઈ
મારા નમ્ર મત પ્રમાણે જે બ્લોગ ઉપર જે ચર્ચા ચાલતી હોય અને જે મુદાઓ ત્યાં ચર્ચાય રહ્યા હોય ત્યાં જ પ્રત્યુતર આપવો યોગ્ય જણાય ! ચીલો ચાતરી જવાથી જે બ્લોગર મિત્રોએ ચર્ચા વાંચી હોય તેમને નવા કોઈ પણ મુદાઓથી વંચિત રાખવા યોગ્ય ના ગણાય ! સજજનતા તો સર્વેને સાથે રાખીએ તેમાં જ ગણાય ! આ તબક્કે આપની વાત કોઈ પણ સંજોગોમાં હું સ્વીકારી શક્તો નથી. કુલડીમાં ગોળ ભાંગવો મને નહિ ગમે ! આપે પ્રત્યુત્ત્રર આપવો જ હોય તો જ્યાં મુદાઓ ઉપસ્થિત થયા છે ત્યાં જ આપવા વિનંતિ છે !
સ-સ્નેહ
અરવિંદ
અને તેની જાણ શ્રી સુરેશભાઈને નકલ મોકલી કરી પણ ખરી.
આપે પૂછેલ કે ગુજરાતી બચાવો/મહિમા કરો તેવા મથાળા વાળો શ્રી ઉર્વીશ કોઠારીએ કોઈ લેખ લખ્યો હોય તો આપને જણાવું તે સંદર્ભે તેવો કોઈ લેખ તેઓએ લખ્યો નથી. પરંતુ તેમના બ્લોગ ઉપર અને ગુજ્રરાત સમાચારમાં આવેલા લેખ માતૃભાષાની ચિંતા ની ચિંતાના અ6તિમ પારામાં તેઓએ જણાવ્યું છે તે આ પ્રમાણે છે —
“ગુજરાતીનો મહિમા કરવાના તમામ પ્રયત્નો આવકાર્ય છે, પરંતુ ભાષાને ગૌરવ અપાવવાનું આખરે સૌ ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલવાને બદલે, છટાથી ગુજરાતીમાં બોલીને પણ ગુજરાતીનો મહિમા વધારી શકાય. સાહિત્યકારોની ઝુંબેશો કરતાં સામાન્ય લોકોનાં આવાં નાનાં પગલાં લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે. ૨૧ ફેબ્રુઆરીને (વિશ્વ માતૃભાષા દિન ઉર્ફે માતૃભાષા મહિમા દિનને) આ પાઠ યાદ કરવા માટે નિમિત્ત બનાવી શકાય”.
અને તેના સંદર્ભે મને શ્રી ઉર્વીશનું સુચન ગુજરાતી બચાવો નહિ પણ મહિમા કરો તે વધારે હકારાત્મક જણાતાં મેં પણ ગુજરાતી બચાવો/મહિમા કરો તેવું લખવાનું શરૂ કર્યું. પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે દૂધમાંથી પુળા કાઢવાનું તો કોઈ આપની પાસે જ શીખે ! આપ ક્યારે ય શિક્ષક કે ઓડીટર હતા ?
આપની સાથેના થોડા પરિચયમાં હું જોઈ શક્યો છું કે આપ હંમેશા બ્લોગરે મૂકેલી પોષ્ટમાંથી મુખ્ય મુદાને ચાતરી નવા મુદા/પ્રશ્ન્ ઉભા કરી બ્લોગરેને ભીડવવાના પ્રયાસો કરતા રહો છો.અમારા જેવા નવા નિશાળીયા ને ટીકા કરી જાણે હતોત્સાહ કરવામાં આપને આનંદ આવતો હોય તેવું જણાતું રહે છે.
આપે જે પ્રત્યુત્તર આપેલ છે તેમાં મેં ઉપસ્થિત કરેલ પ્રશ્નનો ઉત્તર આપે શીફતથી ટાળ્યો છે. મેં આપને સ્પષ્ટ રીતે પૂછેલ જે ફરીને પૂછી રહ્યો છું કે આપ અભ્યાસ માટે અંગ્રેજી માધ્યમના પુરસ્કર્તા છો કે ગુજરાતીના ? કૃપા કરી સ્પષ્ટ રીતે કહો !
આપ મુરબ્બી અને વડિલ છો ,,વળી વિશાળ વાચન અને અનુભવ ધરાવનાર ચિંતક, શબ્દશાસ્ત્રી પણ છો અને વિદેશમાં વસવાટ કરો છો તેમ છતાં આપ સમય અનુસાર પરિવર્તન સ્વીકારવાને બદલે જડની જેમ જૂની વિચારા સરણીને જ વળગી રહેવા કેમ તત્પર હો છો ?
અંતમા આપે જે 12001 ડોલર ફાળવવાની મારી અપીલના અનુસંધાને તૈયાર હોવાનું જણાવ્યું છે તે માટે ફરી એક વાર આપને ધન્યવાદ આપું છું અને આપનો આભારી પણ છું કે આપના દિલને મારું સુચન સ્પર્શી શક્યું ! કંઈ વધારે લખાયું હોય તો ક્ષમા કરશો ! સ-સ્નેહ
અરવિંદ
“મહીમા કરો” નો મતલબ તમે શું સમજો છો?
કોઠારી તે મારફત ઉપજાવી કાઢેલા ગુજરાતી બોલનારાને ભાંડે છે. તેમના માટે તેમના ભાંડણના પાત્ર છે હોટેલ રેસ્ટોરાંમાં ખાનારા, અંગરેજી માધ્યમની નીશાળોમાં છોકરાંવને મોકલનારાં માબાપો અને અનામી પ્રસીદ્ધ ગુજરાતીઓ.
ગુજરાતનાં છોકરાંવને પાંચમાથી અંગરેજી ભણાવવા સરકારે સગવડ કરવી જોઇએ, તેમ કરવા સરકારને ફરજ પાડવી જોઇએ તેવું મારું લખેલ તમે ઉપર ક્યાંય વાંચ્યું, કે તમારે મારી સાથે તે બાબત કુલડીમાં ગોળ ભાંગવાની રમત રવી છે?
હું જડની જેમ કઇ જુની વીચારસરણીને વળગી રહ્યો છું?
કોઇ પણ માણસ પોતાનું લખેલ બીજાને વાંચવા કહે ત્યારે તે લખાણને વધારે તાર્કીક બનાવવાની ઉમેદથી કહે છે. તમારી ઉમેદ વાંચનારે વાહવાહ કરવી જોઇએ તેમ સાબીત થયું છે.
આ ચર્ચાનો અહીં અંત આવે છે.
આવતીકાલની જાહેરાતની રાહ જુઓ અને નોંધી લો કે
……..
ત્યાં માત્ર એ જાહેરાતને લગતાં જ સૂચનો સ્વીકારવામાં આવશે.
Pingback: ગુગમ- એક શક્યતા « ગદ્યસુર
Pingback: ગુજરાતી વાર્તા લેખન સ્પર્ધા | ગુજરાતી પ્રતિભા પરિચય